આરોગ્ય ટુચકા 311. મુત્રમાર્ગ સંક્રમણ(યુરેટસ ઈન્ફેક્શન)

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 311. મુત્રમાર્ગ સંક્રમણ(યુરેટસ ઈન્ફેક્શન):

1.       અનાનસમાં ખાસ પ્રકારનાં એન્ઝાઈમ હોય છે, જે યુરેટસ ઈન્ફેક્શન (યુટીઆઈ) માટે એક ઉપચાર છે. એક વાડકી અનાનસ ખાવાથી એમાં લાભ થાય છે.

2.       કેનબેરી અને બ્લ્યુ બેરીને જુના મુત્ર માર્ગ સંક્રમણ – UTIને રોકવા માટે સૌથી ઉત્તમ ઉપાય માનવામાં આવે છે.

3.       પેઠું (ભુરા કોળાની ગળી વાનગી) કે આમળાનો મુરબ્બો સવાર-સાંજ નીયમીત રીતે ખાવાથી મુત્રમાર્ગ સંક્રમણમાં લાભ થાય છે.

4.       ફળોમાં તરબુચ, સફરજન, સંતરુ, મોસંબી, આમળાં, ફાલસાં વગેરે રસીલાં તેમજ ઠંડી તાસીરવાળાં ફળોનું સેવન કરવું આ સમસ્યામાં લાભકારક મનાય છે.

5.       કાચા દુધની લસ્સીમાં નાની ઈલાયચીનું ચુર્ણ મીક્સ કરીને સવાર-સાંજ પીવું.

6.       ગાજર, શેરડીનો રસ, કાચા નારીયેળનું પાણી, છાશ વગેરેનું વારંવાર સેવન એમાં હીતાવહ છે.

7.       પીવાનું પાણી હળવુ ગરમ હોય તેવું જ પીવાનુ રાખો. તરસ લાગે તો લીંબુ પાણી પીઓ.

8.       શાકભાજીમાં ફ્લાવર, ભીંડી, ડુંગળી, ધાણા, તુરિયાં, આદુ વગેરેનું સેવન કરવું.

9.       રાતભર પલાળી રાખેલા ગુંદરમાં સ્વાદ અનુસાર ખાંડ નાખીને સવારે ખાવાથી પણ લાભ થાય છે. મુળાનો એક કપ જેટલો રસ સવાર-સાંજ પી શકાય.

Advertisements

ટૅગ્સ:

4 Responses to “આરોગ્ય ટુચકા 311. મુત્રમાર્ગ સંક્રમણ(યુરેટસ ઈન્ફેક્શન)”

 1. shailesh raja Says:

  Respected sir,

  pl send me remedies for “DHADHAR” which is since 2 months on hand as a “ring” kindly provide me solution I have taken medicine but it is repeatedly done…

  thanks

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે ભાઈ શૈલેષ,
   દાદર (કેટલાક સ્થળે એને ધાધર પણ કહે છે) વીશે મેં મારા બ્લોગમાં માહીતી આપી છે. મારા ખ્યાલ મુજબ દાદર પર કુવાડીયાનો છોડ સૌથી વધુ અકસીર ગણાય છે. આપણે ત્યાં કુવાડીયો ચોમાસામાં પડતર જગ્યાએ આપોઆપ ઉગી નીકળે છે. હું દેશમાં હતો (44 વર્ષ પહેલાં) ત્યારે અમારે ત્યાં (નવસારી જીલ્લામાં) મેં એને ઉગી નીકળતો જોયો છે. વધુ માહીતી નીચેની લીન્ક પરથી મળશે. એમાાં અમુક ઔષધો વધુ ગરમ છે, આથી તમારી પ્રકૃતીને અનુકુળ છે કે નહીં તેની ખાતરી કરીને જ ઉપયોગ કરવો.
   http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/07/02/

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ અનિલ,
  તમે કુવાડીયાનો ઉપયોગ કર્યો છે એની માહીતી મારા બ્લોગ પર મુકી એ બદલ હાર્દીક આભાર. મારો બ્લોગ વાંચનાર લોકોને એની જાણકારી કે કુવાડીયો બધા આયુર્વેદીક સ્ટોરમાં મળે છે અને ઘણું સારું રીઝલ્ટ મળે છે એથી ઘણો લાભ થશે.

shailesh raja ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.


%d bloggers like this: