Archive for ઓક્ટોબર 11th, 2017

આરોગ્ય ટુચકા 82. કઢીલીમડો અને ડાયાબીટીસ

ઓક્ટોબર 11, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 82. કઢીલીમડો અને ડાયાબીટીસ: લંડનની કીંગ્સ કોલેજના સંશોધનકર્તાઓએ ભારત, થાઈલેન્ડ, ઘાના અને ચીનમાં પરંપરાથી વપરાતી વનસ્પતીઓ પર પ્રયોગો કર્યા છે. તેમનું કહેવું છે કે ભારતમાં વપરાતાં કઢીલીમડાનાં પાંદડાં ડાયાબીટીસમાં મદદગાર બને છે. કેટલીક જગ્યાએ એને મીઠો લીમડો પણ કહેવામાં આવે છે. કઢીલીમડો લોહીમાંના ગ્લુકોઝના પ્રમાણને નીયંત્રીત કરી શકે છે.

Advertisements