Archive for માર્ચ, 2020

આરોગ્ય ટુચકા ૫૭૨. મધનું પરીક્ષણ ટીસ્યુ પેપર વડે

માર્ચ 30, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૭૨. મધનું પરીક્ષણ ટીસ્યુ પેપર વડે :  બ્લોટીંગ પેપર કે ટીસ્યુ પેપર પર મધનું ટીપું નાખતાં જો પેપર મધ શોષી લે તો ભેળસેળ, પણ મધ પેપર પર જામી જાય તો એ શુદ્ધ હોવું જોઈએ. ગરમીમાં આ ટેસ્ટ ભરોસાપાત્ર નથી, ઠંડી આબોહવામાં જ એ કામ લાગે. અથવા આ પ્રયોગ ફ્રીજમાં પેપરને યોગ્ય પ્રમાણમાં ઠંડું કરીને પછી કરી શકાય.

આરોગ્ય ટુચકા ૫૭૧. અખરોટ અને મગજ

માર્ચ 29, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૭૧. અખરોટ અને મગજ : ખોરાકનો કુદરતી આકાર આપણા શરીરના જે અવયવ સાથે સામ્યતા ધરાવતો હોય તે અવયવ પર જે તે આહાર ખુબ જ ગુણાકરી હોવાનું કહેવાય છે. અખરોટનો આકાર એકદમ ગુંચળાવાળા મગજ સાથે મળતો આવે છે. આ જ સામ્યતાને ધ્યાનમાં રાખીને બોસ્ટન યુનીર્વસીટીના રીસર્ચરોએ ઉંદરો પર અખરોટનો પ્રયોગ કર્યો. એ અભ્યાસના તારણમાં જાણવા મળ્યું કે અખરોટ અલ્ઝાઈમર ડીસીઝને ઝડપથી આગળ વધતો અટકાવે છે. જોકે અખરોટ વેઈટ લોસ અને હાર્ટ માટે પણ ઉપયોગી છે તો બ્લડ પ્રેશરમાં પણ રાહતકારક છે અને સ્ટ્રોકની શક્યતા ઘટાડે છે. અખરોટને બ્રેઈન ફુડ ગણવામાં આવે છે તેનું એક કારણ એ પણ છે કે તેમાં રહેલાં વીટામીન્સ અને પોષક ફેટને કારણે એ મગજના કોષોને નુકસાન થતું અટકાવે છે.

આરોગ્ય ટુચકા ૫૭૦. કેલ્શ્યમ માટે તલ અને જીરું

માર્ચ 28, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૭૦. કેલ્શ્યમ માટે તલ અને જીરું : ભોજન પછી એક ચમચી તલ અને એક ચમચી જીરાનું સેવન કરવું જોઈએ. આ બંનેમાં ઉચ્ચ પ્રકારનું કેલ્શ્યમ સારા પ્રમાણમાં છે. આનું સેવન જો નીયમીત કરવામાં આવે તો શરીરમાં કેલ્શ્યમની ઉણપ વર્તાશે નહીં. પણ એટલું ધ્યાનમાં રાખવું કે તલ હંમેશાં કાચા જ ખાવા, એને શેકવા નહીં. અનીદ્રાની સમસ્યામાં કેલ્શ્યમનું યોગ્ય પ્રમાણ લાભ કરે છે.

આરોગ્ય ટુચકા ૬૩૦. કોરોનાવાઈરસનો ઈલાજ ચા

માર્ચ 27, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૬૩૦. કોરોનાવાઈરસનો ઈલાજ ચા : CNNમાં પ્રગટ થયેલા સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે ડૉ. લી વેન્લીઆન્ગ જેમને કોરોનાવાઈરસની સાચી હકીકત બહાર પાડવા બદલ ચીનમાં સજા કરવામાં આવી હતી તેમણે રીસર્ચ માટે એક કેસ ફાઈલ તૈયાર કરી હતી. એમાં એમણે જે ઈલાજ સુચવ્યો છે તે મનુષ્ય શરીરમાં કોવીડ-19ની અસરને બહુ અસરકારક રીતે ઓછી કરી શકે. જો કોઈ મનુષ્યમાં સામાન્ય રોગપ્રતીકારકતા હોય તો મીથાઈલઝેન્થીન, થીઓબ્રોમીન અને થીઓફીલીન રસાયણોની શરીરમાં થતી પ્રતીક્રીયા આ વાઈરસને હઠાવવામાં અસરકારક ભાગ ભજવે છે. અને મજાની વાત તો એ છે કે આ ત્રણે રસાયણો આપણે જે ચા પીએ છીએ તેમાં હોય છે. મુખ્ય રસાયણ મીથાઈલઝેન્થીન એટલે  ચામાં જે કેફીન હોય છે તે.  બીજાં બે થીઓબ્રોમીન અને થીઓફીલીન પણ રાસાયણીક રીતે સમાનતા ધરાવતાં મીથાઈલઝેન્થીન એટલે કે કેફીન જ છે.

ચાના છોડ જંતુઓ અને પ્રાણીઓને પોતાનાથી દુર રાખવા આ રસયણો પેદા કરે છે. કોણે કલ્પ્યું હોય કે આ વાઈરસનો ઈલાજ માત્ર ચાનો કપ છે!! અને ચીનમાં આ રીતે જ અનેક દર્દીઓ સારા થઈ ગયા છે. ચીનમાં હોસ્પીટલમાં સારવાર કરનારાઓએ દર્દીઓને દરરોજ ત્રણ વાર ચા આપવાનું શરુ કર્યું હતું. આ રોગના કેન્દ્રસ્થળ વુહાનમાં આની અસર જોવા મળી. લોકોમાં કોરોનાવાઈરસનો ચેપ ફેલાતો અટકી ગયો.

મારા સન તરલનું કહેવું છે કે આ કદાચ સાચું હોઈ શકે. કોઈ દવા વાઈરસનો નાશ કરી શકતી નથી, પણ રોગપ્રતીકારકતા વધારીને વાઈરસની કાર્યશૈલીને ખોરવી નાખે છે. વાઈરસ આપણા શરીરના કોષોમાં પ્રવેશી એકમાંથી અનેક  થાય છે. પણ જે રસાયણ આ પ્રક્રીયા ખોરવે તે શરીરના કોષને પણ હાની કરે, જેનાથી ઘણી સાઈડ ઈફેક્ટ થવાની શક્યતા રહે છે.

અહીં CNNમાં જે સમાચાર આપવામાં આવ્યા છે તે કદાચ કોઈ ચાની કંપનીવાળા તરફથી પ્રચાર પણ હોઈ શકે.

આરોગ્ય ટુચકા ૫૬૯. લીવરના સ્વાસ્થ્ય માટે ડુંગળી

માર્ચ 26, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૬૯. લીવરના સ્વાસ્થ્ય માટે ડુંગળી : ડુંગળીમાં સલ્ફર ભરપુર માત્રામાં હોય છે. સલ્ફર શરીરને ડીટોક્સ કરવાના અનોખા ગુણ ધરાવે છે. તે શરીરમાંથી બધાં ઝેરી તત્વો ખેંચી નાખે છે. ખાસ કરીને લીવરને શુદ્ધ કરવા માટે ડુંગળી ખુબ જ ઉપયોગી છે. આ ઉપરાંત શરીરમાં લેડ, આર્સેનીક અને કેડમીયમ જેવાં ઝેરી તત્વો જો હોય કે જે લીવરને નુકસાનકારક છે તેને પણ ડુંગળી દુર કરે છે અને લીવરને રાહત મળે છે.

આરોગ્ય ટુચકા ૫૬૮. નબળી યાદશક્તીમાં હળદર

માર્ચ 25, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૬૮. નબળી યાદશક્તીમાં હળદર : હળદરમાં રહેલું એક તત્ત્વ કરક્યુમીન ડીમેન્શીયા સામે રક્ષણ આપે છે. હળદરમાં એન્ટીઑક્સીડન્ટ તત્ત્વ પણ હોય છે, જે મગજના વીકાસ માટે જરુરી છે. આથી ભોજનમાં હળદરને જરુર સામેલ કરવી જોઈએ. બને તો, એક ચમચી હળદર પાણી સાથે ફાકી પણ શકાય. અથવા દુધમાં પણ લઈ શકાય.

આરોગ્ય ટુચકા ૫૬૭. આમળાં, સાકર અને શતાવરી

માર્ચ 24, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૬૭. આમળાં, સાકર અને શતાવરી : મુત્રમાર્ગની ગરમીમાં, અનીયમીત અને ખુબ આવતા માસીકમાં, કોઠે ગરમી-રતવા હોય અને વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભસ્થ બાળકનો વીકાસ અટકી જતો હોય તો ૧-૧ ચમચી આમળાનું ચુર્ણ, સાકર અને શતાવરીનું ચુર્ણ મીશ્ર કરી રોજ રાત્રે જમ્યા પછી ફાકી જવું. ઉપર દુધ પીવું. તીખી, ગરમ તીક્ષ્ણ ચીજો, ગરમ મસાલો, અથાણાં, પાપડ બંધ કરવાં.

આરોગ્ય ટુચકા ૫૬૬. નાકની તકલીફ અને માઈગ્રેનમાં અજમો

માર્ચ 23, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૬૬. નાકની તકલીફ અને માઈગ્રેનમાં અજમો : અજમાનું ચુર્ણ કપડામાં બાંધી સુંઘવાથી બંધ નાક ખુલી જાય છે, સુગંધ ન આવતી હોય તો ફરી આવવા લાગે છે અને માઈગ્રેનમાં ફાયદો થાય છે.

આરોગ્ય ટુચકા ૫૬૫. અગથીયો અને આધાશીશી

માર્ચ 22, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૬૫. અગથીયો અને આધાશીશી : માયગ્રેન-આધાશીશીમાં જે બાજુ માથું દુખતું હોય તેની બીજી બાજુના નાકમાં અગથીયાના પાનનો રસ ચાર-પાંચ ટીપાં પાડવાથી અથવા એનાં ફુલોનો રસ પાડવાથી એટલે કે એનું નસ્ય લેવાથી થોડી વારમાં જ દુખાવો મટી જવાની શક્યતા છે.

આરોગ્ય ટુચકા ૫૬૪. ઉંઘ અને કેલ્શ્યમ

માર્ચ 21, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૬૪. ઉંઘ અને કેલ્શ્યમ : (પ્રવીણભાઈ તરફથી મળેલ એક હીન્દી વીડીઓ પરથી) શરીરમાં જ્યારે કેલ્શ્યમનું સ્તર સામાન્ય કરતાં ઓછું થઈ જાય ત્યારે ઉંઘની સમસ્યા થાય છે. કેલ્શ્યમનું સ્તર સામાન્ય થઈ જતાં જ એ સમસ્યા જતી રહેશે. એનો બહુ જ સાદો ઉપાય દરરોજ સવારે એક મોસંબી અથવા સંતરું ખાવું, એનો જ્યુસ નહીં પીવાનો પણ ફળ ખાવાનું.

૩૦ વર્ષની ઉંમર પછી માણસ પર વૃદ્ધત્વની અસર શરુ થવા માંડે છે. એની પહેલી અસર કેલ્શ્યમ તત્ત્વ પર થાય છે. એનું પ્રમાણ ઘટતું જાય છે. આપણે આહારમાં કેલ્શ્યમ તો લેતાં જ હોઈએ છીએ, પણ શરીર એને આત્મસાત કરી શકતું નથી, આથી એનું પ્રમાણ ઘટવા માંડે છે. મોસંબી અને સંતરાં એવાં ફળ છે જે શરીરમાં કેલ્શ્યમના ચયાપચય(મેટાબોલીઝમ)માં સહાય કરે છે. આથી શરીરમાં કેલ્શ્યમનું સ્તર જળવાઈ રહેવામાં મદદ મળે છે.