Archive for ફેબ્રુવારી, 2020

આરોગ્ય ટુચકા ૫૪૬. અજીર્ણ, અરુચી અને ઉધરસ

ફેબ્રુવારી 29, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૪૬. અજીર્ણ, અરુચી અને ઉધરસ : હરડે, લીંડીપીપર, સુંઠ અને કાળાં મરી દરેકનું ચુર્ણ સરખા વજને મીશ્ર કરી, એ મીશ્રણથી બમણા વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી. બબ્બે ગોળી સવાર, બપોર અને સાંજે ચુસવાથી અજીર્ણ, અરુચી અને ઉધરસ મટે છે.

આરોગ્ય ટુચકા ૫૪૫. જુની ખાંસીમાં હળદર

ફેબ્રુવારી 27, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૪૫. જુની ખાંસીમાં હળદર : જુની ખાંસી હોય અને મટતી ન હોય તો ૧-૧ ચમચી હળદરનો પાઉડર પાણી સાથે સવાર-બપોર-સાંજ ફાકવાથી આરામ થાય છે. આ પ્રયોગ કોઈ પણ વ્યક્તી કરી શકે છે.

આરોગ્ય ટુચકા ૫૪૩. આમવાતમાં લસણ અથવા ખજુર

ફેબ્રુવારી 26, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૪૩. આમવાતમાં લસણ અથવા ખજુર : લસણની ૫ ગ્રામ કળીઓ ઘીમાં તળીને રોજ ભોજન પહેલાં ખાવાથી આમવાત મટે છે. અથવા  ૧૦૦ ગ્રામ ખજુર પલાળી રાખી, મસળી, ગાળીને પીવાથી પણ આમવાત પર ફાયદો થાય છે. પોતની પ્રકૃતી મુજબ ઉપચાર કરી શકાય.

આરોગ્ય ટુચકા ૫૪૪. આંખના દુખાવામાં બદામ

ફેબ્રુવારી 26, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૪૪. આંખના દુખાવામાં બદામ : ચાર-પાંચ બદામ રાત્રે પાણીમાં પલાળી સવારે છોલીને ખુબ ચાવીને ખાવી. આ પછી થોડી વારે એ બદામ પલાળેલું પાણી પણ પી જવું. પ્રયોગ નીયમીત કરવો અને એક પણ દીવસ ખાલી જવા દેવો નહીં. થોડા જ દીવસોમાં આંખો દુખતી બંધ થઈ જશે.

આરોગ્ય ટુચકા ૫૪૨. આફરામાં ફુદીનાનાં પાન અને લસણ

ફેબ્રુવારી 23, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૪૨. આફરામાં ફુદીનાનાં પાન અને લસણ : ફુદીનાનાં પાનની લસણ અને મરી નાખી બનાવેલી ચટણી પાણી સાથે લેવાથી પેટમાં ખુબ આફરો આવ્યો હોય, વાછુટ ન થતી હોય તો તેમાં આરામ થાય છે.

આરોગ્ય ટુચકા ૫૪૦. દમમાં અર્જુન અને અરડુસી

ફેબ્રુવારી 21, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૪૦. દમમાં અર્જુન અને અરડુસી : અર્જુનની છાલના ચુર્ણને અરડુસીના રસની એકવીસ ભાવના આપવી. (ચુર્ણને એકવીસ વખત ભીંજવી સુકવવું.) આવા અડધી ચમચી ચુર્ણમાં બે ચમચી મધ મેળવી સવાર-સાંજ લેવાથી દમ મટે છે.

આરોગ્ય ટુચકા ૫૪૧. મધનું પરીક્ષણ

ફેબ્રુવારી 21, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૪૧. મધનું પરીક્ષણ : કાચની નાની વાડકીમાં ગરમ પાણી લઈ એમાં એક ચમચી મધ નાખો. જો મધ મોટા તાર બની તળીયે બેસી જાય તો એ શુદ્ધ હશે, પણ જો પાણીમાં ભળી જાય, ઓગળી જાય તો ભેળસેળવાળું હોવું જોઈએ.

આરોગ્ય ટુચકા ૫૩૯. માથાની સ્વચ્છતા માટે અરીઠાં

ફેબ્રુવારી 19, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૩૯. માથાની સ્વચ્છતા માટે અરીઠાં : અરીઠાંના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધી થાય છે. આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મીનીટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મીનીટ માથા પર રહેવા દેવું.

આરોગ્ય ટુચકા ૫૩૮. ગાંઠ ઉપર અરણી

ફેબ્રુવારી 18, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૩૮. ગાંઠ ઉપર અરણી : ગડગુમડ કે ગાંઠ ઉપર અરણીના મુળને દુધમાં ઘસી લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે, ઓગળી જાય છે. ન પાકતી ગાંઠ પણ અરણીનાં મુળીયાનો લેપ કરવાથી બેસી જાય છે.

આરોગ્ય ટુચકા ૫૩૭. કફમાં અરડુસી અને મધ

ફેબ્રુવારી 17, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૩૭. કફમાં અરડુસી અને મધ : અરડુસીનાં તાજાં પાનને ખુબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી કફ જલદી છુટો પડે છે, અને ખાંસી મટે છે. મધ ચોખ્ખું હોવું જોઈએ.