Archive for ફેબ્રુવારી 2nd, 2018

આરોગ્ય ટુચકા 154. ચા

ફેબ્રુવારી 2, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 154. ચા : દરરોજ ત્રણ કપ કે એથી વધુ ચા સ્વાસ્થ્ય માટે એટલી જ ફાયદાકારક છે જેટલું પાણી લાભદાયક છે. આ હકીકત યુરોપીયન જર્નલ ઑફ ક્લીનીકલ ન્યુટ્રીશનમાં પ્રગટ કરવામાં આવી છે. એમાં એ બાબતને રદીયો આપવામાં આવ્યો છે કે ચા પીવાથી શરીરમાં પાણી ઘટી જાય છે. એમાં કહેવામાં આવ્યું છે કે ચા શરીરમાં પાણીની ખોટ ભરપાઈ કરે છે એટલું જ નહીં એનાથી કેટલીક બીમારી અને કેન્સર તથા હૃદયરોગ જેવા વ્યાધીમાં પણ મદદ થાય છે. એ લાભ ચામાં રહેલ પૉલીફીનૉલ નામના એન્ટીઑક્સીડેન્ટને લીધે મળે છે. જો કે ચાને લીધે શરીર લોહ તત્ત્વનું પાચન યોગ્ય રીતે કરી શકતું નથી, આથી જેમના શરીરમાં લોહીની ઉણપ હોય તેમણે જમતી વખતે ચા પીવી ન જોઈએ. વળી ચાના આ ફાયદા દુધ અને ખાંડ વીનાની ચાના છે એ ધ્યાનમાં રાખવું.

Advertisements