આરોગ્ય ટુચકા 12. ત્રીફળા

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 12. ત્રીફળા: હરડે, આમળાં અને બહેડાંનું સમભાગે ચુર્ણ.

(1). નેત્રરોગમાં ઘી અને મધ સાથે ત્રીફળાનું સેવન કરતા રહેવાથી વધતો મોતીયો અટકી જાય છે. (મધ કરતાં ઘી બમણું લેવું) (2). બધી જાતના પ્રમેહમાં સમાન ભાગે ત્રીફળા ચુર્ણ અને હળદર લઈ બમણી સાકર નાખી સેવન કરવાથી લાભ થાય છે. (3). મુર્ચ્છાના દર્દીને ત્રીફળા ચુર્ણ મધ સાથે આપવું. (4). સાંધાના દુખાવામાં ત્રીફળાનો ઉકાળો ઠંડો કરીને મધ સાથે પીવો. (5). ત્રીફળાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને મળશુદ્ધી થાય છે. (6). જે મનુષ્ય રોજ ઘી અને મધ સાથે ત્રીફળા ચુર્ણનું સેવન કરે છે તે નીરોગી રહી 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે. ઘી અને મધ સમાન ભાગે લેવાં નહીં.  કફના નાશ માટે ઘી કરતાં મધ બમણું લેવું અને વાત-પીત્તના નાશ માટે ઘી બમણું લેવું.

Advertisements

ટૅગ્સ:

5 Responses to “આરોગ્ય ટુચકા 12. ત્રીફળા”

 1. Anil Says:

  Kai Rog no Hoi to trifla Chur Kai rite levai mdh keti me ghee ketlu ne churn ketlu ne kya time par savare k rate

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  જો કોઈ પણ રોગ ન હોય તો ત્રીફળા ચુર્ણ તમારી પ્રકૃતી મુજબ લેવાનું રહે. એનું પ્રમાણ અને ઘી અને મધના પ્રમાણનો આધાર પણ દરેક જણની પ્રકૃતી પર રહે. જેમને સાવ નજીવા પ્રમાણમાં વીરેચન ઔષધ લેવાથી પણ ઝાડા થતા હોય તો તેમણે એ મુજબ ઓછા પ્રમાણમાં ત્રીફળા લેવાનું રહે. તે જ રીતે તમારી પ્રકૃતી વાત, પીત્ત કે કફ અથવા આ ત્રણના કોઈ સંમીશ્રણ(કોમ્બીનેશન)માં હોય તો તે મુજબ ઘી અથવા મધનું પ્રમાણ લેવાનું રહે. પણ એ બેને કદી પણ સમપ્રમાણમાં લેવાં નહીં. ઉપર કઈ પ્રકૃતીમાં કોને બમણું લેવું તે જણાવ્યું છે.

 3. Anil Says:

  Mane vat pit che thoduk to ghee 2 chamchi ne madh 1 chamchi ne trifla 1chamchi levai ? And badhu mix Kari ne thodu Pani nakhine pivai

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાઈ અનિલ તમે કહો છો કે થોડું પીત્ત છે, એટલે કે વાતવીકાર કરતાં પીત્તની તકલીફ ઓછી છે. તો પછી મધ બે ચમચી અને ઘી એક ચમચી લેવું જોઈએ. કારણ કે મધ કફનાશક છે, અને ઘી પીત્તનાશક ગણાય છે. પાણી નાખીને પીવા કરતાં માત્ર ઔષધો મીક્સ કરીને લેવાં સારાં, જેથી પાચકરસ લાળ એમાં વધુ ભળી શકે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: