અશ્વગંધા-ઉપયોગો, ગતાંકથી ચાલુ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અશ્વગંધા-ઉપયોગો, ગતાંકથી ચાલુ (૫) અશક્તી લાગતી હોય, ચક્કર આવતાં હોય, થાક લાગતો હોય, વજન વધતું ન હોય, કમર દુખ્યા કરતી હોય, એવી વ્યક્તીઓએ એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ થોડા ઘીમાં શેકી એક ગ્લાસ દુધમાં નાખી ઉકાળવું. ઉકાળતી વખતે તેમાં બે ચમચી સાકર મીશ્ર કરી ઠંડું પાડી રોજ રાત્રે પીવું. આ ઔષધ પ્રયોગથી થોડા દીવસોમાં જ ઉપરની તકલીફો દુર થાય છે. નબળા બાંધાના બાળકોનું વજન વધારવામાં આ ઉપચાર ખુબ જ હીતાવહ છે. સ્ત્રીઓના પ્રદર-લ્યુકોરીયામાં, પુરુષોના વીર્યદોષો દુર કરવામાં, વૃદ્ધાવસ્થા આવતી રોકવામાં અશ્વગંધાનો આ પ્રયોગ ખુબ ઉપયોગી છે. અશ્વગંધાના લેટીન નામનો અર્થ થાય છે ‘ઉંઘ લાવનાર.’ આમ તે અનીદ્રા અને માનસીક રોગોમાં પણ હીતાવહ છે.

(૬) અશ્વગંધાદી ચુર્ણઃ અશ્વગંધા ૪૦૦ ગ્રામ, સુંઠ ૨૦૦ ગ્રામ,લીંડીપીપર ૧૦૦ ગ્રામ, કાળાં મરી ૮૦ ગ્રામ, ભારંગમુળ, તાલીસપત્ર, કચુરો,અજમો, માયાં, તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, જટામાસી, રાસ્ના, નાગરમોથ, ચણકબાબ, કડુ, ગળો અને કઠ આ દરેક ઔષધ ૧૦-૧૦ ગ્રામ અને સાકર ૯૦૦ ગ્રામ લઈ ખાંડીને બનાવેલું ચુર્ણ તે ‘અશ્વગંધાદી ચુર્ણ.’ બજારમાં મળે છે. એક ચમચી જેટલું આ ચુર્ણ ઘી સાથે લેવાથી ક્ષય, માખણ સાથે ચાટવાથી પીત્તરોગ અને ગોખરુના ઉકાળા સાથે પીવાથી પથરી, સોજા અને મુત્રમાર્ગના રોગો મટે છે. આ ચુર્ણ બળ, બુદ્ધી અને વજન વધારે છે.


ટૅગ્સ: ,

11 Responses to “અશ્વગંધા-ઉપયોગો, ગતાંકથી ચાલુ”

  1. Ramesh Says:

    Mane shigra skhalanni taklif chella 10 varshthi che..hu atyare 28 no chu..hastamaithun karu chu weekly two times…mara ling ma sakhtai nathi aavti to yogya uppay batavo..pls mara lagna thavana che 2 thi 3 mahinama.. Pls help me..koi tablets che je 2 thi 3 mahina ma result aape.. Pls revert.Maru Naam change karyu che..Sachu naam janva mate pls nichena mumber par phone karo..
    +919869939557

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      મારી જાણમાં નીચેના ઉપાયો છે, આમ છતાં આપે યોગ્ય વૈદ્ય કે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, આવા નુસખાઓ માત્ર આયુર્વેદમાં રસ જગાડવા માટે હોય છે, હું કોઈ ડૉક્ટર કે વૈદ્ય નથી.

