ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 262 સાથળ-જાંઘના સ્નાયુનો દુખાવો: બેત્રણ મહીના પહેલાં ટેબલ ટેનીસ રમતી વખતે મારી જાંઘના સ્નાયુમાં દુખાવો થયો હતો. હું સવારે યોગનાં આસનો કરું છું. એમાં મંડુકાસન અને શશાંકાસન કરું છું. આ બે આસન વજ્રાસનમાં બેસીને કરવાનાં હોય છે, આથી આ એ આસન કરતાં પહેલાં સુપ્ત વજ્રાસન કરવાનું આ દુખાવો થયા પછી શરુ કર્યું અને ફરીથી મને જાંઘના સ્નાયુમાં દુખાવો થયો નથી.
સુપ્ત વજ્રાસન કરતી વખતે જાંઘના સ્નાયુ સખત રીતે ખેંચાય છે, તંગ થાય છે, આથી એ સ્નાયુઓને સારી કસરત મળે છે. મંડુકાસન અને શશાંકાસન વખતે પણ થોડા પ્રમાણમાં વજ્રાસનને કારણે જાંઘના સ્નાયુઓ પર ખેંચાણ આવે છે, પણ સુપ્ત વજ્રાસન જેટલું નહીં.
સપ્ટેમ્બર 6, 2018 પર 8:19 એ એમ (am) |
mari mitra ne ghutan pase sojo rahe che.. su kri sakay, kai dawa
સપ્ટેમ્બર 6, 2018 પર 10:37 પી એમ(pm) |
ભાઈ નીરવ,
ઘુંટણના સોજાનું કારણ કંઈક વાગવાથી કે મચકોડ આવવાથી અથવા એવા બીજા કોઈ કરણથી ન હોય તો વાયુને કારણે હોઈ શકે. એ માટે મારી નીચેની પોસ્ટ વાંચવા માટે લીન્ક આપું છું.
૧. વાયુરોગો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/01/
૨. વાયુવીકાર http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/25/
૩. વાયુવીકાર અને કસરત https://gandabhaivallabh.wordpress.com/2016/01/03/
સપ્ટેમ્બર 6, 2018 પર 8:20 એ એમ (am) |
MANE KHIL NA MARK CHE.. GAL PAR KEVI RITE DUR KARVA PLS
સપ્ટેમ્બર 6, 2018 પર 10:29 પી એમ(pm) |
નમસ્તે ભાઈ નીરવ,
ખીલના ડઘા દુર કરવા નીચેના ઉપાયો પૈકી તમને કોઈ અનુકુળ હોય તો યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરી શકો.
(૧) શીમળાના કાંટાનું ખુબ બારીક અડધી ચમચી ચુર્ણ એટલી જ મસુરની દાળના લોટ સાથે મીશ્ર કરી, થોડું દુધ ઉમેરી, ખુબ હલાવી, પેસ્ટ બનાવી સવાર-સાંજ અડધો કલાક ચહેરા પર લગાડી રાખવું. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. થોડા દીવસો આ ઉપચાર કરવાથી ખીલ, ખીલના ડાઘા અને ચહેરાની ઝાંખપ-કાળાશ મટે છે. આ ઉપચાર વખતે ઉચીત પરેજી પાળવી. સાત્ત્વીક સુપાચ્ય ખોરાક લેવો. પીત્તકારક, ગરમ પદાર્થો ન લેવા.
(૨) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.
(૩) વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.
(૪) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દુર થાય છે.