Archive for ફેબ્રુવારી 1st, 2018

આરોગ્ય ટુચકા 153. આસનોની કસરત

ફેબ્રુવારી 1, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 153.  આસનોની કસરત: મત્સ્યેન્દ્રાસન, ધનુરાસન અને ચક્રાસનથી કરોડરજ્જુને લાભ થાય છે, જ્ઞાનતંત્ર વ્યવસ્થીત થાય છે. પશ્ચીમોત્તાનાસન અને ત્રીકોણાસન પાચનતંત્રને સતેજ કરે છે. શીર્ષાસન, સર્વાંગાસન અને હલાસન રુધીરાભીસરણને મજબુત બનાવે છે, અંતઃસ્રાવી ગ્રંથીઓને સારી રીતે પ્રભાવીત કરે છે. જાનુશીરાસન, પાદાંગુષ્ઠનાસીકા સ્પર્શ અને મત્સ્યેન્દ્રાસન સ્નાયુઓને મજબુત કરે છે. વળી એ વીર્યરક્ષણ કરી બ્રહ્મચર્યસાધનામાં સહાયક બને છે. એનાથી વીર્ય ઉર્ધ્વરેતસ બને છે.

નોંધ: આ બધાં આસનો ઉપરાંત બીજાં કેટલાંક આસનો હું સવારે નીયમીત કરું છું, અને મારા બ્લોગમાં એના વીષે આ પહેલાં માહીતી આપવામાં આવી છે. એમાં વધુ વીગતો જોવા મળી શકશે.

Advertisements