Archive for ઓક્ટોબર 2nd, 2017

આરોગ્ય ટુચકા 76. ઉંઘ માટે

ઓક્ટોબર 2, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 76. ઉંઘ માટે: વધુ વીગતો જાણવા માટેની લીન્ક: અનીદ્રા HTTP://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/01/05/
(1) અળસીનું તેલ અને એરંડીયું (દીવેલ) સરખા ભાગે મેળવી-મીશ્ર કરી કાંસાના પાત્રમાં ખલીને તેનું અંજન કરવાથી ખુબ સારી ઉંઘ આવે છે. (2) અશ્વગંધામાં ઉંઘ લાવવાનો ગુણ છે. એના લેટીન નામનો અર્થ થાય છે ‘ઉંઘ લાવનાર.’ અશ્વગંધાનાં સડેલાં ન હોય એવાં પુષ્ટ મુળીયાનું બારીક ચુર્ણ (જે બજારમાં તૈયાર પણ મળે છે) અડધીથી એક ચમચી જેટલું ઘીમાં શેકી એક ગ્લાસ દુધમાં જરુરી પ્રમાણમાં સાકર નાખી ઉકાળીને ઠંડુ પડે પછી પીવાથી સારી ઉંઘ આવે છે. જો ઘી માફક આવતું હોય તો આ કરી શકાય. નહીંતર એક ગ્લાસ દુધમાં એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ અને બે ચમચી સાકર નાખી ઉકાળી ઠંડું પાડી ઉંઘ ન આવતી હોય તો રોજ રાત્રે પીવું જોઈએ, જેથી સારી ઉંઘ આવે છે. (3) પગના તળીયે ગાયનું ઘી ઘસવાથી ઉંઘ સારી આવે છે. (4) ઉંઘ ન આવતી હોય તો ૦.૩થી ૦.૬ ગ્રામ જાયફળ અને એટલું જ પીપરીમુળનું ચુર્ણ દુધ સાથે સુવાના અર્ધા કલાક પહેલાં લેવું. (5) ઉંઘ આવતી ન હોય તો શેકેલા જાયફળનું ચુર્ણ ૧ ગ્રામ, જટામાસીનું ચુર્ણ ૧ ગ્રામ, અશ્વગંધાનું ચુર્ણ ૩ ગ્રામ, ગંઠોડાનું ચુર્ણ ૨ ગ્રામ અને સર્પગંધાનું ચુર્ણ ૦ .૧૬ ગ્રામ (એટલે ચોખા ભાર) એક ચમચી મધ અથવા ઘીમાં ચાટવાથી સરસ ઉંઘ આવે છે. (6) ડુંગળી ખાવાથી ઉંઘ આવે છે. દુધી પણ ઉંઘ લાવનારી છે. (7) રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી સારી ઉંઘ આવે છે, પેટ સાફ આવે છે. (8) નાયાસીન એટલે વીટામીન ‘બી2’, શેકેલી મગફળી (શીંગ), વટાણા, બટાટા, ચોખા, બ્રાઉન બ્રેડ, બદામ વગેરેમાંથી મળે છે. એનાથી સારી ઉંઘ આવે છે. (9) શેરડીના રસમાં થોડું ગંઠોડાનું ચુર્ણ નાખી પીવાથી ઉંઘ સારી આવે છે. (10) સુંઠ નાખી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે. ઉંઘ નીયમીત થાય છે.

Advertisements