આરોગ્ય ટુચકા 35. કેળાના વૈદકીય ઉપયોગો

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 35. કેળાના વૈદકીય ઉપયોગો: (૧) ખાધા પછી કેળાં ખાવાથી શરીરનું વજન વધે છે. ભોજન કર્યા બાદ ત્રણ પાકાં કેળાં થોડા માસ ખાવાથી દુર્બળ શરીર માંસલ થાય છે. (૨) પાકું કેળું ગરમ કરી ગુમડા પર બાંધવાથી ગુમડું ફુટી જાય છે. પછી ઠંડું કેળું બાંધવાથી જલદી રુઝ આવે છે. (૩) બાફેલાં કેળાં દહીં અને ખાંડ સાથે ખાવાથી ઝાડા મટે છે. (૪) કાચાં કેળાં ખાવાથી મધુપ્રમેહમાં રાહત મળે છે. (૫) દીવસમાં ત્રણ વખત ફક્ત કેળાં ખાઈ માથે ઠંડું પાણી રેડવાથી બ્લડપ્રેશર મટે છે. (૬) કેળનો રસ ચોપડવાથી જખમ અને ગુમડાં મટે છે. (૭) પાકેલાં કેળાં ઘી સાથે ખાવાથી પીત્તવીકાર અને ભયંકર ભસ્મક રોગ પણ મટે છે. (૮) એલચી ખાવાથી કેળાંથી થયેલું અજીર્ણ મટે છે. (૯) સુકા કેળાના ગર્ભનું ચુર્ણ સાકર સાથે ખાવાથી શરીરમાં જામેલી ગરમી તથા પ્રમેહ મટે છે. (૧૦) પાકેલા કેળામાં ઘઉંનો લોટ મેળવી, ગરમ કરી બાંધવાથી સોજો મટે છે. (૧૧) પાકેલાં કેળાં દહીં સાથે સુર્યોદય પહેલાં ખાવાથી જીભે પડેલા કાતરા મટે છે. (૧૨) મધ સાથે કેળાં ખાવાથી કમળો મટે છે. (૧૩) પાકેલું કેળું, આમળાનો રસ અથવા ચુર્ણ અને સાકર ખાવાથી પ્રદર અને સોમરોગ (બહુમુત્રતા) મટે છે. ખાસ નોંધ: કેળાં ઠંડાં અને ભારે છે, આથી કફપ્રકૃતીવાળા અને મંદ પાચનશક્તીવાળાએ કેળાં ન ખાવાં, અથવા અલ્પ પ્રમાણમાં ખાવાં.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “આરોગ્ય ટુચકા 35. કેળાના વૈદકીય ઉપયોગો”

 1. મિલન શાહ Says:

  મને ibs છે એવું એલોપથી ડૉક્ટર જણાવે છે, તથા વજન ઓછું થઈ જવાથી સ્નાયુઓ અને હાડકાં નો દુખાવો થાય છે. કેટલીક વાર જમ્યા પછી પેટ ભારે થાય છે, તો દિવસ માં 3વખત મળ શુધ્ધિ માટે જવું પડે છે પણ ખુલાસો થતો નથી.
  એકદમ ચીકાશ વાળો મળ આવે છે અને એકદમ સરળ પણ. કાઈ પણ વસ્તુ ખાઇ તો પહેલા વીચાર આવે કે મને વાયુ તો નહીં ચડે ને. ઘર ના બધા નુસખા અપનાવી જોયા છે. યોગા કસરત ચાલવુ બધુજ કરુ છું. છાતી માં દુખાવા થવાથી 5 મહિના માં 4 ecg, 1 વાર 2d echo, 1 વાર tmt, 1 વાર ct angio કરાવી પણ બધું નોર્મલ આવે છે. વૈદ્ય ને પણ બતાવી જોયું તેમને ચાવી ને ખાવાની, ખાતા 1 ઘડી કરવાની, ને બતાવેલી ચરી પાળવા ની સલાહ આપી. એ મુજબ કર્યું તો 3 kilo વજન ઉતર્યું. પછી તેમને પેહલા ની જેમ આહાર લેવા નું કહ્યું. જમ્યા પછી ખડી સાકર અને વરીયાળી 1 ચમચી, ગેસ, એસિડિટી થાય તયારે ફૂદીન હરા સાકર સાથે લેવાનું કહ્યું. એ બધું ચાલુ છે, ત્રિફળા 1 ચમચી નવ શેકા પાણી સાથે રોજ રાતે, સૂતી વખતે ગંઠોડા વાળું દૂધ , ના પ્રયોગ ચાલુ છે, મૂળ વાત કે મને ચિંતા ખૂબ થાય છે કે કઈ મોટો રોગ કે અકાળ મૃત્યુ તો નહીં આવી જાય ને. આથી ઊંઘ ની દવા લાઇ ને સુઈ જાઉં છું.
  કાઈ ઉપચાર બતાવો તો ખૂબ મહેરબાની આપની., બારે માસ ઉકાળલુ પાણી પીવું છું.

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ મિલન,
  ibs એટલે શું તેની મને કશી ખબર નથી. પણ તમે જે વીગતો જણાવી છે એ પરથી લાગે છે કે તમારી પાચનશક્તી નબળી થઈ ગઈ છે. વૈદ્યને બતાવ્યું તો એમણે પાચનશક્તી સુધારવા માટેની સલાહ અને ઔષધ આપ્યાં હશે. પાચનશક્તી નબળી થવાથી વાયુની તકલીફ થાય, આથી દુખાવો થાય અને શરીરમાં નબળાઈ પણ આવે. પણ ખરેખર તો જો તમે સાચા વૈદ્યને મળ્યા હો તો (આયુર્વેદીક ડૉક્ટરને નહીં) તે પ્રશ્નોત્તર વડે નીદાન કરીને ઉપાય કરી શકે.
  અત્યારે જ મારા પર એક ઈમેલ આવી તે જોઈ. એમાં કહે છે કે તંદુરસ્ત રહેવું હોય તો ખાંડ બીલકુલ છોડી દેવી. સ્વાસ્થ્ય માટે એ સૌથી વધુ નુકસાનકારક આહાર છે. ખાંડ આપણી રોગપ્રતીકારક શક્તીને ખતમ કરી નાખે છે એમ એમાં જણાવ્યું છે.
  તમે તમારી ઉમ્મર જણાવી નથી. જેમ ઉમ્મર વધે તેમ પાચનશક્તી નબળી પડે. આથી તમે જણાવી છે તેવી તકલીફ શરુ થાય.
  ડૉક્ટર એલોપથી મુજબ સારવાર કરે છે, જે આયુર્વેદ કરતાં સાવ જુદી હોય છે. એમાં વાત, પીત્ત, કફની વાત હોતી નથી. તમે જે જણાવ્યું છે તે પરથી તમને વાત અને પીત્ત એમ બેની તકલીફ હશે. વાયુ દુર કરનારાં ઔષધો પીત્ત કરે છે, કેમકે એ ગરમ હોય છે, અને પીત્ત દુર કરનારાં ઔષધો વાયુ કરે છે, કેમ કે તે ઠંડાં હોય છે. આથી ખાસ અનુભવી વૈદ્યની રુબરુ મુલાકાત આ વીષયમાં ખાસ જરુરી હોય છે.
  વળી ચીંતાથી વાયુવીકાર થશે, આથી ચીંતા કરવાથી કોઈ લાભની શક્યતા નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: