આદુનો અવલેહ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આદુનો અવલેહ-ચાટણ ૫૦૦ ગ્રામ આદુ છીણી પેસ્ટ બનાવી ૫૦૦ ગ્રામ ઘીમાં ધીમા તાપે હલાવતાં હલાવતાં શેકવું. શેકતાં લાલ રંગનું થાય ત્યારે તેમાં ૫૦૦ ગ્રામ ગોળની ચાસણી મીશ્ર કરી ખુબ હલાવી બાટલીમાં ભરી લેવું. આ ચાટણથી ભુખ લાગે છે, ભોજન પર રુચી પેદા થાય છે, વજન વધે છે તથા કફ દુર થાય છે. ગર્ભાશયના દોષ અને અનીયમીત માસીકમાં પણ ખુબ હીતકર છે. પ્રસુતાએ આ ચાટણ એક-દોઢ માસ સુધી લેવું જોઈએ, જેથી ગર્ભાશયમાં બગાડ રહી જતો નથી.

ટૅગ્સ:

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.