પુરુષો માટે ૧૦ આસનો

પુરુષો માટે ૧૦ આસનો

બ્લોગ પર તા. 21-6-2018

(યોગ ઈન્સ્ટ્રક્ટર રત્નેશ પાંડે અને દિવ્ય ભાસ્કરના સૌજન્યથી)

યોગાસનો ખુલ્લા, હવાની અવર-જવર થઇ શકે તેવા ઓરડામાં કરવાં જોઇએ, જેથી શ્વાસ દ્વારા શરીરમાં શુદ્ધ હવા પહોંચી શકે. યોગ ઈન્સ્ટ્રક્ટર રત્નેશ પાંડે પુરૂષોના સ્વાસ્થ્ય માટે 10 ઉત્તમ યોગાસનો વિશે માહીતી આપે છે. રોજ 10 મિનિટ આ આસનો કરવાથી પુરૂષોનું સ્વાસ્થ્ય સારું રહેશે. આસનો યોગ્ય માર્ગદર્શની સલાહ અનુસાર પોતાને અનુકુળ હોય તો જ અને તે જ આસનો કરવાં. શરુઆતથી જ કોઈ પણ આસન બળજબરી કરીને સીદ્ધ કરવાનો પ્રયાસ કરવો નહીં. એનાથી નુકસાન થવાની શક્યતા છે.

 1. નૌકાસન

નૌકાસન

નૌકાસન માટે ચત્તા સુઈ જાઓ. હવે બંને પગ અને માથું એક સાથે ઉપર ઉઠાવો અને  નૌકા જેવો આકાર બનાવો. બંને હાથ પણ ઉંચા કરીને પગ તરફ લંબાવો. આ સ્થીતીમાં 10 સેકન્ડ રહો. આ પ્રમાણે 10 વખત કરવું.

2. વીરભદ્રાસન:

વીરભદ્રાસન

વીર ભદ્રાસન કરવા માટે એક પગ પાછળ ખેંચો અને બીજા પગને આગળ કાટખુણો બને તે રીતે વાળો. હવે આકાશ જોતા હો તેમ મોં ઉપર કરો અને બંને હાથ જોડીને માથાને ઉપર તરફ લઈ જાઓ. આ સ્થીતીમાં 10થી 15 વાર ઉંડો શ્વાસ લો અને છોડો. આ પ્રમાણે 10 વખત કરો.

3. પશ્ચીમોત્તાનાસન:

35.Pashchimottanasan

બંને પગ સામે લાંબા કરીને બેસો. ઉંડો શ્વાસ લો. હવે શ્વાસ છોડતાં શરીરને આગળ ઝુકાવી બંને હાથ વડે જે તે પગના અંગુઠા પકડો અને માથાને ઘુંટણ સાથે અડાવવાનો પ્રયાસ કરો. થોડી સેકન્ડ આ સ્થીતીમાં રહી મુળ સ્થતીમા આવી જાઓ. આ પ્રમાણે 8-10 વખત કરો.

4. પાદહસ્તાસન:

34.Hastpadasan 2            33.Hastpadasan 1

પાદહસ્તાસન: પગના બંને પંજા જોડીને પગ લાંબા કરીને બેસી જાઓ હવે એક પગને વાળીને એની એડી શીવની નાડીને અડાડો. બીજા પગનું ઘુંટણ સીધું રાખો. હવે શ્વાસ છોડતાં આગળ વાંકા વળો. બંને હાથ વડે પગના અંગુઠાને પકડો અને નાકને ઘુંટણ સાથે અડાડવાનો પ્રયાસ કરો. થોડી સેકન્ડ આ સ્થીતીમાં રહી મુળ સ્થીતીમાં આવી જાઓ. આ મુજબ વારાફરતી બંને પગ સાથે 8-10 વાર કરો.

