Posts Tagged ‘દાદર’

દાદર

જુલાઇ 2, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દાદર

 

(૧) કુંવાડીયાનાં બી શેકી, ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લો, તથા આ ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર ઉપર ઘસીને  લગાવો. ઘણા લોકો આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુંવાડીયાનાં બી દાદર ઉપરાંત ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ જેવા રોગો પણ મટાડે છે.

(૨) તુલસીના મુળનો એક ચમચી ભુકો એક ગ્લાસ પાણીમાં નાખી કાઢો કરવો. આ ઉકાળો રોજ તાજો બનાવી સવાર-સાંજ પીવાથી કોઢ, દાદર અને ખરજવું મટે છે.

(૩) તુલસીનાં પાનનો રસ અને લીંબુનો રસ મીશ્ર કરી દાદર પર લગાડવાથી દાદર મટે છે.

(૪) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી દાદર પર સવાર-સાંજ લગાડવો.

(૫) તુલસીનાં પાનનો રસ અને લીંબુનો રસ ૧-૧ ચમચી મીશ્રણ કરીને સવાર-સાંજ પીવાથી ઉગ્ર દાદર મટે છે.

(૬) ગુવારના પાનનો રસ અને લસણનો રસ એકત્ર કરી દાદર પર ચોપડવો.

(૭) છાસમાં કુંવાડીયાનાં બી વાટીને ચોપડવાથી દાદર મટે છે.

(૮) પપૈયાનું દુધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી દાદર મટે છે.

(૯) લસણનો રસ ત્રણ દીવસ દાદર પર ચોળવાથી એ મટે છે. (બહુ બળતરા થાય તો પાછળથી ઘી ચોપડવું.)

(૧૦) લીંબુના રસમાં આમલીનો ઠળીયો ઘસી ચોપડવાથી દાદર મટે છે.

(૧૧) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલીશ કરવાથી દાદર મટે છે.

(૧૨) ડુંગળીનો રસ ચોપડવાથી દાદર કે ખુજલી મટે છે.

(૧૩) કુંવાડીયાના બીજનું ચુર્ણ લીંબુના રસમાં લસોટી ચોપડવાથી દાદર મટે છે. આ ચુર્ણ કણઝીના તેલમાં અથવા મુળાના પાનના રસમાં લસોટીને પણ ચોપડી શકાય.

(૧૪) કાચા પપૈયાનો રસ દીવસમાં બેથી ત્રણ વખત ઘસવાથી દાદર મટે છે.

(૧૫) સોપારીના ઝાડનો ગુંદર બકરીના દુધમાં વાટીને લેપ કરવાથી દાદર મટે છે.

હરડે

ડિસેમ્બર 14, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

હરડે : હરડે ઘી સાથે વાત, લવણ-મીઠા સાથે કફ, અને મધ કે સાકર સાથે પીત્તનું નીવારણ કરે છે, તેમ જ ગોળ સાથે હરડે ખાવાથી સર્વ રોગોનો નાશ કરે છે. આમ એ ત્રીદોષનાશક છે.

હરડેનું ચુર્ણ યોગ્ય પ્રમાણમાં લેવું. એનો આધાર ઉંમર, જરુરીયાત તથા પોતાની પ્રકૃતી ઉપર રહે છે. આરોગ્યની ઈચ્છા રાખનારે રોજ હરડેનું સેવન કરવું. રાતે અડધી હરડે ચાવીને ખાવી. તેના ઉપર એક કપ ગરમ દુધ પીવું. ચાવીને ખાધેલી હરડે અગ્નીને પ્રદીપ્ત કરે છે, વાટેલી હરડે રેચ લગાડે છે, બાફેલી હરડે ઝાડો રોકે છે અને હરડેને શેકીને લેવામાં આવે તો તે ત્રણે દોષોનો નાશ કરે છે.

હરડે ભોજનની સાથે ખાધી હોય તો બુદ્ધી અને બળ વધે છે તથા ઈંદ્રીયો સતેજ બને છે. વાયુ, પીત્ત તથા કફનો નાશ કરે છે. મુત્ર તથા મળને વીખેરી નાખે છે.

જમ્યા પછી હરડે ખાધી હોય તો તે અન્નપાનથી થયેલા અને વાત, પીત્ત તથા કફથી થયેલા દોષોને દુર કરે છે.

હરડે હેમંત ઋતુમાં સુંઠ, શીશીરમાં પીપર, વસંતમાં મધ, ગ્રીષ્મમાં ગોળ, વર્ષામાં સીંધવ અને શરદ ઋતુમાં સાકર સાથે ખાવી જોઈએ.

મુસાફરી કે શ્રમ કરવાથી થાકેલાએ, બળ વગરનાએ, રુક્ષ પડી ગયેલાએ, કૃશ-દુર્બળ પડી ગયેલાએ, ઉપવાસ કરેલા હોય તેણે, અધીક પીત્તવાળાએ, ગર્ભવતી સ્ત્રીઓએ અને જેમણે લોહી કઢાવ્યું હોય તેમણે હરડે ખાવી નહીં.

(૧) દુઝતા હરસમાં જમ્યા પહેલાં હરડે અને ગોળ ખાવાં.

(૨) બહાર દેખાતા ન હોય એવા હરસમાં સવારે હરડે અને ગોળ ખાવાં.

(૩) ઉલટી-ઉબકા થતા હોય તો હરડે મધ સાથે ચાટવી.

(૪) હરડેનું બારીક ચુર્ણ ગરમ પાણીમાં પેસ્ટ કરી લગાડવાથી ખરજવું, દાદર, સોરાયસીસ જેવા ચામડીના રોગ મટે છે. ખીલ, ખસ, ખરજવું, ગુમડાં વગેરે ચામડીના રોગો અને રક્તબગાડના રોગોમાં અડધીથી એક ચમચી હરડેનું ચુર્ણ રોજ રાત્રે જમ્યા પછી સુખોષ્ણ દુધ અથવા નવશેકા પાણી સાથે લેવું અને વાયુપીત્તાદી દોષાનુસાર પરેજી પાળવી.

(૫) હરડેનું ચુર્ણ, ગોળ, ઘી, મધ અને તલનું તેલ સરખા વજને મીશ્ર કરી બે ચમચી સવાર-સાંજ ચાટવાથી મરડો, જીર્ણ જ્વર, ગૅસ, અજીર્ણ, અપચો અને આમ મટે છે. પીત્તના દુખાવામાં પણ આ ઉપચાર અકસીર ગણાય છે.

(૬) હરડે અને સુંઠ સરખા ભાગે પાણીમાં લસોટી નવશેકા ગરમ પાણીમાં સવારે અને રાત્રે લેવાથી દમ-શ્વાસ અને કફના રોગો મટે છે.

હરીતકી અને ઉધરસ :

हरि हरितकी चैव सावित्री च दिने दिने |

आरोग्यार्थी च मोक्षार्थी भक्षयेत् कीर्तयेत् सदा ||

આરોગ્ય ઈચ્છનારાએ રોજ હરીતકીનું (હરડેનું) સેવન કરવું અને મોક્ષ ઈચ્છનારાએ હરી અને સાવીત્રીનું કીર્તન કરવું. આમવાત, સાયટીકા-રાંઝણઃ એક ચમચો હરડેનું ચુર્ણ બે ચમચી દીવેલમાં દરરોજ નીયમીત લેવાથી આમવાત, સાયટીકા-રાંઝણ, વૃદ્ધીરોગ અને અર્દીત વાયુ(મોં ફરી જવું) મટે છે.

બાવચી

જુલાઇ 13, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બાવચી અત્યંત તીવ્ર ગંધને લીધે તરત જ ઓળખાઈ આવતી અને આખા ભારતમાં સર્વત્ર થતી બાવચી ચામડીના રોગોનું પ્રસીદ્ધ ઔષધ છે. એ કોઢનો નાશ કરે છે. એનાં બીજ પેટના કૃમીઓનો નાશ કરે છે. લોહીના બગાડને લીધે થતા ચામડીના રોગોમાં બાવચીનું તેલ શરીર પર લગાડવાથી લાભ થાય છે. સફેદ કોઢના આંગળીના વેઢે ગણાય એવાં ઔષધોમાં બાવચીની ગણતરી થાય છે.

