Archive for ઓક્ટોબર, 2017

આરોગ્ય ટુચકા 96. એરોબીક્સ અને અલ્ઝાઈમર

ઓક્ટોબર 31, 2017

આરોગ્ય ટુચકા 96. એરોબીક્સ અને અલ્ઝાઈમર : એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે નીયમીત એરોબીક્સ કરનારા લોકોને અલ્ઝાઈમરનું જોખમ ઓછું થઈ જાય છે. અલ્ઝાઈમર વૃદ્ધાવસ્થાનો રોગ છે જેમાં દરદી રોજીંદી બાબતોને ભુલવા લાગે છે. ઘણી વાર દરદી બજારમાં ખરીદી કરીને ઘરે પાછા ફરતી વખતે ઘરનો રસ્તો ભુલી જાય છે. તો કેટલાંક પોતાનું તથા સંબંધીઓનું નામ અને ચહેરો પણ ભુલી જાય છે. અમેરીકામાં થયેલા એક સંશોધન પ્રમાણે યુવાવસ્થાથી જ પગપાળા ચાલવું, જીમ્નેશીયમમાં કસરત કરવી, કોઈ રમતમાં ભાગ લેવાનું શરુ કરી દેવું જોઈએ. શારીરીક સક્રીયતા જેટલી વધારે હશે, અલ્ઝાઈમરનું જોખમ તેટલું ઓછું રહેશે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે નીયમીત કસરતની માનવ મગજ પર સારી અસર પડે છે.

આરોગ્ય ટુચકા 95. આંબા હળદર

ઓક્ટોબર 30, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 95. આંબા હળદર: આંબાહળદર આયુર્વેદનું જાણીતું ઔષધ છે. આંબાહળદર સહેજ કડવી, ખાટી, તુરી, રુચી ઉત્પન્ન કરનાર, ગરમ અને સારક છે. તે સોજો, વ્રણ, કફ, દમ, હેડકી, શુળ, વાયુ, મોંઢાના ચાંદા અને રક્તદોષ મટાડે છે. આંબાહળદર અને કાળીજીરીનું ચુર્ણ શરીરે ચોળવાથી શરીરની ખંજવાળ મટે છે. બને ત્યાં સુધી આંબાહળદરનો ઉપયોગ ચોપડવામાં અને ખાવામાં કરવામાં આવે છે. આંબાહળદરના સુકા કંદ બજારમાં મળે છે. પગના મચકોડના સોજા પર આંબાહળદર ગરમ પાણીમાં ઘસીને સવાર-સાંજ લેપ કરવાથી સોજો અને મચકોડનો દુખાવો મટી જાય છે. જો મુઢમારનો સોજો આવ્યો હોય તો આંબાહળદરના લેપથી સોજો અને દુખાવો મટી જાય છે. આંબાહળદરની સુગંધ આંબા જેવી હોવાથી આયુર્વેદમાં તેને આમ્ર હરીદ્રા કહે છે.

આરોગ્ય ટુચકા 94. ઓલીવ ઑઈલનું પરીક્ષણ

ઓક્ટોબર 29, 2017

આરોગ્ય ટુચકા 94. ઓલીવ ઑઈલનું પરીક્ષણ : બી. જે. મિસ્ત્રીના અંગ્રેજી ઈમેલમાંથી લીધેલું
તમે ખરીદેલું ઓલીવ ઑઈલ શુદ્ધ છે કે કેમ તે શી રીતે જાણશો?
ઓલીવ ઑઈલની બોટલને ફ્રીજમાં મુકી દો. અડધા કલાક પછી જો એણે ઘન સ્વરુપ પકડ્યું હોય તો એ ચોખ્ખું ઓલીવ ઑઈલ છે એમ જાણવું, કેમ કે એમાં મોટા પ્રમાણમાં એકાકી અસંપૃક્ત (monounsaturated) ચરબી હોય છે, જે ઠરી જાય છે. પરંતુ જો એ ઠરી ન જાય તો એ બનાવટી કે ભેળસેળવાળું તેલ હોવું જોઈએ.
આમ છતાં એના પરનું લખાણ ચકાસી જુઓ. જેમ કે “ઑસ્ટ્રેલીઅન એક્સટ્રા વર્જીન સર્ટીફાઈડ” અથવા “કેલીફોર્નીઆ ઓલીવ ઑઈલ કાઉન્સીલ સર્ટીફાઈડ એક્સટ્રા વર્જીન” જેવું લખાણ હોય તો એ ઠરી જવું જ જોઈએ. એમ ન થાય તો કોઈકે એમાં બનાવટ કરી હોવી જોઈએ.

આરોગ્ય ટુચકા 93. આહારના પાચન માટે બે ઉકાળા

ઓક્ટોબર 27, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 93. આહારના પાચન માટે બે ઉકાળા :
(1) હર્બલ ઉકાળો : 1 એલચીનું ચુર્ણ, 2-3 મરીનો ભૂકો, 2-3 સ્ટીક તજનો ભૂકો, 4-5 તુલસીનાં પાન, 1 ચમચી સૂંઠ
રીત- એક તપેલીમાં એક ગ્લાસ પાણી લેવું અને તેમાં આ બધી સામગ્રી નાખીને તેને દસ મીનીટ સુધી ધીમા તાપે ઉકાળવું. ઉકાળો ગાળીને સહેજ ઠંડો થાય એટલે પી લેવું. વધુ સારો ફાયદો મેળવવા માટે આ ઉકાળાને દીવસમાં બે વાર પીવો જોઈએ. સવારે ખાલી પેટ આ ઉકાળો પીવામાં આવે તો ઘણો વધારે ફાયદો મળી શકે. ઉકાળો વધુ તીખો લાગે તો તેમાં નાની ગાંગડી ગોળ પણ ઉમેરી શકાય.
(2) કાળા મરીનો ઉકાળો : એક નાની ચમચી અથવા પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તેટલું કાળા મરીનું ચુર્ણ અને ચાર ચમચી લીંબુનો રસ પાણીમાં મીક્સ કરીને ગરમ કરો. પછી ઠંડું થાય ત્યારે એમાં એક ચમચી મધ મીક્સ કરીને પીવું. એનું દરરોજ સેવન કરવાથી પાચનક્રીયામાં લાભ ઉપરાંત શરદી-ઉધરસમાં રાહત મળશે અને શરીરની વધારાની ચરબીને પણ ઘટાડવામાં મદદ થશે.

આરોગ્ય ટુચકા 92. કેલ્શ્યમ

ઓક્ટોબર 26, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 92. કેલ્શ્યમ: પુરતા પ્રમાણમાં દુધ લેવામાં ન આવે તો શરીરમાં કેલ્શ્યની ખોટ વર્તાય છે. મોટી ઉંમરે હાડકાં તુટી જવાનું કારણ કેલ્શ્યનો અભાવ છે. 100 ગ્રામ દુધમાંથી 125 મી. ગ્રા. કેલ્શ્યમ મળે છે. એક કપ દુધ એટલે લગભગ 250 ગ્રામ દુધમાંથી 300 મી.ગ્રા. કરતાં થોડું વધુ કેલ્શ્યમ મળે છે. પુખ્ત વયનાં લોકોને રોજનું 1000થી 1300 મી. ગ્રા. કેલ્શ્યમ જરુરી છે. વધારાના કેલ્શ્યમ માટે રોજ એક કેળું ખાવું જોઈએ. રોજ આઠથી દસ દાણા કોઈ સુકો મેવો ખાવો જોઈએ. ચાર પેશી ખજુર લેવું જોઈએ. અંજીરમાંથી પણ કેલ્શ્યમ મળે છે. બધાં જ લીલાં શાકભાજી, બધાં જ કઠોળ, બધાં અનાજ અને ભાજી, કાકડી, કોબીજ વગેરેમાંથી પણ કેલ્શ્યમ મળે છે. આથી રોજનું જરુરી કેલ્શ્યમ મળી રહે એ માટે આ બધા આહારનું યોગ્ય પ્રમાણ જાળવવું જોઈએ.

આરોગ્ય ટુચકા 91. આ સાચું?

ઓક્ટોબર 25, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 91. આ સાચું? અનાજ અને કઠોળમાંથી મળતું પ્રોટીન ૧૦૦ ગ્રામથી વધુ લેવામાં આવે તો ગાઉટ કે પથરી થવાનો ભય રહે છે. અનાજ અને કઠોળનો લોટ ચાળ્યા વગર વાપરવાથી ફાઈબર, વીટામીન અને ખનીજનો લાભ મળે છે. ફણગાવેલાં કઠોળમાંથી પણ એ ત્રણે સારા પ્રમાણમાં મળે છે. કેળાં, સફરજન, નારંગી, દ્રાક્ષ, ટેટી, તરબુચ, કેરી, જામફળ, ચીકુ, પાઈનેપલ પૈકી કોઈપણ ત્રણ ફળ દરરોજ ખાવાં જોઈએ.

આરોગ્ય ટુચકા 90. પૌષ્ટીક આહાર

ઓક્ટોબર 24, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 90. પૌષ્ટીક આહાર: બદામ, પીસ્તા, કાજુ, મગફળી, અખરોટ, તલ, સરસવ, મગ, વાલ, અડદ, રાજમા, ચણા, વટાણા, ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરેમાંથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વીટામીન, ખનીજ વગેરે સારા પ્રમાણમાં મળે છે, પરંતું એમાં સુકો મેવો વધુ પ્રમાણમાં કૅલરી આપતો ખોરાક હોવાથી વજન વધવાની શક્યતા છે, આથી ઓછા પ્રમાણમાં ખાવાનો ખ્યાલ રાખવો જોઈએ. તળેલો અને ખુબ મીઠું નાખેલો સુકો મેવો નુકસાનકારક છે.

આરોગ્ય ટુચકા 89. અવાજ બેસી જવો

ઓક્ટોબર 23, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 89. અવાજ બેસી જવો: અવાજ બેસી ગયો હોય તો (૧) રોજ રાતે અજમો ચાવતાં ચાવતાં બે ચમચી દીવેલ પેટમાં ઉતારી જવું. (૨) શ્વાસકાસ ચીંતામણીરસ નામની ગોળી પીસીને સવાર-સાંજ મધમાં ચાટી જવી. અને (૩) હળદર નાખી ઉકાળેલું પાણી પીવું.
અવાજ વાયુના પ્રકોપથી બેસી જાય છે. વાયુ ગળાના સ્વરતંત્રની આંતરત્વચા સુકવી નાખે છે, તેથી અવાજ બેસી જાય છે. દીવેલ અને અજમો મળશુદ્ધી અને વાયુશુદ્ધી કરે છે. મધમાં ચાટવાની દવાઓ પણ એ જ કરે છે. હળદરવાળું હુંફાળું પાણી સ્વરયંત્રને સ્નીગ્ધ કરે છે. જો વાયુના પ્રકોપ સીવાય બીજા કોઈ કારણથી અવાજ બેસી ગયો ન હોય તો આ ઉપચાર કરવો.

આરોગ્ય ટુચકા 88. ડેન્ગ્યુ ફીવર

ઓક્ટોબર 22, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 88. ડેન્ગ્યુ ફીવર: એના અકસીર ઈલાજ માટે પપૈયાના ઝાડનાં બે સારાં લીલાં પાન તોડીને સાદા પાણીથી (ગરમ પાણીથી નહીં) બરાબર ધોવાં. એને છુંદીને રસ કાઢી સુતરાઉ કપડાથી ગાળવો. એકાદ ચમચી જેટલો રસ નીકળશે. પાકું પપૈયું મીઠું હોય છે, પણ એનાં પાંદડાંનો રસ ખુબ જ કડવો હોય છે. આ રસ દર્દીને પાયા પછી એને થોડી વાર સુધી કશું ખાવાનું આપવું નહીં. ચોવીસ કલાકમાં માત્ર એક વાર આ રસ આપવો. આ સારવારથી બહુ ઝડપથી તાવ ઉતરી જાય છે.

આરોગ્ય ટુચકા 87. આખું અનાજ

ઓક્ટોબર 21, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 87. આખું અનાજ: આખા અનાજથી હાર્ટ એટેક નહીં આવે.
ચાળ્યા વગરના લોટમાંથી ભાખરી, રોટલી, રોટલા બનાવીને ખાવાથી, બ્રાઉન બ્રેડ અને લાલ ચોખા ખાવાથી, કોર્નફ્લેક્ષ, ઓટમીલ અને ‘સીરીઅલ’ (જાડો શેકેલો લોટ) ખાવાથી શરીરને ખુબ ફાઈબર, અગત્યનાં ખનીજો (લોહ, કોબાલ્ટ, તાંબુ, મેંગેનીઝ, જસત, સીલેનીઅમ), વીટામીનો વગેરે મળે છે. એનાથી હાર્ટ-એટેકનું પ્રમાણ ૧૫ થી ૩૫ ટકા ઘટી જાય છે. આખા અનાજમાંથી વનસ્પતીમાં રહેલ ‘સ્ટરોલ્સ’, ‘ફ્લેવેનોઈડ્ઝ’ અને એન્ટીઓક્સીડન્ટ મળે છે. વળી આ ખોરાક ખાવાથી પેટ જલદી ભરાઈ જાય છે જેથી ખોરાક વધુ પડતો લેવાઈ જતો નથી, આથી વજન વધી જતું નથી. પ્રોસેસ કરેલા ‘ઓટમીલ’, ‘સીરીઅલ’ અને ‘કોર્નફ્લેક્ષ’માં વધારાનાં વીટામીન, રેસીન અને સુકો મેવો નાખેલો હોય છે જે આરોગ્યમાં વધુ મદદરુપ થાય છે.