Posts Tagged ‘શ્વેતપ્રદર’

શતાવરી

ઓક્ટોબર 19, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

શતાવરી શતાવરીના છોડ ભારતમાં બધે જ થાય છે. તેના છોડ ત્રણથી ચાર ફુટ ઉંચા, પાન શરુ જેવાં બારીક અને ડાળીના મુળ પાસેથી છેડા સુધી બંને બાજુએ સરખાં હોય છે. શતાવરીને નાનાં સફેદ સુગંધી ફુલોનાં ઝુમખાં આવે છે. છોડને કાંટા હોય છે. ડાળીની એક બાજુએ એક એક કાંટો હોવાથી એને એકલકંટી પણ કહે છે. તેને ચણી બોર જેવાં ફળો આવે છે. પાક્યા પછી તે લાલ રંગનાં થાય છે. શતાવરીનાં મુળ સુતરના તાંતણા એકઠા કરીને બાંધી રાખ્યા હોય એવાં ઝુમખા રુપે હોય છે. તેનાં મુળને ફીક્કાશ પડતી લાલ-પીળા રંગની છાલ હોય છે. એ છાલ કાઢતાં અંદર ધોળા રંગનો ગાભો અને વચ્ચે દોરા જેવું દેખાય છે. શતાવરીનાં મુળ લીલાં હોય ત્યારે સુકવવામાં આવે છે. આ મુળને જ શતાવરી કહે છે.

શતાવરીની બે જાતો થાય છે : (૧) મહા શતાવરી (૨) નાની શતાવરી. મહા શતાવરી ભીલાડથી મુંબઈ સુધીના દરીયાકીનારે વધુ થાય છે. તેનાં મુળ અંગુઠા જેટલાં જાડાં, રસદાર અને આઠથી દસ ફુટ લાંબાં થાય છે. દવામાં જાડાં અને રસદાર મુળીયાં જ વાપરવાં જોઈએ. બજારમાં જે વેચાય છે તે નાની શતાવરીનાં જ મુળીયાં હોય છે. નાની શતાવરી સર્વત્ર થાય છે. રેતાળ જમીનમાં ખુબ થાય છે. નાની શતાવરીનાં મુળ આઠથી બાર ઈંચ લાંબાં અને પાતળાં હોય છે. દવામાં ચુર્ણ કરવું હોય તો નાની શતાવરીનાં મુળનું કરવું અને રસ કાઢવો હોય તો મોટી શતાવરીના મુળનો કાઢવો. જો મોટી શતાવરી મળે તો તેનું ચુર્ણ વાપરવું વધુ સારું.

શતાવરી ઔષધમાં વપરાય છે. શતાવરી એક ઉત્તમ ઔષધ છે. શતાવરીના છોડને સો કરતાં પણ વધારે મુળ હોય છે આથી એને શતાવરી કહે છ. તેનાં પાન વાળ જેવાં ઝીણાં અને પુશ્કળ હોય છે. એના છોડને જમીન તરફ વળેલા અવળા કાંટા હોય છે. શતાવરી ઠંડી, વાજીકર, મધુર-કડવી, રસાયન, સ્વાદીષ્ટ, પચવામાં ભારે, ચીકણી, ધાવણ વધારનાર, બળ આપનાર, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રદીપક, આંખો માટે સારી અને પૌષ્ટીક છે.

શતાવરી ત્રીદોષનાશક, ક્ષય, રક્તદોષ, સોજા, ગોળો અને અતીસારનો નાશ કરે છે. શતાવરી પરમ પીત્તશામક છે. એક એક ચમચી શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં મીશ્ર કરી પીવાથી તરત જ અમ્લપીત્ત-એસીડીટી શાંત થાય છે. શતાવરી મધુર અને કડવી છે. તે બળ વધારનાર, ધાવણ વધારનાર, શુક્રવર્ધક, રસાયન, મૈથુનશક્તી વધારનાર-વાજીકરણ છે. આ ઉપરાંત રક્તવીકાર, વાયુ, અને પીત્તને હરનાર, રક્તમુત્રતા, મુત્રકૃચ્છ્ર, મુત્રકષ્ટ મટાડનાર છે. જ્યારે મહાશતાવરી હૃદય માટે હીતકારી, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, પૌષ્ટીક, ગ્રહણી અને હરસને મટાડનાર છે.

(૧) દુઝતા હરસમાં રોજ શતાવરી અને સાકર નાખી ઉકાળીને ઠંડુ કરેલું દુધ પીવું.

(૨) જો મુત્રમાર્ગે લોહી પડતું હોય તો ૧ ચમચી શતાવરી, ૧ ચમચી ગોખરું અને ૧ ચમચી સાકરને ૧ ગ્લાસ પાણીમાં નાખી, ઉકાળો બનાવી રોજ સવારે અને સાંજે પીવાથી મટે છે, કેમ કે મુત્રાશયની શુદ્ધી કરવામાં શતાવરી અને ગોખરું બન્ને ઉત્તમ છે.

(૩) કીડનીના સોજામાં પણ શતાવરી અને ગોખરું લેવાં.

(૪) મહા શતાવરીનો તાજો રસ બે ચમચી સવાર-સાંજ પીવાથી અથવા મહા શતાવરીનું તાજું ચુર્ણ સાકરવાળા દુધમાં પીવાથી ધાવણ સાવ ઓછું આવતું હોય તો તેમાં લાભ થાય છે. શતાવરીનો તાજો દુધપાક બનાવીને પણ લઈ શકાય.

(૫) રક્તાતીસારમાં મળમાર્ગે પડતા લોહીમાં ૧ ગ્લાસ બકરીના તાજા દુધમાં ૧ ચમચી શતાવરીનું ચુર્ણ, ૧ ચમચી સાકર અને ૧ ચમચી ઘી નાખી ઉકાળી ઠંડુ પાડી સવાર-સાંજ પીવાથી રક્તસ્રાવ બંધ થાય છે.

(૬) ફેફસાની નાની મોટી તકલીફોમાં શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં ઉકાળી લાંબો સમય લેવાથી સારો ફાયદો થાય છે.

(૭) રતાંધળાપણામાં શતાવરીનાં કુમળાં પાન ગાયના ઘીમાં વઘારીને ખાવાથી રતાંધળાપણુ દુર થાય છે.

(૮) મોઢામાં, હોજરીમાં, હોજરીના છેડે, આંતરડામાં જો ચાંદાં પડ્યાં હોય તો શતાવરીઘૃત અત્યંત હીતાવહ છે. મળી શકે તો લીલી શતાવરીનો તાજો રસ કાઢી બે ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો. જો લીલી શતાવરી ન મળે તો જ્યારે મળે ત્યારે શતાવરી ઘૃત પકાવી લેવું. ૫૦૦ ગ્રામ ગાયનું ઘી, ૨ કીલોગ્રામ શતાવરીનો રસ અને શતાવરીના મુળીયાનું ૨૦૦ ગ્રામ ચુર્ણ મીશ્ર કરી ઉકાળવું. પાણીનો ભાગ ઉડી જાય ત્યારે ઉતારીને ગાળી લેવું. એક ચમચી આ શતાવરી ઘૃત દીવસમાં ત્રણ વખત લેવાથી જીર્ણ જ્વર, મીરગી-વાયુ, આંતરીક ચાંદાં, ગાઉટ, ફેફસાના રોગો વગેરે મટે છે. શતાવરી મહીલાઓ માટેની પરમ પૌષ્ટીક ઔષધી છે.

(૯) શતાવરીના બે ચમચી રસમાં એક ચમચી મધ મેળવી સવાર-સાંજ પીવાથી સ્ત્રીઓને થતું પીત્તનું શ્વેત પ્રદર મટે છે.

(૧૦) એક ગ્લાસ દુધમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ અને બે ચમચી સાકર નાખી ઉકાળીને ઠંડુ પાડી પીવાથી સ્ત્રીઓને થતું રક્તપ્રદર અને લોહીવા મટે છે.

(૧૧) શતાવરી, જીરુ અને ગળો દરેકનું અડધી અડધી ચમચી ચુર્ણ પાણીમાં નાખી સવાર-સાંજ પીવાથી ટાઢીયો તાવ મટે છે.

(૧૨) શતાવરી, સાકર, ગોળ અને કોપરું ખાવાથી પ્રસુતાનું ધાવણ વધે છે.

(૧૩) એક ગ્લાસ ગાયના દુધમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ નાખી પીવાથી પથરી મટે છે.

(૧૪) એક ચમચી શતાવરી અને બોદા ગોખરુનું ચુર્ણ દુધમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પથરી મટે છે અને પેશાબમાં પડતું લોહી બંધ થાય છે.

(૧૫) શતાવરી રસાયન છે, આથી એના સેવનથી આયુષ્ય વધે છે, સ્વાસ્થ્ય સારું રહે છે, વજન વધી શરીર હૃષ્ટપૃષ્ટ થાય છે. એક ગ્લાસ દુધમાં એક ચમચી શતાવરી અને એક ચમચી સાકર નાખી ઉકાળવું. ઠંડુ પડે ત્યારે ધીમે ધીમે પી જવું. એનાથી શરીરમાં સારી શક્તી આવે છે. સ્ત્રીઓનો પ્રદર રોગ મટે છે.

(૧૬) શતાવરીમાંથી બનાવેલા તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે. વાથી જકડાયેલા સ્થાન પર તેનું માલીશ કરવું. આ તેલની લઘુ એનીમા લેવાથી વાયુના રોગો, કટીશુળ, સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા વગેરે મટે છે.

(૧૭) શતાવરી ચાંદાં માટેનું અકસીર ઔષધ છે. ૨૦૦ ગ્રામ દુધમાં એટલું જ પાણી નાખી ૧૦ ગ્રામ શતાવરીનું ચુર્ણ અને ૫ ગ્રામ જેઠીમધનું ચુર્ણ બે ચમચી ખડી સાકર નાખી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પાડી પીવાથી મોંનાં, ગળાનાં, હોજરીનાં, યોનીમાં, આંતરડાંમાં, ગર્ભાશયમાં પડેલાં ચાંદાં મટે છે. આહારમાં દુધનું પ્રમાણ વધારવું. ગોળ, લસણ, ડુંગળી, કાળાં મરી, અથાણાં, પાપડ, મરચાં, બાજરી, રીંગણાં, મુળા, મોગરી, રાઈ, હીંગ વગેરે છોડી દેવાં. મોળાં શાકભાજી, રોટલી જેવો સાદો આહાર લેવો. એનાથી કસુવાવડ થતી હોય કે પુરા માસે જન્મેલું બાળક જીવી શકતું ન હોય તેમાં પણ ફેર પડે છે.

(૧૮) જો કોઈ પુરુષને ગરમી હોય અને તેને લીધે શુક્ર ક્ષીણ થઈ જાય, પાતળું પડી જાય, કામશક્તી ઘટી જાય, ઉત્સાહનો અભાવ હોય શુક્રજંતુની ગતી ઘટી જતી હોય તો શતાવરી, આમળાં, સાકર, ઘી અને અશ્વગંધાનું એક એક ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવું.

(૧૯) શતાવરી, જેઠીમધ અને સાકર આ ત્રણેનું સરખા વજને બનાવેલું એક ચમચી જેટલું બારીક ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી શરીરની આંતરીક ગરમી મટે છે. હાથની હથેળીની અને પગના તળીયાની બળતરા મટે છે.

શતાવરી પાક ૫૦૦ ગ્રામ શતાવરીનાં મુળ ખુબ ખાંડી પાણી નાખી પેસ્ટ જેવું બનાવી તેમાં ચારગણું ગાયનું દુધ અને ચારગણું ગાયનું ઘી નાખી પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવું. હવે બાકી રહેલા કલ્ક જેટલી સાકર નાખી પાક બનાવવો. એને શતાવરી પાક કહે છે. બે ચમચી જેટલો શતાવરી પાક સવાર-સાંજ ખાવાથી રક્તપીત્ત, એસીડીટી, ક્ષય, પીત્તના અને વાયુના રોગો મટે છે.

શતાવરી ક્ષીરપાક એક કપ દુધમાં એટલું જ પાણી મેળવી તેમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ, એક ચમચી જેઠીમધનું ચુર્ણ અને એક ચમચી સાકર મેળવીને ખુબ હલાવી ધીમે તાપે ઉકાળવું. ઉકળવાથી જ્યારે પાણીનો ભાગ ઉડી જાય અને એક કપ જેટલું દુધ બાકી રહે ત્યારે ઉતારી લેવું. ઠંડું પડે ત્યારે પી જવું, આ રીતે સવાર-સાંજ તાજું બનાવેલું શતાવરીયુક્ત દુધ-શતાવરી ક્ષીરપાક પીવામાં આવે તો શરીરની આંતરીક ગરમી, યોનીમાર્ગની આળાશ, બળતરા, ચાંદી, ગર્ભ ન રહેવો, વારંવાર કસુસાવડ થવી વગેરે મટે છે.

વડ (ચાલુ)

ઓક્ટોબર 4, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૪૧) શ્વેતપ્રદરના રોગીને વડની છાલના ઉકાળાનો ડુશ આપવો.

(૪૨) લોહીવામાં વડની છાલના ચુર્ણની સ્વચ્છ કપડામાં પોટલી બનાવી યોનીમાં મુકવી.

(૪૩) ગરમીના દીવસોમાં માથે ઠંડક રહે, લુ ન લાગે, માથું તપી ન જાય તે માટે વડનાં મોટાં પાન માથા પર મુકી ટોપી, હેટ, સ્કાર્ફ કે હેલ્મેટ મુકવી. સુર્ય ગમે તેટલો તપતો હશે તો પણ માથે ઠંડક રહેશે.

(૪૪) આંખો સુજી જાય, લાલ થઈ જાય, બળે, તેમાં ખટકો થાય તો વડની છાલના ઉકાળાથી આંખો ધોઈ આંખમાં વડના દુધનાં ટીપાં મુકવાં.

(૪૫) સંધીવાનો સોજો હોય કે આમવાતનો સોજો હોય તેના ઉપર વડનું દુધ લગાડવાથી આરામ થાય છે.

(૪૬) ગરમીથી માથું દુખતું હોય તો કપાળ ઉપર વડનું દુધ લગાવવાથી માથાનો દુખાવો મટે છે.

(૪૭) સ્તન ઢીલા અને પોચા પડી ગયા હોય તો વડવાઈ પાણીમાં પીસી સ્તન ઉપર જાડો લેપ કરવો.

(૪૮) પ્રસુતા સ્ત્રીને સ્તનપાક થાય, સ્તનમાં ગાંઠો પડે તો વડના દુધમાં કઠ(ઉપલેટ)નું ચુર્ણ મેળવી લેપ કરવો.

(૪૯) ધાવણ ઓછું આવતું હોય તો સ્તન ઉપર વડના દુધ અને વડવાઈની કુણી કુંપણ પીસી લેપ કરવો.

(૫૦) કાનમાંથી પરુ વહેતું હોય અને તે મટતું જ ન હોય તો કાનમાં વડના દુધનાં ટીપાં નાખવાં. બાકી

મેથી

ઓગસ્ટ 14, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મેથી : એ કડવી, ગરમ, ભુખ લગાડનાર અને પૌષ્ટીક છે.

મેથી વાયુ, કફ, સંધીવા, કમરનો દુખાવો, કળતર, પેટના કૃમી, શુળ, કબજીયાત, તાવ વગેરે મટાડે છે.

મેથીનો એક ચમચી ભુકો પાણીમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પગની પાની, એડી, ગોઠણ, કમર, કે સાંધાનો દુ:ખાવો, મંદ જ્વર, અરુચી, મંદાગ્ની, પેટનો વાયુ, ડાયાબીટીસ અને કબજીયાત મટે છે.

કમરનો જુનો દુ:ખાવો કે વાયુના જુના રોગોમાં સમાન ભાગે મેથી અને ગોળની સોપારી જેવડી લાડુડી બનાવી સવાર-સાંજ દોઢથી બે મહીના ખાવાથી લાભ થાય છે.

ડાયાબીટીસમાં મેથીનો તાજો ઉકાળો ચારથી પાંચ ચમચી જેટલો જમતાં પહેલાં રોજ બપોરે અને રાત્રે લેવો જોઈએ.

મેથીના ઉપચાર વખતે ખટાશ, અથાણાં અને પાપડ ખાવા નહીં.

મેથી યકૃત અને બરોળને બળવાન બનાવે છે.

(૧) એક ચમચી મેથીનું ચુર્ણ, એક ચમચી ઘી અને સોપારી જેટલો ગોળ સવારે અને સાંજે ખુબ ચાવીને ખાવાથી શ્વેતપ્રદર મટે છે.

(૨) મેથી વાયુનાશક હોવાથી કમર, પીંડલી, ઢીંચણ અને સાંધાનો દુ:ખાવો મટાડે છે. એ માટે મીઠાઈ, તળેલું, ઘી-માખણ અને ખટાશ સંપુર્ણ બંધ કરી, રોજ રાતે ૨૦ ગ્રામ મેથીના દાણા પલાળવા. તેના ફણગા ફુટે એટલે સવારે અને રાતે અર્ધો અર્ધો ભાગ ચાવી જવો. દુખતી જગ્યાએ અનુકુળ આવે તેવો શેક કરવો.

(૩) સમાન ભાગે મેથી અને સુવા મીશ્ર કરી તાવડી પર અધકચરા શેકી ખાંડીને કરેલો એક ચમચી ભુકો સવાર-સાંજ પાણી સાથે લેવાથી ઉબકા, અરુચી, આફરો, વાયુ, મોળ, ખાટા ઓડકાર, બંધાયા વગરનો કુચા-પેસ્ટ જેવો મળ, પેટમાં આંકડી-ચુંક વગેરે તકલીફ દુર થાય છે.

(૪) ગોળ અથવા પાણીમાં પા(૧/૪) ચમચી મેથીનું ચુર્ણ લેવાથી કબજીયાત મટે છે.

(૫)  વાયુના ૮૦ રોગો પૈકી એક રોગનું નામ ‘વાતકંટક’ છે. આમાં પગની ઘુંટી પાસે અથવા પાનીના હાડકાં પર હુકની જેમ હાડકું વધે છે અને ચાલવાથી તે ખુબ જ દુખે છે. સવારે ઉઠતી વખતે તો થોડી વાર પગ પર ચાલી પણ શકાતું નથી. આ વીકૃતીનું મેથી ઉત્તમ ઔષધ છે. કાચી મેથીને અધકચરી ખાંડી બનાવેલો એક ચમચી ભુકો રોજ રાત્રે સુતી વખતે ફાકી જવો અને ઉપર એક ગ્લાસ જેટલું દુધ પીવું. બે મહીના આ ઉપચાર કરવો. દુખાવા ઉપર રેતીનો શેક કરવો અને આવશ્યક પરેજી પાળવી.

મેથીની ભાજી   મળી શકતી હોય તો મેથીની ભાજી દરરોજ ખાવી જોઈએ. મેથીની ભાજી કડવી, પીત્તહર, મળ સરકાવનાર અને ઉત્તમ વાતશામક છે. તેમાં લોહ, કેલ્શ્યમ તથા વીટામીનોનું પ્રમાણ ઘણું સારું છે.

ડાયાબીટીસ, સાંધાનો વા, પક્ષાઘાત-લકવા, રાંઝણ-સાઈટીકા, કટીશુળ, પગની પાનીનો દુખાવો હોય તો મેથીની ભાજી એકલી કે મીશ્ર શાકમાં દરરોજ ખાવી જોઈએ. મેથીના દાણા અને દાણાનું બારીક ચુર્ણ પણ એટલું જ ગુણકારી છે. લીલાં પાંદડાંવાળી ભાજી રોજ એક વખત તો ખાવી જ જોઈએ. પાંદડાંમાં સુર્યનું તેજ ભરેલું છે.

દરેક ભાજીમાં વીટામીનો, લોહ, ચુનો, આયોડીન વગેરે ખનીજ તત્ત્વો હોય છે. ભાજીમાં સારક-મળને સરકાવવાનો ગુણ છે.

સંધીવા, લકવા, અડદીયો વા, કટીગ્રહ જેવા વાયુના રોગોમાં મેથીની ભાજી ખુબ જ ઉપયોગી છે. ડાયાબીટીસવાળાએ તો રોજ મેથીની ભાજી ખાવી. મેથીની ભાજી અને રીંગણનું શાક અતી ઉત્તમ છે.

નાગકેસર

મે 14, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નાગકેસર : નાગકેસરનાં વૃક્ષોનો દેખાવ સુંદર હોય છે. એનાં વૃક્ષો આસામ, હીમાલય, બંગાળ, નેપાળ તથા બ્રહ્મદેશમાં થાય છે. એના પાંચ પાંખડીવાળાં સફેદ ફુલોની વચ્ચે સોનેરી રંગનાં પુંકેસરોનો ગુચ્છો હોય છે. આ પુંકેસર એ જ સાચું નાગકેસર. એ બજારમાં મળે છે.

(૧) અડધીથી એક ચમચી નાગકેસરનું ચુર્ણ એટલી જ ખડી સાકર, માખણ અને કાળા તલ સાથે સવાર-સાંજ લેવાથી દુઝતા હરસ મટે છે.

(૨) સાકર સાથે નાગકેસર લાંબો સમય લેવાથી ગર્ભાશય અને યોનીના વીકારો, શ્વેતપ્રદર, બળતરા, ખંજવાળ, મૈથુન સમયનો દુ:ખાવો, વાસ આવવી, સોજો વગેરે મટે છે. આ ઉપાયથી આંતરીક શીતળતા થવાથી ગર્ભસ્થાપન પણ થાય છે.

(૩) મરડો, આંતરડામાં સોજો કે ચાંદાં(અલ્સરેટીવ કોલાયટીસ), મંદ જઠરાગ્ની કે આમ હોય તો પા(૧/૪) ચમચી જેટલું સાચું શુદ્ધ નાગકેસર(મોંઘું નથી) અને ઈન્દ્રીયજવનાં બીજ સવાર-સાંજ જમ્યા પછી નવશેકા ગરમ પાણી સાથે લેવાથી મટે છે.

(૪) લોહીવા વારંવાર થતો હોય, માસીકસ્રાવ ખુબ જ અને અનીયમીત થતો હોય, અવારનવાર કસુવાવડો થતી હોય, તો રોજ નાગકેસર લેવું જોઈએ. જેથી ગર્ભાશયના દોષ મટે અને ગર્ભાશય ગર્ભને ટકાવી રાખવા માટે યોગ્ય બને.

(૫) હાથ-પગની, માથાની, તાળવાની, આંખોની, મુત્રમાર્ગની, યોનીની બળતરા, શરીરના કોઈ પણ ભાગમાંથી થતો રક્તસ્રાવ, શરીરની ખોટી આંતરીક ગરમીમાં રોજ સવાર-સાંજ પાથી અડધી ચમચી નાગકેસર, એક ચમચી માખણ અને એક ચમચી ખડી સાકરનો પાઉડર મીશ્ર કરી ચાટી જવું.

(૬) અડધી ચમચી નાગકેસર તાજી મોળી છાશમાં ખુબ લસોટી ચાટી જવાથી એકથી બે માસમાં ગર્ભાધાન થાય છે.

ચંદન-સુખડ

ફેબ્રુવારી 14, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ચંદન સુખડ : જે સુખડ-ચંદન સ્વાદમાં કડવું, ઘસાતાં પીળું, કાપતાં રાતું, સ્વરુપે ધોળું અને ગાંઠો તથા કોતરવાળું હોય તે સુખડ શ્રેષ્ઠ કહેવાય છે.

ચંદનનું સંસ્કૃતમાં એક નામ છે શ્રીખંડ. श्रीया सौंगंध्यलक्षया खंडयति अन्य गंधमिति श्रीखंडम् | એટલે કે જે પોતાની સુગંધથી અન્ય ગંધોને હટાવી દે છે તે શ્રીખંડ. દુર્ગંધ હરનાર અને દાહ-બળતરાની શાંતી કરનાર ચંદનની સરખામણી કરી શકે તેવું એકે ઔષધદ્રવ્ય નથી.

ચંદન સૌંદર્ય વધારનાર, ખંજવાળ મટાડનાર, દુર્ગંધનો નાશ કરનાર, ચામડીના રોગોમાં હીતકારક, શીતળ, બળતરા શાંત કરનાર, પીત્તશામક, વાજીકર, હૃદય માટે હીતકર, આંતરીક દાહનો નાશ કરનાર તથા રક્તપીત્તમાં ઉપયોગી છે. ચંદન સ્વાદમાં કડવું, શીતળ, રુક્ષ, દાહશામક, ગ્રાહી, હૃદય સંરક્ષક, વીષઘ્ન, વર્ણ સુધારનાર, ખંજવાળ મટાડનાર, મૈથુન વધારનાર, આલ્હાદક-પ્રસન્નતા વધારનાર, મુત્ર પ્રવૃત્તી વધારનાર હોવાથી મુત્રમાર્ગના રોગોમાં હીતાવહ, સોજા ઉતારનાર, શરીરની દુર્ગંધ દુર કરનાર, શ્રમથી થતો થાક અને શરીરના સ્નાયુઓનો દુખાવો મટાડનાર છે.

(૧) ભાત–ચોખાના ઓસામણમાં ઘસીને એક ચમચી જેટલા ચાટણમાં એક ચમચી સાકર અને એક ચમચી મધ મીશ્ર કરી સવારે અને રાત્રે લેવાથી રક્તાતીસાર, આંતરીક દાહ-બળતરા, તૃષા, પ્રમેહ, મુત્રની બળતરા, શ્વેતપ્રદર વગેરે મટાડે છે.

(૨) રક્તપીત્તમાં ચંદનનું ચુર્ણ ચોખાના ધોવાણ સાથે સાકર નાખી પીવું.

(૩) દુઝતા હરસમાં ચંદનનો ઘસારો સાકર સાથે પીવો.

(૪) રક્તાતીસારમાં ચંદનનું ચુર્ણ સાકર, મધ અને ચોખાના ધોવાણ સાથે પીવું.

(૫) ગાયના દુધમાં ચંદનનું ચુર્ણ પીવાથી ઉગ્ર હેડકી શાંત થાય છે.

(૬) સુખડનો ઘસારો અથવા ચંદનનું સાકરમાં બનાવેલું ઠંડું શરબત પીવાથી મુત્રપ્રવૃત્તીમાં થતી બળતરા અને પરમીયામાં થતી હોય એવી મુત્રમાર્ગની તીવ્ર બળતરા મટે છે.

(૭) સુખડના તેલનાં આઠ-દસ ટીપાં પતાસામાં પાડી ખાવાથી પણ બળતરા શાંત થાય છે.

(૮) બાળકોની નાભી પાકતી હોય તો સુખડના તેલનાં ટીપાં મુકવાથી મટે છે.

(૯) લોહીવામાં ચંદનનું ચુર્ણ, સાકર, ઘી અને મધ મીશ્ર કરી ચાટવાથી શાંતી થાય છે.

ગોખરુ

ફેબ્રુવારી 6, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ગોખરુ : એના છોડ ચોમાસામાં આપણે ત્યાં ગુજરાતમાં બધે થાય છે. એ બે જાતનાં હોય છે, મોટા ગોખરુના નાના છોડ હોય છે અને નાના ગોખરુના વેલા થાય છે. દવામાં મોટાં ગોખરુ વપરાય છે, પણ તે ન મળે તો નાનાં પણ વાપરી શકાય. ચોમાસામાં ગોખરુના વેલા જમીન પર પથરાયેલા જોવા મળે છે. તેનાં પાન નાનાં નાનાં હોય છે. તેને ચણા જેવડાં કે તેથી નાનાં ફળ બેસે છે, જેના ઉપર કાંટા હોય છે. ફળ તાજાં હોય ત્યારે લીલા રંગનાં અને સુકાતાં કઠણ અને સફેદ બને છે.

ગોખરુ ઠંડુ છે, આથી પેશાબના દરેક જાતના રોગોમાં ખુબ સારું કામ આપે છે. પેશાબ ઓછો આવવો, પેશાબ ન આવવો, પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી, પેશાબ દુર્ગંધવાળો કે ડહોળો આવવો વગેરેમાં ગોખરું ઉપયોગી છે.

ગોખરું કીડની પર ઉત્તેજક, વેદના દુર કરનાર તથા મુત્ર સંસ્થાનના આંતરીક સ્તર પર સ્નીગ્ધ અસર કરે છે. આથી જુના પરમીયા અને મુત્રાશય તથા મુત્રમાર્ગની બળતરા પર લાભ કરે છે.

ગોખરું સ્નેહન, મુત્ર વધારનાર, બળ(વીર્ય) વધારનાર, તથા મૈથુનમાં ઉત્તેજના લાવનાર છે. એ શુક્રજંતુઓ વધારે છે. ધાતુપુષ્ટી માટે ગોખરું ઉત્તમ છે. પેશાબમાં વીર્ય જંતુ જતાં હોય તેમાં ગોખરું વાપરી શકાય. તે મુત્રપીંડ અને મુત્રાશયને કાર્યશીલ રાખે છે. આથી પથરીના રોગી તથા કીડની બગડી હોય તેવા રોગીઓ પણ તેનું સેવન કરી લાભ મેળવી શકે.

ગોખરુંને સુકવી, ખાંડી, ચુર્ણ કરીને ઉપયોગ કરવો. ગોખરુ ગાંધીની દુકાને મળે છે. તૈયાર ચુર્ણ દવાવાળા વેચે છે. ૩-૩ ગ્રામ એટલે કે એક નાની ચમચી જેટલું દીવસમાં બેથી ત્રણ વાર પાણી, સાકર, દુધ, ઘી કે મધ સાથે લઈ શકાય. ગોખરું કામશક્તી વધારનાર, હૃદયરોગનો નાશ કરનાર, વાયુનાશક, અને વધુ પ્રમાણમાં લેવાથી રેચક છે.

(૧) સર્વ પ્રકારના પ્રમેહમાં અને પ્રોસ્ટેટના સોજામાં ગોખરુ આપવું.

(૨) મુત્ર અમ્લતાવાળું હોય ત્યારે ગોખરુ સાથે જવખાર આપવો.

(૩) કીડનીના સોજામાં મુત્ર ક્ષારવાળું, દુર્ગંધવાળું તથા ડહોળું હોય ત્યારે ગોખરુના ઉકાળામાં શીલાજીત મેળવીને આપવું.

(૪) સરખા ભાગે બનાવેલ ગોખરુ અને તલનું ચુર્ણ એક ચમચી અને એક ચમચી મધને બકરીના દુધ સાથે લેવાથી હસ્તમૈથુનથી આવેલી નબળાઈ-નપુંસકતા દુર થાય છે.

(૫) અડધી ચમચી ગોખરુનું ચુર્ણ એક ચમચી મધ સાથે દીવસમાં ત્રણ વાર ચાટી ઉપર એક ગ્લાસ ઘેટીનું દુધ પીવાથી પથરી તુટી જઈ મુત્ર માર્ગે બહાર નીકળી જાય છે. આ પ્રયોગ માત્ર સાતથી દસ દીવસ જ કરવો.

(૬) બસો ગ્રામ દુધમાં એટલું જ પાણી અને એક ચમચી ગોખરુનું ચુર્ણ નાખી ધીમા તાપે ઉકાળી પાણીનો ભાગ ઉડી જાય એટલે ઉતારી ઠંડુ પડ્યે પીવાથી મૈથુનશક્તી વધે છે. સવાર-સાંજ તાજું બનાવીને પીવું. સાકર પણ નાખી શકાય.

(૭) ગોખરુ અને અશ્વગંધાનું ૫થી ૭ ગ્રામ ચુર્ણ એનાથી બમણી સાકર સાથે કે બે ચમચી મધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે, શારીરીક શક્તી તથા કામશક્તી વધે છે.

(૮) ગોખરુના પંચાંગનો ૧૦ ગ્રામ ભુકો નાખી અડધું પાણી બાળીને બનાવેલો ઉકાળો સવાર-સાંજ પીવાથી મુત્રમાર્ગના રોગો મટે છે.

(૯) ગળો, ગોખરુ અને આમળાના સમાન ભાગે બનાવેલા ચુર્ણને રસાયન ચુર્ણ કહે છે. શરીરમાં ગમે ત્યાં દાહ, બળતરા, અશક્તી રહેતી હોય તો સવાર, બપોર, સાંજ અડધી ચમચી ચુર્ણ ફાકી ગાયનું તાજું દુધ પીવું. આહારમાં તીખી, ગરમ ચીજો બંધ કરવી.

(૧૦) ઉંદરી જેમાં માથા, દાઢી, મુછ, આંખ વગેરે પરના વાળ ખરી જાય છે, તેમાં ગોખરુ અને તલનાં ફુલ સરખા ભાગે લસોટી મધ અને ઘીમાં મેળવી લેપ કરવો.

(૧૧) એક ચમચી ગોખરુ ચુર્ણ અને એક ચમચી સાકર એક ગ્લાસ દુધમાં મીશ્ર કરી પીવાથી મુત્રાવરોધ, મુત્રકષ્ટ અને મુત્રદાહ મટે છે.

(૧૨) નાના ગોખરુના પંચાંગના ભુકાને ઉકળતા પાણીમાં એક કલાક ભીંજવી રાખી, મસળી, ગાળી મધ અને સાકર નાખી પીવાથી મુત્રની અને મુત્રમાર્ગની શુદ્ધી થાય છે.

(૧૩) ગોખરુનું ચુર્ણ, તલનાં ફુલ, મધ અને ઘી સરખે ભાગે એકત્ર કરી લસોટી લેપ કરવાથી માથાની ઉંદરી મટે છે અને નાવા વાળ ઉગવા લાગે છે.

(૧૪) ગોખરુ, સુંઠ અને મેથીનો સમાન ભાગે ભુકો કરી ઉકાળો બનાવી પીવાથી આમવાત અને કટીશુળ મટે છે.

(૧૫) મુત્રમાર્ગમાં વેદના સાથે પેશાબ થતો હોય તો સો ગ્રામ દુધ, સો ગ્રામ પાણી અને એક ચમચી ગોખરુ-ચુર્ણ  નાખી પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી ઉકાળી થોડી સાકર નાખી પીવાથી લાભ થાય છે. 

