Archive for the ‘સત્ય ઘટના’ Category

એ….એ…ડોહા, મરવા નીકળ્યો છે?

ઓક્ટોબર 18, 2017

એ….એ…ડોહા, મરવા નીકળ્યો છે?
શ્રી. ઉત્તમભાઈ ગજ્જરના ઈમેલ પરથી બ્લોગ પર તા. ૧૮-૧૦-૨૦૧૭
(અરવીંદના વૉટસેપ પરથી જડેલું; જરા ઠીકઠાક કરીને આના ઉપર કોઈ વિચાર કરશે???
મીત્રો,
મને સ્વપ્ને પણ ખ્યાલ નહીં કે આ વાત તમને આટલી ગમશે..ઘણા જ પ્રતીભાવો સાપડ્યા છે.. સૌનો આભાર..
મારી ટેવ છે કે લેખકનું નામ અને સોર્સ ન મળે ત્યાં સુધી હું મેલ મોકલું નહીં.. મારી શક્તી અને આવડત મુજબ મેં બધી તપાસ કરી; પણ શોધ સફળ ન થઈ..વૉટ્સેપ પર રખડતી રખડતી કંઈ કટલીય સારી સામગ્રી લેખકનાં નામઠામ વીનાની જ ભટકતી હોય છે. તેમાંની આ એક છે.. જેને જ્યાં મુકવી કે વાપરવી હોય તે આ લખાણ વાપરી શકે છે.. કોઈનો કંઈ કૉપીરાઈટ આમાં નથી..તમારા સૌના સદ્ભાવ બદલ ઋણી છું….ઉ.મ.. -ઉત્તમભાઈ ગજ્જર)
અમારી બાજુનો ફ્લેટ એક NRIએ વર્ષોથી લીધો છે…
છ મહિનાથી ઘર ખોલી કાકા–કાકી રહેતાં હતાં.તેમનાં બાળકો USA સેટ થઈ ગયાં હોવાથી, હવેનાં બાકીનાં વર્ષો ઈન્ડિયામાં કાઢવાં તેવું નક્કી કરી તેઓ અહીં રહેવા આવેલાં.
મેં પણ તેઓ એકલાં હોવાથી કહ્યું હતું, ‘તમને કોઈ કામકાજ હોય તો કહેજો. ચિંતા કરતાં નહીં.’
કાકા–કાકી આનંદી સ્વભાવનાં હતાં. કોઈકોઈ વખત રાત્રે બેસવા આવે અને પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વિશે વાતો કરે.
છ મહિના પુરા થયા હશે. એક દિવસ કાકા–કાકી અમારે ત્યાં રાત્રે બેસવા આવ્યાં. છ મહિના પહેલાંની વાતો અને આજની તેમની વાતોમાં તફાવત દેખાતો હતો.
‘બેટા, હવે અમે ગમે ત્યારે પાછાં USA દીકરા પાસે જવાની તૈયારી કરીએ છીએ.’
મેં કહ્યું, ‘કેમ કાકા ? અમારી સાથે ના ફાવ્યું? તમે તો કહેતા હતા કે, હવે અમેરિકા ફરીથી નથી જવું. અહીંના લોકો માયાળુ છે. સગાં–સંબંધી બધાં અહીંયાં છે. દીકરી પણ ગામમાં છે. મારા જેવો પાડોશી છે. તો કઈ વાતે તમને તકલીફ પડી?’
‘બેટા, આ વીતેલા છ મહિનામાં મને બધો અનુભવ થઈ ગયો. મને એમ હતું કે, અહીં આવી એકબીજાંને મળતાં રહીશું, સુખ–દુઃખની વાતો કરીશું. કોઈને મળવા જઈએ તો પહેલી વખત સારો આવકાર મળે. બીજી વખત જઈએ એટલે ઠંડો આવકાર. TV ચાલુ રાખી, વચ્ચેવચ્ચે થોડી વાત કરી લે. આપણે મનમાં જ બેઈજ્જતી અનુભવીએ, કે આપણે અહીં ક્યાં આવી ફસાયાં?
ગામમાં દીકરી છે. તો અવારનવાર આવશે, મળશે, તેવા ખ્યાલો હતા. પણ દીકરી મોબાઈલ કરી ખબરઅંતર પૂછી લે છે. ફોન ઉપર બધાં લાગણી બતાવે, ડાહીડાહી વાતો કરે. બેટા, રૂબરૂ જઈએ ત્યારે વર્તન બદલાઈ ગયું હોય છે. બધાં પોતપોતાની જીન્દગીમાં મશગુલ છે. હવે લાગી રહ્યું છે કે નકામા લાગણીશીલ થઈને દુઃખી થવા અહીં આવ્યાં. તેના કરતાં તો જેવા છે તેવા દેખાતા ત્યાંના ધોળીઆ સારા. બાહ્ય આડંબર તો જરા પણ નથી.’
‘અરે, શું વાત કરું બેટા, થોડા દિવસ પહેલાં….હું અહીં, ગ્રીન સિગ્નલ થયા પછી ઝીબ્રારોડ ક્રોસ કરતો હતો. તો પણ એક ગાડી સડસડાટ આવી ને મને ઉડાવતાં રહી ગઈ. પાછો બારીમાંથી યુવાન લાગતો છોકરો બોલ્યો :
‘એ..એ..ડોહા, જોતો નથી? મરવા નીકળ્યો છે?’
‘હું તો બે મિનિટ સ્તબ્ધ થઈ ગયો! આ મારી કલ્પનાનો ભારત દેશ! જ્યાં યુવા પેઢીને બોલવાનું પણ ભાન નથી! નાનામોટાનું જ્ઞાન નથી! ટ્રાફિકસેન્સનું તો નામ જ નહીં! હું કેવી કેવી કલ્પના કરી અહીં આવ્યો હતો!’
‘વિદેશમાં તો ઘરડાં કે બાળકને જોઈ, ગમે તેટલી સ્પીડથી વાહન આવતું હોય તો બ્રેક મારી, વાહન થોભાવી, તમને માન સાથે પહેલાં જવા દે. અને અહીં ? મારા વાંક–ગુના વગર ગાળો સાંભળવાની?’
‘આવું વિચારતો વિચારતો હું જતો હતો ત્યાં પથ્થર જોડે મારો પગ ભટકાયો. મારાં ચશ્માં પડી ગયાં. હું ગોતતો હતો. ત્યાં એક મીઠો અવાજ આવ્યો. ‘‘અંકલ, મે આઈ હેલ્પ યુ?’’
‘બેટા, સોગંદથી કહું છું, મને બે મિનિટ તો રણમાં કોઈ ગુલાબ ખીલ્યું હોય, તેવો ભાસ થયો… અહીં છ મહિનાથી આવ્યો છું. May I help you? જેવું વાક્ય મેં નથી સાંભળ્યું’
‘મેં આવો મધુર ટહુકો કરનાર સામે જોયું. તે એક 10થી 12 વર્ષનો છોકરો હતો. તેણે કહ્યું, ‘અંકલ આ તમારા ચશ્મા.’ મેં માથે હાથ ફેરવી thank you કીધું….
‘બેટા, ક્યાં રહે છે?’ મેં સહજ રીતે પૂછ્યું.
‘અહીં હું મારા દાદાને ત્યાં ક્રિસમસ વેકેશનમાં આવ્યો છું.’
‘એટલે કે ઈન્ડિયામાં નથી રહેતો?’
‘ના અંકલ.’ અમે વાતો કરતા હતા ત્યાં તેના પાપા–મમ્મી આવ્યાં.
‘હાથ જોડી બોલ્યાં ‘નમસ્તે અંકલ.’
એકબીજાંએ વાતો કરી. છેલ્લે ઘર સુધી પણ મૂકી ગયાં.
‘હું વિચારતો હતો, આપણે નાહકના પશ્ચિમની સંસ્કૃતિને વખોડીએ છીએ. ખરેખરના સંસ્કાર, ડિસિપ્લિન, વિનયશીલ ભાષા – તો તે ધોળીયાઓની સારી છે. આપણે આંધળું અનુકરણ કરવા નીકળ્યા છીએ.’
‘ખરેખર જે શીખવાનું છે, તે શીખતાં નથી. ધોબીના કૂતરા જેવી દશા થઈ છે આપણી.’
‘ટૂંકી ચડ્ડી કે ટીશર્ટ પહેર્યે આધુનિક નથી થવાતું. આજના યુવાનોને કેમ સમજાવવું, કે વાણી–વર્તન એ તો દેશની પ્રગતિનો પાયો છે. જ્યાં વાણી–વર્તનનાં ઠેકાણાં નથી; ત્યાં દેશનો ગમે તેટલો ભૌતીક અને સાધન–સામગ્રીનો વિકાસ થાય, તે નિરર્થક જ લાગે. હજુ પણ એ શબ્દો મને યાદ આવે છે, તો હસવું પણ આવે છે અને દુઃખ પણ થાય છે…’
‘‘એ….એ…ડોહા, મરવા નીકળ્યો છે? જોતો નથી ?’’

હમ હોંગે કામિયાબ

જુલાઇ 8, 2016

હમ હોંગે કામીયાબ

બ્લોગ પર તા. 8-7-2016

(બી.જે. મિસ્ત્રીના ઈમેલમાંથી સહુની જાણ માટે)

(એક જ ઈ-ઉની જોડણી સીવાય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.)

વીશેષ – સપના દેસાઈ

મન હોય તો માળવે જવાય એ કહેવત 38 વર્ષના યુવાન, મહેનતુ અને કર્તવ્યનીષ્ઠ સરકારી અધીકારી રામદાસ કોકરેને બરાબર લાગુ પડે છે. કોઈ પણ કામને પુરું કરવાનો એક વખત નીશ્ચય કરી લીધો તો પછી એને દુનીયાની કોઈ તાકાત અટકાવી શકતી નથી. બસ તમારે ફક્ત તમારા ઉદ્દેશ્યને પુરું કરવા પર અટલ  રહેવું જોઈએ. જો એટલું કરી શકો તો આપોઆપ તમારે રસ્તે આડાં આવનારાં તમામ વીઘ્નો દુર થઈ જાય છે. એવોજ કંઈક રામદાસ કોકરેની લાઈફનો ફંદો છે.

રામદાસ કોકરે મહારાષ્ટ્રના કોંકણ જીલ્લાના પર્યટનસ્થળ તરીકે લોકોમાં જાણીતા બનેલા વેંગુર્લા શહેરના નગરપરીષદના ચીફ એક્ઝીકયુટીવ ઑફીસર છે. તેમનાં પ્લાસ્ટીક નીર્મુલન અભીયાન, કચરા નાબુદી અભીયાન અને તમામ ડમ્પીંગ ગ્રાઉન્ડને દુર કરવાના અભીયાનને કારણે તેઓ ફકત કોંકણમાં જ નહીં પણ મહારાષ્ટ્રના તમામ જીલ્લાઓમાં જાણીતા બની ગયા છે. રાજ્યની તમામ મોટા જીલ્લાઓની મહાપાલીકાઓ તેમને કમીશ્નર બનાવવા તત્પર છે અને હાલમાં જ તેમની આ કામગીરીને કારણે થાણે મહાનગરપાલીકા અને કલ્યાણ-ડોંબીવલી મહાનગરપાલીકાના નગરસેવકોએ રામદાસ કોકરેની ટ્રાન્સફર તેમને ત્યાં કરાવવાની માગણી કરી હતી. સરકારી અધીકારીથી લોકો દુર ભાગતા હોય છે, પણ આ અધીકારી એવો છે જેને પોતાને ત્યાં બોલાવવા લોકો ઉત્સુક છે.

કોઈ પણ જાતની પબ્લીસીટી સ્ટંટ કરવાને બદલે ચુપચાપ દીવસરાત પોતાના કામમાં વ્યસ્ત રહેનારા આ યુવાન અધીકારીની કામગીરીની નોંધ હાલમાં ખુદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લીધી છે. તેમની કચરાના નીકાલ માટે અપનાવેલી વેંગુર્લા પેટર્નને રાજયભરમાં અમલમાં લાવવા બાબતે પણ સરકાર વીચારાધીન હોવાનું હાલમાં જ રાજયના ચીફ જનરલ સેક્રેટરી સ્વાધીન ક્ષત્રીયએ કહ્યું હતું. મહારાષ્ટ્રના તમામ જીલ્લાઓમાં જો તેમની કચરાના નીકાલ માટેની વેંગુર્લા પેટર્ન સફળ થાય તો ભવીષ્યમાં દેશનાં અન્ય રાજયોમાં પણ તે ઉપયોગી સાબીત થઈ શકે.

રામદાસ કોકરેએ જે પધ્ધતીએ વેંગુર્લા શહેરને શુન્ય કચરામુકત અને ડમ્પીંગગ્રાઉન્ડમુકત કરીને કચરામાંથી નગરપરીષદને આવક ઉભી કરી આપી છે, તેની નોંધ લઈને મુખ્ય પ્રધાને હાલમાં જ તેમનું સન્માન પણ કર્યું હતું. તો હાલમાં જ તેમને વસુંધરા પુરસ્કારથી પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. સંત ગાડગે બાબા સ્વચ્છતા અભીયાન અતંર્ગત તેમના કાર્યની નોંધ લઈ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

મુળ સોલાપુરના કર્નાલા તાલુકાના રીતેવાડી ગામના ખેડુત પરીવારમાં જન્મેલા રામદાસનો પરીવાર ખેતીવાડી સાથે સંકળાયેલો હોવાને કારણે નાનપણથી તેમને ગ્રીનરી અને પર્યાવરણ માટે ખાસ લાગણી રહી છે. નાનપણમાં ભણવામાં હોશીયાર પણ ખોબલા જેવા ગામડામાં રહેલી પ્રાથમીક શાળાની ઈમારત ખખડી ગયેલી હોવાને કારણે સ્કુલમાં એડમીશન લીધા બાદ પણ ભણવા માટે સ્કુલમાં જગ્યા નહીં હોવાને કારણે પહેલા ધોરણને બદલે તેમને સીધા બીજા ધોરણમાં બેસાડી દેવામાં આવ્યા હતા. ચોથા ધોરણ સુધીનું પ્રાથમીક શીક્ષણ આ સ્કુલમાં જ લીધા બાદ બાજુના ગામમાં રહેલી શાળામાં દસમા ધોરણ સુધીનો અભ્યાસ પુરો કર્યો હતો, અને મુળ તો ખેડુત પરીવારના હોવાને કારણે દસમાની બોર્ડની પરીક્ષા પાસ કરીને પુણેની એગ્રીકલ્ચર કોલેજમાં એડમીશન લીધું હતું. કોલેજના અભ્યાસ દરમીયાન જ સરકારી નોકરીમાં જોડાઈને પોતાના ગામના અન્ય યુવાનોની માફક દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના હતી. ગ્રેજ્યુએશન કરીને એગ્રીકલ્ચરમાં એમ.એસ.સી. કર્યા બાદ તેમણે સરકારી નોકરી માટે પરીક્ષા આપી હતી અને પહેલી નોકરી તેમણે પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે કરી હતી.

પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે કામગીરી તો કરી પણ કામનો ખરો આનંદ તેમને આવતો નહોતો. પહેલેથી જ પર્યાવરણ માટે ખાસ લાગણી ધરાવતા રામદાસનું મન કંઈક અલગ કરવા તત્પર રહેતું હતું. પોલીસ ખાતાની નોકરીમાં મન નહોતું લાગતું. એ દરમીયાન તેમણે અન્ય સીવીલ પરીક્ષા આપવાની ચાલુ જ રાખી હતી. અને એમાં પાસ થતાં તેમને કોંકણ જીલ્લાના દાપોલી ગામના નગરપાલીકાના ચીફ ઍક્ઝીક્યુટીવની પોસ્ટ મળી હતી. આ પોસ્ટ એટલે ભાવતું હતું અને વૈદ્યે કીધું જેવું તેમને માટે થઈ ગયું હતું. વર્ષોથી પર્યાવરણના જતન માટે શું કરી શકાય તેની યોજનાઓ બનાવી રહ્યા હતા તેને દાપોલીમાં અમલમાં લાવવા માટેના તેમના પ્રયાસ શરુ થઈ ગયા હતા. પ્લાસ્ટીકમુક્ત, કચરામુક્ત તેમની યોજનાઓ પર તેમણે કામ શરુ કરી દીધું હતું, પણ પોતાની યોજના પુર્ણ રીતે અમલમાં લાવે એ પહેલાં જ તેમની ટ્રાન્સફર વેંગુર્લા નગરપરીષદના ચીફ ઍક્ઝીક્યુટીવ ઓફીસર તરીકે થઈ ગઈ હતી.

મહારાષ્ટ્રમાં જ નહીં પણ દેશભરમાં પર્યાવરણ માટે લોકોને જાગૃત કરવાનો નેક ઈરાદો રાખનારા રામદાસ કોકરે જે કામ દાપોલીમાં કરી શકયા નહીં તે તેમણે વેંગુર્લામાં કરી બતાવવાની ચેલેન્જ સ્વીકારી લીધી હતી, જેમાં અડચણો તો ઘણી આવી પણ પોતાની ઈચ્છાશક્તી અને સ્થાનીક નાગરીકોના સહકારથી વર્ષનું માત્ર ને માત્ર 16 કરોડ રુપીયાનું આર્થીક બજેટ ધરાવતા વેંગુર્લા શહેરને માત્ર ચાર મહીનાની અંદર પુરેપુરું કચરામુક્ત, પ્લાસ્ટીકમુક્ત અને ડમ્પીંગગ્રાઉન્ડમુક્ત કરીને મહારાષ્ટ્રની અન્ય મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓને એક આદર્શ ઉદારણ પુરું પાડયું છે.

શું છે વેંગુર્લા પેટર્ન ?

દેશના એક રાજયના આર્થીક બજેટ કરતાં પણ મોટું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલીકા માટે પણ પ્લાસ્ટીકના કચરાનો નીકાલ કરવો માથાનો દુખાવો બની ગયો છે ત્યારે રામદાસ કોકરેએ વેંગુર્લા શહેરને કચરામુક્ત કરીને એ કચરામાંથી જ વીજનું અને કોલાસાનું ઉત્પાદન કરીને નગરપાલીકાને આવક તો ઉભી કરી આપી પણ સાથે જ કચરામાં રહેલાં પ્લાસ્ટીકનો ઉપયોગ વેંગુર્લાના રસ્તા બનાવવા માટે કર્યો છે.

વેંગુર્લા પેટર્ન કઈ રીતે કામ કરે છે?

પહેલાં તો કચરાના વર્ગીકરણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. નગરસેવકોને અને જનતાને વીશ્વાસમાં લીધાં. લોકો સાથે મીટીંગ કરીને જનજાગૃતી અભીયાન ચલાવ્યું. રોજ જમા થતા કચરાનું વર્ગીકરણ કેટલું મહત્ત્વનું છે તે લોકોના ગળે વાત ઉતારી. તે મુજબ સુકો અને ભીનો કચરો અલગ, પ્લાસ્ટીકનો અલગ અને કાચ તથા અન્ય ધાતુ એમ ચાર પ્રકારે વર્ગીકરણ કરવાનું હાઉસીંગ સોસાયટીઓને માટે ફરજીયાત બનાવ્યું. આ કાર્યપધ્ધતી અમલમાં લાવવા ‘ગુડ મોર્નીંગ ટીમ’ની સ્થાપના કરી અને એના દ્વારા લોકોમાં જનજાગૃતી લાવવામાં આવી. પ્રત્યેક વોર્ડમાં નગરસેવક અને એક અધીકારી તથા અન્ય કર્મચારીઓ મળી પંદર જણની ટીમ બનાવી અને તેમના પર વેંગુર્લાના નગરઅધ્યક્ષ અને ખુદ રામદાસ કોકરે ધ્યાન આપતા હતા. કચરાનું વર્ગીકરણ કર્યું ન હોય તેમનો કચરો લેવો નહંીં અને તેમને દંડ ફટકારવો એવો સખત કાયદો બનાવ્યો. નવી સોસાયટી બનાવતા સમયે કચરાના વર્ગીકરણની શરત ફરજીયાત રાખવામાં આવી અને બેદરકારી જણાઈ આવે તો સબંધીત બીલ્ડર, સોસાયટીઓને ઓક્યુપેશન સર્ટીફીકેટ આપવામાં આવતું નથી.

લગભગ એક વર્ષથી ચાલતી આ કામગીરી દરમીયાન રામદાસ કોકર અને તેમના અધીકારીઓએ આખા વર્ષ દરમીયાન એક દીવસની પણ રજા લીધી નહોતી. વર્ષના 365 દીવસ સવારના 7 થી સાંજના 8 વાગ્યા સુધી આ જ કામમાં રચ્યા પચ્યા રહેતા હતા.

કચરામાંથી આવક ઉભી કરી

આખા વેંગુર્લામાં કચરાનું ચાર પ્રકારે વર્ગીકરણ કરીને તેને ડમ્પીંગ ગ્રાઉન્ડમાં લાવવામાં આવે છે ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેનું વર્ગીકરણ કરીને રાખવામાં આવે છે. જેમાં ધાતુ, કાચની બાટલીઓ, પ્લાસ્ટીકની વસ્તુઓને ભંગારમાં વેચી દેવાતાં પૈસાની આવક થાય છે. પ્લાસ્ટીકની થેલીઓ, પ્લાસ્ટીકના કાગળ વગેરેને ક્રશર મશીનમાં નાખીને ક્રશ કરીને 20 રુપીયે કીલો વેચવામાં આવે છે અને તેનો જ ઉપયોગ રસ્તો બનાવવામાં માટે કરવામાં આવે છે. રસ્તો બનાવવા માટે ડામરમાં આઠ ટકા પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાને કારણેે રસ્તાની લાઈફ પાંચ ટકા વધી ગઈ હોવાનું કહેવાય છે. સુકા કચરામાંથી કોલસો બનાવવા માટે ખાસ મશીન લેવામાં આવ્યું છે, અને તેમાંથી કોલસો બને છે, જેની અનેક કંપનીઓ અને કારખાનાઓ ખરીદી કરે છે. એટલું જ નહીં પણ કચરામાંથી બાયોગેસ પ્રોજેકટ પણ ચલાવવામાં આવે છે. ભીના કચરામાંથી મીથેન વાયુ ભેગો કરીને જનરેટરના માધ્યમથી વેંગુર્લા નગરપરીષદની ઓફીસ માટે વીજનું ઉત્પાદન કરવામાં આવે છે અને વેંગુર્લાની સ્ટ્રીટ લાઈટ પણ આ વીજળીના ઉપયોગથી જ ચાલે છે. સરકારી અધીકારીનું નામ પડતાં લોકોના નાકનું ટેરવું ચડી જતું હોય છે, પણ રામદાસ કોકરે એમાં અપવાદ છે. આ એવો અધીકારી છે જેનાં ઉજળાં કામ  જીવનમાં ઉજાસ લાવી દે છે અને સરકારની પ્રતીમા ઉજળી બનાવે છે.

સત્યઘટના- રૂપિયાનીકદર

જુલાઇ 2, 2016

સત્યઘટના- રૂપિયાનીકદર

આ સત્ય ઘટના મને ખુબ જ ગમી ગઈ, આથી મારા બ્લોગ પર આ બાબત મળેલી ઈમેલ જોતાં મુકું છું. એ પૈકી બે ઈમેલ નીચે પ્રસ્તુત છે. એક તો એના મુળ લેખક ભાઈ શ્રી કૃષ્ણકાંત ઉનડકટની છે.

અમે સુરતીઓ આ આખા પરીવારને ઓળખીએ છીએ.. લેખકે એક શબ્દયે ઉમેર્યો નથી..

સો ટકા સાચી બીના જ લખી છે.. અંદર આવતાં નામો પણ યથાતથ છે.. 

કશું જ કાલ્પનીક નથી.. એની ખાતરી…

..ઉ.મ.. (ઉત્તમભાઈ અને મધુકાન્તા ગજ્જર)

.સુરત.

 

2016-06-29 13:34 GMT+05:30 krishnkant unadkat <kkantu@gmail.com>:

પ્રિય મિત્રો,

આ સત્ય ઘટના મારી લખેલી છે, સુરતના હીરાના વેપારી ગોવિંદભાઇ ધોળકીયા અને તેમના પરીવારની આ સાવ સાચી સ્ટોરી છે, જે દિવ્ય ભાસ્કરના ઉત્સવ મેગેઝિનમાં પ્રસિધ્ધ થઇ હતી. સ્ટોરી સાથે લેખકનું નામ હોવું જોઇએ એટલી અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. માત્ર મારી જ નહીં, કોઇપણ લેખકની કૃતિમાં જે તે લેખકનું નામ લખીને ફોરવર્ડ કરો એવી વિનંતી છે.

દરેક લેખકની ઇચ્છા અંતે તો એવી જ હોય છે કે એનો લેખ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને ખૂબ વંચાય. 

તમામ મિત્રોને સુંદર જિંદગીની શુભકામનાઓ.

કૃષ્ણકાંત ઉનડકટ,

મેગેઝિન એડિટર,

દિવ્ય ભાસ્કર, અમદાવાદ.

 

‘આ છોકરો કાં તો ચોર છે કાં તો ઘરેથી ભાગીને આવ્યો છે.’ હૈદરાબાદની મેઈન બજારમાં બૂટ-ચંપલનો આલિશાન શૉ-રૂમ ચલાવતા અબ્દુલચાચા સામે ઊભેલા છોકરાનું   બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. વિચારે ચડેલા અબ્દુલચાચા કંઈ કહે એ પહેલાં છોકરાએ પાછો એ જ સવાલ કર્યો : ‘ચાચા, કંઈ નોકરી છે ? તમે કહો એ કામ કરવા તૈયાર છું.’

‘તારું નામ શું? રહે છે ક્યાં ?’ અબ્દુલચાચાએ એકસાથે બે સવાલ કર્યા.

‘મારું નામ શ્રેયાંશ. ગુજરાતી સમાજ નજીક આવેલા એક મકાનમાં રહું છું.’

અબ્દુલચાચા કંઈ વધુ પૂછે એ પહેલાં જ શ્રેયાંશે પોતાના વિશે કહેવાનું ચાલુ રાખ્યું : ‘હું ગુજરાતી છું. સુરતથી પંદર કિલોમીટર દૂર આવેલા વડોદ ગામે રહું છું. મારા પિતા ખેતી કરે છે. બારમા ધોરણની પરીક્ષા આપી છે. ઘરના લોકોની ઈચ્છા મને ભણાવવાની છે. મારે ભણવું નથી. નોકરી કરવી છે. તમે કહેશો એ કામ પૂરા દિલથી કરીશ.’

શ્રેયાંશની વાત અબ્દુલચાચાને ગળે ઊતરી નહીં. આ છોકરો નક્કી કંઈક છુપાવે છે. અબ્દુલચાચાએ શ્રેયાંશને ઉપરથી છેક નીચે સુધી જોઈને માપવાનો પ્રયાસ કર્યો. શ્રેયાંશે પહેરેલાં કપડાં તો સામાન્ય હતાં પણ શ્રેયાંશના બૂટે ચાચાની શંકા વધુ મજબૂત કરી. ચાલીસ વર્ષથી બૂટ ચંપલ વેચતા અબ્દુલચાચા કોઈપણ બૂટ-ચંપલ જોઈને માત્ર તેની કિંમત જ નહીં પણ તેના પહેરવાવાળાની સાયકોલોજી પણ જાણી જતા. શ્રેયાંશે પહેરેલા બૂટ રિબોક કંપનીના હતા. એ બૂટની કિંમત ચારેક હજારની તો હશે જ. આ બૂટ
પાછા ઈન્ડિયામાં તો મળતા જ નથી ! આ છોકરા પાસે આવા બૂટ ક્યાંથી આવ્યા હશે ? ક્યાંયથી ચોરી કરી હશે ?  અબ્દુલચાચાના મનમાં આવા સવાલો ઊઠ્યા. ચાચાએ વિચાર્યું કે, ‘ગમે ત્યાંથી છોકરો આવ્યો હોય ! મારે શું ? મને એટલી સમજણ પડે છે કે આવા છોકરાને કામે ન રખાય. કંઈક લફરું નીકળે તો આપણે વેપારી માણસ કારણ વગરના  ફસાઈ જઈએ.’ ચાચા શ્રેયાંશને ના પાડે એટલામાં ચાવાળો ચા લઈને આવ્યો. પોતાના કપમાંથી અડધી ચા શ્રેયાંશને આપી. શ્રેયાંશને કહ્યું કે, ‘બેટા, મારી પાસે તારા માટે કોઈ નોકરી નથી. લે ચા પી લે. અને હા, આ આજનું છાપું રાખ, તેમાં વોન્ટેડની ટચૂકડી જાહેરખબરો છપાઈ છે. જોઈ જજે. કદાચ તેમાંથી તને ક્યાંક કામ મળી જાય.’

સવારથી ચા પીધી ન હતી. ચાચા સાથે ચા પીને શ્રેયાંશ દુકાનની બહાર નીકળી ગયો.

શ્રેયાંશને સમજાયું નહીં કે તેના બૂટ જ તેની અમીરી અને રઈશીની ચાડી ખાઈ ગયા હતા.

‘હાલ એય, ઊભો થા…’ હોટલની ડોરમેટરી રૂમમાં સૂતેલા શ્રેયાંશને હચમચાવીને કોઈએ ઉઠાડ્યો. શ્રેયાંશ આંખ ચોળીને ઊભો થયો. પલંગની ફરતે આઠ-દસ લોકો ઊભા હતા. બધાયના ચહેરા ઉપર ગુસ્સો હતો.

‘શું થયું ?’ શ્રેયાંશે આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘સાવ ભોળો બનવાની કોશિશ ન કર. બોલ મોબાઈલ ક્યાં સંતાડ્યો છે ?’ એક વ્યક્તિએ સવાલ કર્યો.

‘મોબાઈલ? કયો મોબાઈલ ? કોનો મોબાઈલ ?’ શ્રેયાંશને કંઈ સમજાતું ન હતું.

મવાલી જેવા એક યુવાને નજીક આવી શ્રેયાંશનો કાંઠલો પકડ્યો. તેણે કહ્યું :‘ડોરમેટરીની આ રૂમમાં દસ વ્યક્તિ રહે છે. સવારે ઊઠીને તૈયાર થઈ બધા પોતપોતાનાં કામે ચાલ્યા જાય છે. આજે સૌથી છેલ્લે મહેશ આ રૂમમાંથી ગયો હતો. મહેશ ગયો ત્યારે તેનો મોબાઈલ પલંગ પર ભૂલી ગયો હતો. મહેશ ગયો પછી તારા સિવાય બીજું કોઈ રૂમમાં હતું નહીં. મોબાઈલ પણ તેં જ લીધો છે. તારી ધોલાઈ થાય એ પહેલાં કહી દે કે મોબાઈલ ક્યાં છે?’

‘મને મોબાઈલ વિશે કંઈ ખબર નથી.’ શ્રેયાંશે કહ્યું.

શ્રેયાંશની વાતથી કોઈને સંતોષ ન થયો. બીજા એક યુવાને કહ્યું કે, ‘એનો સામાન ચેક કરો.’ એ સાથે જ બાજુમાં ઊભેલા બીજા યુવાને શ્રેયાંશની બેગ લઈને તપાસી. બેગમાં ત્રણેક જોડી કપડાં સિવાય કંઈ ન હતું.‘બેગમાં તો કંઈ નથી.’ તપાસ કરનારે ચુકાદો આપ્યો.

‘એમ! તો હવે તેનાં ખીસ્સાં તપાસો. એ મોબાઈલ અઢી હજારનો હતો. એણે વેચી માર્યો લાગે છે. જોઈએ તેનાં ખીસ્સામાં કેટલા રૂપિયા છે ?’

બે યુવાનોએ શ્રેયાંશને ઊભો કરી તેના પેન્ટના ખીસ્સામાંથી પાકીટ કાઢવાનો પ્રયત્ન કર્યો. શ્રેયાંશે છટકવાની કોશિશ કરી. બધા લોકોએ શ્રેયાંશને પકડ્યો. આખી હોટલમાં દેકારો થઈ ગયો. હો…હા.. સાંભળી હોટલનો મેનેજર દોડી આવ્યો.

‘શું થયું ?’ શ્રેયાંશને છોડાવી વાત જાણવાનો પ્રયાસ કર્યો. એક મોબાઈલ ગુમ થયો છે તેવી ખબર પડી. શ્રેયાંશ પર મોબાઈલચોરીનો આરોપ હતો. હોટલના મેનેજરે પોતાના ખીસ્સામાંથી મોબાઈલ કાઢ્યો.

‘આ રહ્યો એ મોબાઈલ રૂમ સાફ કરવાવાળા છોકરાને પલંગ ઉપરથી મળ્યો હતો. એણે આવીને મને સોંપ્યો. મને કહ્યું કે ચેક કરીને જેનો મોબાઈલ હોય એને આપી દેજો. હું કંઈ કરું એ પહેલાં જ તમે આ નિર્દોષ છોકરાને ચોર સમજી લીધો ! ચાલો, હવે વાત પૂરી કરો.’ શ્રેયાંશનો છૂટકારો થયો. જો કે, માથાકૂટ ચાલતી હતી ત્યારે એક માણસે બોલેલા શબ્દો તેનાકાનમાં ગૂંજતા હતા : ‘પતા નહીં કૌન ચોર કી ઔલાદ હૈ !’ શ્રેયાંશની આંખ ભીની થઈ ગઈ. મારા પિતા વિશે આવા શબ્દો ! અરે ! મારો બાપ તો અબજોપતિ છે. લાખો કરોડોનાં  દાન કરે છે. હું અઢી હજારના મોબાઈલની ચોરી કરું ? મારી પાસે જે મોબાઈલ હતો એ પચ્ચીસ હજારનો હતો. મારી સામે આંખ ઊંચી કરીને જોવાની કોઈની હિંમત થતી ન હતી અને આ લોકો મને ચોર ગણીને મારવા ઊભા થયા હતા. તેમને ખબર નથી કે હું કોનો દીકરો છું ! શ્રેયાંશને ઘડીક તો થયું કે, આ બધાને કહી દઉં કે તમને ખબર નથી કે તમે કોની સાથે વાત કરો છો !… જો કે, શ્રેયાંશ કંઈ કહી શકે તેમ ન હતો. ઘરેથી નીકળ્યો  ત્યારે પિતાને વચન આપ્યું હતું કે સાચી વાત કોઈને નહીં કહું. ઓળખ છુપાવવાનું વચન આજે શ્રેયાંશને બહુ આકરું લાગતું હતું. જિંદગીમાં કોઈ દિવસ કલ્પના પણ
નહોતી કરી કે આવો દિવસ આવશે, જ્યારે મને લોકો ચોર સમજશે ! શ્રેયાંશની સામે તેણ જીવેલી જાહોજલાલી તરી આવી. એ દિવસો અને આજના દિવસમાં કેટલો બધો તફાવત છે !

‘  વેઈટરની નોકરી છે, કરીશ ?’

‘અરે સાહેબ, તમે કહેશો એ બધું જ કરીશ. મારે બસ કામ જોઈએ છે !’

હોટલના માલિકે કરેલી ઑફર શ્રેયાંશે તરત જ સ્વીકારી લીધી. શ્રેયાંશને ક્યાં ખબર હતી કે આજે તેની આકરી કસોટી થવાની છે. હોટલનો માલિક તેને મેનેજર પાસે મૂકી ગયો. આ છોકરો આજથી તારી નીચે કામ કરશે. માલિકની વાત સાંભળી મેનેજરે શ્રેયાંશને કહ્યું, ‘આજે તારો પહેલો દિવસ છે. તારે ટેબલ સાફ કરવાનાં. લોકો જમીને જાય એટલે તારે ડિશ ઉપાડી લેવાની.’

શ્રેયાંશે કહ્યું કે ‘ભલે.’

સાંજ પડતાં જ હોટલમાં ગ્રાહકો આવવા લાગ્યા. એક ટેબલ ખાલી થયું. શ્રેયાંશ ડિશ ઉપાડવા ગયો. ડિશ જોઈને શ્રેયાંશના હાથ ધ્રૂજવા લાગ્યા. ડિશમાં તો મરઘીનાં હાડકાં અને માછલીનાં હાડપિંજર હતાં. ડિશને અડતાં જ  શ્રેયાંશની આંખ બંધ થઈ ગઈ. પોતાના ઈષ્ટદેવની મૂર્તિ નજર સમક્ષ તરવરી ગઈ.શ્રેયાંશે મનોમન ભગવાનને કહ્યું : ‘અરે ભગવાન ! આ તું કેવી કસોટી કરે છે ?
મારે નિર્દોષ જીવનાં હાડકાં ઉપાડવાનાં ? હે ભગવાન, મને માફ કરજે.’ આંખમાં ઊભરેલું  આંસુ ગાલને ભીનું કરી જમીન પર ખરી પડ્યું. જાણે લોહીનું ટીપું ગાલને ચીરી નીચેદડી પડ્યું હોય એવી વેદના શ્રેયાંશને થઈ. ચુસ્ત શાકાહારી અને દરરોજ ભગવાનની
પૂજા કરીને જ ઘરની બહાર નીકળતા શ્રેયાંશને એવો આભાસ થયો જાણે નિર્દોષ મરઘી અનેમાછલી તેના હાથમાં તરફડે છે.‘કોને પૂછીને તું ઘરમાં ઘૂસ્યો ?’ ડોરબેલ સાંભળીનેધસી આવેલો છોકરો તાડુક્યો, ‘વોચમેન ! ક્યાં મરી ગયો ?’ શ્રેયાંશે કહ્યું : ‘સર
મારી વાત તો સાંભળો. હું તો એનસાયક્લોપીડિયા અને સાયન્સ ફેક્ટ્સની બુક વેચવાઆવ્યો છું. માર્કેટમાં આ બે બુકની કિંમત પાંચસો રૂપિયા છે. કંપનીના પ્રમોશ માટે અમે તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં આપીશું. બહુ ઉપયોગી બુક છે. જરા નજર તો
નાંખો !’ છોકરાના મગજનો પારો સાતમા આસમાને ચડી ગયો. તેણે પાછી બૂમ મારી, ‘  વોચમેન !…’ બાથરૂમ ગયેલો વોચમેન નાનાસાહેબની રાડ સાંભળી દોડતો આવ્યો. ‘ક્યાં રખડે છે ? ગમે તેવા લોકો ઘરમાં ઘૂસી જાય છે. તમને રાખ્યા છે શા માટે ? ચાલ આને  બહાર કાઢ. આવી ચડે છે બુક વેચવા ! ચોર-લૂંટારા આવી રીતે જ ઘર જોઈ જાય છે !’  નાનાસાહેબનો ચહેરો જોઈ ગભરાઈ ગયેલા વોચમેને શ્રેયાંશને હાથ પકડી બંગલાની બહાર  કાઢ્યો. ધડામ દઈને બંગલાનો ગેઈટ બંધ કરી દીધો. બુક ન વેચાઈ તેનું દુ:ખ ન હતું પણ એ છોકરાનું વર્તન શ્રેયાંશને ડિસ્ટર્બ કરી ગયું. શ્રેયાંશે દૂર ઊભા રહીને બંગલાનું નિરીક્ષણ કર્યું. બંગલાના પોર્ચમાં મર્સિડિઝ પાર્ક થયેલી હતી. કાર પાછળ ‘મર્સિડિઝ સી-કલાસ’ વાંચીને શ્રેયાંશને હસવું આવી ગયું. શ્રેયાંશથી મનોમન
બોલાઈ ગયું, તારી પાસે મર્સિડિઝ સી-કલાસ છે પણ મારી પાસે તો મર્સિડિઝ ઈ-કલાસ  છે. પોતાના બંગલામાં પાર્ક થતી મર્સિડિઝ અને બીજી વિદેશી કાર શ્રેયાંશની નજર સામે તરવરી ઊઠી. આજે એ વૈભવી કારનો કાફલો ન હતો, પગે ચાલીને ઘર ઘર રખડી બુક્સ વેચવાની હતી. શ્રેયાંશના મનમાં વિચારો ચાલતા હતા. જિંદગી પણ કેવા કેવા રંગ  બતાવે છે ! ‘અંકલ, બે દિવસથી શ્રેયાંશનો ફોન નથી આવ્યો.’ સેક્રેટરીના શબ્દો સાંભળી ગોવિંદભાઈનું હૃદય ધબકારો ચૂકી ગયું! ‘શું વાત કરે છે ? શ્રેયાંશને તો કહ્યું હતું કે ગમે તેવી હાલત હોય, રોજ રાતે ફોન કરી જ દેવાનો ! છેલ્લે ક્યારે  વાત થઈ હતી?’ ‘બે દિવસ અગાઉ ફોન આવ્યો હતો ત્યારે શ્રેયાંશ હૈદરાબાદની કોઈ હોટેલમાં વેઈટર તરીકે કામ કરતો હતો. એ પછી તેના કંઈ ખબર નથી આવ્યા !’ ગોવિંદભાઈને ફડકો પડ્યો. કોઈ મારા દીકરાનું અપહરણ કરી ગયું હશે ? કોઈને ખબર પડીગઈ હશે કે આ છોકરો કોઈ સામાન્ય માણસ નથી પણ કરોડો-અબજોની મિલકતનો માલિક છે. પણ ખબર કેવી રીતે પડે ? અત્યારે તો તેની હાલત સાવ ગરીબ યુવાન જેવી છે. અપહરણ થયુંહોય તો પણ ખંડણી માટે કોઈનો ફોન તો આવે ને ? તો પછી શું થયું હશે શ્રેયાંશને ? એક્સિડન્ટ ? ઓહ નો !…. ગોવિંદભાઈએ શ્રેયાંશની કુશળતા માટે મનોમન ભગવાનનેપ્રાર્થના કરી. ઘડીભર તો એમ પણ થયું કે, મેં મારા દીકરા સાથે આ શું કર્યું ? ચિંતાના વિચારો પડતા મૂકી ગોવિંદભાઈએ સેક્રેટરીને કહ્યું કે, ‘પહેલી ફલાઈટમાં મારી હૈદરાબાદની ટિકિટ બુક કરાવો. બધી એપોઈન્ટમેન્ટ્સ કેન્સલ ! આઈ હવે ટુ રશ  ટુ હૈદરાબાદ !’મુંબઈથી હૈદરાબાદ સુધીની વિમાનની સફર ગોવિંદભાઈ માટે આકરી નીવડી. મનમાં એક જ વિચાર ઘૂમતો હતો કે, એકના એક દીકરા શ્રેયાંશને શું થયું હશે ?હૈદરાબાદના એરપોર્ટ પર જેટનું પ્લેન લેન્ડ થયું. વિમાનનાં ટાયર જમીનને અડ્યાં ત્યારે વિચાર આવ્યો કે સાવ અજાણી ભૂમિ પર મારા દીકરા સાથે શું થયું હશે ? શ્રેયાંશ સાથે આવું કરવાની શું જરૂર હતી ? હું કંઈ ખોટું તો નથી કરી બેઠો ને ?….. એરપોર્ટની બહાર નીકળી ટેક્સી પકડી. શ્રેયાંશ જ્યાં રહેતો હતો તે હોટલના
સરનામે ટેક્સી લીધી. ડ્રાઈવરને રોકાવાનું કહી બને એટલી ઝડપે હોટલમાં ધસી ગયા.

મેનેજરને પૂછ્યું : ‘શ્રેયાંશ ક્યાં છે ?’

જવાબ મળ્યો, ‘ખબર નથી. બે દિવસથી દેખાયો જ નથી !’

ગોવિંદભાઈ ધ્રૂજી ગયા. કેટલાય અમંગળ વિચારો આવી ગયા. ભગવાનને પ્રાર્થના કરવા સિવાય ગોવિંદભાઈને કંઈ સૂઝતંી નહોતું. એવામાં જાણે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી. ‘કોણ ? શ્રેયાંશ ? એ તો બીમાર પડી ગયો છે…’ શ્રેયાંશ સાથે ડોરમેટરી રૂમમાં રહેતા યુવાને કહ્યું અને ઉમેર્યું, ‘દવા લેવા સ્વામી મંદિર જાઉં છું એમ કહીને ગયો હતો, પણ પાછો નથી આવ્યો…’

‘ડ્રાઈવર, ગાડી સ્વામી મંદિર લે લો.’

ગોવિંદભાઈ સીધા સ્વામી મંદિર પહોંચ્યા. મંદિરે પૂછપરછ કરી તો એક ભક્તે કહ્યું, ‘મારી સાથે ચાલો…’ મંદિરનદવાખાનામાં
ગોવિંદભાઈને લઈ જવાયા. એક પલંગ તરફ ઈશારો કરીને કહ્યું કે ‘ત્યાં સૂતો છે. ખૂબ તાવ આવે છે. એ ચાલ્યો જતો હતો. અમે તેને ધરાર રોક્યો. તબિયત વધુ બગડે તેના કરતાં સારવાર પૂરી કરી લે. અમારી વાત માંડ માન્યો.’ ગોવિંદભાઈ ધીમા પગલે પલંગ
પાસે ગયા. નજીક બેસી ધાબળો હટાવતાં કહ્યું : ‘શ્રેયાંશ !’

મોઢું ઊંચું કરી શ્રેયાંશે નજર માંડી. ‘પપ્પા ! તમે ?’

ગોવિંદભાઈના ગળે ડૂમો બાઝી ગયો. કંઈ બોલ્યા વગર દીકરાને વળગી પડ્યા. શ્રેયાંશનું શરીર ગરમ હતું, જો કે, તાવની એ ગરમી બાપને હૂંફ જેવી લાગી.

‘બસ દીકરા, બહુ થયું. ચાલ હવે ઘરે.’ ગોવિંદભાઈએ એકીશ્વાસે કહ્યું.

પપ્પાનો  હાથ છોડાવીને દીકરાએ બાપની નજરમાં નજર પરોવી. ‘ના પપ્પા, એમ હારી કે થાકી જાઉં એવો હું નથી. સામાન્ય તાવ છે, ઊતરી જશે. એક-બે દિવસમાં પાછો ક્યાંક નાની એવીનોકરીએલાગી જઈશ. મારી ચિંતા ન કરો. આખરે તમારો દીકરો છું. જે આદર્યું છે એ અધૂરું નહીં છોડું. પ્લીઝ, તમે જાવ. મારે જે કરવું છે એ મને કરવા દો.’

‘ફાઈન બેટા, જેવી તારી મરજી. હું જાઉં છું.’

દવાખાનાની બહાર આવીને ટેકસીના ડ્રાઈવરને કહ્યું કે, ‘ગાડી એરપોર્ટ લે લો.’ હૈદરાબાદથી વિમાને ટેઈક ઑફ કર્યું ત્યારેગોવિંદભાઈને માત્ર એટલી શાંતિ હતી કે દીકરો ભલે બીમાર છે પણ કોઈ મુશ્કેલીમાં નથી. છતાં મનમાં એક વિચાર આવતો હતો કે, શ્રેયાંશ સાથે મેં આવું શા માટે કર્યું ? શું આવું જરૂરી હતું? કદાચ હા, એ જરૂરી હતું. હીરાને ચમકાવવા માટે ઘાટ તોઆપવો જ પડે ! ચારેય બાજુથી ઘસાય અને છોલાય પછી જ હીરો ઝળહળી ઊઠે છે. મુંબઈની આલીશાન ઑફિસની બારીમાંથી ગોવિંદભાઈએ બહાર જોયું. આખું મુંબઈ શહેર ધબકતું હતું. આ શહેરનું બ્લ્ડપ્રેશર માપીએ તો કદાચ હાઈ આવે. હોય, ત્યાં બધું હાઈ હોય છે. ગોવિંદભાઈનો ડાયમંડ બિઝનેસ પણ હાઈ હતો. ટર્નઑવર અબજોનો તો આંકડો આંબી ગયું હતું.  જોકે, ધંધાને તેમણે ક્યારેય મગજ ઉપર સવાર થવા દીધો ન હતો. ગોવિંદભાઈ વિચારે ચડીગયા. આમ પણ મારી પાસે હતું શું ? – ગોવિંદભાઈની નજર સામે નાનકડું ગામડું તરી આવ્યું. અમરેલી જિલ્લાના લાઠી પાસેનું દૂધાળા ગામ નકશામાં પણ બિલોરી કાચ લઈને શોધવું પડે. ક્યાં દૂધાળાં અને ક્યાં આ મુંબઈ ! દૂધાળામાં બાપ-દાદાનો ખેતીનો ધંધો. ગોવિંદભાઈને થયું કે ચાલો બહાર જઈને નસીબ અજમાવીએ. સફળ થશું તો બે પાંદડેથશું અને નિષ્ફળ જશું તો બાપ-દાદાની આ ખેતી ક્યાં નથી ? પાછાં આવતા રહીશું. ખુદ ગોવિંદભાઈને પણ ખબર ન હતી કે તેમના નસીબમાં બે પાંદડે નહીં પણ બે-પાંચ ઝાડ થવાનું લખ્યું હતું. દૂધાળાથી સુરત આવ્યા. હીરા ઘસવાનું કામ શરૂ કર્યું. ચાર હજાર રૂપિયા ભેગા થયા. ગોવિંદભાઈને થયું કે હવે પોતાનું કામ શરૂ કરું. પણ હીરાનું કામ આટલા રૂપિયામાં તો ન થાય. સગા ભાઈ જેવા બે ભાગીદારો મળી ગયા. ભાગીદારીમાં હીરાનો ધંધો શરૂ કર્યો. મહેનતનો પરસેવો નાણાં તાણી લાવ્યો. એકાઉન્ટન્ટે આવીને વિચારોમાં ખલેલ પાડી.

‘સર, આપણું વાર્ષિક ટર્નઑવર એક હજાર કરોડનો આંકડો પાર કરી ગયું છે. હજુ તો કેટલીય નવી ઑફરો પેન્ડિંગ છે. શું કરીશું?’ કંપનીના ચીફ એકાઉન્ટન્ટે કહ્યું.

‘મને વિચારવા દો.’ ગોવિંદભાઈએ શાંત ચિત્તે જવાબ આપ્યો.

ડાયમંડ ફેક્ટરીની બહાર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના બોર્ડની ફરતે લાઈટ્સ ચમકતી હતી. આ લાઈટની જગ્યાએ હીરા લગાડી શકવાની ત્રેવડ હતી. ગોવિંદભાઈને એક જ વિચાર આવતો હતો કે મારી ભાવિ પેઢીનું શું ? મને મારા સંતાનને વારસામાં માત્ર અબજો રૂપિયા અને ડાયમંડનો આ ધીકતો ધંધો જ નથી આપવો. સંસ્કારની મૂડી ન હોય તો કોઈ દોલત કામ આવતી નથી.

ગોવિંદભાઈને એક સંતની વાત યાદ આવી ગઈ. તેમણે કહ્યું હતું કે સંતતિ અને સંપત્તિ માટે પ્રયત્નો કરવાની જરૂર છે પણ પાપ કરવાની જરૂર નથી. પ્રારબ્ધ અનુસાર બધું જ  મળી રહે છે. એ દિવસથી ગોવિંદભાઈએ મન, વચન કે કર્મથી કોઈનું બૂરું નહોતું
કર્યું. અરે બૂરું કરનારાઓનું પણ ભલું કર્યું. પિતા લાલજીભાઈ અને માતા સંતોકબહેને પણ એવું જ શીખવ્યું હતું કે રૂપિયાની લાલચ ન રાખવી. કોઈનું બૂરું કરીને કદાચ રૂપિયા મળશે પણ સુખ જતું રહેશે. લગ્ન બાદ પત્ની ચંપાબહેનના વિચારો પણ આવા જ જોવા મળ્યા. બાળકોમાં મોડું થયું. સંતાનો થતાં ન હતાં. ચંપાબહેન ભણેલાં ન હતાં પણ ઘણુંબધું ગણેલાં હતાં. તેમણે કહ્યું, ભગવાન જ્યારે જે આપવાનું હોય છે ત્યારેજ આપે છે. લગ્નનાં 8 વર્ષ પછી દીકરી મીનાક્ષીનો જન્મ થયો. બીજાં પાંચ વર્ષ પછી
બીજી દીકરી શ્વેતા અવતરી. લગ્નનાં સત્તર વર્ષે દીકરો જન્મયો. શ્રેયાંશ નામના બે જૈન મિત્રો ગોવિંદભાઈને યાદ આવ્યા. શ્રેયાંશ એટલે ઉમદા માણસ – મારો દીકરો પણએના જેવો થાય તો કેવું સારું ! એ વિચારી ગોવિંદભાઈએ દીકરાનું નામ પાડ્યું,
શ્રેયાંશ.
શ્રેયાંશના ઉછેરમાં કોઈ કમી ન રાખી. શ્રેયાંશ પણ કુળનું નામ રોશન કરે તેવો હતો.છતાં ગોવિંદભાઈને થતું હતું કે, મારે જિંદગીમાં એવા પાઠ શ્રેયાંશને પઢાવવા છેજે દુનિયાની કોઈ પાઠશાળા ન શીખવી શકે. ગરીબી કોને કહેવાય એ શ્રેયાંશને ખબર  હતી. છતાં પિતા ગોવિંદભાઈને વિચાર આવતા કે રૂપિયાની ઝાકમઝોળમાં પુત્ર શ્રેયાંશ ક્યાંક કોઈ ભૂલ ન કરી બેસે. અમીરી કરતાં માણસાઈ વધુ મહત્વની છે. રૂપિયાની કદર અને માણસાઈનું ભાન તો સંતાનોને થવું જ જોઈએ….. શું કરવું ?… એના સતત વિચારો
આવતા હતા. તેમાં એક દિવસ ગોવિંદભાઈને એક આઈડિયા સૂઝયો. દીકરા શ્રેયાંશનેબોલાવીને કહ્યું કે ‘સામાન્ય માણસનું જીવન નજીકથી જોવા જેવું હોય છે. અમે તો એજીવન જીવ્યા છીએ, પણ તારે એ જીવન જોવા અને શીખવા માટે એક નાનકડી પરીક્ષા આપવી પડશે… દોઢ મહિનો અજાણ્યા શહેરમાં જઈ ગમે તે કામ કરવાનું. જિંદગીમાં આ દોઢ મહિનામાં ઘણું શીખવાનું મળશે. ક્યાંય સાચી ઓળખ નહીં આપવાની. ક્યાંય નામ નહીંવટાવવાનું. સાવ અજાણ્યા બનીને જીવવાનું.’ શ્રેયાંશ પિતાનો ઈશારો સમજી ગયો.
પિતાનો આદેશ માથે ચઢાવીને કહ્યું કે હું તૈયાર છું. મને ગર્વ છે કે મારા પિતા મારા માટે આટલું બધું વિચારે છે.’ ‘ક્યાં જઈશ ?’ પિતાએ સવાલ કર્યો.

શ્રેયાંશે કહ્યું : ‘એવા અજાણ્યા શહેરમાં, જ્યાં અગાઉ કોઈ દિવસ પગ નથી મૂક્યો, હૈદરાબાદ.’

સુરતથી ટ્રેનની અનરિઝર્વ્ડ ટિકિટ લઈ કોમન ડબામાં બેસીને હૈદરાબાદ જવા રવાના થયો. ક્યાં પિતાએ લઈ આપેલી એક કરોડની ઈમ્પોર્ટેડ આઉડી કાર અને ક્યાંઆ ટ્રેનનો કોમન ડબ્બો. બેસવાની પણ જગ્યા ન હતી. ટોઈલેટના દરવાજા પાસે નીચે
બેસી ગયો. બાથરૂમ આવતાં-જતાં લોકો ઊભા થવાનો આદેશ કરતા હતા. શ્રેયાંશને થયું. આ તો હજુ શરૂઆત છે, હજુ તો દોઢ મહિનો કાઢવાનો છે. ભલે ગમે તેવી મુશ્કેલી પડે પણ  મારી પરીક્ષામાંથી પાછો નહીં પડું.અઢાર વર્ષનો દીકરો શ્રેયાંશ એકલો હૈદરાબાદમાં શું કરતો હશે ? એવી ચિંતા પિતાને થતી હતી. માતા ચંપાબેહેનને તો ખબર જ પડવા નહોતી દીધી કે દીકરો અજાણી ભૂમિમાં જિંદગીના પાઠ શીખવા ગયો છે. માતાને તો એવુંકહ્યું હતું કે, દીકરો હિમાલય પર્વત પર ટ્રેકિંગ માટે ગયો છે. પિતા સમજતા હતા કે એકોઈ પર્વત પર નહીં પણ જિંદગીના પડાવો પર ટ્રેકિંગ કરવા ગયો છે. શ્રેયાંશ ગયો તેને એક મહિનો થવા આવ્યો હતો. પિતાને થયું કે, બસ. હવે વધારે પરીક્ષાની જરૂર નથી. હવે મારો દીકરો સુરત, મુંબઈ અને એન્ટવર્પની ઑફિસ સંભાળી શકે તેવો થઈ ગયો છે. એ રાતે જ ગોવિંદભાઈ મુંબઈથી હૈદરાબાદ પહોંચ્યા. શ્રેયાંશ જે બુટિક શૉપમાં કામ કરતો હતો ત્યાં ટેક્સી લેવડાવી. દુકાનની સામે ટેક્સી ઊભી રહી. ગોવિંદભાઈએ દુકાનસામે જોયું. દીકરો શ્રેયાંશ હાથમાં સાવરણી લઈને દુકાનના પ્રવેશદ્વાર નજીક
વાળતો હતો. શ્રેયાંશ પાસે જઈ ગોવિંદભાઈએ દીકરાને ગળે વળગાડી દીધો…

‘બસ બેટા ! તું તારી પરીક્ષામાં પાસ થઈ ગયો, ચાલ હવે ઘરે.’

થડે બેઠેલાં દુકાનના માલિકને સમજાયું નહીં કે કારમાંથી ઊતરેલો કરોડપતિ જેવો દેખાતો આ માણસ શા માટે તેના
ચપરાશીને વળગી ગયો હતો ! ગોવિંદભાઈએ જ્યારે તેને સાચી વાત કરી ત્યારે તેણેગોવિંદભાઈને વંદન કર્યાં.

એણે કહ્યું : ‘ધીસ ઈઝ ધ ટ્રુ લેસન્સ ઑફ લાઈફ. આ જિંદગીનું સાચું ભણતર છે.’

હૈદરાબાદથી ઊપડેલું વિમાન જ્યારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે મહિના અગાઉનો શ્રેયાંશ સાવ જુદો હતો. જિંદગીનું કેટલું બધું ભાથું આ એક મહિનામાં ભેગું થઈ ગયું હતું!

પિતાની નજરમાં નજર પરોવીને શ્રેયાંશે પિતાને કહ્યું કે : ‘આઈ એમ પ્રાઉડ ઑફ યુ ડેડ.’

પિતાએ કહ્યું : ‘મી ટુ બેટા ! રિયલી પ્રાઉડ ઑફ યુ….’

(સત્યઘટના)

૫૦ સેન્ટમાં આપ

એપ્રિલ 8, 2016

૫૦ સેન્ટમાં આપ

(બ્લોગ પર તા. ૮-૪-૨૦૧૬ )

ઘણાં વર્ષો પહેલાંની – લગભગ ચોવીસેક વર્ષો પહેલાંની આ વાત છે. અમારાં એક સંબંધી પાસે વેલીંગ્ટનમાં શોપ હતી. એ શોપ વેલીંગ્ટનના એક પરામાં અમે રહીએ છીએ ત્યાંથી લગભગ ૩૦થી ૩૫ કીલોમીટીર દુર છે. એ લોકો હોલીડે કરવા કેટલાક સમય માટે દેશ જવાનાં હતાં આથી એ શોપ સંભાળવાનું અમને કહ્યું.

જે વીસ્તારમાં એ શોપ હતી ત્યાંની લોકાલીટી કંઈ બહુ સારી તો ન હતી, પણ અમારાં એ સંબંધીઓને હેલ્પ થાય એટલા માટે અમે, એટલે કે મેં અને મારાં પત્નીએ શોપ સંભાળવાનું સ્વીકાર્યું હતું. હા, કુદરતી સૌંદર્યની દૃષ્ટીએ તો સ્થળ ઘણું જ રળીયામણું છે. એક ડુંગર પાર કર્યા પછી આ નાનકડો કસ્બો શરુ થાય છે, કંઈક અંશે થોડો ઉચ્ચ પ્રદેશ કહી શકાય એવો એ એરીયા છે. આથી જ કદાચ વેલીંગ્ટન કરતાં ત્યાં ઠંડી વધુ હોય છે. વેલીંગ્ટનમાં સ્નો ભાગ્યેજ પડે છે – અમારા ચાળીસ વર્ષના અહીંના વસવાટમાં માત્ર એક જ વાર સાવ નજીવો સ્નો પડેલો અમે જોયો છે, પણ જે સ્થળની હું વાત કરું છું ત્યાં કોઈ કોઈ વાર શીયાળામાં સ્નો પડે છે.

શોપમાં આવનારાં મોટા ભાગનાં લોકો બહુ ફ્રેન્ડલી હોવા છતાં પણ કોઈ કોઈ ચોરી કરી જતાં. નાની વસ્તુ બાંયમાં સંતાડીને લઈ જતાં અમુક લોકોને અમે જોયેલાં. એટલું જ નહીં, અમે શોપ સંભાળી ને થોડા સમયમાં રાત્રીના સમયે શોપનું તાળું તોડીને ચોરી થયેલી.

એક દીવસ એક ભાઈ આવ્યા. ચીપ્પીઝ (પોટેટો ચીપ્સ)ની નાની બેગ એને જોઈતી હતી. એણે ભાવ પુછ્યો, “આનું શું લેવાના?”

મેં કહ્યું, “૮૦ સેન્ટ”

એ કહે, “કેમ એટલા બધા?”

“ભાઈ, આ પ્રકારની શોપમાં એનો બધે આ જ ભાવ હોય છે.”

“તમે લોકો અમને લુંટો છો, મને એ ૫૦ સેન્ટમાં આપ.”

“ના, ૫૦ સેન્ટમાં નહીં મળી શકે, તમારે લેવી હોય તો ૮૦ સેન્ટ આપીને લઈ જાવ.”

આ રીતે એમણે ઘણી જીભાજોડી કરી. છેવટે એને મેં કહ્યું, “તમારા માગેલા ભાવે તમને એ મળી શકશે નહીં. તમને જોઈતી હોય તો ૮૦ સેન્ટ આપીને લઈ જાઓ.”

ત્યારે એ મારા પર ખુબ જ ગુસ્સે ભરાયો અને મને કહે,

“તું બહાર આવ, તને બતાવી આપું.”

આમ કહેવા પાછળનું કારણ અહીંના કાયદા પ્રમાણે એ મારી મારપીટ દુકાનમાં જ, એટલે કે મારી જ પ્રોપર્ટીમાં કરે તો એ ઘણો મોટો ગુનો ગણાય.

મેં એને કહ્યું, “જુઓ, હું કંઈ જંગલમાં નથી રહેતો, જંગલી નથી, હું કાયદાને અનુસરીને ચાલનારો છું. વસ્તુ તમારે ખરીદવી હોય તો એનો અમારો જે ભાવ છે તે આપીને લઈ જાઓ.”

“સારું, હું તને જોઈ લઈશ.”

અને એ ચીપ્પીઝ લીધા વીના ચાલી ગયો.

આ પછી શોપમાં દુધની ડીલીવરી કરનારું કપલ આવ્યું. એ લોકોએ કદાચ અમારી વચ્ચેની વાતચીત, જીભાજોડી ઘણીખરી સાંભળી હશે. એ બંને જણાં ઘણાં ઓલ્ડ હતાં. ઓલ્ડ લેડી મને કહે, “મી. પટેલ, તમે જાણો છો કે તમારી સાથે દલીલ કરનાર કોણ હતો? એ અહીંનો નામચીન અને પહેલા નંબરનો ગુંડો છે. પોલીસ પણ એને કશું ન કરે.”

દેખીતું છે કે અમે એ વીસ્તારથી અજાણ્યાં હતાં, આથી અમને તો કશી જ ખબર ન હતી, કે એ કોણ હતો અને કેવો હતો. પણ મારા સ્વભાવ મુજબ કોઈ ગેરવ્યાજબી માગણી કરે તો તેને તાબે ન થવું, એ રીતે મેં એની સાથે દલીલ કરી હતી. શારીરીક રીતે તો મને એ ચપટીમાં રોળી નાખે તેવી હાઈટવાળો અને મજબુત દેખાતો હતો.

શોપમાં તે દીવસે અમે બંને જણાં હતાં. બાકી કેટલીક વાર શોપમાં મારાં પત્ની એકલાં જ હોય, કેમ કે મારે શોપ માટે ખરીદી કરવા જવાનું હોય. અને કોઈક વાર હું પણ શોપમાં એકલો હોઉં. વળી શોપ સાથે રહેવાની વ્યવસ્થા ન હતી. એટલે કે એ લોકઅપ શોપ હતી. આથી રાત્રે શોપ બંધ કરીને ઘરે જવાનું થાય. પણ મને નવાઈ એ વાતની લાગી કે એ માણસ ફરી મને કદી રસ્તામાં મળ્યો નથી અને નડ્યો નથી કે ફરી કદી અમારી એ શોપમાં પણ આવ્યો નથી. જે મને ધમકી આપીને ગયેલો અને નંબર વન ગુંડાગીરી કરનાર હતો એમ કહેવાતું હતું, તો પછી એણે કેમ કશું કર્યું નહીં હોય? હા, એ ખરું કે મેં એનું કશું બગાડ્યું ન હતું. જે સત્ય હકીકત હતી તે જ મેં એને કહી હતી, કે ૫૦ સેન્ટમાં એ વસ્તુ આપવાનું અમને પરવડે નહીં કે એને એ ભાવમાં આપવામાં આવશે નહીં.

ધાર્મીક અસહીષ્ણુતા – સત્ય ઘટના

એપ્રિલ 1, 2016

ધાર્મીક અસહીષ્ણુતા – સત્ય ઘટના
બ્લોગ પર તા. ૧-૪-૨૦૧૬

પીયુષભાઈના ઈમેલમાંથી અંગ્રેજી પરથી ગુજરાતી -ગાંડાભાઈ

એમણે (પીયુષભાઈએ) લખ્યું છે: Please pass on, & be ready to defend your religious rights!

આ એક સત્ય ઘટના છે, જે આ રજાના દીવસોમાં બની હતી. આ ઘટના આપણને વીચારતા કરી મુકે તેવી છે. આપણામાંથી કોઈની પણ સાથે આવું બની શકે.

૧૭ વર્ષની વયનો એક તરુણ સ્પોર્ટ્સ સ્ટોરમાં કંઈક ખરીદી કરતો હતો.  કેશીયર એક મુસલમાન મહીલા હતી. તેણે માથે રુમાલ બાંધ્યો હતો. ૧૭ વર્ષના તરુણે ગળામાં સોનાની ચેઈન પહેરી હતી જેમાં ક્રોસ હતો. પેલી મહીલાએ કહ્યું, “તારો ક્રોસ શર્ટની નીચે સંતાડી દે, મને એનાથી ઠેસ પહોંચે છે, દુખ થાય છે. (I am offended)”

તરુણે તેમ કરવાની ના પાડી. પછી એણે તે મહીલાને કહ્યું,  “મને લાગે છે કે તમારે તમારા માથા પરનો આ રુમાલ હટાવી લેવો જોઈએ.”

મહીલાએ એ પછી મેનેજરને બોલાવ્યો. મેનેજરે આવીને તરુણને પોતાનો ક્રોસ શર્ટ નીચે સંતાડી દેવાનું જણાવ્યું. એમ કરવાથી બધી તકલીફનો અંત આવશે એમ તેણે એ તરુણને કહ્યું. તરુણે ફરીથી તેમ કરવાની ના સુણાવી. અને એને જે વસ્તુઓ જોઈતી હતી તે બધી ત્યાં જ છોડી દઈને ખરીદી કર્યા વીના સ્ટોરમાંથી જતો રહ્યો.

એ તરુણની પાછળ લાઈનમાં બીજાં કેટલાંક ઘરાક જેમણે આ બધું જોયું-સાંભળ્યું હતું તે બધાં પણ ટ્રોલી ત્યાં જ મુકીને ખરીદી કર્યા વીના જતાં રહ્યાં.

મને લાગે છે કે ૧૭ વર્ષના તરુણનું આ પગલું ઘણું જ વ્યાજબી છે. આપણે સહુ જાણીએ છીએ કે આપણે એક બહુ જ પરીવર્તનશીલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ. આ પ્રકારની પરીસ્થીતીમાં હું ઈચ્છું કે આપણા બધાની પાસે આ તરુણે બતાવી તેવી હીંમત હોય.

(મને આશ્ચર્ય થાય છે કે હવે શું? શું તેઓ બધી ઘરેણાની દુકાનોમાં ક્રોસવાળાં ઘરેણાં વેચવા પર પ્રતીબંધ લાદશે?? કોઈએ પણ અન્યના ધર્મ પર તરાપ મારવી જોઈએ નહીં.)

ધાર્મીકતા-એક પ્રસંગ

માર્ચ 6, 2016

ધાર્મીકતા-એક પ્રસંગ

આજની આ બીજી પોસ્ટ પહેલી પોસ્ટ “ઉતાવળો અભીપ્રાય” સાથે કંઈક સંબંધ ધરાવે છે. અહીં પણ ઉતાવળો અભીપ્રાય જોવા મળે છે.

મારા એક મીત્ર ગીરીશભાઈએ એમના જીવનમાં બનેલી એક ઘટના વીશે કેટલાક સમય પહેલાં મને વાત કરી હતી. ગીરીશભાઈ પણ ન્યુઝીલેન્ડમાં જ રહે છે, પણ એમની આઈડેન્ટીટી ગુપ્ત રાખવા માટે મેં નામ બદલ્યાં છે. પ્રસંગ ગીરીશભાઈના જ શબ્દોમાં વર્ણવું છું.

મારા એક ઑપરેશન વખતે હોસ્પીટલ જવાનું થયું. વેઈટીંગ રુમમાં દાખલ થયાં ત્યારે એમાં બીજાં કેટલાંક લોકો પણ બેઠાં હતાં. મારી સાથે મારી પત્ની અને દીકરી પણ હતાં. રુમમાં દાખલ થયા પછી બેસવા માટે ડાબી બાજુની દીવાલ પાસે ત્રણચાર સીટ ખાલી હતી. શરુઆતની એ તરફની સીટ પર ત્રણ શ્વેત લોકો બેઠાં હતાં, જેમાં એક દર્દી બહેન આશરે ૨૦ની આસપાસની, એક ભાઈ લગભગ ૧૮-૧૯ની ઉંમરનો અને બીજાં બહેન આધેડ વયનાં હતાં. કદાચ એ એમનાં મમ્મી હશે.

દર્દી બહેનના પગ પર પાટો હતો. કદાચ એને એ પગનું ઑપરેશન કરવાનું હશે. એ બહેન વ્હીલચેરમાં બેઠાં હતાં. એણે પાટાવાળો પગ બીજી ખુરસી પર રાખ્યો હતો, કદાચ એ પગ એનાથી ફ્લોર પર રાખી શકાતો નહીં હોય-દુખાવાને કારણે.

એ લોકોની પછીની સીટ પર અમે બેઠાં ત્યાર બાદ મારી પત્નીનું કહેવું હતું કે પેલી શ્વેત દર્દી યુવતી એના તરફ જોયા કરતી હતી. મારી પત્ની સાડી પહેરે છે. અહીં હવે સાડી પહેરેલાં બહેનો બહુ જ ઓછાં જોવા મળે છે. પણ મારી પત્નીને એ યુવતીનું જોયા કરવાનું કારણ એવું લાગ્યું કે એને ઈન્ડીયન ગમતાં નથી. થોડી વાર પછી એ લોકો જગ્યા બદલીને એક ખુણામાં ત્રણ ખુરસી ખાલી હતી ત્યાં ખસી ગયાં. ત્યાં પણ પગ મુકવા માટે બીજી ખુરસી પેલા તરુણે લાવી આપી.

મારી પત્ની કહે કે એ યુવતી રેસીસ્ટ હતી આથી એ લોકો આપણી બાજુમાંથી ખસી ગયાં. એનો સ્વભાવ એવો હોવાને કારણે જ એનો પગ ભાંગ્યો હશે. એ એ જ લાગની છે.

મારી પત્ની ધાર્મીક છે, લોકો જે અર્થમાં ધર્મ સમજે છે તે અર્થમાં. દરરોજ ભગવાનના ફોટા આગળ દીવો કરે છે, પ્રાર્થના કરે છે. હીન્દુ ધર્મની ઘણી બધી માન્યતાઓનું પાલન કરે છે. પ્રાર્થનામાં “સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો….” પણ ગાતાં મેં એને સાંભળી છે. આથી મેં એને કહ્યું, “તું આવી પ્રાર્થના કરે છે, તો આ યુવતી રેસીસ્ટ હોવાને કારણે એનો પગ ભાંગ્યો તે બરાબર જ છે, એ એજ લાગની છે એમ કેવી રીતે કહી શકે? ‘સર્વથા સૌ સુખી થાઓ’ એમ કહીએ એમાં સૌ એટલે બધાં જ આવી જાય. તારા જેવાં ધાર્મીક હોય તે જ સુખી થાય એમ તું માને છે? સૌમાં તો સજ્જન, દુર્જન, દુષ્ટ, પુણ્યાત્મા, પાપી બધાં જ. બધાં જ સુખી થાય એમ એક તરફ પ્રાર્થના કરે અને પાછાં અમુક લોક દુખ ભોગવે તે બરાબર જ છે એમ કહેવું એ તો વીરોધાભાસ થયો.”

આનો એની પાસે જવાબ ન હતો.

ગીરીશભાઈ કહે છે મને તો એમ લાગ્યું હતું કે એ લોકો પેલા ખુણામાં એટલા માટે ગયાં હતાં, જેથી બીજાં લોકોને અડચણ ન પડે – પેલાં દર્દી બહેને બીજી ખુરસી પર પગ મુકવો પડતો હતો એને કારણે. એ ખુણા તરફ આ વેઈટીંગ રુમમાં આવનારને જવાની જરુર પડવાની ન હતી. એ તરફ ખુણામાં બીજી કોઈ ખાલી ખુરસી બાકી રહેતી ન હતી. વળી કેટલો સમય વેઈટીંગ રુમમાં રોકાવું પડે તે નીશ્ચીત ન હતું.

આપણું મન જ આપણા સુખદુખનું કારણ હોય છે. એ લોકોના એ ખુણામાં ખસી જવાથી ગીરીશભાઈ કહે છે કે એ રુમમાંની પરીસ્થીતી જોતાં એમને તો કશું ખરાબ નહીં પણ સારું જ લાગ્યું હતું. બીજા લોકો વીષે જાણ્યા વીના કશું માની લેવું ન જોઈએ.

ઉતાવળો અભીપ્રાય

માર્ચ 6, 2016

ઉતાવળો અભીપ્રાય

બ્લોગ પર તા. ૬-૩-૨૦૧૬

આજે એકબીજા સાથે સંબંધીત બે પોસ્ટ મુકી રહ્યો છું. એમાંની આ પહેલી છે. બંને સત્ય ઘટના છે.

પીયુષભાઈના ઈમેલમાંથી મળેલું. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં -ગાંડાભાઈ.

એક પ્રવાસી શીપને દરીયામાં અકસ્માત નડ્યો. એમાં એક કપલ પ્રવાસ કરી રહ્યું હતું. જેવાં તે બંને બચવા બોટ પાસે પહોંચ્યાં તો જોયું કે એમાં માત્ર એક જ જણ જઈ શકે તેમ હતું. પેલો પુરુષ તરત જ પોતાની પત્નીને પાછળ ધકેલી દઈ પોતે બોટમાં ધસી ગયો. એની પત્ની ડુબતા વહાણમાં ઉભી રહી ગઈ, અને પોતાના પતીને મોટા અવાજે એક જ વાક્ય કહ્યું.

શીક્ષીકા વાત આગળ વધારતાં પહેલાં અટકી. એણે પુછ્યું, “તમને શું લાગે છે બાળકો, પેલી સ્ત્રી શું બોલી હશે?”

મોટા ભાગના વીદ્યાર્થીઓએ ઉશ્કેરાઈને કહ્યું, “હું તને ધીક્કારું છું, હું અંધ હતી.”

પણ શીક્ષીકાએ જોયું કે એક છોકરો આખા સમય દરમીયાન સાવ શાંત હતો. શીક્ષીકાએ તેને પુછ્યું, “તારો જવાબ શું છે?”

તેણે કહ્યું, “બહેન, મને લાગે છે કે એની પત્નીએ મોટેથી કહ્યું હશે – આપણા બાળકની સારી સંભાળ લેજે.”

શીક્ષીકાને આશ્ચર્ય થયું. પુછ્યું, “તેં આ વાત પહેલાં સાંભળી છે?”

છોકરો માથું ધુણાવી કહે છે, “ના, પણ આ મતલબનું જ મારી મમ્મી જ્યારે જીવલેણ વ્યાધીને કારણે અવસાન પામી ત્યારે તેણે મારા ડૅડીને કહ્યું હતું.”

બહેને કહ્યું, “તારો જવાબ સાચો છે.”

શીપ ડુબી ગયું. પેલો માણસ ઘરે ગયો, અને તેમની દીકરીને તેણે એકલપંડે બાપ ઉપરાંત માની પણ જવાબદારી નીભાવીને ઉછેરી.

ઘણાં વર્ષો પછી એ માણસના અવસાન બાદ એની દીકરીને ડૅડીની ડાયરી મળી. દીકરીને ત્યારે ખબર પડી કે શીપમાં એ લોકો ગયાં તે પહેલાં એની માને જીવલેણ બીમારી લાગુ પડી હતી. અણીના સમયે એ માણસે ત્વરીત નીર્ણય લીધો અને એક માત્ર બચવાની તક ઝડપી લઈ બોટમાં કુદી પડ્યો.

એની ડાયરીમાં લખ્યું હતું, “તારા સંગાથે દરીયાના પેટાળમાં કાયમ માટે સુઈ રહેવાનો નીર્ણય હું શી રીતે લઈ શકું? હું તો એ જ પસંદ કરત, પણ આપણી દીકરીનું શું? હું માત્ર તને એકલીને જ કાયમ માટે દરીયાના પેટાળમાં જવા દઈ શકું.”

વાત પુરી થઈ. વર્ગ મુંગોમંતર.

શીક્ષીકાને ખાતરી હતી કે બધાં છોકરાં વાર્તાનો બોધ પામી ગયાં હતાં. દુનીયામાં ભલાઈ અને બુરાઈ છે, પણ આપણે ધારીએ તેવું એ સાદુસીધું નથી હોતું, બહુ પેચીદું હોય છે, જે સમજવું બહુ મુશ્કેલ છે. આથી જ આપણે કદી ઉપર ઉપરથી, પુરી વીગતો જાણ્યા વીના, માણસોને સમજ્યા વીના અભીપ્રાય બાંધી લેવો ન જોઈએ.

ઉત્સાહ આપતા શબ્દો

જાન્યુઆરી 20, 2016

ઉત્સાહ આપતા શબ્દો

એપ્રીલ ૨૦૧૫ના ‘એકમેક’ અંકમાંથી સાભાર. શ્રી. જવાહરભાઈ પરીખ અને લીનાબેન પરીખના સૌજન્યથી.

ઈતીહાસમાં સફળતાને વરેલા માનવીઓની ઝળહળતી સફળતા પાછળ જેટલું તેમના પુરુષાર્થનું બળ છે, તેટલું તેમને આપવામાં આવેલ પ્રોત્સાહનનું પણ બળ છે.

આ પ્રોત્સાહન જો તેઓ જેમને ચાહતા હોય તે લોકો તરફથી મળે તેની અસર અનેકગણી વધી જાય છે. આવું જ બળ એક વીશ્વાસભરી પત્ની સોફિયાના શબ્દોએ તેના પતી નેથાનિયલ હાવવોર્નમાં પુર્યું હતું. એ માણસનું નામ દુનીયાના ઈતીહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ગયું.

પણ આ સફળતાને વર્યા પહેલાં, સંઘર્ષના કપરા કાળમાં એક દીવસ તે તુટેલા હૃદયનો ભંગાર હાથમાં લઈ પત્ની પાસે આવ્યો. તે દીવસે તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. તેણે પત્નીને પાસે બેસાડીને કહ્યું કે હવે હું એક નકામો માણસ છું. મારી કસ્ટમની નોકરી ચાલી ગઈ છે. તેના આશ્ચર્ય વચ્ચે પત્નીએ તો આ સાંભળી આનંદ વ્યક્ત કર્યો. ‘સારું થયું ને! તું હવે તારું પુસ્તક લખી શકશે.’

‘એ તો ખરું, પણ પુસ્તક લખાતાં તો વાર લાગે. ત્યાં સુધી શું ખાઈશું?’

પત્નીએ એક ખાનું ખોલ્યું અને નોટોની થપ્પી બહાર કાઢી.

‘આટલાં બધાં નાણાં ક્યાંથી લાવી તું?’

‘મને ખબર હતી કે તારામાં પ્રતીભા છુપાયેલી છે. મેં એ પણ કલ્પના કરી હતી કે ક્યારેક તો તને તારા સર્જન માટે વખત જોઈશે જ. એટલે દર અઠવાડીયે તું મને ઘરખર્ચના પૈસા આપે તેમાંથી હું બચે તેટલું બચાવતી. આટલી રકમમાંથી આપણે એક વર્ષ આરામથી જીવીશું. તું લખવા માંડ. આવતી કાલ તો તારી જ છે.’

પત્નીના વીશ્વાસભર્યા શબ્દો સાંભળી તેનું હૈયું છલકાયું અને એ રીતે અમેરીકન સાહીત્યની શ્રેષ્ઠ નવલકથાઓમાંની એકનો જન્મ થયો – ‘ધ સ્કાર્લેટ લેટર’.

સુવાક્ય

જે વ્યક્તીએ જીવનમાં ક્યારેય ભુલ નથી કરી

તેનો અર્થ એ થાય કે એ વ્યક્તીએ

ક્યારેય કંઈક નવું કરવાનો પ્રયત્ન જ નથી કર્યો.

વીવેક

જાન્યુઆરી 11, 2016

એપ્રીલ ૨૦૧૫ના ‘એકમેક’ અંકમાંથી સાભાર. શ્રી. જવાહરભાઈ પરીખ અને લીનાબેન પરીખના સૌજન્યથી. તથા શ્રી ઉત્તમભાઈના પ્રોત્સાહન થકી. આ છે એમનો સુંદર પ્રતીભાવઃ

Thanks for reading ‘Ekmek’ and for good response. You may print the contents and that too in Jodani you may like. We want that our gujarati people must read and take interest. We want to see Gujarati language alive and going strong.

Jawahar parikh

‘એકમેક’માં રસ દાખવવા બદલ અને સરસ પ્રતીભાવ માટે આભાર. એમાંની વીગતો તમે છાપી શકો અને તે પણ તમને ઠીક લાગે તે જાડણીમાં. અમે ઈચ્છીએ છીએ કે આપણા ગુજરાતી લોકોએ વાંચવું જોઈએ અને રસ લેવો જોઈએ. અમે ઈચ્છીએ કે ગુજરાતી ભાષા જીવંત રહે અને વધુ સમૃદ્ધ થાય.- જવાહર પરીખ

વીવેક

વીશ્વમાં જો કોઈ વધુ ને વધુ જીવનોપયોગી તત્ત્વ હોય તો તે વીવેક છે. દીપોત્સવીના શારદાપુજનમાં ચોપડાના પેજ ઉપર એક જ શબ્દ લખવો જોઈએ – વીવેક

એક સન્નારી ચોમાસામાં ફરવા નીકળ્યાં અને વરસાદ ટપકી પડ્યો. સન્નારી એક સ્ટોરના દ્વારે ઓટલા ઉપર ઉભાં રહી ગયાં. સ્ટોરના કર્મચારીઓ એક પછી એક જવા લાગ્યા. સહુની નજર સન્નારી પર હતી, સૌ લાચારીને વશ થઈ ઘેર ચાલ્યાં ગયાં. છેલ્લા એક કર્મચારી કે જે સ્ટોર બંધ કરી જવાના હતા તેમણે બહાર આવતાં જ સન્નારીને જોયાં અને વીનયપુર્વકની વીવેકવાણીથી કહ્યું, ‘આપશ્રી અહીં સ્ટોરમાં પધારો. ઘડી બેસો ત્યાં વરસાદ રહી જશે.’ સન્નારીએ આભાર વ્યક્ત કર્યો.વરસાદ થંભી ગયા પછી સન્નારીએ કહ્યું, ‘આ મારું વીઝીટીંગ કાર્ડ. મને કાલે મળજો.’ પેલા કર્મચારી સન્નારીના ઘરે ગયા. એ વૈભવશાળી બંગલો હતો. કર્મચારીને આદર આપી સન્નારીએ કહ્યું, ‘ભાઈ, સ્કોટલેન્ડમાં મારી મોટી મીલકત છે. તેના મુખ્ય વ્યવસ્થાપક તરીકે હું તમારી નીમણુંક કરવા ઈચ્છું છું.’ કર્મચારીના પ્રારબ્ધનાં દ્વાર તેના વીવેકે ખોલી આપ્યાં. આ સન્નારીનું શુભ નામ હતું ‘શ્રીમતી કાર્નેગી.’

 

સુવાક્યો: ૧. હાલ તુરત જે નાનાં કામ તારી સામે આવ્યાં હોય તે કરવા માંડ, પછી મોટાં કામ તને શોધતાં આવશે.

૨. પ્રવૃત્તી આપણને છોડે તે કરતાં સમજીને પ્રવૃત્તી છોડવી સારી.

સાચેસાચો ગુજરાતી

નવેમ્બર 23, 2015

સાચેસાચો ગુજરાતી

(બ્લોગ પર તા. ૨૩૧૧૨૦૧૫)

(સત્ય કથાપીયુષભાઈએ ફોરવર્ડ કરેલ શ્રી. ચંદુભાઈ રડિયાના ઈમેલમાંથી )

એક નાના બાળકની ઈંડાની ટોપલીની હકીકતમાં બનેલી વાત ચંદુભાઈ બધા સાથે માણવા ઈચ્છ. તો ચાલો એ જોઈએ.

મુંબઈમાં એક નાનો છોકરો એની સાઈકલ પર ઈંડાંની ટોપલી લઈને જતો હતો. વધારે પડતી ઉતાવળે સાઈકલ હાંકતાં એ એક પથ્થર સાથે અથડાયો. સાઈકલ સહીત તે ગબડી ગયો. ઈંડાંની ટોપલી ફંગોળાઈ ગઈ અને બધાં ઈંડાં ફુટી ગયાં. લોકોનું ટોળું છોકરાની આસપાસ ભેગું થઈ ગયું. હંમેશની જેમ લોકોની સલાહનો ધોધ વહેવા લાગ્યો.

ઈંડા લઈ જતી વખતે તારે કાળજી રાખવી જોઈએ ને?”

આ તે કેવું, તું ટોપલીમાં ઈંડાં લઈને સાઈકલ પર જાય ને તો પણ ધ્યાન ન રાખે?”

ભાઈ, તું સાઈકલ પર ઈંડાં લઈ જતો હોય ત્યારે તારે બહુ ફાસ્ટ તો જવું ન જોઈએ ને?”

એટલામાં એક વૃદ્ધ આવ્યો. એને જે બીના બની હતી તેનો ખ્યાલ આવી ગયો. એણે ત્યાં એકઠા થયેલા લોકોને કહ્યું, “ભાઈઓ, મને ખાતરી છે કે આ છોકરાએ ઈંડાની શોપના માલીકને જવાબ આપવો પડશે જ. મને લાગે છે કે આ છોકરાને આપણાથી થતી મદદ આપણે કરવી જોઈએ. મારાથી બનતી મદદ હું કરું છું.”

કહીને એણે છોકરાને ૨૦ રુપીયા પકડાવ્યા, અને કહ્યું, “ આ બધા પણ ઘણા ભલા લોકો છે. એ બધા લોકો કંઈ ને કંઈ ફુલ નહીં તો ફુલની પાંખડી આપીને તને મદદ કરશે.

તરત જ બધા લોકો પોતપોતાનાં ખીસાં ફંફોસી છોકરાને પૈસા આપવા લાગ્યા. છોકરાનું રડવાનું બંધ થયું. એ બહુ ખુશ થયો અને તેઓની ઉદારતા માટે સહુનો આભાર માનવા લાગ્યો. જે પૈસા ભેગા થયા તે ફુટી ગયેલાં ઈંડાની કીમત કરતાં પણ ઘણા વધારે હતા.

એકઠા થયેલા લોકોમાંથી એક જણે છોકરાને પુછ્યું, “ભાઈ, જો પેલો વૃદ્ધ આવી ચડ્યો ન હોત તો તને કેવી મુસીબત પડત એની તો હું કલ્પના પણ કરી શકતો નથી. તારા માલીકને તું શું જવાબ આપત?”

છોકરાએ હસતાં હસતાં કહ્યું, “સાહેબ, એ વૃદ્ધ એક ચાલાક ગુજરાતી છે. જે શોપમાં હું કામ કરું છું તેનો એ જ માલીક છે. અને એ સાચેસાચ ગુજરાતી છે. ગુજરાતીઓ ડમ નથી હોતા, ખરેખરા બીઝનેસમેન હોય છે.”

ચંદુભાઈ રડિયા