Archive for સપ્ટેમ્બર 18th, 2017

આરોગ્ય ટુચકા 66. અખરોટ

સપ્ટેમ્બર 18, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 66. અખરોટ: સ્વાસ્થ્યની દૃષ્ટીએ અખરોટ બહુ સારી ગણાય છે. અખરોટમાં ફાઈબર, વીટામીન બી, મેગ્નેશીયમ અને એન્ટી ઓક્સીડન્ટ વધુ માત્રામાં હોય છે. તે વાળ અને ત્વચાને સ્વસ્થ રાખે છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસીડ હોય છે અને તે અસ્થમા, આર્થરાઈટીસ, ત્વચાની સમસ્યાઓ, એક્ઝીમા અને સોરાયસીસ જેવી બીમારીઓમાં સુરક્ષા પુરી પાડે છે. ૧૦થી ૨૦ ગ્રામ અખરોટ ગાયના નવશેકા દુધ સાથે નીત્ય સેવન કરવાથી વૃદ્ધાવસ્થા દુર રહે છે. એક શોધ પ્રમાણે નીયમીત અખરોટનું સેવન કરવાથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે.

Advertisements