આરોગ્ય ટુચકા 17. કુંવાડીયો

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 17. કુંવાડીયો: કેટલાક લોકો એને પુંવાડીયો પણ કહે છે.

૧. કુંવાડીયાની શીંગનાં લીલાં બીને લસોટી લીંબુના રસમાં કાલવી દરાજ પર ઘસવાથી બેત્રણ દીવસમાં જ દરાજ મટે છે.

૨. કુંવાડીયાનાં સુકાં બીજનું ચુર્ણ લીંબુના રસમાં લસોટી લગાડવાથી દાદર અને ખરજવું મટે છે.

૩. કુંવાડીયાનાં બીજની કોફી બનાવીને પીવાથી ખસ અને ખુજલી મટે છે.

૪. કુંવાડીયાનાં બીજ ચાવીને ખાવાથી અપચો, પેટનો દુખાવો, પેટની ગાંઠ અને દમ મટે છે. દમમાં લાંબા સમય સુધી કુંવાડીયાનાં બી ખાવાં જોઈએ.

૫. ડહોળો પેશાબ, પેશાબમાં ક્ષાર જતો હોય તો કુંવાડીયાનાં પીળાં ફુલ ૧૦ ગ્રામ અને સાકર ૧૦ ગ્રામનું મીશ્રણ કરી સવાર-સાંજ ખાવાથી પેશાબનો રંગ અસલી બને છે.

Advertisements

ટૅગ્સ:

8 Responses to “આરોગ્ય ટુચકા 17. કુંવાડીયો”

  1. NILESH KAPTAN Says:

    આરોગ્ય ટુચકા સાથે જે વસ્તુ વિશે જાણકારી આપો છો એનો ફોટો પણ બતાવો તો સારું.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે નીલેશભાઈ,
    આપના સુચન માટે હાર્દીક આભાર. હું 42 વર્ષથી ન્યુઝીલેન્ડમાં છું. અહીં આ વનસ્પતીઓ જોવા મળતી નથી. અહીંની વનસ્પતી વીશે લખું છું ત્યારે એના ફોટા મુકું છું. બીજી વનસ્પતીઓના ફોટા કદાચ ઈન્ટરનેટ પરથી મળી શકે પણ મેં એ માટે પ્રયત્ન કર્યો નથી. હવે પછી જો મળી શકે તો જરુર મુકીશ.
    કુંવાડીયો દેશમાં હતો ત્યારે ચોમાસા બાદ પુશ્કળ ઉગી નીકળતો મેં જોયો છે, પણ તે સમયે એના વૈદકીય ઉપાયોની મને જાણ ન હતી.
    ફરીથી સુંદર સુચન બદલ આપનો આભાર.

    • NILESH KAPTAN Says:

      તમારા પ્રતિભાવ બદલ આભાર સર,
      મને આયુર્વેદ વિષે જાણવા નો ખુબ શોખ છે , તમે ખુબ સુંદર જાણકારી આપો છો
      એ બદલ ખુબ ધન્યવાદ.

  3. ગાંડાભાઈ વલ્લભ Says:

    હાર્દીક આભાર નીલેશભાઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: