લીંબુની છાલ

લીંબુની છાલ

બી. જે. મિસ્ત્રીના ઈમેલમાંથી સહુની જાણ માટે બ્લોગ પર તા. ૨-૫-૨૦૧૬

ખુબજ ઠંડા કરેલાં લીંબુનાં આશ્ચર્યકારક પરીણામ

લીંબુને ચોખ્ખા પાણીથી ધોઇને ફ્રીજરમાં મુકી દો. આઠ થી દસ કલાક પછી લીંબુ પુરેપુરું ઠંડું અને બરફ જેવું કડક જામી જાય એટલે છાલ સહીત એને ખમણી લો. પછી તમે જે કાંઈ ખાઓ તેના પર આ લીંબુનું ખમણ ભભરાવીને ખાઓ. શાક, સલાડ, આઇસ્ક્રીમ, સુપ, દાળ, નુડલ્સ, સ્પેગેટી, પાસ્તા, સૉસ, ભાત એવી અનેક વાનગી પર નાખીને એ ખાઇ શકાય. દરેક વાનગીમાં એનાથી એક અલગ, મજાનો સ્વાદ આવશે.

સૌથી મહત્વની વાત એ છે કે આપણે ફક્ત લીંબુના રસમાંના વીટામીન સી બાબત જાણીએ છીએ. એનાથી વધારે લીંબુના ગુણધર્મો વીશે કાંઈ જ જાણતા નથી. છાલ સાથે થીજાવેલું લીંબુ એમાંથી કંઈ પણ નકામું ન જવા દેતાં આખેઆખું વાપરવાથી અલગ સ્વાદ મળે છે. પણ એથી વીશેષ એના બીજા કયા ફાયદા છે?  લીંબુની છાલમાં લીંબુના રસથી ૫ થી ૧૦ ગણું વધારે વીટામીન સી હોય છે. અને આપણે આ છાલ જ ફેંકી દઇએ છીએ!

લીંબુની છાલ આરોગ્ય વર્ધક છે. એનાથી શરીરમાંનાં ઝેરી તત્વોને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ થાય છે. લીંબુની છાલનો એક આશ્ચર્યકારક ફાયદો એ છે કે એમાં એક એવો ચમત્કારીક ગુણ છે જેને કારણે શરીરમાંની સર્વ કેન્સરગ્રસ્ત પેશીઓનો નાશ થાય છે. કેમોથેરપી કરતાં આ લીંબુની છાલ ૧૦,૦૦૦ ગણી વધુ અસરકારક છે. તો પછી આપણને આ વીશે કેમ કોઈ ખબર નથી? કારણકે આજે દુનીયામાં એવી પ્રયોગશાળાઓ છે જે એને કૃત્રીમ રીતે બનાવવામાં પડી છે જેથી એમાંથી તેઓ અઢળક નફો કમાઈ શકે છે.

તમે તમારા સહુ મીત્ર મંડળ, ઓળખીતા જરુરતમંદ ભાઈ બહેનોને હવે કહી શકશો કે કેન્સર જેવા અસાધ્ય રોગથી બચવા માટે અથવા થયો હોય તો સાજા થવા માટે લીંબુનો રસ અને તેની છાલ કેટલાં ફાયદાકારક છે. એનો સ્વાદ પણ સારો હોય છે અને કેમોથેરપીના જેવી એની સાઇડ ઇફેક્ટ નથી હોતી.

વીચાર કરો કે આવા સાદા સરળ અને અત્યંત પ્રભાવી ઉપાય વીશે જાણકારી ન હોવાને કારણે આજ સુધી કેટલાં લોકોએ જીવ ગુમાવ્યા અને હવેથી આપણેે કેટલાં લોકોના જીવ બચાવી શકીશું . લીંબુની વનસ્પતીમાં કેટલાં ય પ્રકારનાં કેન્સરને સાજા કરવાની ચમત્કારીક શક્તી છે. એનો ઉપયોગ બેક્ટેરીયાના ઇન્ફેક્શન તથા ફંગસ ઉપર પણ કરી શકાય છે. શરીરમાંના પરોપજીવી જંતુઓ અને વીષાણુઓ ઉપર પણ એ અસરકારક છે.  લીંબુનો રસ અને ખાસ કરીને એની છાલ લોહીના દબાણ અને માનસીક દબાણને નીયમીત બનાવે છે. માનસીક તાણ અને મજ્જા તંત્રના રોગોને કાબુમાં રાખે છે. આ માહીતીનો સ્રોત અત્યંત ચકીત કરી દે તેવો છે.

જગતની મોટામાં મોટી ઔષધી બનાવનારી કંપનીઓમાંની એક કંપનીએ આ જાહેર કર્યું છે. તેઓ જણાવે છે કે વર્ષ ૧૯૭૦ થી માંડીને ૨૦ થી વધુ પ્રયોગશાળાઓમાં સંશોધન કર્યા બાદ એવું જાણવા મળ્યું છે કે લીંબુની છાલ ૧૨ કરતાં વધુ પ્રકારના કેન્સરની પેશીઓને નષ્ટ કરી શકે છે. લીંબુના ઝાડના ઔષધીય ગુણધર્મો કેન્સર પર વપરાતા ડ્રામાયસીન જેવા કેમોથેરપીમાં સામાન્ય રુપે વપરાતા ઔષધ કરતાં ૧૦,૦૦૦ ગણા વધારે અસરકારક છે. લીંબુની છાલને કારણે કેન્સરની પેશીઓની વૃદ્ધી ધીમી પડી જાય છે. અને બીજી આશ્ચર્યકારક વાત એ છે કે લીંબુની છાલથી માત્ર કેન્સરની પેશીઓનો જ નાશ થાય છે, બીજી નીરોગી પેશીઓ પર એની કોઈ વીપરીત અસર નથી થતી. એટલા માટે, સરસ પાકેલાં લીંબુ ધોઇને થીજવો અને પછી ખમણી પર છીણી લઇ રોજીંદા આહારમાં તેનો ઉપયોગ કરો. તમારું આખું શરીર તમને ધન્યવાદ દેશે.

 

ટૅગ્સ:

5 Responses to “લીંબુની છાલ”

  1. pravinshastri Says:

    Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    જાણવા જેવી માહિતી શ્રી બી.જે.મિસ્ત્રી અને ગાંડાભાઈના સૌજન્ય સહિત આપને માટે.

    Like

  2. Arvind Adalja Says:

    Reblogged this on .

    Like

  3. અનામિક Says:

    Thank your for sharing information.

    Like

  4. vbgohel@hotmail.com Says:

    Even lemon juce of one lemon contains vitamin C necessary for our daily requirement. Vitamin C is best antioxidant.

    Like

  5. ગાંડાભાઈ વલ્લભ Says:

    આપની કૉમેન્ટ માટે હાર્દીક આભાર.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.