આવળ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આવળ આવળ ભારતમાં બધે જ થાય છે. એનાં પીળાં સોનેરી ફુલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. કેટલીક જગ્યાએ એને ગુજર બાવળ કે ગાંડો બાવળ પણ કહે છે. આવળ કડવી, શીતળ અને આંખોને હીતકારક છે.

(૧) એક ચમચી આવળના ફુલની પાંદડીઓ અને એટલી જ સાકર ગાયના દુધમાં વાટીને ચાટી જવાથી સગર્ભા સ્ત્રીઓની ઉલટી-ઉબકા બંધ થાય છે.

(૨) આવળના ફુલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ સુધારે છે.

(૩) પગના મચકોડ પર આવળના પાન બાંધવાથી મચકોડનો સોજો અને દુઃખાવો મટી જાય છે.

(૪) આવળનાં ફુલોનો ઉકાળો જમતાં પહેલાં પીવાથી અથવા આવળના પંચાંગનું ચુર્ણ અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરુરી પરેજી પાળવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.

(૫) આવળનાં ફુલોને સુકવીને બનાવેલું ચુર્ણ અડધી ચમચી જેટલું ગરમ પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના પ્રમેહ મટે છે.

(૬) આવળનાં સુકાં ફુલોનું અડધી ચમચી ચુર્ણ બપોરે જમ્યા પછી લેવાથી ડાયાબીટીસથી ઉત્પન્ન થતી બહુમુત્રતા અને વધુ પડતી તરસમાં ફાયદો થાય છે. એ ડાયાબીટીસમાં પણ ખુબ હીતાવહ છે.

(૭) આવળના બીજનું પા ચમચી ચુર્ણ સવાર-સાંજ જમ્યા પછી લેવાથી અને યોગ્ય પરેજી પાળવાથી ડાયાબીટીસ કાબુમાં રહે છે.

(૮) આવળના ફુલનો ઉકાળો પીવાથી બહુમુત્રતા મટે છે.

ટૅગ્સ: ,

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.