Archive for માર્ચ, 2019

આરોગ્ય ટુચકા 305 બાળકોનું એક ઔષધ

માર્ચ 31, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 305 બાળકોનું એક ઔષધ  લીંબુનો રસ ૩ ચમચી, ચુનાનું નીતારેલું પાણી ૨ ચમચી, મધ ૧ ચમચી અને અજમાનું બારીક ચુર્ણ ૧ ચમચી મીશ્ર કરી બાટલીમાં ભરી રાખવું. નાનાં બાળકોને એમાંથી ૧૦ ટીપાં જેટલી દવા સવારસાંજ પાવાથી ધાવણ ન પચતું હોય તો આ ઔષધ હીતાવહ છે. એનાથી બાળકોની પેટની ચુંક, આફરો, ઉબકા, ઉલટી, ઝાડા અને વાયુના જુદા જુદા વીકારોમાં તથા સ્તનપાન કરતાં બાળકોમાં સ્તનપાન કર્યા પછી ધાવણ કાઢી નાખતાં હોય એવી બધી વીકૃતીઓમાં ઉપયોગી થાય છે. લીંબું ખાટું હોવા છતાં પીત્તશામક છે. એ વાયુનું પણ શમન કરે છે અને જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે.

Advertisements

આરોગ્ય ટુચકા 304  વજન તથા પાચનશક્તી

માર્ચ 24, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 304  વજન તથા પાચનશક્તી: બે ટામેટાનો જ્યુસર વડે અથવા પીસીને રસ કાઢવો. જો જ્યુસર વડે રસ કાઢો તો સાથે જ થોડું આદુ પણ નાખી શકાય, અથવા આદુનો અલગથી રસ કાઢી ટામેટાના રસમાં મીક્સ કરો. એમાં પોતાને અનુકુળ પ્રમાણમાં લીંબુનો રસ અને મરીનું ચુર્ણ ઉમેરી બે ચમચી મધ નાખી રોજ પીવાથી પાચનશક્તી સુધરે છે તથા વજન પણ ઓછું થઈ શકે છે.

આરોગ્ય ટુચકા 303.  વજન ઘટાડવા માટે

માર્ચ 20, 2019

આરોગ્ય ટુચકા 303.  વજન ઘટાડવા માટે:

વજન ઘટાડવામાં ૧૬:૮નો નિયમ લાભકારક છે.

‘યુનીવર્સીટી ઑફ ઈલિનૉઈસ ઍટ શીકાગો’ (UIC)ના એક સંશોધક જુથનું કહેવું છે કે દરરોજ ‘ઉપવાસ’ કરવાથી વજન ઘટે છે અને બ્લડ પ્રેશર ઓછું થાય છે. આના માટે એમણે ૧૬:૮નો નીયમ આપ્યો છે. આમાં તમારે કઈ વસ્તુમાં કેટલી કેલરી છે તેની ચીંતા  નથી કરવી પડતી. એટલું જ નહીં, તમારે જે ખાવું હોય તે ખાઈ શકો છો તેમ છતાં વજન ઘટતું જશે. આ નીયમ મુજબ દીવસના ૧૬ કલાક કશું જ ખાવું નહીં, માત્ર પાણી પી શકાય. 24 કલાકમાંથી બાકીના આઠ કલાક જે નક્કી કર્યા હોય તેમાં જ માત્ર ખાવું.

આના અખતરા માટે એમણે ૨૩ જાડાં નરનારી પસંદ કર્યાં. એમને જે ખાવું હોય તે સવારના દસથી સાંજના છ વાગ્યા સુધીમાં ખાવાની છુટ, પણ સાંજના છથી બીજા દીવસની સવારના દસ વાગ્યા સુધી કશું જ ખાવાનું નહીં. બીજું એવું જ પ્રાયોગિક જુથ પહેલાં પસંદ કરેલું હતું તેના પર અમુક ખાવું, અમુક ન ખાવું. કેટલું ખાવું વગેરે નીયંત્રણો હતાં. હવે એમણે ૧૬:૮ વાળા જુથનાં પરીણામો પહેલા જુથનાં પરીણામો સાથે સરખાવી જોયાં તો જોવા મળ્યું કે ૧૬:૮ વાળા જુથે ૩૫૦ એકમ કૅલરી ઓછી લીધી અને એમનું વજન ત્રણ ટકા ઓછું થયું.

સંપર્કઃ Jacqueline Carey jmcarey@uic.edu twitter.com/JCareyUIC