Archive for એપ્રિલ, 2019

આરોગ્ય ટુચકા 312. રક્તશર્કરા અંગે કાળજી

એપ્રિલ 29, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

 આરોગ્ય ટુચકા 312. રક્તશર્કરા અંગે કાળજી

1.        ડાયાબીટીસમાં ડીહાઈડ્રેશનથી બચવા માટે વધુ પાણી પીવાની જરુર રહે છે. ઉપરાંત પુરતા  પ્રમાણમાં પાણી પીવાથી બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે. ફ્રુટ જ્યુસ  પીવાનું ટાળવું જોઈએ, કેમ કે એનાથી રક્તશર્કરાનું પ્રમાણ વધી જવાની શક્યતા રહે છે.

2.       નારીયેળ પાણી રક્તશર્કરાની સમસ્યામાં ઉત્તમ ગણાય છે, કેમ કે એનાથી ઈલેક્ટ્રોલાઈટનું સંતુલન જળવાઈ રહે છે. વળી તેમાં હાઈપોગ્લાઈકેમિક અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, આથી તે ઘણું સુંદર પીણુ છે. ડાયેટ પીણાંઓનો ઉપયોગ કરવો નહીં. તેમાં આર્ટિફિશ્યલ સ્વીટનર્સ હોય છે, જેનાથી મેટાબોલિક ડિસઓર્ડર (ચયાપચય અસંતુલન) જેમ કે હાઈપરટેન્શન, કોલેસ્ટ્રોલ અને વજન વધવાનો ખતરો રહે છે.

3.       બ્લેક કોફી પી શકાય. કેફીન બ્લડ શુગર લેવલ ઓછું કરે છે. એક દિવસમાં ત્રણ કપ કોફી પી શકાય. પણ ડાયાબીટીસમાં દારૂ પીવો ન જોઈએ.

4.       ગ્રીન ટી પીવી સારી ગણાય છે. તેનાથી ઈન્સ્યુલિન રેસિસ્ટેંટ ઘટે છે. વળી તેનાથી મોટાપો અને હૃદયની સમસ્યામાં પણ લાભ થાય છે. એનર્જિ ડ્રિંક પીવાથી બચવું, તેનાથી બ્લડમાં ઈન્સ્યુલિનનું લેવલ વધી શકે છે.

આરોગ્ય ટુચકા 311. મુત્રમાર્ગ સંક્રમણ(યુરેટસ ઈન્ફેક્શન)

એપ્રિલ 23, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 311. મુત્રમાર્ગ સંક્રમણ(યુરેટસ ઈન્ફેક્શન):

1.       અનાનસમાં ખાસ પ્રકારનાં એન્ઝાઈમ હોય છે, જે યુરેટસ ઈન્ફેક્શન (યુટીઆઈ) માટે એક ઉપચાર છે. એક વાડકી અનાનસ ખાવાથી એમાં લાભ થાય છે.

2.       કેનબેરી અને બ્લ્યુ બેરીને જુના મુત્ર માર્ગ સંક્રમણ – UTIને રોકવા માટે સૌથી ઉત્તમ ઉપાય માનવામાં આવે છે.

3.       પેઠું (ભુરા કોળાની ગળી વાનગી) કે આમળાનો મુરબ્બો સવાર-સાંજ નીયમીત રીતે ખાવાથી મુત્રમાર્ગ સંક્રમણમાં લાભ થાય છે.

4.       ફળોમાં તરબુચ, સફરજન, સંતરુ, મોસંબી, આમળાં, ફાલસાં વગેરે રસીલાં તેમજ ઠંડી તાસીરવાળાં ફળોનું સેવન કરવું આ સમસ્યામાં લાભકારક મનાય છે.

5.       કાચા દુધની લસ્સીમાં નાની ઈલાયચીનું ચુર્ણ મીક્સ કરીને સવાર-સાંજ પીવું.

6.       ગાજર, શેરડીનો રસ, કાચા નારીયેળનું પાણી, છાશ વગેરેનું વારંવાર સેવન એમાં હીતાવહ છે.

7.       પીવાનું પાણી હળવુ ગરમ હોય તેવું જ પીવાનુ રાખો. તરસ લાગે તો લીંબુ પાણી પીઓ.

8.       શાકભાજીમાં ફ્લાવર, ભીંડી, ડુંગળી, ધાણા, તુરિયાં, આદુ વગેરેનું સેવન કરવું.

9.       રાતભર પલાળી રાખેલા ગુંદરમાં સ્વાદ અનુસાર ખાંડ નાખીને સવારે ખાવાથી પણ લાભ થાય છે. મુળાનો એક કપ જેટલો રસ સવાર-સાંજ પી શકાય.

એપ્રિલ 21, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

 આરોગ્ય ટુચકા 310. કીડનીની સંભાળ: 1. દરરોજ 1 કપ શાકભાજી અને બે ફળ ખાવાથી કીડનીને લાભ થાય છે. માંસ, મચ્છી, ઈંડા, દુધ, દુધની બનાવટો, કઠોળ, સુકો મેવો વગેરેમાં ફોસ્ફરસ હોય છે, જેનાથી કીડનીને કામનો બોજો વધુ રહે. આથી આ પ્રકારના આહારનું પ્રમાણ બને તેટલું ઓછું કરવું, ખાસ કરીને જ્યારે પેશાબ અંગે કોઈ તકલીફ જણાતી હોય.

2. આખા દીવસમાં પા (1/4) નાની ચમચીથી વધુ મીઠું (નમક) ન ખાવું. સ્વાદ માટે લીંબુ, ઈલાયચી, તુલસી વગેરેનો ઉપયોગ કરી શકાય. પેકેટબંધ ચીજો જેમ કે, અથાણું, સોસ, ચીઝ, ચીપ્સ વગેરેનો ઉપયોગ ટાળવો, કેમ કે એમાં નમક વીશેષ પ્રમાણમાં હોય છે.

3. વધુ કેલ્શીયમ લેવાથી કીડનીમાં પથરી થઈ શકે છે, તેથી વધુ પડતો કેલ્શીયમયુક્ત આહાર તજવો કે અલ્પ પ્રમાણમાં લેવો.

આરોગ્ય ટુચકા 309 અગત્સ્ય હરીતકી અવલેહ

એપ્રિલ 19, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 309 અગત્સ્ય હરીતકી અવલેહ: ઉત્તમ પ્રકારના આ ચાટણમાં મુખ્ય ઔષધ હરીતકી એટલે હરડે હોય છે. સવાર-સાંજ ખાલી પેટે એકથી બે ચમચી એનું સેવન કરવાથી ક્ષયરોગ, દમ, ઉધરસ, શરદી, એલર્જી જેવા કફના રોગો અને સંગ્રહણી જેવા ઝાડાના રોગોમાં લાભ થાય છે. આ ઔષધ ઉત્તમ રસાયણ પણ હોવાથી ચામડીની કરચલીઓ, વાળ અકાળે સફેદ થવા, વાળ ખરવા વગેરે વીકૃતીઓમાં પણ હીતાવહ છે. એ બળવર્ધક, વીર્યવર્ધક  તથા શરીરના વર્ણને સુધારનાર છે. દુધ કે ઘી સાથે તેનું સેવન કરવાથી ઉત્તમ પ્રકારની પુષ્ટતા પ્રાપ્ત થાય છે. લગભગ દરેક ફાર્મસીમાં એ મળે છે.

આરોગ્ય ટુચકા 308:મોંની ગરમી-ફોલ્લા

એપ્રિલ 13, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 308:મોંની ગરમી-ફોલ્લા

મોંમાં ગરમીને કારણે તીખી વસ્તુ ખાવામાં તકલીફ થતી હોય તો નીચેના ઉપાય અજમાવી શકાય.

૧. તુલસીનાં બે ત્રણ પાન ચાવીને ખાઈ જવાં.

૨. એક કપ સાધારણ ગરમ પાણીમાં અડધી ચમચી હળદર નાખી જ્યાં સુધી આરામ ન થાય ત્યાં સુધી અવાર નવાર કોગળા કરવા.

૩. ખાવામાં કોપરેલનો ઉપયોગ કરવો અને તાજું કોપરું બારીક વાટી ફોલ્લા થયા હોય તો તેના પર લગાડવું.

૪. લીંબુનો રસ અને થોડું મધ પાણીમાં મેળવી કોગળા કરવાથી મોંની ગરમીમાં

રાહત થાય છે.

આરોગ્ય ટુચકા 307. ઓલીવ ઓઈલ

એપ્રિલ 12, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 307. ઓલીવ ઓઈલ: આહારશાસ્ત્રીઓ અને રાંધણકળાના જાણકારો કહે છે કે સ્વાસ્થ્ય માટે અને વીવીધ ઉપયોગોમાં ખુબ સારી રીતે કામ આવતું તેલ ઓલીવઓઈલ છે. હા, પણ એ પ્રક્રીયા કરેલું, શુદ્ધ કરેલું ન હોવું જોઈએ, જેને એક્સ્ટ્રા વર્જીન કહે છે તે હોવું જોઈએ. ઓલીવનાં બીમાંથી કાઢેલું મુળ સ્વરુપનું તેલ ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. એ તેલમાં મોનો અનસેચ્યુરેટેડ ચરબી તથા પોલી અનસેચ્યુરેટેડ ચરબી હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. જો કે એનું ઉત્કલન બીન્દુ થોડું નીચું હોય છે, આથી વધુ ગરમી લાગતાં એ બળી જઈ ધુમાડો પેદા કરે છે. આથી એને ઓછી કે મધ્યમ ગરમી માટે વાપરવું સલાહભરેલું છે.

રાંધવામાં એ સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ ગણાય છે. જો કે સલાડમાં ડ્રેસીંગ તરીકે પણ ઘણું ગુણકારી છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે એક્સ્ટ્રા વર્જીન લખેલું હોય છતાં એમાં છેતરપીંડી હોઈ શકે. આથી ખાતરીનું તેલ જ ખરીદવું.

આરોગ્ય ટુચકા 306. વાયુ અને કફદોષ

એપ્રિલ 5, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 306. વાયુ અને કફદોષ – ૧ લીટર પાણીમાં ૧ ચમચી (.૫ ગ્રામ) તાજો નવો અજમો નાખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો. અા પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દોમાં ખાસ લાભપ્રદ છે. આ પાણી કફજન્ય હૃદયનું શુળ, પેટમાં વાયુપીડા, અાફરો, પેટનો ગોળો, હેડકી, અરુચી, મંદાગ્ની, બરલનું દર્દ, પેટનાં કરમીયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, સળેખમ, બહુમુત્ર, ડાયાબીટીસ, જેવાં અનેક દર્દોમાં ખાસ લાભપ્રદ છે. અા પાણી ગરમ ગુણો ધરાવે છે. આથી પીત્તપ્રકૃતી ધરાવનારે એનો ઉપયોગ પોતાને અનુકુળ હોય તે પ્રમાણમાં જ કરવો.