આરોગ્ય ટુચકા 20 સકરટેટી

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 20 સકરટેટી: સકરટેટી મુત્રલ, બળવર્ધક, કોષ્ઠશુદ્ધીકારક, પીત્ત અને વાતશામક, મધુર, સ્નીગ્ધ, શીત, વજન વધારનાર, થાક દુર કરનાર, પેટના રોગ અને દાહ મટાડનાર છે.

ખર્બુજા કલ્પ – ૨૧ દીવસ સુધી આહારમાં માત્ર ટેટીનો જ ઉપયોગ કરવો. પ્રયોગ શરુ કરતાં પહેલાં સાત દીવસ માત્ર દુધ-ભાત જ ખાવાં. પછી ટેટી ખાવાના પહેલા દીવસે સવાર, બપોર, સાંજ સો સો ગ્રામ ટેટી ખાવી, પછી દરરોજ ૧૦ ગ્રામ પ્રમાણ વધારતા જવું અને ૨૦૦ ગ્રામ સુધી પહોંચવું. બારમા દીવસથી ફરીથી ૧૦-૧૦ ગ્રામ ઘટાડતા જઈ ૨૧મા દીવસે ૧૦૦ ગ્રામ થશે. આનાથી આંતરડાં મજબુત થઈ પાચનશક્તી સુધરે છે. જુના રોગના દર્દીએ એક સપ્તાહ પ્રયોગ બંધ કરી ૨-૩ વાર પ્રયોગ કરવો.

ટેટીનું શરબત – જ્યુસર વડે ટેટીનો રસ કાઢી ખડી સાકર અને લીંબુ કે નારંગીનો રસ મેળવવો. આ શરબતથી કબજીયાત મટે છે, પેશાબની છુટ રહે છે અને વાઈના દરદમાં લાભ થાય છે.

નોંધ: જઠરાગ્નીનો વીચાર કર્યા વગર સકરટેટીનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો નુકસાન થાય છે. એનાથી ઝાડા થવા, આફરો ચડવો વગેરે તકલીફ થાય છે. આથી એનો વીવેકપુર્વક પોતાની પાચનશક્તી મુજબ ઉપયોગ કરવો.

 

ટૅગ્સ:

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.