આરોગ્ય ટુચકા 6 – ખટાશ

આરોગ્ય ટુચકા 6 – ખટાશ

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

૬. ખટાશ: અથાણાં, રાયતાં, દહીં, છાસ, કાંજીનો ઉપયોગ થોડા પ્રમાણમાં કરવો જોઈએ. ખાટો રસ પાચક-દીપક (જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર), દેહને પુષ્ટ કરનાર, ઈન્દ્રીઓની શક્તી વધારનાર, વાયુનું અનુલોમન કરનાર, હૃદયને તૃપ્ત કરનાર, રુચી ઉત્પન્ન કરનાર, પચવામાં હલકો, ઉષ્ણ અને સ્નીગ્ધ છે. વધુ પ્રમાણમાં પીત્ત વધારે છે, લોહી બગાડે છે, માંસપેશીઓને ઢીલી કરે છે, અશક્તી આવે છે, માંદા અને કમજોરને સોજા આવે છે, કંઠમાં અગન બળે છે, છાતી અને હૃદયમાં દાહ થાય છે, બ્લડપ્રેશર વધે છે અને ખસખુજલી થાય છે. આથી જ ખાટા રસવાળો આહાર વધુ પ્રમાણમાં લેવો નહીં.

Advertisements

ટૅગ્સ:

8 Responses to “આરોગ્ય ટુચકા 6 – ખટાશ”

 1. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thanks Harshadbhai.

 2. anil Says:

  Little red spots on Penis Help plz gujrati ma ans aapjo

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈશ્રી અનિલ, શીશ્ન પર લાલ ડાઘ વીશે મને કશી ખબર નથી, પણ એ કદાચ ચામડી નીચે જે રંગદ્રવ્ય હોય છે તેમાં ફેરફારને કારણે હોઈ શકે. સીવાય કે એનાથી ખંજવાળ આવતી હોય તો કોઈક ઈન્ફેક્શન હોઈ શકે. તેમ ન હોય તો આ ફેરફાર માટે કદાચ વીરોધી ખાનપાન જવાબદાર હોય. કદાચ એ ચીંતાજનક ન પણ ગણાય, જેમ સફેદ કોઢ વીરોધી ખાનપાનને કારણે થાય છે તે માત્ર દેખાવ સીવાય કોઈ હાનીકારક નથી હોતો તેમ. પરંતુ આ બાબતમાં હું વધુ મદદ કરી શકું તેમ નથી.

 4. anil Says:

  ok thank you

 5. anil Says:

  hi sir mane peshab ma baltra b thai che ane me gokhru churan ane ashvgandha churan banne mix kari ne 5 gram savar sanj 2 divas tha lav chu ne mane rahat che peshab ni baltra thi to red dot nai thaya hoi ne? ane me je churn kidhu teno dose kevi rite levo ne kya sudhi levai teno ans aapjo and hu 31 year no chu ne aa churn thi sharirik thak pan nathi lagto ane aano koi side efact hoi hoi to janav jo plzzzz

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે ભાઈ અનિલ,
   પેશાબમાં બળતરાનું કારણ પીત્તની અધીકતા – શરીરમાં ગરમી વધી જવાનું કારણ હોય છે. આથી તમે જે ઔષધો લો છો તે ઠંડક માટે છે. ગરમીને કારણે લાલ ડાઘ હોવાની શક્યતા ખરી. આથી પીત્તની ગરમી સામાન્ય થઈ જતાં લાલ ચાંઠાં પણ જતાં રહેવાં જોઈએ.
   ઔષધો સમસ્યા દુર થાય ત્યાં સુધી લઈ શકાય, પણ સમસ્યા થવાનાં કારણો દુર ન થાય તો ફરીથી એ પેદા થઈ શકે. આથી કેવો આહાર કે વીહારના કારણે સમસ્યા પેદા થઈ છે તે વીચારી તેનો ત્યાગ કરવાનો રહે. આહાર એટલે આપણા શરીરમાં જે કંઈ પ્રવેશે તે અને વીહાર એટલે શરીર દ્વારા કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તી. આમ આહાર અને વીહાર બહુ વીશાળ અર્થ ધરાવે છે. એને આપણે જે ખાઈએ કે કામ કરીએ તેટલું જ ગણવાનું નથી.

 6. Mehul Says:

  Haladar modhe lagava thi. chahero thodak divas saro lage che.. pachi chahera par koy jat no fer lag to nathi..tena thi khil matta nathi..

 7. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ મેહુલ,
  તમારા પ્રત્યુત્તર માટે હાર્દીક આભાર. તમે કહો છો કે હળદર લગાવવાથી શરુઆતમાં સારું લાગ્યુ, પણ પછીથી કોઈ ફેર લાગતો નથી. હળદર માત્ર એકલી જ લગાવી હતી કે નમક સાથે તે તમે જણાવ્યું નથી. પછીથી કોઈ ફેર લાગતો ન હોય તો એનું કારણ ખીલ થવાનાં કારણો મોજુદ રહેતાં હશે.
  તમારા અનુભવ પરથી લાગે છે કે કદાચ હળદર અને મીઠું(નમક) ખીલના ઉપાય તરીકે તમારા માટે અસરકારક નથી. ખીલના ઘણા ઉપાયો મારા બ્લોગમાં છે. એની લીન્ક:
  http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/04/30/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: