Posts Tagged ‘કોલેસ્ટ્રોલ’

કોલેસ્ટ્રોલ

જુલાઇ 9, 2017

કોલેસ્ટ્રોલ

પીયુષભાઈના અંગ્રેજી ઈમેલ પરથી (બ્લોગ પર તા. 9-7-2017 )

પીયુષભાઈ આ ઈમેલની શરુઆતમાં પુછે છે: તમારી કોઈ કૉમેન્ટ? આ કંઈ બરાબર લાગતું નથી. એના જવાબમાં મારે જણાવવાનું કે મારી પાસે તો એની સત્યતા માટેની કોઈ સાબીતી નથી, આથી દરેક જણે પોતાના અનુભવને આધારે નીર્ણય કરવો. જે કંઈ અમલ કરો તે પોતાની જવાબદારી પર જ કરવો.

શરીરને હાનીકારક આહારમાંથી છેવટે કોલેસ્ટ્રોલને કમી કરી દેવામાં આવ્યું છે. અમેરીકન સરકારે છેવટે સ્વીકાર્યું છે કે કોલેસ્ટ્રોલ નુકસાનકારક નથી. 1970થી જે ચેતવણી કોલેસ્ટ્રોલવાળા આહારથી દુર રહેવાની આપવામાં આવતી હતી, જેથી હૃદયરોગ ન થાય કે રક્તવાહીનીઓ બ્લોક ન થઈ જાય, તેમાં હવે પીછેહઠ કરી છે.

આનો અર્થ એ થયો કે ઈંડાં, બટર, પુર્ણ ચરબીવાળું દુધ અને એની બનાવટો, સુકો મેવો, કોપરું અને કોપરેલ તથા માંસ એ બધું ખાવામાં કોઈ જોખમ નથી. અને એ બધું નુકસાનકારક આહારની યાદીમાંથી બાકાત થઈ ગયું છે.

દર પાંચ વર્ષે અમેરીકાનું ખેતીવાડી ખાતું આહાર માર્ગદર્શીકામાં સુધારાવધારા કરે છે. 2015ના આહાર માર્ગદર્શન સલાહકાર સમીતી (આ.મા.સ.સ.) એના સંશોધનમાં કહે છે: પહેલાં અમેરીકનોને રોજનું 300 મી.ગ્રા. કરતાં વધુ કોલેસ્ટ્રોલ ન લેવાની ભલામણ કરવામાં આવી હતી. હવે આ ભલામણ ચાલુ રાખવાનું વીચાર્યું નથી, કારણ કે હવે પ્રાપ્ય પુરાવા મુજબ આહારમાં લેવામાં આવતા કોલેસ્ટ્રોલ અને લોહીમાં જમા થતા કોલેસ્ટ્રોલ વચ્ચે કોઈ નોંધપાત્ર સંબંધ સ્થાપીત થતો નથી, જે અમેરીકન હાર્ટ એસોસીએશન અને અમેરીકન કોલેજ ઓફ કાર્ડીઓલોજી સાથે સુસંગત હોય.

એ મુજબ આહાર માર્ગદર્શન સલાહકાર સમીતી લોકોને વધુ પડતા કોલેસ્ટ્રોલવાળાં આહારદ્રવ્યો લેવા સામે લાલબત્તી ધરશે નહીં. એને બદલે વધુ પડતી ખાંડ ખાવા સામે લોકોને ચેતવશે કે અહારમાં સાવચેતી રાખવા જેવો જોખમકારક પદાર્થ તે ખાંડ છે.

અમેરીકાના એક કાર્ડીઓલોજીસ્ટ ડૉક્ટર કહે છે કે એ એક યોગ્ય નીર્ણય છે, આ પહેલાં આપણે આ આહાર બાબત ખોટા હતા. દસકાઓ સુધી આપણે ભ્રમીત રહ્યા. જ્યારે આપણે કોલેસ્ટ્રોલ સમૃદ્ધ ખોરાક લઈએ, ત્યારે આપણું શરીર કોલેસ્ટ્રોલ ઓછા પ્રમાણમાં બનાવે છે. જ્યારે કોલેસ્ટ્રોલવાળો ખોરાક જેમ કે ઈંડાં, બટર, કલેજું વગેરે ન લઈએ ત્યારે વધુ ઝડપથી શરીર એ બનાવવા માંડે છે.

કોલેસ્ટ્રોલ વીશે સત્ય હકીકત

આપણા શરીરમાં મોટાભાગનું કોલેસ્ટ્રોલ તો યકૃત (લીવર) બનાવે છે. આપણું મગજ મુખ્યત્વે કોલેસ્ટ્રોલનું બનેલું છે. જ્ઞાનતંતુઓના કોષોને કાર્યશીલ રાખવા માટે કોલેસ્ટ્રોલ જરુરી છે. કેટલાંક અગત્યનાં હોર્મોનના ઉત્પાદન માટે પણ કોલેસ્ટ્રોલ જરુરી છે. એ દર્શાવે છે કે શરીરમાં કોલેસ્ટ્રોલનું ઉંચું સ્તર જરુરી હોય છે. અને એ જે તે વ્યક્તીમાં યકૃતની તંદુરસ્ત સ્થીતી બતાવે છે.

હૃદયરોગ પ્રતીબંધક અભ્યાસના એક સહનીયામક ડૉક્ટર કહે છે કે હૃદયરોગ થવાનાં કારણો માટે સંપૃક્ત ચરબીવાળો અને કોલેસ્ટ્રોલવાળો આહાર કંઈ જવાબદાર નથી. આ સૈકાનો એ મોટામાં મોટો ભ્રમ છે.

“ખરાબ કોલેસ્ટ્રોલ” જેવી કોઈ ચીજ જ નથી.

તમે તમારા કોલેસ્ટ્રોલનું સ્તર બદલવાનો પ્રયાસ છોડી દઈ શકો. કેટલાયે અભ્યાસોમાં એ કોઈ પણ પ્રકારની શંકા વીના પુરવાર થયું છે કે કોલેસ્ટ્રોલને લીધે હૃદયરોગ થતો નથી. અને એના અભાવે હૃદયરોગનો હુમલો અટકશે નહીં. જેમને હાર્ટએટેક થયા છે તેમાંના મોટાભાગનાં લોકોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ સામાન્ય જ હતું.

આપણા શરીરને ચયાપચય માટે રોજ 950 મીગ્રા. કોલેસ્ટ્રોલની જરુર પડે છે, અને યકૃત જ મોટાભાગનું એ પેદા કરે છે. માત્ર 15% કોલેસ્ટ્રોલ જ આપણે લીધેલા આહારમાંથી મળે છે. જો આહારમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય તો 950 મી.ગ્રા. જેટલું લેવલ જાળવી રાખવા આપણા લીવરે એટલું વધુ કામ કરવું પડે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ ઉંચું હોય તો તે બતાવે છે કે લીવર બરાબર રીતે કાર્ય કરી રહ્યું છે.

નીષ્ણાતો કહે છે કે ખરાબ (LDL) કોલેસ્ટ્રોલ કે સારું (HDL) કોલેસ્ટ્રોલ જેવું કશું હોતું નથી. માનવશરીરમાં કોલેસ્ટ્રોલથી રક્તવાહીનીઓ બ્લોક થઈ જતી જોવામાં આવી નથી.

 

Please share the recent facts about CHOLESTEROL

https://www.washingtonpost.com/news/wonk/wp/2015/02/ 10/feds-poised-to-withdraw-longstanding-warnings-about-dietary-cholesterol/?utm_term=.1982832f86fa

Advertisements

બદામ

જુલાઇ 3, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બદામ : બદામ ગરમ, સ્નીગ્ધ, વાયુને હરનાર, વીર્ય વધારનાર અને ભારે છે. બદામનો ગર્ભ મધુર, વીર્ય વધારનાર, પીત્ત તથા વાયુને મટાડનાર, સ્નીગ્ધ અને ગરમ છે. એ કફ કરનાર છે. બદામમાં મુળ રૂપે પ્રોટીન હોય છે. તેમાં ૧૬.૫ ટકા પ્રોટીન અને ૪૧ ટકા તેલ હોય છે.

બદામને કોઈ પણ સ્વરૂપમાં ખાઈ શકાય છે.

(૧) બદામનું તેલ સ્વાસ્થ્યવર્ધક ટોનીક છે. એનીમીયાના ઉપચારમાં પણ તેમાં રહેલું લોહતત્વ અને વીટામીન ઉપયોગી છે.

(૨) બદામ માનસીક થાક, કબજીયાત, નપુસંકતા અને શ્વાસને લગતી બીમારીઓના ઈલાજમાં ઘણી પ્રભાવશાળી છે.

(૩) બદામ પેટની તકલીફોને દૂર કરે છે અને આંતરડાના કેન્સરમાં ઉપયોગી છે.

(૪) બદામના તેલના નીયમીત ઉપયોગથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. એટલે કે તે હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.