કેસર

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કેસર : એનું એક નાનું તણખલું જીભ પર મુકતાં આખી જીભ અડધી મીનીટમાં લાલ થઈ જાય અને ત્રણ કલાક સુધી સુગંધ આવે. એ જ રીતે એક જ નાનું તણખલું દુધમાં નાખો તો તરત જ દુધ કેસરી કે લાલ થઈ જવું જોઈએ. આવું ન થાય તો એ બનાવટી કેસર હોવું જોઈએ.

કેસર ભુખ લગાડનાર, આહાર પચાવનાર, રુચી ઉત્પન્ન કરનાર, વેદના સ્થાપન, મળને રોકનાર, સંકોચ વીકાસ પ્રતીબંધક, કામોત્તેજક, વર્ણ સુધારક, સૌંદર્ય વધારનાર, નેત્રરોગ, શીરારોગ, વીષ અને ત્રણે દોષો હરનાર છે.

કાશ્મીરમાં કેસર-ચંદન વાટીને અડધી ચમચી લેપ દરરોજ ખાવામાં આવે છે. જેનાથી કોઈ દીવસ કેન્સર નથી થતું. નાનાં બાળકોને પણ રોજ ખવડાવવામાં આવે છે, જેથી તેમને તાવ નથી આવતો કે શરદી થતી નથી.

(૧) પા ચમચી કેસર, અડધી ચમચી સાકર અને બે ચમચી ઘી મીશ્ર કરી સહેજ તપાવી એકરસ થાય ત્યારે ઠંડુ પાડી બંને નસકોરામાં પાંચથી છ ટીપાં પાડવાથી ભ્રમર, લમણા, કાન, આંખ, કપાળ અને આધાશીશીનો દુઃખાવો થોડીવારમાં જ મટી જાય છે.

(૨) માસીક વખતના દુઃખાવામાં ઘી સાથે કેસર ચાટવાથી દુઃખાવો મટે છે અને માસીક સાફ આવે છે.

(૩) બાળકોની શરદીમાં ગરમ દુધમાં કેસર નાખી આપવાથી અને નાકે, કપાળે તથા છાતીએ કેસરનો લેપ કરવાથી લાભ થાય છે.

(૪) દુધમાં કેસર, જાયફળ, જાવંત્રી, એલચી વગેરે નાખવાથી દુધ પચવામાં સહેલું પડે છે. જેને દુધ માફક આવતું ન હોય તેમણે દુધ આ પ્રમાણે પીવું.

(૫) કેસરને ઘીમાં લસોટી તેનાં નાકમાં ટીપાં પાડવાથી જુની શરદી મટે છે.

(૬) કેસરને ઘીમાં લસોટી તેને થોડી થોડી વારે સુંઘવાથી આધાશીશીનો દુઃખાવો મટે છે.

ટૅગ્સ: , , , ,

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.