અરડુસી


અરડુસી : ભારતમાં અરડુસી બધે જ થાય છે. અરડુસીનાં પાન જામફળીને મળતાં ત્રણ-ચાર ઈંચ લાંબાં, ત્રણ ઈંચ જેટલાં પહોળાં અને અણીદાર હોય છે. પાનમાંથી સહેજ વાસ આવે છે. એને તુલસીની માંજરની જેમ હારબંધ સફેદ ફુલો આવે છે. અરડુસી ધોળી અને કાળી એમ બે પ્રકારની થાય છે. ગુણોમાં કાળી ઉત્તમ ગણાય છે.

અરડુસી મુખ્યત્વે કફઘ્ન, રક્તસ્તંભક અને જ્વરઘ્ન છે. એ શીતવીર્ય, હૃદયને હીતકારી, લઘુ, તીખી, કડવી અને સ્વર-ગળાને હીતાવહ છે. તે વાયુકારક અને સારક છે. અરડુસી કફ, રક્તપીત્ત, ખાંસી, ઉલટી, તાવ, પ્રમેહ, કોઢ, કમળો, ક્ષય, શીતપીત્ત, અરુચી, તૃષા તથા દમ-શ્વાસ મટાડે છે. કફના નવા રોગો કરતાં જુના રોગોમાં વધારે લાભપ્રદ છે. અરડુસી ક્ષયમાં ખુબ સારી છે. ક્ષયની આધુનીક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. સુકી અને કફવાળી બંને ઉધરસમાં અરડુસી ખુબ હીતાવહ છે. કફ છુટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડુસી સારું કામ કરે છે. અરડુસી રક્તપીત્ત, ક્ષય અને ઉધરસના દર્દીઓ માટે ઉત્તમ છે.

અરડુસીના ઉપયોગો-આવતા અંકમાં

ટૅગ્સ:

4 Responses to “અરડુસી”

  1. navlik rakholia Says:

    like good

    Like

  2. Hasmukh D patel Says:

    J am interested in obtaining saplings of ARDUSI & ARITHA PLAMTS.
    Please provide names and addesses of nurseries in AHMEDABAD

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે હસમુખભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      આપે અરડુસી અને અરીઠાના રોપા અમદાવાદની કઈ નર્સરીમાંથી મળી શકે એ પુછ્યું છે. હસમુખભાઈ, દીલગીર છું કે આ બાબતમાં હું આપની મદદ કરી શકું તેમ નથી, કેમ કે હું છેલ્લાં ૩૭થી વધુ વર્ષોથી અહીં ન્યુઝીલેન્ડના પાટનગર વેલીંગ્ટનમાં રહું છું. આથી અમદાવાદની કે આપણા દેશનાં અન્ય શહેરોની એવી કોઈ માહીતી મારી પાસે નથી કે એ મેળવવાના કોઈ સ્રોત પણ નથી.
      -ગાંડાભાઈ વલ્લભ
      My blogs
      https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
      (This blog is mainly about Ayurveda)
      http://kriyakand.wordpress.com (Gujarati)
      (Hindu Religious Services)
      http://azadiladat.wordpress.com (Gujarati)
      (A Book by Dayal Kesry)

      Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.