(૧૬) એક ચમચી ગોખરુ ચુર્ણનો ઉકાળો સવાર-સાંજ પીવાથી પથરી તુટી જાય છે.

(૧૭) એક ચમચી ગોખરુ-ચુર્ણ એટલી જ સાકર સાથે લઈને ઉપર દુધ પીવાથી મૈથુન શક્તી વધે છે.

(૧૮) ગોખરુ અને સુંઠનો ઉકાળો સવાર-સાંજ પીવાથી કટીશુળ અને સર્વાંગ સંધીવા મટે છે.

(૧૯) ગોખરુનો દુધમાં ઉકાળો કરીને પીવાથી રક્તપીત્ત મટે છે. 

(૨૦) એક ચમચી જેટલું ગોખરુચુર્ણ, એક ચમચી સાકર સાથે રોજ સવાર-સાંજ લેવું. ઉપર ઉકાળીને ઠંડું કરેલું દુધ અથવા વાયુ, પીત્ત અને કફ દોષાનુસાર અનુપાન સાથે લેવાથી જે તે દોષમાં લાભ થાય છે.

(૨૧) એક એક ચમચી ગોખરુનું બારીક ચુર્ણ, ગાયનું ઘી અને ખડી સાકર સારી રીતે મીશ્ર કરી રોજ રાત્રે બેથી ત્રણ અઠવાડીયાં સુધી જમ્યા પછી લેવાથી સ્ત્રીઓને થતી શ્વેતપ્રદરની તકલીફ મટે છે અને ગર્ભાશય મજબુત થવાથી તેની શીથીલતા દુર થાય છે.

કૌંચાં

જાન્યુઆરી 17, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કૌંચા   કવચના વેલા ખેતરની વાડો પર ખુબ થાય છે, જેની શીંગો પર ઝીણી રુંવાટી હોય છે. આ રુંવાટી શરીરના સંપર્કમાં આવતાં ખંજવાળ આવે છે. આ શીંગની અંદરનાં બીજ તે કૌચાં. આ બીજની અંદરનું પડ-ફાડા ખુલ્લા કરી તેની વચ્ચેનો અંકુર કાઢી લેવો, જે ઝેરી હોય છે. કૌચાંના આ ફાડાનો ખાંડીને ઔષધ તરીકે ઉપયોગ થાય છે.

કૌચાનું ચુર્ણ ચાટણ અને પાક રુપે વપરાય છે. એ મૈથુન શક્તી વધારનાર, વાયુના રોગો મટાડનાર, પીત્તને શાંત કરનાર, રક્ત વીકારો મટાડનાર, જ્ઞાનતંતુઓને બળ આપનાર, માસીક નીયમીત કરનાર, કષ્ટાર્તવ મટાડનાર, શ્વેતપ્રદર અને રક્તપ્રદરમાં હીતાવહ છે. કૌંચા પુશ્કળ કામશક્તી વધારે છે.

તે સ્વાદે મધુર અને કડવાં, પચવામાં ભારે, શરીરને પુષ્ટ કરનાર, વાયુનાશક, બળ આપનાર, વાયુ, પીત્ત અને રક્તના રોગોનો નાશ કરનાર છે. કૌંચા અને અડદના ગુણોમાં ઘણી સમાનતા છે.

 

(૧) અડધી ચમચી કૌચાનાં બીજનું ચુર્ણ એક ગ્લાસ દુધમાં એટલું જ પાણી મેળવી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું. એને ગાળી ઠંડુ પાડી બે ચમચી સાકર ઉમેરી પીવાથી શુક્રવૃદ્ધી તથા કામશક્તીની વૃદ્ધી થાય છે.

(૨) કૌંચાનાં બીજના ૧૦ ગ્રામ ચુર્ણને બસો ગ્રામ દુધમાં ધીમા તાપે પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી ઉકાળી થોડી સાકર નાખી પીવાથી થોડા દીવસમાં કામશક્તી વધે છે. શરીર હૃષ્ટપુષ્ટ કરવા માટે આ પ્રયોગ દીવસમાં બે વખત કરવો. જેમને સ્વપ્નદોષ થતો હોય કે શીઘ્રસ્ખલન થતું હોય તેમણે આ ક્ષીરપાક સવાર-સાંજ લેવો, આહારમાં મધુર, સ્નીગ્ધ અને પૌષ્ટીક દ્રવ્યો લેવાં. ચોખા, દુધ, દહીં, ઘી, માખણ, સાકર, મધ, અડદ, કઠોળ, સલાડ અને ફળો લેવાં.

(૩) કૌંચાબીજ અને તાલીમખાનાનું સમાન ભાગે બનાવેલું એક ચમચી ચુર્ણ સાકરવાળા દુધમાં નાખી પીવાથી ધાતુપુષ્ટી થાય છે, વીર્યમાં શુક્રજંતુઓ વધે છે, અને મર્દાનગી પ્રાપ્ત થાય છે.

(૪) મધ સાથે કૌંચા લેવાથી દમમાં ફાયદો થાય છે.