પાચનક્રીયા માટે 

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

સુવા પાચક અને વાયુનાશક છે. એનાથી વાયુને કારણે ખાધા પછી થતો પેટનો દુખાવો, પેટનું ભારેપણું અને બેચેની મટે છે. એ માટે બે ચમચા સુવાદાણા એકાદ લીટર પાણીમાં ઉકાળી 2 કે 3 કપ દરરોજ પીવું.

કેમમાઈલ: આ એક સુગંધી પાચક, સોજા દુર કરનાર શક્તીપ્રદ વનસ્પતી છે. પચવામાં મુશ્કેલ આહારને પચાવવામાં મદદ કરે છે અને પેટનો દુખાવો તથા આંતરડમાં ભરાઈ રહેલા વાયુને દુર કરે છે. ભુખ લાગતી ન હોય તેમાં અને ખાસ તો પેટના દુખાવામાં ખુબ ઉપયોગી છે. એનાથી માનસીક શાંતી પ્રાપ્ત થાય છે. એની એક કપ ચા ખાવાના અડધા કલાક પહેલાં પીવી. એ તૈયાર કરવા માટે એક લીટર ઉકળતા પાણીમાં પાંચ ચમચા કેમમાઈલ નાખી પાંચ મીનીટ ઢાંકી રાખવું.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.