આરોગ્ય ટુચકા 302. કમરનો દુખાવો

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 302. કમરનો દુખાવો: મોટી ઉમ્મરમાં અને વાયુની તકલીફમાં કમરનો દુખાવો બહુ સામાન્ય હોય છે. એલોપથીમાં પેઈન કીલર સીવાય એની કોઈ દવા નથી, પણ આયુર્વેદમાં ઘણી બધી દવા અને અન્ય ઉપાયો છે. એમાંથી બે ઉપાય:

(૧) અજમો અને ગોળ સરખા ભાગે મેળવી રોજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. જો તમારી પીત્ત પ્રકૃતી હોય તો એ ગરમ પડશે માટે પ્રમાણ અનુકુળતા મુજબ લેવું.

(૨) ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં બે ચમચી મેથીનું ચુર્ણ ઉમેરી પીવાથી કમરના દુખાવામાં રાહત થાય છે.

અજમો જેમને ગરમ પડે અને ગોળ કોઈ કારણસર (જેમ કે ડાયાબીટીસને લીધે) અનુકુળ ન હોય તે લોકો ખજુર-મેથીનો ઉપાય કરી શકે. ખજુર પચવામાં ભારે છે, આથી પાચનશક્તી નબળી હોય તો એનું પ્રમાણ ઘટાડવું, અથવા કોઈ કારણસર અનુકુળ ન હોય તો માત્ર મેથીનો ઉકાળો પી શકાય. મેથી ડાયાબીટીસમાં પણ લાભકારક છે.

ટૅગ્સ:

2 Responses to “આરોગ્ય ટુચકા 302. કમરનો દુખાવો”

  1. Ashish Doshi Says:

    U have any article regarding frozen shoulder (adhesive capsulities)
    Any ayurvedic treatment article
    Can u please send it to me
    My name is Ashish Doshi from Kolkata
    And email address is
    ashishdoshi1972@gmail.com

    Like

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ આશીષ,
    ફ્રોઝન શોલ્ડર એ વાયુને કારણે ખભામાં થતો દુખાવો છે. કેટલીક વાર એ દુખાવો અસહ્ય પણ હોય છે. આયુર્વેદ મુજબ શરીરમાં થતો દરેક પ્રકારનો દુખાવો વાયુને લીધે હોય છે. આ માટે વાયુનાશક ઔષધો લેવાં જોઈએ અને વાયુનાશક પ્રવૃત્તીઓ પણ કરવી જોઈએ. એમાં યોગનાં આસનો,ચાલવું, રમતો વગેરેનો પણ સમાવેશ થાય છે. આ અંગે મારા બ્લોગમાં મેં ઘણું લખ્યું છે, એમાંથી કેટલીક લીન્ક નીચે મુજબ છે. એ પૈકી તમને અનુકુળ હોય તે ઈલાજ યોગ્ય જાણકાર દ્વારા ખાતરી કરીને અજમાવી શકો.
    અંગ જકડાવાં http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/01/27/
    વાતરોગ https://gandabhaivallabh.wordpress.com/2015/12/05/
    વાતવ્યાધી http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/18/
    વાતશુળ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/19/
    વાના રોગો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/21/
    વાયુની બીમારીમાં http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/02/
    વાયુનો ગોળો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/28/
    વાયુરોગો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/01/
    વાયુવીકાર http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/25/
    વાયુવીકાર અને કસરત https://gandabhaivallabh.wordpress.com/2016/01/03/

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.