અરલુ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અરલુ : અરલુનાં ઝાડ મધ્યમ કદનાં હોય છે. એનાં પાંદડાં કાંઈક મરીનાં પાંદડાં જેવાં જ હોય છે. એનાં ડાળાં પપૈયાના ઝાડ જેવાં પોચાં હોય છે.એને બે હાથ લાંબી અને ત્રણથી ચાર આંગળ પહોળી શીંગ આવે છે. એ શીંગમાં લગભગ બસોથી અઢીસો જેટલાં બીયાં હોય છે અને તે કપાસનાં બીજ જેવાં જ હોય છે. જ્યારે અરલુની શીંગો કુમળી હોય છે, ત્યારે તેનું શાક અને અથાણું પણ થાય છે. આ શીંગોનો આકાર આબેહુબ તલવાર જેવો જ હોય છે. અરલુનાં મુળની અંતર છાલ જે ઔષધરુપે વપરાય છે, તે લીલા રંગની હોય છે. પ્રખ્યાત ઔષધ દશમુળમાં અરલુનાં મુળ પણ આવે છે. તેને કોઈ ટેંટવે પણ કહે છે.

અરલુ તુરુ, તીખું, કડવું, ભુખ લગાડનાર મળને બાંધનાર,શીતળ, મૈથુન વધારનાર, બળ આપનાર અને વાયુ, પીત્ત, કફ, કૃમી, ઉલટી, કોઢ, અરુચી મટાડે છે. અરલુનાં કુમળાં ફળ તુરાં, મધુર, પચવામાં લઘુ, હૃદય માટે સારાં, રુચી ઉપજાવનાર, આહાર પચાવનાર, કંઠ માટે હીતાવહ, ભુખ લગાડનાર, ઉષ્ણ, તીખાં અને ખારાં છે. એ વાયુ, ગોળો, કફ, મસા, અરુચી અને કૃમીનો નાશ કરે છે. એનાં જુનાં ફળ ગુરુ એટલે પચવામાં ભારે અને વાયુને કોપાવનારાં છે.

(૧) અરલુની છાલના બે થી ચાર ચમચી જેટલા રસમાં એક ચમચી મધ અને થોડો મોચરસ નાખી સવાર-સાંજ પીવાથી થોડા જ દીવસોમાં અતીસાર, આમાતીસાર(મ્યુકસ કોલાયટીસ) અને રક્તાતીસાર(અલ્સરેટીવ કોલાયટીસ) મટે છે.

(૨) જુનાં ન મટતાં ચાંદાં-જખમ, દાદર અને ખરજવા પર અરલુનાં પાન વાટી ચોપડવાથી થોડા દીવસોમાં એ મટી જાય છે.

(૩) અરલુની સુકી છાલ વાટી તેનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી પ્રમેહ મટે છે.

ટૅગ્સ: ,

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.