Archive for ફેબ્રુવારી 14th, 2020

આરોગ્ય ટુચકા ૫૩૩. અજમો

ફેબ્રુવારી 14, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૩૩. અજમો : અજમો મુત્રપીંડને ઉર્જા આપનાર અને શક્તીવર્ધક છે. એમાં ૭.૪ ટકા ભેજ, ર૪.૬ ટકા કાર્બોહાઈડ્રેટ તથા ૨૧.૮ ટકા ક્ષાર (મીનરલ્સ) હોય છે, જેમાં કેલ્શીયમ, ફોસ્ફરસ, લોહ, પોટેશીયમ, સોડીયમ, રીબોફ્લોવીન, નીકોટીનીક એસીડ ઉપરાંત થોડી માત્રામાં આયોડીન અને અન્ય તત્ત્વોનો સમાવેશ થાય છે. આ બધાં આપણા શરીર માટે બહુ ઉપયોગી હોય છે, આથી જ આપણા રોજીંદા આહારમાં એનો સમાવેશ કરવો જોઈએ.

આરોગ્ય ટુચકા ૫૩૪. બહુમુત્રતામાં અજમો

ફેબ્રુવારી 14, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૩૪. બહુમુત્રતામાં અજમો : બહુમુત્રતાની તકલીફ હોય તો અડધી ચમચી અજમો એક ચમચી કાળા તલ સાથે ખુબ ચાવીને સવાર-સાંજ ખાવાથી મટી જવાની શક્યતા છે.