સૌભાગ્યસુંઠી પાક

સૌભાગ્યસુંઠી પાક નાગરમોથ, નાગકેસર, સુંઠ, મરી અને પીપર ૪૦-૪૦ ગ્રામ, વરીયાળી ૧૦ ગ્રામ અને ધાણા તથા એલચીદાણા ૫-૫ ગ્રામના બારીક ચુર્ણમાં ૩૨૦ ગ્રામ સુંઠનું ચુર્ણ મેળવવું. એમાં થોડું ઘી મીશ્ર કરી ૩.૨ લીટર ગાયના દુધમાં માવો બનાવવો. આ માવામાં ઘી મેળવી પાક બનાવવો. આખા દીવસમાં ૫૦ ગ્રામ જેટલો આ પાક ખાવાથી સુવાવડ પછીનાં તાવ, ઉલટી, શ્વાસ, ઉધરસ, બળતરા જેવા રોગો સામે શરીરને બળ મળે છે.

ટૅગ્સ:

2 Responses to “સૌભાગ્યસુંઠી પાક”

  1. shriswaminarayan Says:

    આરોગ્ય માટેના ઘણા ઉપાયો જાણવા જેવા છે થોડા વિસ્તાર સાથે રજુ કરો તો વધુ સારુ લાગશે

    Like

  2. Gandabhai Vallabh Says:

    આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.