Archive for ઓગસ્ટ, 2019

આરોગ્ય ટુચકા 377. આયુર્વેદ અને એલોપથી

ઓગસ્ટ 31, 2019

આરોગ્ય ટુચકા 377. આયુર્વેદ અને એલોપથી
(ક્યાંકથી મળેલું, લખનારનું નામ મળી શક્યું નથી.) જગતમાં આયુર્વેદ સૌથી ઉત્તમ હેલ્થ સાયન્સ છે. એ રોગોને જડમુળથી દુર કરે છે, જ્યારે એલોપથી માત્ર રોગનાં લક્ષણોનો જ ઉપાય કરે છે, રોગને જડમુળથી દુર કરવાના ઉપાયો એ કરતું નથી. આથી જ એલોપથી રોગોનાં નામો પણ એ રીતે જ આપે છે. જ્યારે આયુર્વેદમાં રોગોનાં નામ રોગના કારણદર્શક હોય છે, દાખલા તરીકે સંધીવા એટલે સાંધામાં વાને કારણે થતો રોગ. આથી સાંધાનો વા દુર કરવાથી રોગ મટી જશે.
કયું આરોગ્ય વીજ્ઞાન અપનાવવા જેવું છે તે લોકો જ નક્કી કરશે. જો આયુર્વેદ, પ્રાણાયામ અને યોગ દ્વારા બધા જ રોગો દુર થઈ શકે તો આખી દુનીયા એને અપનાવી લેશે. સરકારે એલોપથી પર પ્રતીબંધ લાદવો જોઈએ અને માત્ર આયુર્વેદની જ છુટ હોવી જોઈએ એવી માગણી શા માટે કરવી જોઈએ? તમારે તમારા વીચારોનો ખંતપુર્વક ફેલાવો કરવો જોઈએ. જો એમાં તથ્ય હશે તો લોકો એને અપનાવી લેશે. ત્યારે આપમેળે જ આયુર્વેદ ડોક્ટરોની માગ વધી જશે. સમગ્ર વીશ્વમાં લોકો આયુર્વેદનો અભ્યાસ કરવાનું શરુ કરી દેશે. ત્યારે એલોપથી કુદરતી રીતે જ મૃતપ્રાય થઈ જશે.(જો કે આજે તો અમુક ઉપચારોમાં એલોપથીનો આશરો લેવો જ પડે છે. જેમ કે ઓપરેશન. આયુર્વેદ ઓપરેશન વીશે હજુ મેં સાંભળ્યું નથી. -ગાંડાભાઈ)

આરોગ્ય ટુચકા 376. કૃત્રીમ કીડની

ઓગસ્ટ 29, 2019

આરોગ્ય ટુચકા 376. કૃત્રીમ કીડની
(મને મળેલ એક વીડીઓ પરથી ) હવે ડાયાલીસીસ મશીનને અલવીદા કરી શકાશે. અમેરીકાના વૈજ્ઞાનીકોએ બાયોનીક કીડની વીકસાવી છે. ખરેખર એ અદ્ભુત છે. એને શરીરમાં ઈમ્પ્લાન્ટ કરી શકાશે. આ બાયોનીક કીડનીમાં જીવંત કીડની કોષો એક પછી એક ગોઠવવામાં આવે છે જેમાં હૃદય વડે સંચાલીત વીશીષ્ટ માઈક્રોચીપ્સ હોય છે, જે લોહીમાંની અશુદ્ધી દુર કરે છે.
કુદરત ખરેખર શક્તીશાળી છે પણ મનુષ્યે આધુનીક ટેકનોલોજી વાપરીને મેડીકલ ક્ષેત્રે આશ્ચર્યજનક પ્રગતી કરી છે. જેમને ડાયાલીસીસ કરવું પડે છે તેઓને ઈમ્પ્લાન્ટ માટે કીડની મેળવવા કેટલીક વાર બહુ લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. પણ હવે અમેરીકામાં કેલીફોર્નીઆમાં વૈજ્ઞાનીકોએ કરેલી શોધ મુજબ આ વર્ષે જ સૌ પ્રથમ બાયોનીક કીડનીનું પ્રાયોગીક રીતે ઈમ્પ્લાન્ટ કરવાની યોજના છે. કૃત્રીમ રીતે બનાવેલી કીડની બીલકુલ કુદરતી કીડની જેમ જ કામ કરે છે. એમાં સીલીકોન ફીલ્ટર્સ અને જીવંત કોષો છે, આમ એ બાયો-હાઈબ્રીડ છે.
અમેરીકાના એક ડૉક્ટરનું કહેવું છે કે બે વર્ષમાં આ કીડની વેચાતી થઈ જશે.

આરોગ્ય ટુચકા 375. એપેન્ડીક્સનો દુખાવો

ઓગસ્ટ 28, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 375. એપેન્ડીક્સનો દુખાવો : એપેન્ડીક્સનો સખત દુ:ખાવો થતો હોય અને ડોક્ટોરોએ તાત્કાલીક ઑપરેશન કરવાની સલાહ આપી હોય એવા સંજોગોમાં પણ કાળી માટી પલાળી પેટ ઉપર એપેન્ડીક્સના ભાગ પર રાખવી. થોડી થોડી વારે માટી બદલવી. ત્રણ દીવસ સુધી નીરાહાર રહેવું. ચોથા દીવસે મગનું પાણી અડધો કપ, પાંચમા દીવસે એક વાડકી, છઠ્ઠા દીવસે પણ એક વાડકી અને સાતમા દીવસે ભુખ પ્રમાણે મગ ખાવા. આઠમા દીવસે મગ સાથે ભાત લઈ શકાય. નવમા દીવસથી શાક-રોટલી ખાવી શરુ કરવી. આ પ્રયોગથી એપેન્ડીક્સ મટી જશે, અને જીવનમાં ફરી કદી થશે નહીં. (ગાંધીજીએ કાળી માટીના પ્રયોગથી એપેન્ડીક્સનો ઉપાય કરેલો. જુઓ મારા બ્લોગમાં ગાંધીજીની પુસ્તીકા ‘આરોગ્યની ચાવી’.)

આરોગ્ય ટુચકા 374. અરણી

ઓગસ્ટ 27, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 374. અરણી : અરણીનાં વૃક્ષ ૧૦થી ૧૨ ફુટ ઉંચાં થાય છે. એને અતી સુગંધીત સફેદ ફુલ આવે છે. અમારા વીસ્તારમાં ગામઠી બોલીમાં એને અન્ડોઈ કહેતા એવું સ્મરણ છે. દેશમાં હતો ત્યારે નીચેના એના અતી મહત્ત્વના વૈદક ઉપયોગની જાણકારી ન હતી.
(૧) અરણીનાં પાન વાટી તેનો લેપ કરવાથી સોજા મટે છે.
(૨) અરણીનાં મુળ પાણીમાં વાટી મોંઢા પર લગાડતાં મુખ પરના કાળા ડાઘા જેને વ્યંગ કહેવામાં આવે છે તે મટે છે.
(૩) અરણીનાં પાન લસોટી લેપ કરવાથી અંડકોષનો સોજો મટે છે.
(૪) સવાર-સાંજ અરણીના મુળના ચુર્ણ અથવા ઉકાળામાં ચણા જેટલું શીલાજીત નાખી પીવાથી મેદ ઓછો થાય છે.
(૫) બકરીના તાજા દુધમાં અરણીનાં મુળ વાટી લેપ કરવાથી ચામડીના ઘણા નવાજુના રોગ મટી જાય છે.
(૬) ગડગુમડ કે ગાંઠ ઉપર અરણીના મુળને દુધમાં ઘસી લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે, ઓગળી જાય છે. ન પાકતી ગાંઠ પર તેનાં મુળીયાનો લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે.
(૭) કમર જકડાઈ ગઈ હોય તો અરણી અને કરંજનો ઉકાળો પીવાથી મટે છે.

આરોગ્ય ટુચકા 373. હર્નીયાનો યૌગીક ઉપચાર

ઓગસ્ટ 26, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 373. હર્નીયાનો યૌગીક ઉપચાર : મારા અનુભવમાં ઉડ્ડીયાન બંધ હર્નીયામાં ઘણો અકસીર જણાયો છે. જ્યારે પણ હર્નીયાનો દુખાવો થાય ત્યારે પેટ સાવ ખાલી ન હોય તો પણ ઉડ્ડીયાન બંધ કરવાથી મને લાભ થયો છે, જો કે આ બંધ માત્ર ખાલી પેટે જ કરવો જોઈએ એમ કહેવામાં આવે છે. વળી આ ઉપાય બધા પ્રકારના હર્નીયામાં કરવાનો નથી, માત્ર ઈન્ગ્વીનલ હર્નીયામાં જ કરવો. એટલે કે જેમાં આંતરડું નીચે લચી પડ્યું હોય એ પ્રકારના હર્નીયામાં.
ગૌમુખાસન, શીર્ષાસન, સર્વાંગાસન, નૌકાસન (એને સ્કંધરાસન પણ કહે છે) અને શવાસન જેવાં આસન હર્નીયામાં લાભ આપે છે અને હર્નીયાને કદાચ મટાડે છે.

આ પૈકી નૌકાસન હર્નીયામાં વધુ અગત્યનું હોઈ એને વીશે જોઈશું. આ આસન માટે ચત્તા એટલે કે પીઠ પર સુઈ જાઓ. હવે બંને પગને ઘુંટણમાંથી વાળ્યા સીવાય ઉપર ઉઠાવો. સાથે ધીમે ધીમે ધડ ઉઠાવતા જઈ, બંને હાથ સીધા પગ તરફ લંબાવતા જવું જેથી હોડી જેવો આકાર બને. પગ, હાથ અને માથું જમીનને સમાંતર એક સીધી રેખામાં લાવવાની કોશીશ કરો. આ સ્થીતીમાં થોડો સમય રહીને ધીમે ધીમે પગ, હાથ અને માથું જમીન પર લઈ આવો. આમ આરામદાયક રીતે કરી શકાય તેટલું પુનરાવર્તન કરવું. આ આસન જુદી રીતે પણ કરવામાં આવે છે.
નૌકાસન<img

આરોગ્ય ટુચકા 372. મોં પરના ડાઘા

ઓગસ્ટ 25, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 372. મોં પરના ડાઘા :
1. મોં પર ખીલ કે બીજા કોઈ કારણે ડાઘા હોય તો વડની કુણી કુંપણોને મસુરની દાળ સાથે લસોટી લેપ કરવાથી દુર થઈ શકે.
2. કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંના ડાઘ મટી જાય છે.
3. દુધ, ગ્લીસરીન, બોરીક પાઉડર અને સોડા-બાય-કાર્બનું સમાન ભાગે બનાવેલું લોશન શરીર ઉપર જ્યાં કાળા ડાઘ પડ્યા હોય ત્યાં લગાડવાથી દુર થાય છે.

ઓગસ્ટ 25, 2019

આ પોસ્ટ રદ કરો. ભુલથી ફરી લખાઈ છે.

આરોગ્ય ટુચકા 371. મચ્છી-ફીશ

ઓગસ્ટ 24, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 371. મચ્છી-ફીશ : કેટલાક શાકાહારીઓ પણ ફીશ લેતા હોય છે. જેમને ફીશનો બાધ ન હોય તેમને માટે પ્રોટીનનો એ એક ઉત્તમ સ્રોત છે. વળી એમાં સારી જાતની ફેટ હોય છે, જે સારા કોલેસ્ટરોલનું સ્તર વધારે છે. એમાં રહેલ ઓમેગા-3 ફેટી એસીડ (એક પ્રકારની ચરબી) હૃદયનું સ્વાસ્થ્ય જાળવવામાં ઉપયોગી બને છે. સંશોધનોમાં જોવા મળ્યું છે કે લાંબું આયુષ્ય ધરાવનારા ઘણા લોકોનો ફીશ મુખ્ય આહાર હોય છે.
જો કે ફીશ અંગે એક પ્રોબ્લેમ એમાં રહેલ પારા (Mercury-Hg)નો છે. બહુ ઓછા પ્રમાણમાં મર્ક્યુરી વાંધાજનક ગણાતો નથી, પણ કેટલીક ફીશમાં એનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આથી કઈ ફીશ વધુ પ્રમાણ ધરાવે છે તે જાણીને એનો ઉપયોગ કરવો. સામાન્ય રીતે મોટી ફીશમાં મર્ક્યુરીનું પ્રમાણ વધુ હોય છે.

આરોગ્ય ટુચકા 370. મીઠું-નમકનો વપરાશ ઘટાડવા

ઓગસ્ટ 23, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 370. મીઠું-નમકનો વપરાશ ઘટાડવા : જરુરી પ્રમાણમાં કોથમીર-મરચાં વાપરવાં જેથી મીઠું વધુ વાપરવાની જરુર ન રહે. કચુંબરમાં મીઠું ન નાખતાં લીંબુ વાપરવું જોઈએ. પાપડ, અથાણાં, ચટણી, સોસ ન વાપરતાં કચુંબરનો ઉપયોગ કરવો. કેટલીક વાનગીઓમાં કોથમીર, લીલાં મરચાં, લીંબુ, જીરુ-મરી, મેથી, હીંગ, લસણ વગેરે સ્વાદ વધારનારા મસાલા જરુરી પ્રમાણમાં અને યોગ્ય મીશ્રણમાં વાપરવાથી મીઠું ઓછા પ્રમાણમાં કે કદાચ ન વાપરીએ તો પણ વાનગી સ્વાદીષ્ટ બની શકે. હાઈ બીપીમાં મીઠાનો વપરાશ ઘટાડવાથી લાભ થાય છે.

આરોગ્ય ટુચકા 369. કર્ણનાદ

ઓગસ્ટ 22, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 369. કર્ણનાદ : વીકૃત થયેલો કે અવળી ગતીવાળો વાયુ શબ્દનું વહન કરનારી શીરામાં રોકાઈ જવાથી કાનમાં જાત જાતના વીચીત્ર અવાજ સંભળાયા કરે છે. એને કર્ણનાદ કહે છે. એમાં અંતઃકર્ણમાં આવેલ કોકલીયા નામના અંગની વીકૃતી થાય છે.
કર્ણનાદ એ કફ-વાયુજનીત રોગ છે. સમભાગે સુંઠ, ગોળ અને ઘીનો સોપારી જેવડો લાડુ બનાવી દરરોજ સવારે ખાલી પેટે ખાવાથી પાચનશક્તી સુધરી કર્ણનાદ મટે છે. ઉપરાંત મધ ૧ ભાગ, આદુનો તાજો રસ ૨ ભાગ, તલનું તેલ ૧ ભાગ અને સહેજ સીંધવનું મીશ્રણ દીવસમાં ત્રણેક વખત બંને કાનમાં થોડું થોડું મુકતા રહેવાથી કર્ણનાદ લાંબા સમયે મટે છે.