કૌંચાં

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કૌંચા   કવચના વેલા ખેતરની વાડો પર ખુબ થાય છે, જેની શીંગો પર ઝીણી રુંવાટી હોય છે. આ રુંવાટી શરીરના સંપર્કમાં આવતાં ખંજવાળ આવે છે. આ શીંગની અંદરનાં બીજ તે કૌચાં. આ બીજની અંદરનું પડ-ફાડા ખુલ્લા કરી તેની વચ્ચેનો અંકુર કાઢી લેવો, જે ઝેરી હોય છે. કૌચાંના આ ફાડાનો ખાંડીને ઔષધ તરીકે ઉપયોગ થાય છે.

કૌચાનું ચુર્ણ ચાટણ અને પાક રુપે વપરાય છે. એ મૈથુન શક્તી વધારનાર, વાયુના રોગો મટાડનાર, પીત્તને શાંત કરનાર, રક્ત વીકારો મટાડનાર, જ્ઞાનતંતુઓને બળ આપનાર, માસીક નીયમીત કરનાર, કષ્ટાર્તવ મટાડનાર, શ્વેતપ્રદર અને રક્તપ્રદરમાં હીતાવહ છે. કૌંચા પુશ્કળ કામશક્તી વધારે છે.

તે સ્વાદે મધુર અને કડવાં, પચવામાં ભારે, શરીરને પુષ્ટ કરનાર, વાયુનાશક, બળ આપનાર, વાયુ, પીત્ત અને રક્તના રોગોનો નાશ કરનાર છે. કૌંચા અને અડદના ગુણોમાં ઘણી સમાનતા છે.

 

(૧) અડધી ચમચી કૌચાનાં બીજનું ચુર્ણ એક ગ્લાસ દુધમાં એટલું જ પાણી મેળવી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું. એને ગાળી ઠંડુ પાડી બે ચમચી સાકર ઉમેરી પીવાથી શુક્રવૃદ્ધી તથા કામશક્તીની વૃદ્ધી થાય છે.

(૨) કૌંચાનાં બીજના ૧૦ ગ્રામ ચુર્ણને બસો ગ્રામ દુધમાં ધીમા તાપે પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી ઉકાળી થોડી સાકર નાખી પીવાથી થોડા દીવસમાં કામશક્તી વધે છે. શરીર હૃષ્ટપુષ્ટ કરવા માટે આ પ્રયોગ દીવસમાં બે વખત કરવો. જેમને સ્વપ્નદોષ થતો હોય કે શીઘ્રસ્ખલન થતું હોય તેમણે આ ક્ષીરપાક સવાર-સાંજ લેવો, આહારમાં મધુર, સ્નીગ્ધ અને પૌષ્ટીક દ્રવ્યો લેવાં. ચોખા, દુધ, દહીં, ઘી, માખણ, સાકર, મધ, અડદ, કઠોળ, સલાડ અને ફળો લેવાં.

(૩) કૌંચાબીજ અને તાલીમખાનાનું સમાન ભાગે બનાવેલું એક ચમચી ચુર્ણ સાકરવાળા દુધમાં નાખી પીવાથી ધાતુપુષ્ટી થાય છે, વીર્યમાં શુક્રજંતુઓ વધે છે, અને મર્દાનગી પ્રાપ્ત થાય છે.

(૪) મધ સાથે કૌંચા લેવાથી દમમાં ફાયદો થાય છે.

ટૅગ્સ: , , , , , , , ,

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.