Archive for ડિસેમ્બર, 2018

આરોગ્ય ટુચકા 294. શરીરના દુખાવાનો ઉપાય

ડિસેમ્બર 28, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 294. શરીરના દુખાવાનો ઉપાય: હળદરનું ચુર્ણ, મધ અને ચુનાના ચુર્ણનું સમાન ભાગે મીશ્રણ કરી એમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવવી. રાત્રે સુતાં પહેલાં દુખાવાની જગ્યાએ એનો લેપ કરીને ઉપર કપડું લગાવી દેવું. સવારે એને ધોઈ નાખવું. દુખાવાવાળી જગ્યાએ સહન થઈ શકે તેવા ગરમ પાણીનો શેક કરવાથી પણ આરામ મળે છે. અનુકુળ કપડામાં મીઠું-નમક વડે કે રેતી વાપરીને સુકો શેક કરવાથી પણ દુખાવામાં આરામ થાય છે, કેમ કે દુખાવાનું કારણ સામાન્ય રીતે વાયુવીકાર હોય છે અને ગરમાવાથી વાયુ દુર કરી શકાય.

Advertisements

આરોગ્ય ટુચકા 293  કસરત અંગે અગત્યની વાત

ડિસેમ્બર 23, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 293  કસરત અંગે અગત્યની વાત: ખોરાક તરીકે લેવામાં આવેલી કૅલરી કરતાં શ્રમ કે કસરત વડે વધારે કૅલરી વાપરો તો શરીર તેટલી કૅલરી જમા થયેલ ચરબીમાંથી મેળવે છે. આમ આહાર અને કસરતના યોગ્ય સંયોજનથી શરીરની ચરબી અને વજન ઘટાડવાની અસરકારકતા વધે છે.

નીયમીત કરવામાં આવતો વ્યાયામ બંધ કરવામાં આવે તો સ્નાયુઓ દર અઠવાડીયે ૧૦% શક્તી ગુમાવતા જાય છે. ચાલવાની કસરત શરુ કર્યા પછી બંધ ન કરશો. થોડા દીવસો કે થોડા મહીના કસરત કરીશું અને પછી ભુલી જઈશું તેવા ખોટા ખ્યાલમાં રહેશો નહીં. કસરતમાં જીવનભરના પ્રયત્નોની જરુર છે. કસરત બંધ કરી દેતાં એની લાભદાયી બહુ લાંબા સમય સુધી ટકતી નથી. શરીરની તંદુરસ્તીનો સંગ્રહ થઈ શકતો નથી. તે સતત ચાલુ રહેતી પ્રક્રીયા છે. તેને સતત બળ મળ્યા કરવું જોઈએ. અંગ્રેજીમાં કહેવત છે, યુઝ ઈટ ઓર લુઝ ઈટ, વાપરતા રહો, નહીંતર ગુમાવશો.

લોબીંબરાજ ચુર્ણ

ડિસેમ્બર 20, 2018

લોબીંબરાજ ચુર્ણ ૫૦ ગ્રામ સુંઠ, ૪૦ ગ્રામ લીંડીપીપર, ૩૦ ગ્રામ અજમો, ૨૦ ગ્રામ અજમોદ અને ૧૫૦ ગ્રામ હરડે ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને લોબીંબરાજ ચુર્ણ કહે છે. દરરોજ અડધીથી પા ચમચી આ ચુર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી પેટમાં થતો ગડગડાટ, ચુંક આવવી, આમ, વાયુ, મળાવરોધ, પેટનો દુખાવો વગેરે બધી તકલીફો મટે છે. આ ચુર્ણ ભુખ લગાડનાર અને આહારનું યોગ્ય પાચન કરાવનાર છે.

હોઠ ફાટે

ડિસેમ્બર 20, 2018

હોઠ ફાટે (૧) હોઠ ફાટે તો રાતે સુતાં પહેલાં હોઠ ઉપર એરંડીયું બરાબર ઘસીને સુઈ જવાથી ધીમે ધીમે સારું થઈ જાય છે. (૨) સરસવનું તેલ અથવા હુંફાળું ઘી નાભી ઉપર લગાડવાથી હોઠ ઉપર ચીરા પડશે નહીં.

રક્તાતીસાર

ડિસેમ્બર 20, 2018

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

રક્તાતીસાર પીત્તના કારણે મોટા આંતરડામાં ચાંદાં પડે અને રક્તમીશ્રીત સાતથી આઠ ઝાડા થાય તેને રક્તાતીસાર કહે છે. (૧) એમાં માત્ર સાકર નાખી ઉકાળેલા બકરીના દુધ પર જ રહેવું, દીવસમાં ત્રણ વાર કડાછાલનું ચુર્ણ એક કપ પાણીમાં ઉકાળી પીવું અને લોહી પડતું બંધ થાય પછી સાદો સુપાચ્ય આહાર લેવો. (૨) દાડમના દાણા, વરીયાળી અને સુકા ધાણાનું સમભાગે બનાવેલું ચુર્ણ થોડી સાકર મેળવી દર બે કલાકે ૧-૧ ચમચી પાણી સાથે લેવાથી લોહીવાળા ઝાડા મટે છે.

Ulcer

ડિસેમ્બર 20, 2018

 

Ulcer : (1) Drinking 200 to 250 ml cauliflower juice empty stomach first thing in the morning may cure ulcer. (2) Grapes help in ulcer. (3) Boil fenugreek seeds in water thoroughly, strain and drink three times a day preparing fresh every time. (4) For the prevention of ulcer drink a glass of orange, mandarin, pear juice or any other fruit juice which is a good source of vitamin c every day before breakfast and do not take any food until the juice is digested.

પ્રકરણ ૧૦ : પત્રીકા અને પીસ્તોલ

ડિસેમ્બર 20, 2018

આઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ

પ્રકરણ  ૧૦ : પત્રીકા અને પીસ્તોલ

મેં કાંઠાવીભાગ પત્રીકા શરુ કરી હતી. અમારી પાસે એક સાઈક્લોસ્ટાઈલ મશીન હતું. સીમમાં એક ખેતર હતું. ત્યાં એક ઉકરડો હતો. આ ઉકરડામાં બખોલ કરીને આ મશીન અમે રાખતા. પત્રીકા કાઢવા માટે એક છાપરીમાં બેસતા, અને કામ પુરું થયે પાછું સંતાડી દેતા. આ પત્રીકાના કામમાં સ્વ. જેરામભાઈ છીબાભાઈના નાના ભાઈ લલ્લુભાઈ મને ખુબ મદદ કરતા. આ પત્રીકા કાંઠાવીભાગમાં નીયમીત રુપે પહોંચતી. જાહેરની જગ્યાએ ચોંટાડવામાં આવતી. આ પત્રીકા ક્યાંથી પ્રગટ થાય છે અને કોણ પ્રગટ કરે છે તે શોધવા પોલીસે ઘણી મહેનત કરી, પણ છેવટ સુધી તેઓ કંઈ કરી શક્યા નહીં.

અમે રાત્રે સુવા માટે ઘરબહાર નીકળી જતા. સાથે ઓઢવા – પાથરવા લઈ લેતા. મોટે ભાગે સીમમાં જતા. થોડે થોડે દીવસે જગ્યા બદલતા રહેતા. જ્યાં રહેતા ત્યાં ખબરદારી રાખતા. અમે કરાડીથી મછાડની સીમમાં પણ સુવા જતા. અમે કરાડીના સ્મશાન પર પણ સુવા જતા. અમે ખારપાટની ખુલ્લી જગ્યામાં પણ સુઈ રહેતા. જુવાર કપાઈ ગયા પછી કડબના પુળાની ગંજી કરી હોય તેમાં વચ્ચે થોડું પોલાણ કરી સુઈ રહેતા અને બહારથી પુળા મુકી બંધ કરી દેતા. અમારામાં રવજીભાઈ અને રણછોડભાઈને બીડી પીવાની ટેવ. તેમને ગોદડામાં ભરાઈને બીડી પીવાનું કહેતા. રણછોડભાઈને ઘોરવાની આદત. રાત્રે બધું સુમસામ હોય ત્યારે દુર સુધી સંભળાય. એટલે હું તેમની પડખે જ સુતો અને ઘોરવા માંડે એટલે પડખું ફેરવી દેતો. કેટલીક વાર રાત્રે બેત્રણ વાગ્યા સુધી વારાફરતી ચોકી પણ કરતા. આ બધું છતાં લોકોનો સહકાર ન હોય તો થોડા દીવસો પણ કાઢી શકાયા ન હોત. પોલીસોની હીલચાલની ખબર પડતી ત્યારે કોઈ કોઈ વાર સીમમાં એકલા પણ સુવું પડતું. અમને માહીતી મળ્યા કરતી. વળી પોલીસોને પણ અમારો ડર રહેતો હતો.

સાંજનો સમય હતો. આટથી શ્રી મગનભાઈ નાનાભાઈ આવ્યા હતા. અવારનવાર અમે મળતા તો ખરા જ. તેઓ ઘેર જવા તૈયાર થયા. તેમને પત્રીકા આપવામાં આવી. તેમને વળાવવા અમે રવજીભાઈ સાથે ગયા. ધલ્લાની ખાડી આગળનો પુલ વટાવ્યો એટલે સામે એક પોલીસ મળ્યો. તેના હાથમાં ધા હતો.

તેણે અટકાવીને પુછ્યું,

‘થેલીમાં શું છે?’

સંતોષકારક જવાબ મળ્યો નહીં, એટલે તેણે થેલી તપાસી. થેલીમાં પત્રીકા જોઈ એટલે કહે,

‘ચાલો પોલીસગેટ પર.’

આગળ મગનભાઈ અને રવજીભાઈ. પાછળ ધા સાથે પોલીસ. રવજીભાઈ પાસે પીસ્તોલ હતી. મગનભાઈએ ઈશારાથી તેની માગણી કરી. રવજીભાઈએ વીચાર્યું કે કાંઈ કરીશું નહીં તો પકડાઈ જઈશું. ગામમાં ગયા પછી પીસ્તોલનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ. એટલે એણે નીર્ણય કર્યો કે, જે કાંઈ કરવું હોય તે અહીં જ કરવું જોઈએ. એટલે એઓ છલાંગ મારી બાજુએ ખસ્યા, અને હવામાં પીસ્તોલ ફોડી. પોલીસ તો આભો જ થઈ ગયો. ‘યે ભી રખતા હે?’ જવાબની રાહ જોયા વીના પછી તે ભાગ્યો. મછાડ ગયો. ત્યાંથી બે વેઠીયા લીધા પછી બીજા રસ્તે મટવાડ ગયો.

શીર્ષાસન

ડિસેમ્બર 20, 2018

આ આસન પહેલવહેલા કરતા હો તો નીષ્ણાતનું માર્ગદર્શન લેવું.

શીર્ષાસન

શીર્ષ એટલે મસ્તક, માથું અને આ આસનમાં માથા પર ઉભા રહેવાનું હોય છે, એટલા માટે જ એને શીર્ષાસન કહેવામાં આવે છે એમ નથી. શીર્ષનો બીજો એક અર્થ પણ છે-શ્રેષ્ઠ, ઉત્તમ. આસનોમાં આ આસન શ્રેષ્ઠ છે, આથી પણ એને શીર્ષાસન કહેવામાં આવે છે. એ સૌથી મહત્ત્વનું અને લાભકારી આસન હોવા સાથે જો એને ભુલભરેલી પદ્ધતીથી કરવામાં આવે તો નુકસાન પણ એટલું જ થાય છે. આથી એને યોગ્ય રીતે કરવું ખુબ મહત્ત્વનું છે.

શીર્ષાસન એક એવું આસન છે જેનો અભ્યાસ કરવાથી અનેક નાની બીમારીઓ દુર થઈ શકે છે. મનુષ્ય શરીરનાં બધાં જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય. શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે. ખાસ કરીને નાડીતંત્ર (જ્ઞાનતંત્ર)ને ચેતનવંતું બનાવવા તથા શારીરીક અને માનસીક તનાવમાંથી મુક્તી મેળવવા માટે શીર્ષાસન અજોડ છે. શીર્ષાસનથી આપણું પાચનતંત્ર સારું રહે છે, રક્ત સંચાર યોગ્ય રીતે થાય છે. શરીરને બળ પ્રાપ્ત થાય છે. તેનાથી મસ્તીષ્કમાં રક્ત સંચાર વધે છે, જેનાથી સ્મરણશક્તી વધી શકે છે. હીસ્ટીરીયા તથા અંડકોષ વૃદ્ધી, હર્નીયા, કબજીયાત વગેરે રોગો નથી થતા. તેનાથી વાળ કસમયે ખરતા નથી તથા સફેદ થતા અટકે છે. આ આસનથી આપણા આખા શરીરની માંસપેશીઓ સક્રીય થઈ જાય છે. આથી શારીરીક બળ મળે છે.

જો કે આ આસન કંઈક મુશ્કેલ છે. તે સીદ્ધ કરવું બધાં માટે સહજ નથી.

આસનો કરતી વખતે શીર્ષાસન ક્યારે કરવું? શરુઆતમાં, મધ્યમાં કે અંતે? કેટલાક લોકો શરુઆતમાં, લોહી ગરમ ન થયેલું હોય ત્યારે કરવામાં માને છે, કેટલાક બધી કસરતના અંતે કરવાનું કહે છે. હું થોડી વૉર્મીંગ અપની કસરત કર્યા પછી શીર્ષાસન કરું છું. એમાં તાડાસન, કમરઝુક, તીર્યક તાડાસન અને કોણાસનનો સમાવેશ થાયછે. આથી મેં શરુઆત આ આસનો અને કસરતથી કરી છે.

શીર્ષાસનની વીધીઃ- સૌથી પહેલાં સમતળ જમીન ઉપર કામળો વગેરે પાથરી નરમ આસન બનાવો. અહીં પરદેશમાં મોટા ભાગનાં ઘરોમાં લાકડાના ફ્લોર (ભોંયતળીયા) પર કારપેટ હોય છે. એની નીચે નરમ રબર જેવા પદાર્થનું પડ (અન્ડરલે) પાથરેલું હોય છે. તેના પર બીજો કારપેટનો ટુકડો હોય છે. આથી એના પર બીજું કશું જ પાથરવાની જરુર વીના શીર્ષાસન કરી શકાય. હું વર્ષોથી એ રીતે કરું છું. જમીન પર કે સખત આસન પર શીર્ષાસન કરવું યોગ્ય નથી, કારણ કે એમાં માથાનો ભાગ આસન પર મુકી આખા શરીરનું વજન એના પર મુકવામાં આવે છે. એ જ રીતે પોચા ગાદલાં જેવું આસન પણ સારું ન કહી શકાય. પ્રમાણસર નરમ આસન શીર્ષાસન કરવા માટે ઉત્તમ છે. લાંબી આસનપાટ હોય તો તેની ગડી વાળી જોઈતી નરમાશવાળું આસન બનાવી શકાય.

 Shirshasan

 શીર્ષાસન કરવા માટે વજ્રાસનમાં બેસો. હવે આગળ તરફ ઝુકી બંને હાથની કોણીઓને જમીન ઉપર ટેકવો. બંને હાથની આંગળીઓને એકબીજા સાથે જોડીને માથાને બંને હથેળીની વચ્ચે રાખો. શ્વાસ સામાન્ય રાખો. હાથના પંજાઓની વચ્ચેની જગ્યામાં માથાનો પાછલો ભાગ બરાબર આવે અને આસન દરમ્યાન કરોડ સીધી રહે એ રીતે માથાનો ભાગ આસન પર મુકવો જોઈએ. આ સ્થીતીમાં માથાનો ટોચનો ભાગ આસન પર હશે અને પાછળનો ભાગ બે પંજા વચ્ચે હશે. બીજી રીતે જોઈએ તો આ સમયે બે હાથની કોણીથી ત્રીકોણની બે બાજુઓ જેવો આકાર થશે અને બંને બાજુઓ જ્યાં મળે ત્યાં માથાનો ભાગ હશે. ત્રીકોણની ત્રીજી ખુલ્લી બાજુએ શરીર ઘુંટણના આધારે હશે. માથાને જમીન ઉપર ટેકવ્યા પછી ધીરે-ધીરે શરીરનું પુરું વજન માથા ઉપર છોડીને શરીરને ઉપર ઉઠાવો. શરીરનો ભાર માથા ઉપર લઈ લો. આ વખતે હજુ પગ ઘુંટણમાંથી વળેલા હશે. એને ધીમે ધીમે સીધા કરી આખું

શરીર સીધું કરી લો એટલે શીર્ષાસન.

શીર્ષાસનમાં રાખવાની કાળજી: જો તમે પુરેપુરા સ્વસ્થ ન હો તો આ આસનનો અભ્યાસ કરતાં પહેલાં એના નીષ્ણાતની સલાહ અવશ્ય લો. જેમને હાઈ કે લો બ્લડ પ્રેશર હોય કે હૃદય અથવા આંખોની કોઈ બીમારી હોય તેમણે આ આસન ન કરવું. ગરદનની કોઈ સમસ્યા હોય તો પણ આ આસન ન કરવું. ધડથી ઉપરના ભાગમાં દર્દ કે દુખાવો હોય તેવાઓએ શીર્ષાસન કરવું નહીં. શીર્ષાસન કરતાં પહેલાં પેટ સાફ થયેલું હોવું ખુબ જ જરુરી છે. ઉંમરમાં વૃદ્ધ હોય તેવાઓએ આ આસન શરુ કરવું નહીં. આંખના ચશ્માના નંબર બેથી વધુ હોય તેણે પણ શીર્ષાસન કરવું નહીં. જો માથુ, મેરુદંડ, પેટ વગેરેમાં કોઈ ફરીયાદ હોય તો આ આસન બીલકુલ ન કરવું.

સાવધાની : શરુઆતમાં આ આસન દીવાલનો ટેકો લઈને જ કરવું જોઈએ અને એ પણ એના નીષ્ણાતની દેખરેખમાં. માથાને જમીન પર ટેકવતી વખતે ધ્યાન રાખો કે સારી રીતે માથાનો આ ભાગ જ ટેકવ્યો છે, જેથી ગરદન અને કરોડરજ્જુ સીધાં રહે. પગને એકદમ ઝટકાથી ઉપર ન ઉઠાવવા. અભ્યાસ કરવાથી તે એમની જાતે જ ઉપર ઉઠવા માંડે છે.

શીર્ષાસન હંમેશાં શૌચક્રીયા બાદ માત્ર સવારે દીવસમાં એક જ વખત કરવું જોઈએ. જો કબજીયાત રહેતી હોય તો બીજા ઉપાયો બાદ પેટ સાફ થાય પછી જ આ આસન કરવું, નહીંતર લાભને બદલે નુકસાન થવાનો સંભવ છે.

ફરી સામાન્ય સ્થીતીમાં આવવા માટે ઝટકાથી પગને જમીન પર ન મુકવા, અને માથાને એકદમ ઉપર ન ઉઠાવવું. પગને વારાફરતી જમીન પર મુકવા પછી માથાને હાથના પંજાની વચ્ચે થોડીવાર સુધી મુકી રાખ્યા બાદ જ વજ્રાસનમાં આવવું.

ઉપર શીર્ષાસનના લાભો વાંચી ઉત્સાહમાં આવી જઈ એને લાંબા સમય સુધી કરવા મંડી ન પડવું. પ્રથમ વખત શીર્ષાસન કરતાં હોય તો પંદરથી ત્રીસ સેકંડ સુધી આ સ્થીતીમાં રહો. (અનુભવ થતાં ક્રમશઃ સમય વધારી વધુમાં વધુ દસેક મીનીટ સુધી એને કરી શકાય. જો કે કેટલાક નીષ્ણાતો એને બેત્રણ મીનીટથી વધુ ન કરવું જોઈએ એવો મત ધરાવે છે. વધુ સમય શીર્ષાસન કરવાથી મગજની નાજુક નસોને નુકસાન પહોંચી શકે, જેને આપણે જ્ઞાનતંતુ કહીએ છીએ. એ ખુબ બારીક તાંતણા જેવા હોય છે.) પછી જે ક્રમમાં આસન કર્યું તેથી ઉલટા ક્રમમાં આસનથી મુળ સ્થીતીમાં આવો. આ સમગ્ર પ્રક્રીયા દરમ્યાન આંચકા આવે તેવી રીતે કે ઉતાવળ કરવી પડે તેવું કરવાનું નથી.

એકાદ મીનીટ જેટલો સમય માથાને બે પંજા વચ્ચે રાખીને આસનની શરુઆતમાં જે સ્થીતી હતી તેમાં રહો. પછી શવાસન કરી શરીરને આરામ આપો. સામાન્ય રીતે જેટલો સમય શીર્ષાસન કર્યું હોય તેનાથી અડધો સમય શવાસન કરવું જ જોઈએ. આ બાબત બહુ મહત્ત્વની છે. શવાસનની વીધી આ આસન પછી બતાવી છે.

ફાયદા

શીર્ષાસન દરમ્યાન શરીરમાં લોહીની ગતી ગુરુત્વાકર્ષણથી પગથી માથા તરફ થાય છે. એથી માથાના ભાગમાં લોહીના વધારાના વહન માટે રક્તવાહીનીઓ સહેજ ફુલે છે. લોહીનું દબાણ એથી સહેજ ઘટે છે. પરીણામે પગ અને ઉદરપ્રદેશમાંનું લોહી હૃદયના જમણા ભાગમાં એકઠું થાય છે. એથી રુધીરાભીસરણ ઝડપી બને છે. આથી સામાન્યતઃ મગજ અને ધડના ભાગમાં જ્યાં સામાન્ય સ્થીતીમાં લોહીનો પુરવઠો ઓછો મળતો હોય ત્યાં વધુ લોહી મળવાથી એને પોષણ મળે છે. એથી શીર્ષાસન કરનારનું મુખ તેજસ્વી અને પુષ્ટ બને છે.

રક્તાભીસરણની ક્રીયા સરળ બનવાથી લોહીના વીકારોથી થતા રોગો મટે છે. મનુષ્યનું હૃદય જન્મથી જ અવીરત કાર્ય કરતું રહે છે. હૃદયની ગતીના સમતોલનથી દીર્ઘ આયુષ્ય અને નીરોગી શરીર પ્રાપ્ત થાય છે. હૃદયને સૌથી વધુ આરામ આપનાર કોઈ આસન હોય તો તે શીર્ષાસન છે.

શરીરના અવયવોમાંથી અશુદ્ધ લોહી ભેગું કરનાર શીરાઓ ગુરુત્વાકર્ષણથી વીરુધ્ધ દીશામાં લોહીને ધકેલતી હોય છે. જે શીથીલ થતાં વેરીકોઝ વેઈન નામે શીથીલ શીરાનો રોગ થાય છે, જેમાં શીરા વાંકીચુકી થઈ જાય છે. નીયમીત શીર્ષાસન કરવાથી આ રોગ દુર થાય છે.

મગજના ભાગમાં આવેલ પીટ્યુટરી અને પીનીયલ ગ્રંથીઓને પોષણ મળવાથી આરોગ્યની વૃદ્ધી થાય છે. ધોળા વાળ કાળા થાય છે. વૃદ્ધાવસ્થાને લીધે મોં પર પડતી કરચલીઓ ઘટે છે. સ્મરણ શક્તી વધે છે. બુદ્ધી તીક્ષ્ણ થાય છે. જ્ઞાનતંતુની નબળાઈને કારણે લાગતી અશક્તી, અનીદ્રા, સુસ્તી (ન્યુરેસ્થેનીયા) વગેરે મટે છે. આંખ, કાન, નાક, ગળા વગેરેના સામાન્ય દોષો દુર થાય છે.

શીર્ષાસન આંખની દૃષ્ટીશક્તી વધારે છે. શરુઆતના ચશ્માના નંબર પણ એનાથી ઉતરી જાય છે. પરંતુ જો બે કે ત્રણથી વધુ ચશ્માના નંબર હોય તો તેણે શીર્ષાસન ન કરવું, કારણ કે તેનાથી નંબર વધવાનો ભય રહે છે.

શીર્ષાસન જ્ઞાનતંતુઓ માટે અકસીર ટોનીક સાબીત થાય છે. એથી માનવીની ચપળતા, કાર્યદક્ષતા અને ઉત્સાહમાં વધારો થાય છે. તે ઉપરાંત શરીરના અગત્યના અવયવો જેવા કે બરોળ, કીડની, યકૃત, જઠર અને આંતરડાની કાર્યક્ષમતા વધવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, અજીર્ણ, મંદાગ્ની કે કબજીયાત દુર થાય છે. દમ તથા હર્નીયામાં રાહત મળે છે.

શીર્ષાસન કરવાથી બ્રહ્મચર્યના પાલનમાં મદદ મળે છે. વીર્યનું રક્ષણ અને ઉર્ધ્વગમન થતાં ઓજસમાં રુપાંતર થાય છે. સ્વપ્નદોષ દુર થાય છે. ટુંકમાં કહીએ તો શીર્ષાસન માનવો માટે અમૃત સમાન છે. ઘડપણ અને રોગોને પણ દુર કરે તેવું સર્વશ્રેષ્ઠ રસાયણ છે.

જેટલો સમય શીર્ષાસન કર્યું હોય તેનાથી અડધા સમય સુધી તરત શવાસન કરવું.

આરોગ્ય ટુચકા 91. આ સાચું?

ડિસેમ્બર 20, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 91. આ સાચું? અનાજ અને કઠોળમાંથી મળતું પ્રોટીન ૧૦૦ ગ્રામથી વધુ લેવામાં આવે તો ગાઉટ કે પથરી થવાનો ભય રહે છે. અનાજ અને કઠોળનો લોટ ચાળ્યા વગર વાપરવાથી ફાઈબર, વીટામીન અને ખનીજનો લાભ મળે છે. ફણગાવેલાં કઠોળમાંથી પણ એ ત્રણે સારા પ્રમાણમાં મળે છે. કેળાં, સફરજન, નારંગી, દ્રાક્ષ, ટેટી, તરબુચ, કેરી, જામફળ, ચીકુ, પાઈનેપલ પૈકી કોઈપણ ત્રણ ફળ દરરોજ ખાવાં જોઈએ.

તમે આ જાણો છો?

ડિસેમ્બર 20, 2018

તમે આ જાણો છો?

(બ્લોગ પર તા. 29-4-2018)

KickassFacts.comના સૌજન્યથી (પીયુષભાઈ દ્વારા મળેલી એક અંગ્રેજી ઈમેલ પરથી)

  1. ટાઈટેનીકની જળસમાધી વખતે એક પણ એન્જીનીઅર ભાગી ગયો ન હતો. બધા જ સ્ટીમર પર રહ્યા હતા અને પાવર ચાલુ રાખ્યો હતો જેથી મુસાફરો સ્ટીમર છોડી જઈ બચી શકે.
  2. ન્યુયોર્કના 9/11ના બનાવ પછી અમેરીકામાં 1600 લોકો વાહન અકસ્માતમાં મરી ગયાં. કારણ કે લોકોએ વીમાનમાં મુસાફરી કરવાનું ટાળી ડ્રાઈવીંગ કરવાનું શરુ કર્યું હતું.
  3. જ્યારે બાળ અભીનેતા લેકી કુગર 18નો થયો ત્યારે તેને ખબર પડી કે એની બધી જ કમાણી (68 મીલીઅન ડૉલર) એની મમ્મીએ ખર્ચી નાખેલી. એની મમ્મીએ કહેલું, “જેકીને એક પણ પૈસો આપવા બાબત કોઈ કાયદો નથી. બાળક 21 વર્ષની ઉંમર સુધી જે કંઈ કમાય તે એનાં માબાપનું થાય છે.” આ પછી બાળકલાકારોના રક્ષણ માટે ‘કુગન બીલ’ પસાર થયું હતું.
  4. 1999માં એક ઑસ્ટ્રેલીઅન બીલ મોર્ગનને 14 મીનીટ સુધી મૃત જાહેર કરવામાં આવેલો. પછીથી એનામાં જીવ આવ્યો અને એકદમ સાજોનરવો થઈ ગયેલો. આ સજીવનની ઉજવણી કરવા માટે એણે સ્ક્રેચ કાર્ડ ખરીદ્યો અને 27000 ડૉલરની કાર જીત્યો. ન્યુઝવાળાઓએ એને સ્ક્રેચ કાર્ડવાળા પ્રસંગનું પુનરાવર્તન કરવા કહ્યું. એણે ફરીથી કાર્ડ લીધો અને જેકપોટમાં 2,50,000 ડૉલર જીત્યો.
  5. કેલીફોર્નીઆનો એક ચેતાતંત્ર વીજ્ઞાની (ન્યુરોસાયન્ટીસ્ટ) 67 વર્ષ સુધી માત્ર દ્વીપરીમાણમાં – લંબાઈ અને પહોળાઈમાં જ જોઈ શકતો હતો. એને ઉંડાઈનો કોઈ ખ્યાલ આવતો નહીં. જ્યારે એણે હ્યુગો મુવી 3ડી ચશ્મા પહેરીને જોયું ત્યારે એના મગજમાં એકાએક ક્લીક થયું અને એ ત્રીપરીમાણ જોતો થયો.
  6. રશીયામાં રમાયેલ 2014ના શીયાળુ ઓલમ્પીકમાં આપવામાં આવેલા કેટલાક મેડલમાં રશીયામાં પડેલા ઉલ્કાના ટુકડા પણ મુકવામાં આવ્યા છે.
  7. બીજા વીશ્વયુદ્ધમાં લેનીનગ્રાદ પરની ચડાઈ અને ઘેરા વખતે સોવીયેતના 9 વીજ્ઞાનીઓ ભુખમરાથી મૃત્યુ પામ્યા. દુનીયાની સૌથી મોટી બીયારણ બેન્કના રક્ષણ માટે તેઓ ભુખે મરી ગયા, પણ બી માટેનું અનાજ વગેરે ખાઈને જીવ બચાવ્યો નહીં, કેમ કે એમને એમના દેશના ભવીષ્યની ચીંતા હતી.
  8. કોકાકોલાની રહસ્ય ફોર્મ્યુલા જ્યારે ત્રણ જણાએ પેપ્સીને વેચવાનો પ્રયાસ કર્યો, ત્યારે પેપ્સીએ કોકાકોલાના માલીકોને જાણ કરી દીધી અને એફ.બી.આઈ.ને ફોન કર્યો.
  9. પ્રખ્યાત બોક્ષર સુગર રે રોબીન્સને એક બોક્ષીંગમાં ભાગ લેવાની ના પાડી, કેમ કે એને સ્વપ્ન આવેલું કે એ મેચમાં એના હરીફનું એના હાથે મોત થશે. એક પાદરીએ એને એ બાબતમાં સમજાવ્યો અને ખાતરી કરાવી કે એવું કશું નહીં થાય, આથી એ બોક્ષીંગ રમવા રીંગમાં ગયો, અને એના હરીફ જીમી ડૉયલનું સુગરના હાથે મૃત્યુ થયું.
  10. જેમ્સ હેરીસન જ્યારે 13 વર્ષનો હતો ત્યારે એક ઑપરેશનમાં એને 13 લીટર લોહી આપવું પડ્યું હતું. જ્યારે એ 18નો થયો ત્યારે એણે રક્તદાન કરવાની ઈચ્છા બતાવી. એવું જોવામાં આવ્યું કે એના લોહીમાં એવું એક રોગપ્રતીકારક રસાયણ હતું જે કોઈક જ લોકોમાં હોય છે. એ રસાયણ મકાકી વાંદરાને લગતા રોગ સામે રક્ષણ આપે છે. એણે એના જીવન દરમીયાન 1000 વખત રક્તદાન કરી વીસ લાખ લોકોને જીવીતદાન આપી રેકોર્ડ સ્થાપ્યો છે.
  11. વાણીજ્યમાં હવે ઝડપનું મહત્ત્વ એટલું બધું વધી ગયું છે કે ત્રણ કરોડ ડૉલરના ખર્ચે એટલાન્ટીક મહાસાગર ફરતે કેબલ નાખવામાં આવ્યો છે, જેનાથી લંડન અને ન્યુયૉર્ક વચ્ચે સંદેશા વ્યવહારમાં 5 મીલીસેકન્ડની ઝડપ વધશે.
  12. જો સત્તાવાળાઓએ લાન્સ આર્મસ્ટ્રોન્ગનો ફ્રાન્સની સાઈકલ હરીફાઈનો મેડલ બીજાને આપવો હોય જેણે પોતાના જીવનમાં કદી પણ બીનઅધીકૃત શક્તીઔષધ ન લીધું હોય તો તે 23મા ક્રમે આવેલા હરીફને આપવો પડે. (આવી રમતોમાં આટલા મોટા પ્રમાણમાં ડોપીંગ ચાલે છે.-ગાંડાભાઈ)