Archive for ઓગસ્ટ, 2018

આરોગ્ય ટુચકા 261  લોહીની અછત – એનીમીઆ

ઓગસ્ટ 31, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 261  લોહીની અછત – એનીમીઆ: કઢીલીમડાના પાંદડામાં (કેટલાક લોકો એને મીઠો લીમડો પણ કહે છે) લોહ તત્ત્વ (આયર્ન) અને ફોલીક એસીડ સારા પ્રમાણમાં હોય છે. શરીરમાં લોહીની અછત માત્ર લોહ તત્ત્વની ઉણપને કારણે જ પેદા થાય છે એમ નથી, પણ શરીરમાં લોહનું શોષણ યોગ્ય રીતે થઈ શકતું ન હોય તેમ જ શરીર એનો ઉપયોગ કરી શકતું ન હોય એ હોય છે. આ સમસ્યા ફોલીક એસીડ દુર કરી શકે છે. આયર્નના શોષણમાં મુખ્યત્વે ફોલીક એસીડ ભાગ ભજવે છે. અને કઢીલીમડાનાં પાંદડાંમાં આ બંને તત્ત્વો હોવાને કારણે લોહીની અછતનો એ ઉત્તમ ઉપાય છે.

આરોગ્ય ટુચકા 260. દ્વીરુત્તર ચુર્ણ

ઓગસ્ટ 30, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 260.  દ્વીરુત્તર ચુર્ણ: હીંગ-1 ભાગ, ઘોડાવજ-2 ભાગ, ચીત્રક મુળની છાલનું ચુર્ણ-4 ભાગ, ઉપલેટ એટલે કઠ- 8 ભાગ, સંચળ-16 ભાગ અને વાવડીંગ-32 ભાગ લઈ બનાવેલા ચુર્ણને દ્વીરુત્તર ચુર્ણ કહે છે. અડધી ચમચી જેટલું આ ચુર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી પાચનતંત્રની તકલીફો જેવી કે ગૅસ, કબજીયાત, આફરો, અરુચી, મંદાગ્ની, ઓડકાર, ચુંક, આંકડી, પેટનો દુખાવો, મોળ, ઉબકા, આંતરડાના કૃમી વગેરે મટે છે.

આરોગ્ય ટુચકા 259. જાડી કમર

ઓગસ્ટ 29, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 259.  જાડી કમર: તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ મોટી કમરવાળાં બાળકોને આગળ જતાં હૃદયરોગ અને ડાયાબીટીસ થવાની પુરી સંભાવના છે. આ સંશોધનના અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે પુખ્ત વયના માણસની કમરની આસપાસ ચરબીનો ભરાવો થવો એ હૃદય તથા શીરાઓને લગતા રોગની ચેતવણી રુપ ગણાય છે. કેટલાક અભ્યાસોમાં વજન અને ઉંચાઈના સંયુક્ત માપ-બોડી માસ ઇન્ડેક્સ (BMI) કરતાં કમરના માપનેે સ્વાસ્થ્ય બાબત વધુ સારું નીર્દેશક ગણવામાં આવ્યુ છે.

આ રીપોર્ટ મુજબ કમરનો ઘેરાવો વધવા પાછળ ચયાપચયની વીકૃતી જવાબદાર છે. જેના કારણે ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેશર અને લોહીમાં ચરબીના પ્રમાણમાં વધારો થાય છે. આ સંશોધનમાં ૪૦ છોકરા અને ૪૪ છોકરીઓને પસંદ કરવામાં આવ્યાં હતાં, જેમાં ૧૬ સામાન્ય વજનનાં, ૨૮ થોડા વધુ વજનવાળાં અને ૪૦ જાડાં એટલે કે વધુ પડતાં વજનવાળાં હતાં. આ બાળકોના પરીક્ષણમાં જાણવા મળ્યું કે કમરના વધુ ઘેરાવાવાળાં બાળકોમાં ચયાપચયની વીકૃતી હતી.

આરોગ્ય ટુચકા 258: છાશ

ઓગસ્ટ 27, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 258:  છાશ: છાશનો એક મહત્ત્વનો ગુણ આમ દોષ દુર કરવાનો છે. આમનો સ્વભાવ ચીકણો છે. આ ચીકાશને તોડવા માટે હંમેશાં એસીડ-ખટાશ જોઈએ, જે છાશ પુરી પાડે છે અને ધીમે ધીમે આ ચીકાશને આંતરડાંથી છુટી પાડી એને પકવીને બહાર ધકેલી દે છે. આમના દોષમાંથી ઝાડા, જુનો મરડો અને પરીણામે એમાંથી કાયમી મોઢું આવી જાય અને ચાંદાં પડે એવાં દર્દો થાય છે, તો કયારેક એમાંથી હરસ પણ થાય છે. છાશ લેવાથી આ ત્રાસદાયક દર્દો કાયમ દુર જ રહે છે.

