Archive for મે 20th, 2019

આરોગ્ય ટુચકા 319. ઉપવાસ વીષે

મે 20, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 319.  ઉપવાસ વીષે: આપણા હીન્દુ ધર્મમાં અમુક સમયે ઉપવાસ કરવાનો મહીમા છે. બીજા કેટલાક ધર્મોમાં તથા હીન્દુ ધર્મમાં પણ સળંગ ઉપવાસ તો કેટલાકમાં એકટાણું અથવા ફરાળી આહાર કરવાનો રીવાજ હોય છે. એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે અવારનવાર ઉપવાસ તથા નજીવી કેલેરીવાળો આહાર અપનાવવાથી ઉંમર વધી શકે છે, અને યુવાની પણ ટકાવી શકાય છે. છેલ્લાં કેટલાંક વર્ષથી પ્રકાશીત થતા રહેલા અભ્યાસમાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એજીંગ, યુ.એસ.એ.ના ન્યુરો સાયન્સના ડીરેક્ટર માર્ક મૈટસન અને તેમના સાથીઓ કહે છે કે એક દીવસ ભુખ પ્રમાણે પેટ ભરીને જમો અને બીજા દીવસે ઉપવાસ કરો તો સ્વાસ્થ્યમાં વધુ ફાયદો થાય છે.

આપણે ત્યાં લોકો કદાચ આનાથી ઉલટું કરે છે. ઉપવાસ કર્યાના બીજે દીવસે રોજના સામાન્ય ખોરાક કરતાં વધુ પડતું જમતા હોય છે, જે કદાચ નુકસાનકારક છે.

Advertisements