વીટામીન ડી

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
વીટામીન ડી
મને મળેલ અંગ્રેજી ઈમેલ પરથી
બ્લોગ પર તા. 16-9-2017
વીટામીન ડી બાબત 15 તથ્યો જે તમે કદી જાણ્યાં નહીં હોય
વીટામીન ડી ઓસ્ટીઓપોરોસીસ (અસ્થીભંજકતા), હતાશા (ડીપ્રેશન), પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર વગેરે સામે રક્ષણ આપે છે. એટલું જ નહીં ડાયાબીટીસ અને વધુ પડતા વજનમાં પણ મદદગાર થાય છે. પોષક તત્ત્વોમાં કદાચ વીટામીન ડી જ એક માત્ર એવું પોષક તત્ત્વ છે જેના પર જરુરી ભાર મુકવામાં આવ્યો નથી. એનું કારણ કદાચ એ મફત જ મળે છે તે હશે.
આપણી ત્વચાનો જ્યારે સુર્યપ્રકાશ સાથે સંપર્ક થાય છે ત્યારે શરીર એ બનાવે છે. દવાની કંપનીઓ તમને સુર્યપ્રકાશ વેચી તો ન શકે. આથી જ તો એનાથી થતા ફાયદાઓની જાહેરાત કોણ કરે! ખરેખર મોટા ભાગના લોકો વીટામીન ડીના સ્વાસ્થ્ય લાભ અંગે ખરી હકીકત જાણતા નથી. આ રહી એ બાબત કેટલીક અગત્યની માહીતી.
1. કુદરતી પ્રકાશના અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કીરણો સામે રક્ષણ મેળવવા આપણી ત્વચા વીટામીન ડી બનાવે છે.
2. આ આરોગ્યપ્રદ કુદરતી સુર્યપ્રકાશ (જેનાથી ચામડી વીટામીન ડી પેદા કરે છે) કાચની આરપાર જઈ શકતો નથી. આથી જો આપણે કારમાં કે ઘરમાં બેઠા હોઈએ તો શરીર સુર્યપ્રકાશના સંપર્કમાં હોવા છતાં વીટામીન ડી મળી શકતું નથી.
3. આપણે જે આહાર લઈએ છીએ તેમાંથી પુરતા પ્રમાણમાં વીટામીન ડી મળી શકતું નથી. આપણું શરીર પોતે પુરતું વીટામીન ડી મેળવી શકે એ માટેનો એક માત્ર ભરોસાપાત્ર ઉપાય પુરતા પ્રમાણમાં સુર્યપ્રકાશ મળે એ જ છે.
4. શરીરની વીટામીન ડીની ઓછામાં ઓછી જરુરીયાત પુરી પાડવા માટે આહાર પર આધાર રાખવો હોય તો જેમાં વીટામીન ડી વધારાનું ઉમેરેલું હોય એવા દુધના દસ મોટા ગ્લાસ દરરોજ પીવા પડે.
5. જેમ વીષુવવૃત્તથી દુર રહેતા હોઈએ તેમ વીટામીન ડી પેદા કરવા માટે સુર્યપ્રકાશમાં વધુ સમય રહેવાની જરુર પડે. કેનેડા, ઈન્ગલેન્ડ અને મોટા ભાગનાં અમેરીકાનાં રાજ્યો વીષુવવૃત્તથી દુર છે.
6. ઘેરા રંગની ત્વચાવાળા લોકોએ આછા રંગવાળા લોકો કરતાં એટલા જ પ્રમાણમાં વીટામીન ડી પેદા કરવા માટે 20-30 ગણો સમય સુર્યપ્રકાશમાં રહેવું પડે. આથી જ પ્રોસ્ટેટ કેન્સરનો વ્યાધી શ્યામવર્ણના લોકોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. દેખતી રીતે જ એ શરીરને અપુરતા પ્રમાણમાં મળતા સુર્યપ્રકાશનું પરીણામ છે.
7. આપણાં આંતરડાં કેલ્શ્યમનું અવશોષણ કરી શકે એ માટે વીટામીન ડીનું યોગ્ય લેવલ જળવાવું અત્યંત આવશ્યક છે. પુરતા પ્રમાણમાં વીટામીન ડી ન હોય તો શરીરને કેલ્શ્યમ મળી ન શકે, ભલે ને પછી ગમે તેટલી કેલ્શ્યમની ગોળી લેવામાં આવે.
8. વીટામીન ડીનો ભારે અભાવ હોય તો તે રાતોરાત ભરપાઈ કરી શકાય નહીં. એ માટે મહીનાઓ સુધી વીટામીન ડીની ગોળી અને સુર્યપ્રકાશના ઉપયોગની જરુર પડે જેથી શરીરનાં હાડકાં અને જ્ઞાનતંતુઓની મરમ્મત કરી શકાય.
9. સાવ આછાપાતળા સનસ્ક્રીન (દા.ત. SPF=8)નો ઉપયોગ કરવાથી પણ વીટામીન ડી પેદા કરવાની શરીરની ક્ષમતા 95% જેટલી ઘટી જાય છે. ખરેખર આ જ તો કારણ છે સનસ્ક્રીનના ઉપયોગથી રોગો થવાનું. એનાથી ભયજનક પ્રમાણમાં વીટામીન ડીની ખામી સર્જાય છે.
10. સુર્યપ્રકાપ્રકાશને લઈને શરીરમાં વધુ પડતું વીટામીન ડી પેદા થવું અશક્ય છે. શરીર પોતે જ એનું નીયંત્રણ કરે છે, અને જરુરી માત્રામાં જ પેદા કરે છે.
11. જો તમારી છાતી/સ્તનના હાડકા પર સખત દબાણ આપવામાં આવે અને તમને દુખાવો થાય તો તમારા શરીરમાં વીટામીન ડીની ઉણપ હોઈ શકે.
12. વીટામીન ડીની શરીરને જરુર પડે ત્યારે કીડની કે લીવર એને સક્રીય કરે છે, અને ત્યારે જ શરીર એનો ઉપયોગ કરી શકે છે.
13. જો કીડનીનો રોગ હોય કે લીવર બગડ્યું હોય તો શરીરમાં વીટામીન ડીના પરીભ્રમણમાં ભારે અવરોધ પેદા થાય છે.
14. સનસ્ક્રીન ઉદ્યોગ તમને સુર્યપ્રકાશની જરુર છે એ માહીતીથી તમે જાણકાર બનો એવું કદી ન ઈચ્છે, કેમ કે એનાથી તો સનસ્ક્રીનનું વેચાણ ઘટી જાય.
15. આપણા શરીરમાં વીટામીન ડી એક બહુ જ શક્તીશાળી આરોગ્ય રસાયણ છે, અને શરીર એને મફતમાં જ બનાવે છે, કોઈ પ્રીસ્ક્રીપ્સનની જરુર પડતી નથી.
આના જેવાં જ બીજાં ગુણવત્તા ધરાવનાર એન્ટીઑક્સીડન્ટ દાડમ જેવાં ઉત્તમ ફળ (દાડમનો રસ વન્ડરફુલ), અકાઈ, બ્લુબેરી વગેરે છે.
વીટામીન ડીની ઉણપથી થતા રોગો અને સમસ્યાઓ
• ઓસ્ટીઓપોરોસીસ (અસ્થીભંજકતા) સામાન્ય રીતે વીટામીન ડીના અભાવથી થાય છે, જેમાં કેલ્શ્યમનું અવશોષણ મોટા પ્રમાણમાં અટકી પડે છે.
• પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયનું કેન્સર, ડીપ્રેશન, કોલન કેન્સર અને દ્વી વ્યક્તીત્ત્વ (સીઝોફ્રેનીઆ) જેવા રોગો સામે પુરતા પ્રમાણમાં વીટામીન ડી હોય તો રક્ષણ મળે છે.
• સુક્તાન (rickets) ખાસ કરીને બાળકોમાં વીટામીન ડીની ઉણપથી થાય છે, જેમાં હાડકાં પોચાં પડી જાય છે.
• વીટામીન ડીની ઉણપથી ડાયાબીટીસ 2 વકરી શકે અને સ્વાદુપીંડમાં ઈન્સ્યુલીનનું ઉત્પાદન ઘટી જઈ શકે.
• વધુ પડતા વજનવાળા લોકોમાં વીટામીન ડીના ઉપયોગમાં અવરોધ પેદા થાય છે. આથી એવા લોકોને બમણા વીટામીન ડીની જરુરત રહે છે.
• સોરાયસીસ જેવા ચામડીના દારુણ વ્યાધીની સારવારમાં વીટામીન ડી આખી દુનીયામાં વપરાય છે.
• વીટામીન ડીના અભાવે દ્વી વ્યક્તીત્ત્વની સમસ્યા પેદા થાય છે.
• કુદરતી સુર્યપ્રકાશ સપ્તાહમાં 2-3 વાર લેવાથી ડાયાબીટીસ અને કેન્સર જેવા ગંભીર રોગોથી 50%-80% જેટલો બચાવ થઈ શકે છે.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: