Archive for એપ્રિલ, 2018

આરોગ્ય ટુચકા 215. જીરું 

એપ્રિલ 30, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 215. જીરું

જીરાને ખાંડી તેને ઝીણા કપડાથી ગાળી, પાણીમાં ઉકાળી, તે લેપ હુંફાળો હોય ત્યારે ગુમડા ઉપર લગાડવાથી કે ખીલ ઉપર લગાડવાથી, ગુમડું કે ખીલ પાકી જઈ તેની ફોલ્લી દુર થાય છે. જીરું આંતરડાના રોગમાં પણ ઉપયોગી છે. ખાસ કરીને મોટા આંતરડાના મરડા વગેરે રોગમાં તો ઘણી રાહત આપે છે, એ માટે જાડી તાજી છાશમાં થોડું જીરું જરા જેટલી મીઠાવાળી શેકેલી મેથીને (જરાક મીઠાવાળા પાણીમાં ભીંજવી સુકવ્યા પછી) ખાંડી સાથે જરા મીઠું નાખીને, ઠંડી કરીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

થોડી હળદર સાથે જીરાના ભુકાને ભેળવી તેને જરુર જેટલા પાણીમાં ઉકાળી, તે પાણી જરા ઠરે પછી તે હુંફાળો લેપ લગાડવાથી ચામડીના રોગમાં પણ રાહત રહે છે.

તમે આ જાણો છો?

એપ્રિલ 29, 2018

તમે આ જાણો છો?

(બ્લોગ પર તા. 29-4-2018)

KickassFacts.comના સૌજન્યથી (પીયુષભાઈ દ્વારા મળેલી એક અંગ્રેજી ઈમેલ પરથી)

 1. ટાઈટેનીકની જળસમાધી વખતે એક પણ એન્જીનીઅર ભાગી ગયો ન હતો. બધા જ સ્ટીમર પર રહ્યા હતા અને પાવર ચાલુ રાખ્યો હતો જેથી મુસાફરો સ્ટીમર છોડી જઈ બચી શકે.
 2. ન્યુયોર્કના 9/11ના બનાવ પછી અમેરીકામાં 1600 લોકો વાહન અકસ્માતમાં મરી ગયાં. કારણ કે લોકોએ વીમાનમાં મુસાફરી કરવાનું ટાળી ડ્રાઈવીંગ કરવાનું શરુ કર્યું હતું.
 3. જ્યારે બાળ અભીનેતા લેકી કુગર 18નો થયો ત્યારે તેને ખબર પડી કે એની બધી જ કમાણી (68 મીલીઅન ડૉલર) એની મમ્મીએ ખર્ચી નાખેલી. એની મમ્મીએ કહેલું, “જેકીને એક પણ પૈસો આપવા બાબત કોઈ કાયદો નથી. બાળક 21 વર્ષની ઉંમર સુધી જે કંઈ કમાય તે એનાં માબાપનું થાય છે.” આ પછી બાળકલાકારોના રક્ષણ માટે ‘કુગન બીલ’ પસાર થયું હતું.
 4. 1999માં એક ઑસ્ટ્રેલીઅન બીલ મોર્ગનને 14 મીનીટ સુધી મૃત જાહેર કરવામાં આવેલો. પછીથી એનામાં જીવ આવ્યો અને એકદમ સાજોનરવો થઈ ગયેલો. આ સજીવનની ઉજવણી કરવા માટે એણે સ્ક્રેચ કાર્ડ ખરીદ્યો અને 27000 ડૉલરની કાર જીત્યો. ન્યુઝવાળાઓએ એને સ્ક્રેચ કાર્ડવાળા પ્રસંગનું પુનરાવર્તન કરવા કહ્યું. એણે ફરીથી કાર્ડ લીધો અને જેકપોટમાં 2,50,000 ડૉલર જીત્યો.
 5. કેલીફોર્નીઆનો એક ચેતાતંત્ર વીજ્ઞાની (ન્યુરોસાયન્ટીસ્ટ) 67 વર્ષ સુધી માત્ર દ્વીપરીમાણમાં – લંબાઈ અને પહોળાઈમાં જ જોઈ શકતો હતો. એને ઉંડાઈનો કોઈ ખ્યાલ આવતો નહીં. જ્યારે એણે હ્યુગો મુવી 3ડી ચશ્મા પહેરીને જોયું ત્યારે એના મગજમાં એકાએક ક્લીક થયું અને એ ત્રીપરીમાણ જોતો થયો.
 6. રશીયામાં રમાયેલ 2014ના શીયાળુ ઓલમ્પીકમાં આપવામાં આવેલા કેટલાક મેડલમાં રશીયામાં પડેલા ઉલ્કાના ટુકડા પણ મુકવામાં આવ્યા છે.
 7. બીજા વીશ્વયુદ્ધમાં લેનીનગ્રાદ પરની ચડાઈ અને ઘેરા વખતે સોવીયેતના 9 વીજ્ઞાનીઓ ભુખમરાથી મૃત્યુ પામ્યા. દુનીયાની સૌથી મોટી બીયારણ બેન્કના રક્ષણ માટે તેઓ ભુખે મરી ગયા, પણ બી માટેનું અનાજ વગેરે ખાઈને જીવ બચાવ્યો નહીં, કેમ કે એમને એમના દેશના ભવીષ્યની ચીંતા હતી.
 8. કોકાકોલાની રહસ્ય ફોર્મ્યુલા જ્યારે ત્રણ જણાએ પેપ્સીને વેચવાનો પ્રયાસ કર્યો, ત્યારે પેપ્સીએ કોકાકોલાના માલીકોને જાણ કરી દીધી અને એફ.બી.આઈ.ને ફોન કર્યો.
 9. પ્રખ્યાત બોક્ષર સુગર રે રોબીન્સને એક બોક્ષીંગમાં ભાગ લેવાની ના પાડી, કેમ કે એને સ્વપ્ન આવેલું કે એ મેચમાં એના હરીફનું એના હાથે મોત થશે. એક પાદરીએ એને એ બાબતમાં સમજાવ્યો અને ખાતરી કરાવી કે એવું કશું નહીં થાય, આથી એ બોક્ષીંગ રમવા રીંગમાં ગયો, અને એના હરીફ જીમી ડૉયલનું સુગરના હાથે મૃત્યુ થયું.
 10. જેમ્સ હેરીસન જ્યારે 13 વર્ષનો હતો ત્યારે એક ઑપરેશનમાં એને 13 લીટર લોહી આપવું પડ્યું હતું. જ્યારે એ 18નો થયો ત્યારે એણે રક્તદાન કરવાની ઈચ્છા બતાવી. એવું જોવામાં આવ્યું કે એના લોહીમાં એવું એક રોગપ્રતીકારક રસાયણ હતું જે કોઈક જ લોકોમાં હોય છે. એ રસાયણ મકાકી વાંદરાને લગતા રોગ સામે રક્ષણ આપે છે. એણે એના જીવન દરમીયાન 1000 વખત રક્તદાન કરી વીસ લાખ લોકોને જીવીતદાન આપી રેકોર્ડ સ્થાપ્યો છે.
 11. વાણીજ્યમાં હવે ઝડપનું મહત્ત્વ એટલું બધું વધી ગયું છે કે ત્રણ કરોડ ડૉલરના ખર્ચે એટલાન્ટીક મહાસાગર ફરતે કેબલ નાખવામાં આવ્યો છે, જેનાથી લંડન અને ન્યુયૉર્ક વચ્ચે સંદેશા વ્યવહારમાં 5 મીલીસેકન્ડની ઝડપ વધશે.
 12. જો સત્તાવાળાઓએ લાન્સ આર્મસ્ટ્રોન્ગનો ફ્રાન્સની સાઈકલ હરીફાઈનો મેડલ બીજાને આપવો હોય જેણે પોતાના જીવનમાં કદી પણ બીનઅધીકૃત શક્તીઔષધ ન લીધું હોય તો તે 23મા ક્રમે આવેલા હરીફને આપવો પડે. (આવી રમતોમાં આટલા મોટા પ્રમાણમાં ડોપીંગ ચાલે છે.-ગાંડાભાઈ)

આરોગ્ય ટુચકા 214. હળદર

એપ્રિલ 28, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 214. હળદર

 1. બહુ સખત ગુમડું થયું હોય તો, હળદરના ચુર્ણમાં સુંઠનું ચુર્ણ જરા ભેળવી તેને થોડા પાણીમાં ખદખદાવી તેની કપડાંમાં લુગદી બનાવી ગુમડાં ઉપર લગાડવાથી ગુમડાં પાકી જઈ ફુટી જાય છે અને રાહત થાય છે. હળદરથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટે છે. વળી, હળદર-મીઠાના હુંફાળા પાણી વડે કરેલા કોગળા ગળું સાફ કરે છે. એકાદ ચમચી હળદરમાં જરા મીઠું નાખી તેની ફાકી લેવાથી કફ અને શરદીમાં રાહત થાય છે.
 2. હળદર ચામડીના રોગો ઉપર અદ્ભુત અસર કરે છે. તેને પાણીમાં ઉકાળી, તે પાણી ઠરવા દઈ તેનો પાતળો લેપ રોગગ્રસ્ત ચામડી ઉપર કરવાથી અને પછી સુર્યના કુમળા તડકામાં ઉભા રહેવાથી (જે ભાગ રોગગ્રસ્ત હોય તેને તો ખાસ કરીને કુમળા તડકામાં રાખવાથી) ચામડીના રોગો દુર થાય છે અને ચામડી સ્વચ્છ બને છે. કારણ કે, હળદર બેકટીરીયાનાશક છે.
 3. લીલી તાજી હળદર યકૃત (લીવર)ની કાર્યવાહીને પણ લીવર શુદ્ધ કરી સબળ બનાવે છે, અને કમળામાં તો તે અકસીર છે. આપણા દેશમાં હજારો વર્ષોથી કમળા ઉપર લીલી હળદર આપવામાં આવે છે. વળી આંતરડાંમાં કૃમી થયા હોય તો પણ હળદરથી ફાયદો થાય છે. હળદરમાં કડવા લીમડાનો થોડો રસ ભેળવી તેનો પાતળો લેપ કરવાથી શીતળામાં પણ રાહત રહે છે. તેથી ખણજ આવતી પણ અટકે છે.

આરોગ્ય ટુચકા 213. લસણ

એપ્રિલ 27, 2018

આરોગ્ય ટુચકા 213. લસણ

 1. કાચું કે ઘીમાં શેકેલું લસણ અનેક રોગોમાં ઉપયોગી છે. એનાથી રક્તવાહીનીઓ સાફ રહે છે, લોહી સ્વચ્છ થાય છે, આથી હૃદયરોગ થતો અટકે છે.
 2. લસણ છુંદી ગરમ કરી કપડામાં લુગદી બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડું જલદી પાકીને ફુટી જાય છે.
 3. લસણનું રોજ નીયમીત સેવન કરવાથી સ્નાયુઓમાં “ક્રેમ્પ્સ” તેમજ, “સ્પાઝમ્સ” (ગોટલા ચડી જવા જેવી સ્થીતી) અટકે છે.
 4. શરદી ઉપર તો લસણ અકસીર છે. છુંદેલું લસણ સુંઘવાથી “બંધાઈ” ગયેલું નાક છુટું થાય છે તેમજ, લસણ કફને પણ તોડી નાખે છે.