5. પદ્માસન:

પદ્માસન

પદ્માસન: સીધા ટટ્ટાર બેસો. ડાબા પગને વાળી જમણા પગની જાંઘ પર રાખો, અને જમણા પગને વાળી ડાબા પગની જાંઘ પર રાખો. બંને હાથને ઘુંટણ પર રાખો. જે તકલીફ હોય તે મુજબ હાથની મુદ્રા બનાવી ધ્યાન કરવું. જેટલો સમય ધ્યાનમાં બેસવું હોય તેટલો સમય બેસી શકાય.

6. સર્વાંગાસન: 

સર્વાંગાસન પગને સીધા રાખી પીઠના બળે સુઈ જાઓ. હવે પગને વાળ્યા વીના ઉપર બતાવ્યા મુજબ ઉપર તરફ ધીમે ધીમે ઉઠાવો. કોણીના ટેકાથી કમર અને પીઠને ઉપર ૯૦ અંશનો ખૂણો બનાવો. ૧૦થી ૨૦ સેકન્ડ આ સ્થીતીમાં રહી મુળ સ્થીતીમાં આવી જાઓ. આ પ્રમાણે ૧૦ વખત કરો.

7. હલાસન

હલાસન

પગને સીધા રાખી પીઠના બળે સુઈ જાઓ. હવે પગને ધીરે ધીરે ઉપર ઉઠાવી માથાની આગળની જમીન પર સ્પર્શ કરાવો. બંને હાથ ભેગા કે અલગ રાખી શકાય. થોડી વાર આ સ્થીતીમાં રહી મુળ સ્થીતીમાં આવી જાઓ. આ મુજબ ૮-૧૦ વખત કરો.

8. વૃક્ષાસન:

વૃક્ષાસન

વૃક્ષાસન: સીધા ઉભા રહો. બંને હાથ ઉપર સીધા ઉઠાવી જોડેલા રાખો. હવે ડાબા પગને ઘુંટણથી વાળી જમણા પગની જાંઘ પર રાખો. પછી આંખો બંધ કરી પાંચ મીનીટ આ સ્થીતીમાં સ્થીર રહો.

9. ભદ્રાસન:

ભદ્રાસન

ભદ્રાસન: સીધા બેસી પગને એવી રીતે વાળો કે જેથી પંજા એકબીજામાં મળી જાય. હાથ વડે બંને પંજાને પકડો. માથું આગળ ઝુકાવી પગને સ્પર્શવાની કોશીશ કરો. આ સ્થીતીમાં શ્વાસ થોડીવાર રોકી રાખો. આ મુજબ ૮-૧૦ વાર કરો.

10. વજ્રાસન:

આ આસન ખાધા પછી થોડીવારમાં પણ કરી શકાય છે.

વજ્રાસન

વજ્રાસન માટે ઘુંટણને વાળીને સીધા બેસો. બેસતી વખતે નીતંબને પગની એડી પર રાખો. આંખો બંધ કરી ઉંડો શ્વાસ લો. આ સ્થતીમાં ૫-૬ મીનીટ બેસી રહો.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “પુરુષો માટે ૧૦ આસનો”

 1. pareejat Says:

  આ યોગથી શું ફાયદો થાય તે વિષે સમજાવશો ?

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  હું જે આસનો કરું છું તેના વીશે મેં મારા બ્લોગમાં લખ્યું છે અને એની પુસ્તીકા પણ બનાવીને મુકી છે. એમાં દરેક આસનથી કયા ફાયદા થાય છે તે મેં લખ્યું છે. જો કે આ દસ આસનો પૈકી નૌકાસન, વીરભદ્રાસન, ભદ્રાસન, વૃક્ષાસન અને વજ્રાસન એમાં નથી. હવે જો કે નૌકાસન અને વજ્રાસન હું કરું છું,પણ મેં મારા બ્લોગમાં જ્યારે આસનો વીશે લખ્યું હતું ત્યારે એ કરતો ન હતો. આસનોની મારી પુસ્તીકાની લીન્ક: યોગાસન પુસ્તકાકારે https://gandabhaivallabh.wordpress.com/2015/06/30/4669/
  આપને આ લેખ ગમ્યો અને ટીપ્પણી મુકી એ બદલ હાર્દીક આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.


%d bloggers like this: