Archive for the ‘ધાર્મીક વીધી’ Category

લગ્નની તૈયારી – છોકરાના ઘરે

ઓક્ટોબર 13, 2014

આજે અમારે ત્યાં વીઝીટર આવ્યાં ત્યારે વાત નીકળી કે લગ્ન વખતે શું કરવું તે હવેની નવી પેઢી ખાસ બહુ જાણતી હોતી નથી. આથી દર વખતે વડીલોને પુછવું પડે. પણ જો એવા વડીલ ન મળી શકે તો? ત્યારે મને યાદ આવ્યું કે એક વખત અહીં ન્યુઝીલેન્ડમાં ઑકલેન્ડમાં લગ્ન હતાં ત્યારે અમને પુછવામાં આવેલું અને બધી માહીતી મેં ઈ-મેઈલથી મોકલી હતી. તો એ લોકોએ સુચન કર્યું કે જો તમે એ તમારા બ્લોગમાં મુકો તો લોકોને મદદરુપ થાય.પરંતુ જુદા જુદા લોકોમાં રીવાજ જુદા જુદા હોઈ શકે. જેમને આ મુજબ કરવું હોય તેમને આ માહીતી કામ લાગશે. મેં આનો અંગ્રેજીમાં પણ અનુવાદ કર્યો છે. આ માહીતી છોકરાના લગ્ન બાબત છે.
લગ્નની તૈયારી – છોકરાના ઘરે
(નોંધ: હું હવે ગુજરાતીમાં એક જ ઈ-ઉ વાપરું છું-દીર્ઘ ઈ અને હ્રસ્વ ઉ.)
તમે = છોકરાનાં માબાપ. છોકરો-જેનાં લગ્ન થવાનાં હોય તે-વરરાજા, છોકરી-વધુ
લગ્નના દીવસે છોકરીના ઘરે તમારે લઈ જવાની વસ્તુઓની યાદી
1. છોકરીને માટે ત્રણ સાડી, એક ખુબ સારી જેને અમ્મર કહેવામાં આવે છે તે અને બે સામાન્ય. અમ્મર સાથે મેચીંગ બ્લાઉઝ અને મેચીંગ ચણીયો. બંને માટે છોકરીનું માપ લઈ દરજી પાસે સીવડાવી તૈયાર કરાવી લેવું.
2. લગ્નવીધી વખતે બ્રાહ્મણ કાળીગાંઠી માગે ત્યારે સ્ટેજ પર છોકરાની ભાભી હોય તે છોકરીને પહેરાવશે. કાળીગાંઠી ઑક્લેન્ડમાં મળતી હશે. નહીં તો ઈન્ડીયાથી મંગાવી લેવી.
3. છોકરી માટે સોનાનો સેટ (નેકલેસ, ઈયરરીંગ) અથવા એકલો નેકલેસ. (તમે જેટલો ખર્ચ કરવા ઈચ્છતાં હો તે મુજબ)
4. લગ્નવીધી વખતે છોકરો છોકરીને મંગલસુત્ર પહેરાવે છે, અને સેંથામાં સીંદુર પુરે છે. આ બંને તમારે જાનમાં જતી વખતે સાથે લઈ જવાં.
પીઠી લગાડવાના દીવસે નીચેની વસ્તુઓ જોઈશે.
કંકુ, સીંદુર, ચોખા, સોપારી, ઘઉં, કાચા સફેદ સુતરનો દડો, બાજઠ કે પાટલો, નવ-દસ આંબાનાં પાન, છુટા પૈસા, રવઈ (એગબીટર), ચાર વેલણ, જુવારના કણસલાનો દાંડો કે એના જેવું કંઈક, માટીનાં ચાર કોડીયાં, (કોડીયાં ન હોય તો નાની વાડકીઓ), સ્ટીલનો એક મોટો બાઉલ (bowl), તાંબાના પાંચ લોટા-ત્રણ મોટા અને બે નાના, ફુલના પાંચ મોટા હાર અને એક નાનો હાર ગણપતીની મુર્તી માટે. મોટા હાર પૈકી એક છોકરા માટે, એક સાથે બેસાડવામાં આવતી કુમારીકા માટે, એક દીવાલ પર કાઢવામાં આવતા ગણેશ માટે, સાંજે બીજો મોટો હાર માઈમાટલા માંડતી વખતે કાઢવામાં આવતા ગણેશ માટે, એક માઈમાટલા માંડે તેના ઘડા પર, અને અડધો મીટર સફેદ કાપડ માઈમાટલા ઉપર ઓઢાડવા માટે.
પીઠીની વીધી લગ્નના ત્રણ કે પાંચ દીવસ પહેલાં કરવામાં આવે છે-મુહુર્તની અનુકુળતા મુજબ. ધારો કે ત્રણ દીવસ પહેલાં અનુકુળતા છે. પીઠી પહેલાં ગણેશપુજા બ્રાહ્મણ પાસે કરાવવી હોય તો કરાવી શકાય. તે વખતે છોકરાના પીતાનાં જે મા કે બાપ (છોકરાનાં દાદા-દાદી) હયાત ન હોય તેના ફોટાને હાર પહેરાવવા.
એક મોટા ચોરસ સફેદ કાગળ પર નીચે મુજબ કંકુ અને સીંદુર વડે છોકરાની ફોઈ ગણેશ કાઢશે. એને ડ્રોઈંગ પીન વડે દીવાલ પર ચોંટાડવો. એને ફુલનો હાર પહેરાવવો.

Ganesh Pat

આ પછી ઉભારો ભરવાની ક્રીયા કરવામાં આવે છે. એકાદ કીલો જેટલા ઘઉં કે ચોખા લેવા. ભાભી, મામી વગેરે જે ચાર જણા પીઠી લગાવવાનાં હોય તેઓ ચારચાર ખોબા ભરીને એક મોટા બાઉલમાં નાખશે. એમાં ૧૬ સોપારી અને છુટા પૈસા મુકવા. ચાર વેલણ હોય તે દરેકને સુતર વડે સામસામે બે આંબાનાં પાન બાંધવાં. આ વેલણ વડે પીઠી ચડાવનાર ચાર જણા ઘઉં કે ચોખા ખાંડશે. આ પછી પીઠી ચડાવવાની વીધી કરવી.
એ માટે પ્રથમ કંકુ વડે નીચે મુજબ પાટ કાઢવો.

Pat

કંકુમાં પાણી નાખી રુ વડે ઉપર મુજબ છોકરાની મામી પાટ કાઢશે. પાટમાં વચ્ચે સોપારી અને પૈસો મુકવાં. ત્યાર બાદ ત્યાં બાજઠ કે પાટલો મુકી છોકરાને બેસાડવો. છોકરાએ બંને હાથ લંબાવી ખોબો કરવો. પીઠી લગાડનાર મામી કે ભાભીએ છોકરાને ચાંલ્લો કરી ફુલનો હાર પહેરાવવો. ખોબો કરેલા હાથમાં નીચેથી ઉપર જતાં (ચડતું) કંકુ લગાડવું. ખોબામાં આંબાનું પાન, પૈસા અને સોપારી આપી તેના પર નાળીયેર મુકવું. આ ઉપરાંત બે-પાંચ કેળાં અને મીઠાઈનું પેકેટ મુકવું. છોકરાની બાજુમાં કુમારીકા (બાર વર્ષથી નાની છોકરી) બેસાડી તેને કંકુનો ચાંલ્લો કરી હાથમાં પૈસા આપવા.
પછી પીઠી ચડાવનાર ચાર મામી અને/અથવા ભાભી પ્રથમ શરીરના ચાર ભાગ-પગ, ઘુંટણ, ખભા અને માથા-પર આંબાના પાનથી તેલ લગાડી પીઠી લગાડશે.
હવે લુણ ઉતારવાની વીધી કરવામાં આવે છે. ઈન્ડીયામાં આ વીધી ઘરની બહાર આંગણામાં કરવામાં આવે છે. સંજોગો અને તમારી પસંદગી મુજબ ઘરમાં કે બહાર આ વીધી કરવી. છોકરાનું મોં પુર્વ દીશામાં રહે એ રીતે બાજઠ પર ઉભો રાખી હાથમાં નાળીયેર આપવું. સુતરના દોરા વરને અરઘવામાં આવે તેમ જમણા પગથી શરુ કરી માથા પર થઈ ડાબા પગ સુધી લઈ જઈ ફરીથી માથા પર થઈ જમણા પગ સુધી વીંટવા. આવા ચાર આંટા લેવા. પછી બે કોડીયાં (કે નાની વાડકી)ને એકબીજા પર ઉંધાં વાળી સુતર વડે બાંધવાં. એને સંપુટ કહે છે. આ સંપુટ ભાભી/મામીએ જમણા પગથી શરુ કરી માથા પર થઈ ડાબા પગ સુધી લઈ જવું. ત્યાંથી પાછું માથા પર થઈ જમણા પગ સુધી લાવવું. એને લુણ ઉતારવું કહે છે. આ મુજબ ચાર વખત કરવું. એ જ પ્રમાણે રવઈ (એગબીટર), દાતરડું અને જુવારના કણસલાનો વાંકો દાંડો (જે મળી શકે તે) લઈને પણ કરવું. આ પછી લોટામાં પાણી લઈ પહેલાં છોકરાના જમણા પગ આગળ સહેજ પાણી રેડવું અને લોટાને ઉપર માથા પર થઈ ડાબા પગ સુધી લઈ જઈ ત્યાં પાણી રેડવું- ચાર વખત. જો ઘરમાં આ વીધી કરવામાં આવે તો પાણી માટે બંને પગ આગળ વાસણ રાખવાં.
છોકરાના હાથમાંના નાળીયેર પર આંબાનું એક પાન મુકી તેના પર સળગતા દીવામાંથી દીવેટ લઈને મુકવી. હવે છોકરો ચારે દીશાને પગે લાગશે. પછી દીવેટ પાછી લઈને દીવામાં મુકી દેવી. છોકરો નાળીયેર લઈને ઘરમાં આવે ત્યારે નાળીયેર બીજા રુમમાં કે ડાઈનીંગ રુમમાં પોતાની માના ખોળામાં મુકશે. માએ એ નાળીયેર પુજા માટેની જે થાળી હોય તેમાં મુકવું. લગ્નના દીવસે જાન નીકળે ત્યારે આ જ નાળીયેર છોકરાના હાથમાં આપવું, બીજું કોઈ નાળીયેર નહીં.
આ પછી મંડપરોપણની પુજાવીધી કરવી હોય તો બ્રાહ્મણ પાસે કરાવવી.
આ જ દીવસે કીચનમાં માઈમાટલા માંડવાં. એ માટે તાંબાના ત્રણ મોટા લોટા અને બે નાના લોટા લેવા. આ બધા જ લોટા પર કંકુથી બે બાજુ સ્વસ્તીક કાઢવો. ગળામાં કાચા સુતરનો દોરો ચાર વખત વીંટાળવો. સફેદ કાગળ પર કંકુ વડે ગણેશ કાઢીને કીચનની દીવાલ પર પીન વડે ચોંટાડવો. એને ફુલનો હાર પહેરાવવો.

Pat

આ ગણેશની નીચે માઈમાટલા માંડવાં. લાઈનમાં બંને બાજુ બે મોટા કળશ (લોટા) મુકવા. વચ્ચે ત્રીજો લોટો આવશે. બંને લોટા પર એક એક નાનો લોટો મુકવો. જમણી બાજુના લોટા પરના નાના લોટા પર કંકુ વડે બંને બાજુ સ્વસ્તીક કાઢી નાળીયેર મુકવું. આ નાળીયેર ઉપર અડધા મીટરનો સફેદ કાપડનો ટુકડો ઓઢાડવો. એના પર ફુલનો હાર મુકવો. ડાબી બાજુના લોટા પરના નાના લોટામાં ફુલ મુકવાં. બાકી રહેલો ત્રીજો મોટો લોટો લઈ ઘરની બહાર જવું. ત્યાં નળ આગળ વરુણ દેવની પુજા કરીને લોટામાં નળમાંથી પાણી લેવું. એને પેલા બે લોટાની વચ્ચે રાખેલી જગ્યા પર મુકવો. એના પર બે તરફ કંકુથી સ્વસ્તીક કાઢેલું નાળીયેર મુકી ફુલ ચડાવવાં. આ ગોત્રજઘડાને બધાં પગે લાગશે. છોકરાની ફોઈએ પગે લાગવા આવનાર સહુને ચાંલ્લો કરવો. સહુથી પહેલાં છોકરો પગે લાગશે અને ઈચ્છા મુજબ ગોત્રજ આગળ પૈસા મુકશે. આ પછી માતાપીતા અને બીજાં બધાં પગે લાગશે અને પૈસા ચડાવશે. ગોત્રજઘડો ઉઠાવી લીધા પછી આ પૈસા ફોઈના થાય છે.
આ જ દીવસે સાંજે પેણાની વીધી થાય છે. થોડી પુરી બનાવી ચારચાર પુરીનું એક એવાં ચાર પેકેટ સુતરના દોરા વડે બાંધીને બનાવવાં. આ પેકેટ માઈમાટલા આગળ મુકવાં.
બીજે દીવસે એટલે કે લગ્નના આગલે દીવસે પણ પીઠી લગાવવી. આ દીવસે ગૃહશાંતીની વીધી બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે છે.
ત્રીજે દીવસે એટલે લગ્નના દીવસે પીઠી લગાવ્યા બાદ નાવણીની વીધી કરવામાં આવે છે. એમાં ભાભીઓ છોકરાને પગ-મોં પર દહીં-પાણી લગાડે છે. આ પછી છોકરો બાથ કે સાવર લઈ તૈયાર થાય છે. જાનની તૈયારી વખતે છોકરાને સૌ પ્રથમ એનાં બહેન-બનેવી ચાંલ્લો કરીને હાર પહેરાવે છે. આ પછી માતાપીતા તથા બીજાં બધાં હાર પહેરાવી જે પ્રેઝન્ટ આપવી હોય તે આપે છે. આગળ જણાવ્યા મુજબ પીઠીના દીવસે રાખી મુકેલું નાળીયેર જ લગ્નના દીવસે વાપરવાનું હોય છે.
લગ્નવીધી વખતે છોકરીને કાળીગાંઠી બાંધવા માટે છોકરાની ભાભીએ જવું. (જો ભાભી સ્ટેજ પર બેસવાની હોય તો એને કાળીગાંઠી પહેલેથી જ આપી રાખવી.) છોકરીને મંગલસસુત્ર પહેરાવવાની વીધી છોકરો કરશે. સેંથામાં સીંદુર પુરવાની વીધી પણ છોકરો કરે છે, આથી સીંદુર લઈ જવાનું યાદ રાખવું.
છોકરીને એનાં સગાંવહાલાં કન્યાદાન કરી રહે પછી છોકરાંનાં માબાપ કન્યાદાન કરે છે. છોકરાનાં બીજાં નજીકનાં સગાંઓ પણ પછી કન્યાદાન કરે છે.
લગ્નની આ બધી વીધીઓ પુરી થયા પછી છોકરીને ખુરસી પર બેસાડી ચાંલ્લો કરીને એને માટે છોકરા તરફથી લઈ જવામાં આવેલાં કપડાં આપવામાં આવે છે. છોકરી એના સાસરેનાં આ કપડાં પહેરીને બહાર આવે ત્યારે એને માટે લઈ જવામાં આવેલી સોનાની જણસ છોકરીને પહેરાવવી.
છેલ્લે ખોળે બેસાડવાની વીધી કરવામાં આવે છે. હવે બધા લોકો આ વીધી કરતા નથી. તમારી ઈચ્છા હોય તો તમે કરી શકો. છોકરાની મા અને છોકરા પક્ષનાં બીજાં વડીલ સ્ત્રીવર્ગ વારા ફરતી ખુરસી પર બેસી છોકરીને પોતાના ખોળામાં બેસાડે છે અને છોકરીને પોતાની મરજી મુજબ પૈસા આપે છે.
પરણીને છોકરો ઘરે આવે ત્યારે એની પત્નીને કહેવું કે ઘરમાં દાખલ થતી વખતે જમણો પગ પહેલાં અંદર મુકી ઘરમાં આવવું. ત્યાર બાદ બંને જણા (છોકરો અને વહુ) ગોત્રજઘડાને પગે લાગે છે. આ પછી ગોત્રજઘડો તે દીવસે કે બીજે દીવસે સવારે ઉઠાવી લેવો.
નોંધ: છોકરીના ઘરે લગ્નની તૈયારીમાં ઉપરની વીગતોમાંથી છોકરાએ જે વસ્તુઓ છોકરી માટે લઈ જવાની હોય છે તે બાદ કરવું. વળી માઈમટલાં માંડવાની વીધી છોકરીના ઘરે લગ્નના આગલા દીવસે કરવામાં આવે છે. બાકી વીધી તો બધી સરખી જ હોય છે.

શ્રાદ્ધ

સપ્ટેમ્બર 15, 2014

શ્રાદ્ધ

હીન્દુ ધર્મમાં માણસના મૃત્યુ બાદ દસમા દીવસથી બ્રાહ્મણ દ્વારા શ્રાદ્ધની વીધી કરવામાં આવે છે. સામાન્ય રીતે પીતાનું શ્રાદ્ધ સૌથી મોટો પુત્ર અને માનું શ્રાદ્ધ સૌથી નાનો પુત્ર કરે છે. પરંતુ પુત્ર ન હોય તો દોહીત્ર કે પુત્રી પણ શ્રાદ્ધ કરી શકે. દસ, અગીયાર, બાર અને તેરમાની શ્રાદ્ધ ક્રીયા બાદ દર મહીને, એક વર્ષ પછી અને દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં મૃત્યુની તીથીને દીવસે પણ શ્રાદ્ધ કરવામાં આવે છે. જો મૃત્યુની તીથી યાદ ન હોય તો અમાસને દીવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ તીર્થ ક્ષેત્રમાં પણ ઓછામાં ઓછું એક વાર શ્રાદ્ધ કરવામાં આવે છે.

શ્રાદ્ધક્રીયામાં પ્રથમ તર્પણ કરવામાં આવે છે. એમાં ગતાત્મા કે પીતૃઓને પાણીની અંજલી આપવામાં આવે છે. હીન્દુ ધર્મની માન્યતા અનુસાર એનાથી આ આત્માઓની તરસ છીપે છે. આ પછી વીષ્ણુ ભગવાનની, સુર્યની અને ગતાત્માની પોતાના પીતૃઓ સહીત પુજા કરવામાં આવે છે. અને છેવટે પીંડદાન કરી અન્ય દાન કરવામાં આવે છે કે દાન કરવાનો સંકલ્પ કરવાનો હોય છે.

આ શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ? હીન્દુ ધર્મની માન્યતા અનુસાર આત્મા દેહ છોડ્યા પછી જે સ્થળ પ્રત્યે એનો લગાવ હોય ત્યાં અમુક દીવસો સુધી ભટકતો રહે છે. સામાન્ય રીતે એના નીવાસ સ્થાનની આસપાસની શક્યતા વધુ છે. આથી દેહના અગ્નીદાહ કે ભુમીદાહ પછી તરત જ અને એ પછી તેર દીવસ સુધી કાગવાસ કે અન્ય પક્ષીઓને ખાવાનું આપવાનું શરૂ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાગડા સુક્ષ્મ શરીરધારી આત્માને જોઈ શકે છે અને એની બહુ જ નજીક હોય છે. આથી એમને તૃપ્ત કરવાથી આત્માઓ તૃપ્ત થાય છે. એક ખ્યાલ એવો પણ છે કે આત્મા તો એક જ છે. કાગડાનો આત્મા અને મનુષ્યનો આત્મા જુદા નથી. ધાર્મીક ક્રીયા દરમિયાન એ પણ યાદ અપાવવામાં આવે છે કે આ જે કંઈ છે તે મારું નથી. સામાન્ય સંજોગોમાં દેહ છોડ્યા પછી બાર-તેર દીવસ સુધી આત્માને સ્થુળની સ્મૃતી જળવાયેલી રહે છે. આથી તેરમાના દીવસે જે કંઈ દાન કરવું હોય તેનો સંકલ્પ કરી દેવાનો હોય છે. કેમ કે ગતાત્માએ પ્રાપ્ત કરેલું તેની ઈચ્છા મુજબ અર્પણ કરી દેવું જોઈએ. આ એક બહુ જ ઉમદા સમાજવાદી વીચાર ધર્મમાં દાખલ કરવામાં આવેલો, પણ લોકોની સ્વાર્થવૃત્તીને લીધે એ બધું હવે કોઈ પાળતું નથી. જો એનો અમલ કરવામાં આવે તો સમાજમાં આજે ગરીબ અને તવંગર વચ્ચે જે ઘણું મોટું અંતર છે તે એકદમ ઘટી જાય.

દર વર્ષે શ્રાદ્ધ શા માટે? હીન્દુ ધર્મની માન્યતા મુજબ આત્મા જ્યાં સુધી મોક્ષ ન મેળવે ત્યાં સુધી એ જન્મ ધારણ કરતો રહે છે. જ્યારે એને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય ત્યારે એને કોઈ પણ પ્રકારની વાસના રહેતી નથી, જેને મોક્ષપ્રાપ્તી કહેવામાં આવે છે. આથી આવા આત્મસાક્ષાત્કારીને ભુમીદાહ દેવામાં આવે છે અને તેની સમાધી બનાવવામાં આવે છે. કેમ કે એને કોઈ પણ જાતની વાસના રહેલી હોતી નથી. આથી આવા આત્મા સ્થુળ શરીરની આસપાસ ઘુમરાતા રહેતા નથી. પણ જેને મોક્ષ નથી મળ્યો તે આત્મા ફરીથી ક્યારે જન્મ ધારણ કરશે તે કહી ન શકાય. વળી એની દેહાસક્તી પણ હોવાની, આથી જો સ્થુળ દેહને બાળવામાં આવે તો આત્માની એની આસપાસ ફરતા રહેવાનો છેદ ઉડી જાય છે. આથી હીન્દુઓમાં અગ્નીદાહની પ્રથા છે. દરેક માટે એ સમય સરખો હોતો નથી. કોઈકને બહુ જ ટુંકા સમયમાં પુનર્જન્મ મળી જાય – ખરેખર તો એ ધારણ કરે. એનો આધાર આત્માની ગુણવત્તા પર રહેલો છે. બહુ જ ઉચ્ચ કોટીના અને તદ્દન નીચ કોટીના આત્માને પોતાને અનુકુળ મા-બાપ જલદી મળી આવતાં નથી, આથી એના પુનર્જન્મને વર્ષોનાં વર્ષો લાગી જાય. જ્યારે સામાન્ય કક્ષાના સરેરાશ આત્માને યોગ્ય મા-બાપ મેળવવામાં મુશ્કેલી નથી હોતી. વળી મૃત્યુ પછી આત્માની સ્મૃતી આગળ જોયું તેમ ૧૨-૧૩ દીવસ સુધી જ રહે છે. પણ કોઈક આત્મા અમુક કારણોસર આ સ્મૃતી અનેક વર્ષો સુધી પણ જાળવી રાખે એવું બની શકે. આથી એવા આત્માને માટે દર વર્ષે શ્રાદ્ધ કરવાની જરૂર રહે. સામાન્ય રીતે વાર્ષીક શ્રાદ્ધ આપણે તે જ વર્ષે મૃત્યુ પામેલ આત્મા માટે કરીએ છીએ પણ તે સમયે આપણા બધા જ પુર્વજો અને અન્ય સગાંસંબંધીઓ, મીત્રો, ગુરુ, નોકરો, પરીચીતો, અપરીચીતો જેમને માટે આવી ક્રીયા ન થઈ શકી હોય તે બધાં ઉપરાંત વૃક્ષોનો પણ સમાવેશ કરવામાં આવે છે. વૃક્ષોમાં પણ આત્મા છે એવી હીન્દુ ધર્મમાં માન્યતા છે. આથી આ બધાંની તૃપ્તી માટે દર વર્ષે શ્રાદ્ધ કરવામાં આવે છે.

જુલાઇ 6, 2012

108 Names of Mahadev-મહાદેવનાં 108 નામો

મહાદેવનાં 108 નામો સહીત મંત્રજાપ કરવો હોય તો મોરબીનાં બહેન જયશ્રી એસ. ચૌહાણના સૌજન્યથી. એ માટે આ લીન્ક પર ક્લીક કરો.

108 Names of Mahadev

છઠ્ઠીની વીધી

સપ્ટેમ્બર 22, 2009

છઠ્ઠીની વીધીઃ બાળકના જન્મ પછી કરવામાં આવતી આ વીધી માટે એક માગણી આવી. આથી આ વીધી બધાંની જાણ માટે અહીં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં મુકું છું. કદાચ કોઈને જરુર પડે તો ઉપયોગ કરી શકાય.

છઠ્ઠીની વીધી

સામગ્રીઃ ૧. સફેદ કાપડનો ટુકડો ૨. પાટલો કે બાજઠ ૩. કોરો સફેદ કાગળ ૪. લખવા માટે પેન ૫. પુજાનાં ફુલ ૬. પુજામાં વપરાતું સફેદ કાચું સુતર ૭. સાત ધાન્યોનું વરડું (ફણગાવેલાં ધાન્યો-કઠોળ, અનાજ) ૮. દીવો ૯. કંકુ

બાળકના જન્મના છઠ્ઠા દીવસે વીધાતા એના ભાગ્યના લેખ લખે છે, તેની આ ધાર્મીક વીધી છે. આ વીધી સાંજે સુર્યાસ્ત પછી કરવામાં આવે છે, દીવસ દરમીયાન નહીં. બધી તૈયારી અને વીધી બાળકની ફોઈ કરે છે. બાળકની મા જો ઘરે હોય તો તેણે દીવો સળગાવવાની વીધી કે સળગેલો દીવો જોવા માટે હાજર રહેવું નહીં. જ્યાં સુધી દીવો સળગતો હોય ત્યાં સુધી માએ એ રુમમાં જવું નહીં. આથી દીવો પેટાવવાની વીધી છેલ્લે કરવી-જો બાળકની મા હાજર હોય તો.

પહેલાં બાજઠ કે પાટલા પર સફેદ કપડું પાથરવું. તેના પર સફેદ કોરો કાગળ, પેન, (પહેલાંના દીવસોમાં શાહીનો ખડીયો અને કલમ મુકવામાં આવતાં કેમ કે લખવાનાં સાધનો તે હતાં.) અને ફણગાવેલાં કઠોળ-અનાજનો વાડકો મુકવાં. કાચા સુતરનો દોરો બાળકના બંને પગ પર ઘુંટી આગળ વીંટીને બાંધવો. બાળકને ચાંલ્લો કરવો. પાણીમાં કંકુ કાલવી બાળકના બંને પગના તળીયે લગાડવું. (થાળીમાં કંકુ કાલવી બાળકને તેના પર ઉભું રાખવાથી એ સહેલાઈથી કરી શકાય.) આ બંને પગની છાપ બાજઠ પર પાથરેલા સફેદ કપડા પર પાડવી.

છેવટે દીવો સળગાવી બાળકના પીતાએ પગે લાગવું. આ વીધી પહેલાં માતાએ એ જગ્યા છોડી જવી, અને દીવો બળતો હોય ત્યાં સુધી ત્યાં આવવું નહીં. એટલે કે સળગતો દીવો એણે જોવો નહીં.

બાળકની ફોઈ બાળક માટે લાવેલ ભેટ-સોગાદ બાજઠ આગળ મુકશે. (સામાન્ય રીતે આ ભેટ બાળક માટેનાં કપડાંની હોય છે.)

બીજા દીવસે ફણગાવેલ કઠોળ-અનાજનો વાડકો ઘરના વાડામાં લઈ જવામાં આવે છે, અને થોડા દીવસો નીયમીત પાણી આપવામાં આવે છે. જેમ એ ફણગા વધતા જાય તેમ બાળકની પણ વૃદ્ધી થતી જાય છે એમ માનવામાં આવે છે.

You need these things: 1. A piece of white cloth 2. Patlo (flat wooden seat) or Baajat 3. blank white paper 4. ballpoint pen or something to write with 5. flowers 6. white cotton (that we use for Puja not for sewing) 7. sprouts of seven kind of pulses or grain 8. lamp (divo) 9. Kanku (red turmeric)

This is a ceremony on the day that God Vidhata (the creator) writes fortune of the baby. ( We believe that is on the 6th day.) This ceremony is done at night; not during day time. All the preparation is done by Foi. If mother of the baby is present there, she should not witness lightening lamp, that is why the lamp is kindled at the end of the ceremony.

First put a piece of white cloth on Baajat. Put a blank white paper, flowers, ballpoint pen (in old days they used to put inkpot and reed), and sprouts (in a small bowl-Vadko). Wrap white cotton around baby’s ankles. Do a Chanllo to baby. Put some kanku mixed in water on bottom of baby’s feet and make impressions of both feet on white cloth on Baajat.

Kindle the lamp and only father of baby will bow down at Baajat. Mother of the baby should leave the room where this is done before lightening the lamp and should not return there when the lamp is still burning. That is she should not see that lamp.

Foi of the baby will place all the presents she bought for baby in front of the Baajat. (Generally these are clothes for baby.)

The bowl of sprouts is taken at back yard and placed there on the following day. It should be watered every day for few days. As the sprouts grow the baby will also grow.

ચૌલકર્મ(વાળ ઊતારવા)

જૂન 15, 2009

ચૌલકર્મ

(વાળ ઊતારવા)

પૂજાની સામાન્ય સામગ્રી ઉપરાંત દર્ભ અને ચોખાનો લોટ જોઈશે. ચોખાનો લોટ બાંધી તેનાથી કાપેલા વાળ લઈ લેવા.

પ્રથમ ગણેશપૂજા, પરમાત્મા પૂજા અને કળશપૂજા કર્યા બાદ વાળ ઉતારવાની વિશેષ પૂજા નીચે મુજબ કરવી.

મસ્તકલેપન : માતા-પિતા  બાળકના વાળને પાણીમાં દૂધ, દહીં અને ઘી સારી રીતે ભેળવી ભીના કરશે.

ॐ सविता प्रसूता दैव्या, आपऽउदन्तु ते तनूम्|

दीर्घायु ष्त्वाय वर्चसे||

ત્રિશિખા બંધન : માથાના વાળને ત્રણ ભાગમાં વહેંચી દર્ભ બાંધેલી નાડાછડીથી બાંધવા. માથાના આગળનો એક ભાગ અને માથાના પાછળના ડાબા અને જમણા એમ બે ભાગ કરવા. આ રીતે ત્રણ ગુચ્છ કરવાં. શરૂઆત પાછળના જમણા ભાગથી કરવી.

જમણો ભાગબ્રહ્મગ્રંથી

ॐ ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद् विसीमतः सुरुचो वेनऽआवः|

सबुध्न्याऽउपमाऽअस्यविष्ठाः  सतश्च  योनिमसतश्च  विवः||

ડાબો ભાગવિષ્ણુગ્રંથી

ॐ ईदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम्|

समूढमस्य पागंसुरे स्वाहा||

આગળનો ભાગ રુદ્રગ્રંથી

ॐ नमस्ते रुद्रमन्यवऽ उतो तऽईषवे नमः|

बाहुभ्यामुत ते नमः||

વાળ કાપવાનાં સાધનોનું પૂજન – પ્રથમ સાધનોને ગરમ પાણીથી સારી રીતે ધોવાં. આ પછી એક થાળીમાં સાધનો મૂકી માતા-પિતાએ ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, ચોખાથી પૂજન કરી નાડાછડી બાંધવી.

ॐ यत् क्षुरेण मज्जयता सुपेशसा वप्ता वा वपति केशान्|

छिन्धि शिरो मास्यायुः प्रमोषीः||

ત્રિશિખાકર્તન : પાછળની જમણી બ્રહ્મગ્રંથી

ॐ येनावपत् सविता क्षुरेण सोमस्य राज्ञो वरुणस्य विद्वान्|

तेन  ब्रह्माणो वपतेदमस्य  गोमानश्ववानयमस्तु  प्रजावान्||

પાછળની ડાબી વિષ્ણુ ગ્રંથી

ॐ येन धाताबृहस्पतेः अग्नेरिन्द्रस्य चायुषेवपत्|

तेन तऽआयुषे वपामि  सुश्लोक्याय स्वस्तये||

આગળની રુદ્રગ્રંથી

ॐ येन भूयश्चरात्र्यां ज्योक् च पश्याति सूर्यम्|

तेन तऽआयुषे वपामि  सुश्लोक्याय  स्वस्तये||

મુંડનકૃત્ય : નીચેનો મંત્ર બોલાયા બાદ વાળંદ વાળ ઉતારશે.

ॐ येन पूषा बृहस्पतेः वायोरिन्द्रस्य चावपत्|

तेन ते वपामि ब्रह्मणा जीवातवे जीवनाय दीर्घायुष्त्वाय वर्चसे||

સ્વસ્તિક લેખન : મુંડન કરેલા માથા પર ચંદન કે કંકુથી 卐 કે ૐ લખવો.

ॐ स्वस्ति न ईन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः|

स्वस्तिनस्तार्क्ष्यो अरिष्टनेमिः   स्वस्ति नो बृहस्पतिर्दधातु||

બ્રાહ્મણે ચોખા અને ફૂલ લેવાં.

आदित्या वसवो रुद्रा   विश्वेदेवा मरुद्गणा,

लोकपालाः प्रयछन्तु  मंगलानि श्रीयं यशः.

गायत्रि सति सावित्री शची लक्ष्मी सरस्वति,

मृडाग्नि मातरा सर्वा   भवन्तु वरदा सदा.

ચોખા, ફૂલ યજમાન પર વધાવવાં

વિસર્જન

યજમાને ચોખા અને ફૂલ લેવાં.

यान्तु देवगणा सर्वे  पूजामादाय मामकीम्,

ईष्टकाम प्रसिद्ध्यर्थं  मया पुनरागमनाय च.

गच्छागच्छ  सुरश्रेष्ठ   स्वस्थाने  परमेश्वर,

यत्र  ब्रह्मादयो देवास्  तत्र गच्छ  हुताशन.

गच्छ त्वं भगवन्नग्ने   स्वस्थाने कुंडमध्यम,

हुतमादाय  देवेभ्यः  शीघ्रं देहि  प्रसीद  मे.

ॐ   अग्निनारायणः   स्वस्थानं  गच्छतु.

ફૂલ ચોખા વધાવી દેવા

વિષ્ણુ સ્મરણ

यस्य स्मृत्या च नामोक्त्या तपोयज्ञक्रियादिषु,

न्यूनं संपूर्णतां यातु सद्यो वंदे तमच्युतम्.

ॐ विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः,

ईति विष्णुस्मरणात्कृतं कर्म परिपूर्णमस्तु.

अस्तु परिपूर्णम्.

સહુને નમસ્કાર કરી ઊઠી જવું.

વાર્ષિક (મહાલય શ્રાદ્ધ)

જૂન 14, 2009

વાર્ષિક (મહાલય) શ્રાદ્ધ

જો માસિક શ્રાદ્ધના દિવસે વાર્ષિક શ્રાદ્ધ હોય તો વાર્ષિક શ્રાદ્ધનું પિંડદાન નીચે મુજબ કરવું. પરંતુ વાર્ષિક શ્રાદ્ધ અલગ હોય તો તર્પણ, વિષ્ણુ પૂજા અને માસિક શ્રાદ્ધ વિભાગની પૂજા પણ પ્રથમ કરવી. પછી વાર્ષિક શ્રાદ્ધનું પિંડ દાન નીચે મુજબ કરવું. બધું મળીને ૧૩.

१. ॐ काश्यप गोत्रे अस्मत् पिता ………….. वसुरूप एतत्ते अन्नं स्वधा,

ईदं काश्यप गोत्राय अस्मत् पित्रे ……. वसुरूपाय अयं पिंडः स्वधा न मम. एतत्ते गोदावर्या दत्तमस्तु गयागदाधरः तृप्यतु.

२. ॐ काश्यप गोत्रे अस्मत् पितामह ..…….. रुद्ररूप एतत्ते अन्नं स्वधा,

ईदं काश्यप गोत्राय अस्मत् पितामहाय ……. रुद्ररूपाय अयं पिंडः स्वधा न मम. एतत्ते गोदावर्या दत्तमस्तु गयागदाधरः तृप्यतु.

३. ॐ काश्यप गोत्रे अस्मत् प्रपितामहाय…..आदित्यरूप एतत्ते अन्नं स्वधा,

ईदं काश्यप गोत्राय अस्मत् प्रपितामहाय ……. वसुरूपाय अयं पिंडः स्वधा न मम. एतत्ते गोदावर्या दत्तमस्तु गयागदाधरः तृप्यतु.

४. ॐ काश्यप गोत्रे अस्मत् माता .……….. वसुरूपा एतत्ते अन्नं स्वधा,

ईदं काश्यप गोत्राय अस्मत् मात्रे ……. वसुरूपायै अयं पिंडः स्वधा न मम. एतत्ते गोदावर्या दत्तमस्तु गयागदाधरः तृप्यतु.

५. ॐ काश्यप गोत्रे अस्मत् पितामही …….. रुद्ररूपा एतत्ते अन्नं स्वधा,

ईदं काश्यप गोत्राय अस्मत् पितामह्यै ……. रुद्ररूपाया अयं पिंडः स्वधा न मम. एतत्ते गोदावर्या दत्तमस्तु गयागदाधरः तृप्यतु.

६. ॐ काश्यप गोत्रे अस्मत् प्रपितामही……आदित्यरूपा एतत्ते अन्नं स्वधा,

ईदं काश्यप गोत्राय अस्मत् पित्रे ……. आदित्यरूपाया अयं पिंडः स्वधा न मम. एतत्ते गोदावर्या दत्तमस्तु गयागदाधरः तृप्यतु.

७. ॐ काश्यप गोत्रे अस्मत् मातामह ..…….. वसुरूप एतत्ते अन्नं स्वधा,

ईदं काश्यप गोत्राय अस्मत् मातामहाय ……. वसुरूपाय अयं पिंडः स्वधा न मम. एतत्ते गोदावर्या दत्तमस्तु गयागदाधरः तृप्यतु.

८. ॐ काश्यप गोत्रे अस्मत् प्रमातामह ….….. रुद्ररूप एतत्ते अन्नं स्वधा,

ईदं काश्यप गोत्राय अस्मत् प्रमातामहाय ……. रुद्ररूपाय अयं पिंडः स्वधा न मम. एतत्ते गोदावर्या दत्तमस्तु गयागदाधरः तृप्यतु.

९. ॐ काश्यप गोत्रे अस्मत् वृद्धप्रमातामह…..आदित्यरूप एतत्ते अन्नं स्वधा,

ईदं काश्यप गोत्राय अस्मत् वृद्धप्रमातामह ……. आदित्यरूपाय अयं पिंडः

स्वधा न मम. एतत्ते गोदावर्या दत्तमस्तु गयागदाधरः तृप्यतु.

१०. ॐ काश्यप गोत्रे अस्मत् मातामही ……..वसुरूपा एतत्ते अन्नं स्वधा,

ईदं काश्यप गोत्राय अस्मत् मातामह्यै ……. वसुरूपाया अयं पिंडः स्वधा न मम. एतत्ते गोदावर्या दत्तमस्तु गयागदाधरः तृप्यतु.

११. ॐ काश्यप गोत्रे अस्मत् प्रमातामही ..….. रुद्ररूप एतत्ते अन्नं स्वधा,

ईदं काश्यप गोत्राय अस्मत् प्रमातामह्यै ……. रुद्ररूपाया अयं पिंडः स्वधा न मम. एतत्ते गोदावर्या दत्तमस्तु गयागदाधरः तृप्यतु.

१२. ॐ काश्यप गोत्रे अस्मत् वृद्धप्रमातामही..आदित्यरूपा एतत्ते अन्नं स्वधा,

ईदं काश्यप गोत्राय अस्मत् वृद्धप्रमातामह्यै ……. आदित्यरूपाया

अयं पिंडः स्वधा न मम. एतत्ते गोदावर्या दत्तमस्तु गयागदाधरः तृप्यतु.

१३. ॐ काश्यप गोत्रे मृतेभ्यः समस्तेभ्यः स्वसंबंधीभ्यः एतत्ते अन्नं स्वधा,

ईदं काश्यप गोत्राय मृतेभ्यः समस्तेभ्यः स्वसंबंधीभ्यः अयं पिन्डः स्वधा न मम. एतत्ते गोदावर्या दत्तमस्तु गयागदाधरः तृप्यतु.

હાથમાં તલ અને દર્ભ રાખી પિંડની થાળીને હાથ અડાડી રાખવો.

आब्रह्मो  ये  पितृवंशजाता  मातृस्तथा  वंशभया मदीयाः,

वंशद्वये अस्मिन मम दासभूता भृत्यास्तथैव आश्रित सेवकाश्च.

मित्राणि  सख्यः पशवश्च  वृक्षा  दृष्टाश्च पृष्टाश्च कृतोपकाराः,

जन्मान्तरे ये  मम  संगताश्च  तेभ्यः स्वधा पिंडमहं ददामि.

पितृवंशे  मृता ये  च  मातृवंशे  तथैव च,

गुरु श्वसुर बंधुनां ये च अन्य बांधवाः स्मृताः.

ये मे कुले लुप्तपिंडाः   पुत्रदारा विवर्जिताः,

क्रियालोप गता ये च जात्यन्धाः पंगवस्तथा.

विरूपा आम गर्भाश्च ज्ञाताज्ञाताः कुले मम,

तेभ्यो पिंडो मया दत्ता   ह्यक्षय्यं उपतिष्ठतु.

असिपत्र  वनेघोरे  कुंभीपाके  च ये गताः,

तेषां  उद्धरणार्थाय  ईदं  पिंडं  ददाम्यहम्.

उच्छिन्न कुल वंशानां येषां दाता कुले नहि,

धर्म  पिंडो  मया  दत्तो  ह्यक्षय्यं उपतिष्ठतु.

પિંડો ઉપર તલ વધાવી દેવા.

પિંડ બનાવતાં લોટ વધ્યો હોય તો પિંડોની બાજુમાં બધો લોટ મૂકી દેવો.

हस्तलेपभाजः पितरः प्रियंताम्.

પૂજન समस्त पितृणां तथा अन्यनां पिन्डेभ्य नमः सर्वोपचारार्थे आसनं पाद्यं चंदनं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् मुखवासं दक्षिणां सम०

પિંડોને નમસ્કાર કરવા.

બ્રાહ્મણે યજમાનને ચાંલ્લો કરવો.

स्वस्ति न ईन्द्रो वृद्धश्रवा   स्वस्ति नः पूषा विश्ववेदाः,

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पति र्दधातु.

બ્રાહ્મણે આશીર્વાદ આપવા ફૂલ અને ચોખા લેવા.

स्वस्तिस्तु पाविनी साक्षात् पूण्यकल्याण वृद्धिदा,

भवन्तु  यजमानस्य   आशीर्वाद   परयणा,

आदित्या  वसवो  रुद्रा  विश्वदेवा मरुद्गणा,

लोकपालाः प्रयच्छन्तु  मंगलानि श्रियं यशः.

વિષ્ણુના ચટને હાથ અડાડવો.

स्वस्थानं गच्छ.

જનોઈ ડાબી બાજુ કરી હાથમાં ફૂલચોખા લેવાં.

आयुः प्रजा धनं विद्या स्वर्ग मोक्ष सुखानि च,

प्रयच्छन्तु यथा राज्यं   पितृणां च पितामहाः.

यस्य स्मृत्या च नामोक्त्या तपः श्राद्धक्रियादिषु,

न्यूनं संपूर्णतां  यातु   सद्यो  वंदे तमच्युतम्.

मंत्रहीनं   क्रियाहीनं    भक्तिहीनं   सुरेश्वर,

तत्सर्व   क्षम्यतां   देव    प्रसीद  परमेश्वर.

ॐ विष्णवे नमः विष्णवे नमः  विष्णवे नमः

ईति  विष्णु स्मरणात्  कृतं कर्म परिपूर्णमस्तु,

अस्तु परिपूर्णम्.

માસિક શ્રાદ્ધ

જૂન 13, 2009

માસિક શ્રાદ્ધ

પ્રથમ નિત્ય તર્પણ અને વિષ્ણુ પૂજન અગાઉ મુજબ કરવું. વખતે યજમાને પૂર્વાભિમુખ બેસવું, પિંડદાન વખતે દક્ષિણાભિમુખ.

વિશ્વેદેવાના બે ચટ પૂર્વાભિમુખ, મહાવિષ્ણુનો ચટ પશ્ચિમાભિમુખ અને પિતૃઓના ત્રણ ચટ ઉત્તરાભિમુખ મૂકવા. માસિક શ્રાદ્ધ વખતે વિશ્વેદેવાના બે ચટની સાથે સામાન્ય વર્ષ હોય ( મરણની તિથિથી ૧૨ મહિના) તો ૧૨ ચટ અને મરણની તિથિથી એક વર્ષમાં અધિક માસ હોય તો ૧૩ ચટ મૂકવા.

પિંડ બનાવવા માટે ચોખાનો લોટ ઘી, દૂધ, સાકર નાખી પાણી વડે બાંધવો.

પછી ચટોની પૂજા નીચે મુજબ કરવી.–જનોઈ જમણી બાજુ રાખવી.

જમણા હાથમાં તલ અને દર્ભ લઈ હાથ ચટની થાળીને અડાડી રાખવો.

गतोऽसि दिव्य लोकं त्वं कृतान्त विहिता प्रिये

मनसा  वायु  भूतेन  चटे त्वांमहं निमंत्रये.

काश्यप गोत्रे ….. प्रेतात्मा मासिक/सांवत्सरिक श्राद्धेपर्यंत उपतिष्ठताम्.

તલ બધા ચટ પર વધાવી દેવા.

હવે દરેક વખતે પાણી ચડાવવું.

काश्यप गोत्रे ….. प्रेतात्मा मासिक/सांवत्सरिक श्राद्धेपर्यंत पाद्यं समर्पयामि.

काश्यप गोत्रे ….. प्रेतात्मा मासिक/सांवत्सरिक श्राद्धेपर्यंत पादावनेजं एष ते अर्घ्यः.

काश्यप गोत्रे …. प्रेतात्मा मासिक/सांवत्सरिक श्राद्धेपर्यंत पादप्रक्षालनं एष ते अर्घ्यः.

काश्यप गोत्रे ….. प्रेतात्मा मासिक/सांवत्सरिक श्राद्धेपर्यंत आचमनीयं समर्पयामि.

હાથમાં ચોખા, તલ અને દર્ભ રાખવાં.

ॐ अपसर्पन्तु ते भूता ये भूता भूमि संस्थिता,

ये भूता विघ्न कर्तारस् ते नश्यन्तु शिवाज्ञया.

अपक्रामन्तु भूतानि  पिशाचा सर्वतो  दिशम्,

सर्वेषाम  विरोधेन       श्राद्धकर्म   करोम्यहम्.

હાથમાંના ચોખાતલ ચારે દિશામાં વેરી દેવા.

બધા ચટને આસન માટે સુતર આપવું.

काश्यप गोत्रे……प्रेतात्मा मासिक/सांवत्सरिक श्राद्धेपर्यंत आसनं समर्पयामि.

आचमनं चंदनं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् मुखवासं दक्षिणां समर्पयामि.

પિંડદાન–દર્ભની સેર ઉત્તરમાં મૂળ રહે તેમ ઉત્તરદક્ષિણ મૂકવી. તેના ઉપર ઉત્તરથી શરૂ કરી પિંડ મૂકવા. બધું મળી ૧૫ કે ૧૬.

१. काश्यप गोत्रे……प्रेतस्य उनमासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

२. काश्यप गोत्रे……प्रेतस्य मासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

३. काश्यप गोत्रे ……प्रेतस्य त्रिपाक्षिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

४.काश्यप गोत्रे …प्रेतस्य तृतीय मासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

५.काश्यप गोत्रे……प्रेतस्य चतुर्थ मासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

६.काश्यप गोत्रे……प्रेतस्य पंचम् मासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

७काश्यप गोत्रे……प्रेतस्य उन षाण्मासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

८.काश्यप गोत्रे……प्रेतस्य षाण्मासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

९.काश्यप गोत्रे……प्रेतस्य सप्तम् मासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

१०.काश्यप गोत्रे…प्रेतस्य अष्ठम् मासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

११.काश्यप गोत्रे……प्रेतस्य नवम् मासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

१२.काश्यप गोत्रे……प्रेतस्य दशम् मासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

१३.काश्यप गोत्रे…प्रेतस्य एकादशं मासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

१४.काश्यप गोत्रे……प्रेतस्य द्वादशं मासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

१५.काश्यप गोत्रे..प्रेतस्य उनाब्दिक मासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

१६.काश्यप गोत्रे…प्रेतस्य अधिकं मासिक निमित्तं एषः पिंडः मददत्तः तवोपतिष्ठताम्.

હાથ ધોઈ પિંડને પાણી ચડાવવું.

उनमासिकादि उनाब्दि(अधिकं) मासिक पर्यंत लभ्यः पिन्डे जलं आसनं चंदनं तिलं अक्षतान् पुष्पं तुलसीदलं धुपं दीपं नैवेद्यं मुखवासं दक्षिणां

काश्यप गोत्राय …….. प्रेताय तदं तव उपतिष्ठताम्.

હાથમાં પાણી અને દર્ભ લેવાં.

काश्यप गोत्रे ……. प्रेते उनमासिकादि उनाब्दिक (अधिकं) मासिक श्राद्धेयत्

ततन्नपानादिकं तदं तवोपतिष्ठताम्.

પિંડ ઉપર પાણી ચડાવી દેવું.

એક તાંબાના વાસણમાં દૂધ, પાણી અને સર્વૌષધિ (તલ, જવ, ચંદન) લઈ નીચેના મંત્રો બોલી ચડાવવું.

ચંદનયુક્ત ફૂલ હાથમાં લેવું.

अनादि  निधिनो  देव  शंखचक्रगदाधरः,

अक्षय्य पुंडरीकाक्ष प्रेत मम मोक्षपदो भव.

अतसी पुष्पसंकाश   पीतवास समच्युतम्,

येन नश्यंति गोविंद न तेषां विद्यते भय.

कृष्ण कृष्ण कृपालो त्वमगतीनां गतिर्भवो,

संसारार्णवमग्रानां    प्रसीद   पुरुषोत्तम.

नारायण  सूरश्रेष्ठ   लक्ष्मीकांत  वरप्रद,

अनेन तर्पणे नाथ   प्रेत मोक्षपदो भव.

हिरण्यगर्भ पुरुष व्यक्त अव्यक्त स्वरूपपणे,

अस्यातस्यमो प्रेक्षौर्थ  सुप्रीतो भव सर्वदा.

पंचदश(षोडश) मासिक श्राद्धे कृतैः काश्यप गोत्रस्य ……. प्रेतस्य प्रेतत्व

निवृत्तिः असद्गति विनाशः सद्गति प्राप्तिः.

પૂચ્છપાણી

જૂન 12, 2009

પૂચ્છપાણી

સામગ્રી- ગાય, નાળિયેર, પૈસા, લાલ કાપડ, તલ, જવ, તુલસીપત્ર, ચંદન, કંકુ, અબીલ, ગુલાલ, ચોખા, દીવો, અગરબત્તી, તુલસીના છોડનું કુંડું, તાંબાનું વાસણ કે સ્ટીલની ડોલ, દાભડાની ઝૂડી, ફૂલનો હાર-૧.

વિધિ- પ્રથમ ગાયના કપાળ પર કંકુનો ચાંલ્લો કરી ચોખા વધાવવા. ગળામાં ફૂલનો હાર પહેરાવવો. લાલ કાપડમાં નાળિયેર અને ૧૧ ડોલર મૂકી ગળામાં બાંધવું. પછી ગાયના ચાર પગની પૂજા  – દૂધ-પાણીથી પગ ધોવા.

धेनुके सर्वभूतानां  तारके विश्ववंदिते,

पवित्रे निर्मले देवि पाद्यं प्रतिगृह्यताम्.

ॐ  गौरीयै  नमः पाद्यं समर्पयामि.

કંકુનો ચાંલ્લો કરી ચોખા વધાવવા. મૃતકના ઘરની મુખ્ય વ્યક્તિએ ગાયની ચાર પ્રદક્ષિણા કરવી.

गावो ममाग्रतः सन्तु गावो रक्षतु मे पूण्यम्,

सुरभि हर मे पापं   यम्मया दुष्कृतं  कृतम्.

यानिकानि च पापानि जन्मान्तर कृतानि च,

तानि  सर्वाणि  नश्यन्तु  प्रदक्षिणा पदे पदे.

પછી હાથ જોડી પ્રાર્થના કરવી.

ॐ काश्यप गोत्रोत्पन्न ……… प्रेताय सर्व पापक्षयकामः पूयशोणितयुत वैतरणी संज्ञक नद्युत्तारण पूर्वकं सुखेन वैकुंठभुवन प्राप्तिकामो वा ईमां वैतरणी

संज्ञिकां गां यमद्वारे पथि घोरे घोरा वैतरणी नदी.

धेनुके त्वं प्रतीक्षस्व यमद्वारे महापथे,

उत्तितीर्युं रहं देवी वैतरण्ये नमोस्तुते.

પાસે રાખેલા તુલસીના કુંડામાં દીવોઅરબત્તી કરી પુચ્છપાણીની વિધિ શરૂ કરવી. માટે એક તાંબાના વાસણ કે સ્ટીલની ડોલમાં દૂધપાણી, તલ, જવ, કંકુ, અબીલગુલાલ, ચોખા, ફૂલ, તુલસીપત્ર વગેરે નાખીને ગાયના પૂંછડા નજીક રાખવું. પુચ્છપાણી આપનારે ડાબા હાથમાં ફૂલ અને છૂટા પૈસા લઈ ગાયનું પૂછડું ડાબા હાથમાં લેવું. ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરી ચાર વખત જમણા હાથે દર્ભની ઝૂડીથી સ્ટીલની ડોલમાંથી પાણી લઈ પૂછડે ચડાવવું. તેમ ભગવાનનું સ્મરણ કરી ગતાત્માનો બ્રહ્મપ્રાપ્તિનો માર્ગ નિષ્કંટક બનો એવી પ્રાર્થના કરી ગાયનું પૂંછડું આંખે અડાડવું. પગે લાગવું. આમ નાનાથી મોટાં દરેક જણ વિધિ કરી શકે.

જે દાન કરવાં હોય તેગોદાન, પંથિકદાન, લાડુ સહિત કુંભદાન, લોઢાનું, કપાસનું, સાત ધાન્યોનું, તેર જોડ પગરખાંનું, વસ્ત્રદાન વગેરે જે કરવું હોય તે.

દાન આપતી વખતે જનોઈ જમણી બાજુ કરવી, અને નીચેનો મંત્ર બોલવો.

ॐ काश्यप गोत्रस्य ………दासस्य(देव्याः) सर्व पापक्षयार्थं पूयशोणितयुत्

वैतरणी संज्ञक नद्यौ तारण पूर्वक सुखेन वैकुंठ भुवन प्राप्त्यर्थम्.

જનોઈ ડાબી બાજુ કરવી, અને હાથ જોડી રાખવા.

भूतद्रव्यं सर्वजनकल्याणार्थे संप्रददेऽम् तेने पापहा श्री भगवान विष्णुः प्रियंताम्.

એકાદશા શ્રાદ્ધ

જૂન 9, 2009

એકાદશા શ્રાદ્ધ

(જળાશય આગળ-શક્ય હોય તો)

સફેદ કપડું- ચોખા  લાલ કપડું-ઘઉં  લાલ કપડું-ચોખા

યજમાને પૂર્વાભિમુખ બેસવું.  ત્રણ સ્થાપન- વચ્ચે લાલ, તેમાં ઘઉં પુરવા. ચાર દિશાએ ચાર ખાનાં અને વચ્ચે એક. તેમાં પાંચ પાત્રો. પાંચ દેવોની મૂર્તિઓ (વિષ્ણુની સોનાની, બ્રહ્માની રૂપાની, રુદ્રની તાંબાની, યમની લોઢાની અને સત્પુરુષની સીસાની) પંચપાત્ર પર તરભાણી ઢાંકી તેમાં દરેકમાં એક એક મૂકવી. આ પંચદેવ.

વચલા સ્થાપનની ઉત્તરમાં સફેદ સ્થાપન. એમાં ચોખા. એમાં નવ ખાનાં- આઠ દિશા અને વચ્ચે એમ બનાવવાં. વચ્ચેના મોટા ખાના પર એક કળશ ઢાંકણ સહીત મૂકવો.

વચલા સ્થાપનની દક્ષિણમાં લાલ સ્થાપન. એમાં ઉત્તર દક્ષિણ ચોખાની એક હારમાં સાત ઢગલી કરવી. ઈશાન(North-East) ખૂણામાં ચોખાની એક મોટી ઢગલી કરી બીજો કળશ મૂકવો. તેના ઢાંકણ પર તાંબાની રુદ્રની મૂર્તિ મૂકવી. એક થાળીમાં સામે પાટલા પર વિષ્ણુનો ચટ. જમણા હાથ તરફ મોટી થાળીમાં ૧૧ ચટ ઉત્તર તરફ મુખ રહે તેમ મૂકવા માટે તૈયાર રાખવા.

બંને કળશમાં દૂર્વા મૂકવી.

दूर्वे  ह्यमृत  संपन्ने  शतमूले  शतांकुरे,

शतं पातक संहर्ति कलशे त्वां क्षिपाम्यहम्.

પંચપલ્લવ-

अश्वस्थो दुम्बर प्लक्ष आम्रन्य ग्रोध पल्लवा,

पंचभृगा ईमे प्रोक्ताः  कलशे निक्षिपाम्यहम्.

પુષ્પ-

विविधं पुष्पं जातं  देवानां प्रीति वर्धनम्,

क्षिप्तं यत्कार्य संभूतं  कलशे निक्षिपाम्यहम्.

પંચધાન્ય-

धान्यौषधि मनुष्याणां जीवनं परमं स्मृतम्,

क्षिप्तं यत्कार्य संभूतं  कलशे निक्षिपाम्यहम्.

બંને કળશમાં ચોખા, તલ, ચંદન વગેરે નાખવું.

ઢાંકણ પર સત્યેશની સોનાની મૂર્તિ મૂકવી.

પ્રથમ પંચગવ્ય (ગાયનાં દૂધ, દહીં, ઘી, છાણ, મૂત્ર- ભેગાં)ની એક અંજલી આપવી.

હવે ઉપર જણાવેલ નવ ખાનાવાળા સફેદ સ્થાપનમાં ઈશાન ખૂણાથી શરૂ કરી ઘડિયાળની દિશા મુજબ પૂર્વ, અગ્નિ, દક્ષિણ– એ ક્રમે સોપારી મૂકતા જવું અને ચોખા વધાવતા જવું.

ॐ रुकिमण्यै नमः रुकिमणीं आहवायामि स्थापयामि. —પહેલી સોપારી ઈશાન ખૂણામાં. (North-east)

सत्यभामै ….. सत्यभामां० – પૂર્વ   जांबुवत्यै …… जांबुवतीं ०– અગ્નિ

नाग्निक्यै……नाग्निकीं०—દક્ષિણ        कालिंद्यै…….कालिंदीं– નૈઋત્ય

मित्रविंदायै…मित्रविंदां०—પશ્ચિમ      लक्ष्मणायै…….लक्षमणां०– વાયવ્ય

चारुहासिन्यै….चारुहासिनीं०—ઉત્તર

વચ્ચેના કળશની પૂજા. હાથમાં ચોખા લેવા.

ॐ सत्येशाय नमः सत्येशं आह्वायामि स्थापयामि……….વચ્ચે કળશ પર ચોખા વધાવવા.

ॐ सत्येशाय अष्टशक्ति सहित नमः सर्वोपचारार्थे चंदनं

पुष्पं  धूपं दीपं नैवेद्यं  कुंकमं  अक्षतान्  समर्पयामि.

હાથમાં શ્રીફળ અને પૈસો રાખવાં.

पराकृतं   मयाघोरं  ज्ञातमज्ञातकिल्विषम्,

जन्मर्तोध दिन यावत्तस्मात्पापात्पुनातु माम्.

ब्रह्महा  मधपस्तेयी  तथैव  गुरु  तल्पत्रः,

महापातकि  नरत्वे  तत्संगी  च  पंचमम्.

अति  पातक  मन्यस्य  तन्ननयूमुपपातकम्,

गोवधो व्रात्यतास्तेयं  ऋणानां चापरिक्रिया.

अनाग्रि परिता पापण्य  विक्रयः परिवेदनम्,

ईंधनार्थे  द्रुमच्छेदस्  त्रिहिंसौ  विजीवनम्.

मातापित्रोर  शुश्रुषा  तद्वाक्याकरणं  तथा,

गुर्वादि श्रेष्ठ विप्राणां यत्किंचिद् दुष्कृतं कृतम्.

अनृतालापान किंचित्   स्वकर्माकरणं तथा,

अहविस्करस्परित्यागो  नित्य नैमित्तिकच्युति.

अनाश्रमस्तत्वज्ञान      देवशुश्रुषाणादिकम्,

ईन्द्रियाभिरतिः स्त्रीषु नानाजातिषु या भवेत्.

ब्रह्म क्षत्रिय विटशुद्र   विधवादासी संगमः,

अभक्षणभक्षणापेय  पान  भक्षस्य निंदनम्.

कुग्रामवासः  पारुष्यं  दुर्गमो  दुर्भेगाधमः,

ग्राम कुष्टान्न दुष्टान्न फलशाकादि भक्षणम्.

नास्तिक्यं वा स्वधर्मेषु  परधर्मेषु या रतिः,

अपूज्य पूजनं पूज्य   पूजनस्य व्यतिक्रमः.

ततो ज्ञानकृतं वाधि कायिकं वाचिकं तथा,

मानसं त्रिविधं पूर्व   प्रायश्चितैः नाशितम्.

एतेषां पापनाशार्थं   षडब्दाधु पदिश्यताम्,

तथा च गुरुलघु पापा विशोधनार्थ प्रायश्चितं अहं याचे.

પછી બ્રાહ્મણयाच्यताम्બોલે એટલે નાળિયેરદક્ષિણા વિષ્ણુને અર્પણ કરવાં.

સ્નાનના પ્રતિક તરીકે શરીર પર પાણી છાંટવું.

ફરીથી નાળિયેર હાથમાં લઈ તેના પર ચંદનપુષ્પ મૂકવાં.

सत्येशाय नमस्तुभ्यं  पापाहा परमेश्वर,

मया दत्तार्घ्यदानेन प्रेत मुक्तिप्रदो भव.

નાળિયેર સત્યેશને અર્પણ કરવું. (સફેદ સ્થાપનમાં વચ્ચે) અને પગે લાગવું.

વચલા સ્થાપનમાં પંચદેવની પૂજા.

જનોઈ સવ્યં(ડાબે) . દરેક વખતે ચોખા વધાવવા.

ॐ ब्रह्मणे नमः ब्रह्माणं आह्वायामि स्थापयामि, विष्णवे…….विष्णुं०

रुद्राय……..रुदं०  यमाय……..यमं० सत्पुरुषाय….सत्पुरुषं०

પૂજા

ॐ ब्रह्मादि प्रेतपर्यंतेभ्य नमः सर्वोपचारार्थे चंदनं पुष्पं धुपं दीपं नैवेद्यं फलं दक्षिणां समर्पयामि.

વૃષોત્સર્ગ વિધિ–જમણા હાથ તરફ લાલ કાપડ પર ઉત્તરદક્ષિણ ચોખાની સાત ઢગલી અને ઈશાન ખૂણામાં કળશ પર રુદ્રની મૂર્તિદરેક ઢગલી પર સોપારી મૂકતા જઈ ચોખા વધાવવા.

१. ॐ काल्य नमः कालीं आह्वायामि स्थापयामि.

२. कराल्यै….करालीं० ३. विकटाय…. विकटां० ४. भीषणायै….भीषणां०

५. महोत्कटायै….. महोत्कटां० ६. संहारिण्यै….संहारिणीं० ७. दुरावर्षाय…

दुरावर्षां०

ઈશાન ખૂણે–  ॐ रुद्राय नमः, रुद्रं आह्वायामि स्थापयामि.

પૂજન— ॐ रुद्र सहित सप्तप्रेत मातृकेभ्यो नमः सर्वोपचारार्थे चंदनं पुष्पं

धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् समर्पयामि.

અગ્નિ કપુરના ટૂકડા પર ઘી મૂકી સળગાવીને હવન કુંડમાં મૂકવો.

सप्त हस्तश्चतुः शृंगः सप्त जिह्वो द्विशिर्षकः,

त्रिपाद प्रसन्न वदनः सुखासीनः शचिस्मितः.

ચંદન, પુષ્પ અને ચોખા લેવા.

ॐ प्रायश्चिते विटनामाग्नये सर्वोपचारार्थे चंदनं पुष्पं अक्षतान् समर्पयामि.

જમણા હાથ તરફ હવન કુંડની બાજુમાં દર્ભના ટુકડા પર બ્રહ્માનો એક ચટ મૂકવો.

ॐ विष्णवे नमः  એ મંત્રથી ઘી, તલ, જવની ૧૦૮ આહુતિ આપવી.

નીચેના દરેક મંત્ર વખતે પણ ઘી, તલ. જવની આહુતિ આપવી.

ॐ अग्नये नमः ईदमग्नये न मम. वायवे-ईदं० सूर्याय-ईदं० अग्निवरुणाभ्यां-ईदं०(२) अयशे-ईदं० वरुणायसवित्रेविष्णवेविश्वेभ्योदेवेभ्योमरुद्भ्योस्वर्केभ्यश्च-ईदं० प्रजापतये-ईदं०

અગ્નિ પૂજા–

ॐ मृटनाम्ने अग्नये नमः सर्वोपचारार्थे चंदनं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं

अक्षतान् समर्पयामि.

હવે નાળિયેરને ચંદન, પુષ્પ, ચોખા વગેરેથી શણગારીને ડીંટું પૂર્વ દિશામાં રાખી या श्रीः स्वयम्   બોલી હોમી દેવું.

જમણા હાથ તરફ મોટી થાળીમાં ૧૧ ચટ ઉત્તરથી શરૂ કરી ચટનું મોં પૂર્વ દિશામાં રાખી મૂકતા જવું. દરેક વખતે જવ લઈ ચટોને વારા ફરતી ચડાવવા.

१. ॐ विष्णुश्राद्धेक्षण उपतिष्ठताम् २. शिवश्राद्धेक्षण० ३. यम० ४. सोम०. ५. हव्यवाहन० ६. कव्यवाहन० ७. मृत्यु० ८. रुद्र० ९. पुरुष १०. प्रेत० ११. विष्णु०

પૂજન– ॐ विष्णवादि विष्णुपर्यंत तेभ्यो नमः सर्वोपचारार्थे चंदनं पुष्पं धुपं

दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् समर्पयामि.

ડાબા હાથમાં થોડા ચોખા લેવા. જમણા હાથથી બબ્બે દાણા પૂર્વથી શરૂ કરી નાખવા.

ॐ पूर्वे नारायणः पातु वारिजाक्षस्तु दक्षिणे,

प्रद्युम्न  पश्चिमे  पातु   वासुदेवोस्तथोत्तरे.

उर्ध्वे गोवर्धनो रक्षेत्  अधस्ताच्च त्रिविक्रमः.

બંને હાથ જમીન પર ચત્તા રાખવા.

श्राद्धभूमिं गयां ध्यात्वा   देवं गदाधरं तथा,

ताभ्यां चैव नमस्कारं ततः श्राद्ध समाचरेत्.

सप्तव्याधा दशारण्ये  मृगाः कालिंजिरेगिरी,

चक्रवाका  सरद्वीपे  हंसा  सरसि  मानसे.

तेऽपि जात कुरुक्षेत्रे   ब्राह्मणा वेदपारगाः,

प्रस्थिता दीर्घमध्वानं   पयं तेभ्यो वसादथ.

પિંડદાન વખતે યજમાને દક્ષિણાભિમુખ બેસવું.

ઈશાન ખૂણામાં દર્ભના ટૂકડા પર એક વાડકી મૂકી પાણી, દર્ભનો ટૂકડો, ચંદન, જવ, તલ નાખી દર્ભની સેર હલાવવી. તે પાણી “ॐ अपवित्रः पवित्रो૦”  એ મંત્ર બોલી પૂજાની સામગ્રી તથા શરીરે છાંટવું. પછી લોટમાંથી પિંડ બનાવતા જઈ પૂર્વથી પશ્ચિમ મૂકતા જવું.

१. ॐ विष्णवे नमः एष ते पिंडः २. शिवाय० ३. यमाय० ४. सोमराजाय० ५. हव्यवाहनाय ६. कव्यवाहनाय०  ७. मृत्यवे०  ८. रुद्राय० ९. पुरुषाय०

१०. प्रेताय० ११. विष्णवे०

પૂજન–ॐ विष्णवादि विष्णुपर्यंत तेभ्यो नमः सर्वोपचारार्थे जलं वस्त्रं

यज्ञोपवीतं चंदनं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् मुखवासं दक्षिणां

समर्पयामि. -ફરીથી છેલ્લે પાણી ચડાવવું.

જે કંઈ દાન કરવું હોય તે અને ફરીથી સ્નાન કરવું. ( શરીર પર પાણીના છાંટા નાખવા.)

ॐ अपवित्रઃ पवित्रो………

દશાહ શ્રાદ્ધ

જૂન 8, 2009

દશાહ શ્રાદ્ધ

જનોઈ સવ્યમ્-(ડાબી બાજુ) – યજમાને પોતાના શરીર પર પાણી છાંટવું.

ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा,

यः  स्मरेत्पुंडरीकाक्षं  स  बाह्याभ्यंतर  शुचिः.

ડાબા હાથમાં તલ અને દર્ભ રાખવાં. જમણા હાથે પૂર્વ દિશાથી શરૂ કરી ફરતે ઘડિયાળની દિશાએ પાણી છાંટવું.

હવે ઈશાન(North-East) ખૂણામાં દર્ભના એક ટૂકડા પર વાડકી મૂકી તેમાં પાણી ભરી ચંદન, ચોખા અને ફૂલ નાખવાં.

ॐ अपवित्रः० એ મંત્ર બોલી દર્ભની સેર વાડકીમાં ફેરવવી. જનોઈ અપસવ્ય (જમણે) કરવી. ॐ पुंडरीकाक्षाय नमः.

વાડકીમાંનું પાણી પિતૃઓને નૈવેદ્ય ધરાવવાની રસોઈ પર છાંટવું. ( વાડકી બાજુ પર રાખી મૂકવી.)

–દર્ભની એક સેર ઉત્તરદક્ષિણ મૂકવી. તેના પર ૧૦ પિંડ નીચેના મંત્રો બોલી વારા ફરતી ઉત્તરથી શરૂ કરી મૂકતા જવું.

१. ॐ काश्यप गोत्रे ……प्रेताय प्रथमे अहनि शिरो निष्पत्यर्थं एष ते पिंड उपतिष्ठताम्.

२. ॐ काश्यप गोत्रे ……प्रेताय द्वितीये अहनि कर्णाक्षिमुखनासिका

निष्पत्यर्थं एष ते पिंड उपतिष्ठताम्.

३. ॐ काश्यप गोत्रे ……प्रेताय तृतीये अहनि ग्रीवोभुजवक्षा निष्पत्यर्थं

एष ते पिंड उपतिष्ठताम्.

४. ॐ काश्यप गोत्रे ……प्रेताय चतुर्थे अहनि उदरनाभिलिंगगुदकटिपृष्टि

निष्पत्यर्थं एष ते पिंड उपतिष्ठताम्.

५. ॐ काश्यप गोत्रे ……प्रेताय पंचमे अहनि उरुजानुजंघापादावयव

निष्पत्यर्थं एष ते पिंड उपतिष्ठताम्.

६. ॐ काश्यप गोत्रे ……प्रेताय षष्ठे अहनि दंतरोमानखत्व निष्पत्यर्थं

एष ते पिंड उपतिष्ठताम्.

७. ॐ काश्यप गोत्रे ……प्रेताय सप्तमे अहनि रुधिरमांसास्थिमज्जाशिरविढव

निष्पत्यर्थं एष ते पिंड उपतिष्ठताम्.

८. ॐ काश्यप गोत्रे ……प्रेताय अष्टमे अहनि सर्वमंगपादांगुलिबलवीर्य

निष्पत्यर्थं एष ते पिंड उपतिष्ठताम्.

९. ॐ काश्यप गोत्रे ……प्रेताय नवमे अहनि सर्वांगसंपूर्णावयव निष्पत्यर्थं

एष ते पिंड उपतिष्ठताम्.

१०. ॐ काश्यप गोत्रे ……प्रेताय दशमे अहनि क्षुप्तिपासावयव निष्पत्यर्थं

एष ते पिंड उपतिष्ठताम्.

બધા પિંડો પર પાણી ચડાવવું.

ॐ काश्यप गोत्रे ……प्रेताय पिंडोपरि प्रत्यवने जलमद्वतं तव उपतिष्ठताम्.

હાથ ધોવા. બધા પિંડ પર આવી જાય એટલું સુતર લેવું.

ॐ काश्यप गोत्रे ……प्रेताय पिंडोपरि सूत्रं मदत्तं तव उपतिष्ठताम्.

બધા પિંડને ચંદનનો ચાંલ્લો કરવો.

ॐ काश्यप गोत्रे ……प्रेताय पिंडोपरि चंदनं तव उपतिष्ठताम्.

પુષ્પં– ॐ काश्यप गोत्रे ……प्रेताय पिंडोपरि पुष्पं तव उपतिष्ठताम्.

ધૂપં– ॐ काश्यप गोत्रे ……प्रेताय पिंडोपरि धूपं तव उपतिष्ठताम्.

દીપં– ॐ काश्यप गोत्रे ……प्रेताय पिंडोपरि दीपं तव उपतिष्ठताम्.

દ્રાક્ષાદિ નૈવેદ્યં– ॐ काश्यप गोत्रे ……प्रेताय पिंडोपरि द्राक्षादि नैवेद्यं तव उपतिष्ठताम्.

પુંગીફલતાંબુલદક્ષિણાદિ– ॐ काश्यप गोत्रे ……प्रेताय पिंडोपरि पुंगीफलतांबुलदक्षिणादिनी तव उपतिष्ठताम्.

એક તાંબાના પાત્રમાં પાણી અને દૂધ મળી એકાદ લીટર ભરવું. તેમાં તલ, જવ, ચંદન (સર્વૌષધિ) નાખવાં. પછી નીચેનો મંત્ર બોલી પહેલા પિંડ પર એક, બીજા પર ત્રણ, ત્રીજા પર પાંચ ()સાત ()નવ ()અગિયાર ()તેર ()પંદર ()સત્તર અને દસમા પર ઓગણીસ અંજલિઓ આપવી.

ॐ काश्यप गोत्रे ……प्रेत दाहजनित तृषा उपशमनार्थे पिंडोस्योपरि एवं दुग्धतिलतोयमंजलिं मद्दत्तस्तव उपतिष्ठताम्. વધેલું પાણી પિંડો ઉપર નીચેના પાંચ શ્લોકો બોલતાં બોલતાં ધારા કરી ચડાવી દેવું.

अनादि  निधिनो  देव  शंखचक्रगदाधरः,

अक्षय्य पुंडरीकाक्ष प्रेत मम मोक्षपदो भव.

अतसी पुष्पसंकाश   पीतवास समच्युतम्,

येन नश्यंति गोविंद न तेषां विद्यते भय.

कृष्ण कृष्ण कृपालो त्वमगतीनां गतिर्भवो,

संसारार्णवमग्रानां    प्रसीद   पुरुषोत्तम.

नारायण  सूरश्रेष्ठ   लक्ष्मीकांत  वरप्रद,

अनेन तर्पणे नाथ   प्रेत मोक्षपदो भव.

हिरण्यगर्भ पुरुष व्यक्त अव्यक्त स्वरूपपणे,

अस्यातस्यमो प्रेक्षौर्थ  सुप्रीतो भव सर्वदा.

ચમચીમાં પાણી લેવું.

सुरभे त्वं जन्मातर्देवि विष्णुपदे सुस्थिताम्,

ग्रासं  गृहाण  मद्दत्तं  गोमातस्त्रातुमर्सि.

પાણી ચડાવી દેવું. ફરીથી પાણી લેવું.

ॐ काश्यप गोत्रे …….. प्रेताय दास्यमानो तव उपतिष्ठताम्.

પાણી ચડાવી દઈ ફરીથી પાણી લેવું.

ॐ काश्यप गोत्रे …….. प्रेताय क्षुत्पिपासा निवृत्त्यर्थे तव उपतिष्ठताम्.

પાણી ચડાવી દઈ ફરીથી પાણી લેવું.

ॐ काश्यप गोत्रे …….. प्रेताय स्वर्गमार्गे सुखार्थ तव उपतिष्ठताम्.

પાણી ચડાવી દઈ ફરીથી પાણી લેવું.

ॐ काश्यप गोत्रे …….. प्रेताय मोक्षमदानार्थ तव उपतिष्ठताम्.

પાણી ચડાવી દેવું. જનોઈ ડાબી બાજુ કરી ચમચીમાં પાણી લેવું.

दशाह श्राद्धं यत्न्यून अतिरिक्तं तत्सर्व भवतां ब्राह्मणात् वचनात् श्री विष्णोः प्रसादात् विधिवत् भवतु….. પાણી નીચે મૂકી દેવું. જનોઈ ફરીથી જમણી બાજુ કરી દેવી.