આરોગ્ય ટુચકા 212. આદુ

એપ્રિલ 25, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 212. આદુ

 1. એક ચમચો મેથી મીઠાના પાણીમાં પલાળી રાખી શેકીને એક ચમચી આદુના રસમાં બરાબર ભેળવી ચાવીને ખાવાથી દમ (શ્વાસ)માં ફાયદો થાય છે.
 2. આદુનો રસ ગરમ કરી પીવાથી ફ્લુ સામે રક્ષણ મળે છે, એનાથી લીવરનું કાર્ય સુધરે છે તથા લોહીની અશુદ્ધી દુર થાય છે.
 3.  અડધી ચમચી સુંઠના ચુર્ણની સવારે ફાકી લેવાથી સુસ્તી દુર થાય છે તેમ જ બંધકોષ પણ મટે છે. ચામાં એક ચમચી આદુનો રસ કે છીણેલું આદુ નાખીને પણ લઈ શકાય. એનાથી શરીરનો દુઃખાવો અને શરદી પણ મટે છે.
 4.  એક મોટા ચમચા આદુના રસમાં થોડાં ટીપાં લીંબુનો રસ અને મધ મેળવી લેવાથી ઉબકા, છાતીમાં થતી બળતરા, પેટનો દુઃખાવો વગેરે મટે છે.
 5.  આદુના રસમાં થોડો લીંબુનો રસ અને મીઠું અથવા છીણેલા આદુ પર લીંબુ નીચોવી મીઠું નાખી જમતાં પહેલાં લેવાથી ભુખ લાગે છે અને પાચન સુધરે છે. ખાસ કરીને ભારે ભોજન હોય ત્યારે તો આ લેવું જ જોઈએ.

આરોગ્ય ટુચકા 211. કાળાં મરી

એપ્રિલ 24, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 211. કાળાં મરી

 1. મરીના ત્રણેક દાણાને વાટી સહેજ વાટેલું જીરુ અને મીઠું ભેળવી પાણી સાથે લેવાથી સુકા કફમાં રાહત થાય છે.
 2. અર્ધી ચમચી ખાંડેલાં મરી એક મોટા ચમચા ગોળ સાથે લેવાથી પાચનતંત્ર સુધરે છે.
 3. મરીનું ચુર્ણ પાણીમાં પલાળી લેપ કરવાથી મોં પરના ખીલ મટે છે.
 4. થોડું મરીનું ચુર્ણ અને મીઠું હુંફાળા પાણીમાં નાખી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો અને શરદીને લીધે ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
 5. ૧/૪ ચમચી મરીના ચુર્ણમાં ૩/૪ ચમચી મીઠું ભેળવી દાંતે ઘસવાથી દાંત ચોખ્ખા અને મજબુત બને છે, પેઢાના દુઃખાવામાં રાહત થાય છે તેમ જ મોંની દુર્ગંધ મટે છે.

આરોગ્ય ટુચકા 210.  અતીસાર – પાતળા ઝાડા

એપ્રિલ 23, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 210.  અતીસાર – પાતળા ઝાડા: અતીસારમાં સુંઠ અને અતીવીષા બંનેનું ૫-૫ ગ્રામ ચુર્ણ ૧ કીલો પાણીમાં નાખી મંદ તાપે ઉકાળવું. અડધું પાણી બળી જાય ત્યારે ગાળીને ઠંડુ પાડી લીંબુનો કે દાડમનો રસ (પ્રકૃતી અનુસાર – વાત હોય તો લીંબુ, પીત્ત હોય તો દાડમ) ઉમેરી પી જવું. એનાથી આમનું પાચન થાય છે, જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને પાતળા ઝાડા બંધ થાય છે. કોઈ પણ પ્રકારના પાતળા ઝાડામાં આ ઉપચાર કરી શકાય. મળ બંધાઈ જવાથી અતીસાર મટે છે. રક્તાતીસાર અને પીત્તાતીસાર સીવાયના ઝાડામાં આ ઉપચારથી ફાયદો થાય છે.

આરોગ્ય ટુચકા 209. આમની તકલીફમાં અગ્નીતુંડીવટી

એપ્રિલ 21, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 209. આમની તકલીફમાં અગ્નીતુંડીવટી: મોટા ભાગના રોગોનું મુળ કારણ અગ્નીમાંદ્ય એટલે કે નબળી પાચનશક્તી હોય છે. એનું શ્રેષ્ઠ ઔષધ અગ્નીતુંડીવટી જે બજારમાં મળે છે તે છે. સવાર-સાંજ એક એક ગોળી નવશેકા દુધ સાથે લેવી. પંદર દીવસ પછી એક અઠવાડીયું બંધ કરવી. સતત એકધારું સેવન ન કરવું. ઉપરાંત પીત્તના રોગોમાં પણ સેવન ન કરવું. કેમ કે આ ઔષધ ગરમ છે, જે એના નામ પરથી પણ સમજી શકાશે. એનાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને આમનું પાચન થાય છે.

આરોગ્ય ટુચકા 208. એક ચુર્ણ ઔષધી

એપ્રિલ 20, 2018

આરોગ્ય ટુચકા 208. એક  ચુર્ણ ઔષધી

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

1 ગ્રામ તજ, 1 ગ્રામ કાળાં મરી, 10 ગ્રામ તમાલપત્ર (તેજપત્ર), 10 ગ્રામ મગજતરી, 10 ગ્રામ અખરોટ અને 10 ગ્રામ અળસીને મીક્સ કરીને મીક્સરમાં પીસી પાઉડર બનાવવો. આ ચુર્ણ ઔષધી રોજ સવારે એક એક ચમચી ભુખ્યા પેટે પાણી સાથે લેવી. ચુર્ણ લીધા બાદ એક કલાક સુધી કંઇ પણ ન ખાવું. આ ચુર્ણ ખાવાથી શરીરની બધી નસ ખુલી જાય છે. આ ચુર્ણ હૃદય રોગના દર્દીઓ પણ લઇ શકે છે, જેનાથી ઘણો આરામ મળશે. ઉપરાંત હાર્ટ એટેક કે લકવા જેવી બીમારીઓથી રાહત મળી શકે છે અને ઘણો ફાયદો થઇ શકે છે.

આરોગ્ય ટુચકા 207. ખજુરના 10 ગુણ

એપ્રિલ 19, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 207. ખજુરના 10 ગુણ

 1. ખજુર ઝડપથી શરીરમાં પચ્યા પછી શોષાઈ જતું હોવાથી જલદી શક્તી આપે છે અને શરીરનો ઘસારો પુરે છે.
 2. ખજુર નાખી ઉકાળેલું દુધ બહુ જ પોષક અને શક્તીશાળી પેય છે, જે બાળકો તથા પુખ્ત વયનાં લોકોને પણ ખાસ કરીને માંદગીમાંથી ઉઠ્યા પછી અત્યંત લાભકારક છે.
 3. આંતરડાંની સમસ્યામાં ખજુરમાં રહેલ એક તત્ત્વ લાભ કરે છે.
 4. ખજુરનું નીયમીત સેવન કરવાથી આંતરડાંમાંના હાનીકારક બેક્ટરીઆની વૃદ્ધી થતી અટકે છે અને પાચનક્રીયામાં સહાયક બેક્ટેરીઆની વૃદ્ધી થાય છે. જો કે ખજુર પોતે પચવામાં ભારે છે, આથી એકી વખતે વધારે પડતા પ્રમાણમાં ખાવું નહીં.
 5. ખજુર રેચક હોવાથી જેમને કબજીયાતની તકલીફ હોય તેમને માટે ગુણકારી છે.
 6. દારુનો નશો ઉતારવા માટે પાણીમાં ખજુર પલાળીને, મસળીને પીવાથી લાભ થાય છે.
 7. નબળા હૃદયની સમસ્યામાં રાત્રે પાણીમાં ખજુર ભીંજવી સવારે મસળીને પીવાથી લાભ થાય છે.
 8. ખજુર ખાવાથી પુરુષોની વીર્યશક્તીમાં વધારો થાય છે અને સંતાનોત્પત્તીની શક્યતા વધે છે.
 9. સંશોધનોમાં જોવામાં આવ્યું છે કે ખજુર હોજરીના કેન્સર સામે રક્ષણ આપે છે.
 10. ખજુર એક શક્તીપ્રદ ટોનીક છે અને તેથી એની એક ઔષધ તરીકે ગણતરી થાય છે.