Aushadho Ane Rogo ઔષધો અને રોગો-પુસ્તક

બુક વાંચવા માટે નીચેની લીન્ક પર ક્લીક કરો.

Aushadho ane Rogo 1

 

230 Responses to “Aushadho Ane Rogo ઔષધો અને રોગો-પુસ્તક”

 1. Adity darji Says:

  I love science. And his facts.

 2. Gandabhai Vallabh Says:

  Thanks Adity.

 3. sanjiv sheth Says:

  Sir ,
  Can you pl.help me
  As I m suffering from fisher.
  acut anal fisher(outirer).
  Pl . suggest some medicine to overcome.
  Sanjiv sheth.

 4. Gandabhai Vallabh Says:

  નમસ્તે સંજીવભાઈ,

  મારા બ્લોગમાં મેં ફીશર વીષે નીચે મુજબ ઈલાજ નોંધ્યા છે. આપને અનુકુળ ઈલાજ યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવો, જે આપની પ્રકૃતીને તપાસીને સલાહ આપી શકે.
  (૧) ત્રીફળા ગુગળ: હરડે, બહેડાં, આમળાં અને લીંડીપીપર દરેક ૪૦ ગ્રામ અને શુદ્ધ કરેલો ગુગળ ૨૦૦ ગ્રામ. ગુગળ ઘીમાં મેળવી બાકીના ચારે ઔષધોનું ચુર્ણ મીશ્ર કરી જરુર પુરતું પાણી મેળવી વટાણા જેવડી ગોળીઓ વાળવી. બબ્બે ગોળી ભુકો કરી સહેજ ગરમ પાણી સાથે સવારે, બપોરે અને રાત્રે લેવાથી ભગંદર, નાડીવ્રણ, ગૅસ, હરસ-મસા, ફીશર વગેરે રોગો મટે છે. વજન ઘટાડવા માટે પણ ત્રીફળા ગુગળ ઉત્તમ છે. ત્રીફળા ગુગળ બજારમાં મળે છે.
  (૨) અખરોટના તેલનું પોતું મળમાર્ગમાં મુકવાથી ફુલી ગયેલા હરસ શાંત થાય છે અને ચીરા-ફીશર પણ મટે છે.
  (૩) ત્રીફળાદી ચુર્ણ હરડે, બહેડા, આમળા, તજ, જેઠીમધ અને ધાવડીનાં ફુલ સરખા વજને લઈ, ભેગાં ખાંડી બનાવેલા ચુર્ણને ત્રીફળાદી ચુર્ણ કહે છે. આ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું (આશરે ત્રણથી ચાર ગ્રામ) એટલા જ ઘી અને મધ સાથે સવાર-સાંજ લેવાથી સર્વ પ્રકારના આંખના રોગો, ગળા ઉપરના ઉર્ધ્વ જંતુના રોગો, મોઢાની કરચલીઓ, પળીયા, હરસ-મસા, ફીશર, ભગંદર, કોઢ, ત્વચા રોગો, ઉંદરી, ગેસ, કબજીયાત, આફરો, હેડકી, કીલાસ-કુષ્ઠ, હલીમક, લોહીબગાડ અને પ્રમેહ વગેરે મટે છે. અવારનવાર ઉલટી-ઉબકા થતા હોય તો કઠ એટલે કે ઉપલેટનું ચુર્ણ વાલના એકથી બે દાણા જેટલું મધ કે ઘી સાથે મીશ્ર કરી સવાર-સાંજ ચાટવું. તરત જ રાહત જણાશે.

 5. Jitendra Varia Says:

  I m suffering from white patches on my skin. Please suggest medicine for this diesese.

 6. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે જીતેન્દ્રભાઈ,
  સફેદ ડાઘ વીષે નીચે વીસ્તૃત માહીતી છે. એમાંથી આપને અનુકુળ લાગે તે આપના આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈ ઉપાય કરવા વીનંતી.
  સફેદ ડાઘ : સફેદ ડાઘ કોઈ રોગ નથી. એ માત્ર ચામડી નીચે જે રંગદ્રવ્ય હોય છે તે અદૃશ્ય થઈ જવાથી એટલે કે કોઈ રીતે નષ્ટ થવાથી દેખાતી ત્વચા છે. એ થવાનું કારણ વીરોધી ખાનપાન ગણાય છે. વીરુદ્ધ આહાર એટલે દુધ સાથે કેળાં, ખજુર, લીંબુ, પપૈયાં જેવાં ફળ, ગોળ, લસણ, ડુંગળી, મુળા, ગાજર, તુલસી, આદુ, દહીં, છાસ, કઢી, ઢોકળાં, અથાણાં જેવી કોઈ પણ ખટાશ, કે માંસ, મચ્છી, ઈંડાં, કોડલીવર ઓઈલ લેવું વીરુદ્ધ આહાર ગણાય. ઉપરાંત દહીં સાથે પણ ગોળ, મુળા, કેળાં વીરુદ્ધ આહાર ગણાય. તેમ જ ગોળ સાથે મુળા, તેલ, લસણ, અડદ પણ વીરુદ્ધ છે. વળી ઘી અને મધ સમાન ભાગે વીરુદ્ધ ગણાય છે. એ બે સાથે લેવાનાં હોય તો જરુર મુજબ એકને બીજાથી બમણું લેવું. સફેદ ડાઘમાં આ પરેજી ખાસ પાળવી.
  (૧) અત્યંત ઉગ્ર ગંધને લીધે તરત ઓળખાઈ આવતા અને આખા ભારતમાં થતા બાવચીના છોડ આયુર્વેદનું પ્રસીદ્ધ ઔષધ છે. એક ચમચી બાવચીનાં બી એક ચમચી તલના તેલમાં વાટી સવાર-સાંજ એકાદ વરસ સુધી નીયમીત પીવાથી સફેદ ડાઘ અને બીજાં ચામડીનાં દર્દો નાશ પામે છે. એનો બીજો પાઠ પણ નીચે છે.
  (૨) બાવચીનાં બીને દુધમાં ખુબ લસોટી ઘટ્ટ બને ત્યારે લાંબી સોગટી બનાવી લેવી. આ સોગટીને દુધમાં ઘસી પેસ્ટ(લેપ) જેવું બનાવી સફેદ ડાઘના ડાઘ પર લગાવી સવારના કુમળા તડકામાં અર્ધો કલાક બેસવું. લાંબો સમય આ ઉપચાર કરવાથી સફેદ ડાઘ મટે છે.
  (૩) મન:શીલ, હરતાલ, કાળાં મરી, સરસીયુ અથવા બાવચીનું તેલ, અને આંકડાનું દુધ આ બધાંનો લેપ બનાવી ચોપડવાથી સફેદ ડાઘ મટે છે.
  (૪) મોરથુથુ, વાવડીંગ, કાળાં મરી, કઠ-ઉપલેટ, લોધર અને મન:શીલ આ દ્રવ્યોનો લેપ સફેદ ડાઘ મટાડે છે.
  (૫) કરંજનાં બી, કુવાડીયાનાં બી અને કઠ એટલે કે ઉપલેટ આ ત્રણે ઔષધો સમાન ભાગે લઈ બારીક ચુર્ણ કરો. એને ગૌમુત્રમાં લસોટી તેનો લેપ સફેદ ડાઘવાળા સ્થાન પર લગાડવાથી થોડા દીવસોમાં જ સફેદ ડાઘ મટવા લાગે છે.
  (૬) રસવંતી અને કુવાડીયાનાં બીજને કોઠાના રસમાં મીશ્ર કરી કરેલો લેપ સફેદ ડાઘ મટાડે છે.
  (૭) મુળા તથા સરસવનાં બીજ, લાખ, હળદર, પુંવાડીયાનાં બીજ, ગંધબીરોજા, ત્રીકટુ ચુર્ણ (સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું ચુર્ણ), વાવડીંગનું ચુર્ણ આ બધાં ઔષધોને મીશ્ર કરી ગૌમુત્રમાં લસોટી લેપ કરવાથી દાદર, ખરજવું, ખસ, સફેદ ડાઘ, કીટીભ અને ભયંકર કપાલ કુષ્ઠ મટે છે.
  (૮) હળદર અને દારુહળદર, ઈન્દ્રજવ, કરંજનાં બીજ, જાયનાં કોમળ પાન, કરેણનો મધ્ય ભાગ તથા તેની છાલ આટલાનો લેપ કરી તેમાં તલના છોડનો ક્ષાર નાખી લગાડવાથી સફેદ ડાઘ મટે છે. (આ લેપ લગાડી સવારના તડકામાં બેસવું)
  (૯) કુંવાડીયાનાં બીજ, કઠ, સૌવીરાંજન, સીંધવ, સરસવનાં બીજ તથા વાવડીંગ આ બધાં ઔષધો સરખા ભાગે લઈ તેને ગૌમુત્રમાં ખુબ જ લસોટી લેપ તૈયાર કરવો. આ લેપ લગાડી તડકામાં બેસવાથી ક્રીમી, સફેદ ડાઘ, દદ્રુ, તથા મંડલ કુષ્ઠ-સોરાયસીસ થોડા દીવસોમાં મટે છે.
  (૧૦) સફેદ ડાઘ મટાડવા અડદનો લોટ વાપરી શકાય. અડદનો લોટ પાણીમાં થોડો વખત પલાળીને પછી લીક્વીડાઈઝર અથવા રવઈથી સખત રીતે વલોવવો. એ લોટ દીવસમાં ચાર પાંચ વખત સફેદ ડાઘ પર લગાડતા રહેવું.
  (૧૧) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીનાં પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી સફેદ ડાઘ પર સવાર-સાંજ લગાડવાથી ફાયદો થાય છે.
  (૧૨) ગાયના મુત્રમાં ૩-૪ ગ્રામ હળદર મેળવી પીવાથી સફેદ ડાઘ મટે છે.
  (૧૩) તાજા અડદ વાટી ધોળા સફેદ ડાઘ પર ચોપડવાથી સારો લાભ થાય છે.
  (૧૪) તાંદળજાની ભાજી ખાવાથી સફેદ ડાઘ મટે છે.
  (૧૫) રાઈના ચુર્ણને ગાયના આઠ ગણા જુના ઘીમાં મેળવી લેપ કરવાથી સફેદ ડાઘ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટે છે.
  (૧૬) તુલસીના મુળનો ઉકાળો કરીને પીવાથી સફેદ ડાઘ મટે છે.
  (૧૭) કેળના સુકવેલા પાનનો બારીક પાઉડર માખણ કે ઘી સાથે મેળવી દીવસમાં ચારેક વખત લગાડવો. દીવસો સુધી પ્રયોગ ધીરજ પુર્વક કરતા રહેવાથી સફેદ ડાઘ મટે છે.
  (૧૮) આંકડાનાં મુળ ૪૦ ગ્રામ, કરેણનાં મુળ ૪૦ ગ્રામ, ચણોઠી ૪૦ ગ્રામ, બાવચીનાં બીજ ૨૦૦ ગ્રામ, હરતાલ ૪૦ ગ્રામ, સુકો ભાંગરો ૪૦ ગ્રામ, હીરાકસી ૨૦ ગ્રામ અને ચીત્રકમુુળ ૨૦ ગ્રામનું બારીક વસ્ત્રગાળ ચુર્ણ બનાવી એ પલળે એટલું ગૌમુત્ર નાખી ખુબ લસોટી પેંડા જેવડી સોગઠીઓ બનાવી સુકવી લેવી. આ સોગઠી પથ્થર ઉપર ગૌમુત્રમાં લસોટવી. આ પેસ્ટ સવાર-સાંજ સફેદ ડાઘ પર લગાડવાથી કોઈને જલદી તો કોઈને ધીમે ધીમે મટે છે. આ ચુર્ણ ફક્ત બાહ્ય ઉપચાર માટે જ વાપરવું, ખાવામાં ઉપયોગ કરવો નહીં.
  (૧૯) સફેદ ડાઘ અસાધ્ય ગણાય છે. શરીરના કોઈ ભાગ પર સફેદ ડાઘ થયા હોય પણ એ ભાગના વાળ સફેદ થયા ન હોય તો મધમાં નવસાર મેળવી દીવસમાં ચારેક વખત લગાડતા રહેવાથી બેએક મહીનાની અંદર પરીણામ જોવા મળે છે. ધીરજ પુર્વક લાંબા સમય સુધી પ્રયોગ કરવો જોઈએ. વળી આ ઉપચારની ખુબી એ છે કે ત્વચા પર બળતરા થતી નથી. આથી શરીરના કોમળ ભાગ પર પણ કરી શકાય, અને એની કોઈ આડ અસર નથી. આમ છતાં ઉપાય કરતાં પહેલાં તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લેવી.
  (૨૦) ગરમાળો, કરંજ, થોર, આંકડો અને ચમેલી પાંચેય વનસ્પતીનાં પાન ગોમુત્રમાં પીસીને લેપ કરવાથી સફેદ ડાઘ મટે છે.
  (૨૧) રાળનું તેલ દીવસમાં બે વખત નીયમીત લગાડવાથી સફેદ ડાઘ મટે છે. શાલવૃક્ષનો ગુંદર રાળ તરીકે ઓળખાય છે. દેશી દવાવાળાને ત્યાં એ રાળના તેલ તરીકે વેચાય છે.
  (૨૨) કંકોડાનો રસ ચોપડવાથી અને તેનું શાક ખાવાથી સફેદ કોઢનો રોગ મટે છે.
  (૨૩) બાવચીના દાણા-બીજ અને કાળા તલનું સરખા ભાગે બનાવેલું એક ચમચી મીશ્રણ રોજ રાત્રે ફાકી જવાથી અને સફેદ ડાઘ પર બાવચીનું તેલ લગાડી સવારના તડકામાં એક કલાક રોજ બેસવાથી એ મટી જાય છે.
  (૨૪) સફેદ ડાઘ મટાડવા અડદનો લોટ વાપરી શકાય. અડદનો લોટ પાણીમાં થોડો વખત પલાળીને પછી લીક્વીડાઈઝર અથવા રવઈથી સખત રીતે વલોવવો. એ લોટ દીવસમાં ચાર પાંચ વખત સફેદ ડાઘ પર લગાડતા રહેવું.

  અહીં બતાવેલાં કેટલાંક ઔષધો ઝેરી છે, આથી બાળકોથી એને સલામત રીતે દુર રાખવાં.

 7. durgesh Says:

  send me pimples tips on my e mail please……..

 8. sanjay Says:

  Very very good

 9. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપની પ્રોત્સાહક કૉમેન્ટ બદલ હાર્દીક આભાર સંજયભાઈ.

 10. Aushadho Ane Rogo ઔષધો અને રોગો | Gandabhai Vallabh | વેબ આરોગ્ય Says:

  […] via Aushadho Ane Rogo ઔષધો અને રોગો | Gandabhai Vallabh. […]

 11. jasmin patel Says:

  મારા ગાલ પર બોવ મોટા ખીલ છે અને તડકામાં એકદમ લાલ રંગનું મોઢુ થય જાય અને ખીલના કાળા ડાગ થઇ જાય છે મારી ત્વચા બોવ તૈલી છે મારી ઉમર ૨૪ વર્ષ છે તેનો ઉપયોગ બતાવો સર

 12. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે જાસ્મીન,
  તમારા પ્રશ્ન બાબત મેં મારા બ્લોગમાં નીચે મુજબ માહીતી આપી છે, તે ફરીથી તમારી જાણ માટે મુકું છું. બધાંની પ્રકૃતી સમાન નથી હોતી, આથી જે ઉપાય તમને અનુકુળ હોય તે કરવો.
  ખીલ અને ખીલના ડાઘ

  ઉપચાર કરતાં પહેલાં યોગ્ય ચીકીત્સકની સલાહ લેવી.

  (૧) ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે.
  (૨) તલનો જુનો ખોળ ગાયના મુત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતા ખીલ દુર થાય છે.
  (૩) પાકા, ખુબ ગળી ગયેલા પપૈયાને છોલી, છુંદીને ચહેરા પર થોડો સમય માલીશ કરવી-મસળવું. ૧૫-૨૦ મીનીટ બાદ સુકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લુછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડીયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દુર થઈ ચહેરો ખુબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દુર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતી આવે છે.
  (૪) પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બેચાર કલાક એમ જ રહેવા દેવું. ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવું. આનાથી ચહેરાના ખીલ મટી જાય છે.
  (૫) જાંબુના ઠળીયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતા મોં પરના ખીલ મટે છે.
  (૬) સવારે અને રાત્રે બાવળ, લીમડો કે વડવાઈનું દાતણ કરી એના કુચાને મોં પર પાંચેક મીનીટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે.
  (૭) ટંકણખાર ગુલાબજળમાં મેળવી લગાડવાથી મોં પરના ખીલ મટે છે.
  (૮) બદામને માખણમાં ખુબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલીશ કરવાથી મોં પરના ખીલ મટે છે.
  (૯) ગુલાબજળમાં સુખડ ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
  (૧૦) આમળાં દુધમાં ઘસી મોં પર જાડો લેપ કરવાથી ખીલ મટે છે.
  (૧૧) કેરીની ગોટલી ઘસીને ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે.
  (૧૨) લીમડા કે ફુદીનાનાં પાન વાટી તેનો રસ ખીલ પર લગાવવાથી ખીલ મટી જાય છે.
  (૧૩) તાજું લીંબુ કાપી દર બે કલાકે ખીલ પર બે-ત્રણ મીનીટ ઘસતા રહેવાથી ખીલ મટી જાય છે.
  (૧૪) લોધર, ધાણા અને ઘોડાવજને પાણીમાં લસોટી લેપ કરવાથી ખીલ મટે છે.
  (૧૫) દરરોજ રાત્રે સુતી વખતે કાચા પપૈયાનું ક્ષીર(દુધ) ખીલ પર ચોપડતા રહેવાથી ખીલ મટી જાય છે.
  (૧૬) શીમળાના કાંટાનું ખુબ બારીક અડધી ચમચી ચુર્ણ એટલી જ મસુરની દાળના લોટ સાથે મીશ્ર કરી, થોડું દુધ ઉમેરી, ખુબ હલાવી, પેસ્ટ બનાવી સવાર-સાંજ અડધો કલાક ચહેરા પર લગાડી રાખવું. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. થોડા દીવસો આ ઉપચાર કરવાથી ખીલ, ખીલના ડાઘા અને ચહેરાની ઝાંખપ-કાળાશ મટે છે. આ ઉપચાર વખતે ઉચીત પરેજી પાળવી.
  (૧૭) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.
  (૧૮) વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.
  (૧૯) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દુર થાય છે.

  • jatin, Says:

   Mane khil na dagh rahi gaya chhe….tend ghana ayurvedik upachar karya pan fark pad to nathi to su karvu 100 % result join ye

   • ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે જતિનભાઈ,
    મેં ખીલના ડાઘ દુર કરવા માટે નીચે મુજબ ચાર ઈલાજ નોંધ્યા છે. એ પૈકી તમને જે અનુકુળ હોય તેની ચકાસણી કરીને અજમાવી શકો.
    (૧) શીમળાના કાંટાનું ખુબ બારીક અડધી ચમચી ચુર્ણ એટલી જ મસુરની દાળના લોટ સાથે મીશ્ર કરી, થોડું દુધ ઉમેરી, ખુબ હલાવી, પેસ્ટ બનાવી સવાર-સાંજ અડધો કલાક ચહેરા પર લગાડી રાખવું. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. થોડા દીવસો આ ઉપચાર કરવાથી ખીલ, ખીલના ડાઘા અને ચહેરાની ઝાંખપ-કાળાશ મટે છે. આ ઉપચાર વખતે ઉચીત પરેજી પાળવી. સાત્ત્વીક સુપાચ્ય ખોરાક લેવો. પીત્તકારક, ગરમ પદાર્થો ન લેવા.
    (૨) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.
    (૩) વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.
    (૪) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દુર થાય છે.

 13. Madhusudan Pandya Says:

  નમસ્તે
  મારૂ 2009 મા બાયપાસ થયું. .વય 59 YRS. વજન વધારે છે. .100 કીલો. .હાઇ. ..170 સેમિ .છ મહિના થી .ઓસટોઆરથાઈરીટીસ છે. ગોઠણમા..બીજા બધા સઘા મા પણ અવાજ આવે છે. .કૃપા કરીને ઈલાજ બતાવો. .આભાર

 14. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે નધુસુદનભાઈ, તમારું વજન ઘણું જ વધારે છે. તમારો B.M.I. (Body Mass Index) 34.6 છે, જે બહુ જ વધારે ગણાય. સામાન્ય રીતે એ ૨૫થી ઓછો જ હોવો જોઈએ. ૨૦થી ૨૩ સારું, ૨૩થી ૨૫ સામાન્ય અને ૨૫થી વધારે હોય તો સારું નહીં. આથી સર્વ પ્રથમ તમારે તમારું વજન કંઈ નહીં તો ૩૦ કીલો ઘટાડી ૭૦ કીલો કરવું જોઈએ. ૫૯ વર્ષની ઉંમર બહુ ન કહેવાય. ઓસ્ટીઓઆર્થરાઈટીસનું કારણ આયુર્વેદ અનુસાર વાયુ ગણાય છે. વાતવ્યાધીનાં ઘણાં કારણો હોઈ શકે. વધુ પડતો અને પચવામાં ભારે ખોરાક એમાં ગણી શકાય. શારીરીક વ્યાયામનો અભાવ પણ વાતવ્યાધી નોતરે છે. આથી સાદો સુપાચ્ય અને પચી શકે તેટલા પ્રમાણમાં જ ખોરાક લેવો. થઈ શકે તેવો શારીરીક વ્યાયામ યોગ્ય માર્ગદર્શની મદદ લઈ શરુ કરવો, જેમાં યોગાસનો અને પ્રાણાયામનો પણ સમાવેશ કરવો જોઈએ, કેમ કે એનાથી વજન કાબુમાં રાખી શકાય અને વાતવ્યાધીમાં પણ મદદ મળી શકે. આ બધું યોગ્ય ચીકીત્સકની દેખરેખ હેઠળ જ કરવું.

 15. madhusudanpandya Says:

  SIR
  IT APPEARS THAT TEXT OF THE MESSAGE IS CORRUPTED. .CAN NOT READ
  MEAN WHILE. .I ONCE AGAIN SOLICITE YOUR ATTENTION…I HAVE UNDERGONE CBAG IN 2009. .MY AGE IS 59 YRS. .HEIGHT 170 CMS. .WEIGHT 100 KG.APPROX. .FOR PAST SIX MONTHS I HAVE osteoarthritis OSTEOARTHIRITIS …VERY PAINFUL. .CAN NOT WALK. ..PLEASE HELP. .

 16. ગાંડાભાઈ વલ્લભ Says:

  Namaste Madhusudanbhai,
  My reply is in Gujarati Unicode. It is clear in my computer. It is not corrupted. Can you read other Gujarati in my blog? For example I replied to Jasmin above. Can you read it?

 17. અનામિક Says:

  નમસ્તે
  આપનો આભાર કે આપ શ્રી તરફથી તુરંત ઉત્તર આવ્યો. .આભાર. ..
  સાહેબ, મારા બેઉ ગોઠણમા સખત પીડા છે. .મને ઓસટોઆરથાઈરીટીસ છે. …2009 મા બાયપાસ થયું છે અને વજન પણ વધુ છે. 100 કીલો છે. ઊંચાઈ 170 CMS છે. .મહેરબાની કરી યોગ્ય ઇલાજ આપો. ..આભાર. .

  • madhusudanpandya Says:

   નમસ્તે સાહેબ
   તમામ સૂચના વાંચી. ..તમારો બહુ બહુ આભાર.
   હું એક મહિનાથી યોગ શિબિર મા જાઉ છું. .હવે ભોજન પણ સાત્વિક કરી છે. .સાંજ પડતાં રાત્રી ભોજન કરી લઉં છું. .સાહેબ બને તો ઓસટોઆરથાઈરીટીસ માટે કોઈ સૂચન આપો. ..તમારો બહુ આભાર

 18. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે મધુસુદનભાઈ,
  આ સાથે મારા બ્લોગમાં વીવીધ સ્થળે સાંધાના તેમ જ ઘુંટણના દુખાવાના ઉપાયો મેં નોંધ્યા છે તે પૈકી થોડા નીચે લખું છું. વધુ ગુંચવાડો ન થાય એ માટે બધું જણાવ્યું નથી. આ પેૈકી તમારી પ્રકૃતીને અનુકુળ આવે તે ઉપાય કરવા. સારા વીશ્વાસુ આયુર્વેદના જાણકારને મળીને એમની સલાહ મુજબ જ ઉપચાર કરવા. પાચનક્રીયા નબળી હોય તો ‘અગ્નિતુંડીવટી’ તમને અનુકુળ હોય તો લઈ શકો. પરંતુ એને એક વીક પછી બંધ કરી ફરથી એક વીક બાદ ચાલુ કરવી. પછી એક વીક બાદ બંધ જ કરી દેવી. એ સતત લઈ શકાય નહીં. એ દવા કેમીસ્ટમાં મળે છે.
  સાંધાનો દુખાવો (૧) દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ ગ્લાસ લીલી ચાનો ઉકાળો પીવાથી સાંધાનો દુખાવો ઓછો થવા લાગે છે. ઉનાળામાં દુધ, સાકર નાખવું હોય તો નાખી શકાય.
  (૨) દેવદારનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી મધ સાથે ઘણા દીવસો સુધી લેવાથી સાંધાનો દુખાવો મટે છે.
  (૩) દરરોજ જમવામાં કોલીફ્લાવરનું બને તેટલું વધુ સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે. સાંધાના દુખાવામાં રક્ત અને મુત્રમાં રહેલા દોષો કારણભુત હોય છે, જે કોલીફ્લાવર ખાવાથી દુર થાય છે.
  (૪) સુકા ધાણામાં બમણી સાકર લઈ અધકચરું ખાંડી દરરોજ સવાર-સાંજ ૧-૧ મોટો ચમચો ખુબ ચાવીને ખાવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથી સાંધાના અમુક પ્રકારના દુખાવા મટે છે.
  (૫) અશોકવૃક્ષનાં પાન કે તેની છાલનો ઉકાળો નીયમીત પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
  (૬) હળદરના સુકા ગાંઠીયા શેકી એટલા જ વજનના સુંઠના ટુકડા સાથે બારીક ખાંડી દરરોજ ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી સાંધાનો દુખાવો મટે છે.
  (૭) રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગુગળ ઓગાળી સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
  (૮) ૧૦ ગ્રામ ત્રીફળા ચુર્ણને ૨૫૦ ગ્રામ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી એક ચમચો મધ મેળવી અડધો કપ સવારે ખાલી પેટે અને અડધો કપ સાંજે સુતાં પહેલાં પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
  (૯) બે ભાગ તલ અને એક ભાગ સુંઠના ૧-૧ ચમચી બારીક ચુર્ણનું સવાર-સાંજ હુંફાળા પાણી સાથે સેવન કરવાથી સાંધાનો દુ:ખાવો મટે છે.
  (૧૦) સવાર-સાંજ બીટ ખાવાથી સાંધાનો દુ:ખાવો મટે છે, કેમ કે બીટમાં સોડીયમ-પોટેશીયમનું સારું પ્રમાણ છે જે સાંધાઓમાં કેલ્શીયમને એકઠો થતો અટકાવે છે.
  (૧૧) અગર, ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચુર્ણ કરી તેનો પાણીમાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે.
  (૧૨) શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો સહેજ ગરમ કરેલાં કરંજનાં પાન બાંધવાથી શીઘ્ર ફાયદો થાય છે.
  (૧૩) શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો સહેજ ગરમ કરેલાં કરંજનાં પાન બાંધવાથી શીઘ્ર ફાયદો થાય છે.
  (૧૪) નગોડના તેલ(નીર્ગુંડી તેલ)ની માલીશ કરવાથી સાયટીકા, કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે મટે છે.
  (૧૫) સર્વાંગ સંધીવા-આખા શરીરના સાંધાનો દુખાવો-વા અને સોજો હોય તો પીલુડીનો સ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથી ખુબ રાહત થાય છે. સોજો અને દુખાવો બંને મટી જાય છે.
  (૧૬) મહાયોગરાજ ગુગળ સ્નાયુઓનો દુખાવો, કોઈપણ અંગનો સોજો, કંપવા તથા સર્વ પ્રકારના વાયુના રોગોમાં ફાયદો કરે છે.
  (૧૭) સાંધાનો સોજો અને દુખાવો મેંદીનાં પાન વાટી લેપ કરવાથી મટી જાય છે.
  (૧૮) સાંધાનો વા, સ્નાયુઓનો દુખાવો, પડખાનો દુખાવો, પગની પાની-એડીનો દુખાવો, આ બધા વાયુપ્રકોપના રોગોમાં લસણ ઉત્તમ ઔષધ છે. લસણપાક, લસણની ચટણી, લસણનો ક્ષીરપાક, લસણનું અથાણું, લશુનાદીવટી વગેરેમાંથી કોઈ એક કે બેનો ઉપયોગ કરવો.
  (૧૯) શતાવરીમાંથી બનાવેલા તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે. વાથી જકડાયેલા સ્થાન પર તેનું માલીશ કરવું. આ તેલની લઘુ એનીમા લેવાથી વાયુના રોગો, કટીશુળ, સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા વગેરે મટે છે.

  • madhusudanpandya Says:

   નમસ્તે સર
   તમારો બહુ આભાર .
   સાહેબ તમે જે કંઈ ઇલાજ સૂચવ્યા છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
   સાહેબ તમે પરદેશમાં રહી અમારા માટે આટલી કાળજી રાખો છો ? તમારો બહુ બહુ આભાર. ..

 19. sonal Says:

  Pls.help me sir mara pag sex kariya bad bav dukhe 6e. Rate nindar nathi aavti sir plz. Help me.ans me sir. Aana mate mane aaryuvaid upchar batavo sir.

 20. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે સોનાલબહેન,
  આયુર્વેદ અનુસાર શરીરમાં થતા દુખાવા માટે વાયુ જવાબદાર ગણાય છે. કેટલીકવાર આ વાયુ વધુ પડતી શારીરીક પ્રવૃત્તી કરવાથી પણ કોપીત થાય છે અને દુખાવો પેદા કરે છે, પણ શરીરમાં વાયુ એકત્રીત થયેલો હોય ત્યારે એ મુજબ બને. આથી વાયુ કરનારા આહારનો ત્યાગ કરવો અથવા બહુ જ અલ્પ પ્રમાણમાં લેવો. વાયુનાશક ઔષધો લેવાં. અહીં ઉપર જ એની વાતો મેં લખી છે, આથી પુનરાવર્તન કરતો નથી.
  રાત્રે ઉંઘ ન આવે એમાં પણ વાયુ કારણભુત હોઈ શકે. જો કે નીદ્રાનાશનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે.

 21. raj Says:

  Sir Mara modha mathi bav vas aave 6ee. Boli ne tiyare Bav durgandh aave 6e. ane Mara DAT ne adi ne tiyare blood nikade 6e. te blood ma pan bav vas aave 6e..modha ni lar ma durgandh aave 6e.upchar batavso sir.plz.

 22. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે રાજ,
  તમારી તકલીફ માત્ર મોંની દુર્ગંધ પુરતી મર્યાદીત હોય એમ લાગતું નથી. લોહીના બગાડની કદાચ હશે. આથી લોહીનું શુદ્ધીકરણ થાય એવા ઉપાય કરવા જોઈએ. એનો શ્રેષ્ઠ ઉપાય ઉપવાસ. પણ એ તમારી ઉંમર કેટલી છે અને તમારી પ્રકૃતીને એ અનુકુળ છે કે કેમ તેના પર આધાર રાખે છે. કોઈ સારા કુદરતી ઉપચારકની સલાહ લઈને ઉપાય કરી શકાય. જો માત્ર મોંની વાસનો જ ઉપાય કરવો હોય તો મારા બ્લોગમાં મેં મોં વીશે જે પોસ્ટ લખી છે તેમાં નીચે મુજબ ઉપાયો સુચવ્યા છે. એ પૈકી તમને અનુકુળ હોય તે ઉપાય કરી શકાય. ઈન્ટરનેટ પર ‘લોહીનો બગાડ’ કે ‘લોહીનું શુદ્ધીકરણ’ લખીને સર્ચ કરવાથી એના ઉપવાસ સીવાયના બીજા ઉપાયો પણ મળી શકશે.
  મોંની દુર્ગંધ (૧) તુલસીનાં પાન વાટી, ઉકાળો કરી, સવાર-સાંજ કોગળા કરવાથી મોંની દુર્ગંધ દુર થાય છે.
  (૨) જમ્યા બાદ તથા દર બે કલાકે તુલસીનાં ચાર-પાંચ પાન સારી રીતે ચાવીને ખાતા રહેવાથી મોંની દુર્ગંધ મટે છે.
  (૩) નાગરમોથ, કઠ, એલચી, ધાણા, એળિયો તથા જેઠીમધનું બારીક ચુર્ણ મોંમાં રાખવાથી શરાબની તથા લસણ ખાવાથી કે અન્ય કારણોથી ઉત્પન્ન થયેલ મોંની દુર્ગંધ મટે છે.
  (૪) અજમો અને વરીયાળી ચાવવાથી મોંની વાસ મટે છે.
  (૫) સોપારી જેટલો ગોળ ખૂબ ચાવીને ખાવાથી ડુંગળી, લસણની વાસ જતી રહે છે.

 23. bhuva jaydeep Says:

  Matha ma khodo hoi tena mate na ghar gathu upay.

 24. ગાંડાભાઈ વલ્લભ Says:

  માથાનો ખોડો: માથાનો ખોડો મટાડવામાં વપરાતા આ પદાર્થો માત્ર બાહ્ય ઉપયોગમાં જ વાપરવા. એમાંના ઔષધો ઝેરી છે, આથી યોગ્ય ચીકીત્સકની સલાહ લઈને જ ઉપયોગ કરવો.
  1. ખોડાને લીધે માથાના વાળ ખુબ ખરતા હોય છે. ખોડાની તકલીફ મટાડવા માટે દુધ સાથે ખસખસ ખુબ જ વાટી લસોટી પેસ્ટ જેવું બનાવવું. માથાને સારી રીતે અરીઠા કે શીકાકાઈથી ધોઈને સવારના તડકામાં બેસી વાળ કોરા કરવા. પછી આખા માથા પર આ ખસખસનો લેપ કરી તેને એક કલાક રહેવા દેવો. પછી લીમડાના સાબુથી માથુ ધોઈ કોરું કરીને નાગરમોથનું તેલ, આમળાનું તેલ, બ્રાહ્મી તેલ, ધુપેલ, દુધીનું તેલ પૈકી કોઈ પણ તેલ નાખવું. આ બધાં તેલ તલના જ તેલમાં બનાવેલાં હોવાં જોઈએ. (તેલ શબ્દ તલ પરથી બન્યો છે. આથી તેલ એટલે ખરેખર તો તલનું જ તેલ.) થોડા દીવસના ઉપચારથી ખોડો મટી જાય છે.
  2. કણજીનું તેલ માથામાં નાખવાથી માથાનો ખોડો મટે છે.
  3. અરીઠાંના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધી થાય છે. આથી માથાનો ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મીનીટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મીનીટ માથા પર રહેવા દેવું.
  4. કઠનું ચુર્ણ ખાપરીયામાં શેકી તેલમાં કાલવી લેપ કરવાથી માથાનો ખોડો મટી જાય છે.
  5. કુવાડીયાના બી શેકી ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી તથા ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર પર ઘસીને લગાવવાથી દાદર મટે છે. આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરી શકાય. એનાથી ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ વગેરે પણ મટે છે.
  6. સફેદ ચણોઠીના ચુર્ણથી પકવેલું અને ભાંગરાનો રસ નાખી સીદ્ધ કરેલું તલનું તેલ માથામાં નાખવાથી માથાનો ખોડો (દારુણક) મટે છે.
  7. તલના તેલ કે કોપરેલમાં ધતુરાનાં પાનનો ચાર ગણો રસ નાખી પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરવું. આ રીતે પકવેલું તેલ માથામાં નાખવાથી ખોડો, જુ, લીખ, ખંજવાળ અને બીજા રોગો મટે છે.
  8. અરીઠાના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધી થાય છે. આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મીનીટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મીનીટ માથા પર રહેવા દેવું.
  9. સરગવાના પાનના રસનું માથા પર મર્દન કરવાથી માથાનો ખોડો મટે છે.
  10. સરગવાની શીંગને પાણીમાં પલાળી, ચોળી, ગાળીને માથા પર લગાડવાથી માથાનો ખોડો મટે છે.
  11. ચણોઠીનો ભુકો તેલમાં મીશ્ર કરી તે તેલ માથામાં નાખવાથી ખોડો મટે છે.

 25. lakhani Payal devashbhai lakhani Says:

  Vajankhub vadharehova thi sarer ma
  Kam karavama takalef pade6
  A. 23

 26. lakhani Payal devashbhai lakhani Says:

  ઉમર:23
  ઉચાઈ:150
  વજન:88
  વજન ઘટાડવા માટે અાષોઘી રસતો બતાવો સર

 27. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે, વજન ઘટાડવા માટે મેં મારા બ્લોગમાં નીચેના ઉપાયો નોંધ્યા છે. એ પૈકી તમને અનુકુળ આવે તે ઉપાય તમારા વીશ્વાસુ આરોગ્ય ચીકીત્સક (વૈદ્ય કે ડોક્ટર)ની સલાહ લઈને કરવા.
  વજન ઘટાડવા (મેદ ઓછો કરવા)
  (૧) અરણીના મુળનો ઉકાળો શીલાજીત સાથે સવાર-સાંજ પીવાથી અથવા ત્રણ ચમચી જેટલો એના પાનનો રસ પીવાથી ચરબી ઘટી જવાથી વજન ઓછું થઈ જાય છે.
  (૨) વજન ઘટાડવા ઘઉંને બદલે જવનો ઉપયોગ કરવો. (૩) દરરોજ એક પાકા લીંબુના રસમાં ૬૦ ગ્રામ મધ મેળવી ચાટવાથી વજન ઉતરે છે. (મધ ચોખ્ખું હોવું અત્યંત જરુરી છે, નહીંતર વજન ઘટવાને બદલે વધવાની શક્યતા છે.) (૪) ૨૫ ગ્રામ લીંબુનો રસ અને ૨૫ ગ્રામ મધ ૨૦૦ મી.લી. સહેજ ગરમ પાણીમાં ભોજન બાદ તરત જ પીવાથી એક-બે માસમાં શરીરમાં મેદની ઉત્પત્તી બંધ થાય છે અને વધેલો મેદ ઓછો થાય છે.
  (૫) સ્થુળતા અને ચરબી ઓછાં કરી શકાય તો લાંબું જીવન શક્ય બને.
  (૬) માત્ર મીઠું નાખેલું ચોખાનું ગરમ ગરમ ઓસામણ જેટલું ખાઈ શકાય તેટલું દરરોજ ખાવાથી વજન ઉતરી જાય છે.
  (૭) એક મહીના સુધી ત્રીફળા ગુગળ અથવા મેદોહર ગુગળની બબ્બે ગોળી ભુકો કરી સવાર-સાંજ લેવાથી અને રોજ રાત્રે સુતી વખતે અડધીથી એક ચમચી ત્રીફળા ચુર્ણ અથવા હરડે ચુર્ણ લેવાથી તેમ જ સવાર-સાંજ એક કીલોમીટર ઝડપથી ચાલવું, ભુખ લાગે તેનાથી ઓછું જમવું, અને મગ-ભાત અથવા મગની દાળ અને ભાત જ ખાવાથી મહીને પાંચથી છ કીલો વજન ઘટે છે. જેટલું વજન ઘટાડવું હોય ત્યાં સુધી આ પ્રમાણે જ રહેવું.
  (૮) નીયમીત રુપે ગરમાગરમ સુપ પીવાથી વજન ઉતારવાના કાર્યક્રમમાં સફળતા મળે છે.
  (૯) સ્ત્રીઓને ૨૨૦૦ અને પુરષોને ૨૫૦૦ કેલેરી ખોરાકની જરુર પડે. એનાથી વધારાના ખોરાકની ચરબી બને છે, જેથી વજન વધે છે.
  (૧૦) દરરોજ સવાર-સાંજ ભોજન બાદ એક મોટા ગ્લાસ હુંફાળા પાણીમાં એક આખું લીંબુ નીચોવી ધીમે ધીમે પી જવાથી શરીરનું વજન ઓછું થવા લાગે છે.
  (૧૧) સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં ચાર ચમચી મધ મેળવી પીવાથી અને આહારમાં તેલ, બટાટા, ઘી, ભાત વગેરે બંધ કરવાથી વજન ઉતરી જાય છે.
  (૧૨) શુદ્ધ લાખનો ત્રણેક નાની ચપટી પાઉડર એક ગ્લાસ લીંબુના શરબતમાં સવારે નરણા કોઠે નીયમીત લેવાથી શરીરનો મેદ ઓછો થઈ વજન ઘટે છે.

 28. lakhani Payal devashbhaiલ lakhani Says:

  આભાર સર

 29. DIVANJI THAKOR Says:

  નમસ્તે સાહેબ,
  મારી બેબી ૧૦ વર્ષની છે. તેના માથામાં જુ અને લીખ ખુબજ થઈ ગઈ છે. મેડીકેર શેમ્પું અને તેલનો વારંવાર ઉપયોગ કરવા છતાં પણ જુ અને લીખનો ઉપદ્રવ દૂર થતો નથી. તો મહેરબાની કરી સચોટ ઉપય બતાવશો.

 30. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાઈ દિવાનજી,
  નમસ્તે. મારા બ્લોગમાં મેં જુ વીષયમાં ત્રણ ઉપાય નોંધ્યા છે.
  (૧) ડુંગળીનો રસ માથામાં ભરવાથી જુ મરી જાય છે.
  (૨) તમાકુ પાણીમાં મેળવી તે પાણી માથે ચોપડી ઉપર પાટો બાંધી પાંચ-છ કલાક રાખી અરીઠાથી માથું ધોવાથી જુ અને લીખો મરી જાય છે.
  (૩) સીતાફળનાં બીનું ચુર્ણ માથાના વાળમાં ભરવાથી જુ પડી હોય તો નાશ પામે છે.
  ઉપરાંત વાળની નીયમીત કાળજી રાખવી જોઈએ. એને યોગ્ય રીતે ધોઈને સારું ખાતરીનું હેર ઓઈલ લગાડવું પણ એટલું જ જરુરી છે.

 31. Chintan Says:

  Mathano khodo matadva shu karvu?

 32. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાઈશ્રી ચીન્તન,
  ્માથાનો ખોડો મટાડવાના ઉપાયો મેં ઉપર ૧૯ ઑગષ્ટ ૨૦૧૫ના રોજ એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યા છે. આપના માટે ફરીથી એ નીચે આપું છું.

  માથાનો ખોડો: માથાનો ખોડો મટાડવામાં વપરાતા આ પદાર્થો માત્ર બાહ્ય ઉપયોગમાં જ વાપરવા. એમાંના ઔષધો ઝેરી છે, આથી યોગ્ય ચીકીત્સકની સલાહ લઈને જ ઉપયોગ કરવો.
  1. ખોડાને લીધે માથાના વાળ ખુબ ખરતા હોય છે. ખોડાની તકલીફ મટાડવા માટે દુધ સાથે ખસખસ ખુબ જ વાટી લસોટી પેસ્ટ જેવું બનાવવું. માથાને સારી રીતે અરીઠા કે શીકાકાઈથી ધોઈને સવારના તડકામાં બેસી વાળ કોરા કરવા. પછી આખા માથા પર આ ખસખસનો લેપ કરી તેને એક કલાક રહેવા દેવો. પછી લીમડાના સાબુથી માથુ ધોઈ કોરું કરીને નાગરમોથનું તેલ, આમળાનું તેલ, બ્રાહ્મી તેલ, ધુપેલ, દુધીનું તેલ પૈકી કોઈ પણ તેલ નાખવું. આ બધાં તેલ તલના જ તેલમાં બનાવેલાં હોવાં જોઈએ. (તેલ શબ્દ તલ પરથી બન્યો છે. આથી તેલ એટલે ખરેખર તો તલનું જ તેલ.) થોડા દીવસના ઉપચારથી ખોડો મટી જાય છે.
  2. કણજીનું તેલ માથામાં નાખવાથી માથાનો ખોડો મટે છે.
  3. અરીઠાંના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધી થાય છે. આથી માથાનો ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મીનીટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મીનીટ માથા પર રહેવા દેવું.
  4. કઠનું ચુર્ણ ખાપરીયામાં શેકી તેલમાં કાલવી લેપ કરવાથી માથાનો ખોડો મટી જાય છે.
  5. કુવાડીયાના બી શેકી ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી તથા ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર પર ઘસીને લગાવવાથી દાદર મટે છે. આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરી શકાય. એનાથી ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ વગેરે પણ મટે છે.
  6. સફેદ ચણોઠીના ચુર્ણથી પકવેલું અને ભાંગરાનો રસ નાખી સીદ્ધ કરેલું તલનું તેલ માથામાં નાખવાથી માથાનો ખોડો (દારુણક) મટે છે.
  7. તલના તેલ કે કોપરેલમાં ધતુરાનાં પાનનો ચાર ગણો રસ નાખી પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરવું. આ રીતે પકવેલું તેલ માથામાં નાખવાથી ખોડો, જુ, લીખ, ખંજવાળ અને બીજા રોગો મટે છે.
  8. અરીઠાના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધી થાય છે. આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મીનીટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મીનીટ માથા પર રહેવા દેવું.
  9. સરગવાના પાનના રસનું માથા પર મર્દન કરવાથી માથાનો ખોડો મટે છે.
  10. સરગવાની શીંગને પાણીમાં પલાળી, ચોળી, ગાળીને માથા પર લગાડવાથી માથાનો ખોડો મટે છે.
  11. ચણોઠીનો ભુકો તેલમાં મીશ્ર કરી તે તેલ માથામાં નાખવાથી ખોડો મટે છે.

 33. Rehan Says:

  Mara modhama mara pet mathi durgandh aave che je thodi thidi vare mane mara modha ma mehsus thay che ane aklaman bahu thay che…
  Pet mathi modha ma vas ni hava aave che aevu lage che…age 23

 34. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે રેહાન,
  મોંની દુર્ગંધ દુર કરવાના ઉપાયો નીચે મુજબ છે. એમાંથી તમને અનુકુળ હોય તે ઉપાય યોગ્ય આરોગ્ય ચીકીત્સકની પ્રત્યક્ષ દેખરેખમાં અજમાવી શકો.
  મોંની દુર્ગંધ
  (૧) તુલસીનાં પાન વાટી, ઉકાળો કરી, સવાર-સાંજ કોગળા કરવાથી મોંની દુર્ગંધ દુર થાય છે.
  (૨) જમ્યા બાદ તથા દર બે કલાકે તુલસીનાં ચાર-પાંચ પાન સારી રીતે ચાવીને ખાતા રહેવાથી મોંની દુર્ગંધ મટે છે.
  (૩) નાગરમોથ, કઠ, એલચી, ધાણા, એળિયો તથા જેઠીમધનું બારીક ચુર્ણ મોંમાં રાખવાથી શરાબની તથા લસણ ખાવાથી કે અન્ય કારણોથી ઉત્પન્ન થયેલ મોંની દુર્ગંધ મટે છે.
  (૪) અજમો અને વરીયાળી ચાવવાથી મોંની વાસ મટે છે.
  (૫) એલચી મોંની દુર્ગંધ દુર કરે છે.
  (૬) કરંજનું દાતણ કરવાથી દાંત બગડતા નથી, મોંની દુર્ગંધ મટે છે, ચીકાશ દુર થાય છે.
  (૭) નાગરવેલનાં પાન ખાવાથી મોંંની દુર્ગંધ તથા થાક દુર થાય છે.
  (૮) લીંબુના રસથી દાંત અને પેઢાં સ્વચ્છ થાય છે. પાયોરીયા અને મોંની દુર્ગંધ દુર થાય છે.

 35. Amita Says:

  Maro reply plz,amita here

 36. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે બહેન અમીતા,
  સોરી, તમારો પ્રશ્ન મારા જોવામાં આવ્યો નથી. મારા બ્લોગની આ એન્ટ્રીમાં તો તમારો પ્રશ્ન નથી.

 37. Jayshree panchal Says:

  Sandha dukhavo

 38. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે જયશ્રીબહેન,
  સાંધાના દુખાવાના મેં મારા બ્લોગમાં નીચે મુજબના ઉપાયો નોંધ્યા છે. તમને અનુકુળ ઉપાય યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ અજમાવી શકો.
  સાંધાનો દુખાવો (૧) દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ ગ્લાસ લીલી ચાનો ઉકાળો પીવાથી સાંધાનો દુખાવો ઓછો થવા લાગે છે. ઉનાળામાં દુધ, સાકર નાખવું હોય તો નાખી શકાય.
  (૨) દેવદારનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી મધ સાથે ઘણા દીવસો સુધી લેવાથી સાંધાનો દુખાવો મટે છે.
  (૩) દરરોજ જમવામાં કોલીફ્લાવરનું બને તેટલું વધુ સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે. સાંધાના દુખાવામાં રક્ત અને મુત્રમાં રહેલા દોષો કારણભુત હોય છે, જે કોલીફ્લાવર ખાવાથી દુર થાય છે.
  (૪) સુકા ધાણામાં બમણી સાકર લઈ અધકચરું ખાંડી દરરોજ સવાર-સાંજ ૧-૧ મોટો ચમચો ખુબ ચાવીને ખાવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથી સાંધાના અમુક પ્રકારના દુખાવા મટે છે.
  (૫) અશોકવૃક્ષનાં પાન કે તેની છાલનો ઉકાળો નીયમીત પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
  (૬) હળદરના સુકા ગાંઠીયા શેકી એટલા જ વજનના સુંઠના ટુકડા સાથે બારીક ખાંડી દરરોજ ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી સાંધાનો દુખાવો મટે છે.
  (૭) રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગુગળ ઓગાળી સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
  (૮) ૧૦ ગ્રામ ત્રીફળા ચુર્ણને ૨૫૦ ગ્રામ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી એક ચમચો મધ મેળવી અડધો કપ સવારે ખાલી પેટે અને અડધો કપ સાંજે સુતાં પહેલાં પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
  (૯) બે ભાગ તલ અને એક ભાગ સુંઠના ૧-૧ ચમચી બારીક ચુર્ણનું સવાર-સાંજ હુંફાળા પાણી સાથે સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે.
  (૧૦) સવાર-સાંજ બીટ ખાવાથી સાંધાનો દુખાવો મટે છે, કેમ કે બીટમાં સોડીયમ-પોટેશીયમનું સારું પ્રમાણ છે જે સાંધાઓમાં કેલ્શીયમને એકઠો થતો અટકાવે છે.

 39. narendra bhatt Says:

  સાહેબ શ્રી, નમસ્તે મારી ઉમર ૫૬ વરસ છે. મને કાચા આમ ની તકલીફ છે. તેમજ રાત્રે ઊંઘ પણ નથી આવતી છેલ્લા ૨૦ દિવસ થી આ રોગ નું પ્રમાણ વધતું જાય છે. ઉપાય બતાવવા મહેરબાની કરશો જી .

  નરેન્દ્ર ભટ્ટ , રાજકોટ

 40. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે નરેન્દ્રભાઈ,
  આમ મટાડવાના ઘણા ઉપાયો છે, આપને અનુકુળ ઈલાજ કરવા. જો કે સુરતમાં થઈ ગયેલા પ્રખ્યત વૈદ્ય બાપાલાલ વૈદ્યનું કહેવું હતું કે આમને મટાડવા માટે તો સુંઠના ઉકાળામાં દીવેલ (એરંડીયું) નાખીને પીવાનો ઉપાય જ શ્રેષ્ઠ છે.
  આમની તકલીફ
  (૧) અગ્નીતુંડી વટી મોટા ભાગના રોગોનું મુળ કારણ અગ્નીમાંદ્ય હોય છે. એનું શ્રેષ્ઠ ઔષધ અગ્નીતુંડી વટી જે બજારમાં મળે છે તે છે. સવાર-સાંજ એક એક ગોળી નવશેકા દુધ સાથે લેવી. પંદર દીવસ પછી એક અઠવાડીયું બંધ કરવી. સતત એકધારું સેવન ન કરવું. ઉપરાંત પીત્તના રોગોમાં પણ સેવન ન કરવું. એનાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, આમનું પાચન થાય છે.
  (૨) અતીસારમાં સુંઠ અને અતીવીષા બંનેનું ૫-૫ ગ્રામ ચુર્ણ ૧ કીલો પાણીમાં નાખી મંદ તાપે ઉકાળવું. અડધું પાણી બળી જાય ત્યારે ગાળીને ઠંડુ પાડી લીંબુનો કે દાડમનો રસ ઉમેરી પી જવું. એનાથી આમનું પાચન થાય છે, જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને પાતળા ઝાડા બંધ થાય છે. કોઈ પણ પ્રકારના પાતળા ઝાડામાં આ ઉપચાર કરી શકાય. મળ બંધાઈ જવાથી અતીસાર મટે છે. રક્તાતીસાર અને પીત્તાતીસાર સીવાયના ઝાડામાં આ ઉપચારથી ફાયદો થાય છે.
  (૩) આમનું પાચન થતું ન હોય, તથા ખસ, ખંજવાળ અને ચામડીના રોગોમાં પા ચમચી કાળીજીરીના ભુકાનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ તાજેતાજો ઉકાળો પીવાથી આઠથી દસ દીવસમાં આ વીકૃતીઓ શાંત થાય છે.
  (૪) સુંઠ નાખી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે. ઉંઘ નીયમીત થાય છે. શરદી, સળેખમ, દમ, ઉધરસ, નવો તાવ વગરેમાં સુંઠનું પાણી જ પીવું જોઈએ. એનાથી વાયુ અને કફનો નાશ થાય છે, કાચો રસ એટલે આમનું પાચન થાય છે અને જઠરાગ્નીનું બળ વધે છે.
  (૫) આમ (આમદોષ) જેમને ઝાડો કાયમ ચીકણો, આમદોષવાળો અને પાણીમાં ડુબી જાય તેવો થતો હોય, ઝાડો ભારે તકલીફથી ઉતરતો હોય તો આદુ અથવા સુંઠ નાખી ઉકાળેલું પાણી રોજ નરણા કોઠે ૧-૨ ગ્લાસ પીવાની ટેવ રાખો.
  (૬) જાંબુડીનાં કુમળાં પાનનો ૧૦ ગ્રામ રસ ૩ ગ્રામ મધ મેળવી દીવસમાં ત્રણ વાર લેવાથી આમ મટે છે અને લોહી પડતું હોય તો બંધ થાય છે.
  (૭) ધાણા અને વરીયાળીનો ઉકાળો લેવાથી શરીરમાં રહેલો આમ બળી જાય છે. એનાથી દાહ, તરસ, મુત્રની બળતરા પણ દુર થાય છે, વળી પરસેવો થઈ આમજન્ય તાવ ઉતરી જાય છે.
  (૮) વરીયાળીનો અર્ક લેવાથી આમનું પાચન થાય છે.
  (૯) વેંગણ આમ મટાડે છે.
  (૧૦) રીંગણાં અને ટામેટાંનું સુપ બનાવી પીવાથી આમનું પાચન થાય છે.
  (૧૧) શરીરમાં ખોરાકનો કાચો રસ-આમ ઉત્પન્ન થઈ વાયુનો પ્રકોપ અને વાત વ્યાધીઓ કરે છે, તે આમને સુંઠના ઉકાળા સાથે લીધેલ એરંડીયુ જ માત્ર મટાડે છે. આમદોષમાં ઘઉંનો ખોરાક બંધ કરી મગ-ચોખાનો આહાર લેવો. મોળી છાસ પીવી.
  (૧૨) સુરણના કંદ સુકવી ચુર્ણ કરી, ઘીમાં શેકી સાકર નાખીને ખાવાથી આમ મટે છે.
  (૧૩) ડુંગળીને પથ્થર ઉપર બારીક વાટીને બે-ચાર વાર પાણીથી ધોઈ, દહીં મેળવી દીવસમાં ત્રણ વાર ખાવાથી આમ અને લોહીના ઝાડા બંધ થાય છે.
  (૧૪) આમ એટલે કાચું, પચ્યા વગરનું અન્ન-આહાર, જે લાંબા વખતે શરીરમાં અનેક વીકારો જન્માવે છે. આદુ અને સુંઠ આમના પાચન માટે ઉત્તમ છે. આદુ મળને ભેદનાર તથા વાયુ અને કફના રોગોને મટાડનાર છે. મંદાગ્ની, કટીશુળ, અજીર્ણ, અતીસાર, સંગ્રહણી, શીર:શુળ, અરુચી, મોળ આવવી અા બધા રોગો આમમાંથી જન્મે છે. જેમને આમની તકલીફ હોય તેમણે જમ્યા પહેલાં લીંબુ નીચોવી આદુના ટુકડા ખુબ ચાવીને ખાવા જોઈએ.
  (૧૫) ૨૦૦ ગ્રામ આદુ છોલી ચટણી બનાવી ૨૦૦ ગ્રામ ઘીમાં શેકવી. શેકાઈને લાલ થાય ત્યારે એમાં ૪૦૦ ગ્રામ ગોળ નાખી શીરા જેવો અવલેહ બનાવવો. આ અવલેહ સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ જેટલો ખાવાથી અગ્નીમાંદ્ય, ઉદરવાત, આમવૃદ્ધી, અરુચી અને કફવૃદ્ધી મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે.
  (૧૬) બે દીવસ માત્ર સુંઠ કે આદુના ટુકડા અને લીંબુ નાખેલ મગના પાણી પર રહેવાથી શરીર નીરામ બને છે. આ પછી એક ચમચી સુંઠ, પા ચમચી અજમો, એક ચમચી ગોળ અને ત્રણ ચમચી ગાયનું ઘી મીશ્ર કરી દરરોજ સવારે અને સાંજે ચાટી જવાથી પાચન શક્તી સુધરે છે.

 41. chintan Says:

  pranam,
  mari ankho ni aaspas dark circle thai gaya 6e
  koi upay batavso
  aa problem lagbhag 2 year thi 6e
  chintan

 42. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  આંખોની કાળાશ (૧) આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.
  (૨) કાળા તલને મધમાં બારીક વાટી સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દીવસમાં જ આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે. સાથે સાથે પ્રોટીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવો જોઈએ.
  (૩) બટાટાના રસમાં બેત્રણ ટીપાં ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી રૂનાં પુમડાં બોળી આંખો પર મુકવાથી આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે.
  આ પૈકી કોઈ પણ ઔષધ આંખમાં ન પ્રવેશે તેની કાળજી લેવી. માત્ર અસરગ્રસ્ત ભાગ પર જ ઔષધ લગાવવું.

 43. faiz Says:

  hello, good morning sir, mari mom ne pag ni naso ma VAA Thayo che mane please eni jankari apso, hu kevi rite ene tratment karo and kevi rite emne saru thay jay.

 44. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  મને પગમાં થતા દુખાવાનો એક ઉપાય બતાવતો વીડીઓ એક ભાઈ દ્વારા મળ્યો છે, જે આ સાથે જોડું છું. (ઈમેલમાં આ વીડીઓ મોકલ્યો છે, અહીં એ જોડી શકાતો નથી.) મેં આ પ્રયોગ કર્યો છે અને સંતોષકારક પરીણામ મળ્યું છે. મારા બ્લોગમાં મેં દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે તે વીષે વીગતવાર લખ્યું છે. એની મુલાકાત લેશો તો ઘણી વીગતો જાણવા મળશે. આ બાબત આહારની ખાસ કાળજી રાખવી જોઈએ. વાયુ કરે તેવા કઠોળ વગેરે બને ત્યાં સુધી ખાવા ન જોઈએ, અને ખાવા જ પડે તો પ્રમાણ પોતાની પાચનશક્તી મુજબ બહુ જ ઓછું રાખવું. વળી સુપાચ્ય આહાર ભુખના પ્રમાણ મુજબ લેવાની કાળજી રાખવી.

 45. Deepak Rajani Says:

  Jsk _mara pagna ane hathna taliya ma blad mari hoy evi rite fati jay sakhat dukhavo thay che .mari age 45 che koy dava thi farak padto nathi.kay elaj hoy to batavaso please.2 varas thi heran thav chu.

 46. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે દીપકભાઈ,
  મારા બ્લોગમાં મેં નીચે મુજબ માહીતી નોંધી છે. જો તમને એ ઉપયોગી થાય તેમ હોય તો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈ અજમાવી શકો.
  પગની તકલીફ પગના વાઢીયા-ચીરા (૧) પગમાં ચીરા પડ્યા હોય અને કેમેય મટતા ન હોય તો આ ચીરામાં વડનું દુધ ભરવું.
  (૨) શરીરમાં વાયુ વધવાથી અને રુક્ષતાને લઈને પગમાં ચીરા પડે છે. રાળ, ગુગળ, સીંધવ, ગેરુ, ગોળ, ઘી, મીણ અને મધ દરેક ૧૦-૧૦ ગ્રામ લઈ ધીમા તાપે ઉકાળવું. ઠંડુ પડ્યે બરણીમાં ભરી લેવું. સવારે અને રાત્રે ગરમ પાણીથી પગ ધોઈ આ મલમ લગાડી પાટો બાંધી દેવો. પાણીમાં કે કીચડમાં ચાલવું નહીં. બુટ પહેરી રાખવા, વાયુની વૃદ્ધી કરનાર આહાર-વીહારનો ત્યાગ કરવો. ઉપવાસ, એકટાણા, ઉજાગરા કરવા નહીં.
  (૩) દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી, ખુબ હલાવી, એકરસ કરી ચોપડવાથી પગમાં પડેલા ચીરા ઝડપથી મટે છે.

  (૪) પગના ચીરામાં વડનું દુધ ભરવાથી એ મટી શકે છે.
  (૫) દરરોજ સવારે અને રાત્રે સ્નાન કરતાં અગાઉ દશેક મીનીટ સુધી સરસવના તેલનું બરાબર માલીશ કરવાથી શીયાળામાં શરીરના વીવીધ ભાગો પર ચામડી ફાટવાની ફરીયાદ મટે છે.
  (૬) અજમોદ, મોચરસ, સુંઠ અને ધાવડીનાં ફુલ દરેક સો સો ગ્રામ મીશ્ર કરી ખુબ ખાંડી બારીક ચુર્ણ તે અજમોદાદી ચુર્ણ. આ ચુર્ણ કદાચ દવાવાળાને ત્યાં પણ મળતું હશે. હું ચાળીસ વર્ષ કરતાં વધુ સમયથી ન્યુઝીલેન્ડમાં છું, આથી મને આ ચુર્ણ તૈયાર મળે છે કે કેમ તેની ખબર નથી. વળી આ ચુર્ણ માત્ર પગના તળીયામાં થતા દુખાવા માટે જ નથી, ઘણી ફરીયાદો માટે વાપરી શકાય છે.
  અડધીથી એક ચમચી આ ચુર્ણ સહેજ ગરમ પાણી સાથે લેવાથી સોજા, આમવાત, સંધીવા, સાયટીકા-રાંઝણ, નીતંબ, કમર, સાથળ, પડખા, પીઠ, ઢીંચણ, પંીંડી, પગના તળીયામાં થતો દુખાવો વગેરે મટે છે.

 47. Deepak Rajani Says:

  Saheb Tamaro ghano ghano abhar Thank you sir…

 48. Mohanlal m kumhar Says:

  Mane maigaren Che and pet saf ni thatu kai dava apo

 49. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે મોહનલાલ,
  માથાના સખત દુખાવા પાછળનાં કારણો જાણીને ઉપાય કરવો જોઈએ. તેમ છતાં મારો અજમાવેલો આ અકસીર ઉપાય તમને અનુકુળ હોય તો તેની ખાતરી કરીને પ્રયોગ કરી શકો.
  ગાયના ઘીમાં સાકરનું ચુર્ણ નાખી ગરમ કરવું. ઠંડું પડ્યા પછી બંને નસકોરામાં થોડાં થોડાં ટીપાં મુકી પાંચ દસ મીનીટ ધારણ કરી રાખવું. ઔષધ ગળામાં આવી જાય તો પણ એને ગળી જવું નહીં. પછીથી બધું ઔષધ થુંકી નાખવું. બેત્રણ વખતના પ્રયોગથી પણ માથાનો દુખાવો જતો રહે છે,અને ફરીથી ભાગ્યે જ થાય છે એવું મેં મારાં એક નજીકના સંબંધી પર કરેલા પ્રયોગમાં જોયું છે. આ પ્રયોગ મેં જાતે કર્યો હતો. આ પ્રયોગને નસ્ય આપવું કહેવાય છે.
  કબજીયાતનાં પણ કારણો તથા વ્યક્તીની પ્રકૃતી મુજબ ઉપાય કરી શકાય. મેં મારા બ્લોગમાં કબજીયાતના 54 ઈલાજો સુચવ્યા છે. એ જાણવા માટે નીચેની લીન્ક ખોલવા વીનંતી છે.
  https://gandabhaivallabh.wordpress.com/2010/03/30/કબજીયાત
  જો સીધી લીન્ક ખુલી ન શકે તો એની કોપી-પેસ્ટ કરવાથી ખુલી શકશે. ઉપાય આપને અનુકુળ હોય તેની ખાતરી કરીને પછી જ કરવો.

 50. Vaibhav Says:

  Gothan ni gadi ma sojo hoi….jaldi Sar a Thai avo upchar batavo.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે વૈભવભાઈ,
   તમારો પ્રશ્ન મારા ધ્યાન પર આવ્યો ન હતો. એ શી રીતે બન્યું તે સમજાતું નથી. સામાન્ય રીતે મને વર્ડપ્રેસ તરફથી ઈમેલ મળે છે, પણ આ કીસ્સામાં કોઈક રીતે મને એ ઈમેલ મળી નથી.
   ઘુંટણની ગાદીનો સોજો કદાચ વાયુવીકારને કારણે હોઈ શકે. એમાં વાયુકારક આહાર છોડી દેવો અને વાયુનાશક ઔષધો લેવાં. એ માટે મારા બ્લોગમાં વાયુવીકાર વીશે લખ્યું છે તે જોવું.

  • અલ્પા એલ.ચાવડા Says:

   મને 3 વષૅથી દાદરની તકલીફ છે મટતી જ નથી બહુ દવા પણ કરી પણ પાછી થાય છે કૃપા કરી કોઈ ઉપાય જણાવો

 51. rahul Says:

  Sir
  Mare tamaku khava ne karane
  Maru modhu khultu nathi
  To vaadhre modhu khulavana
  Upay

 52. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે રાહુલભાઈ,
  તમારી તકલીફ બાબત મારી પાસે ખાસ માહીતી નથી તે બદલ દીલગીર છું. પરંતુ થોડા સમય પહેલાં આ પ્રકારની તકલીફમાં મદદ કરી શકે તેવાં ખાદ્યોમાં લસણ છે એવું સ્મરણ છે. તમને એ અનુકુળ હોય તો લઈ શકાય. ઈન્ટરનેટ પર મારા જોવામાં નીચેની માહીતી આવી છે. એમની પાસે જો કોઈ ઉપાય હોય તો તમે એ લોકોનો સંપર્ક કરી શકો.
  ગુટખાનું સેવન કરનારા લોકોની અંદર જે સૌથી સામાન્ય રોગ જોવા મળે છે તે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ (Oral Submucus Fibrosis -SMF) તરીકે ઓળખાય છે. આમાં દર્દી પોતાનું મોં પૂરેપૂરું ખોલી શકતો નથી. ગુટખાની અંદર જે સોપારીનું ઘટક વાપરવામાં આવે છે તેનાથી આ આડઅસર પેદા થાય છે. પછી ધીમે ધીમે તેનું જડબું ખૂલતું ઓછું થઇ જાય છે. ખૂબ આગળ વધી ચૂકેલી બીમારીમાં તો છેલ્લે એવો વખત આવી જાય છે કે ખોરાકનો એક કોળિયો મોંમાં મૂકવા માટે પણ દર્દી મોં ખોલી શકતો નથી અને એને કાગળની ભૂંગળી (સ્ટ્રો) વડે માત્ર પ્રવાહી પીને દિવસો વિતાવવા પડે છે. આની કોઇ સારવાર નથી. આગળ જતાં એમાંથી જ ગલોફાનું કેન્સર થાય છે. જેનું પ્રમાણ ગુટખાના સેવનને કારણે છેલ્લાં થોડાં વર્ષોમાં આપણા દેશમાં ઝડપથી વધી ગયું છે.
  લોકહિતમાં પ્રસિદ્ધ કરનાર
  સમન્વય આરોગ્ય કેન્દ્ર
  વિનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા. ફોન: ૨૩૭ ૧૮૮૦
  ઇ-મેઇલ : info@nisargopachar.org

 53. vaishali makwana Says:

  મારા મમ઼મી ને ૨-૩ દિવશ થી પેટ મા દુખે છે તો કોઇ ઉપાઈ બતાવો

 54. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે બહેન વૈશાલી,
  મારા બ્લોગમાં મેં પેટના દુખાવાના ઘણા ઉપાય નોંધ્યા છે, જે નીચે આપું છું. તમારી મમ્મીને અનુકુળ હોય તે ઉપાય એની પ્રકૃતીની ખાતરી કરીને અજમાવી શકો. આ ઔષધો ગરમ હોય છે, માટે જે ઔષધ તમને પ્રતીકુળ હોય તેનો ઉપયોગ ટાળવો. સામાન્ય રીતે પેટનો દુખાવો વાયુવીકારને કારણે થાય છે.
  પેટનો દુ:ખાવો (૧) ૫-૫ ગ્રામ આદુ અને ફુદીનાના રસમાં ૧ ગ્રામ સીંધવ નાખી પીવાથી પેટનું શુળ મટે છે.
  (૨) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ ૫૦-૬૦ ગ્રામ દીવસમાં ત્રણ વાર પીવાથી ઉદરશુળ મટે છે.
  (૩) જો પીત્ત વગરનો પેટનો દુખાવો હોય તો રાઈનું ચુર્ણ નાની પા ચમચી અને એક ચમચી સાકરનું ચુર્ણ મીશ્ર કરી લેવાથી વાયુનું શમન થતાં ઉદરશુળ મટે છે.
  (૪) લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ઉદરશુળ મટે છે.
  (૫) અજમો અને મીઠું વાટી તેની ફાકી લેવાથી પેટનું શુળ મટે છે.
  (૬) અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો, મોળ, અજીર્ણ અને નળબંધ વાયુ મટે છે.
  (૭) આદુ અને લીંબુના રસમાં ૧ ગ્રામ મરીનું ચુર્ણ નાખી પીવાથી ઉદરશુળ મટે છે.
  (૮) એલચીનું ચુર્ણ .૭ ગ્રામથી ૧ ગ્રામ અને શેકેલી હીંગ .૧૬ ગ્રામ લીંબુના થોડા રસમાં મેળવીને લેવાથી ઉદરશુળ મટે છે.
  (૯) તજનું તેલ અથવા તજનો અર્ક લેવાથી ઉદરશુળ મટે છે.
  (૧૦) બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુના રસમાં થોડી સાકર નાખી પીવાથી ગમે તે જાતનો દુખાવો મટે છે.
  (૧૧) રાઈને તેલવાળી કરી ગળવાથી પેટમાં આવતી ચુંક મટે છે.
  (૧૨) ૩ ગ્રામ રાઈનું ચુર્ણ પાણી સાથે ગળવાથી પેટની ચુંક અને અજીર્ણ મટે છે.
  (૧૩) લીંબુના રસમાં ૧/૨ થી ૧ ગ્રામ પાપડખાર નાખી લેવાથી પેટની પીડા મટે છે.
  (૧૪) આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી અપચાજન્ય કે વાત-જન્ય શુળ મટે છે.
  (૧૫) લવીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો દુખાવો મટે છે.
  (૧૬) પેટમાં દુખતું હોય તો હીંગ, છીંકણી કે સંચળ નાખી ગરમ કરેલું તેલ પેટ પર ચોળવાથી અને શેક કરવાથી મટે છે.
  (૧૭) લીંબુની બે ફાડ કરી મીઠું, મરી અને જીરુ છાંટી ગરમ કરી ચુસવાથી પેટનો દુખાવો મટે છે.
  (૧૮) પીસેલી સુંઠ, સીંધવ અને થોડી હીંગ પાણીમાં મેળવી લેવાથી કબજીયાત અને અપચાનું નીરાકરણ થવાથી ઉદરશુલ પણ નાશ પામે છે.
  (૧૯) પેટ ઉપર તેમ જ નાભી અને એની આસપાસ હીંગનો લેપ કરવાથી અને બાજરીના દાણા જેટલી હીંગ ખાવાથી વાયુવીકાર નષ્ટ થઈ જાય છે, અને પેટનો દુખાવો મટે છે.
  (૨૦) ત્રણ ગ્રામ કોથમીર, જીરાહીંગ, કાળાં મરી અને સીંધવ તમામને મીક્સ કરી પીણું બનાવી પીવાથી પેટના દર્દમાં તાત્કાલીક આરામ મળે છે.
  (૨૧) ખાવાનો સોડા પાણી સાથે ફાકવાથી ખાટા ઓડકાર સાથેનો પેટનો દુખાવો મટે છે.
  (૨૨) પેટના જે ભાગમાં ચુંક આવતી હોય તેના પર ગરમ પાણીની થેલી વડે શેક કરવાથી ફાયદો થાય છે.
  (૨૩) આંકડાના પાનને ગરમ કરી પેટ પર બાંધવાથી પેટનો દુખાવો મટે છે.
  (૨૪) કાકચા, અજમો અને સંચળનું ચુર્ણ પાણી સાથે લેવાથી પેટનો વાયુ તથા દુખાવો મટે છે.
  (૨૫) એક નાની ચમચી નમક અને હળદરનું ચુર્ણ પાણીમાં મેળવી ફાકવાથી પેટનો દુખાવો મટે છે.
  (૨૬) નમકવાળા પાણીમાં પલાળીને સુકવેલી કેરીની ગોટલી શેકીને બનાવેલા ચુર્ણનું દીવસમાં ચારેક વખત સેવન કરવાથી પેટનો સામાન્ય દુખાવો મટે છે.

 55. chintan Says:

  PRANAM,
  DANT NE WHITE KARVA MATE UPAY JANAVSO
  CHINTAN

 56. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ ચિંતન,
  મારી આ બુકમાં મેં દાંત સફેદ કરવાના નીચે મુજબ ઉપાયો લખ્યા છે. તમારી પ્રકૃતીને અનુકુળ ઉપાય તમે અજમાવી શકો. આયુર્વેદમાં એક જ સમસ્યા માટે ઘણા ઉપાય જોવા મળે છે, કેમ કે દરેકની પ્રકૃતી અલગ હોય છે, માટે બધાને એક સરખા ઉપાય કામ આવી ન શકે.

  દાંત સફેદ કરવા
  (૧) ડુંગળી ખાવાથી દાંત સફેદ દુધ જેવા થાય છે.
  (૨) ફટકડીનું ચુર્ણ ઘસવાથી દાંત સફેદ અને ચોખ્ખા થાય છે.
  (૩) તલના તેલમાં કપુર અને સીંધવ મેળવી સવાર-સાંજ દાંત પર ઘસવાથી કે કોગળા કરવાથી લાંબા સમય સુધી દાંત મજબુત રહે છે.
  (૪) સ્ટ્રોબેરીને પીસી બેકીંગ સોડા મેળવી આંગળી વડે દાંતો પર ઘસવાથી દાંત સફેદ થાય છે.
  (૫) લીંબુનો રસ અને એટલા જ પ્રમાણમાં પાણી મેળવી ભોજન પછી કોગળા કરવાથી દાંત સફેદ થાય છે.
  (૬) બ્રશ કર્યા પછી બેકીંગ સોડા વડે ફરીથી દાંત સાફ કરવાથી દાંત સફેદ થાય છે.
  (૭) લીમડાનું દાતણ કરવાથી દાંત સફેદ થાય છે.
  (૮) ભોજન કર્યા પછી ગાજર ખાવાથી દાંત પરની પીળાશ દુર થાય છે.
  (૯) સંતરાની છાલ અને તુલસીનાં પાન સુકવી પાઉડર બનાવી બ્રશ કર્યા બાદ દાંત પર મસાજ કરવાથી દાંત સફેદ થાય છે.
  (૧૦) કોલસામાં થોડું મીઠું ભેળવી દાંત પર ઘસવાથી દાંત સફેદ થાય છે.
  (૧૧) તુલસીનાં પાન સુકવી પાઉડર બનાવી ટુથપેસ્ટમાં મેળવી બ્રશ કરવાથી દાંત સફેદ થાય છે.
  (૧૨) લીંબુના છોતરાં પર થોડું સરસીયાનું તેલ નાખીને દાંત અને પેઢા પર ઘસવાથી દાંત સફેદ અને ચમકદાર થાય છે, પેઢાં મજબુત થાય છે, દરેક પ્રકારનાં જીવાણુંઓનો નાશ થાય છે તથા પાયોરીયા જેવા રોગોથી બચાવ થાય છે. મશીનથી દાંત સાફ કરાવવા હીતકર નથી.
  દાંતની છારી: સફરજનનો રસ સોડા સાથે મેળવી દાંતે ઘસવાથી દાંતની છારી દુર થઈ દાંત સ્વચ્છ બને છે.

 57. ZULFIKARALI . Maredia Says:

  નમસ્તે
  I am 52 years old. I have enlarge prostate. I have to take medicine for easy urination. Is there any ayurvedic medicine for enlarge prostate? Your help in this matter will be highly appreciated. Thanks

 58. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ ઝુલ્ફીકારાલી,
  મારા બ્લોગમાં મેં પ્રોસ્ટેટ અંગે નીચેની માહીતી આપી છે. એમાંથી આપને અનુકુળ હોય તે ઉપાય આપની પ્રકૃતીને ધ્યાનમાં રાખી કરી શકો. મને આ તકલીફ થયેલી ત્યારે પેશાબ સંપુર્ણ બંધ થઈ ગયેલો અને ઓપરેશન કરાવવું પડેલું. જો કે ત્યાર પછી મને કોઈ સમસ્યા રહી નથી.
  પ્રોસ્ટેટ (અષ્ટીલા-પૌરુષ) ગ્રંથી અષ્ટીલા ગ્રંથીનો વીકાર મોટી ઉંમરે જોવામાં આવે છે. અષ્ટીલા ગ્રંથીને પ્રોસ્ટેટ ગ્લેન્ડ કહેવામાં આવે છે. અષ્ટીલા ગ્રંથીની વૃદ્ધી એટલે એન્લાર્જમેન્ટ ઑફ પ્રોસ્ટેટ. આમાં પેશાબની હાજત વારંવાર થાય છે. મુત્ર પ્રવૃત્ત થવામાં વાર લાગવી, અને પેશાબ સંતોષ થાય એ પ્રમાણે થતો નથી. પેશાબમાં મંદતા આવે છે, મુશ્કેલી પડે છે. કેટલીક વાર ધાર ધીમી પડી જાય છે. પેશાબ થઈ ગયા પછી પણ એવું લાગે કે હજુ પેશાબ પેડુમાં ભરેલો જ છે. પ્રોસ્ટેટ જો વધારે પ્રમાણમાં વૃદ્ધી પામી હોય તો પેશાબ બંધ થઈ જાય છે. આ પ્રોસ્ટેટની તકલીફવાળા દર્દીઓએ સહન થાય એવા હુંફાળા ગરમ પાણીના મોટા ટબમાં બેસવું. રાત્રે સુતી વખતે બેથી ત્રણ હીમેજ ચાવીને ખાઈ જવી. ચંદ્રપ્રભા વટી, શીલાજીતવટી અને ત્રીફલા ગુગુલવટી દરેક દીવસમાં ત્રણ વખત લેવી. પૌરુષ ગ્રંથીના સોજામાં કે વૃદ્ધીમાં એક ચમચી ગોરખમુંડીના પાઉડરના એક કપ ઉકાળામાં એક ચમચી રસાયન ચુર્ણ ઉમેરી સવાર-સાંજ નીયમીત પીવાથી ઓપરેશન વીના સારું થવાની શક્યતા રહે છે.

  • ZULFIKARALI . Maredia Says:

   તમારો ઘણો ઘણો આભાર સાહેબ.
   હું કેનેડામાં છું તમે બતાવેલ દવા ભારતમાં ક્યાંમળે છે? તેની જાણકારી તમારી પાસે હોય તો આપજો Please.
   છેલ્લા વાક્યમાં તમે ક્યુ રસાયણ ચૂર્ણ ઉમેરવાનું કહ્યું છે તે જણાવશો Please.
   Thanks again

 59. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ ઝુલ્ફીકારાલી,
  હું વેલીંગ્ટન, ન્યુઝીલેન્ડમાં છેલ્લાં લગભગ ૪૨ વર્ષથી છું. જ્યારે દેશ ગયેલો ત્યારે મારા વતનના નજીક નવસારીમાં દવાની દુકાનોમાં ઘણી બધી આયુર્વેદીક દવાઓ મળે છે એ જોયેલું. મારા ખ્યાલ મુજબ દેશમાં હવે આયુર્વેદીક દવા લગભગ બધે જ મળે છે, એટલું જ નહીં, અહીં વેલીંગ્ટનમાં પણ અમુક દવા ઈન્ડીયન શોપમાં મળે છે, જો કે બધી નથી મળતી. કેનેડાની મારી મુલાકાત વખતે મેં ટોરોન્ટોમાં ઘણા ઈન્ડીયન લોકોની વસ્તી જોઈ છે, આથી ત્યાં પણ ઈન્ડીયન શોપમાં અમુક આયુર્વેદીક દવા કદાચ મળતી હશે.
  રસાયન ચુર્ણની માહીતી મેં મારા બ્લોગમાં નીચે મુજબ આપી છે:
  રસાયન ચુર્ણ: રસાયન એટલે વૃદ્ધાવસ્થાને અને રોગોને અટકાવનાર ઔષધ. જે ઔષધ શરીરની સાતે ધાતુઓની વૃદ્ધી કરી શક્તી અને આયુષ્ય વધારે, ઘડપણ અને રોગને પાસે જ ન આવવા દે, રોગપ્રતીકાર શક્તી પ્રદાન કરે તેને રસાયન કહે છે. રસાયન દ્રવ્યોના સેવનથી દીર્ઘ આયુષ્ય, સ્મૃતી, બુદ્ધી, પ્રભા અને કાંતી પ્રાપ્ત થાય છે. જેઠીમધ, વાંસકપુર, પીપર અને ભોંયકોળાનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ સાકર સાથે લેવાથી એ રસાયન ઔષધનું કાર્ય કરે છે. એનાથી શરીર પર પડેલી કરચલી અને પડીયાનો નાશ થાય છે, તથા એ વીર્ય, આયુષ્ય અને હૃષ્ટીપુષ્ટી પ્રદાન કરે છે.
  શ્રેષ્ઠ રસાયન ઔષધો: હરડે, આમળાં, બલા, નાગબલા, જેઠીમધ, શંખપુષ્પી, ગળો, શીલાજીત, ડોડી, મદા(ધાવડી) અને પુનર્નવા આ અગીયાર ઔષધો શ્રેષ્ઠ રસાયન ઔષધો છે. (મારા ખ્યાલ મુજબ આ બધાંનું મીશ્રણ કરવાનું નથી, પણ આ દરેક ઔષધ અલગ અલગ રીતે રસાયન ઔષધ છે.)

 60. Papubhai agrwal Says:

  लाल खंजवण

 61. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે Papubhai, તમારા ટુકા લખાણ लाल खंजवण દ્વારા કશી સમજ પડતી નથી,પણ જો તમે ખંજવાળ એટલે કે ખુજલી વીશે જાણવા માગતા હો તો મારા બ્લોગમાં એટલે કે ઉપર જે બુક “ઔષધો અને રોગો”ની લીન્ક આપી છે એમાં માહીતી છે જ. તમે એ બુક ખોલી શકતા ન હો તો એ માહીતી નીચે આપું છું:
  ખુજલી (૧) સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ખુજલી-ચળ મટે છે.
  (૨) ટામેટાના રસથી બમણું કોપરેલ લઈ એકત્ર કરી શરીર પર માલીશ કરવાથી અને થોડી વાર પછી કોકરવરણા પાણીથી સ્નાન કરવાથી ખસ-ખુજલી મટે છે.
  (૩) પપૈયાનું દુધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી ઠંડું થયે લેપ કરવાથી ખુજલી મટે છે.
  (૪) લીંબુ કાપી બે ભાગ કરી બારીક સીંધવ ભભરાવી સુકવવું. સુકાઈ જાય એટલે ખાંડીને ચુર્ણ કરવું. આ ચુર્ણ લેવાથી વાતરક્ત, ચળ અને ખુજલીમાં ફાયદો થાય છે.
  (૫) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલીશ કરવાથી ખુજલી મટે છે. ગરમ પાણીથી સ્નાન કરવું. પહેરવાનાં કપડાં રોજ ગરમ પાણીથી ધોવાં. આ પ્રયોગથી સુકી ખુજલી મટે છે.
  (૬) આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસીયાના તેલની માલીશ કરવાથી ખુજલી મટે છે.
  (૭) જવના લોટમાં તલનું તેલ અને છાસ મેળવી લગાડવાથી ખુજલી મટે છે.
  (૮) ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલીસ કરવાથી ખુજલી મટે છે.
  તમને અનકુળ આવે તે ઉપાય ખાતરી કરીને અજમાવી શકો.

 62. bittu Says:

  Dear Sir,
  Ajkal na yuvano ma khava piva ni aniyamitta na karane vayu ane pitta na imbalance na lidhe jamya pachi vadhu pdta odkar avva, pet ma samanya dukhavo thavo k je gas nikde etle tarat mati jaay, pet ma kyarek chunk aavvi, kabajiyat, jevi season change thay k tarat manda pdi javu. ava prashno yuvano ma saav samanya thai gaya che. doctors report kadahvya pachi jo normal aave to aane irritable bowel syndrome kahe che. To pachan shakti majbut banavva ane rog pratikarak shakti vadharva ni gharghatthu (evi vastu o k je ghar ma easily available hoy) k jena thi vayu and pitta ekdum balance ma aavi jay evi tips apsho.
  Apno khub abhar.

 63. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે, તમે મારા જે પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે એમાં બધી માહીતી છે જ. એટલું જ કે વાયુ અને/અથવા પીત્ત દુર કરવા માટે ઘણાં ઔષધો હોય છે તે પૈકી જેને જે અનુકુળ હોય – પોતાની પ્રકૃતી મુજબ તે લેવાનું રહે. મારા આ પુસ્તકમાં મોટા ભાગનાં ઔષધો ઘરમાં મળી રહે તે પ્રકારનાં જ હોય છે. પણ એક જ ઔષધ દરેકને માફક આવી ન શકે, કેમ કે દરેક વ્યક્તી અદ્વીતીય છે. એકને અનુકુળ ઔષધ બીજાને નુકસાન પણ કરી શકે, જેનો મને અંગત અનુભવ થયો છે – વૈદ્યની દવાનો જ. વળી મારા ખ્યાલ મુજબ એક જ ઔષધ વાયુ અને પીત્ત દુર કરી શકે એવાં બહુ ઓછાં ઔષધ હશે. મને એવાં ઔષધો કંઠસ્થ નથી, આથી તરત કહી શકું તેમ નથી. મારું ઉપરોક્ત પુસ્તક ડાઉનલોડ કરીને કંપ્યુટરમાં ગુજરાતીમાં “વાયુનાશક” લખીને “Find” પર ક્લીક કરશો તો બધાં વાયુનાશક ઔષધો જોઈ શકશો. અથવા ગુગલમાં પણ આ રીતે સર્ચ કરવાથી મારા પુસ્તકમાં બતાવ્યા સીવાયનાં વાયુનાશક ઔષધો પણ મળી શકશે.

 64. GANESH SALUNKE Says:

  mane modhama chandi padi gai chhe

 65. ગાંડાભાઈ વલ્લભ Says:

  મોંમાં ચાંદી પડવાનું કારણ પીત્તની અધીકતા હોઈ શકે. આથી તમને અનુકુળ પીત્તશામક ઔષધો લેવાં જોઈએ.
  મારા બ્લોગમાં મેં નીચે મુજબ ઉપાયો સુચવ્યા છે. તમને અનુકુળ ઈલાજ યોગ્ય ખાતરી કરીને જ કરવો. મારા ઉપરના ઉત્તરમાં જણાવ્યું છે તેમ મારા પુસ્તકમાં આ બધી વીગતો ઉપર જણાવ્યા મુજબ તમે જોઈ શકશો.
  મોંનાં ચાંદાં (૧) પાનમાં ખાવાનો કાથો લગાવવાથી ચાંદાંમાં રાહત થાય છે.
  (૨) ટંકણખાર અને મધ મેળવીને ચાંદા પર લગાડવું.
  (૩) જેઠી મધનું ચુર્ણ ચાવવાથી મોંનાં ચાંદાં મટે છે.
  (૪) જીર્ણ જ્વર કે કબજીયાત હોય તો તેના ઈલાજ કરવા.
  (૫) દાડમની લીલી કે સુકી છાલ મોંમાં રાખવાથી મોંનાં ચાંદાં મટે છે. ઉધરસમાં પણ લાભ કરે છે.
  (૬) મોંમાં કેટલોક વખત મધ રાખી કોગળો કરવાથી કે મધ અને પાણી એકત્ર કરી કોગળો કરવાથી મોંમાં પડેલાં ચાંદાં મટે છે.
  (૭) મોં આવી ગયું હોય, મોંમાં ચાંદાં પડ્યાં હોય, કંઈ ખાતાં મોંમાં બળતરા થતી હોય તો વડની છાલનો ઉકાળો મોંમાં રાખી મુકવો.
  (૮) મુખપાકની સ્થીતીમાં વડવાઈનું દાતણ ચાવીને કરવું.
  (૯) જેઠીમધ, શતાવરી, આમળાં અને ખડી સાકર સરખા વજને લઈ ખુબ ખાંડી બારીક ચુર્ણ બનાવવું. એકથી દોઢ ચમચી જેટલું ચુર્ણ સવારે અને રાત્રે એક ગ્લાસ દુધ સાથે નીયમીત લેવું. મોંમાં ચાંદાં સાથે પેટમાં બળતરા થતી હોય તો ખાટા, ખારા, તીખા, તળેલા, ગરમ, તીક્ષ્ણ ગુણવાળા આહાર-વીહારનો ત્યાગ કરવો. એકથી બે મહીના આ ઉપચાર કરવો. એનાથી અમ્લપીત્ત, અલ્સર, આંતરડાનાં અને યોનીનાં ચાંદાં પણ મટે છે.
  (૧૦) અક્કલગરો, જેઠી મધ અને કાથાનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ લગાવવાથી મોંમાં પડેલાં ચાંદાં મટે છે તથા બેસી ગયેલો અવાજ સુધરે છે.
  (૧૧) ફટકડીના પાણીના કોગળા કરવાથી મોંનાં ચાંદાં રુઝાય છે.
  (૧૨) બાવળની છાલ મોંમાં રાખી ચાવ્યા કરવાથી મોંનાં ચાંદાં મટે છે.
  (૧૩) ચમેલીનાં પાન, મજીઠ, દારુહળદર, સોપારી, ખીજડાની છાલ, આમળાં અને જેઠીમધને સરખા ભાગે અધકચરાં ખાંડી બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં ઉકાળી એક ગ્લાસ બાકી રહે ત્યારે ઉતારી ગાળીને ઠંડુ પાડી મોંમાં થોડી વાર ભરી રાખવું. દીવસમાં બેથી ત્રણ વાર આમ કરવાથી મોંનાં ચાંદાં, દુખાવો, મુખપાક, તેમ જ પેઢાનો ઉગ્ર સોજો પણ દુર થાય છે. એકલા ચમેલીનાં પાન પણ થોડી વાર ચાવવાથી મોંનાં ચાદાં મટે છે.
  (૧૪) લીલું કોપરું અને ખાંડ ખુબ ચાવી ચાવીને ખાતા રહેવાથી ગરમીને લીધે જીભ તથા પેઢા પર છાલાં પડ્યાં હોય તો તે મટે છે.
  (૧૫) જો વારંવાર મોઢામાં ચાંદાં પડતાં હોય તો લીલી હળદરની છાલ ઉતારી તેના ટુકડા કરવા. આ ટુકડા ઉપર અરડુસીનો રસ અને સાકર નાખી એક ચમચી જેટલા આ ટુકડા ચુસીને ખાઈ જવા.

 66. અનામિક Says:

  મને છેલ્લા ૪૦ – ૪૫ દિવસ થી ઝાડો કાળા કલર નો ઉતરે છે અને હિમોગ્લોબિન ઓછું થતું જાય છે ડો. નું કહેવું છે કે નાના આંતર ચેક કરીએ તો ખબર પડે મોટા આંતર ની તાપસ કરી લીધી તે નોર્મલ છે.
  નરેન્દ્ર ભટ્ટ , ઉમર – ૫૭

 67. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  દીલગીર છું કે આપની તકલીફ બાબતમાં એટલે કે ઝાડો કાળો પડી જવાનું કારણ મારા જાણમાં નથી. પરંતુ મારા બ્લોગમાં મેં હીમોગ્લોબીનની ઉણપના ઉપાય લખ્યા છે. જો આપને એ નુકસાનકારક ન હોય તો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈ આ ઉપાયો અજમાવી શકો.
  (૧) ખજુરપાક: આપણે ત્યાં શીયાળામાં પૌષ્ટીક પાકના સેવનનું વીશેષ મહત્ત્વ છે. આવા પાકમાં ખર્જુરપાકની ગણતરી થાય છે. આ માટે ખારેક એક કીલો, ગુંદર ૨૦૦ ગ્રામ, સાકર ૫૦૦ ગ્રામ, સુંઠ સો ગ્રામ, પીપર ૨૦ ગ્રામ, મરી ૨૫ ગ્રામ, તજ, તમાલપત્ર અને એલચી દરેક દસ-દસ ગ્રામ, ચવક, ચીત્રક દસ-દસ ગ્રામ અને શેરણી(ભીની જગ્યામાં ઉગતું એક ઔષધીય વૃક્ષ) ૫ ગ્રામ. આ બધાં ઔષધો એકત્ર કરી તેનો પાક બનાવવાની રીત પ્રમાણે પાક બનાવવો. આ પાક બળવૃદ્ધી કરનારો હોઈ ક્ષય, ઉધરસ, કંપવા, હેડકી, શ્વાસ, ઉધરસ, સર્વ પ્રકારના પ્રમેહ અને પ્રદરનો નાશ કરે છે તથા નબળા બાળકોને અને અશક્ત પુરુષોને પુષ્ટ કરે છે તથા આ પાકના સેવનથી શરીરની કાંતી ઉત્તમ થઈ બળ વધે છે, રક્તાલ્પતા મટે છે અને હીમોગ્લોબીન વધે છે, ધાતુવૃદ્ધી અને કામવૃદ્ધી થાય છે.
  (૨) રક્તાતીસારના રોગીઓ માટે પાલખનો રસ તથા શાક લાભદાયી છે. પાલખનું લોહ તત્ત્વ શરીરમાં રક્તનું પ્રમાણ વધારી હીમોગ્લોબીનના સ્તરમાં વધારો કરે છે. અાથી એનીમીયાના રોગીઓ માટે અાશીર્વાદ સમાન છે. ૧ કપ પાલખના રસમાં ૧ ચમચી મધ નાખી બેથી અઢી મહીના સેવન કરવાથી રક્તની માત્રા ઝડપથી વધવા લાગે છે. રક્તક્ષય સંબંધી વીકારોમાં અડધો કપ પાલખનો રસ દીવસમાં ત્રણ વાર લેવાથી સમસ્ત વીકાર દુર થઈ શરીરમાં સ્ફુર્તી, ચહેરા પર લાલાશ, શક્તીનો સંચાર તથા ઝડપથી રક્ત ભ્રમણ થવા લાગે છે.
  (૩) લોઢાની કડાઈમાં કાળાં મરી નાખી ઉકાળેલું દુધ પીવાથી પાંડુરોગમાં લાભ થાય છે. આ પ્રયોગ હીમોગ્લોબીનની ઉણપ દુર કરે છે

 68. anil parmar Says:

  પાન માવા ખાવાથી જકડાયેલ મો ખોલવાના ઉપચાર બતાવો

 69. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અનિલભાઈ,
  અંગ જકડાવાનું કારણ વાયુને માનવામાં આવે છે, પરંતુ પાન મસાલા ખાવાથી વાયુવીકાર થઈ મોં જકડાઈ જાય કે કેમ તેની માહીતી મને નથી. જકડાયેલા અંગના નીચેના ઉપાય મારા બ્લોગમાં મેં નોંધ્યા છે. તમારી પ્રકૃતીને એ માફક આવે તો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈ ઉપાય કરી જોવો. જે કારણથી આ સમસ્યા થઈ હોય તે તો દુર કર્યું જ હશે એમ માનું છું.
  (૧)૫૦૦ ગ્રામ મેથી ઝીણી દળી, તેમાં ૧ કીલોગ્રામ ઘી અને ૬ કીલોગ્રામ દુધ મેળવી ધીમા તાપે ઉકાળી મધ જેવું ગાઢું બનાવવવું. પછી તેમાં ૧.૫ કીલો સાકર નાખી મેથીપાક બનાવવો. આ પાક સવારે ૨૫ થી ૪૦ ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુ રોગોનો નાશ થાય છે.
  (૨) મેથીને ઘીમાં શેકી દળીને લોટ બનાવવો. પછી ઘી-ગોળનો પાયો લાવી સુખડીની માફક હલાવી નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાથી અઠવાડીયામાં વાથી જકડાઈ ગયેલાં અંગો છુટાં પડે છે. હાથ-પગે થતી વાની કળતર મટે છે.
  (૩) શતાવરીમાંથી બનાવેલા તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે. વાથી જકડાયેલા સ્થાન પર તેનું માલીશ કરવું. આ તેલની લઘુ એનીમા લેવાથી વાયુના રોગો, કટીશુળ, સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા વગેરે મટે છે.

 70. Asif Kapadia (@AsifKapadia2) Says:

  Sir
  Mara Modha ma chanda boj pade che…month ma 2,3 vaar pade che so help me…….

 71. ગાંડાભાઈ વલ્લભ Says:

  મોંમાં ચાંદાં પડવાનું કારણ પીત્તની અધીકતા ગણાય. એમાં પરેજી ખુબ જ મહત્ત્વની છે. પીત્તકારક એટલે ગરમ આહાર ન લેવો અને પીત્તનાશક પદાર્થોનો ઉપયોગ કરવો. એવા ઘણા આહાર હોય છે. મારા બ્લોગમાં મેં નીચે મુજબ કેટલાક પદાર્થો નોંધ્યા છે, પણ એ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તો જ લઈ શકાય. યોગ્ય ચીકીત્સકની મદદથી એની ખાતરી કરીને જ એ લેવા.
  ચોમાસામાં કાસુન્દ્રો અને કુવાડીયો સાથે જ ઉગી નીકળે છે. કાસુન્દ્રાને સંસ્કૃતમાં કાસમર્દ-ખાંસીનો નાશ કરનાર કહ્યો છે. કાસુન્દ્રો કડવો, ગરમ, પચ્યા પછી મધુર, કફ અને વાયુને હણનાર, આહાર પચાવનાર, કંઠશોધક, પચવામાં હલકો અને પીત્તનાશક છે.
  કાંચનાર તુરું, શીતળ, કફ અને પીત્તનાશક છે.
  દુધી પીત્તનાશક છે.
  પીત્તના ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણોને મેંદીની શીતળતા શાંત કરે છે. તેથી એ કફનાશક અને પીત્તનાશક છે.
  લજામણીનો તુરો શીતળ રસ પીત્તનાશક છે.
  શેરડી રક્તપીત્તનાશક, , શીતળ અને પચવામાં ભારે છે. શેરડી જમ્યા પહેલાં ખાવી જોઈએ.

 72. અનામિક Says:

  અમારા સંબંધી બહેન નીલમબા વાઘેલા ઉંમર ૨૮ વર્ષ છે તેમને વારંવાર લોહી ઉડી જાય છે. ઉપચાર બતાવશો

 73. Nilesh Makwana Says:

  અમારા સંબંધી બહેન નીલમબા વાઘેલા ઉંમર ૨૮ વર્ષ છે તેમને વારંવાર લોહી ઉડી જાય છે. ઉપચાર બતાવશો

 74. ગાંડાભાઈ વલ્લભ Says:

  લોહીની ઉણપ એટલે કે લોહી ઘટી જતું હોય તો નીચેના ઉપાયો પૈકી જે તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે યોગ્ય ચીકીત્સકની સલાહ લઈનેે કરી શકાય.
  લોહીની ઉણપ (૧) તજ, તજથી બમણા વજનના તલ અને એ બંનેના કુલ વજનથી દસગણા વજનના પાણીમાં એકાદ કપ જેટલો ઉકાળો સવાર-બપોર-સાંજ તાજો બનાવી પીવાથી શરીરમાં લોહી વધે છે.
  (૨) સુકી મેથી કે મેથીની ભાજીનું બને તેટલા વધુ પ્રમાણમાં સેવન કરવાથી લોહીની કમી મટે છે.
  (૩) ગાજરનો રસ ૧૫ ગ્રામ, સંતરાનો રસ ૧૫ ગ્રામ અને મધ ૧૦ ગ્રામ ભેગાં કરી દરરોજ સવાર-સાંજ ભોજન બાદ લેવાથી એકાદ મહીનામાં રક્તવૃદ્ધી થાય છે.
  (૪) બજારમાં મળતું ગળોનું સત્ત્વ દરરોજ એક એક ચમચી ઘી સાથે સવાર-સાંજ લેવાથી શરીરમાં લોહીની ખામી હોય તો તે દુર થાય છે.

 75. hiral Says:

  Helo sir, mari umr 31 vrs 6 ne made be var kirytan kravelu 6u sir 6 mhina thya chata pela jvu mukh nthi rahyu Mara husband ne pela jevo aanand mdto nthi sir hu janva mangu 6u maru yoni mukh pela jevu tiyt ne bhegu thyelu medvvu 6 to tme ghrelu upchar btavso jethi emne puro sport kri sku ne sir chela 4 vars thi khub j hair loss thay 6 ne hve to hair ocha hova ne karne maru look pn saru nthi lagtu pls help me koy upchar btavo k mari problem solv thay ske

 76. ગાંડાભાઈ વલ્લભ Says:

  બહેન હીરલ,
  અંગ્રેજી ફોન્ટમાં લખેલ તમારા પ્રશ્નમાં મને સમજણ પડી નથી. તમે કહો છો: ne made be var kirytan kravelu 6u. એમાં કશી સમજણ પડતી નથી. પણ કદાચ પ્રસુતી પછી ગર્ભાશયની શીથીલતા હશે એમ માની મારા બ્લોગમાં જે માહીતી છે (ઉપર જણાવેલ પુસ્તકમાં) તે નીચે મુજબ છે. એ પૈકી તમને અનુકુળ ઉપાય હોય તો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવો.
  (૧) ખેરસાર તુરું હોવાથી ગર્ભાશય ઢીલું થઈ ગયું હોય તો તેને સ્વચ્છ કરી શીથીલતા દુર કરે છે. કસુવાવડ, અતી સંભોગ કે પ્રદર જેવી વ્યાધીને લીધે ગર્ભાશય ઢીલું પડી જાય છે. એમાં ખેરસારનો ઉપયોગ આશીર્વાદ સમાન છે, કેમકે એનાથી ગર્ભાશય મજબુત થાય છે.
  (૨) એક એક ચમચી ગોખરુનું બારીક ચુર્ણ, ગાયનું ઘી અને ખડી સાકર સારી રીતે મીશ્ર કરી રોજ રાત્રે બેથી ત્રણ અઠવાડીયાં સુધી જમ્યા પછી લેવાથી સ્ત્રીઓને થતી શ્વેતપ્રદરની તકલીફ મટે છે અને ગર્ભાશય મજબુત થવાથી તેની શીથીલતા દુર થાય છે.
  (૩) અડધી ચમચી જેટલું સુવાદાણાનું ચુર્ણ એક એક ચમચી સાકર અને ઘી સાથે મીશ્ર કરીને ચાટી જવું. ઉપર દુધભાત અથવા સાકર નાખી બનાવેલી ખીર ખાવી. બે-ત્રણ મહીના આ ઉપચાર કરવાથી નપુંસકતા- સેક્સની શીથીલતા દુર થશે. વૃદ્ધ મનુષ્યમાં પણ યૌવન પ્રકટ થશે.
  (૪) અશોકારીષ્ટ બજારમાં તૈયાર મળે છે. એ બે ચમચી જેટલું લઈ તેમાં થોડું પાણી ઉમેરી સવાર-સાંજ જમ્યા પછી પીવાથી ગર્ભાશયની શીથીલતા દુર થાય છે.
  (૫) એખરો, ગોખરું અને શતાવરીનું સરખા ભાગે બનાવેલું એક ચમચી ચુર્ણ અને દોઢ ચમચી ખડી સાકરનું ચુર્ણ એક ગ્લાસ દુધમાં નાખી સવાર-સાંજ પીવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે.

 77. harish thakkar Says:

  Please provide information about Ayurvedic medicine for heart disease and anything that can open blocked arteries. I have undergone angioplasty 3 years ago and I am 60 years old at the moment.

 78. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે હરીશભાઈ,
  નીચેની માહીતી મને મહેન્દ્રભાઈ ઠાકર પાસેથી મળી છે. મારા બ્લોગ પર હજુ મેં મુકી નથી. એમાં બધી વીગતો આપી છે. સંપર્ક માટે ફોન નંબર પણ આપવામાં આવ્યો છે.
  હાર્ટ બ્લોકેજની દવા – અમૃત પુષ્પ

  દ્વારકાના સીનીઅર ધારાશાસ્ત્રી શ્રી. દિનેશ આર. વિઠલાણીએ વર્ષોવર્ષની મહેનત અને સંશોધનથી તેમ જ રામાયણના ગ્રંથ અને આયુર્વેદનાં પુસ્તકોમાંથી “રાજા ઈન્દ્રવાળું અમૃત”નો વીસ્તૃત અભ્યાસ કરી “અમૃત પુષ્પ” નામનું પ્રવાહી વીકસાવેલ છે. જેનાથી હાર્ટ ખુલવાના સાત કીસ્સા બહાર આવેલ છે.
  શ્રી વિઠલાણીએ આયુર્વેદીક પદ્ધતીથી વીકસાવેલ “અમૃત પુષ્પ” પ્રવાહીનો અમદાવાદ ખાતે સેમીનાર કરેલ છે અને વર્તમાન યુગમાં આયુર્વેદ પદ્ધતીથી હઠીલા રોગોને જડમુળથી નાબુદ કરી શકાય છે તેવું જણાવેલ છે. નોંધનીય બાબત છે કે ધારાશાસ્ત્રીએ વર્ષોની રીસર્ચ પછી વીકસાવેલા આ પ્રવાહીથી હાર્ટ બ્લોકેજ સહેલાઈથી ખુલી જાય છે. અને દર્દીઓ લાખોના ખર્ચથી બચે છે. તેમ જ શરીર અને આરોગ્ય તંદુરસ્ત રહે છે. સેવાકીય અભીગમના ઉમદા હેતુ સાથે જેને પણ આ પ્રવાહીની જરુરીયાત હોય તેને નીઃશુલ્ક આપે છે. શ્રી. દિનેશ આર. વિઠલાણીનો મોબાઈલ નંબર છે: ૯૪૨૭૨ ૩૨૮૩૦.
  એમને રાત્રીના ૯-૦૦ થી ૧૨-૦૦ દરમીયાન હાર્ટબ્લોકેજનો કોઈ પણ દર્દી ફોન કરી જરુરી માર્ગદર્શન મેળવી શકશે.
  અમૃતપુષ્પ પ્રવાહી લેવાની રીત
  100 મી.લી.ની બોટલમાં 25 મી.લી. અમૃતપુષ્પ પ્રવાહી લો. બાકીની ખાલી બોટલ પતંજલી લીચી મધ વડે ભરી દો. એને સારી રીતે મીક્સ કરો. પછી બોટલને ફ્રીઝમાં મુકી રાખો. આ મીશ્રણમાંથી બોટલને બરાબર હલાવી 10 ટીપાં સાંજે સુતાં પહેલાં લેવાં અને ઉપર પાણી પીવું. દીવસમાં માત્ર એક જ વખત આ ઔષધ લેવું.
  પરેજી: આ ઔષધ લેતી વખતે પરેજી ખુબ જ મહત્ત્વની છે. દુધ અને દુધની બનાવટ (દહીં, છાસ, લસ્સી, શીખંડ, ચીઝ, પનીર), ખાટા પદાર્થો જેમ કે ટામેટાં, લીંબુ, લીંબુનાં ફુલ, કોકમ, અથાણાં, લીંબુ વર્ગનાં અન્ય ફળ(મોસંબી, સંતરાં, નારંગી, ગ્રેપ ફ્રુટ, બીજોરું તથા એના જેવાં બીજાં ફળ), કૉફી, સોડા-લેમન જેવાં પીણાં, આથાવાળી વાનગીઓ, ખાસ કરીને ઈડલી-ઢોસા, વડાં, ઢોકળાં, હાંડવો વગેરે કશું ન ખાવું. ચા પી શકાય.
  બીજા દીવસે પેશાબમાં સફેદ કણો નીકળશે, જે શરીરમાં એકઠા થયેલ નુકસાનકારક પદાર્થો છે. 15 દીવસ પછી તમારા રીપોર્ટની જાણ કરો.
  આનાથી તમારા હૃદયની ધમની બ્લોક થયેલી હશે તે ખુલી જશે. રક્તવાહીનીઓમાં હાનીકારક જે પદાર્થો જમા થયેલા હશે તે દુર થતાં પ્રોસ્ટેટ કેન્સર, કીડની કે યકૃતની પથરી વગેરે સમસ્યા મટી જશે.
  અમૃતપુષ્પ શરીરમાંનાં ઝેરી દ્રવ્યોને દુર કરે છે, પણ જો ઉપરની પરેજી પાળવામાં ન આવે તો કશો લાભ થશે નહીં.

 79. jeet Says:

  Dear Sir,

  Je loko agiyaras vigere upvas kare che temna mate yogya farali bhojan janavsho. haal ma sabudana ni khichdi, moraiyo, rajagra na vada vagere khaiye che parantu tenathi bowel habit disturb thay che ane constipation thay che. pachhi bowel movement rhythm ma aavta bija 2-3 days thay che. aam to ayurved ma upvas nu mahatva khub che ane upvas karvanu man pan thay che pan bhukhya pet 4 hours thi vadhare rahi shakatu nathi and vadhu padta odkar ane pet ma garbad chalu thai jay che tethi agiyaras na divse farali bhojan karvu j pde che. to aap ne vinanti k agiyaras ma bhojan tarike lai shakay j constipation k digestion ne lagti biji koi taklif na kare evu aapna dhyan ma hoy to amne janavsho.

 80. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ જીત,
  હીન્દુ ધર્મમાં જે રીવાજો દાખલ કરવામાં આવ્યા છે તેની પાછળ વૈજ્ઞાનીક કારણો છે. ઉપવાસ પાછળ પણ એવું છે. એ ખરેખર આપણા સ્વાસ્થ્યને માટે છે, પણ એને યોગ્ય રીતે કરવામાં આવે તો ફાયદો થાય. ઉપવાસ કરીને લોકો ઉપવાસ ન કર્યો હોય તેના કરતાં પણ સ્વાસ્થ્યને વધુ નુકસાન કરે તેવો ફરાળી આહાર કરે છે. ખરેખર ઉપવાસ તેને જ કહેવાય જેમાં પાણી સીવાય કશું જ લેવામાં ન આવે. જેનાથી એ રીતે ઉપવાસ થઈ શકતો ન હોય તેમણે પોતાને અનુકુળ આહાર લેવો જોઈએ, ઉપવાસ કરવો ન જોઈએ. મારી દૃષ્ટીએ તો ફરાળી આહાર લઈને કરેલો ઉપવાસ એ ઉપવાસ નથી. મને લાગે છે કે એ વલણ વધુ ધાર્મીક ગણાવું જોઈએ. મારા ખ્યાલ મુજબ અથવા ખરેખર મને તો આયુર્વેદની દૃષ્ટીએ કોઈ ફરાળી આહાર હોય તેની માહીતી નથી.
  ઉપવાસના પ્રયોગો મેં કર્યા છે અને લાભ મેળવ્યો છે. મારી યુવાન વયે હું બધી જ અગીયારસ કરતો – માત્ર પાણી પર રહીને. પણ એની પાછળ કોઈ ધાર્મીક કારણ ન હતું. એક સમયે પાંચ દીવસના ઉપવાસ પણ માત્ર પાણી પર રહીને કરેલા. મારા એક ઓપરેશન વખતે પણ ઓપરેશન પહેલાં અને બાદમાં ઉપવાસ કરેલા અને ઘણો લાભ થયેલો. પણ ફરીથી કહું છું કે ઉપવાસ એટલે માત્ર પાણી સીવાય કશું જ નહીં. તેમ ન થઈ શકે તો પોતાને અનુકુળ આહાર લેવો વધુ ધાર્મીક હું પોતે ગણું છું. તે આહાર ફરાળી હોય કે ન હોય તેની ચીંતા કરવી ન જોઈએ. ધર્મ સૌ પ્રથમ પોતાને માટે છે, ધાર્મીક દેખાવા માટે નહીં.

 81. અનામિક Says:

  Hello Sir,

  please let us know how to to make digestive system more stronger and by that way we can boost our immunity in youngsters. we want to balance vata and pitta. in this age due to uneven eating habits sometimes we suffer from gas, acidity, constipation or mild abdominal cramps. which food should we eat or avoid daily to overcome this problems?

 82. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અનામિક,
  તમારો પ્રશ્ન બહુ જ વીસ્તૃત માહીતી માગનારો છે. વળી દરેક વ્યક્તી અદ્વીતીય છે, બધાંને એક સરખા આહાર કે ઉપાય લાગુ પડી શકે નહીં. વળી પાચનશક્તી નબળી હોય તો એનાં કારણો પણ બધાં લોકોમાં એક જ હોઈ શકે નહીં. પણ સામાન્ય રીતે સુપાચ્ય, સમતોલ, પૌષ્ટીક આહાર પાચનશક્તીને ધ્યાનમાં રાખી યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો આરોગ્ય સંબંધી સમસ્યા રહેવાની શક્યતા ઓછી. વળી આરોગ્ય સંબંધી જે સમસ્યા પેદા થઈ હોય તે કયા કારણોથી થઈ છે તે મુજબ એના ઉપાય કરવા પડે. એમાં પણ એક જ કારણથી અલગ અલગ વ્યક્તીમાં પેદા થયેલી સમસ્યા માટે અલગ અલગ ઉપાય હોઈ શકે. કેમ કે બધી વ્યક્તીઓની પ્રકૃતી સરખી હોતી નથી. જાડો નીયમ ઉપર કહ્યું તેમ સુપાચ્ય, સમતોલ, પૌષ્ટીક આહાર પાચનશક્તીને ધ્યાનમાં રાખી યોગ્ય પ્રમાણમાં લેવો એને કહી શકાય.

 83. અનામિક Says:

  sahebshri,

  Chayavanprash khava vishe apno abhipray janavsho.

  chyavanprash immunity vadharva ma khub j upiyogi che. to shu gujarat india ma rehta loko tenu winter and monsoon ma roj 1 spoon and summer ma half spoon (half ochhu etle k summer ma garam na pde body ne) savare milk peeta pehla sevan kari shakay? ane milk peedha bad 20-30 mins rahi ne nasto karvo. chyavanprash roj khava thi aagal jata koi side effect to na thay ne?

  abhar.
  jignesh

 84. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ જિજ્ઞેશ,
  મેં કદી ચ્યવનપ્રાશ ઔષધ વાપર્યું નથી, પણ એમાં મુખ્ય આમળાાં હોય છે, અને આમળાંને આયુર્વેદમાં રસાયન ગણવામાાં આવે છે. રસાયન એટલે જે કાયમ માટે યુવાની ટકાવી રાખે તે. હેલ્થ ડેસ્ક અમદાવાદ કહે છે: ચ્યવનપ્રાશના ચમત્કારી ગુણો વિશે કોણ નથી જાણતું. આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુઃખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં એન્ટીએજિંગ તત્વ હોય છે જે સંપૂર્ણપણે હર્બલ હોય છે. તેમાં મુખ્ય સામગ્રીમાં આમળા હોય છે જેને એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ માનવામાં આવે છે.
  પરંતુ ભાઈ, આ ગુણ શુદ્ધ ચ્યવનપ્રાશના છે. અને તમે જાણતા હશો, આપણે ત્યાં કેવું હોય છે તે.

