ઉંદરોનો ત્રાસ

ઉંદરોનો ત્રાસ
પીયુષભાઈના વીડીઓ પરથી ટુંકાવીને
બ્લોગ પર તા. 6-10-2017
કુદરતી ઉપાયો દ્વારા ઉંદરોના ત્રાસથી કેવી રીતે કાયમ માટે મુક્તી મેળવવી?
સૌ પ્રથમ તો ઘરમાં જ્યાં જ્યાં છીદ્રો – કાણાં કે ફાટ હોય, દીવાલમાં કે બીજી કોઈ જગ્યાએ તે બધાં પુરી દો. હવે આપણે કોઈ પણ પ્રકારની ઝેરી દવા કે રસાયણ વાપર્યા વીના ઉંદરોથી મુક્તી કેવી રીતે મેળવવી તેના ઉપાયો જોઈએ.
1. પહેલી રીત છે સોડા લેમન જેવાં પીણાના ઉપયોગની. રાત્રે સોફ્ટ ડ્રીન્કની જુની બોટલોમાં થોડું થોડું સોફ્ટ ડ્રીન્ક રેડી ઘરમાં જ્યાં ઉંદરો આવતા જણાતા હોય ત્યાં બધી જગ્યાએ મુકો. ત્યાં ઉંદરો માટે મગફળી કે એના જેવું કંઈક ખાવાનું પણ મુકો, જેથી ઉંદર ત્યાં આવે. સવારમાં ત્યાં ઉંદર મરેલા પડેલા જોવામાં આવશે.
2. બીજી પદ્ધતીમાં પ્લાસ્ટર ઓફ પેરીસનો ઉપયોગ કરવામાં આવે છે, જે લોટનો આભાસ પેદા કરે છે. બે ચમચા (ટેબલસ્પુન) લોટ અને એક ચમચો સુકું પ્લાસ્ટર ઑફ પેરીસ મીક્સ કરો. એમાં એક ચમચો મીઠું (નમક) ભેળવો. એને ઉંદર આવતા હોય તે જગ્યાએ મુકી રાખો. નજીકમાં પાણી રાખો. આ ખાવાથી ઉંદરોને તરસ લાગશે અને પાણી પીશે એટલે પ્લાસ્ટર સખત બની જશે.
3. ત્રીજી પદ્ધતીમાં પ્લાસ્ટર ઑફ પેરીસમાં લોટની જગ્યાએ ચોકલેટનો પાઉડર લો. બે ચમચા પ્લાસ્ટર ઑફ પેરીસ અને એક ચમચો ચોકલેટ પાઉડર મીક્સ કરો. એને ઉંદર આવતા હોય તે જગ્યાએ મુકો, અને નજીકમાં પાણી રાખો. પાણી અને ચોકલેટ મીક્સચર ઉંદરોના પેટમાં ફુલવાથી ઉંદરોથી છુટકારો મળશે.
4. ચોથી પદ્ધતી: બીલાડી પાળો. (જો કે મારા અનુભવમાં તો અમે બીલાડી પાળી હતી, છતાં ઉંદરોના ત્રાસથી મુક્તી મળી ન હતી. બીલાડીને ખાવાનું પુરતું મળી રહેતું તેથી કદાચ એને ઉંદરો પકડવાની રુચી જ ન હતી.)
5. આ સીવાય બીજો એક ઉપાય મારા જાણવામાં આવ્યો છે. ટર્પેન્ટાઈનમાં નકામા કપડાંના મોટા મોટા ટુકડા બોળી, પોતાં બનાવી ઉંદર આવવાના દરેક દર પાસે અથવા ઘરના તમામ ખુણે દબાવી દેવા. દરરોજ પોતાં તાજાં બનાવી મુકતા રહેવું. ઉંદરો જરુર ભાગી જશે.
6. એલ્યુમીનીયમની ફોઈલ ઉંદર આવતા હોય ત્યાં મુકી રાખવાથી એના ચળકાટને કારણે પણ ઉંદરો આવશે નહીં.
આ છેલ્લી બે તરકીબ મને વધુ ઠીક લાગે છે – એના અહીંસકપણાને કારણે.આ બે ઉપાય એવા છે કે એનાથી ઉંદરો મરી જતા નથી, પણ ભાગી જાય છે. છેલ્લો ઉપાય મારાં પત્નીએ હાલમાં થોડા વખતથી શરુ કર્યો છે અને જે જગ્યાએ ફોઈલ મુકી છે ત્યાં ઉંદર દેખાયા નથી.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: