આરોગ્ય ટુચકા 162. પાચન માટે એક ગોળી

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 162. પાચન માટે એક ગોળી: અજમો ૫૦ ગ્રામ, સુવા ૫૦ ગ્રામ, શેકેલા ઈન્દ્રીયજવ ૫૦ ગ્રામ, મોટી હરડેની છાલ ૫૦ ગ્રામ, કાળાં મરી ૫૦ ગ્રામ, સંચળ ૫૦ ગ્રામ અને શુદ્ધ કરેલ હીરાહીંગ ૨૫ ગ્રામ એ બધાંનું બારીક ચુર્ણ બનાવવું. એ ચુર્ણને એક ખરલમાં કે મીક્ષચરમાં ૧૦૦ ગ્રામ લસણ નાખી બારીક લસોટી નાખવું. બરાબર ઘુંટાય એ માટે જરુરી માત્રામાં લીંબુનો રસ ઉમેરતા જવું. મુલાયમ ચટણી જેવું બને ત્યારે બહાર કાઢી થોડો સમય સુકાવા દઈ ગોળી વળે ત્યારે વટાણા જેવડી ગોળી વાળી છાયામાં સુકવી લેવી. આ ગોળી જમ્યા બાદ ચુસવાથી પાચનક્રીયા સુધરે છે. આંતરડામાં રહેલા કૃમીનો નાશ થાય છે. કબજીયાત, વાયુ, ઝાડાની ચીકાશ, મરડો વગેરે પણ મટે છે. જેમને લસણ ફાવતું ન હોય તેઓ કુમળું આદુ અને ફુદીનાનાં તાજાં પાન નાખીને પણ આ ગોળી બનાવી શકે.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: