Archive for નવેમ્બર, 2017

આરોગ્ય ટુચકા 115. યુવાની લંબાવવા માટેના દસ નીયમો

નવેમ્બર 30, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 115. યુવાની લંબાવવા માટેના દસ નીયમો: વોશીંગટનમાં પ્રકાશીત થયેલા ‘યુવાન રહેવાનું વીજ્ઞાન’નામના પુસ્તકમાં સેન્ટ લુઈસ યુનીવર્સીટીના એમ.ડી. જ્હોન મોરલીએ જીવનશૈલી સુધારવા અંગે દસ નીયમોની જાણકારી આપી છે. આ રહ્યા એ દસ નીયમો:
1. હંમેશાં આનંદમાં રહો.
2. જીવનની દરેક ઘટનાનો સ્વીકાર કરી લો.
3. ઉત્તમ પોષણયુક્ત અને સંતુલીત આહાર લો, જેમાં બધાં મીનરલ, વીટામીન વગેરેનો સમાવેશ થતો હોય.
4. સામાન્ય કસરતની આદત પાડો. જેમકે નીયમીત ચાલવું, યોગાસન, કોઈ રમત વગેરે.
5. શારીરીક ક્રીયામાં વધારો કરો. લાંબા સમય સુધી બેસી રહેવું નહીં.
6. પુરતી ઉંઘ લો.
7. મગજને સતેજ રાખવા માટે સતત એને કસતા રહો.
8. ચીંતામુક્ત રહો.
9. વજનમાં ઘટાડો ન થાય તેની દરકાર રાખો.
10. સ્વયં આશ્રીત રહો.
આ બાબતોનું ધ્યાન રાખવાથી યુવાની ટકી રહે છે.

આરોગ્ય ટુચકા 114. આમળાં – 70 સુધી યૌવન

નવેમ્બર 29, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 114. આમળાં – 70 સુધી યૌવન: આપણી ધમનીમાં કોલેસ્ટ્રોલ એટલે એક પ્રકારની ચરબી જામવાથી ઘડપણ જલ્દી આવે છે, પરંતુ યૌવન ટકાવી રાખવા અને ઘડપણ આવી ગયું હોય તો રોકવા વીટામીન ‘સી’થી ભરપુર આમળાં અને લીલાં શાકભાજી મદદકર્તા થઈ શકે છે. એ માટે આમલકી રસાયન ચુર્ણ કે ચ્યવનપ્રાશાવલેહનું સેવન ઉત્તમ માનવામાં આવેલ છે.
જો કે બજારમાં મળતાં ઘણાં ચ્યવનપ્રાશમાં વીટામીન ‘સી’ મોટા પ્રમાણં નષ્ટ થઈ ગયેલું હોય છે, કેમ કે એને અમુક ચોક્કસ ગરમી આપીને તૈયાર કરવામાં આવે તો જ વીટામીન ‘સી’ જળવાઈ રહે છે. આથી વીશ્વાસુ ફાર્મસીનું જ આ ઔષધ ખરીદવું. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ બનાવવમાં આવેલ ચ્યવનપ્રાશ નીયમીત લેવામાં આવે તો ઘડપણ ઘણું મોડું આવે છે.

આરોગ્ય ટુચકા 113. રક્તસ્રાવી હરસમાં અંજીર

નવેમ્બર 28, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 113. રક્તસ્રાવી હરસમાં અંજીર: અંજીર રક્તસ્રાવી હરસ-મસાનું અકસીર ઔષધ છે. જો મળમાર્ગના મસામાંથી રક્તસ્રાવ થતો હોય તો થોડા દીવસ આ પ્રમાણે ઉપચાર કરવો. બેથી ત્રણ નંગ સુકાં અંજીર રોજ રાત્રે પાણીમાં પલાળી દેવાં અને સવારે ખુબ ચાવીને ખાઈ જવાં. એ જ રીતે બીજા બે ત્રણ અંજીર સવારે પલાળી દઈ સાંજે ખાઈ જવાં. દસથી બાર દીવસ આ ઉપચાર કરવો. રક્તસ્રાવી મસા શાંત થઈ જશે.

આરોગ્ય ટુચકા 112. સાયનસ

નવેમ્બર 27, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 112. સાયનસ: એક અરીઠાને પાણીમાં થોડી વાર પલાળી રાખવું. પછી અરીઠાને એ પાણીમાં મસળી બહાર કાઢી લેવું. અરીઠાના સત્ત્વવાળા આ પાણીનાં બબ્બે, ચાર-ચાર ટીપાં બંને નસકોરામાં મુકી ઉપર ખેંચવું. આ પ્રકારના એક વારના પ્રયોગથી 6થી 8 કલાક માટે નાક ખુલી જાય છે અને સવાર-સાંજ અથવા જરુર હોય તે પ્રમાણે બે-ત્રણ દીવસ આ પ્રયોગ કરવાથી ‘સાયનસ’ અથવા નાક બંધ થઇ જવાની તકલીફ દુર થાય છે. આ પ્રાકૃતીક નેઝલ ડ્રોપ્સથી મસ્તકમાં બે-ચાર મીનીટ સુધી તીવ્ર ઝણઝણાટી જરુર થાય છે. પણ તે સહન થાય તેટલી માત્રામાં હોય છે. સાથે નાક દ્વારા મગજમાં જમા થયેલ કફ પણ તરત જ બહાર નીકળી આવે છે.

હળદર વીષે વધુ

નવેમ્બર 25, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
હળદર વીષે વધુ
પીયુષભાઈના અંગ્રેજી ઈમેલ પરથી (બ્લોગ પર તા. 25-11-2017 )
જુઓ સંદર્ભ:
https://dailyhealthpost.com/improve-turmeric-bioavailability/
હળદરનો શરીરને લાભ ક્યારે મળી શકે તે બાબત આ લોકપ્રીય મસાલાનો ઉપયોગ કરતી વખતે ઘણું ખરું ધ્યાનમાં લેવામાં આવતું નથી.
હળદરની લોકપ્રીયતા વધતી જાય છે અને તે યોગ્ય કારણોસર. હળદરને પીળો રંગ આપનાર તત્ત્વ કર્ક્યુમીન કહેવાય છે, અને એ જ આપણા સ્વાસ્થ્ય માટે ઘણુંખરું લાભકર્તા છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હળદરના અને એના મુખ્ય ઘટક કર્ક્યુમીનના ૬૦૦ કરતાં પણ વધુ સ્વાસ્થ્ય લાભો છે.
આહારમાં હળદરનો સમાવેશ કરવાથી સ્વાસ્થ્યમાં જરુર લાભ થાય જ છે, પણ એ સાથે શરીરને એ ક્યારે લાભકર્તા થાય તે માટે કેટલીક બાબતો જાણવી જરુરી છે.
હળદરનાં મહત્ત્વનાં પોષક તત્ત્વો સહેલાઈથી પચી શકતાં નથી.
પહેલાં કહ્યું તેમ કર્ક્યુમીનનું પાચન થાય એ માટે આપણે આહારમાં હળદર લઈએ છીએ. પણ મોટી સમસ્યા એ છે કે કર્ક્યુમીનનું સહેલાઈથી પાચન થતું નથી.
કેટલાંક પ્રાણીઓ પર તેમ જ હોસ્પીટલમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગમે તેટલા પ્રમાણમાં હળદર ખાવામાં આવી હોય તો પણ લોહીના પ્લાઝમામાં, પેશાબમાં અને ઉપરની પેશીઓમાં કર્ક્યુમીનનું પ્રમાણ સાવ નજીવું હોય છે. હળદરનું આવું ઓછું પાચન સ્વાસ્થ્યને લાભ પહોંચાડશે નહીં.
આ માટે
૧. હળદરનો ઉપયોગ હંમેશાં કાળાં મરી નાખીને કરો
કાળાં મરી એકલાં પણ દવા તરીકે બહુ જ મહત્ત્વ ધરાવે છે, અને એ હળદરનું શક્તીશાળી સહાયક ઔષધ છે.
જો આપણે લીલી હળદરના ખાસ્સા પ્રમાણમાં ટુકડાઓ લઈએ તો એકાદ કલાકમાં લોહીમાં નાનો સરખો ઉછાળો કર્ક્યુમીનનો જોવા મળશે. બહુ મોટો વધારો થયેલો જોવા મળશે નહીં, કેમ કે આપણું લીવર એને દુર કરવા સતત ક્રીયાશીલ હોય છે. પણ જો એ ક્રીયાને અટકાવવા માટે પા ચમચી કાળાં મરી લેવામાં આવે તો? તો કર્ક્યુમીનનું પ્રમાણ પુશ્કળ વધી ગયેલું જોવા મળશે. ખાવામાં તો કર્ક્યુમીનનું પ્રમાણ તેનું તે જ હતું, પણ શરીરમાં એનું અવશોષણ ૨૦૦૦% જેટલું વધી જાય છે. માત્ર એક ચપટી મરી – નાની ચમચીનો વીસમો ભાગ પણ ગણનાપાત્ર વધારો કરે છે. અને તમે જાણો છો? આપણી રસોઈમાં હળદર ઉપરાંત ગરમ મસાલામાં મરી હોય છે.
૨. હળદર સાથે લાભદાયક ચરબી લો
શરીર હળદરનું પુરી રીતે અવશોષણ કરી શકે તે માટે એમાં ચરબી જરુરી હોય છે. હળદરમાં ચરબી હશે તો જ આપણે એના સ્વાસ્થ્યવર્ધક ગુણોનો લાભ લઈ શકીશું.
જ્યારે હળદર સાથે કોપરેલ, ઘી કે ઑલીવ ઑઈલ જેવી સારી ચરબી પણ ખાવામાં હોય તો કર્ક્યુમીનનું પાચન થઈ સીધું લોહીમાં ભળી જાય છે. એ કાર્ય લસીકાવાહીની દ્વારા થાય છે આથી આ અવશોષણમાં લીવર ખાસ સામેલ થતું હોતું નથી.
આ બહુ જ અગત્યનું છે, કેમ કે આ રીતે કર્ક્યુમીન પાચકરસોના સંપર્કમાં બહુ ઓછું આવે છે અને તેથી એ શુદ્ધ સ્વરુપે શરીરમાં લાંબા સમય સુધી રહે છે.
૩. ગરમીથી હળદર શરીરને વધુ લાભકારક થાય છે.
આગળ જોયું તેમ હળદરમાં ઉપયોગી તત્ત્વ કર્ક્યુમીન છે. પણ એ શક્તીશાળી હોવા છતાં શરીરમાં શોષાવા માટે સક્ષમ નથી, એને બીજી મદદની જરુર રહે છે. અને એ જરુર છે તેલ કે ઘીની ગરમીની.
માત્ર પા કે અડધી ચમચી ઘી કે તેલમાં હળદર નાખી જરાક ગરમ કરો એટલે એ શરીરમાં શોષાવાને પુરેપુરી રીતે તૈયાર થઈ જશે.
હળદર લેતી વખતે ઓછામાં ઓછું આટલું કરો
૧. હળદરને ગરમ કરો જેથી એ શરીરમાં શોષાવાને લાયક બને
૨. કાળા મરીના તાજા ચુર્ણ વડે એના અવશોષણને ૨૦૦૦% જેટલું વધારી દો.
૩. લીવરના અવરોધને ટાળવા એમાં ઘી-તેલ જેવી સારી ચરબી ઉમેરો.
મેરીલેન્ડ મેડીકલ સેન્ટર અનુસાર હળદરના સેવનનું પ્રમાણ
• તાજી લીલી હળદર: ૧.૫ ગ્રામથી ૩ ગ્રામ રોજની
• હળદરનું ચુર્ણ: ૧ ગ્રામથી ૩ ગ્રામ રોજનું
સ્રોત:
[1]http://www.mccordresearch.com/sites/default/files/research/Curcumin-Bioavailability.pdf
[2]http://onlinelibrary.wiley.com/doi/10.1002/biof.1042/abstract
[3]http://nutritionfacts.org/2015/02/05/why-pepper-boosts-turmeric-blood-levels/
[4]https://drnibber.com/why-free-curcumin-is-the-only-curcumin-that-matters/
[5]http://www.umm.edu/health/medical/

આરોગ્ય ટુચકા 111. મુત્રમાર્ગની પથરી

નવેમ્બર 24, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 111. મુત્રમાર્ગની પથરી: મુત્રમાર્ગની પથરીમાં અરણીનાં બીજ ઉપયોગી છે. પથરીનો દુઃખાવો જો વધારે ન હોય તો અરણીનાં બીજનું ચુર્ણ અડધી ચમચી જેટલું તાજી, મોળી, છાશમાં મેળવીને પીવું. થોડા દીવસ સવાર- સાંજ આ ઉપચાર કરવાથી પથરી તુટી જઈ, નીકળી જાય છે. સાથે અરણીનાં પાનની ભાજી બનાવીને ખાવાથી ઝડપથી ફાયદો થાય છે.

આરોગ્ય ટુચકા 110. માસીક સમયની પીડા

નવેમ્બર 22, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 110. માસીક સમયની પીડા: માસીક સમયે ઘણી સ્ત્રીઓનેે પીડા કે અવરોધ જેવું અનુભવાતું હોય છે. આવી તકલીફમાં અરણીના પાન ઉત્તમ પરીણામ આપે છે. અરણીનાં પાન રપ નંગ, ભોરીંગણીનાં પાન પ નંગ, તથા કલોંજી જીરુ, વાવડીંગ અને મુળાનાં બીજ પ-પ ગ્રામ લઈ, બધાંને ભેગાં ખાંડીને ઉકાળો કરવો. માસીક આવવાના ત્રણેક દીવસ પહેલાંથી આ ઉકાળો રોજ તાજો બનાવીને, તેમાં થોડો ગોળ નાખી સવાર- સાંજ પીવાથી માસીક વખતની પીડામાં રાહત અનુભવાશે.

આરોગ્ય ટુચકા 109. અરણી

નવેમ્બર 20, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 109. અરણી: એ વાયુ અને કફનાશક ઉત્તમ ઔષધ છે એટલે વાયુ અને કફજન્ય તાવ (વાઇરલ ફલ્યુ) માં પણ તે સારું પરીણામ આપે છે. અરણીનાં મુળ, સુંઠ અને હરડે આ ત્રણે ઔષધો સરખા વજને લઇ ખાંડીને અધકચરો ભુક્કો કરી લેવો. બે ચમચી જેટલો આ ભુક્કો બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવો. ઉકળતાં અડધા ગ્લાસ જેટલું પ્રવાહી બાકી રહે એટલે ગાળી, થોડું પીપરનું ચુર્ણ મેળવી, ઠંડુ પડે પછી પી જવું. સવાર- સાંજ આ પ્રમાણે તાજેતાજો ઉકાળો કરીને પીવાથી વાયુ અને કફથી થતી શરદી અને ખાંસી સાથેનો તાવ ઉતરે છે.

આરોગ્ય ટુચકા 108. કેન્સર

નવેમ્બર 19, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 108. કેન્સર: ધાન્ય (Whole grains), વાલ અને અન્ય કઠોળ, શાકભાજી અને ફળોમાં કેન્સર સામે લડવાની તાકાત છે. વનસ્પતીજન્ય આહારમાં ચરબી ઓછી હોય છે અને રેષાઓ વધુ હોય છે અને તે કેન્સર પ્રતીરોધક તત્ત્વોથી ભરપુર હોય છે. માંસ, ડેરી પેદાશો, ઈંડાં અને તળેલા પદાર્થો સીવાયનો આહાર તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે. નીચે જણાવેલા આહાર કેન્સરને રોકવામાં ઉપયોગી છે.
•શાકભાજી : શક્કરીયાં, ગાજર, ફુલગોબી- ફુલેવર(કૉલી ફ્લાવર), પાલખની ભાજી, કોથમીર (લીલા ધાણા)
•ફળો : સ્ટ્રોબેરી, સકરટેટી, તરબુચ, કેળાં, સફરજન
•ધાન્ય : ઘઉં, ચોખા, ઓટ વગેરે
•કઠોળ : વાલ, વટાણા, મસુરની દાળ

આરોગ્ય ટુચકા 107. દુધ અને પ્રોસ્ટેટ કેન્સર

નવેમ્બર 18, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 107. દુધ અને પ્રોસ્ટેટ કેન્સર : ઈ.સ. 1999માં વીશ્વ કેન્સર સંશોધન ફંડ અને કેન્સર સંશોધન માટેની અમેરીકન સંસ્થાએ તારણ કાઢ્યું છે કે ડેરી પેદાશો એ સંભવતઃ પ્રોસ્ટેટ કેન્સરનું એક કારણ છે અને એપ્રીલ, 2000માં એક બીજા સંશોધનમાં ડેરી પેદાશો અને પ્રોસ્ટેટ કેન્સર વચ્ચેનો સંબંધ બતાવ્યો છે. હાર્વર્ડના ડોક્ટરોએ 11 વર્ષમાં 20,885 મનુષ્યોનો આરોગ્ય વીષયક અભ્યાસ કર્યો અને તેમાં તેમણે જણાવ્યું કે રોજના અઢી કપ જેટલા દુધ કે એની પેદાશનું સેવન કરનાર લોકોમાં રોજના અડધા કપ જેટલા એ પદાર્થોનું સેવન કરનારની સરખામણીમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 34% વધુ હોય છે.
દુધ, ચીઝ, આઈસ્ક્રીમ વગેરે ડેરી પેદાશો તથા ઈંડાં, માંસ અને અન્ય પ્રાણીજ પદાર્થો કેટલાક પ્રકારના કેન્સર સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત ડેરી પ્રોડક્ટમાં પ્રચુર માત્રામાં ચરબી હોય છે જે આપણા શરીરમાં કેન્સર ઉત્પન્ન કરનાર રસાયણો અને કેન્સરની વૃદ્ધી કરનાર હોર્મોન્સ માટે પ્રવેશ દ્વાર સમાન છે. આ ઉપરાંત ડેરી પ્રોડક્ટમાં કેન્સર પ્રતીરોધક દ્રવ્યો ખુબજ ઓછા પ્રમાણમાં હોય છે અને રેષાઓ (ફાઈબર) તો બીલકુલ હોતા જ નથી. રેષાઓ માત્ર વનસ્પતીજન્ય ખોરાકમાં જ હોય છે જે સામાન્ય રીતે આપણા પાચનતંત્રમાંનાં કાર્સીનોજન્સ (Carcinogens)ને દુર કરે છે.