ઉધરસનો ઘરેલુ ઉપચાર

શારદાબેન ગોસ્વામી દ્વારા વોટ્સએપ પર રજુ કરવામાં આવેલ એક વીડીઓ પરથી ટુંકાવીને.

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

આ ઉપચાર માટે આપણા ઘરના રસોડામાં હોય છે તે નીચે મુજબની વસ્તુઓ લેવાની છે.

અડધી ચમચી કાળા મરીનું ચુર્ણ, અડધી ચમચી સંચળ, એક ચમચી અજમાનું ચુર્ણ, પાંચ એલચીના માત્ર દાણાનું ચુર્ણ, ફોતરાં નહીં, પાંચ ચમચી છીણેલું આદુ અને પંદર ચમચી ગોળ. ગોળને એક કડાઈમાં એ ઓગળે તેટલું પાણી નાખી ખુબ જ ધીમા તાપે ગરમ કરવા મુકો. એને વધુ પડતો પકવવો નહીં. ગોળ બરાબર ઓગળી જાય એટલે એમાં ઉપરની બધી વસ્તુઓ મીક્સ કરીને નાખીને માત્ર એક-બે મીનીટ પકવો. ગોળ વધુ પકવવાનો નથી આથી તાપ ધીમો રાખવાની કાળજી લેવી. ગોળમાં બધું બરાબર મીક્સ થઈ જાય એટલે તાપ બંધ કરી કડાઈમાંનું બધું ઔષધ કાચની બરણીમાં કાઢી લો.

આ ઔષધ અડધી ચમચી સવારે અને અડધી ચમચી સાંજે સુતાં પહેલાં લેવું. જો એ ગરમ પડે તો પ્રયોગ બંધ કરી દેવો.

આ પ્રયોગ દરમ્યાન ગરમ પાણીનો જ ઉપયોગ કરવો. ઠંડી અને ખાટી વસ્તુ બંધ કરવી. ધુમ્રપાન-smoking પણ બંધ કરવું. જો વધુ ઉધરસ આવતી હોય તો દીવસમાં બે વખત કરતાં વધુ વખત પણ લઈ શકાય.

આ ઔષધોપચાર ચારથી સાત દીવસ સુધી કરવો. પણ લાંબા સમયથી ઉધરસ હોય તો એ મટે ત્યાં સુધી કરી શકાય. પણ સામાન્ય રીતે 21 દીવસ કે એક માસ કરતાં વધુ સમય નહીં.

આ ઔષધ 10 વર્ષથી નાના બાળકને આપવું નહીં. 10થી 16 વર્ષના બાળકને માત્ર પા (1/4) ચમચી જેટલું જ આપવું.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.