આરોગ્ય ટુચકા 79. કોથમીર

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 79. કોથમીર: કીડનીની સફાઈ માત્ર થોડી કાળજીથી એકદમ કિફાયત ભાવે !!!
વર્ષો સુધી આપણી કીડની લોહીને શુદ્ધ કરીને તેમાંથી ક્ષાર રૂપે આપણા શરીરમાંથી અશુદ્ધીનું ઝેર કાઢતી રહેતી હોય છે. આપણા દેશી ઉપચાર દ્વારા કોથમીરનો ઉપયોગ કરીને નીર્દોષ અને સાદગી ભરેલી રીતે પણ કીડનીની માવજત કરી શકાય જેની રીત અજમાવવા જેવી છે.
૧. પ્રથમ લીલી કોથમીરની ઝુડી લઇ બરાબર પાણીથી સાફ કરીને પાંદડાંને ડાળખાંથી તોડીને જુદાં કરો અને એક નાના વાસણમાં પાણીમાં રાખો.
૨. હવે પાંદડાંના એકદમ નાના ટુકડા કરીને એક તપેલીમાં પીવાના પાણીમાં દશ મીનીટ સુધી ઉકાળો, પછી ઝીણી જાળીવાળી ગળણી કે સારા સફેદ સુતરાઉ કપડામાંથી આ કોથમીરના ઉકાળાને ગાળીને ઠંડો પડવા દો. જયારે તે ઠંડો થઇ જાય ત્યારે ફરીવાર એને સારા સફેદ સુતરાઉ કપડામાંથી ગાળો અને સ્વચ્છ કરેલી બાટલીમાં ભરીને રેફ્રીજરેટરમાં રાખો.
૩. આ પાણી દરરોજ સવારે પીઓ. તમે જયારે પેશાબ ઉતારો ત્યારે અચૂક નજર કરશો કે તમારા શરીરમાંથી મુત્ર વાટે કેટલો કચરો અને અશુદ્ધી બહાર નીકળે છે, પેશાબના રંગ પરથી તરત જ માલમ પડી જશે અને થોડા દિવસોમાં તમારા આરોગ્યમાં પણ તાજગીનો અનુભવ થવા લાગશે.
કોથમીરનો આ દેશી ઉપચાર તદ્દન નીર્દોષ અને બીનહાનીકારક છે. શ્રધ્ધા અને વીશ્વાસ પુર્વક અજમાવી જુઓ, તમારા અનુભવ પછી જો કાંઈ ફેર લાગે તો તમારા મીત્રો અને સંબધીઓને પણ સુચવજો.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “આરોગ્ય ટુચકા 79. કોથમીર”

  1. Anil Says:

    Ketlu pani pivanu?

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે અનિલભાઈ,
    આ ઈમેલ મને જેમણે ફોરવર્ડ કરેલી તેમણે એ કોના તરફથી છે તે કશું જણાવ્યું ન હતું, કે કેટલું પાણી પીવાનું તે પણ જણાવ્યું ન હતું. બધાંને જાણ કરવા જણાવ્યું હતું. પણ મને લાગે છે કે પહેલાં ઓછા પ્રમાણમાં, જેમ કે ૧૦૦ મી.લી. જેટલું લેવું, અનુકુળ લાગે તો થોડું વધારતા જવું. અનુકુળ ન જણાય, કે કોઈ વીપરીત અસર થાય તો પ્રયોગ બંધ કરવો. જો કે કેટલીક વાર આવા પ્રયોગ વખતે શરીરમાં અશુદ્ધી હોય તે નીકળે ત્યારે વીપરીત અસર થઈ હોય એમ પણ લાગે. આથી જ કોઈ પણ પ્રયોગ તમારા વીશ્વાસુ આરોગ્ય ચીકીત્સકની દેખરેખ હેઠળ કરવો જોઈએ, સીવાય કે તમે જોખમ ખેડવા માગતા હો. અને વીપરીત અસર થાય તો તેને દુરસ્ત કરવાની તૈયારી હોય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: