લીમડો

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

લીમડો (૧) લીમડાની આંતરછાલનો ઉકાળો તાવ મટાડે છે.

(૨) ચામડીના તમામ પ્રકારના રોગો લીમડાના પાનના રસ કે તેની છાલના ઉકાળાથી મટે છે.

(૩) સફેદ કોઢ જેવા જટીલ રોગ પણ લીમડાનું લાંબો સમય સેવન કરવાથી મટે છે.

(૪) ગમે તેવો ન રુઝાતો ઘા કે પાક  લીમડાના પાનની લુગદી મુકવાથી રુઝાઈ જાય છે.

(૫) નીયમીત લીમડાનું દાતણ કરવાથી દાંતનો સડો, પેઢાનો સોજો, દુખાવો, પેઢાનું પરું, મોઢાની દુર્ગંધ, દાંત અને પેઢાના બીજા રોગો મટે છે. મહુડો, કરંજ અને ખેરનું દાતણ પણ કરી શકાય.

(૬) લીમડાના પાનના રસમાં મરી તથા સીંધવ યોગ્ય પ્રમાણમાં મેળવી ૧૫ દીવસ સુધી પીવામાં અાવે તો અાખા ઉનાળાનો આકરો તાપ પણ સતાવતો નથી. એનાથી સુવારોગ પણ થતો નથી.

(૭) ચામડીના રોગોમાં લીમડાનાં પાન પાણીમાં ઉકાળી નાહવાથી લાભ થાય છે.

(૮) કફ, ઉધરસ, પેટમાં ગરબડ, એસીડીટી, પીત્તવીકાર અને ચામડીના સૌંદર્યમાં લીમડાનો રસ અકસીર ઔષધ છે. લીમડાનાં તાજાં કુમળાં પાન વાટી પાણી સાથે ગાળી લેવાં. લીમડાનો આ શુદ્ધ રસ આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે. રોગ અનુસાર યોગ્ય માત્રામાં લેવાથી અવશ્ય ફાયદો થાય છે.

(૯) ચૈત્ર મહીનામાં લીમડાના રસનું સેવન કરવાથી આખું વર્ષ નીરોગી રહેવાય છે.

(૧૦) લીમડાની આંતરછાલનો ઉકાળો કે પાણીમાં છાલ પલાળી તે પાણી પીવાથી કરોળીયા એકદમ બેસી જાય છે.

(૧૧) લીમડાના રસમાં જુની આમલી મેળવી પીવાથી કૉલેરા મટે છે.

(૧૨) લીમડાનાં કુણાં પાનની ચટણી મીઠું નાખી ખાવાથી તાવ ઉતરે છે.

લીમડાનાં પાન : લીમડાનાં પાન સોજા ઉતારનાર, ચામડી માટે ઉત્તેજક, અને એના દોષ દુર કરનાર, વ્રણ-ચાંદાનું શોધન અને શમન કરનાર, સડાને અટકાવનાર, કૃમીઓનો નાશ કરનાર, વીષમજ્વર અટકાવનાર, લીવરને ઉત્તેજીત કરનાર, વધારે માત્રામાં લેવાથી ઉલટી કરાવનાર, વળી લીમડાનાં પાન નેત્રને માટે હીતાવહ છે અને સર્વ પ્રકારની અરુચીઓ તથા સર્વ પ્રકારના ત્વચાના રોગોમાં ખુબ જ હીતાવહ છે.

પાંચથી સાત લીમડાનાં તાજાં પાન ખુબ ચાવીને ખાવાં અથવા બેથી ચાર ચમચી લીમડાનો રસ સવાર-સાંજ પીવો. લીમડાનો રસ આખા શરીરે ચોળીને સ્નાન કરવું. સ્નાન કરવાના પાણીમાં લીમડાના પાન નાખી ગરમ કર્યા પછી તેનો સ્નાન માટે ઉપયોગ કરવો.

ટૅગ્સ: , , , , , , , , , , , , , , , , , ,

2 Responses to “લીમડો”

  1. milind bilwankar Says:

    Since last 30 days I am daily chewing 7 – 10 leaves of Neem ( empty stomack ) and I am going to continue for entiire year and so on.

    Does it harmful? Pl. advise. Advantage & Disadvantage.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      It depends on your body’s nature i.e. Vaat(વાત), pitt(પીત્ત), kaf(કફ) etc.. When you try any thing new you have to watch what kind of effect it does on your body. Also every one is unique, so the same thing works differently on different person.
      I am in New Zealand for last 35 years. When I was in India there were two beautiful neem trees in my back yard and I used to brush my teeth with its twig, but I have not done any other experiment with it. Unfortunately there are no neem trees here.
      Thank you very much for visiting my blog.
      -Gandabhai Vallabh
      એનો આધાર આપના શરીરની પ્રકૃતી ઉપર રહેશે, એટલે કે વાત, પીત્ત, કફ વગેરે. આપણે કોઈ નવો પ્રયોગ કરીએ ત્યારે શરીર પર એની અસરો જોતા રહેવું જોઈએ. વળી દરેક વ્યક્તી અદ્વીતીય છે, આથી એક જ વસ્તુની અસર જુદા જુદા લોકો પર જુદી જુદી થશે.
      હું તો છેલ્લાં ૩૫ વર્ષથી ન્યુઝીલેન્ડમાં છું, પણ જ્યારે દેશમાં હતો ત્યારે અમારા વાડામાં લીમડાનાં બે સુંદર વૃક્ષો હતાં, અને હું એનું દાતણ કરતો. આ સીવાય બીજો કોઈ પ્રયોગ મેં લીમડા બાબત કર્યો નથી. દુર્ભાગ્યે અહીં લીમડો જોવા મળતો નથી.
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.

      Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.