આરોગ્ય ટુચકા 257  લીમડો અને ચામડીના રોગ

ઓગસ્ટ 25, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 257  લીમડો અને ચામડીના રોગ: ચૈત્ર માસમાં લીમડાનું સેવન કરવાનો મહીમા છે. આયુર્વેદ કહે છે લીમડો કફ, ચળ-ખાજ-ખુજલી, ચામડીના રોગો, લોહીવીકાર, પાકેલા ઘા (વ્રણ) વગેરેની ઉત્તમ દવા છે.

કોઈ પણ માસમાં આવા દર્દીઓ આ પ્રયોગ કરી શકે. રોજ સવાર-સાંજ લીમડાનાં દશ દશ તાજાં પાન ચાવીને ખાવાં.  પેટ સાફ રાખવું. નમક (મીઠું), ગળપણ, ખટાશ સંપુર્ણ બંધ કરી દેવાં. જરુર લાગે ફેમીલી ડોકટરનું માર્ગદર્શન લેવું. લીમડોે એન્ટીસેપ્ટીક છે. આથી ઉપરોક્ત તકલીફમાંથી છુટકારો મળે છે. કેટલાંક સંશોધનો મુજબ એઈડ્સ જેવા ભયાનક રોગના ચેપની વૃદ્ધી પણ અટકાવે છે. જો કે હજી આ બાબતમાં સંશોધન ચાલી રહ્યું છે.

આરોગ્ય ટુચકા 256. લીંબુવાળી ચા

ઓગસ્ટ 24, 2018

 આરોગ્ય ટુચકા 256. લીંબુવાળી ચા: ચા ઉકળે ત્યારે તેમાં દુધ નાખવાને બદલે એક અથવા અડધું લીંબુ નીચોવીને એનો રસ નાખવો. જો ચાને વધારે લાભપ્રદ, ફાયદાકારક બનાવવી હોય તો લવીંગ, આદુ, મરી, તુલસીનાં પાન વગેરે પીસીને નાખીને ચા ઉકળી જાય ત્યારે તેમાં પોતાને અનુકુળ સ્વાદના પ્રમાણમાં લીંબુ નીચોવવું. આ ચા પીવાથી મોટા ભાગની બીમારીનું મુળ કબજીયાત મટી શકે, ભુખ ઉઘડશે અને લોહીનું શુદ્ધીકરણ થશે. ઉપરાંત ચહેરાનો રંગ સુધરશે.

આરોગ્ય ટુચકા 255  ગાઉટ-ગાંઠીયો વા (સંધીવા) અને કોફી

ઓગસ્ટ 19, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 255  ગાઉટ-ગાંઠીયો વા (સંધીવા) અને કોફી: સાંધાઓમાં યુરીક એસીડના જમાવથી ગાઉટ થાય છે. એમાં ખુબ દુઃખાવો થાય છે. સાંધાની આ બીમારીમાં કોફીમાં રહેલા એક તત્ત્વને કારણે લાભ થાય છે. એ માટે દરરોજ ત્રણ કપ કોફી પીવી જોઈએ. ગાઉટની તકલીફમાં ૧૫ દીવસમાં રાહત થાય છે એવું એક સંશોધનમાં જોવામાં આવ્યું છે. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોફીનો આ ફાયદો દુધ-ખાંડ વીનાની કોફીનો છે. વધુ પડતી કોફી પીવાથી હોજરીનું કેન્સર અને લોહીનું કેન્સર (લ્યુકેમીઆ) થઈ શકે. વળી સતત કોફી પીવાથી બ્લડપ્રેશર વધી શકે, ઉંઘ ઘટી જાય, સ્ટ્રોક અને હાર્ટએટેકની 70% શક્યતા રહે છે.