બાવચી મધુર, કડવી, પચી ગયા પછી તીખી અને રસાયન ગુણવાળી છે. તે કબજીયાત મટાડનાર, ઠંડી, રુચી ઉત્પન્ન કરનાર, મળને સરકાવનાર, રુક્ષ, હૃદય માટે હીતકારી તેમ જ કફ, લોહીવીકાર, કોઢ, પીત્ત, શ્વાસ, પ્રમેહ, જ્વર અને કૃમી મટાડે છે. બાવચી વ્રણનાશક પણ છે.

(૧) બાવચીના પાનનો રસ અને દાડમના દાણા દહીંમાં મેળવી ખાવાથી મરડો મટે છે.

(૨) સફેદ કોઢના ડાઘ પર બાવચીના બીજનું તેલ લગાડી સવારનો તડકો અડધો કલાક પડવા દેવાથી સફેદ કોઢ મટે છે.

(૩) બાવચીના બીજનું અડધી ચમચી ચુર્ણ સાકર સાથે ખાવાથી રક્તબગાડથી થતા ચામડીના રોગો મટે છે તથા લેપ્રસીમાં ફાયદો થાય છે.

(૪) બાવચીનાં બીજ અડધી ચમચી એના જ અડધી ચમચી તેલમાં વાટીને સવાર-સાંજ લેવાથી છ મહીનામાં સર્વ પ્રકરના કોઢ મટે છે.

(૫) બાવચીના બીજને દુધમાં લસોટી તેની પેંડા જેવી સોગઠી બનાવી સુકવીને બાવચીના તેલમાં લસોટી લગાડવાથી સફેદ કોઢ મટે છે.

(૬) બાવચીના બીજ અને કારેલાને ગૌમુત્રમાં લસોટી પેસ્ટ બનાવી લગાડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.

(૭) બાવચીના દાણા-બીજ અને કાળા તલનું સરખા ભાગે બનાવેલું એક ચમચી મીશ્રણ રોજ રાત્રે ફાકી જવાથી અને સફેદ ડાઘ પર બાવચીનું તેલ લગાડી સવારના તડકામાં એક કલાક રોજ બેસવાથી કોઢ મટી જાય છે.

ફુદીનો

જૂન 30, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ફુદીનો : ફુદીનો સ્વાદુ, રુચીકર, હૃદ્ય(હૃદયને હીતકર), ઉષ્ણ, દીપન, વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમુત્રને અટકાવનાર છે. એ ઉધરસ, અજીર્ણ, અગ્નીમાંદ્ય, સંગ્રહણી, અતીસાર, કૉલેરા, જીર્ણજ્વર અને કૃમીનો નાશ કરનાર છે. એ ઉલટી અટકાવે છે, પાચનશક્તી વધારે છે, તથા પીત્ત કરે તેવું બગડેલું ધાવણ સુધારે છે. એમાં વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં છે. વીટામીનની દૃષ્ટીએ ફુદીનાનું સેવન તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે.

(૧) ફુદીનો અને આદુનો રસ અથવા ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી ટાઢીયો તાવ-મેલેરીયા મટે છે. વળી તેનાથી પરસેવો વળી કોઈ પણ પ્રકારનો તાવ પણ મટે છે.

(૨) વાયુ અને શરદીમાં પણ એ ઉકાળો ફાયદો કરે છે.

(૩) ફુદીનાનો રસ મધ સાથે મેળવી  દર બે કલાકે આપવાથી ન્યુમોનીયાથી થતા અનેક વીકારો અટકી જઈ ન્યુમોનીયા ઘણી ઝડપથી મટી જાય છે.

(૪) ફુદીનાનો રસ મધ સાથે લેવાથી આંતરડાની ખરાબી અને પેટના રોગો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરીયાદવાળા માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે.

(૫) ફુદીનાનું શરબત પીવાથી કૉલેરા મટે છે.

(૬) ફુદીનાનો રસ નાકમાં પાડવાથી પીનસ-સળેખમમાં ફાયદો થાય છે.

(૭) ફુદીનાનો રસ દાદર પર વારંવાર ચોપડવાથી ફાયદો કરે છે.

(૮) વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે એનાં પાન ચાવવાથી રાહત થાય છે.

પપૈયુ

જૂન 1, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પપૈયું પપૈયાના દુધને સુકવીને બનાવેલું પેપન આહાર પચાવવમાં ખુબ જ ઉપયોગી છે. પપૈયાનું દુધ ઉત્તમ પાચક, કૃમીઘ્ન  અને વેદનાશામક છે. પપૈયું વૃદ્ધો માટે ઉત્તમ ફળ છે. એમાં વીટામીન એ, બી, સી અને ડી છે. વળી એમાં રહેલું પેપ્ટોન પ્રોટીનને પચાવવામાં ખુબ જ સહાયક થાય છે. ઘડપણમાં પાચનશક્તી નબળી હોય છે, આંખોનું તેજ તથા હૃદયનું બળ ઘટે છે, તથા નાડીતંત્રનું નીયમન ખોરવાય છે. આ બધી સમસ્યામાં પપૈયું આશીષરુપ છે. પપૈયું ખાવાથી વૃદ્ધોને પુરતી શક્તી મળી રહે છે. પપૈયું પૌષ્ટીક છે. પપૈયામાં વીટામીન સી મોટા પ્રમાણમાં છે. શરીરમાં વીટામીન સી વધુ પ્રમાણમાં હોય તો ત્વચા યુવાન દેખાય, તેના પર કરચલીઓ પડવાના પ્રમાણમાં તથા ત્વચાની રુક્ષતામાં ઘટાડો થાય છે. વીટામીન સી ત્વચા માટે ખુબ જરુરી છે.

(૧) તાજા પપૈયાનું દુધ દાદર કે દરાજ પર લગાડવાથી તે મટે છે.

(૨) પપૈયાનું દુધ ઉત્તમ પાચક, કૃમીઘ્ન, વેદનાશામક અને ભુખ લગાડનાર છે. મોં પર એ લગાડવાથી ખીલ અને તેના ડાઘા દુર થાય છે.

(૩) કાચું પપૈયું ચામડીના રોગોમાં અને પાકું પપૈયું પાચનતંત્રના રોગોમાં ઉપયોગી છે.

(૪) કાચા પપૈયાના દુધનાં ૧૦-૧૫ ટીપાં સવાર-સાંજ પાણી સાથે પીવાથી યકૃતવૃદ્ધી, બરોળવૃદ્ધી, અરુચી અને અપચો મટે છે.

તુલસીના ઉપયોગો

એપ્રિલ 1, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

તુલસીના ઉપયોગો (૧) ફ્લ્યુ અને મૅલેરીયાના તાવમાં તુલસીનાં પાન મરીના ભુકા સાથે ચાવીને ખાવાથી તાવ હળવો પડે છે.

(૨) વાત, ખાંસી, શ્વાસના રોગોમાં તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ લેવાથી ફાયદો થાય છે.

(૩) તુલસીના રસમાં મીઠું મેળવી નાકમાં ટીપાં નાખવાથી મુર્છા મટે છે.

(૪) તુલસી કીડનીની કાર્યશક્તી વધારે છે.

(૫) તુલસીની માળા બનાવી ગળામાં પહેરી રાખવાથી અનેક રોગોથી રક્ષણ મળે છે.

(૬) ટાઢીયા તાવમાં આધુનીક દવા સાથે સવાર, બપોર, સાંજ તુલસીનાં પાંચ પાંચ પાન ચોખ્ખાં કરી ચાવી જવાથી તાવના પુનરાવર્તનોથી બચી શકાય છે.

(૭) આ પ્રયોગથી કાયમી શરદી પણ મટે છે. સાથે નાકમાં દીવેલનાં બબ્બે ટીપાં પાડી અજમો નાખેલ ગરમ પાણીનો નાસ લેવો.

(૮) એક એક ચમચી આદુ અને તુલસીનો રસ મધ સાથે લેવાથી તથા એક ટંક ઉપવાસ કરવાથી ભુખ ઉઘડે છે. સાથે માપસર જમવું અને સવાર-સાંજ ચાલવા જવું.

(૯) કફમાં પણ તુલસી અને આદુ ઉપર મુજબ લેવાથી અને ઘી-તેલ થોડા દીવસ બંધ કરવાથી લાભ થાય છે.

(૧૦) તુલસીનો રસ ચોખ્ખી માટીમાં મેળવી રોજ રાત્રે ચોપડી આખી રાત રહેવા દેવાથી દાદરમાં લાભ થાય છેે.

(૧૧) તુલસી અને લીંબુનો રસ મધ સાથે લેવાથી અરુચી અને ઉલટીમાં લાભ થાય છે.

(૧૨) આઠથી દસ તુલસીનાં પાન, ચારથી પાંચ ફુદીનાનાં પાન, પાંચ કાળાં મરી, અડધી ચમચી આદુનો રસ અથવા સુંઠનું ચુર્ણ અને થોડી ખાંડ નાખી બનાવેલો દુધનો ઉકાળો પીવાથી શરદી, દમ, શ્વાસ, સળેખમ, ઉધરસ જેવા કફના રોગોમાં ફાયદો થાય છે અને કફ છુટો પડે છે.

(૧૩) અડધી ચમચી તુલસીનાં બીજ રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે ખાવાથી વીર્યસ્રાવ બંધ થાય છે. શીઘ્રપતનમાં પણ એનાથી ઉત્તમ ફાયદો થાય છે.

(૧૪) તુલસીનાં બીજ અને ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળીઓ કરી બબ્બે ગોળી સવાર-સાંજ ગાયના દુધ સાથે લેવાથી નપુસંકતા મટે છે.

(૧૫) તુલસીના માંજર અને સંચળનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ અડધી ચમચી જેટલું એક ગ્લાસ છાસમાં નાખી પીવાથી કબજીયાત મટે છે.

(૧૬) તુલસીનો રસ છાસમાં મેળવી ચોપડવાથી ખરજવું મટે છે.

(૧૭) વારંવાર થતી શરદીમાં તુલસીના ત્રણ ચમચી રસમાં પાંચ મરીનું ચુર્ણ મેળવી પીવાથી લાભ થાય છે.

(૧૮) એક ચમચી મધ, બે ચમચી આદુનો રસ અને ત્રણ ચમચી તુલસીનો રસ મીશ્ર કરી સવાર-સાંજ પીવાથી કફના રોગો મટે છે. બાળકોને આનાથી અડધી માત્રા આપવી.

(૧૯) તુલસી દાહ-બળતરા અને પીત્ત ઉત્પન્ન કરનાર છે. એ જ્વર, કફના રોગો, મુત્રકષ્ટ, મુત્રાવરોધ, લોહીનો બગાડ, પાશ્વ શુળ અને વાયુના રોગોમાં હીતાવહ છે. વીસથી પચ્ચીસ તુલસીનાં પાન વાટી એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવાં. ઉકળતાં જ્યારે ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે તેમાં એક કપ દુધ અને દોઢ ચમચી સાકર નાખી ઉકાળવું. આ ઉકાળો સવાર-સાંજ પીવાથી ઉપર્યુક્ત તકલીફો શાંત થાય છે.

(૨૦) તુલસીનાં પાન સુકવી તેનું બારીક ચુર્ણ બનાવી લેવું. આ ચુર્ણ મધ સાથે ચાટવાથી કફના રોગો શાંત થાય છે.

તાંદળજો

માર્ચ 30, 2009

તાંદળજો : એક પ્રચલીત લોકમાન્યતા અથવા લોકવાયકા છે કે, આયુર્વેદની દવાઓ ચાલતી હોય તો તાંદળજાની ભાજી ન ખવાય. એથી દવાઓની અસર મારી જાય છે. આવી લોકમાન્યતામાં કશું તથ્ય નથી. બારે માસ મળતી તાંદળજાની ભાજી બારે માસ ખાઈ પણ શકાય. એ એક ઉત્તમ ઔષધ છે.

તાંદળજો વીષઘ્ન એટલે કે ઝેરનાશક છે. તે મધુર અને શીતળ હોવાથી પીત્તના, લોહીના અને ત્વચાના રોગોમાં ખુબ જ હીતાવહ છે. પચવામાં હલકો, સ્વાદીષ્ટ અને રુચી ઉપજાવનાર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર અને બધાંને જ હીતકર આહારદ્રવ્યો એમાં છે. શરીરની આંતરીક બળતરાને શાંત કરનાર, મળમુત્ર સાફ લાવનાર, મુત્રાવરોધમાં ખુબ જ ઉપયોગી, કબજીયાતને તોડનાર, આંખો માટે હીતાવહ, રક્તસ્રાવ બંધ કરનાર, હરસ-મસા (પાઈલ્સ), લોહીવા, રક્તાતીસાર, ગડગુમડ, જ્વર, ખંજવાળ, ખરજવું, દાદર, ગરમીના સોજા, નસકોરી ફુટવી, ધાવણ ઓછું આવવું વગેરે વીકૃતીઓમાં તાંદળજાનું સેવન ખુબ ફાયદાકારક છે.

(૧) તાંદળજાના તાજા રસમાં સાકર મેળવી પીવાથી હાથપગની બળતરા અને આંતરીક દાહનું શમન થાય છે. આંખનું તેજ વધે છે, ત્વચાની કાંતી ચમકવા લાગે છે.

(૨) તાંદળજાનો રસ સાકર નાખી પીવાથી વીષની અસર પણ ઘટી જાય છે. વળી શરીરના કોઈ પણ ભાગમાંથી રક્તસ્રાવ થતો હોય અથવા શરીરના કોઈ પણ ભાગમાં બળતરા થતી હોય તો તાંદળજાના તાજા રસમાં સાકર નાખી પીવાથી લાભ થાય છે.

(૩) આંખના રોગોમાં તાંદળજો ઉત્તમ ગણાય છે, કેમ કે એમાં વીટામીન સારા પ્રમાણમાં છે.

(૪) તાવમાં પણ તાંદળજાની ભાજી પથ્ય છે. ભાજીઓમાં તાંદળજાનું સ્થાન ઉંચું છે. ઉન્માદ, તાવ, રક્તપીત્ત, પાંડુ, કમળો, ત્રીદોષ, શીતપીત્ત, કફ અને ઉધરસનો નાશ કરે છે.

કુવાડીયો

જાન્યુઆરી 6, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કુવાડીયો (૧) કુવાડીયાના બી શેકી ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી તથા ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર પર ઘસીને લગાવવાથી દાદર મટે છે.

(૨) કુવાડીયાનાં બી શેકી ચુર્ણ બનાવી કોફી તરીકે ઉપયોગ કરવાથી ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ વગેરે મટે છે.

(૩) કુંવાડીયાનાં બીજને ખાટી છાસમાં લસોટી દાદર-દરાજ પર સવાર સાંજ લગાડવામાં આવે તો દસ-બાર દીવસમાં જ દાદરનો નાશ થઈ જાય છે. જુની કે નવી કોઈ પણ દરાજ પર કુંવાડીયો જ વાપરવો જોઈએ.  

(૪) કુવાડીયાનાં મુળને પાણીમાં વાટી લેપ કરવાથી કંઠમાળ થોડા દીવસોમાં મટી જાય છે.

(૫) કુવાડીયાની ભાજી ખાવાથી થોડા દીવસોમાં કફના રોગો નાશ પામે છે.

કાસુન્દ્રો

ડિસેમ્બર 29, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કાસુન્દ્રો : ચોમાસામાં કાસુન્દ્રો અને કુવાડીયો સાથે જ ઉગી નીકળે છે. કાસુન્દ્રાને કાસમર્દ-ખાંસીનો નાશ કરનાર કહ્યો છે. કાસુન્દ્રો કડવો, ગરમ, પચ્યા પછી મધુર, કફ અને વાયુને હણનાર, આહાર પચાવનાર, કંઠશોધક, પચવામાં હલકો અને પીત્તનાશક છે.

(૧) દમ અને ઉધરસ હોય તો કાસુન્દ્રાની ભાજી ખાવી જોઈએ.

(૨) કાસુન્દ્રાના બીજને શેકીને કૉફી તરીકે વાપરી શકાય. આ કૉફી પીવાથી પરસેવો વળી તાવ ઉતરી જાય છે.

(૩) કાસુન્દ્રાના પાનનો ઉકાળો પીવાથી દમ અને હેડકીમાં અત્યંત લાભ થાય છે.

(૪) કાસુન્દ્રાનું મુળ છાસ કે સરકા સાથે લસોટી સવાર-સાંજ લગાડવાથી જુની દાદર અને ખરજવું મટે છે.

(૫) કાસુન્દ્રો, સરગવો અને મુળાનાં સુકાં કે લીલાં પાનનો સુપ દમ, ઉધરસ અને હેડકીમાં લાભ કરે છે. (એક માહીતીઃ સરગવાના પાનમાં વીટામીન નું પ્રમાણ સારું છે. મુળાના પાનની સુકવણી કરી એનો સુપ બનાવી શકાય.)