      જાણીતી બધી આયુર્વેદીક ફાર્મસીમાં મકરધ્વજવટી મળે છે. એની બે ગોળી સવારે અને બે ગોળી રાત્રે ત્રણથી છ વીક દૂધ, ચા, કૉફી કે ફળોના રસ સાથે લેવાથી લાભ થવાની શક્યતા છે. આયુર્વેદમાં પુષ્યધન્વારસ, વસંત કુસુમાકર જેવા પ્રયોગો પણ આપવામાં આવ્યા છે. ઉપરાંત વનસ્પતી કલ્પોમાં સાલમ, કૌંચાબીજ, આસંધ, મૂસળી, શતાવરી, વરધારાબીજ, એખરો, આંબળાં, કમરકસ, ગોખરું, જાયફળ, જાવંત્રી, અક્કલકરો, જેઠીમધ, તુલસીબીજ, મોગલાઈ બેદાણા, મોચરસ બધાં સમભાગે લઈ ખાંડી બારીક વસ્ત્રગાળ ભૂકો કરી એક ચમચી સવારે અને એક ચમચી રાત્રે મધમાં ચાટી ઉપર દૂધ લેવું. આ કલ્પમાં વીર્ય ઉત્પન્ન કરવાનો, જથ્થો વધારવાનો, ઘટ્ટ કરવાનો તથા સ્ખલનશક્તિ વધારવાનો ગુણ રહેલો છે.
      એકધારું ઢસરડાવાળું બેઠાડું જીવન, માનસિક તંગદિલી, ખોરાકમાં મરચાંમસાલાનો અતિરેક, ઉજાગરા, પાન, ચા, તમાકુ જેવાં વ્યસનોના અતિરેકથી પણ શિથિલતા આવી શકે છે. ખોરાકમાં ખારેક, અડદ, તલ, ખોપરું, ખજૂર, શિંગોડા, રીંગણાં, ભીંડા, મૂળા, ગાજર વગેરે લેતાં લાભ થતો જણાશે. પણ આ આહાર પચાવવા માટે તમારું પાચનતંત્ર સક્ષમ હશે તો જ લાભ થઈ શકે.
      -ગાંડાભાઈ
      Gandabhai Vallabh
      You may visit my blogs:(In Gujarati)
      https://gandabhaivallabh.wordpress.com
      http://kriyakand.wordpress.com
      http://aazadiladat.wordpress.com

      —–Original Message—–

      Like

  2. ramesh Says:

    Tame koi sara doctor nu sarnamu mumbai ma aapi shako cho? Pls??

    Like

  3. MAYUR MAHERA Says:

    અશક્તી

    Like

  4. Anil Says:

    ગળો atle limda no galo aave te?

    Like

  5. ગાંડાભાઈ વલ્લભ Says:

    હા, લીમડા પર ગળોના વેલા ચડેલા હોય છે, પણ બીજાં વૃક્ષો પર પણ એના વેલા હોય છે. મેં આંબા પર અને મારા ખ્યાલ મુજબ બાવળ પર પણ ગળોના વેલા જોયા છે, (હું ૪૨ વર્ષોથી ન્યુઝીલેન્ડમાં છું આથી વર્ષો પહેલાં જોયેલું તેના આધારે કહું છું, કદાચ ભુલ પણ હોઈ શકે) પરંતુ લીમડા પર ચડેલી ગળો સૌથી ઉત્તમ ગણાય છે. અમારા ઘરે પાછળના વાડામાં લીમડા પર ગળો મેં જોઈ છે.

    Like

  6. Anil Says:

    Dr gol ane milk pivanu k ne tame na pado to su karvu

    Like

  7. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈશ્રી અનિલભાઈ,
    તમારા આ પ્રશ્નનો ઉત્તર તમે આ પહેલાં અન્યત્ર પુછ્યો હતો ત્યાં મેં એનો ઉત્તર આપ્યો છે, તે જોવા વીનંતી. મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર.

    Like

  8. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈશ્રી અનિલ, મકરધ્વજવટી કઈ કઈ કંપનીઓ બનાવે છે તેની માહીતી મારી પાસે નથી, પણ ઘણી ફાર્મસી એ વેચે છે. હું છેલ્લા ૪૨ વર્ષથી ન્યુઝીલેન્ડમાં રહું છું, આથી આપણા દેશમાં કે મારા વતનની નજીકના શહેર નવસારીમાં શોપીંગનો અનુભવ હાલ નથી.
    ડૉક્ટરનું વીજ્ઞાન અને આયુર્વેદ અલગ અલગ સીદ્ધાંતોમાં માને છે. આયુર્વેદ મુજબ દુધ સાથે ગોળ લઈ ન શકાય. ગોળમાં મીનરલ્સ અને વીટામીન્સ હોય છે, જે દુધ સાથે પ્રક્રીયા કરીને એના પાચનમાં વીક્ષેપ કરે છે. મીનરલ એટલે ક્ષાર. દુધ સાથે ક્ષાર ભળવાથી દુધ ફાટી જશે. હા, અમુક ઉપચારોમાં દહીં સાથે ગોળ લેવાનો હોય છે એવું મેં વાંચ્યું છે. કોઈ ઉપચારમાં દુધ સાથે ગોળ લેવાનો હોય તો તેની માહીતીની મને જાણકારી નથી.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.