આરોગ્ય ટુચકા 254. કેન્સરના ઉપાય

ઓગસ્ટ 17, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 254.  કેન્સરના ઉપાય: કેન્સરની ગાંઠ સામાન્ય હોય ત્યારે જ ઉપાય કરી તેને મટાડી દેવી જોઈએ. એ માટે શુદ્ધ કરેલી ચણોઠી, આમલીના કચુકા, અને ગેરુ સરખા ભાગે લઇ ઘસી તેનો લેપ કેન્સરની ગાંઠ પર કરવાથી એ મટી શકે છે. પણ આ પ્રયોગ જાતે ન કરવો. નીષ્ણાતની સલાહ લેવી.

યુનીવર્સીટી ઑફ કેલીફોર્નીયામાં લગભગ ૪૦૦ પ્રયોગ કરવામાં આવ્યા. જેનાથી નક્કી થયું કે આંતરડાના, લીવરના અને ગુદાના કેન્સરમાં કોફી પીવાથી  રાહત થાય છે. કોફીને કારણે મળ આંતરડામાંથી ઝડપથી નીકળી જાય છે. આની સાથે સાથે કોફીને કારણે કોલેસ્ટ્રોલ, સ્ટરોલ અને બાઈલ એસીડનું સીક્રેશન ઓછું થાય છે. જેથી કેન્સર થતું અટકે છે.

ઈટાલીમાં ૧૦ ઠેકાણે કોફી માટે જે પ્રયોગ થયા તેમાં એવું નક્કી થયું છે કે રોજ ત્રણ કપ કોફી (૨૦૦ મી.ગ્રામ કેફીન) પીનારા લોકોને લીવરનું કેન્સર થવાની શક્યતા ફક્ત ૧૦ ટકા જેટલી રહે છે. વળી નીયમીત તમને ગમતી કસરત ૪૦ મીનીટ કરનારા જો રોજ ત્રણ કપ કોફી પીએ તો લીવરના કેન્સર થવાની શક્યતા રહેતી નથી.

આરોગ્ય ટુચકા 253. ઘુંટણનો દુઃખાવો

ઓગસ્ટ 16, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 253. ઘુંટણનો દુઃખાવો

જે પગના ઘુંટાણમાં દુખાવો હોય તે પગની ઘુંટી પાસે 2.25 કીલો (પાંચ પાઉન્ડ) વજન બાંધો. ખુરશી પર બેસો. ખુરશી પર બેઠેલી સ્થીતીમાં પગ ઘુંટણ આગળ ૯૦ ડીગ્રીએ વળેલા હશે. વજનવાળા પગને ઉંચો કરતા જાઓ અને જમીનની સમાંતર લાવો. પછી તેને અડધે સુધી (૪૫ ડીગ્રી) નીચે લાવો. પુરેપુરો નીચે લાવી જમીન પર મુકવાનો નથી, માત્ર 45° જ નીચે લાવવાનો છે. ફરી ઉંચકીને સમાંતર કરો.  આ રીતે ૧૫ વખત કરી એક મીનીટનો આરામ કરવો. આમ ત્રણ વખત એટલે કે 45 વાર કસરત કરો. જો બંને પગનાં ઘુંટણ દુખતાં હોય તો વારા ફરતી બંને પગની કસરતના 15-15 વખત એક-એક મીનીટના આરામ બાદ ત્રણ સેટ કરવા. આ રીતની કસરતથી ઘુંટણનો દુખાવો કદાચ દુર કરી શકાશે.

આરોગ્ય ટુચકા 252  ખુજલી – વલુર, ત્વચાની રુક્ષતા

ઓગસ્ટ 14, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 252  ખુજલી – વલુર, ત્વચાની રુક્ષતા: લીમડાની અંતર છાલ, હળદર, હરડે, બહેડાં, આમળાં, દારુહળદર, કરીયાતુ, રક્ત ચંદન (રતાંજલી) અને અરડુસીનાં પાન આ નવ દ્રવ્ય સરખે ભાગે લઈ થોડું પાણી ઉમેરી ચટણીની જેમ લસોટી, પીંડો બનાવી લેવો. આ ચટણીના વજનથી ચારગણું તલનું તેલ લેવું, તેલથી ચારગણું પાણી અથવા તો અરડુસીનો કે લીમડાના પાનનો રસ નાખી ધીમા તાપે ઉકળવા દેવું. પાણી બળી જાય અને માત્ર તેલ બચે ત્યારે ઉતારી લેવું. આ તેલ કાચની શીશીમાં ભરી લેવું. આ તેલની માલીશ કરવાથી ખુજલી, ખરજવું, ચામડી લુખી પડીને ફાટી જવી કે સોરાઈસીસ જેવા રોગોમાં ખુબ સારું પરીણામ મળે છે.