 85. Pankajsinh Says:

  Mane mathu bahuj dukhe che sar koi dava batavone ple

 86. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે પંકજભાઈ,
  મારા બ્લોગમાં માથાના દુખાવા વીશે જાણવા માટે નીચેની લીન્ક પર ક્લીક કરો. એમાંથી તમને અનુકુળ ઉપાય કે ઉપાયો તમારા વીશ્વાસુ આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા. આયુર્વેદમાં એક તકલીફ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, કેમ કે એક સરખા ઉપાય બધાને અનુકુળ હોતા નથી, કેમ કે બધાની પ્રકૃતી સરખી હોતી નથી. વળી માથાના દુખાવા પાછળના કારણ મુજબ ઉપાય કરવા પડે, જે અલગ અલગ હોય છે.
  મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
  લીન્ક: માથાનો દુખાવો https://gandabhaivallabh.wordpress.com/2010/10/26/

 87. Jagdish Says:

  Mane thapapr gomadu tayl che pach vrsh thyegyelche arena adrthe pakparunekdyakareche jadmudamathi matejay upiyog
  Batavsoji

 88. alliswell365 Says:

  નમસ્તે ગાંડા ભાઇ ફીશર ના દર્દી એ શૂ શૂ ખાવૂ શૂ ન ખાવૂ અને કેવા પ્રકારની પરેજી પાડવી

 89. ગાંડાભાઈ વલ્લભ Says:

  ફીશરની તકલીફમાં હરસ (મસા)ના જ ઉપાય કરવાના રહે કેમ કે એ મસાનું જ વધુ આકરું સ્વરુપ છે. નીચે એની લીન્ક આપી છે. એમાં પુશ્કળ ઉપાયો બતાવવામાં આવ્યા છે. કેમ કે કયા કારણથી હરસ કે ફીશરની તકલીફ થઈ છે તેના પર એના ઉપાયનો આધાર છે. એ કારણ તમારી જીવનચર્યા જાણવાથી કહી શકાય. ખાવાની અને પરેજીની બાબત કયા કારણે ફીશરની તકલીફ થઈ છે તેના પર આધાર રાખે છે.
  હરસ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/05/06/

 90. અનામિક Says:

  hello respected sir
  uparna post thayela question joya. aap almost darek prashna na answer aapo cho. anand thayo. mane ek question che. mane 2-3 mahine ek vaar pet ma ચૂંક ave che and washroom javu pde evi feeling thay che. diarrhea nathi thata. doctor em keh che k anxiety na lidhe thay che મરડો pan nathi thayo. evo koi stress pan nathi k anxiety thay mane. ચૂંક matadva mate ayurveda pramane k apna dhyan ma hoy eva upay batavsho. thanks and regards.

 91. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અનામિક,
  આયુર્વેદ મુજબ પેટના દુખાવામાં ઘણુખરું વાયુવીકાર કારણભુત હોય છે. ટોઈલેટ જવું પડે એવી જે લાગણી થાય છે તે પણ મારા ધારવા મુજબ વાયુને કારણે કદાચ હશે. આ તકલીફ થાય તે પહેલાં તમે વીચારશો તો વાયુકારક આહાર કે વીહાર (શારીરીક પ્રવૃત્તી) થયેલી હશે. ડૉક્ટરની વાત એ રીતે
  કદાચ સાચી હોઈ શકે કારણ કે ચીંતાથી પણ વાયુવીકાર થઈ શકે, કેમ કે ચીંતાની પાચનક્રીયા પર અસર થાય. આથી વાયુનાશક તમને અનુકુળ ઔષધ કે ઉપાય કરવા જોઈએ. વાયુનાશક ઔષધો ઘણાં છે, જે મારા બ્લોગમાંથી મળી શકશે, અથવા ઈન્ટરનેટ પર “વાયુનાશક” લખીને સર્ચ કરવાથી પણ મળી શકે.

 92. મહેન્દ્રસિંહ Says:

  સાહેબ મારા વાળ મુળમાથી ઉખડી જાય છે. કોઇ ઉપચાર બતાવો…

 93. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે મહેન્દ્રસિંહ, ભાઈ, મારા બ્લોગમાં મેં વાળ ખરતા હોય તે માટેના પાંચ ઉપાય બતાવ્યા છે. આપને અનુકુળ ઉપાય અજમાવી શકો. એની લીન્ક:
  698. વાળ ખરવા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/08/

 94. Jimmy Nath Says:

  sir modha maa chandaa padyaa chhe ane bau j dukhe chhe kai khai pan nathi sakatu.. please kai upay batavo ne..

 95. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે જીમીભાઈ,
  મોંમાં ચાંદાં પીત્તની અધીકતાને લીધે-શરીરમાં ગરમી વધી જવાથી પડે છે. આથી ઠંડકના ઉપાયો કરવાથી એમાં ફાયદો થઈ શકે. સાથે ગરમી ન વધે એ માટેની પરેજી પણ પાળવી જોઈએ.
  મોંમાં ચાંદાં પડ્યાં હોય તો તેના ઉપાયો માટેની માહીતી મેં ૨૯ નવેમ્બર ૨૦૧૦ના રોજ આપી છે. એમાંથી આપને અનુકુળ ઈલાજ યોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા. એ માટેની લીન્ક:
  મોંનાં ચાંદાં https://gandabhaivallabh.wordpress.com/2010/11/29/

 96. ज़ाला दिव्याबा Says:

  मरो बबो दोघ् महिननो छै एने वध्रावल थयु छै एनो ईलाज बताववा विनति

 97. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે દિવ્યાબા,
  વધરાવળની તકલીફના ઉપાય મેં મારા બ્લોગમાં જણાવ્યા છે જે નીચેની લીન્ક ખોલવાથી મળી શકશે. મારા ખ્યાલ મુજબ વધરાવળનું કારણ વાયુવીકાર હોય છે. આથી તમારા બાબાને વાયુ કરે તેવો આહાર બને ત્યાં સુધી આપવો નહીં. આપણને જે શારીરીક તકલીફ થાય છે તેની પાછળનું કારણ અયોગ્ય આહાર પણ હોઈ શકે.
  674. વધરાવળ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/10/

 98. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે દિવ્યાબા,
  હું નાનો હતો ત્યારે મને પણ આ તકલીફ થયેલી, અને મારા ખ્યાલ મુજબ કેટલાક અંધશ્રદ્ધાળુ લોકો માનતા કે બાધા રાખતા હોય છે. શારીરીક તકલીફના વૈદકીય ઉપાય કરવાથી એ મટી શકે, નહીં કે બાધા-આખડીથી. શારીરીક તકલીફ અયોગ્ય આહારને કારણે પણ થઈ શકે. મારા ખ્યાલ મુજબ વધરાવળ વાયુવીકારને કારણે પણ થાય છે. આથી તમારા બાબાને બને ત્યાં સુધી વાયુકારક આહાર આપવો નહીં. સાદો, સુપાચ્ય, સરળતાથી પચે એટલા પ્રમાણમાં જ આહાર લેવો જોઈએ.
  મારા બ્લોગમાં મેં વધરાવળના ઉપાય બાબત લખ્યું છે, જેની લીન્ક:
  674. વધરાવળ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/10/

 99. Rakeshbhai Says:

  Namaste Vallabhsir,

  girls ne Menstruation Cycle regular na aavtu hoy ane tema 15-20 days ke kyarek ek mahino pan delay thatu hoy to menstruation cycle regular banava mate no upay janavsho.

 100. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે રાકેશભાઈ,
  મારા બ્લોગમાં મેં બહેનોના માસીક સંબંધી ઘણી માહીતી આપી છે, જે નીચેની લીન્ક પર ક્લીક કરવાથી મળી શકશે. તમને અનુકુળ ઉપાય યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરી શકો. એક જ પ્રકારની ફરીયાદમાં પણ બધાંને સરખા ઉપાય કામ આવતા હોતા નથી, કેમ કે દરેકની પ્રકૃતી અલગ હોય છે. આથી એક સરખી ફરીયાદ માટે પણ આયુર્વેદમાં ઘણા ઉપાય જોવા મળે છે.
  574. માસીક http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/10/29/

 101. vijay Says:

  Hello sir, mane varmvar modhama chandi pade che to mare Su karvu joye

 102. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ વિજય,
  મોંમાં ચાંદી પડવાનું કારણ ગરમી એટલે કે પીત્તની અધીકતા હોઈ શકે. આથી ગરમ-પીત્તકારક આહાર છોડવો જોઈએ, કે લેવો જ પડે તેમ હોય તો બને તેટલા ઓછા પ્રમાણમાં લેવો. આ માટેના ઉપાયો મારા બ્લોગમાં નીચેની લીન્ક ખોલવાથી મળશે.
  599. મોંમાં છાલાં https://gandabhaivallabh.wordpress.com/2010/12/01/
  600. મોંમાં દાહ https://gandabhaivallabh.wordpress.com/2010/12/02/
  આ ઉપરાંત પણ “ગરમી” તથા એના જેવા બીજા વીષયો જે મારા બ્લોગમાં મેં કક્કાવાર “Index”માં બતાવ્યા છે તેમાંથી મળી શકે. ‘ગરમી’ અંગેની લીન્ક પણ નીચે આપું છું.
  224. ગરમી http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/05/04/
  આમ છતાં ઉપચારો તો તમારા વીશ્વાસુ આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને જ કરવા જોઈએ.

 103. Sandeep Jani Says:

  sir, we want to buy your book AUSHADHO ANE ROGO kindly help i am a Librarian in College … thanks
  Sandeep Jani
  Librarian
  Tolani College of Arts & Science
  Nr, Railway Station Adipur

 104. આઝાદ પ્રેમકુમાર Says:

  સોર્યાસીસમાં કઈ કઈ પરેજી પાળવી તેની માહિતી આપશો,

 105. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ આઝાદ પ્રેમકુમાર,
  સોરાયસીસમાં પાળવાની પરેજી બાબત મને કશી ખબર નથી, પણ સોરાયસીસના ઉપાયો વીશે મેં ૨૬ એપ્રીલ ૨૦૧૧ના રોજ લખ્યું છે, જેની લીન્ક આ રહી: http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/04/26/
  ઉપાયો તમારી પ્રકૃતીને અનુકુળ છે કે કેમ તેની યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા.

 106. મંથન Says:

  ઊંધો સુવે તે અભાગીયો, છતો સુવે તે રોગી,
  ડાબે તો સહુ કોઈ સુવે, જમણે પડખે યોગી.

  આ પંક્તિ વિષે આયુર્વેદ પ્રમાણે તેમજ આપનાં અભિપ્રાય જણાવશો. મને તો છેલ્લા ૧૫ વર્ષથી ઊંધા પડખેજ સુવાની ટેવ છે. ઘણી વાર પ્રયત્નો કરવા છતાં ઊંધા પડખે સુવાની ટેવ જતી નથી.
  ડાબા પડખે સૂવું સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે એવું વાંચેલું છે. આપનાં મંતવ્યો તેમજ અન્ય પડખે સુવાના કોઈ ફાયદા ગેરફાયદા કહેશો.

 107. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ મંથન,
  ડાબા પડખે સુવું આરોગ્ય માટે સારું છે એવો મારો ખ્યાલ ઘણાં વર્ષોથી છે અને આયુર્વેદનો મત પણ એ જ છે એમ મારું માનવું છે. મને ડાબા પડખે જ સુવાની ટેવ છે. એકાદ વાર મારા વાંચવામાં એવું આવેલું કે ડાબા પડખે સુવાથી હૃદય પર દબાણ આવે માટે એ રીતે સુવું ન જોઈએ, પરંતુ એની સાથે હું સંમત થતો નથી, કારણ કે હૃદય છાતીની મજબુત બખોલમાં સુરક્ષીત છે. મને તો ડાબા પડખે સુઈ જાઉં તો જ જલદી ઉંઘ આવે છે.
  ઉંધા સુવાથી લોહીનું ઉંચું દબાણ હોય તો તેમાં ફાયદો થઈ શકે છે એવું આજે જ મને મળેલી એક ઈમેલમાં વાંચવા મળ્યું.
  “ચત્તો સુવે તે રોગી” મારા ખ્યાલ મુજબ તો ઘણા લોકો ચત્તા સુતા હોય છે. હોસ્પીટલમાં કોઈ ઑપરેશન એવું હોય કે ચત્તા જ સુવું પડે. એથી આવું કહેવાયું હશે? વળી આયુર્વેદ અનુસાર ડાબા પડખે સુવું આરોગ્યપ્રદ ગણાય તો યોગી કેમ જમણા પડખે સુએ તે મને સમજાતું નથી. ઉંધા સુવાથી પાચક અવયવો પર દબાણ આવે તે કદાચ આરોગ્ય માટે સારું ન ગણાય. અને પાચક અવયવો હૃદયની જેમ સુરક્ષીત નથી.
  બીજી મહત્ત્વની બાબત એ છે કે આપણે આખી રાત એક જ સ્થીતીમાં સુઈ રહી શકતા નથી. રાત દરમીયાન ઘણી વાર સુવાની સ્થીતી બદલતા રહીએ છીએ, સીવાય કે કોઈ શારીરીક સમસ્યાને કારણે એક જ સ્થીતીમાં સુવાની ફરજ પડે, જેમ કે કોઈ ઑપરેશન કર્યું હોય.

 108. Navin Patel Says:

  Sir
  Could you please inform me how to get printed copy of above book and where is it available
  daykla@gmail.com
  Navin Patel

 109. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે નવીનભાઈ, મારી આ બુકની માત્ર ડીજીટલ કોપી જ છે, એને મેં છપાવી નથી. સોરી.

 110. Kishan J. Ojha Says:

  Book is extremely helpful. Where can I get hard copy. I am from Vadodara.

 111. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે કિશનભાઈ, મારી આ બુકની માત્ર ડીજીટલ કોપી જ છે, એને મેં છપાવી નથી. સોરી. મારી આ બુક આપને ગમી એથી આનંદ થયો. હાર્દીક આભાર.

 112. Sanket Says:

  I want to Purchase Aushadho Ane Rogo Book

 113. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપનો હાર્દીક આભાર, પણ દીલગીર છું કે એની માત્ર ડીજીટલ આવૃત્તી જ છે, છપાવી નથી. આપ ડીજીટલ બુક ફ્રી ડાઉનલોડ કરી શકો.

 114. Arvind Patel Says:

  https://gandabhaivallabh.wordpress.com/

 115. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અરવિંદભાઈ,
  આપની કોઈ ટીપ્પણી જોવા ન મળી, આમ છતાં મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર.

 116. Viral Mehta Says:

  Sir I have two problem first my weight is 110kg so whenever I try to walk even slowly there will be pressure in heart N bahu swap chade 6 second Pl suggest upchar for weight loss

 117. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાઈ શ્રી. વિરલ,
  વજન ઉતારવા માટે મારા બ્લોગમાં મેં ૮-૨-૨૦૧૧ના રોજ ૧૨ ઉપાયો નોંધ્યા છે. એમાંથી તમને અનુકુળ ઉપાય અજમાવી જોવો. કદાચ અરણી વધુ અસરકારક હશે, પણ અહીં ન્યુઝીલેન્ડમાં અરણીનું ઝાડ થતું નથી, આથી એનો પ્રયોગ અહીં કોઈએ કર્યો હોય એ શક્ય નથી.
  વજન ઘટાડવાની લીન્ક નીચે આપું છું. પણ કોઈપણ પ્રકારની કસરત તો જ્યારે શક્ય બને ત્યારે કરવી જ જોઈએ. બને તે હળવી કસરતથી પણ લાભ થઈ શકે, પણ એ માટે તમારા ડૉક્ટરની સલાહ જરુર લેવી.
  665. વજન ઘટાડવા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/08/

  • Viral Mehta Says:

   My sun is suffering fm throat pain since long I have consult 3/4 ent surgeon there is no diagnosis so far no tonsil is there doctor gives antibiotics but no effect but due to side effect there is abdominal pain. Pl give yr advice for throat pain

   • Viral Mehta Says:

    Pl reply

   • ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ વિરલ,
    તમારા દીકરાની ઉંમર તમે જણાવી નથી. વળી ગળામાં થતો દુખાવો સતત રહે છે, વધતોઓછો થાય છે, કે કોઈ કોઈ વાર તદ્દન જતો પણ રહે છે, વગેરે બધી વીગતો જાણવી જોઈએ. વળી આવી બાબતોમાં કોઈ સારા અનુભવી અને સેવાભાવી(ધનલોલુપ ન હોય તેવા) વૈદ્યની પ્રત્યક્ષ મુલાકાત લેવી જોઈએ. ઉપરાંત મારી પાસે તો કોઈ પણ પ્રકારના આરોગ્ય ચીકીત્સક તરીકેનું એટલે કે વૈદ્ય કે ડૉક્ટરનું ક્વોલીફીકેશન નથી. વૈદકમાં રસ હોવાને લીધે એ બાબતમાં વાંચ્યું છે અને વાંચતો રહું છું.
    આયુર્વેદ મુજબ શરીરમાં થતા કોઈ પણ દુખાવા પાછળ વાયુવીકાર કારણભુત હોય છે. આથી વાયુકારક આહાર છોડવો અથવા લેવો જ પડે તો પ્રમાણ બને તેટલું ઓછું, અને વાયુની અસર ઓછી કરી શકે તેવા અનુકુળ મરી-મસાલા કે બીજા આહાર સાથે લેવો.

 118. Diamond Creatorzz Says:

  Hi, can some one help me to suggest me the source of English or Hindi version for the world famous book “Aushadho-Ane-Rogo”

 119. ગાંડાભાઈ વલ્લભ Says:

  Sorry, Diamond Creatorzz, I have not translated the book “Aushadho ane Rogo into English or Hindi. I started translating some articles into English, but then stopped, as there was not many people interested which I found from the responses in my blog.
  Thank you very much for your interest in my book.

 120. rajnikant purani Says:

  we are interested in purchasing your books. please send us address ,

 121. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ રજનીકાંત,
  મારા બ્લોગ પર મુકેલી કોઈ પણ બુક મેં છપાવી નથી. એ બધી બુકની ઈ-કોપી જ છે, જેને પોતાના વ્યક્તીગત ઉપયોગ માટે ફ્રી ડાઉનલોડ કરી શકો.
  મારી બુકમાં રસ લેવા બદલ આપનો હાર્દીક આભાર.

 122. Viral Mehta Says:

  I have made email to you.

 123. mit joshi Says:

  mane pet thi lai ne modha sudhi chanda padi gaya che, hu kai pan tikhu khau etle tarat odkar chalu thai jay che, bahu dava karavi pan khas farak padto nathi.

 124. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે mit joshi,
  તમને પીત્તની અધીકતાની સમસ્યા છે. આ માટે મારા બ્લોગમાં નીચેની લીન્કને ક્લીક કરવા વીનંતી. એમાં પીત્તની સમસ્યાના જે ઉપાયો સુચવ્યા છે તે પૈકી તમને અનુકુળ હોય તે તમારા આરોગ્ય સલાહકારની સુચના મુજબ કરવા.
  https://gandabhaivallabh.wordpress.com/2009/06/14/

 125. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે સંજયભાઈ,
  તમારી સમસ્યાઓ માટે મારા બ્લોગમાં મેં નીચેના ઉપાયો લખ્યા છે.
  ગાઉટને ગુજરાતીમાં વાતરક્ત કહે છે.
  (૧) અગથીયાનાં ફુલ જુની શરદી અને વાતરક્ત (ગાઉટ) મટાડનાર છે. અગથીયો મધ્યપ્રદેશ, બંગાળ, મુંબઈ અને ગંગા-જમનાની આસપાસના પ્રદેશોમાં ખાસ થાય છે. વધુ પાણીવાળી જમીનમાં તેનાં ઝાડ પુશ્કળ ઝડપથી વધે છે અને ૧૫થી ૩૦ ફુટ જેટલાં ઉંચાં થાય છે. એનાં વૃક્ષોનું આયુષ્ય સાતથી આઠ વર્ષનું જ હોય છે. એના પર ચંદ્રકળા જેવાં વળાંકયુક્ત સુંદર ફુલો આવે છે. ફુલનાં વડાં, ભજીયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે. આયુર્વેદ દવા વેચનારાને અગથીયો મળતો હોય તો તપાસ કરી શકો. હું ૪૩ વર્ષથી ન્યુઝીલેન્ડમાં છું આથી મળે છે કે કેમ એની માહીતી મને નથી.
  (૨) મોઢામાં, હોજરીમાં, હોજરીના છેડે, આંતરડામાં જો ચાંદાં પડ્યાં હોય તો શતાવરીઘૃત અત્યંત હીતાવહ છે. મળી શકે તો લીલી શતાવરીનો તાજો રસ કાઢી બે ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો. જો લીલી શતાવરી ન મળે તો જ્યારે મળે ત્યારે શતાવરી ઘૃત પકાવી લેવું. ૫૦૦ ગ્રામ ગાયનું ઘી, ૨ કીલોગ્રામ શતાવરીનો રસ અને શતાવરીના મુળીયાનું ૨૦૦ ગ્રામ ચુર્ણ મીશ્ર કરી ઉકાળવું. પાણીનો ભાગ ઉડી જાય ત્યારે ઉતારીને ગાળી લેવું. એક ચમચી આ શતાવરી ઘૃત દીવસમાં ત્રણ વખત લેવાથી જીર્ણ જ્વર, મીરગી-વાયુ, આંતરીક ચાંદાં, ગાઉટ, ફેફસાના રોગો વગેરે મટે છે. શતાવરી મહીલાઓ માટેની પરમ પૌષ્ટીક ઔષધી છે.
  (૩) દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ મોટો ચમચો મધ નીયમીત ચાટવાથી આર્થરાઈટીસ, ગાઉટ તથા અન્ય સાંધાના રોગો મટે છે, કેમ કે મધ શરીરમાં એકઠો થયેલો યુરીક એસીડ ઝડપથી બહાર ફેંકી દે છે.
  તમારી નીચેની ફરીયાદો માટે આ લીન્ક જોવા વીનંતી. ઉપાયો તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ અનુસાર કરવા.
  કબજીયાત http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/03/30/
  વજન ઘટાડવા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/08/
  શરદી http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/21/

 126. Harsh Says:

  Hello sir
  Mne odkar bhu j aave che. To aa odkar band thay e mate no saro koi ilaz hoy to kho….

  Ane odkar vadhare ave to ene blood pressure ni effect kevay???

 127. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ હર્ષ,
  તમે કેવા ઓડકાર આવે છે તે જણાવ્યું નથી. આથી ઓડકાર વીશે મારા બ્લોગમાં આપેલી બધી જ વીગતો નીચે લખું છું. એમાંથી તમને ઉપયોગી જણાય તે તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને અજમાવી શકો.
  1. લીંબુ આડું કાપી બે ફાડ કરી ઉપર થોડી સુંઠ અને સીંધવ નાખી અંગારા પર મુકી ખદખદાવી રસ ચુસવાથી ખાટા ઓડકાર મટે છે.
  2. 100 ગ્રામ કડુના ચુર્ણમાં એટલો જ ગોળ મેળવી ચણાના દાણા જેવડી ગોળીઓ બનાવવી. સવાર, બપોર, સાંજ બબ્બે ગોળી પાણી સાથે લેવાથી પીત્તની અધીકતાને લીધે ખાટા ઓડકાર, ઉલટી, પેટમાં બળતરા, મોંની કડવાશ, પીત્તની અધીકતાથી થતો માથાનો દુખાવો, જેવી તકલીફો મટે છે. વળી પાચનક્રીયામાં સુધારો થતાં શરીરની નીર્બળતા પણ મટે છે.
  3. ખારા રસનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો ઓડકારની સમસ્યા રહે છે. આથી ખારા રસનું સેવન ઓછું કરવું.
  4. મધુર દાડમ ઉત્તમ પીત્તશામક છે. પીત્તની ઉલટી થતી હોય, ખાટા, કડવા ઓડકાર આવતા હોય તો સાકર નાખેલો દાડમનો રસ પીવાથી મટે છે.
  5. 100 ગ્રામ ઠળીયા કાઢેલી કાળી સુકી દ્રાક્ષ અને એટલું જ હરડેનું ચુર્ણ મીશ્ર કરી ખુબ ખાંડી, લસોટી નાની સોપારી જેવડી ગોળીઓ બનાવી રોજ એકથી બે ગોળી પાણી સાથે રાત્રે લઈ ઉપર નવશેકું એક ગ્લાસ દુધ પીવાથી અમ્લપીત્ત, ગૅસ, ખાટા ઓડકાર, કબજીયાત અરુચી વગેરે મટે છે.
  6. દ્વીરુત્તર ચુર્ણ: હીંગ-1 ભાગ, ઘોડાવજ-2 ભાગ, ચીત્રક મુળની છાલનું ચુર્ણ-4 ભાગ, ઉપલેટ એટલે કઠ- 8 ભાગ, સંચળ-16 ભાગ અને વાવડીંગ-32 ભાગના પ્રમાણમાં લઈ ચુર્ણ બનાવવું. અડધી ચમચી જેટલું આ ચુર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી પાચનતંત્રની તકલીફો જેવી કે ગૅસ, કબજીયાત, આફરો, અરુચી, મંદાગ્ની, ઓડકાર, ચુંક, આંકડી, પેટનો દુખાવો, મોળ, ઉબકા, આંતરડાના કૃમી વગેરે મટે છે.

 128. Nayna Shah Says:

  Gandabhai Vallabh, very nice book you have wrote. I wish to buy the hardcopy of this book. Please let me know the price and from where can I purchase the book. Thank you so much.

 129. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે નયનાબહેન,
  સોરી બહેન, આ બુક મેં છપાવી નથી, એની માત્ર ડીજીટલ કોપી જ ઉપલબ્ધ છે, જે તમે વીના મુલ્ય ડાઉનલોડ કરી શકો. બુકની પ્રશંસા બદલ હાર્દીક આભાર.

 130. Patni Kiran bhai chandubhai Says:

  Good

 131. ગાંડાભાઈ વલ્લભ Says:

  હાર્દીક આભાર કિરણભાઈ.

 132. Gopal suthar Says:

  Book buy karni he

 133. ગાંડાભાઈ વલ્લભ Says:

  સોરી ગોપાલભાઈ, આ બુક મેં છપાવી નથી. પણ તમે પોતાના માટે એને ડાઉનલોડ કરી શકો કે પોતાની એક કોપી પ્રીન્ટ કરી શકો. અંગત ઉપયોગ માટે એ ફ્રી છે.

 134. mansukh k makwana Says:

  સાહેબ! મારા મોટા ભાઇને માનસિક રોગ છે.અને ક્યારેક-કયારેક બહુ ગુસ્સે થઇ જાય અને સાંભળી ન સકાય તેવી ગાળો બોલે.
  પ્રથમ બનાવ 2007ની આસપાસ બન્યો હતો…દર વખતે અમુક સમય પછી સારુ થઇ જતુ. પણ આ વખતે દોઢ વરસ જેટલો સમય થઇ છતાં સરુ નથી થતુ.દવા પણ ચાલુ જ છે.
  મદદ કરવા આપને વિનંતી છે.

  તૌર્ર્દવાચાલુછેતાંસારુથી થતુસુધા
  પ્થાજીાૃઅઃઅઃઅઃ

 135. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે મનસુખભાઈ,
  મારા બ્લોગમાં મેં ગાંડપણ વીષે આયુર્વેદીક ઉપચારો લખ્યા છે. એની લીન્ક:
  ગાંડપણ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/05/12/

 136. જયદેવ Says:

  ખરતાં વાળ ને અટકાવવા તથા નવા વાળ ઉગાડવા માટે ઉપાય બતાવશો , આભાર.

 137. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ જયદેવ, તમારા પ્રશ્નોના જવાબ મારા બ્લોગમાં નીચેની લીન્કમાં મળશે.
  વાળ ખરવા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/08/
  વાળ વધારવા-વાળનો જથ્થો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/04/

 138. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ જયદેવ. વજન વધારવા માટે મારા બ્લોગની લીન્ક:
  http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/09/
  શરીરને તંદુરસ્ત રાખવા માટે આહાર-વીહારની કાળજી રાખવી પડે. યોગ્ય પાચક આહાર પોતાને માફક આવે તેવો અને તેટલા પ્રમાણમાં ભુખ મુજબ લેવો, અને સાથે યોગ્ય શ્રમ કરવો જોઈએ જેથી આહારનું સારીરીતે પાચન થઈ શકે. આહાર અને વીહાર બંને શબ્દો ઘણો વીસ્તૃત અર્થ ધરાવે છે. એનું વીગતવાર વીવેચન માટે ઘણા સમયની જરુર પડે.

 139. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ જયદેવ,
  સારણગાંઠને અંગ્રેજીમાં હર્નીયા કહે છે. એના વીશે જાણવા માટે મારા બ્લોગમાં નીચેની લીન્ક છે:
  798. હર્નીયા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/05/10/
  એમાં મેં હર્નીયા-સારણગાંઠ વીશે વીસ્તૃત માહીતી આપી છે. આપને અનુકુળ હોય તે ઉપાય નીષ્ણાતની સલાહ મુજબ કરી શકાય.

 140. અનામિક Says:

  Modhama chanda no upAy

 141. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અનામિક,
  આપના પ્રશ્નનો જવાબ મારા બ્લોગમાં નીચેની ચાર પોસ્ટમાં મળશે. ઉપાય આપના યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવો. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
  મોંનાં ચાંદાં https://gandabhaivallabh.wordpress.com/2010/11/29/
  મોં આવવું https://gandabhaivallabh.wordpress.com/2010/12/09/
  મોંમાં છાલાં https://gandabhaivallabh.wordpress.com/2010/12/01/
  મોંમાં દાહ https://gandabhaivallabh.wordpress.com/2010/12/02/

 142. Maheshbhai vankar Says:

  Hath pagna taliya garma The che. Ane balatara Thay che.

 143. Maheshbhai vankar Says:

  Pagna taliya garma The che. Hatheli pan garma raheva che. Dava janavavi.

 144. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાઈશ્રી મહેશભાઈ,
  આપના ઉપરના પ્રશ્નો પરથી આપને પીત્તની અધીકતા હોય એમ લાગે છે. પીત્તના ઉપાય મેં મારી નીચેની પોસ્ટમાં આપ્યા છે, એ પૈકી આપની પ્રકૃતીને માફક આવે તે ઉપાય આપ યોગ્ય માર્ગદર્શકની સલાહ લઈ અજમાવી શકો.
  442. પીત્તશામક http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2009/06/14/

 145. શૈલેશ તક્વાની Says:

  NAMASTE
  MARI BABY NE ATYARE 14 MU VARSH CHALE CHHE
  TENI PERIOD MA AAVECHHE TENE 2 VARSHA THAYA
  TENI NI HIGHT VADHTI NATHI AATYARE SAVACHAR THI SADACHAR FEET CHHE,
  TO HIGHT VADHAVRVA KOI UPAI BATAVSOJI

 146. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે શૈલેશભાઈ,
  શરીરની ઉંચાઈ વધારવા મારા બ્લોગમાં મેં નીચે મુજબ ઉપાયો લખ્યા છે. આપની દીકરીને અનુકુળ ઉપાય આપ અજમાવી શકો.
  ૧. શરીરની ઉંચાઈ વધારવા માટે તથા હાડકાની મજબુતાઈ માટે સરગવાની શીંગનું શાક ખાવું.
  ૨. ડુંગળી અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઉંચાઈ જલદી વધે છે.
  ૩. નીયમીત પપૈયું ખવડાવવાથી બાળકોની ઉંચાઈ વધી શરીર મજબુત અને તંદુરસ્ત બને છે.
  ૪. તાડાસન કરવાથી પણ શરીરની ઉંચાઈ વધી શકે.
  એ માટેની લીન્ક: https://gandabhaivallabh.wordpress.com/2011/03/28/શરીરની ઉંચઈ વધારવા

 147. Viral Mehta Jamnagar Says:

  I have high blood pressure for that I am taking allopathic tablet but I want ayurvedic medicines or treatment of advise further.
  Also my mother is suffering from knee and back pain aged 78 years Pl advise ayurvedic treatment or medicines

  Thanks

  Viral Mehta Jamnagar Gujarat
  ભાઈ શ્રી વીરલ,
  બ્લડપ્રેશર વીશે મારા બ્લોગમાં નીચેની લીન્ક જોવા વીનંતી:
  529. બ્લડ પ્રેશર http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/10/06/
  530. બ્લડપ્રેશર https://gandabhaivallabh.wordpress.com/2014/11/04/
  531. બ્લડપ્રેશરની અગત્યની માહીતી https://gandabhaivallabh.wordpress.com/2015/10/28/

 148. અનામિક Says:

  Mara hubby nu modhu khub aavi gyu che…. Tamari jan khatar e tamakhu khata hata pan hamna 3-4 divas thi bandh karyu che

 149. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે બહેન,
  મોં આવી જવાનું કારણ પીત્તવીકાર-પીત્ત વધી ગયું હશે તે હોવાની શક્યતા છે. તમાકુ પીત્ત કરે. આથી તમાકુ ખાવાનું છોડી દેવું જોઈએ, અને પીત્તનાશક ઔષધો તથા ઈલાજ કરવા જોઈએ. એ માટે મારા બ્લોગમાં નીચેની લીન્ક ખોલવાથી માહીતી મળશે.

  599. મોંમાં છાલાં https://gandabhaivallabh.wordpress.com/2010/12/01/
  600. મોંમાં દાહ https://gandabhaivallabh.wordpress.com/2010/12/02/

 150. અનામિક Says:

  Dear Sir,

  I am suffering from tinnitus only while sleeping from last 2-3 years. Can you please share your thoughts on how to treat the same?

 151. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અનામીક,
  ટીનાઈટસ- કોઈ પણ પ્રકારના સ્રોત વીના સતત કાનમાં સંભળાતો ધ્વની વાયુને કારણે થતી 80 પ્રકારની સમસ્યા પૈકી એક છે. મને પોતાને પણ આ સમસ્યા કેટલાંક વર્ષોથી છે. જ્યારે વાયુકારક આહાર લેવામાં આવે ત્યારે એ સમસ્યા કંઈક અંશે વધુ હોય છે. અને તમે કહો છો કે તમને એ રાત્રે સતાવે છે, પણ ખરેખર એ સતત હોય છે, માત્ર દીવસ દરમીયાન આપણે પ્રવૃત્તીમાં હોવાથી એનો અનુભવ કરી શકતા નથી. જો તમે શાંત થઈ ધ્યાનસ્થ થશો તો દીવસે પણ એ અવાજનો અનુભવ થશે.
  એનો ઉપાય વાયુનાશક ઔષધો અને વાયુકારક આહારનો ત્યાગ. એમ છતાં મારા અનુભવમાં એનાથી પુરેપરો છુટકારો મળી શકતો નથી, કેમ કે વાયુ આપણા શરીરમાં સતત હોવાનો. મારા ખ્યાલ મુજબ આ સમસ્યા મોટી ઉંમરવાળી વ્યક્તીઓમાં હોય છે.

 152. shailesh Says:

  saheb

  mane roj jamya pachi 2 tikdi hawaban harde khava ni aadat che. tena thi pet saaf ave che. ghar wala kahe che k avi adat sari nahi. hojri ne teni tev padi jase ane jo kyarek hawaban harde nahi male to pachan sarkhu nahi thay.
  to shu roj jamya pachi hawaban harde khavay? te jo na male to pachan sarkhu na thay?
  shu vyasan ni jem teni pan tev padi jay?

 153. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ શૈલેષ,
  હવાબાણ હરડે કેવી રીતે તૈયાર કરવામાં આવતી હશે તેની ખબર મને નથી. જો એમાં હરડે સીવાય બીજું કશું જ ન હોય તો, હરડે પર કોઈ પ્રક્રીયા કરી ન હોય તો કશું નુકસાન ન થાય એમ મારું માનવું છે. એની ટેવ પડે કે એ વ્યસન બની જાય એમ ન કહી શકાય. ખાઈને તરત લીધેલી હરડે ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. હરડે કોઈ જુલાબની દવા નથી, એ એક ખોરાક છે એમ મારા વાંચવામાં આવ્યું છે. જુગલકીશોર વ્યાસે એક વાર કહ્યું છે,“હરડે એટલે હર ડે” એટલે કે હર-દરરોજ ડે-દીવસ લેવાની હોય તે. મારા ખ્યાલ મુજબ સુરતના પ્રખ્યાત વૈદ્ય બાપાલાલ વૈદ્યે કે સૌરાષ્ટ્રના ગઢડાવાળા વૈદ્યે (ચોક્કસ યાદ નથી) કહ્યાનું સ્મરણ છે કે હરડે વીના એક પણ દીવસ પડવો ન જોઈએ.
  હવાબાણ હરડે આખી હોય અને ચાવીને ખાવામાં આવે તો ખોરાકનું પાચન કરે.

 154. ગાંડાભાઈ વલ્લભ Says:

  હવાબાણ હરડે આખી હોય છે કે ચુર્ણ હોય છે? એને ચાવીને ખાવાની કે ચુર્ણની ફાકી લેવાની? ચાવીને ખાધેલી હરડે ખોરાક પચાવે છે.

 155. shailesh Says:

  Hawaban Harde tikdi hoy che. tene chavi ne khai shakay nahi to chusi pan shakay. eni andar niche mujab na ingredients hoy che. darek ingredient ni matra lakhel nathi.

  amchur
  safed namak
  kala namak
  dhaniya
  bal harde
  kali mirch
  sonth
  sanay
  amla
  behda
  nausadar
  shankh bhasm

 156. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ શૈલેષ,
  આ બધાં ઔષધોનાં નામ હીન્દી ભાષામાં હોય એમ લાગે છે. ઔષધનું નામ હવાબાણ હરડે આપ્યું છે તેના પરથી કદાચ એમાં સૌથી વધુ પ્રમાણ ‘બાલ હરડે’ જેને ગુજરાતીમાં નાની હરડે કહે છે તે હશે.
  માહીતી આપવા બદલ આભાર. પણ અહીં વેલીંગ્ટન (ન્યુઝીલેન્ડ)માં કદાચ આ હરડે મળતી નહીં હોય. સાદી નાની હરડે કોઈ વાર મળે છે. જો કે અહીં આખી હરડે કસ્ટમ ઘણી વાર આવવા દેતું નથી – એને બી જાણીને,પણ હરડેનું ચુર્ણ આવવા દે, જો યોગ્ય પેકેજીંગમાં હોય તો.

 157. 9824120992 Says:

  મને શરીર પર ખુજલી આવૅ સે અને પસી ધીબડા થઇ જાય છે

 158. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  તમારી સમસ્યા માટે નીચેની બે લીન્ક કદાચ ઉપયોગી થશે. ઉપાય કરતાં પહેલાં તમારી પ્રકૃતીને એ અનુકુળ છે કે કેમ તે માટે યોગ્ય ચીકીત્સકની સલાહ જરુર લેવી.
  209. ખરજવું http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/04/28/
  210. ખસ- ખંજવાળ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/04/29/

 159. Prakash Says:

  Sir good morning
  Aa book kya thi Mali re

 160. Prakash Says:

  Ausadh and rog
  Aa book kya thi Mali re sir

 161. Prakash Says:

  Ausadh and rog
  Aa book kya thi Mali re sir

 162. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ પ્રકાશ,
  આ બુક મેં છપાવી નથી. એને તમે તમારા કંપ્યુટરમાં વીના મુલ્યે ડાઉનલોડ કરી શકો. એ માટેની લીન્ક : https://gandabhaivallabh.files.wordpress.com/2014/07/aushadho-ane-rogo.pdf

 163. Shailesh raja Says:

  pl send me remedies for “PATHRI”

 164. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ શૈલેષ, મારા બ્લોગમાં પથરીના ઘણા ઈલાજ સુચવવામાં આવ્યા છે. એમાંથી જે સુલભ અને તમારી પ્રકૃતીને અનુકુળ હોય તેની ખાતરી કરીને અજમાવી શકો. એ માટે નીચેની લીન્ક ખોલવા વીનંતી.
  પથરી http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/07/26/

 165. કનુભાઇ પી રાજપૂત Says:

  મને ફીશર થયેલ છે તો તે મા મળના જગ્યાએ ચામડી બહાર આવી છે અને બળતરા રાત દિવસ રહ્યા કરે છે તો તે માટે ઉપયોગી દવા બતાવશો ચામડી બહાર છે તો ઓપરેશન કરાવુપડે

 166. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે કનુભાઈ,
  મારા બ્લોગમાં મેં ફીશર વીષે નીચે મુજબ ઈલાજ નોંધ્યા છે. આપને અનુકુળ ઈલાજ યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવો, જે આપની પ્રકૃતીને તપાસીને સલાહ આપી શકે.
  (૧) ત્રીફળા ગુગળ: હરડે, બહેડાં, આમળાં અને લીંડીપીપર દરેક ૪૦ ગ્રામ અને શુદ્ધ કરેલો ગુગળ ૨૦૦ ગ્રામ. ગુગળ ઘીમાં મેળવી બાકીના ચારે ઔષધોનું ચુર્ણ મીશ્ર કરી જરુર પુરતું પાણી મેળવી વટાણા જેવડી ગોળીઓ વાળવી. બબ્બે ગોળી ભુકો કરી સહેજ ગરમ પાણી સાથે સવારે, બપોરે અને રાત્રે લેવાથી ભગંદર, નાડીવ્રણ, ગૅસ, હરસ-મસા, ફીશર વગેરે રોગો મટે છે. વજન ઘટાડવા માટે પણ ત્રીફળા ગુગળ ઉત્તમ છે. ત્રીફળા ગુગળ બજારમાં મળે છે.
  (૨) અખરોટના તેલનું પોતું મળમાર્ગમાં મુકવાથી ફુલી ગયેલા હરસ શાંત થાય છે અને ચીરા-ફીશર પણ મટે છે.
  (૩) ત્રીફળાદી ચુર્ણ હરડે, બહેડા, આમળા, તજ, જેઠીમધ અને ધાવડીનાં ફુલ સરખા વજને લઈ, ભેગાં ખાંડી બનાવેલા ચુર્ણને ત્રીફળાદી ચુર્ણ કહે છે. આ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું (આશરે ત્રણથી ચાર ગ્રામ) એટલા જ ઘી અને એથી અડધા મધ સાથે સવાર-સાંજ લેવાથી સર્વ પ્રકારના આંખના રોગો, ગળા ઉપરના ઉર્ધ્વ જંતુના રોગો, મોઢાની કરચલીઓ, પળીયા, હરસ-મસા, ફીશર, ભગંદર, કોઢ, ત્વચા રોગો, ઉંદરી, ગેસ, કબજીયાત, આફરો, હેડકી, કીલાસ-કુષ્ઠ, હલીમક, લોહીબગાડ અને પ્રમેહ વગેરે મટે છે. અવારનવાર ઉલટી-ઉબકા થતા હોય તો કઠ એટલે કે ઉપલેટનું ચુર્ણ વાલના એકથી બે દાણા જેટલું મધ કે ઘી સાથે મીશ્ર કરી સવાર-સાંજ ચાટવું. તરત જ રાહત જણાશે.

 167. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે કનુભાઈ,
  મારા બ્લોગને દસ વર્ષ થયાં, ઘણા લોકો પ્રશ્ન પુછે છે, જેના જવાબો બને ત્યાં સુધી આપું છું. પણ આટલા વર્ષના મારા અનુભવમાં મેં જોયું છે કે કોઈક જ વ્યક્તી જવાબ મળ્યો એવું જણાવે છે. આપની સજ્જનતાની હું સરાહના કરું છું.

 168. Arjunyadav Says:

  Moma chala vadare thay che mare su karvu

 169. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અર્જુનભાઈ,
  મોંમાં છાલાં કે ચાંદાં વીશે મારી નીચેની લીન્ક ખોલવા વીનંતી:
  598. મોંનાં ચાંદાં https://gandabhaivallabh.wordpress.com/2010/11/29/

 170. Nilesh Says:

  Hi sir
  I am suffring from hi BP pls suggest me

 171. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ નિલેશ,
  મારી ૪૮ કે ૪૯ વર્ષની ઉમ્મરે મારું બી.પી. ૧૫૦ હતું. જો કે તે સમયે (૩૨ કે ૩૩ વર્ષ પહેલાં) એને ચીંતાજનક ગણવામાં આવતું ન હતું, કેમ કે ત્યારે એલોપથીની માન્યતા મુજબ ઉમ્મર+૧૦૦=બી.પી. હોય તો તે નોર્મલ ગણાતું. હવે ૧૪૦ કરતાં વધુ હોય તો તે બી.પી.ને હાઈ ગણવામાં આવે છે. આજે મારી ૮૧ વર્ષની વયે કોઈ પણ દવા વીના મારું બી.પી. નોર્મલ રહે છે.
  મારા અનુભવમાં બી.પી. નોર્મલ રાખવામાં ચાલવાની કસરત ખુબ મહત્ત્વની છે. ઉપરાંત સુપાચ્ય આહાર પોતાની પાચનશક્તી મુજબ યોગ્ય સમયે લેવો જોઈએ. હું યોગાસનોની કસરત પણ સવારે કંઈ પણ ખાધા પહેલાં કરું છું. વીકમાં બે દીવસ ટેબલ ટેનીસ બે-અઢી કલાક રમું છું. કસરત અને ચાલવું એ બે બાબતો બી.પી.થી બચવા માટે જરુરી છે એવો મારો અનુભવ છે.

 172. Rajesh B. Shah Says:

  From where can we get this book “Aushadho ane Rogo”. Please let me have your reply at svabhav@yahoo.co.in

 173. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ રાજેશ,
  માફ કરજો, આ બુક મેં છપાવી નથી. એને મારા બ્લોગ પરથી વીના મુલ્યે ડાઉનલોડ કરી શકો.

 174. Yagnik Gajera Says:

  Where to buy ઔષધો અને રોગો-પુસ્તક ?
  Plz tell me very early as soon as possible.

 175. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,

  માફ કરજો. મેં આ પુસ્તક છપાવ્યું નથી. મારા બ્લોગ પરથી તમે એને વીના મુલ્યે ડાઉનલોડ કરી શકો. છાપેલી હાર્ડ કોપી કરતાં કંપ્યુટરમાં ડાઉનલોડ કરેલી કોપી ઘણી વધુ ઉપયોગી થાય- જો એ રીતે તમે કંપ્યુટર વાપરવાનું જાણતા હો તો. વળી એ વીના મુલ્યે છે, અને પર્યાવરણને નુકસાનકારક નથી. છતાં તમારે કોઈ ચોક્કસ બાબત વીશે જાણવું હોય તો પ્રશ્ન પુછી શકો.

  મારા બ્લોગમાં રસ દાખવવા બદલ હાર્દીક આભાર.

 176. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ ચેતન, બને ત્યાં સુધી હું જવાબ આપવાનો પ્રયાસ કરું છું. કોઈ વાર પ્રશ્ન મારા જોવામાં ન આવે એવું બને છે. હાલ બે સંસ્થામાં હીસાબ લખવામાં મદદ કરતો હતો, પણ હવે જુલાઈ માસથી બીજા લોકો એ સંભાળી લેનાર છે, આથી હું મારા આ રસના વીષયમાં વધુ સમય આપી શકીશ. તમારી શુભ લાગણી બદલ હાર્દીક આભાર.

 177. દિપક પ્રિયદર્શી Says:

  સાહેબ શ્રી આપે આપની બુક માં જણાવ્યું કે અર્જુનની છાલ નો ઉપયોગ હાઈ બીપી વાળા દર્દી એ ના કરવો જોઈએ પણ અત્યારે મે જોયું કે ઘણી જગ્યા પર આયુર્વેદ માં હાઈ બીપી ના દર્દી ને અર્જુન ની છાલ નો ઉકાળો કે તેની કોઈ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે વળી યુટ્યુબ પર પણ જોવા મળ્યું કે અર્જુન ની છાલ નો પાઉડર હાઈ બીપી ના દર્દી માટે સારો છે તો શું તમારી બુક માં પ્રિન્ટિંગ મિસ્ટિક છે કે ખરેખર હાઈ બીપી ના દર્દી એ અર્જુન ની છાલ નો ઉપયોગના કરવો જોઈએ

 178. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ દિપક,
  મારા બ્લોગમાં રસ લઈ કોમેન્ટ મુકવા બદલ હાર્દીક આભાર. મારી પાસે ડૉક્ટર કે વૈદ્ય તરીકેનું કોઈ ક્વલીફીકેશન નથી. મારા અભ્યાસના આધારે મને જે જાણકારી છે તે કોઈને કદાચ મદદરુપ થાય એ આશયથી મેં લખ્યું છે અને લખું છું.
  અર્જુનવૃક્ષની છાલ તાસીરે ઠંડી છે, આથી એ હૃદયરોગમાં ુપયોગી છે, પણ હાઈ બીપીમાં એ નુકસાન કરે છે એવું મારી જાણમાં આવ્યું છે. હું લાંબા સમયથી (44 વર્ષથી) ન્યુઝીલેન્ડમાં રહું છું, આથી જ્યારે મને બીપીની સમસ્યા હતી ત્યારે સાદડનો ઉપયોગ મેં કર્યો ન હોવાથી અનુભવના આધારે હું કશો અભીપ્રાય આપી ન શકું. ક્યાંક સાદડ વીશે વાં//છવામાં આવ્યું હશે તે આધારે મેં મારા બ્લોગમાં લખ્યું છે. પણ જો કોઈએ હાઈ બીપીમાં સાદડનો ુપયોગ કર્યો હોય તે ઓ એમનો અનુભવ જણાવે તો બધાને લાભ થાય. ત્યાં સુધી મારા લખાણને છાપભુલ તરીકે તમારે લેવું હોય તો લઈ શકો. બીપી વીશેની કેટલીક માહીતીનો લેખ મેં તૈયાર કર્યો છે. એ લંબાણ ન કરવાના આશયથી અહીં મુકતો નથી.

  ફરીથી આપનો આભાર દિપકભાઈ.

 179. દીપક એચ પટેલ Says:

  હવાબાણ હરડે બનાવવાની રીત આપશો.

 180. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ દીપક,
  આ અંગે અગાઉ એક પ્રશ્ન આવી ગયો છે જે નીચે મુજબ છે. એને ગુજરાતી ફોન્ટમાં મેં મુક્યું છે. મારા ખ્યાલ મુજબ હવાબાણ હરડે આપણે ત્યાં ફાર્મસીમાં મળતી હશે. જો કે મારી પાસે આ બાબતની ખાસ જાણકરી નથી. ભાઈ શૈલશે 2018ના સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું.
  shailesh Says:
  સપ્ટેમ્બર 10, 2018 પર 8:44 એ એમ (am) | જવાબ આપો edit
  Hawaban Harde tikdi hoy che. tene chavi ne khai shakay, nahi to chusi pan shakay. eni andar niche mujab na ingredients hoy che. darek ingredient ni matra lakhel nathi.

  amchur આમચુર
  safed namak સફેદ નમક
  kala namak કાળું નમક
  dhaniya ધનીયા (ધાણા)
  bal harde બાળ હરડે
  kali mirch કાલી મીર્ચ (કાળું મરચું?)
  sonth સોંધ (?)
  sanay સનય (?)
  amla આમળાં
  behda બહેડાં
  nausadar નવસાર (?)
  shankh bhasm શંખભસ્મ

  ગાંડાભાઈ વલ્લભ Says:
  સપ્ટેમ્બર 10, 2018 પર 9:02 એ એમ (am) | જવાબ આપો edit
  નમસ્તે ભાઈ શૈલેષ,
  આ બધાં ઔષધોનાં નામ હીન્દી ભાષામાં હોય એમ લાગે છે. ઔષધનું નામ હવાબાણ હરડે આપ્યું છે તેના પરથી કદાચ એમાં સૌથી વધુ પ્રમાણ ‘બાલ હરડે’ જેને ગુજરાતીમાં નાની હરડે કહે છે તે હશે.
  માહીતી આપવા બદલ આભાર. પણ અહીં વેલીંગ્ટન (ન્યુઝીલેન્ડ)માં કદાચ આ હરડે મળતી નહીં હોય. સાદી નાની હરડે કોઈ વાર મળે છે. જો કે અહીં આખી હરડે કસ્ટમ ઘણી વાર આવવા દેતું નથી – એને બી જાણીને,પણ હરડેનું ચુર્ણ આવવા દે, જો યોગ્ય પેકેજીંગમાં હોય તો.

 181. SHAILESH RAJA Says:

  મને ધાધર માટેની દવા બતાવશો મે એલોપેથી માં ઘણી દવા કરી પરંતુ થોડો સમય સારું રહે છે ફરીથી થાય છે અને તે ખાસ કરીને બગલ, તથા સાથળના ભાગમાં થાય છે તો આપને વિનંતી કે તેનો ઉપચાર બતાવશો

  આભાર

 182. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ શૈલેષ,
  મારા બ્લોગમાં મેં દાદર (જેને ધાધર પણ કહે છે) વીષે નીચે મુજબ માહીતી આપી છે. આ ઉપરાંત પણ બીજાં કેટલાંક ઔષધો દાદર પર વાપરવામાં આવે છે. જો તમે મારી બુક ડાઉનલોડ કરીને સર્ચ કરશો તો વધુ માહીતી મળશે.
  દાદર (૧) કુંવાડીયાનાં બી શેકી, ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લો, તથા આ ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુંવાડીયાનાં બી દાદર ઉપરાંત ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ જેવા રોગો પણ મટાડે છે.
  (૨) તુલસીના મુળનો એક ચમચી ભુકો એક ગ્લાસ પાણીમાં નાખી કાઢો કરવો. આ ઉકાળો રોજ તાજો બનાવી સવાર-સાંજ પીવાથી કોઢ, દાદર અને ખરજવું મટે છે.
  (૩) તુલસીનાં પાનનો રસ અને લીંબુનો રસ મીશ્ર કરી દાદર પર લગાડવાથી દાદર મટે છે.
  (૪) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી દાદર પર સવાર-સાંજ લગાડવો.
  (૫) તુલસીનાં પાનનો રસ અને લીંબુનો રસ ૧-૧ ચમચી મીશ્રણ કરીને સવાર-સાંજ પીવાથી ઉગ્ર દાદર મટે છે.
  (૬) ગુવારના પાનનો રસ અને લસણનો રસ એકત્ર કરી દાદર પર ચોપડવો.
  (૭) છાસમાં કુંવાડીયાનાં બી વાટીને ચોપડવાથી દાદર મટે છે.
  (૮) પપૈયાનું દુધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી ઠંડુ કરીને લેપ કરવાથી દાદર મટે છે.
  (૯) લસણનો રસ ત્રણ દીવસ દાદર પર ચોળવાથી એ મટે છે. (બહુ બળતરા થાય તો પાછળથી ઘી ચોપડવું.)
  (૧૦) લીંબુના રસમાં આમલીનો ઠળીયો ઘસી ચોપડવાથી દાદર મટે છે.
  (૧૧) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલીશ કરવાથી દાદર મટે છે.
  (૧૨) ડુંગળીનો રસ ચોપડવાથી દાદર કે ખુજલી મટે છે. (૧૩) કુંવાડીયાના બીજનું ચુર્ણ લીંબુના રસમાં લસોટી ચોપડવાથી દાદર મટે છે. આ ચુર્ણ કણઝીના તેલમાં અથવા મુળાના પાનના રસમાં લસોટીને પણ ચોપડી શકાય.
  (૧૪) કાચા પપૈયાનો રસ દીવસમાં બેથી ત્રણ વખત ઘસવાથી દાદર મટે છે.
  (૧૫) સોપારીના ઝાડનો ગુંદર બકરીના દુધમાં વાટીને લેપ કરવાથી દાદર મટે છે.
  (16) કુંવાડીયાનાં બીજને ખાટી છાસમાં લસોટી દાદર-દરાજ પર સવાર સાંજ લગાડવામાં આવે તો દસ-બાર દીવસમાં જ દાદરનો નાશ થઈ જાય છે. જુની કે નવી કોઈ પણ દરાજ પર કુંવાડીયો જ વાપરવો જોઈએ.
  (17) ફુદીનાનો રસ દાદર પર વારંવાર ચોપડવાથી ફાયદો કરે છે.

 183. Mehuli Says:

  Maydo thayo hoy to su khavay

 184. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ મેહુલ, અંગ્રેજી ફોન્ટમાં તમે લખેલ ગુજરાતી સમજવું થોડું મુશ્કેલ છે, પણ મને લાગે છે કે તમે ‘મરડો’ જેને ગામઠી બોલીમાં મયડો કહે છે તે કહેવા માગો છો.
  મારા બ્લોગમાં મેં 22-10-2010 ના રોજ મરડા વીશે માહીતી આપી છે. એની લીન્ક:
  561. મરડો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/10/22/
  આ લીન્ક પર ક્લીક કરવાથી જરુરી માહીતી મળશે. એમાં ઘણા ઉપાયો જણાવ્યા છે, પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તે ઉપાય યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવો.

 185. Pilu Says:

  Hair loss problem hair growth ke liye Kya kare

 186. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે Pilu,
  મારા બ્લોગમાં વાળ વીશે મેં નીચે મુજબ પોસ્ટ લખી છે,એમાંથી આપને અનુકુળ ઈલાજ મળશે, જે યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવો.
  699. વાળ ખરવા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/08/
  700. વાળ મુલાયમ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/09/
  701. વાળ વધારવા-વાળનો જથ્થો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/04/
  702. વાળની લુખાશ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/06/

 187. Virendra .c. waghela Says:

  Good morning sir…I need one book of aushsho and rogo.
  My phone number is 9819091564..
  Or requesting you to please give me your phone number to communicate so I can order book..

 188. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ વીરેન્દ્ર,
  સોરી, મેં મારી બુક છપાવી નથી, પણ મારા બ્લોગમાંથી તમે પોતાના પર્સનલ ઉપયોગ માટે વીના મુલ્યે કોપી કરી શકો.

 189. Nilam monik vithlani Says:

  Mara husbund ne galaa ble che nd a ke che mne gala ni andr thndu thndu lagtu hoy avu lge che so wht is the reason behind tht

 190. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે બહેન નીલમ,
  અંગ્રેજી ફોન્ટમાં લખેલ તમારા ગુજરાતીમાં મને જે સમજાયું તે મુજબ તમારા હસબન્ડનું ગળું બળે છે અને ગળામાં ઠંડું ઠંડું લાગે છે. આ બે મને તો વીરોધાભાસી લાગે છે. જો ગળામાં બળતરા થતી હોય તો તે પીત્તપ્રકોપને કારણે હોઈ શકે. આથી પીત્તકારક એટલે કે ગરમ આહાર લેવો ન જોઈએ, અથવા એનું પ્રમાણ ઘટાડી શકાય. બળતરાના ઉપાય માટે મારા બ્લોગમાં નીચેની લીન્ક છે.
  બળતરા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/08/31/

 191. ઔષધો અને રોગો: સુધારેલી આવૃત્તી | Gandabhai Vallabh Says:

  […] https://gandabhaivallabh.wordpress.com/aushadho-ane-rogo-%E0%AA%94%E0%AA%B7%E0%AA%A7%E0%AB%8B-%E0%AA… […]

 192. દિપક પ્રિયદર્શી Says:

  સાહેબ શ્રી,
  સવિનય સાથે જણાવવું કે મારા ભત્રીજા ને કે જે 3વર્ષ નો છે તેને બોલવામાં એટલે કે બોલતી વખત જીભ અચકાય {હકલાય} છે stutter થાય છે. તો. આ વિશે કોઈ માર્ગદર્શન આપવા વિનંતી…..

 193. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ દિપક,
  બાળક તોતડું બોલતું હોય તો એના બે ઉપાય મારા બ્લોગમાં મેં નીચે મુજબ નોંધ્યા છે.
  (૧) બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે.
  (૨) વાચા અટકી-અટકીને-તોતડાતી હોય તો ફુલાવેલો ટંકણખાર (borax) મધમાં મેળવી જીભ પર બધે દીવસમાં ચારેક વખત લગાડવાથી તોતડું બોલવાની ફરીયાદ મટે છે. મધ ગળા નીચે ઉતરે તો પણ વાંધો નથી.
  ટંકણખાર સોડીયમનો બોરીક એસીડ સાથેનો ક્ષાર છે. એટલે કે સોડીયમની બોરીક એસીડ સાથે રાસાયણીક પ્રક્રીયાથી બનતો ક્ષાર Na2B4O7 5H2O or Na2B4O7 10H2O. આમ એમાં પાણીના પાંચ કે દસ અણુ હોય છે જે ફુલાવવાથી દુર થાય પછી વાપરવાનો હોય છે. આમ છતાં નાના બાળક માટે ઉપાય કરતાં પહેલાં યોગ્ય જાણકારની મદદ અવશ્ય લેવી જોઈએ.

 194. Kinjal Says:

  Baby ne galu pdiu che to kai upai kho ne

 195. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે બહેન કિંજલ, અવાજ બેસી જાય તેના ઉપાયોની પોસ્ટની લીન્ક http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/01/22/
  ેએમાં મેં ૨૩ જેટલા ઉપાયો બતાવ્યા છે, પણ તમે બેબીનું ગળું પડી ગયું છે એમ કહો છો, આથી બેબીને અનુકુળ હોય તે ઉપાય પસંદ કરવો પડે. વળી બેબીની પ્રકૃતીનો ખ્યાલ પણ રાખવો પડે. બધા ઉપાય બધાંને માટે અનુકુળ કે નીર્દોષ હોતા નથી. મને પોતાને પણ આ અનુભવ આયુ્ર્વેદ ઔષધ બાબત થયો છે. આથી અનુકુળ છે કે નહીં તેની યોગ્ય રીતે ખાતરી કરીને જ કોઈપણ ઉપાય કરવો.

 196. lalit diyora Says:

  માનનીય સાહેબ શ્રી,
  મારી ઉમર 25 વર્ષ છે તથા હૂ સુરત શહેર ગુજરાત થી તમને લખું છુ.મને છેલ્લા 10-15 દિવસ થી ગેસ ની તકલીફ થાય છે.
  ગમે તે ખાધા પછી પેટ માં ગેસ થતો હોય એવું લાગે અને મો મારફતે બહાર આવે,સમાન્ય રીતે જમ્યા પછી ઓડકાર આવે તે સારું કેવાય પણ મને 50-60 વાર ઓડકાર આવે છે.આ માટે ઈન્ટરનેટ ના માધ્યમ થી ત્રિફળા ચૂર્ણ વિશે વાંચ્યુ તો 2-3 દિવસ થી તેનો ઉપયોગ ચાલુ કાર્યો છે. આ ઉપરાંત મેં અહીયાં ગેસ્ટ્રોલોજીસ્ટ ને પણ બતાવ્યુ તેમના કેવા મુજબ પેટ માં ઇન્ફેકશન થયું હોય અને આવું થાય એવું કર્હેવું છે.ખાલી પેટ એ બધું નોર્મલ હોય પરંતુ જમ્યા પછી ઓડકાર આવવાનું ચાલુ થઈ જાય.
  આ બાબતે કઈ તમે સુચન કરો એવી વિનંતી.
  ખુબ ખુબ આભાર.

 197. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ લલિત, હું પણ મુળ સુરત જીલ્લાનો વતની. પછીથી વલસાડ જીલ્લો બન્યો અને ત્યાર બાદ હવે નવસારી જીલ્લો, પણ હું છેલ્લાં ૪૫ વર્ષથી ન્યુઝીલેન્ડમાં છું.
  તમારી તકલીફ બાબત મારી જાણમાં કશું નથી, પણ બાહ્ય પ્રાણાયામનો પ્રયોગ હું વાયુની કોઈ પણ પ્રકારની તકલીફમાં ઘણાં વર્ષોથી કરું છું. જો તમને અનુકુળ આવે તો અજમાવી શકો. મારા બ્લોગમાં હું જે રીતે બાહ્ય પ્રાણાયામ કરું છું તે મેં લખ્યું છે. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ નહીં.
  ટુંકમાં કહું તો એની મારી સાદી રીત આ મુજબ છે: મોં દ્વારા બને તેટલો શ્વાસ બહાર કાઢવો. એ વખતે નાક બે આંગળી વડે બંધ કરી રાખો તો સારું. એકી સાથે બધો શ્વાસ બહાર કાઢી ન શકાય આથી નાક બંધ રાખીને મોં વડે શ્વાસ કાઢતા રહેવું. આ પછી જેટલો સમય શ્વાસ બહાર રોકી શકો તેટલો સમય રોકી રાખવો અને પછી નાક દ્વારા શ્વાસ લેવો. આ મુજબ થોડી વાર કરતા રહેવું. આ પ્રાણાયામ કરવાથી શરુઆતમાં બેત્રણ દીવસ ખભા દુખવાની શક્યતા છે. પણ એની પ્રેક્ટીસ ચાલુ રાખતાં પછીથી નહીં દુખે.

  • lalit diyora Says:

   સાહેબ શ્રી,
   સંજોગ હોય કે પછી દર્દ સારું થવાનુ હોય,
   તમારા જણાવ્યા મુજબ બાહ્ય પ્રાણાયમ કરવાથી તરત જ રાહત મલી છે.
   ધન્યવાદ.

 198. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ લલિત,મારા અનુભવમાં આવ્યું છે કે મારા બ્લોગમાં લોકો પ્રશ્ન પુછે એનો જવાબ હું આપું, પછી પ્રયોગ કર્યો હોય કે ન કર્યો હોય,પરીણામ મળ્યુ હોય કે ન મળ્યું હોય પણ મારા બ્લોગ પર મને જવેલ્લે જ પ્રત્યુત્તર જોવા મળે છે. તમે આપ્યો એ તમારી સજ્જનતા દર્શાવે છે. હાર્દીક આભાર. (કદાચ તમે જોયું હોય તો હું એક જ ઈ-ઉ સાથેની ઉંઝા જોડણી વાપરું છું.)

  • lalit diyora Says:

   સાહેબ શ્રી,
   તમારા ઉંઝા જોડણી વિશેના વિચારો ગાંધીજી ને મળતા આવે છે જેમ ગાંધીજી સાચી જોડણી ના હિમાયતી હતા તથા તેઓ હમેશા કહેતા કે આપણને સહેલુ પડે એ માટે જોડણી મા છેડછાડ કરવી જોઈએ નહી.એ જાણી ને ખુબ ખુશી થઈ કે સાડા ચાર દાયકા કરતા વધારે સમય થી પરદેશ માં રહેતા હોવા છતા ગુજરાતી ભાષા પ્રત્યે નો પ્રેમ તમે આપેલા ઉપર ના તમામ જવાબો માં છલકાય છે.આ ઉપરાંત ગાંધીજી નાં વિચારો ની આજે પણ આઝાદી ના સાત દાયકા વિતી ગયા પછી પણ તે કેટલા મહાન હતા એનુ તાદ્શય ઉદાહરણ છે.
   તમારી સાથે સવાંદ કરવાનો આનંદ આવ્યો.
   આવી રીતે સમય મળયે વાતચીત કરી ગુજરાતી ભાષા ને પ્રોત્સાહન આપતા રહો એવી શુભકામના.

 199. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ લલિત, તમારા પ્રોત્સાહક જવાબથી આનંદ થયો. હાર્દીક આભાર.
  ગુજરાતીની જોડણીમાં આજે ગાંધીજીના સમયમાં જેવી અરાજકતા હતી તેવી મને તો ગુજરાતી છાપાં તેમ જ બ્લોગો જોતાં લાગે છે. આથી ઉંઝામાં ગુજરાતી સાક્ષરોએ લીધેલા નીર્ણયનો બધા અમલ કરે તો કદાચ થોડો ફેર પડે. મારા ખ્યાલ મુજબ આજે ગાંધીજી પણ આ જોડણી અપનાવત.
  હું ભારતમાં ગણીત-વીજ્ઞાનનો શીક્ષક હતો. ગાંધીવીચાર મુજબની માધ્યમીક શાળા જેને ઉત્તર બુનયાદી શાળા કહે છે ત્યાં આચાર્ય પણ હતો અને મારી જાતે કાંતેલા સુતરની ખાદીનાં કપડાં પહેરતો. ગાંધીજીની આત્મકથા મેં પ્રાથમીક શાળામાં ભણતો ત્યારે એટલે કે ૧૯૫૨ પહેલાં વાંચેલી એવું સ્મરણ છે. આથી ગાંધીવીચારની અસર મારા પર નાની વયે જ પડી હતી. મારા માટે પરદેશ જવાની તક હતી, એ માટેનાં ફોર્મ પણ મને મારા સંબંધી તરફથી મળેલાં પણ મારે દેશ છોડવો ન હતો. છેવટે ભ્રષ્ટાચાર સામેની લડત હારી જતાં હું અહીં મારા ગણીતશીક્ષકની લાયકાતને આધારે ૧૯૭૪માં આવ્યો.
  ફરીથી પ્રત્યુત્તર બદલ આભાર.

  • lalit diyora Says:

   સાહેબ શ્રી,
   તમે સાવ સાચી વાત કહી, આજ કાલ ના સમાચાર પત્રો સનસનીખેજ ખબરો ફેલાવવા સીવાય કશુંય કામ કરતા નથી.તેમજ અમુક જુજ બ્લોગો ને બાદ કરતા દૈનિકો અને માસીકો માત્ર ખબરો ફેલાવવા અને નાંણાકીય હેતુઓ માટે જ ચાલતા હોય છે તો તેમના લેખ મા જોડણી પ્રત્યે ની સભાનતા ન જ હોય.તમે ગમે એટલા મોટા વ્યક્તિ થઈ જાવ ,ભલે ને તમે ગમે તે ભાષા મા સ્નાતક હો,ગમે તે દેશ પરદેશ માં વસી જાવ પણ એક ગુજરાતી માટે ગુજરાતી ભાષા હમેશા તમારી સાથે જ રહે એ તમારા જીવન નુ અવિભાજ્ય અંગ બની ને હમેશા તમારી સાથે જ રહે.આ બાબતે તમે મારા કરતા સારી રીતે વર્ણન કરી શકો.
   એક પેટ ની સમસ્યા થી ચાલુ થયેલી વાતચીત આજે ગુજરાતી ભાષા ના તરફ વળી ગઈ એ જ તો આ ભાષા ની સુંદરતા છે.
   મારા જન્મ ના ૨૦ વર્ષ પહેલા થી તમે પરદેશ મા છો એટલે હું તમને દાદાજી થી સંબોધન કરી શકુ ?

 200. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ લલિત, જરુર મને દાદા કહી શકો. મારાં ૮૨ વર્ષ ગયા નવેમ્બરમાં પુરાં થયાં છે. મારા સૌથી મોટા સનનાં ૫૫ વર્ષ આ જુન મહીનામાં થશે.

 201. Sanjay gohel Says:

  Best

 202. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thank you very much Sanjay.

 203. કમલેશ વ્રજલાલ ગઢીઆ Says:

  બહુજ સરસ માહીતી આપો છો.દવાઓ બનાવાની રીત પણ જો શકય હોય તો બતાવો જેથી મોંધીદાટ દવા થી ફાયદો થાય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.


%d bloggers like this: