ચામડીના રોગો

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ચામડીના રોગો

(૧) વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી ચામડીના રોગો મટે છે.

(૨) જે જગ્યાએ ચામડી વીકારગ્રસ્ત લાગતી હોય ત્યાં જરા જરા દીવેલ દરરોજ દીવસમાં ત્રણ વખત ઘસતા રહેવું. સામાન્ય ખંજવાળ, અળાઈ અને સોરાઈસીસ કે એક્ઝીમા જેવા રોગો પણ દીવેલના નીયમીત પ્રયોગથી મટે છે.

(૩) ચામડીના રોગમાં ગાજરનો રસ દુધમાં મેળવી પીવો. ગાજરના રસ અને દુધનું પ્રમાણ જરુર મુજબ રાખવું.

(૪) ખંજવાળ, દરાજ, અળાઈ, એલર્જી, સોરાયસીસ જેવા દારુણ રોગોમાં પણ કોબીજનાં પાન અસરગ્રસ્ત ચામડી પર લપેટી રાખી મુકો કે પાટો બાંધી રાખો તો એ મટી જાય છે.

(૫) કાચા પપૈયાનું દુધ ચોપડવાથી ચામડીના રોગો સારા થાય છે.

(૬) રોજ સવારે ૨૦-૨૦ ગ્રામ મધ ઠંડા પાણીમાં મેળવી ચાર-પાંચ માસ પીવાથી દાહ, ખંજવાળ અને ફોલ્લી જેવા ચામડીના રોગો મટે છે.

(૭) તાંદળજાની ભાજી ખાવાથી ચામડીના વીકારો મટે છે.

(૮) નારંગી ખાવાથી ચામડીનાં દર્દો દુર થાય છે.

(૯) કારેલીનાં પાન વાટી તેની માલીશ કરવાથી જીર્ણ ત્વચારોગમાં ફાયદો થાય છે.

(૧૦) સફેદ કોઢ, ખરજવું, દાદર, સોરાયસીસ, રક્તમંડલ, ખસ, લુખસ, ખુજલી વગેરે તમામ પ્રકારના ત્વચા રોગોમાં ગરમાળાનાં પંચાંગ અધકચરાં ખાંડી બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં એક ગ્લાસ બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી, ઠંડુ પાડી ગાળીને સવાર-સાંજ પીવું. ખાટી ચીજો (લીંબુ, આમલી, ટામેટાં વગેરે) બંધ કરવી. ઉકાળો તાજેતાજો બનાવીને સવાર-સાંજ પીવો. કબજીયાત હોય તો રાત્રે સુતી વખતે એક ચમચી ગરમાળાનો ગોળ ખાવો.

(૧૧) તેલમાં લાલ આખું કે દળેલું મરચું બાળવું. એ તેલ ગાળીને શીશીમાં સંઘરી રાખવું. અસરગ્રસ્ત ચામડી પર દરરોજ ચારેક કલાકને અંતરે લગાડી સહેજ ઘસતા રહેવું. પ્રયોગ નીયમીત એકાદ મહીનો કરવો જોઈએ. એનાથી ચામડીના રોગો મટે છે. એની કશી જ આડઅસરો નથી.

(૧૨) કોલીફ્લાવરમાં ગંધકનું પ્રમાણ સારું હોવાથી કોઈ પણ પ્રકારના ત્વચારોગમાં દરરોજ એનું શાક ખાવાથી એ જલદી મટી જાય છે.

(૧૩) દરાજ, ખંજવાળ, સોરાયસીસ, અળાઈ જેવા ત્વચાના તમામ નાના-મોટા રોગોમાં તલના તેલમાં હળદર મેળવી માલીશ કરતા રહેવાથી અને થોડું ચોપડી રાખવાથી મોટી રાહત થાય છે.

(૧૪) ત્વચારોગમાં ખાંડ-ગોળ, બધી જ જાતનાં ફળ, ઠંડાં પીણાં, ઠંડી વાનગી, સાબુ અને સીન્થેટીક કાપડ, તલ, શીંગદાણા, દહીં, ભીંડા, સક્કરીયાં વગેરે બંધ કરવું. મીઠું ઓછું કરી નાખવું. મેથી, પાલખ, તુવેરની દાળ, હળદર ઘણાં સારાં જે દરરોજ લઈ શકાય.

(૧૫) ઘીમાં મરી વાટી લેપ બનાવી એક ચમચી જેટલું ચાટી જવાથી અને થોડું ચામડી પર પડેલાં લાલ ચકામા પર સવાર-સાંજ નીયમીત ચોપડવાથી લાલ ચકામા મટે છે.

(૧૬) ગરમીમાં અળાઈ, ખંજવાળ કે ચામડી લાલ થઈ જવા જેવા ત્વચારોગોમાં ગોખરુનો તાજો ઉકાળો હુંફાળો કે ઠંડો ૧-૧ કપ ત્રણ-ચાર વખત પીતા રહેવાથી લાભ થાય છે.

(૧૭) તલનું તેલ બરાબર ગરમ કરી, તેમાં ૧/૬ ભાગ વજન જેટલું કપુરનું ચુર્ણ નાખી માલીશ કરવાથી ખંજવાળ તથા ચામડીના સામાન્ય રોગો મટે છે. શરીરના દુખતા ભાગ પર કે શરીર જકડાઈ જવાની ફરીયાદમાં પણ આ તેલ લાભદાયી છે.

(૧૮) ખંજવાળ, અળાઈ, ફોલ્લા-ફોલ્લી વગેરે ચામડીના નાના-મોટા રોગોમાં દરરોજ દીવસમાં ચાર-પાંચ વાર થોડું થોડું કોપરેલ ઘસતા રહેવાથી રાહત થાય છે. સોરાયસીસ જેવા ગંભીર ત્વચા રોગમાં પણ કોપરેલ અદ્ભુત અસરો બતાવે છે.

(૧૯) અરડુસીનાં તાજાં કે સુકાં પાનનો એકાદ લીટર ઉકાળો બનાવી નાહવાના પાણીમાં નાખી દરરોજ સ્નાન કરવાથી દરાજ, ખંજવાળ, અળાઈ, ફોલ્લી-ફોલ્લા વગેરે નાના મોટા ચામડીના રોગો થતા નથી અને થયા હોય તો મટી જાય છે.

(૨૦) લીમડાના પચાસેક પાનનો તાજો રસ કાઢી સવાર-સાંજ પીવાથી ચામડીના બધા જ રોગો-ગડગુમડ, ખીલ અને સફેદ કોઢ પણ જડમુળથી મટી જાય છે.

(૨૧) ખીલ, ખસ, ખરજવું, ગુમડાં વગેરે ચામડીના રોગો અને રક્તબગાડના રોગો મટાડવા અડધીથી એક ચમચી હરડે ચુર્ણ રોજ રાત્રે જમ્યા પછી સુખોષ્ણ દુધ અથવા નવશેકા પાણી સાથે લેવું અને વાયુપીત્તાદી દોષાનુસાર પરેજી પાળવી.

ટૅગ્સ: , ,

190 Responses to “ચામડીના રોગો”

  1. કાંતિલાલ પરમાર Says:

    આનંદ થયો શ્રી ગાંડાભાઈ આપની વાતો વાંચી મનન કર્યું હવે અમલ કરવા કોશિશ કરીશ. આભાર…

    Like

  2. sukhdev arya Says:

    નમસ્તે, મારે સોરીઆસીસ છે અને હમણાં મારી પંચકર્મ ચિકત્સા ચાલુ છે . પંચકર્મ ચિકત્સા પછી મારે આહાર વિહાર અને ઔશદીઓ નું માર્ગદર્શન આપવા વિનંતી. તમારું આભાર. – સુખદેવ આર્ય

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે સુખદેવભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર. સોરાયસીસ વીષે મારી પાસે જે માહીતી છે તે મોકલું છું. હું એક જ ઈ-ઉવાળી સાદી જોડણી વાપરું છું. વાંચવામાં તકલીફ પડે તો માફ કરશો. આ માત્ર માહીતી જ છે. હું કોઈ ડૉક્ટર કે વૈદ્ય નથી. ઉપાયો અજમાવતાં પહેલાં આપના ચીકીત્સકની સલાહ અવશ્ય લેવી.
      સોરાયસીસ
      સોરાયસીસ ચામડીનો દારુણ વ્યાધી છે. એમાં ભયંકર ખંજવાળ આવે છે. શીયાળામાં એ ઉથલો મારે છે. સોરાયસીસને આયુર્વેદમાં વીચર્ચીકા કહે છે. કીડામારીને દીવેલમાં સારી રીતે કાલવી લગાડવાથી આ બહુ જીદ્દી રોગ ક્યાં તો પૈસાની દવાથી ક્યાં તો સેંકડો રુપીયા ખર્ચવા છતાં ન મટે એવો છે. એક વખત મટી ગયા પછી ફરીથી ઉથલો મારે એવો રોગ છે. કોઈ દવા આ રોગ પર સચોટ પુરવાર થઈ નથી. આ રોગમાં એકને લાગુ પડતી દવા બીજાને લાગુ પડતી નથી. કીડામારી આમાં વાપરી જોવા જેવી છે. તાજાં લીલાં પાનનો રસ અથવા પાન લસોટીને બનાવેલી પેસ્ટ ચામડીના અસસરગ્રસ્ત ભાગ પર સવાર-સાંજ લગાવવી જોઈએ.
      1. સફેદ કોઢ, ખરજવું, દાદર, સોરાયસીસ, રક્તમંડલ, ખસ, લુખસ, ખુજલી વગેરે તમામ પ્રકારના ત્વચા રોગોમાં ગરમાળાનાં પંચાંગ અધકચરાં ખાંડી બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં એક ગ્લાસ બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી, ઠંડુ પાડી ગાળીને સવાર-સાંજ પીવું. ખાટી ચીજો(લીંબુ, આમલી, ટામેટાં વગેરે) બંધ કરવી. ઉકાળો તાજેતાજો બનાવીને સવાર-સાંજ પીવો. કબજીયાત હોય તો રાત્રે સુતી વખતે એક ચમચી ગરમાળાનો ગોળ ખાવો.
      2. પીપળાની છાલ સુકવી તેનું ચુર્ણ કરવું. આ ચુર્ણ બજારમાં તૈયાર પણ મળે છે. જો સોરાયસીસમાં ચામડી સુકી રહેતી હોય તો પીપળાની છાલનું ચુર્ણ કોપરેલમાં મેળવીને લગાડવું અને જો ચામડી ભીની રહેતી હોય તો ચુર્ણ ઉપરથી જ ભભરાવતા રહેવું. દીવસમાં બે-ત્રણ વખત લગાડતાં રહેવાથી ફાયદો થવાની શક્યતા છે.
      3. સમભાગે ટર્પેન્ટાઈન અને કપુર લેવાં. ટર્પેન્ટાઈન ગરમ કરી તેમાં કપુર મેળવી શીશીમાં બંધ કરી રાખી મુકવું. દરરોજ સવાર-સાંજ આ તેલ સોરાઈસીસવાળા ભાગ પર ઘસવું.
      4. સરખા ભાગે આમલસાર ગંધક અને કૉસ્ટીક સૉડામાં વાટેલી ખાંડ ભેળવી કાચની શીશીમાં ભરી રાખવાથી તે પ્રવાહી બની જાય છે. આ પ્રવાહી સોરાયસીસવાળા ભાગો પર થોડું થોડું દીવસમાં બે-ચાર વાર ધીરજ પુર્વક લાંબા સમય સુધી ચોપડતા રહેવાથી સોરાઈસીસ મટે છે.
      5. સમાન ભાગે અરડુસીના પાનનું ચુર્ણ અને હળદરને ગૌમુત્રમાં મેળવી દીવસમાં બે વખત લગાડવાથી સોરાયસીસની તકલીફ મટે છે.
      6. લીમડાનાં પાન જેટલી વાર અને જેટલાં ચાવીને ખવાય તેટલાં ખાતા રહેવાથી સોરાયસીસ મટે છે.
      7. મજીઠ, લીમડાનાં પાન, ચોપચીની, વાવડીંગ અને આમળાંનું સરખે ભાગે ચુર્ણ એક એક ચમચી સવાર-સાંજ નીયમીત લેવાથી સોરાયસીસની બીમારી મટે છે.
      8. દરરોજ દીવસમાં જેટલી વખત મુત્રત્યાગ કરો ત્યારે એ તાજા મુત્રનું માલીશ કરતા રહેવાથી સોરાયસીસ મટે છે.
      9. અરીઠાના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધી થાય છે. આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મીનીટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મીનીટ માથા પર રહેવા દેવું.
      10. ખંજવાળ, અળાઈ, ફોલ્લા-ફોલ્લી વગેરે ચામડીના નાના-મોટા રોગોમાં દરરોજ દીવસમાં ચાર-પાંચ વાર થોડું થોડું કોપરેલ ઘસતા રહેવાથી રાહત થાય છે. સોરાયસીસ જેવા ગંભીર ત્વચા રોગમાં પણ કોપરેલ અદ્ભુત અસરો બતાવે છે. અસરગ્રસ્ત ભાગ પર સતત લગાડતા રહેવાથી ફાયદો થઈ શકે.
      11. સંધીવા-આખા શરીરના સાંધાનો દુખાવો-વા અને સોજો હોય તો પીલુડીનો સ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથી ખુબ રાહત થાય છે. સોજો અને દુખાવો બંને મટી જાય છે. ચેપી રોગ સીફીલીસમાં પણ આ ઉપચાર કરવાથી તે મટી જાય છે. સોરાયસીસ નામના ચામડીના હઠીલા રોગમાં પણ આની સારી અસર થાય છે. પીલુડીના આખા છોડનો એટલે કે તેનાં પંચાંગનો ઉકાળો સવાર-સાંજ પીવાથી રક્તશુદ્ધી થાય છે અને ત્વચારોગો મટે છે, શરીર નીરોગી બને છે.
      12. હરડેનું બારીક ચુર્ણ ગરમ પાણીમાં પેસ્ટ કરી લગાડવાથી ખરજવું, દાદર, સોરાયસીસ જેવા ચામડીના રોગ મટે છે.
      13. કુંવાડીયાનાં બીજ, કઠ, સૌવીરાંજન, સીંધવ, સરસવનાં બીજ તથા વાવડીંગ આ બધાં ઔષધો સરખા ભાગે લઈ તેને ગૌમુત્રમાં ખુબ જ લસોટી લેપ તૈયાર કરવો. આ લેપ લગાડી તડકામાં બેસવાથી ક્રીમી, કોઢ, દદ્રુ, તથા મંડલ કુષ્ઠ-સોરાયસીસ થોડા દીવસોમાં મટે છે.
      14. ખંજવાળ, દરાજ, અળાઈ, એલર્જી, સોરાયસીસ જેવા દારુણ રોગોમાં પણ કોબીજનાં પાન અસરગ્રસ્ત ચામડી પર લપેટી રાખી મુકો કે પાટો બાંધી રાખો તો એ મટી જાય છે.
      15. સફેદ કોઢ, ખરજવું, દાદર, સોરાયસીસ, રક્તમંડલ, ખસ, લુખસ, ખુજલી વગેરે તમામ પ્રકારના ત્વચા રોગોમાં ગરમાળાનાં પંચાંગ અધકચરાં ખાંડી બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં એક ગ્લાસ બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી, ઠંડુ પાડી ગાળીને સવાર-સાંજ પીવું. ખાટી ચીજો(લીંબુ, આમલી, ટામેટાં વગેરે) બંધ કરવી. ઉકાળો તાજેતાજો બનાવીને સવાર-સાંજ પીવો. કબજીયાત હોય તો રાત્રે સુતી વખતે એક ચમચી ગરમાળાનો ગોળ ખાવો.
      16. દરાજ, ખંજવાળ, સોરાયસીસ, અળાઈ જેવા ત્વચાના તમામ નાના-મોટા રોગોમાં તલના તેલમાં હળદર મેળવી માલીશ કરતા રહેવાથી અને થોડું ચોપડી રાખવાથી મોટી રાહત થાય છે.

      Best regards.

      Gandabhai Vallabh
      My blogs
      https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
      (This blog is mainly about health)
      http://kriyakand.wordpress.com (Gujarati)
      (Hindu Religious Services)
      http://azadiladat.wordpress.com (Gujarati)
      (A Book by Dayal Kesry)

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh

      My blogs
      https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
      (This blog is mainly about health)
      http://kriyakand.wordpress.com (Gujarati)
      (Hindu Religious Services)
      http://azadiladat.wordpress.com (Gujarati)
      (A Book by Dayal Kesry)

      Like

  3. Niteen patel Says:

    Planter warts , can be cured ..? Please let us know any method.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે નિતીનભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર. Planter warts એટલે કેવા પ્રકારના મસા તેની મને જાણ નથી, એ બદલ દીલગીર છું. પણ મસા વીષેની માહીતી મેં મારા બ્લોગ પર નીચે મુજબ આપી છે.
      ચામડી પરના મસા
      (૧) મોરની બીટ(અઘાર) સરકા(વીનેગર)માં ઘસીને ચામડીના જે ભાગમાં મસા થયા હોય તેના પર દીવસમાં બેચાર વાર લગાડવાથી તથા ચારેક કલાક રહેવા દેવાથી તેમ જ રાતે સુતી વખતે લગાડી આખી રાત રહેવા દેવાથી ચામડી પરના મસા મટે છે.
      (૨) દરરોજ સવાર-સાંજ લીંબુની ચીરી દસેક મીનીટ સુધી ઘસવાથી ચામડી પર થયેલા મસા દુર થાય છે.
      (૩) હળદર અને મીઠું પાણીમાં કાલવી લગાડી રાખવાથી મસા મટે છે. (મારો સ્વાનુભવ)
      મને છાતી પર ઘણા લાંબા સમય સુધી એક મસો ઉપસી આવ્યો હતો. એને ડૉક્ટર પાસે કપાવ્યા પછી પણ ફરીથી ઉપસી આવતાં મેં આ ઉપાય કરેલો. એમાં મસા પર હળદર-મીઠું બને તેટલા લાંબા સમય સુધી રાખવું જોઈએ. બેએક વીક સુધી આ પ્રયોગ કરતાં મસામાંની અશુદ્ધી પરું બનીને નીકળી ગઈ હતી, અને ફરી કદી એ જગ્યાએ મસો થયો નથી. માત્ર થોડો ઝાંખો ડાઘ રહ્યો છે.
      -ગાંડાભાઈ વલ્લભ

      Like

  4. mitesh Says:

    1 mara pag na talya ni chamdi sukai gai chey
    2 pag ma plastic ni kothali bandhvi pade chey
    3 pag ma moja pehrva pade chey
    4 pag ma plastic ni kothali na bandhu & moja na pehru to pag na
    taliya ni chmdi sukai ne kadak thai jai chey & khub khanjval ave
    chey & chmdi na popda nikle chey
    Please sir mane koi kaymi ilaj batavshow hu chelala 5 year thi pidav choo aiopathi ni dava kari khash faido thyo nathi plaese sir

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે મિતેશભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      તમે તમારા વીષે ખાસ કોઈ વીગતો આપી નથી. આવી બાબતોમાં તમને વીશ્વાસ હોય તેવા ચીકીત્સકની રુબરુ મુલાકાત લઈને જ ઉપાય કરવા જોઈએ, જે પ્રશ્નોત્તરી દ્વારા યોગ્ય ઉપાય સુચવી શકે. આમ છતાં મેં નીચે કેટલાક ઉપાય લખ્યા છે. આ ઉપરાંત પુશ્કળ ઉપાયો ચામડીની સમસ્યા માટે મારા બ્લોગમાં જોવા મળશે. મેં બધા ઉપાયો લખ્યા નથી.
      આ ઉપાયો કરતાં પહેલાં તમારી ચામડીની આ તકલીફનાં કારણો જાણવાં ખુબ મહત્ત્વનું છે. કારણો દુર ન થાય તો દવાનો કશો અર્થ રહેતો નથી. ઉપરાંત એની યોગ્ય પરેજી પણ પાળવી જોઈએ. ઉપાયો યોગ્ય ચીકીત્સકની મદદથી કરવા જોઈએ, જે તમારી પ્રકૃતીને અનુકુળ દવાઓ પ્રયોજી શકે. આમ છતાં જો તમને આમાંથી કોઈ ઉપાય નીર્દોષ જણાતો હોય અને અનુકુળ આવે તો લાંબા સમય સુધી એનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
      1. ઑલીવ ઑઈલમાં મીઠું અને કોર્ન ફ્લાઅર મેળવી મલમ જેવું બનાવી પગ પર લગાડી રાખવું. સુકાયા પછી પાણીમાં ગુલાબજળ નાખી પગ ધોવાથી બરછટ થયેલી પગની ચામડી મુલાયમ થઈ જાય છે.
      2. અગત્સ્ય હરીતકી અવલેહ ઉત્તમ રસાયણ ઔષધ હોવાથી ચામડીની ફરીયાદમાં ફાયદો કરે છે.
      3. અમૃતારીષ્ટ ગળો, દશમુળ, જીરુ, ગોળ, પીત્તપાપડો, સપ્તપર્ણ, સુંઠ, મરી, પીપર, મોથ, નાગકેસર, અતીસ અને કડાછાલના મીશ્રણથી બનાવેલું દ્રવ ઔષધ તે અમૃતારીષ્ટ. સારી ફાર્મસીનું આ દ્રવ ઔષધ વયસ્કો ત્રણથી ચાર ચમચી અને બાળકો અડધીથી એક ચમચી (બાળક મોટું હોય તો દોઢ ચમચી) સવાર-સાંજ સેવન કરે તો અરુચી, અપચો, મંદાગ્ની, યકૃત(લીવર)ના રોગો, જીર્ણજ્વર, આંતરીક મંદ જ્વર, પેટના રોગો, અશક્તી, લોહીના રોગો અને ચામડીના રોગોમાં સારો ફાયદો થાય છે. એનાથી મળ સાફ ઉતરી કબજીયાત પણ મટે છે.
      4. અરડુસીના પાંદડાં અને દારુહળદરને ખુબ લસોટીને આ પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું, ચામડીના જુના રોગો મટે છે.
      5. અરણીનાં મુળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે. આથી ઘણા ચામડીના રોગો મટે છે.
      6. બકરીના તાજા દુધમાં અરણીનાં મુળ વાટી લેપ કરવાથી ચામડીના ઘણા નવાજુના રોગ મટી જાય છે.
      7. અંકોલનાં બીજનું તેલ વાયુ અને કફનાશક તથા માલીશ કરવાથી ચામડીના દોષોનો નાશ કરે છે.
      8. અંકોલના બીજના તેલમાં અંકોલની છાલ વાટી મલમ બનાવી લગાડવાથી ચામડીના જુના રોગો મટે છે.
      9. કઠના મુળનું ચુર્ણ પા ચમચી સવાર-સાંજ મધ સાથે લેવાથી ચામડીના ઘણા રોગોમાં ફાયદો થાય છે.
      10. કલ્યાણ ગુટીકા બીજ વગરની કાળી સુકી દ્રાક્ષ ૫૦ ગ્રામ અને હરડે ચુર્ણ સો ગ્રામને ખુબ વાટી-લસોટી એક ચમચી જેટલા આ મીશ્રણની મોટી મોટી ગોળીઓ બનાવવી. એક કપ પાણીમાં એક ગોળી અડધો કલાક રાખવી. પછી તેને એ જ પાણીમાં ખુબ મસળીને પેસ્ટ જેવું દ્રવ સવારે પીવાથી શરીરમાં પીત્તના પ્રકોપથી ઉત્પન્ન થયેલા અનેક વીકારો, કબજીયાત, અમ્લપીત્ત, ગેસ કે મળની તીવ્ર દુર્ગંધ, જ્વર, મંદાગ્ની, અરુચી, આફરો, હૃદયરોગ, લીવરના રોગો, આંતરડાંની નબળાઈ, લોહીબગાડ, ચામડીના રોગો, ઉધરસ, કમળો, પ્રમેહ અને કમળાના રોગોમાં ખુબ જ સારું પરીણામ આપે છે. ઘણા રોગોમાં કલ્યાણ કરનાર હોવાથી આ ઔષધને ‘કલ્યાણ ગુટીકા’ એવું નામ અપાયું લાગે છે.
      11. કંકોડાં (કંટોલાં)થી ચામડીના બધા જ રોગો મટે છે.
      12. ચામડીના રોગ સોરાયસીસને આયુર્વેદમાં વીચર્ચીકા કહે છે. કીડામારીને દીવેલમાં સારી રીતે કાલવી લગાડવાથી આ બહુ જીદ્દી રોગ ક્યાં તો પૈસાની દવાથી ક્યાં તો સેંકડો રુપીયા ખર્ચવા છતાં ન મટે એવો છે. એક વખત મટી ગયા પછી ફરીથી ઉથલો મારે એવો રોગ છે. કોઈ દવા આ રોગ પર સચોટ પુરવાર થઈ નથી. આ રોગમાં એકને લાગુ પડતી દવા બીજાને લાગુ પડતી નથી. કીડામારી આમાં વાપરી જોવા જેવી છે. તાજાં લીલાં પાનનો રસ અથવા પાન લસોટીને બનાવેલી પેસ્ટ ચામડીના રોગમાં સવાર-સાંજ લગાવવી જોઈએ.
      13. ચામડીના રોગોનું ખેર સર્વોત્તમ ઔષધ છે. ખેરની છાલનું ચુર્ણ ત્રણથી ચાર ગ્રામ સવાર, બપોર, સાંજ પાણી સાથે ફાકવાથી ચામડીના રોગો મટે છે. આખા શરીરે ચામડીનો રોગ પ્રસરી ગયો હોય તો ખેરની છાલનો ઉકાળો પાણીમાં નાખી સ્નાન કરવું. તમારી બાબતમાં ખેરની છાલનો ઉકાળો કરી ઠંડો પડ્યે પગના અસરગ્રસ્ત ભાગ પર માલીશ કરવું.

      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  5. અનામિક Says:

    rogo vishe mahiti mukva badal aabhar ajna jamana mo fation ane vyasan vachhe atvayela manvi mate arogyani tips sari chhe.

    Like

  6. jitendra soni Says:

    Mane Safed Dagh Chhe. To Te Mati jay te mate ni dava batav chho.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે જીતેન્દ્રભાઈ,
      મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર.
      સફેદ દાગ અંગે આપ ઉપર જોશો તો ઘણા બધા ઉપાયો અને એ અંગે કૉમેન્ટ પણ જોઈ શકશો. આમ છતાં ઉપાય કરતાં પહેલાં આપની પ્રકૃતી મુજબ જે ઔષધ અનુકુળ હોય તેનો પ્રયોગ યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવો જોઈએ. આયુર્વેદમાં એક જ મુશ્કેલી માટે ઘણા પ્રકારનાં ઔષધો જોવા મળે છે, એનું કારણ દરેકને એક સરખું ઔષધ અનુકુળ આવી ન શકે.
      આપણા દેશમાં આપ હશો તો અનેક જાતની વનસ્પતીઓ મળી રહે છે. દેશમાં અમારા ખેતરમાં જ ખેરનાં ઝાડ હતાં જે સફેદ દાગની સારવારમાં વાપરી શકાય. અહીં પરદેશમાં અમે એ બાબતની ભારે ખોટ અનુભવીએ છીએ. જો કે અહીંના મુળ વતનીઓ સ્થાનીક વનસ્પતીના ઉપયોગ જાણતા હશે, પણ શહેરોમાં રહેતા એ સ્થાનીક વતનીઓ પાસે એવી માહીતી કદાચ નહીં હોય. હું ન્યુઝીલેન્ડના પાટનગર વેલીંગ્ટનમાં ૩૮ વર્ષોથી રહું છું.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      Ph. 64 4 3872495 (H)
      64 21 161 1588 (Mob)
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  7. અનામિક Says:

    ganda bhai mara patni ne ak hathma lagbhag 1 vrs thi vadhiya padi jay se. khub dava kari mat tu j nathi apna blogma anaya se ap jvab aposo te vanchya to mane pan upay btav so.

    Like

    • gandabhaivallabh Says:

      નમસ્તે,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      પગના વાઢીયા-ચીરા અંગે મારી પાસે નીચે મુજબ માહીતી છે. આમ છતાં તમારાં પત્નીની પ્રકૃતી અનુસાર ઉપાય કરવા ઉચીત છે, આથી તમારાં પત્નીને આ ઉપાય અનુકુળ છે કે નહીં તે યોગ્ય ચીકીત્સકની સલાહ લઈને પછી જ કરવા.
      પગના વાઢીયા-ચીરા
      (1) શરીરમાં વાયુ વધવાથી અને રુક્ષતાને લઈને પગમાં ચીરા પડે છે. રાળ, ગુગળ, સીંધવ, ગેરુ, ગોળ, ઘી, મીણ અને મધ દરેક ૧૦-૧૦ ગ્રામ લઈ ધીમા તાપે ઉકાળવું. ઠંડુ પડ્યે બરણીમાં ભરી લેવું. સવારે અને રાત્રે ગરમ પાણીથી પગ ધોઈ આ મલમ લગાડી પાટો બાંધી દેવો. પાણીમાં કે કીચડમાં ચાલવું નહીં. બુટ પહેરી રાખવા, વાયુની વૃદ્ધી કરનાર આહાર-વીહારનો ત્યાગ કરવો. ઉપવાસ, એકટાણા, ઉજાગરા કરવા નહીં.
      (2) પગમાં ચીરા પડતા હોય તો આઠ ચમચી થોરના દુધમાં બે ચમચી તલનું તેલ અને સહેજ સીંધવ મેળવી ગરમ કરવું. થોરનું દુધ બધું જ બળી જાય અને તેલ બાકી રહે ત્યારે તેલ ગાળીને બાટલીમાં ભરી લેવું. આ તેલ પગના ચીરામાં સવાર-સાંજ લગાડવાથી થોડા દીવસમાં જ ચીરા મટી જાય છે.
      (3) દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી, ખુબ હલાવી, એકરસ કરી ચોપડવાથી પગમાં પડેલા ચીરા ઝડપથી મટે છે.
      (4) પગમાં ચીરા પડ્યા હોય અને કેમેય મટતા ન હોય તો આ ચીરામાં વડનું દુધ ભરવું.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  8. અનામિક Says:

    GANDA BHAI PAG NA VADHIYA BABTNI MAHITI APNA TRF THI MALI .APNI A SEVA KHUBJ UPYOGI THAY TEM SE.PARANTU HATHMA VADIYA PADE SE TO UPAY BTAVVA VINANTI SATHE JVAB MALVA BADAL HUB KHUB ABHAR
    KANTIBHAI KAKADIYA.AT. NANARAJKOT TA. LATHI

    Like

  9. viru Says:

    mane daraj thai che ;;; ae sari thati nathi aenu su karvu padse.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે વીરેનભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      દરાજ વીષે મારા બ્લોગમાં નીચેની માહીતી મળશે. આપને અનુકુળ ઈલાજ કરી શકો. આયુર્વેદમાં એક જ તકલીફ માટે ઘણા ઈલાજો મળે છે, કેમ કે દરેક વ્યક્તીની પ્રકૃતી સરખી નથી હોતી, આથી બધાને એક સરખા ઈલાજ અનુકુળ આવે નહીં. વળી તકલીફનાં કારણો પણ જુદાં જુદાં હોઈ શકે. આથી ઈલાજ કરતી વખતે આ બાબતો ખ્યાલમાં રાખવી જોઈએ. ઈલાજ કરતાં પ્રતીકુળ અસર માલમ પડે તો તે ઈલાજ તરત બંધ કરવો જોઈએ. ઈલાજ શરુ કરતાં પહેલાં તમારા આરોગ્ય નીષ્ણાતની સલાહ લેવી જોઈએ.

      દરાજ
      (૧) આંકડાના દૂધમાં સહેજ મધ નાખી, હલાવી, મિશ્ર કરી દરરોજ એક વાર દરાજ પર ઘસવાથી દરાજ સારી થઈ જાય છે.
      (૨) આંકડાનું પાન તોડવાથી નીકળતું દૂધ દરાજ પર દિવસમાં બે વખત ચોપડતા રહેવાથી દરાજ મટે છે. દૂધ ચોપડતાં પહેલાં દરાજવાળો ભાગ કપડાથી બરાબર સાફ કરવો.
      (૩) કાચા પપૈયામાંથી કે પપૈયાના ઝાડ પરથી દૂધ મેળવી દિવસમાં ત્રણ-ચાર વખત દર ચારેક કલાકને અંતરે ચોપડવાથી દરાજ મટે છે.
      (૪) ડુંગળી છૂંદી દરાજગ્રસ્ત ભાગ પર દરરોજ નિયમિત બે-ચાર વાર લગાડતા રહેવાથી લાંબા સમયે દરાજ સમૂળી નષ્ટ થાય છે.
      (૫) શેરીયો દહીંમાં વાટી ચોપડવાથી દરાજ મટે છે.
      (૬) દહીંમાં રાઈ ઘૂંટી સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી દરાજ મટે છે.
      (૭) તુલસીનાં તાજાં પાનમાં પાણી નાખી વાટી લેપ કરવાથી દરાજ મટે છે.
      (૮) કુંવાડિયાનાં બી શેકી, ચૂર્ણ બનાવી ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લો. આ ચૂર્ણને લીંબુના રસમાં ઘૂંટી દાદર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચૂર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુંવાડિયાનાં બી દાદર ઉપરાંત ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગૂમડ જેવા રોગો પણ મટાડે છે.
      (૯) કુંવાડિયાનાં બીજને ખાટી છાસમાં લસોટી દાદર-દરાજ પર સવાર સાંજ લગાડવામાં આવે તો દસ-બાર દિવસમાં જ દાદરનો નાશ થઈ જાય છે. જુની કે નવી કોઈ પણ દરાજ પર કુંવાડિયો જ વાપરવો જોઈએ.
      (૧૦) તાજા પપૈયાનું દૂધ દાદર કે દરાજ પર લગાડવાથી તે મટે છે.
      (૧૧) ખંજવાળ, દરાજ, અળાઈ, એલર્જી, સોરાયસીસ જેવા દારૂણ રોગોમાં પણ કોબીજનાં પાન અસરગ્રસ્ત ચામડી પર લપેટી રાખી મૂકો કે પાટો બાંધી રાખો તો એ અચૂક મટી જાય છે.
      (૧૨) દરાજ, ખંજવાળ, સોરાયસીસ, અળાઈ જેવા ત્વચાના તમામ નાના-મોટા રોગોમાં તલના તેલમાં હળદર મેળવી માલિશ કરતા રહેવાથી અને થોડું ચોપડી રાખવાથી મોટી રાહત થાય છે.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh-NZ
      My blog:
      https://gandabhaivallabh.wordpress.com/

      Like

  10. jayendra Says:

    Kilod davathi mate chhe plz answer mi

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર. માફ કરજો, પણ મને આપે લખેલ અંગ્રેજી ફોન્ટમાં Kilod એટલે શું તે સમજાયું નથી. આપ ગુજરાતી ફોન્ટમાં લખો તો સારું. આપની પાસે ગુજરાતી લખવાનું કીબૉર્ડ ન હોય તો અને આપને મદદ જોઈતી હોય તો: ગુજરાતીમાં લખવા માટે (ઉત્તમભાઈ ગજ્જર-સુરત)
      નેટ પર મેઈલમાં, ફેસબુક પર, ચેટીંગમાં કે અહીં વર્ડમાં, ગુજરાતીમાં લખતાં શીખવું છે? ક્યાંય કશા કૉપી-પેસ્ટના શ્રમ વીના સીધું જ? તો મુલાકાત લો: http://lakhe-gujarat.weebly.com/ ની., કશી તકલીફ જણાય તો લખજો.. uttamgajjar@gmail.com

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh-NZ
      My blog:
      https://gandabhaivallabh.wordpress.com/

      Like

  11. diwan bauddin g Says:

    mane khil bahuj thay se

    su kabajiyat na karne thata ha se ?
    to ano upay su hase. . .?

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,
      ખીલના ઉપાયો મારા બ્લોગમાં જાણવા માટેની લીન્ક: ખીલ અને ખીલના ડાઘ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/04/30/
      આપને અનુકુળ ઉપાય યોગ્ય ચીકીત્સકની સલાહ અનુસાર કરવા.

      Like

      • gandabhai vallabh Says:

        આંખોની કાળાશ (૧) આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે. (૨) કાળા તલને મધમાં બારીક વાટી સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દીવસમાં જ આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે. સાથે સાથે પ્રોટીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવો જોઈએ. (૩) બટાટાના રસમાં બેત્રણ ટીપાં ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી રૂનાં પુમડાં બોળી આંખો પર મુકવાથી આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે. (૪) મોઢાની કાળાશ, ખીલ મટાડવા અને મુખસૌંદર્ય માટે આમળાનો ઉકાળો કરી ગાળી એ પાણીથી મોં ધોવું અને આંખે છાંટવું. સુકાં આમળાં કફ અને ચીકાશને દુર કરે છે, ચાંદાં મટાડે છે. ગાયનું ઘી: એ સ્મરણ શક્તી, બુદ્ધી, જઠરાગ્ની, વીર્ય, ઓજસ, કફ તથા મેદને વધારનાર છે. તે વાયુ, પીત્ત, ઝેર, ઉન્માદ, શોષ તથા તાવનો નાશ કરે છે. ગાયનું ઘી પચી ગયા પછી મધુર અને આંખ માટે હીતકારી છે. એ માટે એને પગના તળીયે ઘસવું જોઈએ. જો આંખો નબળી હોય, તેમાં દાહ અને ખંજવાળ હોય તો ગાયનું ઘી લાંબા સમય સુધી ૧૫ મીનીટ ઘસવું. આંખ તેજસ્વી અને સ્વસ્થ બની જશે. તાંદળજાના તાજા રસમાં સાકર મેળવી પીવાથી હાથપગની બળતરા અને આંતરીક દાહનું શમન થાય છે. આંખનું તેજ વધે છે, ત્વચાની કાંતી ચમકવા લાગે છે. ત્રીફળાથી સીદ્ધ કરેલું ઘી સવાર-સાંજ બબ્બે ચમચી લેવાથી રતાંધળાપણું દુર થાય છે. આંખોનું તેજ વધે છે. આંખની આસપાસ ખંજવાળ, ઝાંખપ, આંજણી, આંખોની બળતરા-ગરમી તથા કબજીયાત દુર થાય છે. જો બીજી કોઈ રીતે નુકસાનકારક ન હોય (જેમ કે લોહીનું ઉંચું દબાણ હોય) તો શીર્ષાસન અને નીયમીત વ્યાયામ કરવો.
        Comment on શરદીની એક દવા by pravinshastri

        Like

  12. અનામિક Says:

    Please send me treatment of chronic urticaria

    Like

  13. gandabhai vallabh Says:

    નમસ્તે,
    લાગે છે કે અમારે ત્યાં જેને સેવર કહે છે તે તકલીફથી આપ પીડાઓ છો. (જો કે આ અંગ્રેજી શબ્દથી હું અજાણ છું.) એમાં ચામડી પર એકાએક ઢીમચાં થઈ આવે છે અને ખુબ ખંજવાળ આવે છે. કેટલીક વાર ખંજવાળ સહન ન થઈ શકે તેવી હોય છે. આ એક પ્રકારની એલર્જીને કારણે થતું હોવાનું માનવામાં આ વે છે. આથી કેટલાક લોકો એનો કોઈ ઉપાય ન હોવાનું માને છે, તેથી બાધા-આખડી જેવા અવૈજ્ઞાનીક ઉપાયો કરે છે.
    મારાં પત્નીને લગભગ પચાસેક વર્ષ પહેલાં આ તકલીફ થયેલી. મને યાદ છે ત્યાં સુધી ખંજવાળ મટાડવા ગાયના છાણની રાખનો ચળવાળા ભાગ પર દબાવીને મસાજ કરેલો. ચળવાળા ભાગ પર નખ બીલકુલ લાગવા ન જોઈએ. ખાવામાં સાદો સુપાચ્ય આહાર યોગ્ય પ્રમાણમાં લેવો, અને આ એલર્જીનું ઉત્પ્રેરક શું છે તે શોધી કાઢી એનાથી દુર રહેવું.

    Like

  14. PRATIK Says:

    Mane mhoda par 2/3 dagha jeva se pan khabar ni Ae su se tae pan tae jagya par chamdi jadi thai jai se ane Ae dagha fhelta pan jai se ane jara jara khanjvar pan Aave se
    Ae no kai upay se ?

    Like

  15. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે પ્રતિકભાઈ,
    તમે કહો છો કે એ શું છે તે ખબર નથી, આથી ઉપાય શી રીતે સુચવી શકાય? પરંતુ હીન્દુ ધર્મમાં લગ્ન સમયે પીઠી લગાડવાનો રીવાજ છે, એ રીવાજ પાછળનું કારણ કદાચ મને લાગે છે કે ચામડી બાબત કંઈ પણ તકલીફ હોય જેની જાણ આપણને ન હોય તેમાં એનાથી ફાયદો થાય છે એ હશે. આમ તમે એ ઉપાય અજમાવી શકો. એમાં જેટલા દીવસની પીઠી હોય તેટલા દીવસ નાહવાનું હોતું નથી, એટલે કે એ પીઠી સતત ચામડી પર રહેવી જોઈએ.

    Like

  16. PRATIK Says:

    Mane lage ke ae daraj se
    Lal kalarna fhola jevu hatu ane ae chamdi par fhelltu pan jai se gol gol se
    doctor kahe ke Aa infecsan se

    Like

  17. ગાંડાભાઈ વલ્લભ Says:

    પ્રતિકભાઈ,
    મેં ઉપર જે કહ્યું છે તેમાં તલના તેલમાં હળદર મેળવીને લગાડવાનું હોય છે અને એ ઉપાય ચામડીના કોઈ પણ વીકારમાં કામ કરે છે, દરાજમાં પણ આ ઉપાય કરી શકાય. એ ઉપરાંત બીજા કેટલાક ઉપાયો છે, જે તમારી પ્રકૃતીને અનુકુળ હોય તો યોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા.
    દરાજ
    (૧) કુવાડીયાના બી શેકી ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી તથા ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર પર ઘસીને લગાવવાથી દાદર મટે છે. આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરી શકાય. એનાથી ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ વગેરે પણ મટે છે.
    (૨) કુંવાડીયાનાં બીજને ખાટી છાસમાં લસોટી દાદર-દરાજ પર સવાર સાંજ લગાડવામાં આવે તો દસ-બાર દીવસમાં જ દાદરનો નાશ થઈ જાય છે. જુની કે નવી કોઈ પણ દરાજ પર કુંવાડીયો જ વાપરવો જોઈએ.
    (૩) કુવાડીયાનાં મુળને પાણીમાં વાટી લેપ કરવાથી કંઠમાળ થોડા દીવસોમાં મટી જાય છે.
    (૪) કુવાડીયાની ભાજી ખાવાથી થોડા દીવસોમાં કફના રોગો નાશ પામે છે.
    (૫) તાજા પપૈયાનું દુધ દાદર કે દરાજ પર લગાડવાથી તે મટે છે.
    (૬) ખંજવાળ, દરાજ, અળાઈ, એલર્જી, સોરાયસીસ જેવા દારુણ રોગોમાં પણ કોબીજનાં પાન અસરગ્રસ્ત ચામડી પર લપેટી રાખી મુકો કે પાટો બાંધી રાખો તો એ મટી જાય છે.
    (૭) દરાજ, ખંજવાળ, સોરાયસીસ, અળાઈ જેવા ત્વચાના તમામ નાના-મોટા રોગોમાં તલના તેલમાં હળદર મેળવી માલીશ કરતા રહેવાથી અને થોડું ચોપડી રાખવાથી મોટી રાહત થાય છે.
    (૮) ત્વચારોગમાં ખાંડ-ગોળ, બધી જ જાતનાં ફળ, ઠંડાં પીણાં, ઠંડી વાનગી, સાબુ અને સીન્થેટીક કાપડ, તલ, શીંગદાણા, દહીં, ભીંડા, સક્કરીયાં વગેરે બંધ કરવું. મીઠું ઓછું કરી નાખવું. મેથી, પાલખ, તુવેરની દાળ, હળદર ઘણાં સારાં જે દરરોજ લઈ શકાય.

    Like

  18. ketan Pratapsinh dabhi Says:

    સફેદ ડાઘ કોઢ મને છેલ્લા ત્રણ મહિનાથી થયા છે જેનો અકસીર / રામબાણ ઇલાજ જણાવવા વિનંતી

    Like

  19. ગાંડાભાઈ વલ્લભ Says:

    આયુર્વેદમાં સફેદ કોઢ થવાનું કારણ વીરોધી ખાનપાનને ગણવામાં આવે છે. આથી સૌ પ્રથમ એની પરેજી ખાસ પાળવી જોઈએ. સફેદ કોઢમાં આપણી ચામડી નીચેનું રંગદ્રવ્ય નાશ પામે છે. એ ચેપી નથી.
    મારા બ્લોગમાં મેં કોઢ મટાડવાના નીચે મુજબ ઉપાયો જણાવ્યા છે. એમાંથી આપને ઉપલબ્ધ અને અનુકુળ ઉપાય તમારા વીશ્વાસુ ચીકીત્સકની સલાહ મુજબ કરવા.

    (૧) અત્યંત ઉગ્ર ગંધને લીધે તરત ઓળખાઈ આવતા અને આખા ભારતમાં થતા બાવચીના છોડ આયુર્વેદનું પ્રસીદ્ધ ઔષધ છે. એક ચમચી બાવચીનાં બી એક ચમચી તલના તેલમાં વાટી સવાર-સાંજ એકાદ વરસ સુધી નીયમીત પીવાથી સફેદ કોઢ અને બીજાં ચામડીનાં દર્દો નાશ પામે છે.
    (૨) બાવચીનાં બીને દુધમાં ખુબ લસોટી ઘટ્ટ બને ત્યારે લાંબી સોગટી બનાવી લેવી. આ સોગટીને દુધમાં ઘસી પેસ્ટ(લેપ) જેવું બનાવી કોઢના ડાઘ પર લગાવી સવારના કુમળા તડકામાં અર્ધો કલાક બેસવું. લાંબો સમય આ ઉપચાર કરવાથી કોઢ મટે છે.
    (૩) મન:શીલ, હરતાલ, કાળાં મરી, સરસીયુ અથવા બાવચીનું તેલ, અને આંકડાનું દુધ આ બધાંનો લેપ બનાવી ચોપડવાથી કોઢ મટે છે.
    (૪) મોરથુથુ, વાવડીંગ, કાળાં મરી, કઠ-ઉપલેટ, લોધર અને મન:શીલ આ દ્રવ્યોનો લેપ કોઢ મટાડે છે.
    (૫) કરંજનાં બી, કુવાડીયાનાં બી અને કઠ એટલે કે ઉપલેટ આ ત્રણે ઔષધો સમાન ભાગે લઈ બારીક ચુર્ણ કરો. એને ગૌમુત્રમાં લસોટી તેનો લેપ કોઢવાળા સ્થાન પર લગાડવાથી થોડા દીવસોમાં જ કોઢ મટવા લાગે છે.
    (૬) રસવંતી અને કુવાડીયાનાં બીજને કોઠાના રસમાં મીશ્ર કરી કરેલો લેપ કોઢ મટાડે છે.
    (૭) મુળા તથા સરસવનાં બીજ, લાખ, હળદર, પુંવાડીયાનાં બીજ, ગંધબીરોજા, ત્રીકટુ ચુર્ણ (સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું ચુર્ણ), વાવડીંગનું ચુર્ણ આ બધાં ઔષધોને મીશ્ર કરી ગૌમુત્રમાં લસોટી લેપ કરવાથી દાદર, ખરજવું, ખસ, કોઢ, કીટીભ અને ભયંકર કપાલ કુષ્ઠ મટે છે.
    (૮) હળદર અને દારુહળદર, ઈન્દ્રજવ, કરંજનાં બીજ, જાયનાં કોમળ પાન, કરેણનો મધ્ય ભાગ તથા તેની છાલ આટલાનો લેપ કરી તેમાં તલના છોડનો ક્ષાર નાખી લગાડવાથી કોઢ મટે છે. (આ લેપ લગાડી સવારના તડકામાં બેસવું)
    (૯) કુંવાડીયાનાં બીજ, કઠ, સૌવીરાંજન, સીંધવ, સરસવનાં બીજ તથા વાવડીંગ આ બધાં ઔષધો સરખા ભાગે લઈ તેને ગૌમુત્રમાં ખુબ જ લસોટી લેપ તૈયાર કરવો. આ લેપ લગાડી તડકામાં બેસવાથી ક્રીમી, કોઢ, દદ્રુ, તથા મંડલ કુષ્ઠ-સોરાયસીસ થોડા દીવસોમાં મટે છે.
    (૧૦) સફેદ ડાઘ મટાડવા અડદનો લોટ વાપરી શકાય. અડદનો લોટ પાણીમાં થોડો વખત પલાળીને પછી લીક્વીડાઈઝર અથવા રવઈથી સખત રીતે વલોવવો. એ લોટ દીવસમાં ચાર પાંચ વખત સફેદ ડાઘ પર લગાડતા રહેવું.
    (૧૧) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીનાં પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી સફેદ કોઢ પર સવાર-સાંજ લગાડવાથી ફાયદો થાય છે.
    (૧૨) ગાયના મુત્રમાં ૩-૪ ગ્રામ હળદર મેળવી પીવાથી કોઢ મટે છે.
    (૧૩) તાજા અડદ વાટી ધોળા કોઢ પર ચોપડવાથી સારો લાભ થાય છે.
    (૧૪) તાંદળજાની ભાજી ખાવાથી કોઢ મટે છે.
    (૧૫) રાઈના ચુર્ણને ગાયના આઠ ગણા જુના ઘીમાં મેળવી લેપ કરવાથી સફેદ કોઢ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટે છે.
    (૧૬) તુલસીના મુળનો ઉકાળો કરીને પીવાથી કોઢ મટે છે. (૧૭) કેળના સુકવેલા પાનનો બારીક પાઉડર માખણ કે ઘી સાથે મેળવી દીવસમાં ચારેક વખત લગાડવો. દીવસો સુધી પ્રયોગ ધીરજ પુર્વક કરતા રહેવાથી સફેદ ડાઘ મટે છે.
    (૧૮) આંકડાનાં મુળ ૪૦ ગ્રામ, કરેણનાં મુળ ૪૦ ગ્રામ, ચણોઠી ૪૦ ગ્રામ, બાવચીનાં બીજ ૨૦૦ ગ્રામ, હરતાલ ૪૦ ગ્રામ, સુકો ભાંગરો ૪૦ ગ્રામ, હીરાકસી ૨૦ ગ્રામ અને ચીત્રકમુુળ ૨૦ ગ્રામનું બારીક વસ્ત્રગાળ ચુર્ણ બનાવી એ પલળે એટલું ગૌમુત્ર નાખી ખુબ લસોટી પેંડા જેવડી સોગઠીઓ બનાવી સુકવી લેવી. આ સોગઠી પથ્થર ઉપર ગૌમુત્રમાં લસોટવી. આ પેસ્ટ સવાર-સાંજ સફેદ કોઢ પર લગાડવાથી કોઈને જલદી તો કોઈને ધીમે ધીમે મટે છે. આ ચુર્ણ ફક્ત બાહ્ય ઉપચાર માટે જ વાપરવું, ખાવામાં ઉપયોગ કરવો નહીં.
    (૧૯) સફેદ કોઢ અસાધ્ય ગણાય છે. શરીરના કોઈ ભાગ પર સફેદ ડાઘ થયા હોય પણ એ ભાગના વાળ સફેદ થયા ન હોય તો મધમાં નવસાર મેળવી દીવસમાં ચારેક વખત લગાડતા રહેવાથી બેએક મહીનાની અંદર પરીણામ જોવા મળે છે. ધીરજ પુર્વક લાંબા સમય સુધી પ્રયોગ કરવો જોઈએ. વળી આ ઉપચારની ખુબી એ છે કે ત્વચા પર બળતરા થતી નથી. આથી શરીરના કોમળ ભાગ પર પણ કરી શકાય, અને એની કોઈ આડ અસર નથી.
    (૨૦) ગરમાળો, કરંજ, થોર, આંકડો અને ચમેલી પાંચેય વનસ્પતીનાં પાન ગોમુત્રમાં પીસીને લેપ કરવાથી સફેદ ડાઘ મટે છે.
    (૨૧) રાળનું તેલ દીવસમાં બે વખત નીયમીત લગાડવાથી સફેદ કોઢ મટે છે. શાલવૃક્ષનો ગુંદર રાળ તરીકે ઓળખાય છે. દેશી દવાવાળાને ત્યાં એ રાળના તેલ તરીકે વેચાય છે.

    Like

  20. munna bhai Says:

    Mara sarir par white dagha padya chhe (karoliya) a sana mate thai chhe anu karan ane ano su upay chhe te kahe so plz

    Like

  21. ગાંડાભાઈ વલ્લભ Says:

    કરોડીયાનું કારણ મારા ખ્યાલ મુજબ ચામડી નીચેનું રંગદ્રવ્ય અમુક પ્રમાણમાં નષ્ટ થવાનું હશે. અને રંગદ્રવ્ય નષ્ટ થવાનું કારણ વીરોધી ખાનપાન હોય છે. આથી એની પરેજીમાં ખાસ વીરોધી ખાનપાનનો ત્યાગ જરુરી છે.
    વીરોધી આહાર
    દુધ સાથે: કેળાં, ખજુર, લીંબુ, પપૈયાં, વગેરે ફળો, ગોળ, લસણ, ડુંગળી, મુળા, ગાજર, તુલસી, આદુ, દહીં, છાસ, કઢી, ઢોકળાં, અથાણાં, માંસ, મચ્છી, ઈંડાં, કોડલીવર ઑઈલ વગેરે વીરુદ્ધ આહાર છે.
    દહીં સાથે: ગોળ, દુધ, મુળા અને કેળાં વીરુદ્ધ છે.
    ગોળ સાથે: મુળા, તેલ, લસણ, અડદ, દુધ દહીં વીરુદ્ધ છે.
    ઘી અને મધ સાથે લેવાનાં હોય તો સરખા ભાગે ન લેવાય. ક્યાં તો ઘી બમણુ કે મધ બમણુ લેવું.
    ઉપર સફેદ ડાઘ માટે જે ઉપાયો સુચવ્યા છે તે તમારી પ્રકૃતીને અનુકુળ આવે તો યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરી શકાય.

    Like

  22. Shantilal Hiralal Patel Says:

    Respected sir,
    I am impressed by reading your Gujarati book saral rogopchar.
    I want remedy about urticarial (shilas) a disease from which I am suffering since last 2.5 years.

    Like

  23. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈ શ્રી શાંતિલાલ,
    શીળસને અમારા તરફ સેવર કહે છે, કદાચ અપભંશ થયેલો શબ્દ છે. એને વીશે મારી પાસે જે માહીતી છે તે મેં ઉપર લખી છે. તમે કદાચ એ જોઈ ન હોય તો ફરીથી એની કોપી કરું છું:
    લાગે છે કે અમારે ત્યાં જેને સેવર કહે છે તે તકલીફથી આપ પીડાઓ છો. (જો કે આ અંગ્રેજી શબ્દથી હું અજાણ છું.) એમાં ચામડી પર એકાએક ઢીમચાં થઈ આવે છે અને ખુબ ખંજવાળ આવે છે. કેટલીક વાર ખંજવાળ સહન ન થઈ શકે તેવી હોય છે. આ એક પ્રકારની એલર્જીને કારણે થતું હોવાનું માનવામાં આવે છે. આથી કેટલાક લોકો એનો કોઈ ઉપાય ન હોવાનું માને છે, તેથી બાધા-આખડી જેવા અવૈજ્ઞાનીક ઉપાયો કરે છે.
    મારાં પત્નીને લગભગ પચાસેક વર્ષ પહેલાં આ તકલીફ થયેલી. મને યાદ છે ત્યાં સુધી ખંજવાળ મટાડવા ગાયના છાણાની રાખનો ચળવાળા ભાગ પર દબાવીને મસાજ કરેલો. ચળવાળા ભાગ પર નખ બીલકુલ લાગવા ન જોઈએ. ખાવામાં સાદો સુપાચ્ય આહાર યોગ્ય પ્રમાણમાં લેવો, અને આ એલર્જીનું ઉત્પ્રેરક શું છે તે શોધી કાઢી એનાથી દુર રહેવું.

    Like

  24. jasmin patel Says:

    મારા ગાલ પર બોવ મોટા ખીલ છે અને તડકામાં એકદમ લાલ રંગનું મોઢુ થય જાય મારી ત્વચા બોવ તૈલી છે તેનો ઉપયોગ બતાવો સર…….

    Like

  25. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે જાસ્મીન,
    તમારા પ્રશ્ન બાબત મેં મારા બ્લોગમાં નીચે મુજબ માહીતી આપી છે, તે ફરીથી તમારી જાણ માટે મુકું છું. બધાંની પ્રકૃતી સમાન નથી હોતી, આથી જે ઉપાય તમને અનુકુળ હોય તે કરવો.
    ખીલ અને ખીલના ડાઘ

    ઉપચાર કરતાં પહેલાં યોગ્ય ચીકીત્સકની સલાહ લેવી.

    (૧) ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે.
    (૨) તલનો જુનો ખોળ ગાયના મુત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતા ખીલ દુર થાય છે.
    (૩) પાકા, ખુબ ગળી ગયેલા પપૈયાને છોલી, છુંદીને ચહેરા પર થોડો સમય માલીશ કરવી-મસળવું. ૧૫-૨૦ મીનીટ બાદ સુકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લુછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડીયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દુર થઈ ચહેરો ખુબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દુર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતી આવે છે.
    (૪) પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બેચાર કલાક એમ જ રહેવા દેવું. ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવું. આનાથી ચહેરાના ખીલ મટી જાય છે.
    (૫) જાંબુના ઠળીયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતા મોં પરના ખીલ મટે છે.
    (૬) સવારે અને રાત્રે બાવળ, લીમડો કે વડવાઈનું દાતણ કરી એના કુચાને મોં પર પાંચેક મીનીટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે.
    (૭) ટંકણખાર ગુલાબજળમાં મેળવી લગાડવાથી મોં પરના ખીલ મટે છે.
    (૮) બદામને માખણમાં ખુબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલીશ કરવાથી મોં પરના ખીલ મટે છે.
    (૯) ગુલાબજળમાં સુખડ ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
    (૧૦) આમળાં દુધમાં ઘસી મોં પર જાડો લેપ કરવાથી ખીલ મટે છે.
    (૧૧) કેરીની ગોટલી ઘસીને ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે.
    (૧૨) લીમડા કે ફુદીનાનાં પાન વાટી તેનો રસ ખીલ પર લગાવવાથી ખીલ મટી જાય છે.
    (૧૩) તાજું લીંબુ કાપી દર બે કલાકે ખીલ પર બે-ત્રણ મીનીટ ઘસતા રહેવાથી ખીલ મટી જાય છે.
    (૧૪) લોધર, ધાણા અને ઘોડાવજને પાણીમાં લસોટી લેપ કરવાથી ખીલ મટે છે.
    (૧૫) દરરોજ રાત્રે સુતી વખતે કાચા પપૈયાનું ક્ષીર(દુધ) ખીલ પર ચોપડતા રહેવાથી ખીલ મટી જાય છે.
    (૧૬) શીમળાના કાંટાનું ખુબ બારીક અડધી ચમચી ચુર્ણ એટલી જ મસુરની દાળના લોટ સાથે મીશ્ર કરી, થોડું દુધ ઉમેરી, ખુબ હલાવી, પેસ્ટ બનાવી સવાર-સાંજ અડધો કલાક ચહેરા પર લગાડી રાખવું. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. થોડા દીવસો આ ઉપચાર કરવાથી ખીલ, ખીલના ડાઘા અને ચહેરાની ઝાંખપ-કાળાશ મટે છે. આ ઉપચાર વખતે ઉચીત પરેજી પાળવી.
    (૧૭) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.
    (૧૮) વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.
    (૧૯) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દુર થાય છે.

    Leave a Reply

    Like

  26. bhavesh Says:

    mara pagama lal ane bhura colour na dag thayase .mane khabar nathi ke te satat ubha rahevana karne thaya se ke mane kay alerji se.yogya upay apsho. .

    Like

  27. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાવેશભાઈ,
    નીચેના ઉપાય તમારી પ્રકૃતીને અનુકુળ હોય તો અજમાવી શકો.
    1.ચામડીના રોગમાં ખાંડ-ગોળ, બધી જ જાતનાં ફળ, ઠંડાં પીણાં, ઠંડી વાનગી, સાબુ અને સીન્થેટીક કાપડ, તલ, શીંગદાણા, દહીં, ભીંડા, સક્કરીયાં વગેરે બંધ કરવું. મીઠું ઓછું કરી નાખવું. પણ એમાં મેથી, પાલખ, તુવેરની દાળ, હળદર ઘણાં સારાં જે દરરોજ લઈ શકાય.
    2. સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતાં લાલ ચાંઠાં તેમ જ ચામડીની શુષ્કતા પણ મટે છે.
    3. લીંબુની છાલ લીંબુના રસમાં પીસી, પોટીસ બનાવી, ગરમ કરીને બાંધવાથી અથવા લીંબુનો રસ મસળતા રહેવાથી થોડા જ દીવસમાં પરુ, કૃમી, કીટાણું વેગેરેના સ્પર્શથી ચામડી પર પડેલા ડાઘા (જે ચારે તરફ ફેલાય છે અને ખુજલી આવે છે) મટે છે.

    Like

  28. bhavesh Says:

    namaste sir,doctore mane dava api pan kasho farak padyo nahi.tene mane kahyu ke tamare satat ubha rahevana karne thaya se. Please help me sir………

    Like

  29. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાવેશભાઈ, જો સતત ઉભા રહેવાને કારણે થયું હોય તો શીર્ષાસન કે સર્વાંગાસન કરવાથી કદાચ ફેર પડી શકે. સાથે મેં ઉપર કહ્યું છે તે પરેજી પાળવી પણ જરુરી છે.

    Like

  30. vaghera gautam Says:

    હેલ્લો સર મને ૨ મહિના થિ આખા શરીર મા ખંજવાળ આવે છે.મે ઘણી દવા કરાવી પણ કસોજ ફરક પડ્યો નથી. આખા શરીર મા ખંજવાળ આવે છે.અને નાની નાની ફોડ્લી ઓ થાય છે. તો પ્લીજ સર આના માટે મારે શુ કરવુ.પ્લીજ સર હેલ્પ મી.

    Like

  31. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ગૌતમભાઈ,
    તમે ઘણી દવા કરાવી એમ કહો છો, પણ કોની દવા અને કેવા પ્રકારની તે કશું જણાવ્યું નથી. એટલે કે માલીશ કરવાની દવા કરી કે પીવાની દવા, એલોપથીની એટલે ડૉક્ટરની દવા કે આયુર્વેદીક દવા તેને વીષે કોઈ માહીતી નથી.
    આયુર્વેદમાં વાતવીકારના(વાયુના) કારણે 80 પ્રકારની તકલીફ થાય છે, એમ જણાવવામાં આવ્યું છે. એમાં તમે જણાવ્યું છે તેનો તથા એને મળતી બીજી બે ફરીયાદોનો સમાવેશ થાય છે જેમ કે:

    કંડુ વાયુથી શરીરમાં ખંજવાળ આવે છે.
    કંપ વાયુથી શરીરમાં ધ્રુજારી આવે છે.
    રોમહર્ષ વાયુ ચામડીમાં પ્રવેશી શરીરમાં રોમાંચ ઉત્પન્ન કરે છે.
    તમને આ બીજી બે ફરીયાદ છે કે કેમ અથવા કોઈ વાર થાય છે કે કેમ તેની મને ખબર નથી. તમારા કહેવા પ્રમાણે કંડુ વાયુની અસર છે, પણ માત્ર એને જ દુર કરવાનો કોઈ ઉપાય મારી જાણમાં નથી, પણ નીચે મેં વાયુ મટાડવાના 34 ઉપાયો નોંધ્યા છે, એમાંથી તમારી પ્રકૃતીને માફક આવે એવા ઉપાય ખાતરી કરીને યોગ્ય ચીકીત્સકની દેખરેખ કે સલાહ મુજબ કરવા. નીચેની વીગતો કાળજીપુર્વક વાંચવા વીનંતી.

    1. વાના રોગોમાં (૧) ઠંડો પવન, ઠંડું પાણી, ઠંડું વાતાવરણ, ઠંડાં પીણાં, ઠંડી વાનગી, ઠંડા પદાર્થોથી દુર રહેવું. (૨) ગરમ પદાર્થો ઉપયોગી, જેવા કે લસણ, ડુંગળી, આદુ, હીંગ, મેથી, રાઈ, લવીંગ, તજ, સુંઠ, મરી, પીપર, વગેરે. (૩) દીવેલ સર્વોત્તમ- કાયમ એનું સેવન કરવું. ન ફાવે તો ભાખરીમાં મોણ નાખીને લેવું. (૪) વાના રોગમાં તેલનું માલીશ રોજ કરવું, જેમાં દીવેલ કે સરસવ તેલ વાપરવું.
    2. મળમુત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી, જમ્યા પછી તરત (ખાધેલું પુરેપુરું પચ્યા પહેલાં) ફરીથી નાસ્તો વગેરે ખાવાથી, ઉજાગરા કરવાથી, મોટેથી બોલવાથી, વધુ પડતો શ્રમ કરવાથી, પ્રવાસોથી, તીખા, કડવા અને તુરા પદાર્થોના વધુ પડતા સેવનથી, લુખા પદાર્થોથી, વાદળો થવાથી, ચીંતા, ભય, લાંઘણથી અને શોકથી વાયુ પ્રકોપ પામે છે.
    3. ૫૦૦ ગ્રામ મેથી ઝીણી દળી, તેમાં ૧ કીલોગ્રામ ઘી અને ૬ કીલોગ્રામ દુધ મેળવી ધીમા તાપે ઉકાળી મધ જેવું ગાઢું બનાવવવું. પછી તેમાં ૧.૫ કીલો સાકર નાખી મેથીપાક બનાવવો. આ પાક સવારે ૨૫ થી ૪૦ ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુ રોગોનો નાશ થાય છે.
    4. મેથીને ઘીમાં શેકી દળીને લોટ બનાવવો. પછી ઘી-ગોળનો પાયો લાવી સુખડીની માફક હલાવી નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાથી અઠવાડીયામાં વાથી જકડાઈ ગયેલાં અંગો છુટાં પડે છે. હાથ-પગે થતી વાની કળતર મટે છે.
    5. ૧૫-૨૦ ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે.
    6. અજમો તાવી પર ગરમ કરી, સમભાગે સીંધવ સાથે પીસી ૩ ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દુર થાય છે.
    7. અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ, લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી વાયુ મટે છે.
    8. (૬) આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી વાયુ મટે છે.
    9. આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી વાયુ મટે છે.
    10. ૧૦-૧૦ ગ્રામ આદુના અને લીંબુના રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી વાયુ મટે છે.
    11. ખજુર ૫૦ ગ્રામ, જીરુ, સીંધવ, મરી અને સુંઠ દરેક ૧૦-૧૦ ગ્રામ, પીપરી મુળ ૫ ગ્રામ અને લીંબુનો રસ ૦.૭૫ ગ્રામને બારીક વાટી ચાટણ બનાવી ખાવાથી વાયુ બેસી જાય છે.
    12. એરંડ મગજને દુધમાં મેળવી ગરમ કરી, માવો બનાવી ખાવાથી ગૃધ્રસી વાયુ અને પેટ, ખભા, પગ વગેરેમાં થતો દુ:ખાવો મટે છે.
    13. ગોળ નાખેલું દહીં વાયુ મટાડે છે. તે પુષ્ટી આપનાર, તૃપ્તી કરનાર અને પચવામાં ભારે છે.
    14. ઘીમાં શેકેલી હીંગ, સુંઠ, મરી, પીપર, સીંધવ, અજમો, જીરુ અને શાહજીરુ એ આઠ ચીજો સરખે ભાગે લઈ, ચુર્ણ બનાવી મજબુત બુચવાળી શીશીમાં ભરી રાખવું. આ ચુર્ણને હીંગાષ્ટક ચુર્ણ કહે છે. એ વાયુ દુર કરે છે. એ અનેક રોગોની એક રામબાણ દવા છે. જેમ કે ૧ ગ્રામ જેટલું આ ચુર્ણ છાસમાં કે ભોજન પહેલાં ઘી અને ભાતમાં લેવાથી આફરો, અજીર્ણ, પેટની પીડા, વાયુ, ગોળો, કૉલેરા, અજીર્ણ કે વાયુથી થતી ઉલટી, કફ-વાતજન્ય વીકારો વગેરે મટે છે.
    15. ચીકણી સોપારીનો ભુકો ૧.૫ ગ્રામ સવારે મઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ (ગૅસ) મટે છે.
    16. તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરુની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી વાયુ દુર થાય છે, મોંની ફીકાશ મટે છે, સ્વાદ પેદા થાય છે અને પાચનશક્તી સતેજ થાય છે.
    17. નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દુર થાય છે.
    18. પાકા આદુનો ૪૦૦ ગ્રામ રસ ૧.૬ કીલો સાકરની ચાસણીમાં નાખી તાર બંધાય તેવી ચાસણી ફરીથી બનાવી શરબત બનાવવું. એમાંથી ૧૦ ગ્રામ જેટલું શરબત પાણી સાથે લેવાથી પેટનો વાયુ, પેટમાં આમદોષથી આવતી ચુંક મટે છે. ગંધાતો અને પચ્યા વગરનો ઝાડો બંધાય છે અને પેટમાં થતો ગડગડાટ મટે છે.
    19. મરી ઠંડા પાણીમાં બારીક વાટી લેપ કરવાથી વાયુથી અંગ જકડાઈ ગયું હોય તો ફાયદો કરે છે.
    20. ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો કરી પીવાથી વાયુ દુર થાય છે, અને સારી ભુખ લાગે છે.
    21. મુળાનાં બીનું ચુર્ણ લેવાથી પીઠ પર થતી વાયુની પીડા મટે છે.
    22. લવીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો વાયુ મટે છે.
    23. વેંગણ વાયુ મટાડે છે.
    24. રીંગણાંનું શાક, ભડથું કે સુપ બનાવી, હીંગ અને લસણ સાથે લેવાથી પેટમાંનો વાયુ અને ગોળો મટે છે. (૨૩) સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી વાયુ મટે છે.
    25. સુંઠના ચુર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી ૩૦-૪૦ ગ્રામની લાડુડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે.
    26. સુંઠની ભુકી પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે.
    27. મરી અને લસણને પીસી ભોજનના પહેલા કોળીયામાં ઘી સાથે ખાવાથી વાયુ મટે છે.
    28. અેરંડાનાં પાન વાયુનો પ્રકોપ શાંત કરે છે. અેરંડીયું પણ વાયુના રોગો દુર કરે છે.
    29. વાયુ અને કફદોષ – ૧ લીટર પાણીમાં ૧ ચમચી(૮.૫ ગ્રામ) તાજો નવો અજમો નાખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો. અા પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દોમાં ખાસ લાભપ્રદ છે. એનાથી કફજન્ય હૃદયનું શુળ, પેટમાં વાયુપીડા, અાફરો, પેટનો ગોળો, હેડકી, અરુચી, મંદાગ્ની, બરલનું દર્દ, પેટનાં કરમીયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, સળેખમ, બહુમુત્ર, ડાયાબીટીસ, જેવાં અનેક દર્દોમાં ખાસ લાભપ્રદ છે. અા પાણી ગરમ ગુણો ધરાવે છે.
    30. પીપરીમુળના ગંઠોડા ભુખ લગાડનાર, તીખા, ગરમ, આહારનું પાચન કરનાર, રુક્ષ, પીત્ત કરનાર, મળને ભેદનાર-તોડીને બહાર કાઢનાર, કફ અને વાયુના રોગો, પેટના રોગો, આફરો, ગોળો, બરોળ, કૃમી, શ્વાસ તથા ક્ષયને મટાડનાર છે.
    31. વાયુથી જકડાઈ ગયેલા અંગ પર ઉમરાનું દુધ ચોપડી રુ ચોંટાડવાથી ફાયદો થાય છે. બળતરા થતી હોય તો ઉમરાનું દુધ સાકર મેળવી લગાડવું.
    32. સરગવાનાં કુમળાં પાન, ફુલ કે શીંગનું શાક ખાવાથી વાયુ મટે છે.
    33. ૪૦૦ મી.લી. ઉકળતા પાણીમાં ૨૫ ગ્રામ સુંઠનું ચુર્ણ નાખી ૨૦-૨૫ મીનીટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી વાયુ, પેટનો આફરો, ઉદરશુળ મટે છે.
    34. હીંગાષ્ટક ચુર્ણ સવાર, બપોર, સાંજ એક એક ચમચી પાણી સાથે લેવાથી વાયુ મટે છે. જેઓ દરરોજ હીંગાષ્ટક ચુર્ણ લે છે તેમને કદી ગૅસની તકલીફ થતી નથી.

    Like

  32. SS Says:

    Hello sir ,

    Mane macular amylodysis thi pidav chu. Jene lidhe mari back ni skin ma pigmentation Thai gya Che . And a disease ma body na kharab protein tya back ma deposit Thai Che and e body ni tendency Thai gai Che . Bau badhi dava Kari par e pigmentation jata nathi .

    Like

  33. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે સ્વાતિબહેન,
    માફ કરજો બહેન, તમારી સમસ્યા-શરીરનું હાનીકારક પ્રોટીન બૅકમાં જમા થાય એ વીશે મારી પાસે કોઈ માહીતી નથી.
    તમે તમારી ઉંમર જણાવી નથી. જો બીજી બધી રીતે સ્વસ્થ હો તો કુદરતી ઉપચારના નીષ્ણાતને મળીને કોઈ ઉપચાર કરી શકાય, કેમ કે શરીરમાં હાનીકારક પદાર્થ એકત્ર થયો હોય તેને ઉપવાસ કરીને દુર કરી શકાય એવો મારો ખ્યાલ છે. ઉપવાસ ચીકીત્સા કુદરતી ઉપચારના નીષ્ણાતની દેખરેખ હેઠળ જ કરવી જોઈએ.

    Like

  34. bhavesh Says:

    namaste sir,Tamara kahya pramane me pareji pali, pan mane kasho farak padyo nahi. pagna dag kala padi gaya Che, ane anglina bhag ma kala rang na tamka vadhe Che. yogy upay apsho.

    Like

  35. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાવેશભાઈ,
    મેં ઉપર બતાવ્યા છે તે સીવાયના કોઈ ઈલાજની મને જાણ નથી, એ બદલ દીલગીર છું.

    Like

  36. parth patel Says:

    thank.s for your auraved book dear sir ms gandabhai vallabh bhai

    Like

  37. Patel nitesh jitendra bhai Says:

    Kem chho gandabhai maru name nitesh chhe mane daraj boj vadhi gai chhe pag ma jhang par gupta ang par ne tena farte
    Pachhd pan gardan thi kan sudhi banne hath ma am gol gol darj thay chhe ne bo jaat ni dava kari pan kaij farak nai padto mane have tamari par aasha chhe ke tamej saru karso to mari aatli help karo bus

    Like

  38. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે નિતેશભાઈ,
    આ સાથે દરાજના કેટલાક ઉપાયો નીચે આપું છું, ઉપરાંત દાદરના ઉપાયો પણ લખ્યા છે. તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે ઉપાય અને જે ઔષધો તમને માફક આવે તેમ હોય તેનો જ પ્રયોગ કરવો. આયુર્વેદમાં એક જ પ્રકારની તકલીફ માટે ઘણા બધા ઉપાયો સુચવવામાં આવે છે, કેમ કે બધી વ્યક્તીની પ્રકૃતી સરખી નથી હોતી, આથી બધાંને એક જ દવા કામ ન આવે.
    દરાજ
    (૧) આંકડાના દુધમાં સહેજ મધ નાખી, હલાવી, મીશ્ર કરી દરરોજ એક વાર દરાજ પર ઘસવાથી દરાજ સારી થઈ જાય છે.
    (૨) આંકડાનું પાન તોડવાથી નીકળતું દુધ દરાજ પર દીવસમાં બે વખત ચોપડતા રહેવાથી દરાજ મટે છે. દુધ ચોપડતાં પહેલાં દરાજવાળો ભાગ કપડાથી બરાબર સાફ કરવો.
    (૩) કાચા પપૈયામાંથી કે પપૈયાના ઝાડ પરથી દુધ મેળવી દીવસમાં ત્રણ-ચાર વખત દર ચારેક કલાકને અંતરે ચોપડવાથી દરાજ મટે છે.
    (૪) ડુંગળી છુંદી દરાજગ્રસ્ત ભાગ પર દરરોજ નીયમીત બે-ચાર વાર લગાડતા રહેવાથી લાંબા સમયે દરાજ મટે છે.
    (૫) શેરીયો દહીંમાં વાટી ચોપડવાથી દરાજ મટે છે.
    (૬) દહીંમાં રાઈ ઘુંટી સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી દરાજ મટે છે.
    (૭) તુલસીનાં તાજાં પાનમાં પાણી નાખી વાટી લેપ કરવાથી દરાજ મટે છે.
    દાદર
    (૮) કુંવાડીયાનાં બી શેકી, ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લો, તથા આ ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુંવાડીયાનાં બી દાદર ઉપરાંત ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ જેવા રોગો પણ મટાડે છે.
    (૯) તુલસીનાં પાનનો રસ અને લીંબુનો રસ મીશ્ર કરી દાદર પર લગાડવાથી દાદર મટે છે.
    (૧૦) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી દાદર પર સવાર-સાંજ લગાડવો.
    (૧૧) તુલસીનાં પાનનો રસ અને લીંબુનો રસ ૧-૧ ચમચી મીશ્રણ કરીને સવાર-સાંજ પીવાથી ઉગ્ર દાદર મટે છે.
    (૧૨) ગુવારના પાનનો રસ અને લસણનો રસ એકત્ર કરી દાદર પર ચોપડવો.
    (૧૩) છાસમાં કુંવાડીયાનાં બી વાટીને ચોપડવાથી દાદર મટે છે.
    (૧૪) પપૈયાનું દુધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી દાદર મટે છે.
    (૧૫) લસણનો રસ ત્રણ દીવસ દાદર પર ચોળવાથી એ મટે છે. (બહુ બળતરા થાય તો પાછળથી ઘી ચોપડવું.)
    (૧૬) લીંબુના રસમાં આમલીનો ઠળીયો ઘસી ચોપડવાથી દાદર મટે છે.
    (૧૭) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલીશ કરવાથી દાદર મટે છે.
    (૧૮) ડુંગળીનો રસ ચોપડવાથી દાદર કે ખુજલી મટે છે.
    (૧૯) કુંવાડીયાના બીજનું ચુર્ણ લીંબુના રસમાં લસોટી ચોપડવાથી દાદર મટે છે. આ ચુર્ણ કણઝીના તેલમાં અથવા મુળાના પાનના રસમાં લસોટીને પણ ચોપડી શકાય.
    (૨૦) કાચા પપૈયાનો રસ દીવસમાં બેથી ત્રણ વખત ઘસવાથી દાદર મટે છે.
    (૨૧) સોપારીના ઝાડનો ગુંદર બકરીના દુધમાં વાટીને લેપ કરવાથી દાદર મટે છે.

    Like

  39. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે નિતેશભાઈ,
    તમારી વાત સાચી છે, લીમડાનાં પાનનો રસ બહુ ઠંડો હોય છે. આથી એ તમારી પ્રકૃતીને અનુકુળ આવે તો જ લઈ શકાય. ચામડીના જે વીકારો, જે તકલીફ પીત્ત-ગરમીના કારણે થઈ હોય તેમાં એ ઉપયોગી થાય. પ્રયોગ કેટલો સમય કરવો એનો આધાર પણ તમને થયેલી તકલીફ અને તમારી પ્રકૃતીને કેટલી ઠંડકની જરુર હશે તેના પર રહેશે. આથી કોઈ જાણકારની દેખરેખ હેઠળ પ્રયોગ કરવો જોઈએ. વળી વીપરીત અસર માલમ પડે તો પ્રયોગ બંધ કરી દેવો પડે. તમે પચાસ પાન લખો છો પણ હું માનું છું કે શરુઆત ઓછા પ્રમાણમાં કરવી જોઈએ. બધાંને એકસરખું પ્રમાણ અનુકુળ ન પણ થાય.
    લીમડાનો રસ ઠંડો હોવાને કારણે કોઈક લોકોને નપુંસકતા પણ આવી શકે.

    Like

  40. jadeja karansinh Says:

    namste sir, mare gadana bhage tatha khambhana bhage safed dagh nikdya che to a kya prakar no rog che temaj aa rog ne matadva mate mare su karvu padse so plz sir ana mate mane tame jaruri margadarshan apva vinanti

    Like

  41. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે કરણસિંહભાઈ,
    સફેદ ડાઘ જેને કેટલાક કોઢ કહે છે, જે ખરેખર બરાબર નથી, કેમ કે એ વીરોધી ખાનપાનને કારણે ચામડી નીચેના રંગદ્રવ્યના અદૃશ્ય થવાને કારણે થાય છે અને એ કોઈ રોગ નથી. એના વીસેક જેટલા ઉપાય મેં મારા બ્લોગમાં નોંધ્યા છે. એ જોવા માટે ‘કોઢ’ ગુજરાતીમાં લખીને સર્ચ કરશો તો વાંચવા મળશે. અથવા મારા બ્લોગમાં Index પર ક્લીક કરીને કક્કાવાર અનુક્રમમાં ‘કોઢ’ શોધીને ક્લીક કરશો તો મળશે. અહીં એક ઉપાય નીચે આપું છું:
    શરીરના કોઈ ભાગ પર સફેદ ડાઘ થયા હોય પણ એ ભાગના વાળ સફેદ થયા ન હોય તો મધમાં નવસાર મેળવી દીવસમાં ચારેક વખત લગાડતા રહેવાથી બેએક મહીનાની અંદર પરીણામ જોવા મળે છે. ધીરજ પુર્વક લાંબા સમય સુધી પ્રયોગ કરવો જોઈએ. વળી આ ઉપચારની ખુબી એ છે કે ત્વચા પર બળતરા થતી નથી. આથી શરીરના કોમળ ભાગ પર પણ કરી શકાય, અને એની કોઈ આડ અસર નથી.

    Like

  42. jadeja karansinh Says:

    mara lagta vadgata sabandhi loko nu kahE vu che k a kodha nai pan (chitri) che je karodiyani jadi jevu dekhay che ane mare a samasya matr shiyada ma j thay che to ana mate tame mane koi upachar batavo

    Like

  43. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    મારા ખ્યાલ મુજબ કરોડીયો જે થાય છે તે પણ ચામડી નીચે જે રંગદ્રવ્ય હોય છે, જેને અંગ્રેજીમાં પીગમેન્ટ કહે છે તેમાં વીક્ષેપ થવાને કારણે થાય છે, અને એનું કારણ પણ કદાચ વીરોધી ખાનપાન હોઈ શકે, પણ સફેદ ડાઘ જેટલી એની અસર હોતી નથી. ઘણી વાર એ એની મેળે જ મટી જતું હોય છે, આથી ચીંતાજનક ગણાતું નથી, એવો મારો ખ્યાલ છે, પરંતુ આ બાબતમાં મને વધુ માહીતી નથી,એ બદલ દીલગીરી વ્યક્ત કરું છું. કદાચ રાઈનું ચુર્ણ પાણીમાં કાલવીને લગાડવાથી મટી શકે. રાઇ ગરમ હોવાથી જો ચામડી પર વીપરીત અસર થાય તો પ્રયોગ બંધ કરી દેવો.

    Like

  44. અનામિક Says:

    DADAR HOY TO TENA MATE SU KARVU

    Like

  45. ગાંડાભાઈ વલ્લભ Says:

    નીચે દાદરના ઉપાયો પૈકી તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે ઉપાય અને જે ઔષધો તમને માફક આવે તેમ હોય તેનો જ પ્રયોગ કરવો. આયુર્વેદમાં એક જ પ્રકારની તકલીફ માટે ઘણા બધા ઉપાયો સુચવવામાં આવે છે, કેમ કે બધી વ્યક્તીની પ્રકૃતી સરખી નથી હોતી, આથી બધાંને એક જ દવા કામ ન આવે.
    (૧) કુંવાડીયાનાં બી શેકી, ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લો, તથા આ ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુંવાડીયાનાં બી દાદર ઉપરાંત ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ જેવા રોગો પણ મટાડે છે. કુવાડીયો આપણે ત્યાં ચોમાસામાં ઘણી જગ્યાએ ઉગી નીકળે છે.
    (૨) તુલસીનાં પાનનો રસ અને લીંબુનો રસ મીશ્ર કરી દાદર પર લગાડવાથી તથા ૧-૧ ચમચી આ મીશ્રણ સવાર-સાંજ પીવાથી ઉગ્ર દાદર મટે છે.
    (૩) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી દાદર પર સવાર-સાંજ લગાડવો.
    (૪) ગુવારના પાનનો રસ અને લસણનો રસ એકત્ર કરી દાદર પર ચોપડવો.
    (૫) છાસમાં કુંવાડીયાનાં બી વાટીને ચોપડવાથી દાદર મટે છે.
    (૬) પપૈયાનું દુધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી દાદર મટે છે.
    (૭) લસણનો રસ ત્રણ દીવસ દાદર પર ચોળવાથી એ મટે છે. (બહુ બળતરા થાય તો પાછળથી ઘી ચોપડવું.)
    (૮) લીંબુના રસમાં આમલીનો ઠળીયો ઘસી ચોપડવાથી દાદર મટે છે.
    (૯) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલીશ કરવાથી દાદર મટે છે.
    (૧૦) ડુંગળીનો રસ ચોપડવાથી દાદર કે ખુજલી મટે છે.
    (૧૧) કુંવાડીયાના બીજનું ચુર્ણ લીંબુના રસમાં લસોટી ચોપડવાથી દાદર મટે છે. આ ચુર્ણ કણઝીના તેલમાં અથવા મુળાના પાનના રસમાં લસોટીને પણ ચોપડી શકાય.
    (૧૨) કાચા પપૈયાનો રસ દીવસમાં બેથી ત્રણ વખત ઘસવાથી દાદર મટે છે.
    (૧૩) સોપારીના ઝાડનો ગુંદર બકરીના દુધમાં વાટીને લેપ કરવાથી દાદર મટે છે.

    Like

  46. kalpesh baraiya Says:

    mane unala ni saruvat thavani sathe j pag na taliya ma balatara thava lage che ane pagna taliya bahu garam thai jay che…

    ana mate koi ayurvedic k gargatthu upchar batavava vinanti…

    thank you

    Like

  47. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે કલ્પેશભાઈ,
    તમારા કહેવા પરથી તમને પીત્તની અધીકતા હોય એમ લાગે છે. પીત્ત મટાડવા માટે મેં મારા બ્લોગમાં ઘણા ઉપાયો બતાવ્યા છે. એ આર્ટીકલની બધી વીગતો ફરીથી નીચે આપું છું. તમને અનુકુળ ઉપાય નીષ્ણાતની સલાહ લઈને કરવા.
    પીત્ત
    August 4, 2010

    ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

    પીત્ત

    (૧) કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પીત્ત મટે છે.

    (૨) કારેલીના પાનનો રસ લેવાથી ઉલટી અથવા રેચ થઈ પીત્તનો નાશ થાય છે. આ પછી ઘી અને ભાત ખાવાથી ઉલટી થતી બંધ કરી શકાય.

    (૩) પીત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હીતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખુબ શીતળ છે.

    (૪) બીજ વગરની કાળી દ્રાક્ષ ૫૦૦ ગ્રામ અને હરડેનું ચુર્ણ ૧૦૦ ગ્રામને ખુબ લસોટી એક ચમચી જેટલા મીશ્રણની મોટી મોટી ગોળીઓ વાળી લેવી. એક કપ પાણીમાં એક ગોળી ૨૦ થી ૨૫ મીનીટ પલાળી રાખવી. પછી તેને પાણીમાં ખુબ મસળી સવારે પી જવું. શરીરમાં ઉત્પન્ન થયેલા અનેક વીકારો- કબજીયાત, ગૅસ, જ્વર, મળની દુર્ગંધ, હૃદયરોગ, લોહીના વીકારો, ત્વચાના રોગો, ઉધરસ, કમળો, અરુચી, પ્રમેહ અને મંદાગ્ની જેવા રોગોમાં ઉત્તમ પરીણામ આપે છે.

    (૫) ૧ લીટર પાણીમાં ૧થી ૧.૫(એકથી દોઢ) ચમચી સુકા(જુના) ધાણા નાખી ઉકાળી ૧ ભાગ બાળી ૩ ભાગ બાકી રહે ત્યારે ઠારી, નીતારી ગાળી લો. આ પાણી એકદમ ઠંડુ બને છે. તેથી તે પીત્તદોષ કે ગરમીથી પીડાતા કે પીત્તની તાસીરવાળા લોકોને માફક આવે છે. આવું પાણી ગરમી-પીત્તનો તાવ, દાહ-બળતરા, પીત્તની ઉલટી, ખાટા ઓડકાર, અમ્લપીત્ત, હોજરીનાં ચાંદાં, લોહી દુઝતા કે દાહ-સોજાવાળા હરસ, નેત્રદાહ, નસકોરી ફુટવી, રક્તસ્રાવ, મરડો, ગરમીના પીળા પાતળા ઝાડા, ગરમીનો સુકો દમ, વધુ પડતી તરસ જેવાં દર્દોમાં લાભપ્રદ છે. વધુ લાભ માટે આ પાણીમાં સાકર નાખીને પીવું. જે લોકો કેફી-માદક ચીજોના વ્યસનથી શરીરને વીષમય બનાવે છે તેમને માટે પણ આવું જળ વીષનાશક હોઈ લાભપ્રદ છે

    (૬) કોઠાનાં પાનની ચટણી બનાવી પીત્તનાં ઢીમણાં પર લગાડવાથી આરામ થાય છે.

    (૭) આમલી પીત્તશામક તથા વીરેચક છે. ઉનાળામાં પીત્તશમન માટે આમલીના પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. આમલીથી દસ્ત પણ સાફ આવે છે.

    (૮) ટામેટાના રસ કે સુપમાં સાકર મેળવી પીવાથી પીત્તજન્ય વીકારો મટે છે.

    (૯) અળવીનાં કુણાં પાનનો રસ જીરુની ભુકી મેળવી આપવાથી પીત્તપ્રકોપ મટે છે.

    (૧૦) આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી પીત્તપ્રકોપ મટે છે.

    (૧૧) ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પીત્તપ્રકોપ શાંત થાય છે. ચીકુ પચવામાં ભારે હોઈ પોતાની પાચનશક્તી મુજબ યોગ્ય પ્રમાણ જાળવવું.

    (૧૨) તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પીત્તપ્રકોપ શાંત થાય છે.

    (૧૩) પાકાં કેળાં અને ઘી ખાવાથી પીત્તરોગ મટે છે.

    (૧૪) જામફળનાં બી પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પીત્તવીકાર મટે છે.

    (૧૫) જાંબુડીની છાલનો રસ દુધમાં મેળવી પીવાથી ઉલટી થઈ પીત્તવીકાર મટે છે.

    (૧૬) આમળાનો રસ પીવાથી પીત્તના રોગો મટે છે.

    (૧૭) દુધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપુડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પીત્તનું શમન થાય છે.

    (૧૮) ૫૦૦ ગ્રામ આમલીનાં ફુલ અને એક કીલો ખડી સાકરના પાઉડરને મીશ્ર કરી ચોખ્ખા હાથે ખુબ મસળી પેસ્ટ જેવું બનાવી કાચની બરણી ભરી લેવી. આ બરણીને રોજ તડકામાં ૨૦થી ૨૫ દીવસ મુકવાથી આમલીના ફુલોનો ગુલકંદ તૈયાર થઈ જશે. એક ચમચી જેટલો આ ગુલકંદ સવાર-સાંજ લેવાથી અપચો, અરુચી, મોળ આવવી અને પીત્તના રોગો શાંત થશે. પીત્ત વધે નહીં એ મુજબ પરેજી પાળવી. આવી જ રીતે ગુલાબના ફુલની પાંખડીઓનો બનાવેલો ગુલકંદ પણ પીત્તના રોગોમાં અને એસીડીટીમાં પણ પ્રયોજી શકાય.

    (૧૯) સો સો ગ્રામ શતાવરી, જેઠીમધ અને સાકરનું મીશ્રણ કરી ખુબ ખાંડી ચુર્ણ કરવું. એક ચમચી આ ચુર્ણ દુધ સાથે લેવાથી પીત્તના રોગો શાંત થશે.

    Like

  48. Ashok mungra Says:

    મને જૂનું ખરજવું છે તો મટાડી શકાય ખરું. અને કઇ રીતે જણાવશો.

    Like

  49. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે અશોકભાઈ,
    મારા બ્લોગમાં મેં ખરજવાના બાવીસ (22) ઉપાયો નોંધ્યા છે, પરંતુ તમારો પ્રશ્ન જુનું ખરજવું મટાડવા બાબત છે. તો માત્ર એના જ ઉપાય અહીં નોંધું છું. જો વધુ વીગત જાણવી હોય તો ‘ખરજવું’ લખીને સર્ચ કરશો તો ઘણી બાબતો (મેં નોંધી છે તે ઉપરાંત પણ) કદાચ મળી શકશે.
    ખરજવું: ખારા રસનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો ખરજવું થાય છે.
    (૧) ભોંયરીંગણીના પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
    (૨) બટાટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મુકી પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું-જુનું ખરજવું નીર્મુળ થઈ જાય છે. અથવા કાચા બટાટાની છાલ ઉતારી, છાલને લસોટી પેસ્ટ બનાવી ખરજવા ઉપર લગાડી સવાર-સાંજ પાટો બાંધવો. સાત-આઠ દીવસના આ ઉપચારથી વર્ષો જુનું ખરજવું મટી જાય છે. કફ કરનાર આહાર ન લેવો.
    (૩) હઠીલા ખરજવા જેવા રોગમાં બટાકાની છાલ ઘસવાથી ઘણી રાહત થાય છે. નીયમીત છાલ ઘસતા રહેવાથી ફેલાવો થતો હોય તો તે અટકી જાય છે.

    Like

  50. nitin rathod Says:

    Sir mane mutr yoni per white dadh thai gayu Che and felatu pan jay che

    Like

  51. ગાંડાભાઈ વલ્લભ Says:

    નીતિનભાઈ, તમારા પ્રશ્ન પરથી તમને સફેદ ડાઘ જેને કેટલાક લોકો કોઢ કહે છે તેની શરુઆત હશે. એને માટે મેં મારા બ્લોગમાં ઘણા ઉપાય લખ્યા છે, એમાંથી તમને અનુકુળ હોય તે યોગ્ય ખાતરી કરીને અજમાવી શકો. એની લીન્ક:

    કોઢ


    જો આ લીન્ક પર ક્લીક કરવાથી એ ન ખુલે તો તમારા બ્રાઉઝરમાં એની કોપી- પેસ્ટ કરવાથી ખુલી શકશે.

    Like

  52. KALPESH BARAIYA Says:

    Dear Sir, mane akha sharir ma bov khanjval ave che ane akhu sharir garam lage che…
    khanjval na karne mare 2-3 divse vilayti dava ni tikdi pan levi j pade che…

    ana thi bachva ne skin problem mate koik saro upay apo…

    thank you

    KALPESH BARAIYA

    Like

  53. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે કલ્પેશભાઈ,
    તમારા પ્રશ્ન પરથી કદાચ તમને પીત્તની અધીકતા હોય એમ લાગે છે, આથી પીત્ત કરનાર આહાર છોડી દેવો કે બને તેટલો ઓછો કરવો. જો રહી શકો તો થોડા દીવસ માત્ર ફળ-શાકભાજી પર રહેવું. ઉપરાંત નીચેના પૈકી જે ઉપાય તમને અનુકુળ હોય તે કરી શકો.
    (૧) ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે.
    (૨) અગથીયાની ભાજી તીખી અને કડવી હોય છે. એ કૃમી, કફ અને ખંજવાળ મટાડે છે.
    (૩) ખુજલી-ખંજવાળમાં આંકડાના પાનના રસમાં હળદર મેળવી લગાડવાથી તે મટે છે.
    (૪) હળદરના ચુર્ણમાં આંકડાનું દુધ અથવા ગૌમુત્ર મેળવી લેપ કરવાથી અથવા પેસ્ટ બનાવી શરીરે ઘસવાથી ખંજવાળ-ખુજલી તરત જ મટી જાય છે.
    (૫) આંબાહળદર અને કાળી જીરી સરખા ભાગે પાણીમાં લસોટી લેપ કરવાથી ખંજવાળ, બળતરા, સોજો અને ખસ મટે છે. આ તકલીફ વખતે મધુર અને ખાટી ચીજો, અથાણાં, પાપડ ખાવાં નહીં. નમક સાવ ઓછું લેવું. સ્વાદીષ્ટ વીરેચન ચુર્ણ સવાર-સાંંજ લેવું.
    (૬) શરીર તપેલું રહેતું હોય, અથવા જીર્ણજ્વર રહેતો હોય, પેટમાં કૃમી થયા હોય, આમનું પાચન થતું ન હોય, તથા ખસ, ખંજવાળ અને ચામડીના રોગોમાં પા ચમચી કાળીજીરીના ભુકાનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ તાજેતાજો ઉકાળો પીવાથી આઠથી દસ દીવસમાં આ વીકૃતીઓ શાંત થાય છે.
    (૭) કેરડાંનું એકલું ચુર્ણ ફાકવાથી સોજા અને ખંજવાળ મટે છે.
    (૮) કોઢ, ચામડીના વીકારો, તાવ, સર્વાંગ ખંજવાળ, કમળો, કબજીયાત, પ્રમેહ, પીત્તના અને હૃદયના રોગોમાં પણ ગરમાળાનો ગોળ હીતાવહ છે.

    આ ઉપરાંત પણ ખંજવાળના અન્ય ઉપાયો છે, પરંતુ એ કરવા પહેલાં ખંજવાળનાં કારણો જાણવાં જોઈએ તેમ જ તમારી પ્રકૃતી કેવા પ્રકારની (કફ, પીત્ત, વાયુની) છે તે જાણવું જોઈએ.

    Like

  54. kishan panchal Says:

    Kali dhadhar in dava jnavsho

    Like

  55. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે કિશનભાઈ,
    દાદરના ઉપાય મેં ઉપર ફેબ્રુઆરી ૪, ૨૦૧૬ના રોજ એક પ્રશ્નના ઉત્તરમાં આપ્યા છે. મારા સાંભળવમાાં દાદર ઉપર કુવાડીયો સૌથી વધુ અકસીર ગણાય છે.
    કુંવાડીયાનાં બી શેકી, ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લો, તથા આ ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુંવાડીયાનાં બી દાદર ઉપરાંત ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ જેવા રોગો પણ મટાડે છે. કુંવાડીયો આપણે ત્યાં ચોમાસામાં ઘણી જગ્યાએ ઉગી નીકળે છે. અમારા ગામમાં મેં પુશ્કળ પ્રમાણમાં જોયો છે-ખાસ કરીને અમારા તળાવની પાળ પર. હજુ એ ત્યાં ઉગતો હશે કે કેમ તેની મને ખબર નથી, કેમ કે હું ૪૧ કરતાં વધુ વર્ષોથી પરદેશ છું.

    Like

  56. piyush Says:

    Dadhar rog ma koi evi dava aapo k je baltra na thay n thandk aape

    Like

  57. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે પીયુશભાઈ,
    દાદરનો ઉપાય મેં અહીં ઉપર જ જણાવ્યો છે. જો કે મેં જાતે આ પ્રયોગ કર્યો ન હોવાથી કુવાડીયાના ઉપયોગથી બળતરા થાય છે કે કેમ તેની માહીતી મારી પાસે નથી.

    Like

  58. જય રાજપુત Says:

    મારે ગડામા માં દાદર થઈ છે… શુ કરુ કે જેનાથી જલ્દી મટી જાય. વઘતી જ જાય છે.

    Like

  59. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે જય રાજપુત,
    દાદરનો ઉપાય મેં અહીં ઉપર જ ભાઈ શ્રી. કિશનભાઈને જુલાઈ ૨૮ના રોજ આપ્યો છે, તે જોવા વીનંતી. ચામડીની સમસ્યામાં લેવાની કાળજી પણ મેં મારા મુખ્ય આર્ટીકલમાં લખ્યું છે.

    Like

  60. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે નિકુંજભાઈ,
    ખંજવાળના ઉપાયો મેં ઉપર જુલાઈ ૨૩, ૨૦૧૬ના રોજ ભાઈ શ્રી કલ્પેશભાઈને લખ્યા છે. એ ઉપાયો તમારા કામના ન હોય તો અને તમે જણાવો છો તે મુજબ કદાચ એનર્જીની બોતલ ચડાવવાના કારણે એલર્જીને લીધે ખંજવાળ હોય તો એલર્જીના નીચે પૈકીનો કોઈ ઉપાય કામ આવતો હોય તો એની ખાતરી કરીને એ અજમાવી શકો.
    એલર્જી (૧) ૨ ગ્રામ ગંઠોડાનું ચુર્ણ, ૨ ગ્રામ જેઠીમધનું ચુર્ણ અને ૧ ગ્રામ ફુલાવેલી ફટકડીનું ચુર્ણ મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી માત્ર સાત દીવસમાં એલર્જી મટે છે.
    (૨) લીલી હળદરના ટુકડા દરરોજ ખુબ ચાવીને ખાતા રહેવાથી એલર્જીની તકલીફ મટે છે.
    (૩) અગત્સ્ય હરીતકી અવલેહ : ઉત્તમ પ્રકારનું આ ચાટણ એકથી બે ચમચી સવાર-સાંજ ખાલી પેટે લેવાથી ક્ષયરોગ, દમ, ઉધરસ, શરદી, એલર્જી જેવા કફના રોગો અને સંગ્રહણી જેવા રોગોમાં લાભ થાય છે.
    (૪) ચામડી પર એલર્જીનાં થયેલાં ચકામા પર ચારોળીના દાણા પાણીમાં લસોટી લેપ કરવાથી તે શમી જાય છે.
    (૫) રોજ દ્રાક્ષ ખાવાથી એલર્જીમાં રાહત મળે છે.

    Like

  61. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે નિકુંજભાઈ,
    ખંજવાળના ઉપાયો મેં ઉપર જુલાઈ ૨૩, ૨૦૧૬ના રોજ ભાઈ શ્રી કલ્પેશભાઈને જણાવ્યા છે. એ ઉપાયો તમારા માટે ન હોય અને તમે કહો છો એનર્જી બોટલ ચડાવવાના કારણે જો એલર્જી તમારી ખંવાળનું કરણ હોય તો નીચેના ઉપાયો પૈકી તમને અનકુળ ઉપાયની ખાતરી કરીને એ અજમાવી શકો.
    એલર્જી (૧) ૨ ગ્રામ ગંઠોડાનું ચુર્ણ, ૨ ગ્રામ જેઠીમધનું ચુર્ણ અને ૧ ગ્રામ ફુલાવેલી ફટકડીનું ચુર્ણ મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી માત્ર સાત દીવસમાં એલર્જી મટે છે.
    (૨) લીલી હળદરના ટુકડા દરરોજ ખુબ ચાવીને ખાતા રહેવાથી એલર્જીની તકલીફ મટે છે.
    (૩) અગત્સ્ય હરીતકી અવલેહ : ઉત્તમ પ્રકારનું આ ચાટણ એકથી બે ચમચી સવાર-સાંજ ખાલી પેટે લેવાથી ક્ષયરોગ, દમ, ઉધરસ, શરદી, એલર્જી જેવા કફના રોગો અને સંગ્રહણી જેવા રોગોમાં લાભ થાય છે.
    (૪) ચામડી પર એલર્જીનાં થયેલાં ચકામા પર ચારોળીના દાણા પાણીમાં લસોટી લેપ કરવાથી તે શમી જાય છે.
    (૫) રોજ દ્રાક્ષ ખાવાથી એલર્જીમાં રાહત મળે છે.

    Like

  62. Vijay Says:

    Namaste sir,
    Mane sathal pase lal dhadhar thai che te bane etli jaldi thi mate evo koi ilaj batavsho ji..
    Thank you..

    Like

  63. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે વિજયભાઈ
    દાદરના ઉપાય મેં ઉપર ફેબ્રુઆરી ૪, ૨૦૧૬ના રોજ એક પ્રશ્નના ઉત્તરમાં આપ્યા છે. મારા સાંભળવમાાં દાદર ઉપર કુવાડીયો સૌથી વધુ અકસીર ગણાય છે.
    કુંવાડીયાનાં બી શેકી, ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લો, તથા આ ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુંવાડીયાનાં બી દાદર ઉપરાંત ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ જેવા રોગો પણ મટાડે છે. કુંવાડીયો આપણે ત્યાં ચોમાસામાં ઘણી જગ્યાએ ઉગી નીકળે છે. અમારા ગામમાં મેં પુશ્કળ પ્રમાણમાં જોયો છે-ખાસ કરીને અમારા તળાવની પાળ પર. હજુ એ ત્યાં ઉગતો હશે કે કેમ તેની મને ખબર નથી, કેમ કે હું લગભગ ૪૨ વર્ષોથી ન્યુઝીલેન્ડમાં રહું છું.

    Like

  64. અશોક ભાઇ Says:

    કાળા દાગ માટે માહીતી જૉયે છે જે દાગ દવાના આઙ અસર થી પઙેલ છે

    Like

  65. ગાંડાભાઈ વલ્લભ Says:

    અશોકભાઈ
    નીચેના ઉપાયો જો તમને અનુકુળ હોય તો યોગ્ય ખાતરી કરીને અજમાવી શકો.
    1. દુધ, ગ્લીસરીન, બોરીક પાઉડર અને સોડા-બાય-કાર્બનું સમાન ભાગે બનાવેલું લોશન શરીર ઉપર જ્યાં કાળા ડાઘ પડ્યા હોય ત્યાં લગાડવાથી ડાઘા દુર થાય છે.
    2. વડની કોમળ ટીશીઓ-નવા અંકુર અને મસુરની દાળ દુધમાં ખુબ લસોટી-વાટીને લગાવવાથી મોં પરના કાળા ડાઘ મટે છે.
    3. રાયણનાં પાન દુધમાં વાટી કલ્ક કરી મોં પર રાત્રે બાંધવાથી થોડા જ દીવસમાં મોં પરના કાળા ડાઘ મટી જાય છે.

    Like

  66. Ashvin Says:

    Pag na vadhiya mate dava

    Like

  67. ગાંડાભાઈ વલ્લભ Says:

    અશ્વિનભાઈ,
    પગના વાઢીયાનો માત્ર એક જ ઉપાય મેં નોંધ્યો છે. જો એ તમને અનુકુળ હોય તો અજમાવી શકો.
    પગના વાઢીયા-ચીરા (૧) પગમાં ચીરા પડ્યા હોય અને કેમેય મટતા ન હોય તો આ ચીરામાં વડનું દુધ ભરવું.

    Like

  68. manis Says:

    Hello sir plz hellp mane pesab ni niche jang go na wache 10 diwas thi walur aawe che ane chamdi kadak thai gai chu aap mari madad karo plz atyar sudhi hu doctor pase nathi gayo

    Like

  69. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ,
    તમારા વર્ણન પરથી વાતપ્રકોપ હોય એમ લાગે છે. આથી વાયુકારક આહાર છોડી દેવો અને વાયુનાશક ઔષધો લેવાં. પરંતુ જાતે ઉપાય કરવા કરતાં જો તમને કોઈ સારા અનુભવી, સેવાભાવી વૈદ્ય મળી શકતા હોય તો એને મળવું જોઈએ, જે તમને તપાસી તમારી પ્રકૃતી મુજબ અનુકુળ ઔષધ આપી શકે અને પરેજી સુચવી શકે.
    વાયુવીકાર માટે પુશ્કળ ઔષધો મારા બ્લોગમાં મેં જણાવ્યાં છે. એમાં તમે કદાચ ગુંચવાઈ જશો. આથી મેં ઉપર સુચવ્યું છે તેમ કોઈ વૈદ્યને મળવું વધુ ઉચીત છે. તેમ છતાં નીચેની લીન્ક પર ક્લીક કરવાથી ઔષધોની માહીતી મળશે.
    https://gandabhaivallabh.wordpress.com/tag/વાયુવીકાર/

    Like

  70. અનામિક Says:

    thanks good result

    Like

  71. Prins Gajipara Says:

    many dhadhar akha m

    Like

  72. Prins Gajipara Says:

    dhadar no upay batavo ny sir maro chero bagdi gayo 6y my 8000 to 10000 ni dava kari 6y pan dhadar ma koi result nati malyu bartara na thay tevi any thandak aape tevi dava batavo.

    Like

  73. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    તમે કોઈ દેશી ઉપચાર કરી જોયો? ચામડીના વીકાર માટે મેં ઉપર ઘણા ઉપચારો બતાવ્યા છે. એમાંથી તમને અનુકુળ આવે તે ઉપાય યોગ્ય ખાતરી કરીને અજમાવી શકો. મારા ખ્યાલ મુજબ દાદર પર કુવાડીયો સૌથી વધુ અકસીર ગણાય છે. ચોમાસામાં કુવાડીયો પડતર જગ્યામાં આપણે ત્યાં બધે ઉગી નીકળે છે.
    કુવાડીયો (૧) કુવાડીયાના બી શેકી ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી તથા ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર પર ઘસીને લગાવવાથી દાદર મટે છે. આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરી શકાય. એનાથી ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ વગેરે પણ મટે છે.
    (૨) કુંવાડીયાનાં બીજને ખાટી છાસમાં લસોટી દાદર-દરાજ પર સવાર સાંજ લગાડવામાં આવે તો દસ-બાર દીવસમાં જ દાદરનો નાશ થઈ જાય છે. જુની કે નવી કોઈ પણ દરાજ પર કુંવાડીયો જ વાપરવો જોઈએ.

    Like

  74. nitin lathiya Says:

    નમસ્તે. .
    મને બન્ને પગ મા ઘુટી ઉપર ખરજવુ છે.
    આમ તો એ સુકુ છે પણ ખંજવાળવાથી પાણી નીકળ્યા રાખે છે.
    આના માટે ઘણા ડોક્ટર ની દવા લીધી. એનાથી મટી તો જાય છે પણ દોઢ બે મહીના મા પાછુ થય જાય છે.
    તો યોગ્ય ઉપચાર બતાવવા વિનંતી. …

    Like

  75. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ નીતિન,
    ખરજવાના ઘણા ઉપાયો મેં મારા બ્લોગમાં નોંધ્યા છે. એમાંથી તમને અનુકુળ ઉપાય યોગ્ય માર્ગદર્શકની સહાય લઈ અજમાવી શકો.
    ખરજવું: ખારા રસનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો ખરજવું થાય છે.
    (૧) ભોંયરીંગણીના પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
    (૨) બટાટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મુકી પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું-જુનું ખરજવું નીર્મુળ થઈ જાય છે. અથવા કાચા બટાટાની છાલ ઉતારી, છાલને લસોટી પેસ્ટ બનાવી ખરજવા ઉપર લગાડી સવાર-સાંજ પાટો બાંધવો. સાત-આઠ દીવસના આ ઉપચારથી વર્ષો જુનું ખરજવું મટી જાય છે. કફ કરનાર આહાર ન લેવો.
    (૩) હઠીલા ખરજવા જેવા રોગમાં બટાકાની છાલ ઘસવાથી ઘણી રાહત થાય છે. નીયમીત છાલ ઘસતા રહેવાથી ફેલાવો થતો હોય તો તે અટકી જાય છે.
    (૪) કળીચુનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા પર લગાડવાથી તરતનો થયેલ રોગ દુર થાય છે.
    (૫) ખારેક કે ખજુરના ઠળીયાને બાળી તેની રાખ, કપુર અને હીંગ મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
    (૬) ઈંદ્રવરણાના ફળનો રસ ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
    (૭) ગાજરનું ખમણ કરી, તેમાં મીઠું નાખી, પાણી નાખ્યા વગર ગરમ કરી બાફીને ખરજવા પર બાંધવાથી ફાયદો કરે છે.
    (૮) પપૈયાનું દુધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી જુનું ખરજવું મટે છે.
    (૯) લસણની કળી વાટી લુગદી બનાવી ખરજવા પર મુકવાથી ભીંગડાં ઉતરી જાય છે અને ચામડી લાલ થાય છે, પછી તેના પર બીજો સાદો મલમ ચોપડવાથી ખરજવામાં ફાયદો થાય છે.
    (૧૦) તુલસીના મુળનો ઉકાળો કરીને પીવાથી ખરજવું મટે છે.
    (૧૧) સુકા કોપરાને બરાબર બાળી ખુબ વાટી મલમ બનાવી દીવસમાં ત્રણેક વખત લગાડવાથી ખરજવાની પીડામાં ઝડપભેર ઘણી રાહત થાય છે.
    (૧૨) અરડુસીના પાંદડાં અને દારુહળદરને ખુબ લસોટીને આ પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું, ચામડીના જુના રોગો મટે છે.
    (૧૩) તલના તેલમાં કાળીજીરી લસોટી લગાવવાથી ખરજવું મટે છે.
    (૧૪) કાસુન્દ્રાનું મુળ છાસ કે સરકા સાથે લસોટી સવાર-સાંજ લગાડવાથી જુની દાદર અને ખરજવું મટે છે.
    (૧૫) ખરજવું થયું હોય તો તાંદળજાનું સેવન ફાયદાકારક છે.
    (૧૬) ધોળી- સફેદ ધરો (દરોઈ-દુર્વા)ના રસમાં ચોખા લસોટી- વાટી તેનો લેપ કરવાથી જૂનું- નવું ખરજવું મટી જાય છે. કુમળી લીલી ધરોનો તાજો રસ પીવાથી કોઈ પણ રોગમાં ફાયદો થાય છે. માત્ર ધરોના રસ પર રહેવાથી જલદી રાહત થાય છે.
    (૧૭) બાવચીના બીજ અને કારેલાને ગૌમુત્રમાં લસોટી પેસ્ટ બનાવી લગાડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.
    (૧૮) વડનું દુધ લગાડવાથી ખરજવું મટી જાય છે.
    (૧૯) હરડેનું બારીક ચુર્ણ ગરમ પાણીમાં પેસ્ટ કરી લગાડવાથી ખરજવું, દાદર, સોરાયસીસ જેવા ચામડીના રોગ મટે છે.
    (૨૦) મુળા તથા સરસવનાં બીજ, લાખ, હળદર, પુંવાડીયાનાં બીજ, ગંધબીરોજા, ત્રીકટુ ચુર્ણ (સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું ચુર્ણ), વાવડીંગનું ચુર્ણ આ બધાં ઔષધોને મીશ્ર કરી ગૌમુત્રમાં લસોટી લેપ કરવાથી દાદર, ખરજવું, ખસ, કોઢ, કીટીભ અને ભયંકર કપાલ કુષ્ઠ મટે છે.
    (૨૧) રાઈના ચુર્ણને ગાયના આઠ ગણા જુના ઘીમાં મેળવી લેપ કરવાથી સફેદ કોઢ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટે છે.
    (૨૨) તુલસીના મુળનો એક ચમચી ભુકો એક ગ્લાસ પાણીમાં નાખી કાઢો કરવો. આ ઉકાળો રોજ તાજો બનાવી સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.

    Like

  76. sunil Says:

    धादर

    Like

  77. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે સુનિલભાઈ,
    દાદર માટે મારા બ્લોગમાં મેં ૧૫ ઉપાયો સુચવ્યા છે. તમને અનુકુળ ઉપાય યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈ અજમાવી શકો. એની લીન્ક:
    https://gandabhaivallabh.wordpress.com/tag/દાદર/

    Like

  78. Kiran mistri Says:

    Sar mane guda marge nanu gumdu thai tu atyar ek aaurvedik dava lidha pachi aram che pan hu tikhu khai nathi sakto

    Like

  79. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ કિરણ,
    તમારા જણાવવા પરથી તમને હરસ-મસા(અર્શ)ની સમસ્યા હોય એમ લાગે છે. મારા બ્લોગમાં મેં એના સીત્તેર નજીક (૬૯) ઉપાય જણાવ્યા છે, કેમ કે હરસ થવાનાં કારણો ઘણાં હોય છે. જે કારણથી હરસ થયા હોય તે મુજબ અને તમારી પ્રકૃતીને અનુરુપ ઔષધ લેવું પડે. તમને અનુકુળ ઉપાય યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવો. હરસ માટેની લીન્ક: http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/05/06/

    Like

  80. Ashok mungra Says:

    સાહેબ નમસ્કાર ,
    મને દસ થી બાર વરસ થી ચામડી નો રોગ છે . ઘણી દવાઓ કરી પણ મટતુ નથી તો શું કરવુ સલાહ આપશો.

    Like

  81. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ અશોક,
    તમને ચામડીની કયા પ્રકારની સમસ્યા છે તે જણાવ્યું નથી, આથી મારા બ્લોગમાં મેં ચામડી વીશે જે માહીતી આપી છે તે બધી જ લીન્ક નીચે આપું છું. એમાંથી તમને લાગુ પડતી બાબત યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ અપનાવવા વીનંતી.
    269. ચામડી http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/05/21/
    270. ચામડી પર ડાઘ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/05/23/
    271. ચામડી પરના મસા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/05/29/
    272. ચામડી બરછટ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/05/25/
    273. ચામડીના રોગો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/05/22/
    274. ચામડીની ફોડલીઓ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/05/23/
    275. ચામડીનું સૌંદર્ય http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/05/28/

    Like

  82. krunal savani Says:

    Mara mammi ratre ugh nathi avti pag taliya Bov bale che to ana mate chu karvu

    Like

  83. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે કૃણાલભાઈ,
    મારા બ્લોગમાં મેં ઉંઘ વીશે વીસ્તૃત માહીતી મુકી છે. એમાંથી તમારાં મમ્મીને યોગ્ય જણાય તે તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ ઉપાય કરવા.
    ઉંઘ માટે નીચેની લીન્ક જુઓ, એ ઉપરાંત બ્લોગમાં અન્યત્ર વીગતો છે તે પણ નીચે લખી છે. એમાં લીન્કમાંની કેટલીક બાબતો રીપીટ થઈ હશે.
    અનીદ્રા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/01/05/
    અળસીનું અને એરંડાનું તેલ સરખા ભાગે મેળવી-મીશ્ર કરી કાંસાના પાત્રમાં ખલીને તેનું અંજન કરવાથી ખુબ સારી ઉંઘ આવે છે.
    અશ્વગંધામાં ઉંઘ લાવવાનો ગુણ છે. એના લેટીન નામનો અર્થ થાય છે ‘ઉંઘ લાવનાર.’ અશ્વગંધાનાં સડેલાં ન હોય એવાં પુષ્ટ મુળીયાનું બારીક ચુર્ણ (જે બજારમાં તૈયાર પણ મળે છે) અડધીથી એક ચમચી જેટલું ઘીમાં શેકી એક ગ્લાસ દુધમાં સાકર નાખી ઉકાળીને ઠંડુ પડે પછી પીવાથી સારી ઉંઘ આવે છે. જો ઘી માફક આવતું હોય તો આ કરી શકાય. નહીંતર એક ગ્લાસ દુધમાં એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ અને બે ચમચી સાકર નાખી ઉકાળી ઠંડું પાડી રોજ રાત્રે પીવું.
    પગના તળીયે ગાયનું ઘી ઘસવાથી ઉંઘ સારી આવે છે.
    ઉંઘ ન આવતી હોય તો ૦.૩થી ૦.૬ ગ્રામ જાયફળ અને એટલું જ પીપરીમુળનું ચુર્ણ દુધ સાથે સુવાના અર્ધા કલાક પહેલાં લેવું.
    ઉંઘ આવતી ન હોય તો શેકેલા જાયફળનું ચુર્ણ ૧ ગ્રામ, જટામાસીનું ચુર્ણ ૧ ગ્રામ, અશ્વગંધાનું ચુર્ણ ૩ ગ્રામ, ગંઠોડાનું ચુર્ણ ૨ ગ્રામ અને સર્પગંધાનું ચુર્ણ ૦ .૧૬ ગ્રામ (એટલે ચોખા ભાર) એક ચમચી મધ અથવા ઘીમાં ચાટવાથી સરસ ઉંઘ આવે છે.
    ડુગળી ખાવાથી ઉંઘ આવે છે. દુધી પણ ઉંઘ લાવનારી છે.
    રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી સારી ઉંઘ આવે છે, પેટ સાફ આવે છે.
    નાયાસીન એટલે વીટામીન બી૨ શેકેલી મગફળી (શીંગ), વટાણા, બટાટા, ચોખા, બ્રાઉન બ્રેડ, બદામ વગેરેમાંથી મળે છે. એનાથી સારી ઉંઘ આવે છે.
    શેરડીના રસમાં થોડું ગંઠોડાનું ચુર્ણ નાખી પીવાથી ઉંઘ સારી આવે છે.
    સુંઠ નાખી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે. ઉંઘ નીયમીત થાય છે.

    પીત્તની અધીકતા બળતરા માટે કારણભુત હોઈ શકે. એ માટે આ લીન્ક છે: બળતરા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/08/31/

    Like

  84. અનામિક Says:

    દાદરની દવા

    Like

  85. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે અનામિક,
    દાદરના ઉપાયો મેં મારા બ્લોગમાં તા. ૭-૨-૨૦૧૦ના રોજ આપ્યા છે, તે જાણવા નીચેની લીન્ક ખોલવા વીનંતી. ઉપચાર તમારા ચીકીત્સકની સલાહ લઈને જ કરવા. આ માત્ર શૈક્ષણીક હેતુ માટે છે.
    363. દાદર http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/07/02/

    Like

  86. linux.co.uk Says:

    Working as a freelancе paralegаl has elements
    in its favor, and elеdments hich are detrimental
    to somme people. If a way of adventure and pⅼᥱаsure
    in yοuг work life is what wоuld sաimsuit you the best, frеelancing
    mignt be an important chоice for you!

    Like

  87. ગાંડાભાઈ વલ્લભ Says:

    Thanks for your comment.

    Like

  88. અનામિક Says:

    GOOD

    Like

  89. Pankaj moradiya Says:

    Mane 7 mahina thi dadar thai che teno ilaj batavo

    Like

  90. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે પંકજભાઈ,
    દાદર વીશે મારા બ્લોમાં મેં લખ્યું છે તેની લીન્ક:
    http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/07/02/
    આ ઉપાયો પૈકી તમને અનુકુળ ઉપાય એની ખાતરી યોગ્ય રીતે કર્યા પછી કરી શકો. જો એ રીતે ઉપાય કર્યા પછી પરીણામ વીશે લખશો તો અન્ય લોકોને ઉપયોગી થશે. જો કે મારા આજ સુધીના અનુભવમાં પ્રતીભાવ જવલ્લે જ મળે છે.

    Like

  91. mangal makwana Says:

    chitara na safed dagh etle k karodiya na dagh mate shu karu saheb

    Like

  92. milap Raichura Says:

    Pimples in face

    Like

  93. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે, મોં પરના ખીલ વીશે મેં મારા બ્લોગમાં વીગતવાર માીતી આપી છે, જે નીચેની લીન્ક પર ક્લીક કરવાથી જોઈ શકાશે. એ પૈકી આપને અનુકુળ ઈલાજ યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા વીનંતી.
    ખીલ અને ખીલના ડાઘ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/04/30/

    Like

  94. Keval Says:

    Dadar chhe

    Like

  95. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    મારા બ્લોગમાં દાદર વીશે નીચેની પોસ્ટમાં માહીતી આપવામાં આવી છે. આપને અનુકુળ ઉપાય યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અનુસાર કરી શકો.
    363. દાદર http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/07/02/

    Like

  96. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે હીનાબહેન,
    ખરજવું થયું હોય તો ખંજવાળ આવે છે – કેટલીક વાર આખા શરીરે. ખસ થઈ હોય તો પણ ખંજવાળ આવે. શરીર પરનાં ચીહ્નો જોઈને જાણી શકાય કે ખરજવું થયું છે કે ખસ થઈ છે.
    મારા બ્લોગમાં મેં એ બંનેના ઉપાયો જણાવ્યા છે. એમાંથી તમને અનુકુળ હોય તે યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરી શકાય. બંનેની લીન્ક:
    1. ખરજવું http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/04/28/
    ખસ- ખંજવાળ 2. http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/04/29/

    Like

  97. Pritesh Says:

    દાદર નો ધરેલુ ઈલાજ બતાવો

    Like

  98. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ પ્રીતેશ,
    દાદરના ઉપાયો વીશે મેં મારા બ્લોગમાાં 2 જુલાઈ 2010ના રોજ લખ્યું છે. એમાંથી તમને અનુકુળ ઉપાય યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા વીનંતી. નીચેની લીન્ક પર ક્લીક કરવી.
    363. દાદર http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/07/02/

    Like

  99. ડિમ્પલ Says:

    ધાંધર મટાડવા ચોક્કસ ઉપાય જળ મૂળમાંથી મિટાવવા બેસ્ટ ઉપાય આપો plles

    Like

  100. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    દાદર જેને કેટલીક જગ્યાએ ધાંધર પણ કહે છે એનો એક અકસીર ઈલાજ કદાચ કુવાડીયો છે. કુંવાડીયાનાં બી શેકી, ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લો, તથા આ ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે.

    Like

  101. અનામિક Says:

    હું પાર્થ પરમાર હાથ પગના દુખાવા માટે કઈ ફાકી હોય તો જણાવશો

    Like

  102. અનામિક Says:

    હું તેજસ ચૌહાણ મને ચિકન ગુનીયા થઇ ગયો છે
    મને તેનું કઈ ચૂર્ણ અને તેલ માલીસ માટે આવતું હોય તો જણાવશો

    Like

  103. ગાંડાભાઈ વલ્લભ Says:

    સોરી ભાઈ તેજસ, ચીકનગુનીયા વીષે મારી પાસે કોઈ માહીતી નથી. પણ જો એ ચામડીનો કોઈ વ્યાધી હોય તો મેં જે ચામડી-ત્વચાની સમસ્યા માટે જણાવેલા ઉપાયો પૈકી તમને અનુકુળ હોય તે ઉપાય અજમાવી શકો.

    Like

  104. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    મારા બ્લોગમાં દાદર વીશે નીચેની પોસ્ટમાં માહીતી આપવામાં આવી છે. આપને અનુકુળ ઉપાય યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અનુસાર કરી શકો.
    363. દાદર http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/07/02/

    Like

  105. vishal Says:

    Vishal

    Like

  106. ગાંડાભાઈ વલ્લભ Says:

    Thanks Vishal

    Like

  107. અનામિક Says:

    Mane khrajvu thayelu che to mane teni dava batavo please

    Like

  108. deleted Says:

    Mane khrajvu thai che to mane dava batavo

    Like

  109. ગાંડાભાઈ વલ્લભ Says:

    મારી નીચેની બે પોસ્ટમાં આપેલા ઉપાયો પૈકી આપને અનુકુળ ઉપાય આપના આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ અજમાવી શકો. આયુર્વેદમાં એક જ તકલીફ માટે ઘણા ઉપાયો સુચવવામાં આવે છે, કેમ કે દરેક વ્યક્તી અદ્વીતીય છે. એકને કામ લાગતો ઉપાય એ જ તકલીફમાં બીજાને કામ ન પણ આવે. પોતાની પ્રકૃતીને અનુરુપ ઉપાય કરવો જોઈએ.
    209. ખરજવું http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/04/28/
    210. ખસ- ખંજવાળ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/04/29/

    Like

  110. professional essay writers review Says:

    Whats up! Perfect content! I favor how you specified ચામડીના રોગો .
    Thanks the following well-arranged piece of writing approximately ચામડીના રોગો !
    This is what Experienced been trying to get.
    Ever before I was thinking approximately maintaining this wordpress bog however
    do not have a some time even for produce scribblings for school being a result of a part-time job .

    Leisure there presently exist survive internet websites such as this one
    professional essay writers review typically which makes opinions on the numerous
    composition sending products and services

    Like

  111. ગાંડાભાઈ વલ્લભ Says:

    Thanks ‘professional essay writers review’ for your comment.

    Like

  112. અનામિક Says:

    મને દાદર થઈ છે

    Like

  113. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે અનામિક,
    દાદર વીશે જાણવા નીચેની લીન્ક ખોલવા વીનંતી. એમાં જણાવેલા ઉપાયો પૈકી આપને અનુકુળ ઉપાય વીશ્વાસુ આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરી શકો.
    દાદર http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/07/02/

    Like

  114. મસાણી કિરણ Says:

    આખો સફેદ ની દવા (પરૂ) માટે

    Like

  115. ગાંડાભાઈ વલ્લભ Says:

    સોરી ભાઈ કિરણ, તમે સફેદ આંખ (પરૂને કારણે?) કહો છો? મેં એ બાબત વીશે કશું સાંભળ્યું નથી. આંખમાં પરુ થઈ શકે એવો ખ્યાલ મને નથી, મારી જાણમાં નથી.

    Like

  116. Aayushi Says:

    મારા હાથ મા કાંડા પાસે એક કાળો દાગ થયો છે અને આંખ ની બાજુ મા પણ થયો છે ડૉક્ટર કિ કીધું કે દવાનું રેઅકશન છે કોઈ ડૉક્ટર એમ કહે છે કે લોહી નાં ટકા ઓછા હોવાના લીધે થાઈ છે.. આ દાગ જતો નથી તેં માટે શુ કરવું

    Like

  117. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    મારા ખ્યાલ મુજબ આપણું શરીર કોઈ વાર જે નકામો કચરો બહાર કાઢી ન શકે તેને કશું નુકસાન ન થઈ શકે તેવા ભાગમાં મોકલી દે છે. મને મારા હોઠ પર આવો કાળો ડાઘ થોડાં વર્ષ પહેલાં થયો છે. એ જગ્યાએ હળદર અને મીઠું (નમક) પાણીમાં કાલવીને લાંબા સમય સુધી મુકી શકાય તેમ નથી. થોડો સમય એ લગાવી જોયું પણ ખાસ ફેર પડતો નથી. તમે કદાચ એ પ્રયોગ કરી જુઓ, જો તમને કોઈ વીપરીત અસર એનાથી ન થતી હોય તેની ખાતરી કરીને. મને છાતીમાં એ મુજબ કાળા મસા જેવું થયેલું તે ડોક્ટર પાસે કપાવ્યા પછી ફરીથી પણ થયેલું, પણ પછી હળદર અને મીઠાના પ્રયોગથી મટી ગયેલું. માત્ર જરા ઝાંખો નાનો ડાઘ રહ્યો છે, જે કાળો નથી, મારી ચામડી જેવો ઘઉંવર્ણો છે. જો એ મસા જેવો થોડો ઉપસેલો ભાગ હોય તો આ પ્રયોગથી મેં જણાવ્યું તેમ થવાની શક્યતા છે. મારા હોઠ પર મસા જેવો થોડો ઉપસેલો ભાગ છે, પણ ઔષધ રાખી શકાય તેમ નથી.

    Like

    • Aayushi Says:

      તમારો ખૂબ ખૂબ આભાર…અને મને જો આ દાગ દવાની આડઅસર નાં કારણે થયો હોય તો તેં માટેનો ઉપચાર

      Like

      • Aayushi Says:

        મને કોઈ એ કીધું છે કે દાગ પર આંકડા નાં પાન નું દૂધ અને હળદર નો લેપ લગાવવા થિ કાળો દાગ વયો જાય છે….એ વાત નો તમને ખ્યાલ હોય તૌ જણાવશો..

        Like

      • ગાંડાભાઈ વલ્લભ Says:

        નમસ્તે,
        માફ કરજો, પણ હાળદર સાથે આંકડાના પાનનું દુધ લગાવીને મેં પ્રયોગ કર્યો નથી, પણ આંકડો ગરમ હોય છે, આથી કદાચ એ પ્રયોગ અસરકારક હોઈ શકે. તેમ છતાં આંકડાનું કોઈ પણ ઔષધ વાપરતાં પહેલાં યોગ્ય જાણકારની સલાહ લેવી. હું ૪૩ વર્ષથી ન્યુઝીલેન્ડમાં છું. અહીં આંકડો જોવામાં આવતો નથી. પણ મને આપણે ત્યાંની એક કહેવત યાદ છે: “ઉંટ મેલે આંકડો અને બકરી મેલે કાંકરો.” એટલે કે ઉંટ આંકડો ખાતું નથી. એની પાછળ કંઈક વૈદકીય કારણ હોઈ શકે. જો કે મને આ બાબત ખાસ બહુ માહીતી નથી. સોરી.

        Like

  118. Lawrence Says:

    Outstanding! It is currently one of my favorite personal blogs!
    It is a big pleasure to read articles from such a wonderful
    blogger. You certainly possess a talent! I wish to be as good at
    penning as you, but it’s not my cup of tea. If there are folks who suffer from equivalent
    problem, I can recommend this fellas Lawrence. They compose good ratings on the most trendy
    online penning websites.

    Like

  119. ગાંડાભાઈ વલ્લભ Says:

    Thanks.

    Like

  120. Rames Says:

    કોઇ ને સોયાસીસ મટે તો કેજો ભાઇ કહેનાર ને ખુબજ પુન થાશે મો 9409985826 જાણ કરજો

    Like

  121. ગાંડાભાઈ વલ્લભ Says:

    જરુર. હાર્દીક આભાર.

    Like

  122. અનામિક Says:

    મારુ 6 મહિના પહેલા એક્સિડન્ટ થયું હતુ અને ચામડી ઘસાઈ ગઈ હતી તેતો મટી ગયુ પણ તેના પડેલા સફેદ ડાઘા હજુ સફેદજ છે તો મહેરબાની કરીને મને ઉપાય આપજો

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે અનામિક,
      મારી પત્નીને દાઝી જવાને કારણે સફેદ ડાઘા પડ્યા હતા. તે ડાઘા કોપરેલનું માલીશ કેટલાક મહીના સુધી કરવાથી સદંતર જતા રહ્યા છે. પણ અકસ્માતથી ચામડી ઘસાઈ ગઈ હોય તેમાં એ કારગત નીવડે કે કેમ તેની મને ખબર નથી.

      Like

  123. Rames Says:

    ખરજવા મા ઇલોવીરા હડફુ લગાવાય

    Like

  124. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે રમેશ,
    એલોવેરા એટલે લાબુ ચામડીને મુલાયમ બનાવે છે. (જો કે મારાં પત્નીએ એની ચામડી પર ઘણા વખત સુધી લાબુ લગાવી જોયું પણ એ કહે છે કે ખાસ ફરક પડ્યો નથી.) લાબુ ખરજવા પર અસરકારક હોવાની માહીતી નથી. જો કોઈએ પ્રયોગ કર્યો હોય અને એની અસર બાબત માહીતી આપે તો બધાને એ લાભકારક બને.

    Like

  125. Vinubhai Says:

    Silas niklto hiyi to teno ilaj

    Like

  126. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે વિનુભાઈ,
    શીળસ વીશે મારા બ્લોગમાં મેં નીચેની પોસ્ટમાં માહીતી આપી છે. જો આપ લીન્ક ખોલી શકતા ન હો તો ફરીથી નીચે લખું છું.
    735. શીળસ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/04/09/
    શીળસ શીતપીત્તને શીળસ કે શીળવા પણ કહે છે.
    ઉપચાર યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
    (1) 5-5 ગ્રામ આદુનો રસ અને મધ પીવાથી અને આખા શરીરે અડાયાં છાણાની રાખ ચોપડી કામળો ઓઢી સુઈ જવાથી શીતપીત્ત (શીળસ) મટે છે.
    (2) અજમો અને ગોળ ખાવાથી શીતપીત્ત (શીળસ) મટે છે.
    (3) દુધીનો રસ કાઢી થોડા મધ કે સાકર સાથે લેવાથી શીળસ મટે છે.
    (4) મરીનું ચુર્ણ ઘી સાથે ચાટવાથી તેમ જ ઘીમાં મરી વાટીને લેપ કરવાથી શીળસ મટે છે.
    (5) શીળસ-શીળવાના દર્દીએ અરણીનું મુળ પાણીમાં ઘસીને એક ચમચી જેટલું એટલા જ ઘી સાથે પીવું.
    (6) 100 ગ્રામ કોકમને પાણીમાં ભીંજવી રાખી, ગાળી, તેમાં જીરુ અને ખાંડ નાખી પીવાથી શીળસ મટે છે.
    (7) ચારોળી દુધમાં વાટી શરીરે ચોપડવાથી શીળસ મટે છે.
    (8) અડાયા છાણાની રાખ શરીરે લગાડી ઓઢીને સુઈ જવાથી શીળસ મટે છે.

    Like

  127. Baca infonya Says:

    Іt’s difficuⅼt tօ fin well-informed people on this topіc, but you
    sеem like you know what you’re talking about! Thanks https://www.Fabrykahostel.com/

    Like

  128. ગાંડાભાઈ વલ્લભ Says:

    Thank you very much for your comment.

    Like

  129. Pateliya Ankesh Kumar Says:

    Karoriya

    Like

  130. ગાંડાભાઈ વલ્લભ Says:

    કરોળીયો ચામડીની નીચે જે રંગદ્રવ્ય હોય છે તેના પ્રમાણમાં અમુક જગ્યાએ ઘટાડો થવો, આથી એ ભાગની ચામડી થોડી ઝાંખી પડેલી દેખાય. રંગદ્રવ્ય પર અસર થવાનું કારણ કદાચ વીરોધી ખાનપાન હોઈ શકે, જેમ સફેદ ડાઘ ચામડી પર થાય છે, જેમાં ચામડી નીચેનું રંગદ્રવ્ય સદંતર નાબુદ થઈ જાય છે, તેમ કરોડીયામાં પણ થોડા પ્રમાણમાં ઘટાડો થાય છે. આથી સફેદ ડાઘ- કેટલાક જેને કોઢ કહે છે, (જે સાચું નથી) એના ઉપાયો જેવા ઉપાય કરવાથી કદાચ સારું થઈ શકે. એનો એક સાદો ઉપાય રાઈના ચુર્ણને પાણીમાં પેસ્ટ બનાવીને લગાડવાનો છે. પણ રાઈ ગરમ હોવાથી બધાંને એ અનુકુળ નથી હોતી. બીજા ઉપાય તરીકે અડદના લોટને પાણીમાં ભીંજવી રાખી લીક્ડીડાઈઝરમાં બરાબર મીક્સ કરીને લગાડી શકાય. ઉપાય યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા.

    Like

  131. Judisbobetguu.nightsgarden.com Says:

    I l᧐ved as much as yⲟᥙ’ll receive carried out rigһt here.

    The sketch is tasteful, your authored material stylish.
    nonetheless, you command get got an impɑtience
    oᴠer that you wixh be delivering the following. unwell unquestionably ccome more
    formerly again as exactly the same nearly very often insіde case
    yߋu shieⅼd this increase. http://judisbobetguu.nightsgarden.com/

    Like

  132. Rathva mehul Says:

    સર ધના વરશો થી દરાજ છ છે મટતૂ નથી દવા ગોડી ચાલુ હોય તો સારૂ પછી પાસુ હતૂ એવુ થય જાય એનો ઉપાય આપો ને સર

    Like

  133. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ મેહુલ,
    દરાજ વીશે મારા બ્લોગમાં નીચેની લીન્ક ખોલવાથી માહીતી મળશે. એમાંથી તમને અનુકુળ ઉપાય તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા.
    356. દરાજ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/06/28/

    Like

  134. Silicone Whisk Says:

    Hmm it seems like your website ate my first comment (it was
    extremely long) so I guess I’ll just sum it up what I had written and say,
    I’m thoroughly enjoying your blog. I as well am an aspiring blog writer but I’m still new to the
    whole thing. Do you have any points for novice blog writers?
    I’d definitely appreciate it.

    Like

  135. ગાંડાભાઈ વલ્લભ Says:

    Thank you Silicon Whisk.
    I will be happy to help, but I need to know specific point in which you would like to have help or want to know more. My blog is mainly about health. When I started my blog I had some help from Mr. Jani about how to go ahead. But I think you already started your blog, that means you might be looking for some other things.

    Like

  136. Mukesh Says:

    Good

    Like

  137. search engine List all Says:

    When I originally commented I appear to have clicked on the -Notify me when new comments are added- checkbox and from now on each time a comment
    is added I get four emails with the same comment.
    Is there a way you can remove me from that service?
    Many thanks!

    Like

  138. ગાંડાભાઈ વલ્લભ Says:

    I have no idea what is happening and how. I think it is the WordPress . But have you seen this?
    Akismet Privacy
    Your privacy is important to us
    The gist:
    Akismet is committed to keeping your information private and secure.
    Akismet’s goal is to protect your website from annoying or harmful spam comments.
    As of January 2019, Akismet protects over 6 million websites and has blocked over 450 billion spam comments.
    We don’t collect more data than we need to in order to protect your site against spam.
    The data we do collect is securely stored for short periods of time and then automatically deleted from our databases.
    You can always opt-out of all long-term tracking at any time you wish.
    Note: You can view the current number of spam comments Akismet has successfully blocked on our homepage, Akismet.com (yes, our counter pulls from real data!)

    Have a website that you’d like to defend against spam?
    Protect your site with Akismet
    About Akismet
    Akismet is the most powerful anti-spam service for the web. Akismet works by checking all your comments against our constantly-growing global spam database to remove irrelevant, malicious content before it gets published and damages your site’s credibility.
    Akismet gets increasingly effective over time: the more it learns, the more it protects. Its algorithms are continuously learning from content marked as spam across websites, so it more accurately detects and removes spam from sites in the future.
    When Akismet is enabled on your site, only the personal data needed to carry out Akismet’s core function of protecting your site against comment spam is collected from commenters on your site. We do not sell the data you send to the Akismet service, and we do not keep it for long. We have short retention periods of between two weeks and ninety days for the vast majority of our spam-related data, at which point it is automatically deleted from our databases. Anyone can opt-out of all long-term tracking for the very small subset of data we do keep longer by using our contact form. For more information, please visit our Privacy Notice.

    Like

  139. Chetan Says:

    Sir, mane toilet javana uparna bhage ubho thodok vadiyo/chiro type se 2-3 varshthi kaike upay ko saro/aurvedik dava ko 100%geranti vali..

    Like

  140. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ ચેતન,
    તમારા કહેવા પરથી તમને ફીશરની તકલીફ હોય એમ લાગે છે. મારા ખ્યાલ મુજબ એ વાયુને કારણે થાય છે. જો કે કેટલાક લોકોની માન્યતા મુજબ પીત્ત કે કફને કારણે પણ થઈ શકે, પણ વાયુની શક્યતા વીશેષ, કેમ કે વાયુને લીધે 80 પ્રકારની સમસ્યા થાય છે. આથી તમારી મુખ્ય પ્રકૃતી કેવા પ્રકારની છે તે જાણવું જોઈએ જેથી કયા કારણે આ તકલીફ થઈ છે તે મુજબ ઈલાજ વીચારી શકાય. જો વાયુને કારણે હોય તો ખાવામાં વાયુકારખ આહાર ન લેવો, વાયુનાશક ઔષધો લેવાં. ભુ્ખ્યા ન રહેતાં થોડો થોડો સુપાચ્ય આહાર યોગ્ય સમયે લેવો જોઈએ. વળી માફક આવે તેવી કસરત પણ કરવી જોઈએ. ચાલવાની કસરત પણ બહુ ઉપયોગી છે.

    Like

  141. Mini Coaxial Connectors Says:

    Mini Coaxial Connectors

    ચામડીના રોગો | Gandabhai Vallabh

    Like

  142. ગાંડાભાઈ વલ્લભ Says:

    Thank you very much Mini Coaxial Connectors.

    Like

  143. internet site Says:

    internet site

    ચામડીના રોગો | Gandabhai Vallabh

    Like

  144. judi dadu online Says:

    judi dadu online

    ચામડીના રોગો | Gandabhai Vallabh

    Like

  145. ગાંડાભાઈ વલ્લભ Says:

    હાર્દીક આભાર.

    Like

  146. agen tembak ikan online terpercaya Says:

    agen tembak ikan online terpercaya

    ચામડીના રોગો | Gandabhai Vallabh

    Like

  147. dadu online terpercaya Says:

    dadu online terpercaya

    ચામડીના રોગો | Gandabhai Vallabh

    Like

  148. game tembak ikan Says:

    game tembak ikan

    ચામડીના રોગો | Gandabhai Vallabh

    Like

  149. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે Safan mansuri,
    મારા કરેલા એક પ્રયોગમાં મને આ પ્રકારની સમસ્યામાં સફળતા મળી છે. હાળદર અને મીઠું જરુરી પ્રમાણમાં મીક્સ કરીને લગાડતા રહેવાથી અને બને તેટલો સમય અસરવાળા ભાગ પર રહેવા દેવાથી એકાદ-બે વીકમાં ફાયદો થાય છે.

    Like

  150. site otimizado Says:

    you are doing wonderful work for the entire SEO community.

    Like

  151. ગાંડાભાઈ વલ્લભ Says:

    Thank you for your encouraging comment.

    Like

  152. ANAS GANGDANI Says:

    નમસ્કાર સાહેબ જી
    એક મહિના પેલા મને ગળા માં અને હાથ ના ભાગે સફેદ ડાઘ નીકળી આવ્યા હતા મે મેડીકલ માથી દવા લીધી પછી મે ડોક્ટર પાસે ગયો અને એમને કહ્યું કે કરોલિયા છે મે એમની પણ દવા લીધી પણ રાહત ના થઈ પછી મિત્ર એ સલાહ આપી તો મે મહેન્નેદ્ર પટેલ નામનો મલમ લગાવ્યો કરોળિયા પર જે ના થી ગળા ના ભાગ ની ચામડી બલી ગઈ અને ડાઘ વધી પણ ગયા છે આપ સાહેબ ને વિનંતી કે હવે સુ કરવું યોગ્ય .

    Number 8000024944

    Like

  153. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ANAS GANGDANI,
    સફેદ ડાઘ થવાનું કારણ આયુર્વેદમાં વીરોધી ખાનપાન ગણાય છે. આથી એના ઉપાય કરતી વખતે જરુરી પરેજી પાળવી જોઈએ. વળી સફેદ ડાઘ કેટલાક એને કોઢ કહે છે, જે સાચું નથી. એ કોઈ ગંભીર રોગ નથી,માત્ર ચામડી નીચેના રંગદ્રવ્ય પર થતી અસર હોય છે. કરોળીયો પણ એ જ છે. એનાથી સ્વાસ્થ્ય પર કોઈ માઠી અસર થતી નથી, માત્ર દેખાવ આપણને ન ગમે એટલું જ.
    નીચેના ઉપાયો પૈકી આપની પ્રકૃતીને જે અનકુળ હોય તેની યોગ્ય રીતે ખાતરી કરીને અજમાવી શકો. મારા બ્લોગમાં મેં આપેલ ચેતવણી આપે જોઈ જ હશે.
    1. કંકોડાં: કંકોડાને કેટલાક લોકો કંટોલાં પણ કહે છે. કંકોડાનું શાક સફેદ કોઢ તથા ચામડી અને લોહી બગાડના ઘણા રોગોમાં હીતાવહ છે.
    2. બાવચીના દાણા-બીજ અને કાળા તલનું સરખા ભાગે બનાવેલું એક ચમચી મીશ્રણ રોજ રાત્રે ફાકી જવાથી અને સફેદ ડાઘ પર બાવચીનું તેલ લગાડી સવારના તડકામાં એક કલાક રોજ બેસવાથી કોઢ મટી જાય છે.
    3. સફેદ ડાઘ મટાડવા અડદનો લોટ વાપરી શકાય. અડદનો લોટ પાણીમાં થોડો વખત પલાળીને પછી લીક્વીડાઈઝર અથવા રવઈથી સખત રીતે વલોવવો. એ લોટ દીવસમાં ચાર પાંચ વખત સફેદ ડાઘ પર લગાડતા રહેવું.
    4. કેળના સુકવેલા પાનનો બારીક પાઉડર માખણ કે ઘી સાથે મેળવી દીવસમાં ચારેક વખત લગાડવો. દીવસો સુધી પ્રયોગ ધીરજ પુર્વક કરતા રહેવાથી સફેદ ડાઘ મટે છે.
    5. સફેદ કોઢ અસાધ્ય ગણાય છે. શરીરના કોઈ ભાગ પર સફેદ ડાઘ થયા હોય પણ એ ભાગના વાળ સફેદ થયા ન હોય તો મધમાં નવસાર મેળવી દીવસમાં ચારેક વખત લગાડતા રહેવાથી બેએક મહીનાની અંદર પરીણામ જોવા મળે છે. ધીરજ પુર્વક લાંબા સમય સુધી પ્રયોગ કરવો જોઈએ. વળી આ ઉપચારની ખુબી એ છે કે ત્વચા પર બળતરા થતી નથી. આથી શરીરના કોમળ ભાગ પર પણ કરી શકાય, અને એની કોઈ આડ અસર નથી.
    6. ગરમાળો, કરંજ, થોર, આંકડો અને ચમેલી પાંચેય વનસ્પતીનાં પાન ગોમુત્રમાં પીસીને લેપ કરવાથી સફેદ ડાઘ મટે છે.
    7. ગરમાળો, કરંજ, થોર, આંકડો અને ચમેલી પાંચેય વનસ્પતીનાં પાન ગોમુત્રમાં પીસીને લેપ કરવાથી સફેદ ડાઘ મટે છે.

    Like

  154. Nileshbhai Says:

    Matha ma folli thay chhe . 3 varsthi ano upae janavo

    Like

  155. ગાંડાભાઈ વલ્લભ Says:

    આપના પ્રશ્નનો જવાબ અન્યત્ર આપવામાં આવ્યો છે.

    Like

  156. ગાંડાભાઈ વલ્લભ Says:

    આહારના પાચન પછી પેદા થયેલ કચરો જ્યારે શરીર બહાર કાઢી ન શકે ત્યારે એને દુર કરવાનો આ ઉપાય છે. આથી આહારમાં ફેરફાર કરવો જોઈએ. બની શકે તો એકબે નકોરડા ઉપવાસ એટલે કે માત્ર પાણી પર રહીને કરવા જોઈએ. એ પછી થોડા દીવસ માત્ર ફળ અને કાચું ખાઈ શકાય તેવું શાક લેવું.
    આ ઉપાય કરવાની ઈચ્છા ન હોય તો હળદર અને મીઠું લગાવી શકો, પણ એનાથી કાયમી પરીણામ મળવાની શક્યતા કદાચ નથી. કાયમી પરીણામ તો આહારમાં ફેરફાર કરવાથી લાવી શકાય.

    Like

  157. બારિયા જયેશ બી Says:

    મારાં પપાં ને હાથ માં ચામડી માં કાળા દાગ પડે છે અને હાથ ની હથેલી ફાટે છે ૫મહીના થી દવા ચાલુ છે પણ કાય રિજલ્ટ નથી .આના માટે કોય ઉપાય બતાવો ..આપ સાહેબ ને વિનતી કે હવે સું કરવું.

    Like

  158. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ જયેશ, તમારા પપ્પાને માત્ર શીયાળામાં જ આ તકલીફ થાય છે કે કાયમ તકલીફ રહે છે? ચામડીમાં કાળા ડાઘ અને હથેળી ફાટે એનું કારણ કદાચ પુરતા પ્રમાણમાં પાણી પીવાતું ન હોય એ પણ બની શકે.

    Like

Leave a reply to ગાંડાભાઈ વલ્લભ જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.