ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 83. લસણ: હૃદય માટે કેમ ફાયદાકારક? વૈજ્ઞાનીકો કહે છે કે એનું રહસ્ય શોધી કાઢવામાં આવ્યું છે. એ છે લસણમાં રહેલું એલીસીન નામનું રસાયણ. એના વડે સલ્ફરનાં સંયોજનો બને છે, જેનાથી તીવ્ર વાસ આવે છે. અને એને લીધે જ શ્વાસમાં દુર્ગંધ આવે છે. સલ્ફરનાં આ સંયોજન લોહીના રક્તકણ સાથે પ્રતીક્રીયા કરીને હાઈડ્રોજન સલ્ફાઈડ બનાવે છે, જે રક્તવાહીનીઓને લોહીના વહનમાં મદદરુપ થાય છે, અને રક્તવાહીનીઓ પર દબાણ ઘટી જઈ એમને આરામ મળે છે. આથી બ્લડપ્રેશર ઘટે છે. જો કે વૈજ્ઞાનીકોએ ચેતવણી આપી છે કે લસણના વધુ પડતા ઉપયોગથી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. હાઈડ્રોજન સલ્ફાઈડથી જ સડેલા ઈંડા જેવી વાસ આવે છે.
ટૅગ્સ: આરોગ્ય ટુચકા 83. લસણ
પ્રતિસાદ આપો